Page #1
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૭૩
જીવને ખરેખર આત્મજ્ઞાની પુરુષોને ખરા અતિથિ કહ્યાં છે. તેને અલ્પ પણ દાન આપવાથી જીવને તે ઠેઠ મોક્ષ સુધી લઈ જાય છે. “જેમ અલ્પ એવું પણ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી જળના યોગવડે બહુ વથી પડે છે, તેમ સુપાત્રે દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ અત્યંત વધે છે.” -ઉ.પ્રા.ભા. ભાગ-૩ (પૃ.૧૩૧)
પુરુષાર્થ અલૌકિક રે કરી આત્મ-બોઘ વરે,
તે મહાત્મા મુનિને રે ચતુર્વિધ દાન કરે - જ્ઞાની૨૨ અર્થ :- અલૌકિક પુરુષાર્થ કરીને જે આત્મજ્ઞાન અથવા કેવળજ્ઞાનને પામે છે એવા મહાત્મા મુનિ ભગવંતને જે આહારદાન, ઔષઘદાન, શાસ્ત્રદાન કે અભયદાન વડે એમની જે રક્ષા કરે તે ભવ્ય પ્રાણી કાળે કરી મુક્તિને પામે છે. તેના ઉપર દ્રષ્ટાંત.
સૂઅરનું દ્રષ્ટાંત – એક મુનિ ભગવંત ગુફામાં ધ્યાન કરતાં બિરાજમાન હતા. બહાર એક સૂઅર તેમની રક્ષા કરતું હતું. ત્યાં એક વાઘ આવ્યો. તેને ગુફામાં પ્રવેશ કરતા તેણે અટકાવ્યો. તેથી બન્ને વચ્ચે લડાઈ થઈ. લડાઈમાં બન્ને મરી ગયા. સૂઅર મુનિ ભગવંતની રક્ષા કરવાના ભાવને કારણે અર્થાત્ અભય આપવાના કારણે મરીને સ્વર્ગે ગયું અને વાઘ મરીને નરકે ગયો.
રાજાનું દ્રષ્ટાંત :- જંગલમાં એક મુનિ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં ચોર લોકો આવ્યા. તે મુનિને મારવા જતા હતા, તેટલામાં મુનિ મહાત્માના પ્રભાવે ત્યાં રાજા આવી ચઢયો. તેણે ચોર લોકોને સમજાવ્યા પણ માન્યું નહીં. બન્ને વચ્ચે લડાઈ થઈ. ચોરો બઘા મૃત્યુ પામ્યા. તે મરીને નરકે ગયા. કાલાન્તરે રાજા મરી સ્વર્ગે ગયો. અને મુનિ ભગવંત રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવમાં રહેવાથી આયુષ્ય પૂર્ણ થયે દેહનો ત્યાગ કરી મોક્ષે પથાર્યા. 1રરા
ઘેર બેઠાં લહે તે રે સહજે બીજ જ્ઞાનતણું,
એ જ આવી અનુપમ રે ગૃહે જ્ઞાન-ગંગા ગણું. જ્ઞાની ૨૩ અર્થ - આમ ઉત્તમ મહાત્મા પુરુષોને કોઈ પણ પ્રકારનું દાન આપવું તે ઘર બેઠાં સહજે સમ્યજ્ઞાનનું બીજ રોપવા બરાબર છે અથવા જ્ઞાનીપુરુષરૂપી જ્ઞાનગંગા ઘર બેઠા ઘરે આવી એમ માનવા યોગ્ય છે. ૨૩
મોક્ષમાર્ગ-મુનિનું રે સ્મરે કોઈ નામ ઘડી,
નિષ્પાપ બને જો રે તો દાનની વાત બડી. જ્ઞાની. ૨૪ અર્થ :- મોક્ષમાર્ગમાં ગમન કરનારા આત્મજ્ઞાની મુનિનું ઘડી એક જો નામ સ્મરે તો તે પાપને હરે છે; તો પછી તેમને દાન આપવાની વાત તો ઘણી મોટી છે. તેનું ઘણું ઉત્કૃષ્ટ ફળ આવે છે. ર૪ો.
ભવસાગર તારે રે ન સંશય ચિત્ત ઘરો,
ભાવ-ભક્તિ અલૌકિક રે પમાય સુ-દાન કરો. જ્ઞાની. ૨૫ અર્થ - આત્માર્થ પોષક કાર્યો માટે કરેલ દાન જીવને ભવસાગરથી તારે છે. એમાં તમે મનમાં શંકા રાખશો નહીં. આવા ઉત્તમ દાનથી મોક્ષમાર્ગને આપે એવી અલૌકિક ભાવભક્તિ પ્રગટ થાય છે. માટે હે ભવ્યો! તમે ઉત્તમ કામોમાં જરૂર દાન કરો.
બોધાકૃત ભાગ :૩' માંથી :- “પ્રશ્ન : પૈસા વાપરવા ભાવના હોય તો કેવા શુભ કાર્યમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
3७४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વાપરવા? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ઘર્મપ્રાપ્તિ તથા ઘર્મ-આરાઘનામાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંઘી વિચાર કરતાં પણ ઘર્મધ્યાન થાય છેજી. જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે જ ઘર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય? તેનો વિચાર કરી, જેને જેને ઘન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાઘનમાં વિઘ નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ઘન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય..... એક વિભાગ તો બ્રહ્મચારી ભાઈબહેનો જે આશ્રમમાં જીવન પર્યત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સન્શાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષુ જીવોને વહેંચવા હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા.” (પૃ.૩૪૮)
“આશ્રમમાં રહી પરમપુરુષે બતાવેલ માર્ગે જીવન ગાળવાની ભાવના અંશે મૂર્તિમંત કરવા મકાન કરાવવાનો લક્ષ છે; તે ભાવના હવે વિશેષ કાર્યકારી બને તેવી બીજી અનુકૂળતાઓ તે જ અર્થે કરતા રહેવા ભલામણ છેજ.” (પૃ.૩૪૩) આરપા
મુનિ-ચરણે ન પાવન રે જો મન, ઘર ગૃહીતણું,
સ્મરણે કે દાને રે, તો પાપ-ભીનું ગણું. જ્ઞાની ૨૬ અર્થ :- આત્મજ્ઞાની મુનિ ભગવંતના ચરણકમળથી, દાનના નિમિત્તે જે ગૃહસ્થનું ઘર પાવન થયું નથી અથવા આવા જ્ઞાની ભગવંતે આપેલ સ્મરણમંત્રથી જેનું મન પવિત્ર થયું નથી, તો તેનું ઘર કે મન તે પાપથી જ ભીંજાયેલું છે એમ હું માનું છું. કહ્યું છે કે –
“સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક;
બીજી તેના ભક્તની, બાકી જુઠી અનેક.” પારકા ઘરે ભાવ વિકારી રે કહાય ન દેવ ખરા,
જીવ-દયા ન મુખે રે ગણો નહિ ઘર્મ જરા. જ્ઞાની. ૨૭ અર્થ:- સાચા દેવ, ગુરુ, ઘર્મની પ્રભાવના નિમિત્તે, ઉત્તમ દાનનો પ્રવાહ વહાવા યોગ્ય છે, તે હવે જણાવે છે – જે રાગદ્વેષના ચિતરૂપી સ્ત્રી કે શસ્ત્રને ઘારણ કરી વિકારી ભાવોને પોષે છે તે સાચા દેવ કહેવાય નહીં. પણ જે રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત વીતરાગ હોય તે જ સાચા દેવ માની શકાય.
તથા જે ઘર્મમાં જીવોની રક્ષા કરવારૂપ દયાઘર્મની મુખ્યતા નથી તે જરા પણ સતઘર્મ નથી, કારણ કે ઘર્મનું મૂળ દયા છે. “અહિંસા પરમોઘમ' પારણા
આત્મજ્ઞાન વિના જો રે ગણો નહિ સાઘુ, ગુરુ.
જે સુપાત્રે ન દીધું રે ગણો ઘન તેહ બૂરું. જ્ઞાની ૨૮ અર્થ – જે આત્મજ્ઞાન રહિત છે તેને સાઘુ કે ગુરુ ગણો નહીં. આત્મજ્ઞાનથી યુક્ત એ જ સાચા મુનિ અથવા ગુરુ છે.
“આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” શ્રીમદ્ રાજચંદ્ર
Page #3
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૭૫
આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી આવા દેવ-ગુર્ઘર્મ નિમિત્તે સુપાત્રમાં જો ઘન વપરાયું નહીં, તો તે ઘન શા કામનું કે જે માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વપરાવાથી કર્મબંઘન કરાવી બૂરું ફળ આપનાર સિદ્ધ થાય છે. ૨૮
સુપાત્રને દાન રે વ્રતે વળી ઘર્મ થતો,
મહા મંત્ર સમો તે રે ત્રણે જગને જીંતતો. જ્ઞાની. ૨૯ અર્થ - લોભ છોડવા અર્થે સુપાત્રે દાન કરવાથી જીવને શ્રાવકકર્મ કે મુનિઘર્મ પાળવાની ભાવના જાગે છે. પછી ક્રમાનુસાર જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષને પામે છે. જેથી ત્રણેય જગતને જીતનારો એવો લોભ ગણાય છે. માટે સુપાત્રમાં દાન કરવું તેને તમે મહામંત્ર સમાન જાણો.
બોઘામૃત ભાગ : ૩'માંથી :- “ખરી રીતે તો લોભનો ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. ભક્તિભાવના સહિત સત્સંગની ઇચ્છાની વમાનતા કર્તવ્ય છેજી.” (પૃ.૫૦૪) //ર૯મી
એવા થર્મ-ઘનીને રે, કહો, કમી શાની રહે?
સુખ-સાહ્યબી, ગુણો રે અનુપમ તેહ લહે. જ્ઞાની ૩૦ અર્થ - દાનધર્મને પાળનારા એવા ઘર્મ ઘનિકને કહો શાની કમી રહે. તે તો દેવ મનુષ્યની અનુપમ સુખ સાહ્યબીને પામી, ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ કરી અંતે કેવળજ્ઞાનને પામશે. /૩૦ાા
એક દાન સુપાત્રે રે કરે, ભરે ભાથું ભલું;
બીજો વૈભવ ભોગવે રે અરે! પૂર્વ પુણ્ય ઢળ્યું. જ્ઞાની૩૧ અર્થ - એક જીવ સુપાત્રે દાન કરવાથી ઘણું બધું પુણ્યનું ભાથું ભેગું કરે છે. જ્યારે બીજો તે ઘનને વૈભવ વિલાસમાં વાપરી પૂર્વે બાંધેલા પુણ્યને રાખમાં ઘી ઢોળે તેમ ઢોળી નાખે છે. ૩૧ાા.
પહેલો પુણ્યકમાણી રે લઈ પરલોક જશે,
બીજો ખાલી હાથે રે જશે, દુર્ભાગી થશે. જ્ઞાની૩૨ અર્થ - સુપાત્રમાં ઘનને વાપરનાર પુણ્યની કમાણી કરીને પરલોકમાં જશે. જ્યારે બીજો અહીં પુણ્યને ખાઈ જઈ ખાલી હાથે દુર્ગતિમાં જઈને દુઃખ ભોગવશે.
“પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ;
દાઝે વનકી લાકરી, પ્રજળે આપોઆપ.” આલોચનાદિ પદ સંગ્રહ કરવા નર-જન્મ મળ્યો તો રે સુતપ ગણ ભવ-સેતુ,
દાનપૂજા વિનાનું રે સ્વઘન બંઘન-હેતુ. જ્ઞાની ૩૩ અર્થ - મનુષ્ય જન્મ મળ્યો છે તો સમ્યક્તપને આદરો કે જે ભવસમુદ્ર ઓળંગવા માટે પુલ સમાન છે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર મનુષ્યભવમાં ઇચ્છાઓનું સ્વરૂપ સમજી તેને ઘટાડવી એ જ ખરું તપ છે. તથા દાન કે ભગવાનની પૂજામાં વપરાયા વગરનું પોતાનું ઘન, તે માત્ર વિષયકષાયને અર્થે ખર્ચવાથી જીવને કર્મબંઘનનું જ કારણ થાય છે. ૩૩ાા.
Page #4
--------------------------------------------------------------------------
________________
395
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સતત દુઃખ દેતી રે દુર્ગતિ-દૂત વળી,
દાન-હીન વિભૂતિ રે મળી જાય તોય, બળી!જ્ઞાની. ૩૪ અર્થ - દાન આપવાના ભાવથી હીન, મળેલ ઘન કે વૈભવ જીવને દુર્ગતિના દૂત સમાન છે, કે જે જીવને અધોગતિમાં લઈ જઈ સતત દુઃખ આપે છે. એવી વિભૂતિ મળી જાય તોયે બળ્યું. એના કરતાં તો ન મળે તે વધારે સારું છે. ૩૪
એથી ભલી ભિક્ષા રે નહીં પાપ-તાપ તહીં,
ચિત્તવૃત્તિ ન ચોટે રે ભલા-બૂરા ભાવ મહીં. જ્ઞાની૩૫ અર્થ – ભલે માંડ માંડ પેટ ભરાય અથવા ભિક્ષા માગીને ગુજરાન ચલાવવું પડે તોય સારું છે કે જ્યાં ઘનના મદનું પાપ નથી અથવા તેને ભોગાદિમાં ખર્ચી ચિંતા કરવાનો તાપ નથી.
ઘનાદિ વિશેષ પ્રાપ્ત નહીં હોવાથી, તે નિમિત્તે સારા ખોટા રાગદ્વેષના ભાવો કરી ચિત્તવૃત્તિને ચોટવાનો પણ જ્યાં અવકાશ નથી. રૂપા
પ્રભુ-ચરણે ન પ્રીતિ રે, નહીં ભક્તિ દાન વિષે,
ગૃહ-ઘર્મ રહ્યો ક્યાં રે? રહો ગૃહી શા મિષે? જ્ઞાની૩૬. અર્થ :- જો પ્રભુના ચરણમાં પ્રીતિ નથી કે દાન આપવાના ઉત્તમ ક્ષેત્રોમાં ભક્તિ નથી તો પછી ગૃહસ્થ તમારો ઘર્મ ક્યાં રહ્યો? તમે ઘરમાં કયા બહાને પોતાને શ્રાવક માનીને રહો છો? ૩૬ાા
બહુ કાળે મળ્યો આ રે નરભવ ભવ ભમતાં,
કરો કાર્ય અલૌકિક રે સદા મુનિ-પદ રમતાં. જ્ઞાની૩૭ અર્થ – સંસારમાં ભટકતાં ઘણો કાળ વીત્યા પછી આ મનુષ્યભવ મળ્યો છે. હવે તો આત્મજ્ઞાન સહિત મુનિપદને અંગીકાર કરી સ્વસ્વરૂપમાં રમણતા કરો તથા અલૌકિક એવા મોક્ષપદને મેળવવાનું જ કાર્ય કરો. II૩૭ના
તેમ જો ન બને તો રે યથાશક્તિ વ્રતો ગ્રહો,
મુનિભાવ ટકાવી રે સદા દાન દેતા રહો. જ્ઞાની ૩૮ અર્થ :- મુનિઘર્મ અંગીકાર કરવાની યોગ્યતા નહીં હોય તો યથાશક્તિ શ્રાવકના વ્રતો ગ્રહણ કરો. મનમાં સદા મુનિ બનવાના ભાવ ટકાવી રાખી સુપાત્રે દાન દેતા રહો. ૩૮.
