________________
(૨૮) જ્યારે જીવ પોતાના સ્વરૂપને ઓળખી લે છે ત્યારે એમ કહેવાય કે તેણે આખા લોકનું જ્ઞાન કરી લીધું, પણ જો પોતાના સ્વરૂપને જાણ્યું નહિ તો આખા લોકનું જાણપણું નકામું જાય છે. સંસાર પરિભ્રમણ રૂપ થાય છે.
નિજસ્વરૂપની પ્રતીતિ થાય પછી વર્તન વલણ-દેદાર, સ્વભાવ વ્યવહાર બધું જ આપોઆપ બદલી જાય. પછી તૃષ્ણા, ઈર્ષા, દીનતા, * ભયભીતતા, તુચ્છતા, લુચ્ચાઈ, અજ્ઞતા વગેરે આપણને સ્પર્શી ન શકે. આત્મસ્વરૂપ પ્રતીતિ થાય. એટલે આત્મા અવર્ણનીય, કલ્પનાતીત આનંદને પ્રાપ્ત થાય છે. અને તે આત્મા ઉન્નત, ઉત્તમ, ઉદાત્ત, ઉદાર, ઉદાસીન, ભૂમિકામાં સ્થિત થાય છે.
૬. આત્મસ્વરૂપ રમણતા : પોતાના જ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં, નિજાનંદમાં, ક્ષાયિક ગુણ વૈભવમાં સ્થિરતા, મગ્નતા દ્વારા પૂર્ણતાનો અનન્ય અનુભવ સાધક કરે છે. આ જ સમ્યફ ચારિત્રયોગ છે. પુદ્ગલ સ્વરૂપ રમણતા મટે ત્યારે જ આત્મસ્વરૂપ રમણતા તાત્ત્વિક બને. પુદ્ગલ રમણતા હોય ત્યાં સુધી નિજવરૂપ રમણતા બનાવટી હોય, ભાવચારિત્ર ન હોય, અથવા અત્યંત મંદ હોય. આ છ પગથીયાનો વિચાર કરીને સાધનામાં આગળ વધવા પુરૂષાર્થ કરીએ.
૧૭. વિવેક સાધક માટે વિવેક એ પ્રધાન ગુણ છે. બધા જ ગુણોનો રાજા વિવેક છે. વિવેક હોય તેનામાં તાત્પર્યાર્થિને મેળવવાની યોગ્યતા, પ્રજ્ઞાપનીયતા, વૈરાગ્ય, મધ્યસ્થતા, કર્મનિર્જરા કરવા જેવા અનેક ગુણો હોય છે. વિવેક વડે, જ ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું સંતુલન જાળવી શકાય. વિવેક વડે અપવાદ સેવન દ્વારા પણ ઉત્સર્ગ પાલન સાધ્ય, કર્મ નિર્જરા વગેરે લાભો પ્રાપ્ત થાય. વિવેક હોય તો જ્ઞાન અને ક્રિયાનું સમતોલપણું જાળવી
શકાય.