________________
(૪૯)
what the divine (Prarbdha) will brings him, covets nothing, is jealous of none.
Whatever comes to him he expects without repulsion and without attachment; whatever go away from him, he allows to depart into the whirl of things without repining or grief or sense of loss. His heart and self are under prefect control, they are free from reaction and passion, they make no turbulent response to the touches of outword things. [Shri Aurobindo]..
જે નિર્મળ યોગ દ્વારા મને અનુભવ સિદ્ધ થયો છે, તે અનુભવની વાત અહીં પ્રકાશિત કરું છું.
મને મન ચાર પ્રકારનું જણાયું છે. વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન. એમ ચાર પ્રકારનું મન છે, આને જાણનારના ચિત્તને ચમત્કાર આશ્ચર્ય પમાડનાર છે. જ્યાં ત્યાં ભમતા અસ્થિર મનને વિક્ષિપ્ત કહેવાય છે. કંઇક અંશે આત્મામાં સ્થિર થતું, કંઈક આનંદથી સભર અને બાહ્ય વિષયોમાં પણ જતું મન યાતાયાત – આવનજાવન કરનાર કહેવાય છે. એટલે કે જેટલે અંશે આત્મા સ્થિર થાય છે, તેટલે અંશે આનંદ સહિત હોય છે. આવી સ્થિતિ સાધનાની શરૂઆત કરનાર સાધકને હોય છે અને વિકલ્પપૂર્વક બાહ્ય વિષયને ગ્રહણ કરે છે. સ્થિર અને આનંદ સહિત ચિત્ત(મન) શ્લિષ્ટ કહેવાય છે, કારણ કે આત્મામાં સ્થિરતા થઈ હોવાથી તે આનંદયુક્ત હોય છે. તેમજ નિશ્ચલ - અત્યંતપણે સ્થિર અને પરમાનંદયુક્ત ચિત્તન-મનને સુલીન કહેવાય છે. આ છેલ્લા બે પ્રકારનું ચિત્ત માત્ર ધ્યેયરૂપ વિષયને-વાતોને જ ગ્રહણ કરે છે અને બાહ્ય વિષયોને ગ્રહણ કરતું નથી. એમ અનુભવીઓનું કથન છે. જે બરાબર લાગે છે.
સાધક શરૂઆતમાં વિક્ષિપ્ત ચિત્ત વડે યાતાયાત ચિત્તનો અભ્યાસ કરે છે, અને યાતાયાત રૂપ સ્થિતિ પ્રાપ્ત થયા પછી, યાતાયાત રૂપ મન