યશ-ભોગના યત્નો રે કદી પુણ્ય-યોગે ફળે,
સુપાત્ર-પ્રમોદે રે વિના દાન પુણ્ય મળે. જ્ઞાની. ૩૯ અર્થ - કદી પુણ્યનો યોગ થાય તો યશ માટે કે ભોગ માટે કરેલા પ્રયત્નો ફળે છે. પણ સુપાત્રમાં કોઈ દાન આપે અને તે જોઈ પ્રમોદ પામે, તો દાન દીઘા વગર જ જીવ પુણ્યની કમાણી કરે છે. ૩૯
ભલે વેરી પઘારે રે સુજન-ઘેર કાર્યવશે,
આસન-સ્વચને રે દઈ માન પ્રસન્ન થશે. જ્ઞાની ૪૦ અર્થ :- સજ્જનને ઘેર ભલે પોતાનો વેરી પણ કોઈ કાર્યવશાત્ આવી ચઢે તો તેને આસનનું દાન આપવાથી કે સારા વચન બોલી માન આપવાથી તે પણ પ્રસન્ન થાય છે. ૪૦ના
Page #5
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
3७७ સમ્યક્ ગુણરત્ન રે પવિત્ર મુનિ નરખી,
કોણ સજ્જન એવો રે નિમંત્રે ન જે હરખી? જ્ઞાની ૪૧ અર્થ :- તો સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ગુણરત્નોથી પવિત્ર એવા મુનિને જોઈ કોણ સજ્જન પુરુષ એવો છે કે જે તેમને હર્ષ પામીને આમંત્રણ આપે નહી; અર્થાત જરૂર આપે. II૪૧ાા
સુંજન એમ માને રે અકાળે સુપુત્ર મરે,
નહિ તે દિન ભંડો રે થવાનું થયા જ કરે- જ્ઞાની અર અર્થ:- સજ્જન પુરુષ તો એમ માને છે કે ઉમ્ર પાક્યા પહેલા જ સુપુત્રનું મરણ થઈ જાય, તો પણ તે દિન ભૂંડો નથી. કેમકે જે થવાનું છે તે તો સદા થયા જ કરે છે. જરા
પણ દાન ન દીધું રે તે દિન દિલે દુખે,
પોતાથી બને તે રે ચૂકે નહિ સંત સુખે. જ્ઞાની. ૪૩ અર્થ :- પણ જે દિવસે દાન અપાયું નહીં તે દિવસ સજ્જનના દિલમાં દુઃખ આપે છે. પોતાથી બની શકે તેટલું તે સંતપુરુષોને સુખ પમાડવા માટે કરી છૂટે છે, પણ તે અવસરને ચૂકતા નથી. ૪૩ાા
ઘર્મભાવ ઘનિકના રે દાને સાકાર થતા,
શશ-કરે ઝરે જળ રે દીપે ચંદ્રકાન્ત-પ્રભા. જ્ઞાની ૪૪ અર્થ :- ઘનવાન પુરુષની ઘર્મભાવના તે દાન આપવા વડે સાકાર થાય છે. જેમ ચંદ્રકાન્ત મણિ સાચો ક્યારે સિદ્ધ થાય કે જ્યારે ચંદ્રમાના દર્શન થતાં તેમાંથી જળ ઝરે છે ત્યારે. માજા
કોને ક્યારે ઇચ્છિત રે મળ્યા ઘનના ઢગલા?
ક્યાંથી દાન દેવાના રે ભાવો ઊભરાય ભલા? જ્ઞાની. ૪૫ અર્થ :- જેમ પ્રાણી ઇચ્છે તેમ કોને ઘનના ઢગલા મળી ગયા? એવું ક્યારેય બનવાનું નથી. છતાં જીવ એમ માને છે કે દાન તો અમારેય ઘણું આપવું છે પણ ઘન મળે તો. એવા જીવોને દાન દેવાના સાચા ભલા ભાવો મનમાં ક્યાંથી ઊભરાય. ૪પા.
તેથી એક કોળિયો રે નહીં તો અર્થો ભલો,
વળી તેથી ય અર્થ રે સુપાત્રે દેવાનું મળો. જ્ઞાની૪૬ અર્થ - તેથી જે મળ્યું છે તેમાંથી એક કોળિયા જેટલું કે તેનાથી પણ અર્થે અથવા તેનાથી પણ અર્ધ સુપાત્રે દાન દેવાનું મને નિમિત્ત મળો તેમજ પૂજ્યભાવે આપવાના ભાવ પણ મને ઉપજો.
પણિયા શ્રાવકન દ્રષ્ટાંત :- પૂણિયો શ્રાવક પોતે એક દિવસ ઉપવાસ કરીને પણ સાઘર્મીભાઈને જમાડે અને બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે અને સાથÍભાઈને જમાડે. પછી આખો દિવસ ઘર્મધ્યાનમાં વ્યતીત કરે. એમ શુદ્ધ નિર્મળ જીવન ગાળી ઉત્તમ ગતિને પામ્યા. શાલિભદ્રના જીવે પૂર્વે ભરવાડના ભવમાં રડીને બનાવડાવેલી ખીર પણ મુનિને વહોરાવી દીધી. હે ભગવાન! તેવા ભાવ મને પણ આપજો. I૪૬ાા
મિથ્યાત્વી પશુ પણ રે સુદાનના ભાવ કરે, તો ય કલ્પતરું-સુખ રે લહી સભાવ ઘરે- જ્ઞાની. ૪૭
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- મિથ્યાત્વી પશુઓ પણ સુપાત્રે દાન આપવાના ભાવ માત્ર કરે તો પણ દેવલોકના સુખને પામે છે. તથા મુનિ મહાત્માનો યોગ થતા સભાવથી સમકિત પણ પામી જાય છે.
ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં વજજંઘ નામે રાજા હતો. તે મુનિ મહાત્માને આહારદાન આપતો હતો. તે સમયે ભરત, બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરીનો જીવ વાનર, સિંહ, ભૂંડ, નોળિયો, પશુરૂપે ત્યાં જોતાં જોતાં ભાવ કરતા હતાં. તેના ફળસ્વરૂપ ક્રમે કરી આત્મોન્નતિને પામી મોક્ષે પઘાર્યા.
હંસ હંસલીનું દ્રષ્ટાંત :- ચંપાપુરીના ચંપકવનમાં એક સરોવર પાસે વડના વૃક્ષ ઉપર હંસ અને હંસલી રહેતા હતા. એક દિવસે વેપારીએ તે સરોવર કિનારે પડાવ નાખી ભોજન બનાવ્યું. ભોજન સમયે કોઈ મુનિ પધારે તો આહારદાન દઈ ભોજન કરું. તેના એવા ભાવથી આકર્ષાઈને એક માસના ઉપવાસી મુનિ પારણા અર્થે આવી ચઢ્યા. હર્ષથી આહારદાન આપતા જોઈ હંસ અને હંસલીએ પણ દાનભાવની અનુમોદના કરી. તેથી પુણ્ય બાંઘી હંસલી પદ્મસ્થ રાજાની પુત્રી પદ્માવતી નામે અવતરી અને હંસનો જીવ વીરસેન રાજાના પુત્રરૂપે અવતર્યો. તે ભવમાં દીક્ષા લઈ સમ્યક પ્રકારે ચારિત્ર પાળી બારમા દેવલોકે સિધાવ્યા. પ્રવેશિકામાંથી //૪ના
તો સુદ્રષ્ટિ અકામી રે સુપાત્રની ભક્તિ કરી
દાન ઉત્તમ દે જો રે, રહે કાંઈ બાકી જરી? જ્ઞાની ૪૮ અર્થ - તો જે વ્યવહાર સમ્યવૃષ્ટિ કે અવિરત સમ્યવ્રુષ્ટિ કે દેશવિરતિ સમ્યવ્રુષ્ટિ છે, તે જીવો અકામી એટલે નિષ્કામભાવે સુપાત્ર એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને ભક્તિપૂર્વક ઉત્તમ દાન આપે તો તેમને કંઈ મેળવવાનું બાકી રહે? કંઈ નહીં. તે ભવ્યાત્માઓ સર્વ સિદ્ધિને પામી અંતે મોક્ષ સુખના ભોક્તા થાય છે. ૪૮
ખાણ ખોદતાં હીરો રે મળે પણ જે ન જુએ,
ખોદ ખોદ કરે જે રે મજૂર તે, લાગ ખુએ. જ્ઞાની૪૯ અર્થ :- ખાણ ખોદતાં હીરો હાથ લાગે પણ તેને જોયા ન જોયા બરાબર કરી ફરી ખોદ ખોદ જ કરે તે તો ખરેખર મજૂર જ છે. તે મળેલા હીરાના લાગને પણ ખોઈ બેસે છે.
તેમ અનંતભવ ભટકતાં સપુરુષનો યોગ મળ્યા છતાં તેને ઓળખી લાભ ન લે અને બીજા સપુરુષને શોધ્યા જ કરે તો આ મનુષ્યદેહરૂપ ચિંતામણિ તે હારી બેસે છે. I૪૯ાા
તેમ સાધુ પધાર્યા રે, અનુકૂળતા ઘરમાં,
દાન-ભાવ ન જાગે રે ગણાય તે વાનરમાં. જ્ઞાની ૫૦ અર્થ - ઘરે જ્ઞાની મુનિ પધાર્યા હોય, ઘરમાં આહારદાન વગેરે આપવાની બધી અનુકૂળતા હોય છતાં દાન આપવાના ભાવ ન જાગે તો તે જીવ નર નથી પણ વાનર જ છે.
