________________
(૫૨)
રસોનો સ્વાદ લેતો હોય, કોમળ પદાર્થોનો સ્પર્શ કરતો હોય અને ચિત્તની વૃત્તિ ગમે ત્યાં જતી હોય તો પણ તેને પાછી વાળે નહિ, પણ રાગદ્વેષ રહિત ઉદાસીનતાને ધારણ કરી વિષયની ભ્રાંતિને તજી, હંમેશાં બહાર અને અંતરમાં ચિંતા અને ચેષ્ટાથી રહિત થઇ તન્મયતાને પ્રાપ્ત થયેલો સાધક અત્યંત ઉન્મનીભાવને પામે છે. આવા ઉદાસીનભાવને - ઉન્મનીભાવને પ્રાપ્ત થયેલા સાધકને પોતપોતાના વિષયોને ગ્રહણ કરતી ઇન્દ્રિયોને રોકવાની જરૂર રહેતી નથી. તેમજ તેને તેના વિષયોમાં પ્રવર્તાવવી નહિ. આમ કરવાથી થોડા સમયમાં આત્મજ્ઞાન પ્રકાશિત થાય છે, આત્માની અનુભૂતિ થાય છે.
મન પણ જ્યાં જ્યાં પ્રવૃત્ત થાય ત્યાંથી તેને વારવું નહિ, કારણ કે તેને જો વારવામાં આવે તો તે પ્રબળ થાય છે અને વારવામાં ન આવે તો શાંત થાય છે. જેમ મદોન્મત્ત હાથીને પ્રયત્નથી વારવામાં આવે તો તે વધારે જોર કરે છે અને ન વારો તો તે ઇચ્છિત વસ્તુને મેળવી શાંત થઇ જાય છે. તેમ જ મનના સંબંધમાં જાણવું. જ્યારે જેમ, જે સ્થળે ચંચળ ચિત્ત-મન સ્થિર થાય ત્યારે તેમ તે સ્થળે અને તેનાથી જરાપણ હઠાવવું નિહ અર્થાત્ અમુક દેશકાળમાં અને અમુક રીતે ચિત્તને સ્થિર કરવાનો આગ્રહ રાખવો નહિ. આ પ્રમાણે અભ્યાસ કરનારનું અતિ ચંચળ ચિત્ત પણ આંગળીના અગ્રભાગ ઉપર રાખેલા દંડની પેઠે સ્થિર થાય છે. પ્રારંભમાં દૃષ્ટિ નીકળીને કોઇપણ ધ્યેય પદાર્થમાં લીન થાય છે અને ત્યાં જ સ્થિરતા પામીને ધીમે ધીમે વિલય પામે છે. ચારે તરફ ફેલાયેલી પરંતુ ધીમે ધીમે અંદર વળેલી દૃષ્ટિ પરમાત્મતત્ત્વને પોતાના નિર્મળ આત્માના દર્પણમાં આત્મા વડે આત્માને જુાએ.
ઉદાસીનતામાં નિમગ્ન પ્રયત્ન વિનાનો તથા નિરંતર પરમાનંદની ભાવનાવાળો આત્મા કોઇપણ સ્થળે મનને જોડતો નથી. એમ આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કદી પણ ઇન્દ્રિયોનો આશ્રય કરતું નથી. તેથી પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયો પ્રવૃત્ત થતી નથી. જ્યારે આત્મા મનને