________________
(૨૯)
સમક્તિને નિર્મળ બનાવનારા, સાધના માર્ગમાં સ્થિરીકરણ, વાત્સલ્ય ઉપબૃહણા વિ. આચારો યથાર્થપણે કરવાનો વિચાર વિવેકી પાસે જ હોય છે. સંયોગો જોઇ કઇ સાધના લાભકારી છે ? તેનો વિચાર કરીને આરાધના માટે ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, પ્રગટાવવાનું તો વિવેકી જ કરી શકે. પ. પૃ. દેવ પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે કે,
જ્યાં જ્યાં જે યોગ્ય છે, તહાં સમજવું તેહ
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ ८
આ કડીમાં પણ એમ જ કહે છે કે જે વિવેકી હોય તે યથાર્થ સમજે અને તે જ આત્માર્થી થવા યોગ્ય છે એટલે કે જ્યાં જ્યાં જે યોગ્ય હોય તેને તે આદરે. વિવેક વગર કરવામાં આવતી સાધના યથાર્થ ફળ આપી શકતી નથી. માટે વિવેક દ્રષ્ટિ ખીલવવા પુરૂષાર્થી બનવું જોઇએ.
૧૮. વૈરાગ્ય અને સમ્યાન
સાધક જ્ઞાનગુણને જેટલો વધારે ખીલવે તેટલું સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર વધારે નિર્મળ બને. સમ્યગ્ દર્શન ચારિત્રમાં પ્રાણ પૂરવા માટે જ જ્ઞાનયોગ સાધવાનો છે. જ્ઞાન સાથે સરળતા ગુણ ખીલેલો હોવો જોઇએ, તો જ્ઞાન ક્યારેય નુકસાનકારક ન બને. દા.ત. નિહ્નવો પાસે જ્ઞાન હોવા છતાં સરળતા ન હોવાથી તેઓ થાપ ખાઇ ગયા.
જ્ઞાન ઓછું હોય તો વાંધો નહીં, તેથી મોક્ષમાર્ગમાં આગળ વધવાનું અટકી જતું નથી. પણ તે જ્ઞાન સાથે જો રાગદ્વેષ ઊભા રહ્યા હોય તો મોક્ષમાર્ગ અટકે છે. સરળ ન હોય, સમર્પિત ન હોય તેવા જીવોને યોગ્યતા પ્રમાણે જ કહેવામાં આવે અને જ્ઞાનનો બોધ આપવામાં આવે. જો શાસ્ત્રો ભણીને રાગદ્વેષ વધારવાના જ હોય તો ભણવાનો મતલબ શું ? ગુણસ્થાનક ક્રમારોહણ ઉપર વિચાર કરીએ તો પણ ૧૦મા ગુણસ્થાનકે રાગદ્વેષ-મોહનીયનો ક્ષય થયા પછી જ ૧૨મા ગુણસ્થાનકના છેડે કેવળજ્ઞાન પ્રગટે છે અને સાધક ૧૩માં ગુણસ્થાનકે પહોંચે છે. માટે