પૂરણ શેઠનું દ્રષ્ટાંત :- ભગવાન મહાવીર ચાર માસના ઉપવાસ કરી પારણા અર્થે ગોચરી લેવા પૂરણ શેઠને ત્યાં પઘાર્યા. પણ ભગવંતને સ્વહસ્તે પૂજ્યબુદ્ધિએ દાન દેવાની ભાવના પૂરણશેઠને થઈ નહીં. તેથી નોકર પાસે શેઠે આહારદાન અપાવ્યું. એવી વિવેકબુદ્ધિના અભાવવાળા જીવો નર નથી પણ વાનર કોટીના જ છે. /પા
Page #7
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
જેમ દરિયો ડોળતાં રે ગુમાવેલ રત્ન જડે,
તેમ નરભવ, ઘન, ધર્મ રે લહી હજીયે રખડે. જ્ઞાની ૫૧
==
અર્થ :— જેમ દરિયો ડોળતા ગુમાવેલ રત્ન પણ જડી જાય છે; તેમ ઉત્તમ મનુષ્યભવમાં ઘન અને ધર્મનો જોગ પામી પુરુષાર્થ વડે આત્મરત્ન મેળવી શકે છે. પણ જીવ હજી સંસારમાં જ રઝળ્યા કરે છે, એ જ જીવની મૂઢતા છે.
દાન-બુદ્ધિ ન જાગી રે તે નર રત્ન ભરે
કાણી નાવમાં મૂરખ રે, દરિયો કહો કેમ તરે? જ્ઞાની પ૨
અર્થ :— ધનનો યોગ હોવા છતાં પણ જો દાન દેવાની બુદ્ધિ જાગૃત નહીં થઈ તો તે મૂરખ એવો મનુષ્ય કાણી નાવમાં રત્ન ભરવા સમાન કામ કરે છે; તો કહો તે દરિયાને પાર કેમ જઈ શકે, અધવચ્ચે જ બૂડી મરે. કહેવાનું તાત્પર્ય કે ઘનનો સદ્ઉપયોગ જીવ ન કરે તો તે ઘન બધું અહીં જ પડ્યું રહે; અને પોતે ઘનની મૂર્ચ્છને કારણે સંસાર સમુદ્રમાં બૂડી મરી દુર્ગતિએ ચાલ્યો જાય. ।।૫૨ા
યશ જે આ ભવે કે રે, સુખી પરલોક કરે,
એવું દાન સુપાત્રે રે કરે ન પનિક અરે!- જ્ઞાની- ૫૩
૩૭૯
અર્થ :— દાન કરનાર જીવ આ ભવમાં યશ પામે, તેનો સંગ કરવા લોકો ઇચ્છે અને પરલોકમાં પણ પુણ્યના પ્રભાવે તે સુખી થાય, એવો એ દાનધર્મનો મહિમા છે. તો જે થનિક છે તે શું અરે ! સુપાત્રે દાન ન કરે ? ||પા
ખરે! તે ઘન-રક્ષક રે ખર સમ ભાર ઘરે,
પુત્રાદિનો નોકર રે મરી જશે ખાલી કરે. જ્ઞાની- ૫૪
:
અર્થ :— જો સુપાત્રે દાન ન કરે તો ખરેખર ! તે ઘનનો માત્ર રક્ષક છે. જેમ પોલીસ બેંક તિજોરીની રક્ષા કરે તેવો છે. અથવા બેંકમાં લાખો રૂપિયાના નાણા ગણનાર ક્લર્ક જેવો છે. જેમ ગઘેડો ભાર ઉપાડીને ફરે છે તેની જેમ માત્ર ધનના ભારને ઉપાધિરૂપે તે વહન કરે છે. પોતે તો જાણે પુત્ર સ્ત્રી આદિનો નોકર છે. તેમના અર્થે ધનની રખવાળી કરી અંતે મરી જઈ ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં ચાલ્યો જશે. કંજૂસ વણિકનું હૃષ્ટાંત – મહીસુર નામના નગરમાં મોહનદાસ નામનો વિણક ઘણો કંસ હતો. તે દિવસમાં એકવાર જમતો અને આહાર પણ ઘી વિનાનો લૂખો લેતો હતો. તેણે ચોરીના ભયથી દ્રવ્યને જમીનમાં દાટી દીધું હતું. રાત્રે પોતે તે ધનની ચોકી કરતો. જાડા અને મલિન વસ્ત્રો પહેરતો. ઘરમાં મહેમાન આવે તો તેને ગમે નહીં. આવી ઘનની મૂર્છાના કારણે મારું મારું કરતાં બધું અહીં જ પડી મૂકી મરીને એકેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ઘણો કાળ સંસારમાં ભટકશે. એમ જ્ઞાની ભગવંતે ઉપદેશમાં જણાવ્યું. -ગૌતમપૃચ્છા (પૃ.૩૩૮) II૫૪||
જિનમંદિર અર્થે રે ગુરુ-દેવ-પુજા વિષે,
જ્ઞાન-દાને, દુખીને રે આહારાદિ કે હર્ષે- જ્ઞાની ૫૫
અર્થ :જિન મંદિર માટે કે સદૈવ, સદ્ગુરુની પૂજા પ્રભાવના અર્થે કે જ્ઞાનદાનમાં કે દુઃખી જીવોને આહારાદિ આપવામાં હર્ષપૂર્વક જે ઘન વપરાય તે જ કાર્યકારી છે; અન્યથા માત્ર ઉપાધિરૂપ છે,
જ
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બોઘામૃત ભાગ : ૩'માંથી :- “તમારી ઇચ્છા હોય તો શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંઘાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમો એકલા ઘારો છો તે રકમ મોકલો તો સારો ઍન્તાડ ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ઘર્મશાળા પણ બાંઘનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે.” (પૃ.૫૬૨) //પપા.
ઘન જે આત્માર્થે રે ઉદાર દિલે ખરચે,
ઘન તેટલું તેનું રે બાકીનું બીજાને પચે. જ્ઞાની પ૬ અર્થ - જે ઘન આત્માના કલ્યાણાર્થે માન મોટાઈની ભાવનારહિત ઉદાર દિલે ખર્ચવામાં આવે તેટલું જ તેનું છે. ‘હાથે તે સાથે' એ કહેવત મુજબ તેજ ખરેખર પોતાનું છે. બાકી તો બધું પોતે મરી ગયા પછી તે ઘનને પુત્રાદિ વગેરે બીજાના હાથમાં આવવાથી તે ભોગવે છે, તેથી તે તેનું છે પણ પોતાનું નથી. છતાં તે ઘન મેળવવા નિમિત્તે કરેલ કષાય ભાવોના ફળનો તે ભોક્તા બને છે. પિકા
પુણ્ય પૂરું થતાં તો રે જવાની જરૂર રમા,
શાને દાને ન ખરચે રે નિરંતર તજી તમા? જ્ઞાની પ૭ અર્થ :- પુણ્ય પૂરું થયે રમા એટલે ઘનરૂપી લક્ષ્મી જરૂર જવાની છે. તો “પુણ્ય છતાં પુણ્ય હોત હૈ” એમ માની તે લક્ષ્મીને સંગ્રહ કરવાની તમા એટલે ઇચ્છાને તજી દઈ તેનો દાનમાં ઉપયોગ શા માટે ન કરવો અર્થાત જરૂર કરવો જોઈએ.
એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠ સોનાની થાળીમાં જમવા બેઠા હતા. પુણ્ય પરવાર્યું એટલે ઘરમાંથી બધું ઊડી ઊડીને જવા લાગ્યું. શેઠે સોનાની થાળી ઊડીને જતાં પકડી લીધી. તેનો ટૂકડો તૂટીને હાથમાં રહી ગયો અને થાળી ચાલી ગઈ. પછી તેણે દીક્ષા લીધી. એકવાર બીજા શેઠને ઘેર વહોરવા જતાં તે જ થાળીમાં શેઠ જમતા હતા તે તૂટેલો ટૂકડો તે થાળીને અડાડી જોયો કે આ જ થાળી છે કે કેમ. તો તે ટુકડો પણ તે થાળીને ચોંટી ગયો. એમ પૂણ્ય હોય ત્યાં સુધી જ ઘન ઘરમાં રહે છે. માટે હોય ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી લેવું.
બોઘામૃત ભાગ : ૧' માંથી –
ભોજરાજાનું દ્રષ્ટાંત - “ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેવી મોટી મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ એને સમજાવવો એમ વિચારી સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ” એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે, તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?’ તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ઘોઈ લેવા.” પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.” (પૃ.૨૯૪) //પી
Page #9
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૮૧
કૂપ-પાણીથી ખેતી રે કર્યું નહિ ખાલી થશે,
પાણી કાઢયા કરે તો રે નવું ઊભરાતું જશે. જ્ઞાની, ૫૮ અર્થ :- કુવાના પાણી વડે ખેતી કરવાથી તે પાણી ખાલી થશે નહીં. પણ તે પાણીને જેમ કાઢ્યા કરીએ તેમ તેમ તે કૂવામાં નવું પાણી સેરોમાંથી ઊભરાયા કરશે.
