________________
(૨૩)
અગ્નિશર્મા, ધ્યાનનિમગ્ન રહનેમિજી વગેરે શુભ ભાવનાના શિખરેથી પળવારમાં તળેટી, ખીણમાં હડસેલાઈ ગયા માટે રાત્રિદિવસ સગુણોની સમૃદ્ધિ વધારવામાં લાગેલા જ રહેવું.
(૮) મનની આઠમી નબળી વાત એ છે કે મનના પરિણામનો બગાડો આધ્યાત્મિક મૃત્યુ લાવી દે છે. મનના પરિણામનો બગાડો ન થાય તે માટે પાપભીરુતા, ભાવનાજ્ઞાન, તત્ત્વદષ્ટિ, જે થાય તે સારા માટે, દરેક પરિસ્થિતિ મારો આત્મવિકાસ-ગુણવિકાસ કરવા માટે જ સર્જાય છે, આ વાતો જીવનમાં વણાઈ જવી જોઈએ. મનના બગાડાની આલોચના કરવી ખૂબ અઘરી છે. માટે મન ન બગડે તેની ખાસ કાળજી રાખવી.
(૯) મનની નવમી નબળી નુકસાનકર્તા વાત એ છે કે “મન દોષની સાથે સમાધાન કરે છે અને દુઃખની સાથે સંઘર્ષ કરે છે.” વિષય, કષાય, વાસના, લાલસા, મહત્વાકાંક્ષા, પ્રમાદ, વિકથા, નિંદા વગેરે દોષો ઘૂસી જાય ત્યારે મન તેની સાથે મીઠી કૂણી નજર રાખે છે. એ દોષના સેવન માટે કોઈને કોઈ નિમિત્ત શોધી કાઢે છે અને તેને જવાબદાર ઠેરાવીને દોષ સેવનની આવશ્યક્તા, સકારણતા સિદ્ધ કરવા મન મથામણ કરે છે. જો મારે મારી પરિણતિ સુધારવી હોય તો દોષની સામે બળવો અને દુઃખની દોસ્તી કેળવ્યા વિના છૂટકો નથી, દોષની મિત્રતા બધી સાધનાને ખતમ કરી નાખશે. જ્યારે દુઃખની મિત્રતા સદ્ગુણોને પ્રગટાવવા મદદરૂપ થશે,
મોક્ષની નજીક પહોંચાડવા મદદરૂપ થશે. . આ મન વિષેની નવ વાતો વિષે વિચારી તેને દૂર કરી દેવાથી પરમપદ તરફ વહેલા આગળ વધી શકાશે.
૧૫. દોષ અને પરિણામ દોષ
પરિણામ ૧. સુખશીલતા
- અરણિકમુનિ પતિત થયા. ૨. આહારસંજ્ઞાની પરવશતા - કુંડરીકમુનિ સાતમી નરકે ગયા.