________________
(૩૩)
૨. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે ચીજ ખાવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવભાવ. આહારસંશા કપાય તે સંવર અને અનાસક્ત અવસ્થાની અનુભૂતિ તે નિર્જરાભાવ.
૩. વિનયથી સ્વચ્છંદ, અક્કડતા રૂપ પ્રવૃત્તિ રવાના થાય તે અનાશ્રવભાવ.
ઉદ્ધતાઈ, અક્કડતા વિગેરે દોષો જાય તે સંવર ભાવ. નમ્રતા, સરળતા, કૃતજ્ઞતા વગેરેની અનુભૂતિ તે નિર્જરા ભાવ. ૪. વૈયાવચ્ચ દ્વારા બીજા પ્રત્યેનો તિરસ્કાર ભર્યો વ્યવહાર અને સ્વાર્થ પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ ભાવ.
સ્વાર્થી વલણ, કઠોરતા છૂટે તે સંવર ભાવ. કરુણાસભર કોમળ પરિણતિની અનુભૂતિ કરાવે તે નિર્જરાભાવ,
૫. પ્રાયશ્ચિત દ્વારા પાપનો બચાવ, દલીલ, અપલોપ વગેરે પ્રવૃત્તિ દૂર થાય તે અનાશ્રવ ભાવ. ' પાપનો પક્ષપાત, દોષરુચિ, માયા, અભિમાન, વક્રતા, અશુભ અનુબંધની તીવ્રતા વગેરે તૂટે તે સંવર ભાવ, સરળતા, નમ્રતા, પાપભીરુતા વગેરે આવે તે નિર્જરાભાવ.
આ વાતોનો ખ્યાલ રાખી પંચાચારનું પાલન કરતાં કરતાં અનાશ્રવભાવ, સંવરભાવ, નિર્જરાભાવને પ્રગટાવવા પ્રયતશીલ છે અને આગળ વધવા પુરૂષાર્થ કરીએ.
માટે ગુરુકૃપા અને પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ સાધકપણાની સાર્થકતા તેને અનુરુપ માનસિક વલણ અને કાયિક વર્તનમાં જ રહેલી છે. વ્યવહાર શુદ્ધિથી આચરણ શુદ્ધિ અને આચરણ શુદ્ધિથી વિચારશુદ્ધિ. સદાચાર પાલન જીવનમાં વણાઈ જવું જોઈએ. જેથી તાત્વિક વિચારશુદ્ધિ આપણામાં પ્રગટાવી શકાય, તે સુલભ બને, સ્થાયી બને, વૃદ્ધિગત બને.