તેમ લક્ષ્મીનો દાનમાં જેટલો સદુઉપયોગ થશે તેટલી તે વૃદ્ધિને પામશે.
વિદ્યાપતિનું દ્રષ્ટાંત - એક વિદ્યાપતિ નામનો વ્યક્તિ હતો. તેને સ્વપ્ન આવ્યું કે સાત દિવસમાં ઘરમાંથી લક્ષ્મી ચાલી જશે. તેની પત્નીએ કહ્યું કે એ લક્ષ્મી ઘરમાંથી જાય તેના પહેલાં જ આપણે તેનું દાન કરી દેવું જોઈએ અને આપણે પરિગ્રહ પરિમાણ વ્રત લેવું જોઈએ. ખૂબ દાન કરવાથી તેનું પુણ્ય વધી ગયું અને લક્ષ્મી ઘરમાંથી ખૂટે જ નહીં. તે ઘર છોડી પરગામ ચાલ્યા ગયા. તે ગામનો રાજા મરણ પામ્યો હોવાથી પંચદિવ્ય થયા અને તેને ત્યાં પણ રાજા બનાવ્યો. પરિગ્રહ પરિમાણ જેટલું જ ઘન પોતાનું માની બાકી બધું તે પ્રજાને માટે ખર્ચ કરવા લાગ્યો. એમ જેમ જેમ જીવ દાનધર્મ આચરે તેમ તેમ નવું નવું પુણ્ય વૃદ્ધિ પામ્યા કરે છે. પ૮ાા.
જેમ શંખ નકામો રે નિઃશબ્દ, શ્વેત છતાં,
તેમ યશ નહિ પામે રે ઘનિક કંજૂસ થતાં. જ્ઞાની ૫૯ અર્થ - જેમ શંખ દેખાવે સુંદર શ્વેત હોવા છતાં જો નિઃશબ્દ છે. અર્થાત્ અવાજ કરતો નથી તો તે નકામો છે, તેમ ઘનિક પણ જો કંજૂસ છે તો તેનો યશ જગતમાં ગવાતો નથી. પો.
જીવતાં શબ જેવો રે ઘનિક તે રંક અરે!
ૐ કલંક વિનાનો રે છતાં નહિ કોઈ સ્મરે. જ્ઞાની ૬૦ અર્થ - જો ઘનિકનું રંક એટલે ગરીબ જેવું વર્તન હોય તો તે જીવતા છતાં પણ શબ એટલે મડદા જેવો છે. તેને બીજો કોઈ કલંક લાગ્યો ન હોય છતાં પણ તેનું નામ ઉચ્ચારવા કોઈ રાજી નથી. ૬૦ના
સ્વ-પ્રારબ્ધ પ્રમાણે રે ભંગી, ભૂપ પેટ ભરે,
નર ભવ, ઘન, સમજણ રે સફળ સત્-દાન કર્યું. જ્ઞાની ૬૧ અર્થ :- પોતાના પ્રારબ્ધ પ્રમાણે ભંગી હો કે રાજા હો સર્વે પેટ તો ભરે જ છે. પણ મનુષ્યભવમાં ઘન પામી સાચી સમજણ વડે સત્કાર્યમાં જો તે ઘનનો ઉપયોગ કરવામાં આવે તો તેનું જીવન કે ઘન કે સમજણ સફળ છે.
વસ્તુપાળ-તેજપાળનું દ્રષ્ટાંત – વસ્તુપાળ-તેજપાળ બેય મંત્રીઓ હતા. તેઓ પોતાના થનને જમીનમાં દાટી સુરક્ષિત કરવા માટે જંગલમાં ખાડો ખોદવા લાગ્યા. તો તે ખાડામાંથી નવા ઘનના ઢગલા નીકળ્યા. તે જાણી માતાએ કહ્યું કે પુણ્ય પ્રબળ છે તેથી ઘનને સુરક્ષિત કરવા જતાં નવું ઘન પ્રાપ્ત થયું. માટે હવે તેનો ઉત્તમ ક્ષેત્રોમાં સદુઉપયોગ કરી દો. પછી તેમણે આબુ દેલવાડા વગેરેના શ્રેષ્ઠ મંદિરો બંઘાવી જૈનઘર્મની ખૂબ પ્રભાવના કરી. તેથી તેમનું જીવન, ઘન કે સમજણ સફળ થઈ. /ક૧ાા
ઘન સાથે ન આવે રે, સ્વજન સ્મશાન સુઘી,
પુણ્ય પરભવ-ભાથું રે કરી લે કૅ કરથી. જ્ઞાની ૬૨ અર્થ – ઘન કોઈની સાથે આવતું નથી. પોતાના સ્વજન કુટુંબીઓ પણ સ્મશાન સુધી વળાવા
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આવે. જ્યારે પુણ્ય તો પરભવનું ભાથું છે. તે પુણ્ય હાથે દાન આપીને કંઈક ઉપાર્જન કરી લે, નહીં તો અંતે પસ્તાવું પડશે.
બોઘામૃત ભાગ : ૧' માંથી :
સિકંદરનું દ્રષ્ટાંત - “સિકંદરે ઘણી લડાઈઓ કરી, દેશો જીત્યા, અઢળક ઘન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાયું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું! પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમો હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકજો જેથી લોકોને લાગે કે આટલા બઘા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું.” (પૃ.૧૯૫)
“આ મનુષ્યભવ મળ્યો છે તે દુર્લભ છે, શ્રુતિ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિર થવું એ તો બહુ દુર્લભ છે. પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતો નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે. મરી જાય ત્યારે બાળી મૂકે છે. ભાઈઓ તો સ્મશાનમાં મૂકી આવે છે, પણ ઘર્મ તો સાથે જ આવે છે.” (પૃ.૧૪૨) Iકરા.
ઉત્તમ કુળ, ઘર, ઘન રે વિવેક, પ્રભાવ વળી,
વિદ્યા, આરોગ્યાદિ રે સુખ-સામગ્રી મળી. જ્ઞાની૬૩ અર્થ :- ઉત્તમ કુળ, ઘર, ઘન, વિવેકની પ્રાપ્તિ, વળી પોતાનો બીજા ઉપર પ્રભાવ પડવો, કે વિદ્યા, આરોગ્ય આદિ સુખ સામગ્રી મળવી એ બઘો પૂર્વ પુણ્યનો પ્રભાવ છે. પૂર્વે કયા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેથી આવી સામગ્રી મળી તે હવે જણાવે છે. ૧૬૩.
તેનું કારણ જાણો રે પૂર્વે સુદાન દીધું,
તે તરુને પોષો રે રહસ્ય આ ગુણ કીધું. જ્ઞાની૬૪ અર્થ – તેનું કારણ પૂર્વે તમે સત્પાત્રે દાન કર્યું છે એમ જાણો. તે દાનરૂપ કલ્પવૃક્ષને પોષણ આપતા રહો. આ ગુપ્ત રહસ્ય તમને આજે જણાવ્યું
બોઘામૃત ભાગ : ૧' માંથી – “પ્રશ્ર–ગુપ્તદાન એટલે શું?
પૂજ્યશ્રી-કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું.” (પૃ.૧૪૮)
જેમ આંબો સાચવી રે મધુર ફળ ખાયા કરો,
તેમ દાનાદિ ઘર્મે રે ઘરી મન સુખ વરો. જ્ઞાની ૬૫ અર્થ :- જેમ આંબાની દેખભાળ કરીને તેના મીઠા ફળ પ્રતિવર્ષ ખાયા કરો. તેમ દાનાદિ ઘર્મમાં ઘનનો યથાશક્તિ વ્યય કરી સદૈવ સુખશાંતિને પામો. ૬૫ના
Page #11
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૮૩
મતિ મૂખની એવી રે બહુ ભંડાર ભરું,
ઘર સુંદર બાંઘુ રે, પુત્ર-વિવાહ કરું. જ્ઞાની ૬૬ અર્થ - મૂર્ખ એવા માણસની મતિ એવી હોય છે કે ઘનના ઘણા ભંડાર ભરું. પછી સુંદર ઘર બાંધુ અને ખૂબ ઘામધૂમથી પુત્ર પુત્રી આદિનો વિવાહ કરી સમાજમાં માન મોટાઈ મેળવું. ૬૬ાા.
પછી જો ઘન વઘશે રે કંઈ ઘર્મ-દાન થશે,
કરે જૂઠા મનોરથ રે, અરે! યમ ઝડપી જશે. જ્ઞાની ૬૭ અર્થ :- પછી જો ઘન વઘશે તો કંઈ દાનપુણ્ય કરીશું. એમ જીવ જૂઠા મનોરથ કરે છે. પણ જ્ઞાની પુરુષો કહે છે કે જ્યારે તને જમ આવીને ઝડપી જશે તેની કંઈ ખબર પડશે નહીં. માટે દાનપુણ્ય કરવું હોય તો યથાશક્તિ વર્તમાનમાં જ કરી લે. ભવિષ્યની કલ્પના કરી તેને મૂકી દે નહીં. ૬થી
દાન-શૂરા જનોને રે કરે ચઢ થાક ગઈ.
લક્ષ્મી અતિ અથડાતાં રે જરા નવરી ન થઈ. જ્ઞાની. ૬૮ અર્થ :- લક્ષ્મી તો દાનમાં શુરવીર એવા લોકોના હાથમાં આવીને થાકી ગઈ. તે લક્ષ્મી અનેક જીવોના કામ કાઢતી જુદા જુદા હાથોમાં અથડાતાં જરા પણ નવરી થઈ નહીં, અર્થાત્ અનેક જીવોને તે ઉપયોગી થઈ પડી.
જગતમાં દાનના બીજી રીતે પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે તે આ પ્રમાણે :–અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. અભયદાન અને સુપાત્રદાને વિષે કહેવાઈ ગયું છે.
હવે ત્રીજાં અનુકંપાદાન એટલે દીન અને દુઃખી લોકોને પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયા વડે અન્નાદિક આપવું તે અનુકંપાદાન છે. જેમકે ભગવાન મહાવીરે કૃપા કરી અર્થે દેવદુષ્ય ગરીબ બ્રાહ્મણને આપ્યું હતું.
જગડુશાહનું દ્રષ્ટાંત – જગડુશાહે દુષ્કાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલ્તાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. પોતે તે સમયે એકસો બાર દાનશાળાઓ સ્થાપી હતી. તથા પોતે પણ પરદો રાખીને લોકોને દાન આપતા હતા. એક દિવસ વિસલરાજાએ પોતાના ભાગ્યની પરીક્ષા કરવા સારું પરદા નીચેથી હાથ લંબાવ્યો. તે હાથ જોઈ કોઈ ઉત્તમ પુરુષનો આ હાથ છે એમ ઘારી જગડુશાહે પોતાની મણિજડિત વીંટી આપી. બીજો હાથ ઘર્યો તો તેમાં પણ બીજી એવી જ વીંટી મૂકી દીધી. રાજાએ જગડુશાને રાજમહેલમાં બોલાવી તેમને પ્રણામ કરવાનું નિષેધ કરી હાથી પર બેસાડી માનભેર ઘેર મોકલ્યા. આ ઉપરોક્ત દાન તે અનુકંપાદાન જાણવું.
ચોથું ઉચિતદાન. તેમાં કોઈ દેવગુરુના આગમનની કે નવા કરેલા જિનમંદિરની કે જિનબિંબની વઘામણી આપે તેને જે દાન આપવામાં આવે છે, તે ઉચિતદાન તેમજ પાંચમું કીર્તિદાન.
- કુમારપાળનું દ્રષ્ટાંત :- એકવાર કુમારપાળ રાજાએ દિવિજય મેળવવા ચઢાઈ કરી. બોતેર સામંત રાજાઓએ મશ્કરી કરી કે આ વાણિયા જેવો કુમારપાળ લડાઈમાં શું કરશે? તેમનો અભિપ્રાય જાણી કુમારપાળે સોળમણ સોપારીની ગુણી માર્ગમાં પડી હતી તેને ભાલાના અગ્રભાગ વડે ઊંચી કરી ઉછાળી દીધી. તેમનું આ પરાક્રમ જોઈ ચતુર એવા આમભટ્ટ કાવ્યમાં રાજાની ખૂબ પ્રશંસા કરી. તે સાંભળી રાજાએ જેટલા તે કાવ્યમાં અક્ષર હતા તેટલા ઘોડા તેને દાનમાં આપી દીઘા. તેને કીર્તિદાન માનવું.
Page #12
--------------------------------------------------------------------------
________________
उ८४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સુપાત્રદાન અને અભયદાનથી જીવ મુક્તિને પામે છે. જ્યારે અનુકંપાદાનથી જીવ ભૌતિક સુખ પામે. ઉચિતદાનથી પ્રશંસા પામે અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે છે. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ (પૃ.૩૬ના આધારે) ઘનપ્રાપ્તિ થયે સજ્જનોએ સારા માર્ગે તેનો ઉપયોગ કરતા રહેવું એવો જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. ૬૮ાા
કિંજૂસ-મંજૂષે રે કે વન-ભૂમિ ય વિષે,
નિરંતર ઊંઘે રે ખરે! સિદ્ધ જેવી દીસે. જ્ઞાની. ૬૯ અર્થ - લક્ષ્મી જો કંજાસની મંજાષ એટલે પેટીમાં આવી ગઈ તો તેને તે તિજોરીમાં મૂકી દેશે. અથવા વનની ભૂમિમાં દાટી દેશે. ત્યાં તે સર્વકાળ પડી પછી ઊંધ્યા કરશે. ખરેખર જેમ સિદ્ધ ભગવંત સ્થિર થઈને બિરાજમાન છે તેમ લક્ષ્મી પણ સ્થિર થયેલી તેવી જ જણાશે.
નંદરાજાનું દ્રષ્ટાંત - “દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મલરૂપ જ છે. જાઓ, નંદરાજાએ કૃપણતાદોષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્યયોગે કાળે કરીને પત્થરમય થઈ ગઈ. હજા સુધી તે ડુંગરીઓ પાટલીપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પત્થરમય દેખાય છે. રાજગૃહી નગરીમાં મમ્મણશ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધૂરું હતું. તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતો હતો; પરંતુ પાત્રદાન નહીં કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ વિનાશ પામી ગયા. તેથી મળેલા ઘનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૪૪)
આત્મજ્ઞાની મુનિને રે ઉત્તમ પાત્ર ગણો,
આત્મજ્ઞાની અણુવ્રતી રે મધ્યમ પાત્ર ભણ્યો. જ્ઞાની. ૭૦ અર્થ :- જેને આત્મજ્ઞાન છે તે જ સાચા મુનિ છે.
“આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લીંગી રે..” -શ્રી આનંદધનજી એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ દાન આપવા માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ પાત્ર ગણવા યોગ્ય છે. તથા આત્મજ્ઞાન સહિત અણુવ્રતને ઘારણ કરનારા ઉત્તમ શ્રાવકો દાન આપવા માટે મધ્યમ પાત્ર તરીકે શાસ્ત્રોમાં ગણાવ્યા છે. ૭૦ના
સુદૃષ્ટિ અવિરતિ રે સુપાત્ર કનિષ્ઠ કહે,
વ્રતવંત કુષ્ટિ રે કુપાત્ર, સુશાસ્ત્ર લહે. જ્ઞાની ૭૧ અર્થ – સમ્યવ્રુષ્ટિ એટલે જેમને આત્મજ્ઞાન છે પણ અવિરત અર્થાત્ જેમને હજુ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા નથી તેમને પણ દાન અર્થે જઘન્ય સુપાત્ર જીવો ગણેલ છે. પણ જે વ્રતધારી હોવા છતાં કુદ્રષ્ટિ અર્થાત્ જેને સાચા દેવગુરુ ઘર્મમાં યથાર્થ શ્રદ્ધાન નથી તેને સતુશાસ્ત્રોમાં દાન અર્થે કુપાત્ર જીવો ગણવામાં આવેલ છે. I૭૧
વ્રતહીન કુદ્રષ્ટિ રે અપાત્ર સદાય ગણો,
તે તે પાત્રના દાને રે મળે ફળ જેવા ગુણો. જ્ઞાની. ૭૨ અર્થ - જેને વ્રત નિયમ પણ નથી અને કુદ્રષ્ટિ એટલે મિથ્યાવૃષ્ટિ છે તે દાન માટે સદા અપાત્ર જીવો છે એમ માનો. જેવા જેવા પાત્રના ગુણો, તેવું તેવું તેને દાન આપવાનું ફળ મળે છે.
“સમ્યગ્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર
Page #13
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૮૫
મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યકદર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યકષ્ટિ કે સમ્યકષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિપણું પામે તો મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાદ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંઘે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્રદર્શન પણ ન હોય તેને દાન ભક્તિસહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું.” –ોઘામૃત ભાગ-૩ (પૃ.૫૨૯)
ઉત્તમ મુનિ-દાને રે મળે ફળ ઉત્તમ જે,
કુપાત્રને દાને રે બૂરું ફળ રે! નીપજે. જ્ઞાની ૭૩ અર્થ - ઉત્તમ આત્મજ્ઞાની મુનિને દાન આપવાનું ફળ ઉત્તમ મળે છે. પણ કુપાત્ર જીવો કે જેને વ્રત પણ નથી અને સમ્યક્દર્શન પણ નથી તેના મિથ્યાત્વને દાન વડે પોષણ આપવાથી તેનું બુરું ફળ આવે છે. દાન આપનારને પણ તે સંસારમાં રઝળાવે છે.
કઠિયારાનું દ્રષ્ટાંત – કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને ચાલ્યા ગયા. તેની સ્ત્રી જે રોટલા બનાવતી હતી, તેને થયું એ ક્યાંથી આવ્યો કે મારે બે રોટલા વઘારે ટીપવા પડશે. તેના ફળમાં કઠિયારો મરીને દેવનો ભવ લઈ પછી રાજા થયો અને કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી. એમ કરેલા ભાવોનું ફળ તે તે પ્રમાણે મળે છે. -ઉપદેશામૃત (પૃ.૩૧૫ના આધારે) II૭૩
દાન દેતાં અપાત્રને રે સવિધિ છતાં ન ફળે,
ઘી જો રાખમાં રેડ્યું રે કહો ક્યાંથી પુષ્ટિ મળે? જ્ઞાની. ૭૪ અર્થ - અન્યદર્શની અપાત્ર જીવોને વિધિપૂર્વક એટલે ભાવભક્તિસહિત દાન દેવા છતાં પણ તે વ્યર્થ જાય છે. જેમકે ઘી રાખમાં રેડ્યું હોય તો તે શરીરને ક્યાંથી પુષ્ટિ આપે; તે તો વ્યર્થ જ જાય છે.
ચંદનબાળાનું દ્રષ્ટાંત - “યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપનો નાશ કરનાર થયા.” શ્રી વીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયો તે વખતે દેવોએ સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. તેનાથી થનાવહ શ્રેષ્ઠીનું ઘર ભરાઈ ગયું. તે જોઈને પાડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે –“માત્ર અડદના બાકળા આપવાથી દુર્બલ તપસ્વી જો આટલી બધી સમૃદ્ધિ આપે છે, તો હું કોઈ પુષ્ટ અંગવાળા મુનિને ઘી તથા સાકર સહિત પરમાવડે સંતોષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરું.” પછી તે કોઈ હૃષ્ટપુષ્ટ શરીરવાળા મુનિવેશ ઘારીને બોલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશધારી સાધુએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે - “હે મુગ્ધા! મારા તપ વડે અને તારા ભાવવડે તેમજ આઘાર્મિક (ઉદૈશિક) આહારના દાનવડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની નહીં, કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.' ઇત્યાદિક કહીને તે ડોશીને પ્રતિબોઘ પમાડ્યો. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૨૯) //૭૪ો
પાત્ર આઘારે પાણી રે અનેક આકાર કરે, તેમ પાત્ર પ્રમાણે રે જીવ ઉલ્લાસ ઘરે. જ્ઞાની ૭૫
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- જેવું પાત્ર એટલે વાસણ હોય તે પ્રમાણે તેમાં પાણી આકારને ધારણ કરે છે. તેમ જેવા પાત્ર જીવોને દાન આપવામાં આવ્યું હોય તે પ્રમાણે જીવને તે ઉલ્લાસનું કારણ થાય છે.
દાન શત્રુને આપ્યું હોય તો વૈરનો નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે ચારણ વિગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કોઈપણ સ્થાને નિષ્ફળ થતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી તે વિશેષ કલ્યાણકારી થાય છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૨) //૭પી.
ઉલ્લાસ અનુસાર રે દાનની વેલ ફળે,
ખરો અવસર આવ્યો રે!ખરો વીર કેમ બને? જ્ઞાની ૭૬ અર્થ - દાન આપી જેવો ઉલ્લાસભાવ જીવ રાખે તે પ્રમાણે દાનની વેલ ફળે છે. વર્તમાનમાં દાન આપવાનો અવસર આવ્યો છે તો ખરો દાનવીર તે તકનો લાભ લેવા શા માટે મળી રહે; ન જ મળી રહે, દાન આપી કૃતાર્થ થાય..
ઘન્નાનું દૃષ્ટાંત – એકદા ચાર જ્ઞાનને ઘારણ કરનારા ઘર્મઘોષ નામના સૂરિ પઘાર્યા. ઘડ્યો પોતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયો. સૂરિને વાંદી દેશના સાંભળીને ઘન્નાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે - “હે ભગવાન! મારા ત્રણે ભાઈઓ કયા કર્મથી નિર્બન રહ્યા? તે સાંભળી ગુરુએ તેમનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે - “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ટના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાહ્નકાલે ખાવા બેઠા, તે વખતે કોઈ સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઇચ્છા થવાથી તેમણે પોતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફોગટનું લઈને જતો રહ્યો અને આપણે ભૂખ્યા રહ્યા. એ સાથુ કાંઈ ઉત્તમ કુલનો નહોતો; પણ એમાં તેનો દોષ નથી, આપણે જ મૂર્ખ કે ફોગટ ભૂખે મર્યા.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા પોતાને ઘેર ગયા. અનુક્રમે આયુષ્યના ક્ષયે મરણ પામીને અલ્પરિદ્ધિવાન વ્યંતરપણું પામી ત્યાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે – “દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહીં. પરંતુ ભાવરૂપી જળ વડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” -ઉ.પ્રા.ભા. ભા.-૪ (પૃ.૩૮)
દાન ચાર પ્રકારે રે, અભય, ભોજન, ઔષથી,
દાન શાસ્ત્રનું ચોથું રે, થેંકે ન શ્રીમંત સુ-થી. જ્ઞાની ૭૭ અર્થ :- દાનના ચાર પ્રકાર છે (૧) અભયદાન (૨) આહારદાન (૩) ઔષધદાન અને (૪) શાસ્ત્રદાન અથવા જ્ઞાનદાન. જે સમ્યબુદ્ધિવાળો શ્રીમંત હોય તે તો આ દાનોનો લાભ લેવાનો અવસર કદી ચૂકે નહીં. “જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” –ઉ.મા. ભા. ભા.-૪ (પૃ.૩૩) ' ખેંગારરાજાનું દૃષ્ટાંત – “એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વઘ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતા તે માર્ગથી તેમજ પરિવારથી ભ્રષ્ટ થયો. અર્થાતુ એકલો ભૂલો પડ્યો. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચઢીને
Page #15
--------------------------------------------------------------------------
________________
(૩૧) દાન
૩૮૭
બેઠેલા ઢંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે - “અરે! તું માર્ગ જાણે છે? ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે - “જીવનો વઘ કરનાર નરકે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે; હું તો એ બે માર્ગ જાણું છું. તને જે ગમે તે માર્ગે જા.
આ પ્રમાણે વેશ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાં જ જીવનપર્યત પ્રાણીવઘ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, અને તે ચારણને અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો.” Iકશા -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૮)
ભૂમિ-ગાય-સુવર્ણનું રે કહે દાન કન્યાતણું,
નહિ ત્યાગીને કામનું રે, થાય અહિત ઘણું. જ્ઞાની. ૭૮ અર્થ:- ભૂમિદાન, ગાયનું દાન, સુવર્ણનું દાન કે કન્યાદાન એ ત્યાગી પુરુષને કામનું નથી. એથી તેનું ઘણું અહિત થાય છે.
શુભચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત – શ્રી શુભચંદ્રાચાર્ય અને રાજા ભર્તુહરિ બેય ભાઈ હતા. શુભચંદ્રાચાર્ય દિગંબર બની પહાડ ઉપર તપશ્ચર્યા કરતા હતા. જ્યારે કોઈ નિમિત્ત બન્યું ભર્તુહરિએ તાપસ દીક્ષા અંગીકાર કરી બાર વર્ષ પુરુષાર્થ કરીને સુવર્ણસિદ્ધિ મેળવી. તેથી સુવર્ણરસ બનાવી પોતાના ભાઈને તે આપવા માટે ગયા. ભાઈ શુભચંદ્રાચાર્યે તે સુવર્ણ પાત્ર ઢોળી નાખ્યું અને કહ્યું કે શું રાજ્યમાં સોનુ ઓછું હતું. આના માટે તમે ત્યાગ કર્યો. એમ કહી પોતાની સિદ્ધિ બળે ધૂળની ચપટી પત્થર ઉપર નાખી તેથી આખો પત્થર સોનાનો બની ગયો. એમ પ્રતિબોઘ પમાડી તેમનું પણ કલ્યાણ કર્યું. માટે સાધુપુરુષોને આવું દાન કામનું નથી. તેથી તેમનું ઘણું અહિત થાય છે. //૭૮ાા.
જિનમંદિર કાજે રે ભૂમિ આદિ દાન કરો,
જીર્ણોદ્ધાર સાથી રે ગ્રંથભંડાર ભરો. જ્ઞાની ૭૯ અર્થ - જિનમંદિર બનાવવા માટે ભૂમિ, ઘન કે પ્રતિમાજી આદિનું દાન કરો. અથવા મંદિરો વગેરેના જીર્ણોદ્ધાર કરો અથવા ઉત્તમ ગ્રંથોનો સંગ્રહ કરી ગ્રંથભંડાર ભરો.
જ્ઞાની પુરુષો દ્વારા રચિત શાસ્ત્રો જ સંગ્રહ કરવા લાયક કે વાંચવા લાયક છે. આઘુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ાા
સદ્ઘર્મની વૃદ્ધિ રે પ્રગટ તે દાન કરે,
ઘણા કાળ સુધી દે રે સુદાતાને લાભ ખરે! જ્ઞાની ૮૦ અર્થ - જિનમંદિર, વીતરાગ પ્રતિમા કે જ્ઞાની પુરુષો દ્વારા રચિત ગ્રંથો, તેથી સઘર્મની વૃદ્ધિ થાય છે. માટે એવા સન્શાસ્ત્રોની છપાઈ વગેરેમાં કે રક્ષણ કરવામાં દાન આપવાથી તે સુદાતાને ઘણા કાળ સુધી ખરેખર લાભના આપનાર થાય છે. શ્રી કુમારપાળ રાજાએ એવો અભિગ્રહ કર્યો હતો કે મારા ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સર્વ શાસ્ત્રોને તાડપત્રીમાં લખાવું કે જેથી લાંબા કાળ સુધી તે ટકી શકે. તેના માટે સાતસો લહિયાને લખવા બેસાડ્યા હતા. એવી જ્ઞાન પ્રત્યેની ભક્તિ કે ગુરુ પ્રત્યેની ભક્તિ જો પ્રગટ થાય અને મળેલું ઘન કે જીવન દાનધર્મ વડે સાર્થક કરી લે તો જીવનું અવશ્ય કલ્યાણ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. II૮૦ના
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૧
ભગવાને દાનધર્મ ઉપદેશ્યો, પણ તે સફળ ક્યારે થાય? તો કે જીવનમાં નિયમિતપણું આવે તો. નિયમિતપણું એટલે મર્યાદાપૂર્વકનું વર્તન. જે જે ભૂમિકામાં જીવ હોય તે તે ભૂમિકાને અનુરૂપ મર્યાદાપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિ કરે કે આત્મસ્વભાવમાં વર્તી જે જીવન વ્યતીત કરે તે નિયમિતપણું છે. એ વિષયના પ્રકારો નીચેના પાઠમાં જણાવવામાં આવે છે ઃ—
३८८
(૩૨) નિયમિતપણું
(રાગ : ખમાજનાલ ઘુમાલી, ‘વૈષ્ણવ જન' જેવો) (શ્રી શ્રેયાંસજિન અંતરજામી આતમરામી નામી રે—એ રાગ)
આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદ્ગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સદ્દગુરુના ચરણ ધરું ઉરમાંયે ૨ે. આત્મ
અર્થ :– આત્માના ક્લ્યાણ અર્થે નિયમિતવૃત્તિ એટલે મર્યાદાપૂર્વક વર્તન કરવાનું તે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુએ શીખવ્યું છે. માટે તે સદ્ગુરુ ભગવંતના ચરણકમળ જે નિયમસાર એટલે શુદ્ધઆત્મસ્વરૂપમય છે તેને સહા હું હૃદયમાં ધારણ કરું છું. ।।૧।।
સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ, નિયમ કહાયે રે,
સમ્યક્ દર્શન-જ્ઞાન-ચ૨ણમાં સતત સ્થિર રહાર્ય રે. આત્મ
અર્થ :— આત્માનો સહજ સ્વભાવ તે શુદ્ધ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેને શ્રી ભગવંતે નિયમ કહ્યો છે. પછી તેના અભ્યાસે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રમાં સતત એટલે નિરંતર સ્થિર રમી શકાશે. ॥૨॥
અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે,
એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. આત્મ
અર્થ :– આત્માની શુદ્ઘદશા તે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યથી યુક્ત છે. એવો નિશ્ચય કરવા યોગ્ય છે. તે શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ જ જીવનું પ્રયોજનભૂત કાર્ય છે. અને એ શુદ્ધદશા જ નિયમસ્વરૂપ એટલે સ્વભાવસ્વરૂપ છે. અને મનોજ્ઞ એટલે મનને સદા આનંદ પમાડનાર છે. IIII
સ્વસ્વરૂપની સમ્યક્ રૃચિ, તેનું જ જ્ઞાન પ્રમાણ રે,
અવિચલ તીનતા તેમાં તે નિયમથી નિર્વાણ રે. આત્મ
અર્થ :— પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની સાચી રુચિ જેને પ્રગટ થઈ તેનું જ જ્ઞાન પ્રમાણભૂત છે. તથા તે સહજ સ્વરૂપમાં અવિચલ એટલે અડોલ સ્થિરતા જે જીવ કરે તે નિયમથી નિર્વાણ એટલે મોક્ષને પામે છે. ઝા
સ્વરૂપ-સ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે,
અનંત કાળ સુધીની સ્થિરતા તે જ મોક્ષ મનાય રે. આત્મ
અર્થ :— માટે સ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ નિયમનો અર્થાત્ સ્વભાવનો હે જીવ! તું સદા અભ્યાસ
Page #17
--------------------------------------------------------------------------
________________
(૩૨) નિયમિતપણું
૩૮૯
કર. અને અનંતકાળ સુધી તે સહજ સ્વરૂપમાં સ્થિરતા કરવી તેનું જ નામ મોક્ષ છે એમ હું માન. //પા
એક રીતે તો જગત-પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે,
તે વિના અંશાધૂથીનો ખ્યાલ કરીને પેખો ૨. આત્મઅર્થ:- એક રીતે જોતાં આ જગતનો પ્રવર્તક નિયમ એટલે વસ્તુનો સ્વભાવ જ છે. “(૧) એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે -
જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીમડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે. -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૩૮).
પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો એવાં કર્મ બાંઘવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે તેવાં જ કર્મ બાંધ્યાં હોય તે પાછા પૃથ્વીરૂપ શરીર ઘારણ કરે છે. આમ અનંત જીવો પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરો ઘારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી.” ઓઘામૃત ભાગ-૩ (પૃ.૨૮૨) એ નિયમ વિના સર્વત્ર અંઘાઘૂંઘી ફેલાઈ જાય. તેનો વિચાર કરો તો સમજાય એવું છે. આવા
દિનચર્યામાં સ્કૂલ રીતે જે નિયમિત આહાર-વિહારે રે,
સ્વાથ્ય સાચવી ગાળી શકાશે કાળ વિશેષ વિચારે ૨. આત્મઅર્થ :- પોતાની દિનચર્યામાં સ્થૂળ રીતે નિયમિત એટલે સમયસર આહાર વિહાર રાખવામાં આવે તો સ્વાથ્ય સાચવી શકાશે, અને સ્વાચ્ય ઠીક હશે તો તે સમય વિશેષ આત્મવિચારમાં ગાળી શકાશે. શા.
કાર્ય નિયમથી થાય ત્વરાથી, ઘારી સિદ્ધિ દેશે રે,
પરિશ્રમ પણ ઝાઝો ન જણાશે, આનંદ ઉર પ્રવેશે રે. આત્મક અર્થ :- કાર્ય નિયમપૂર્વક એટલે સમયસર કરવામાં આવે તો તે ત્વરાથી એટલે જલ્દી પૂર્ણ થાય છે, અને ઘારેલી સિદ્ધિને આપે છે. તેમ કરવાથી કામ વેંચાઈ જશે અને મને ઝાઝો પરિશ્રમ કરવો પડ્યો એમ પણ જણાશે નહીં, તથા કાર્ય સમયસર પૂર્ણ થવાથી હૃદયમાં પણ આનંદનો અનુભવ થશે.
નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૧૫૫) //૮
નિયમિત-મુખ હાસ્યાદિ કાર્યો, નિયમિત નેત્ર-વિકારે રે, શ્રવણ, સ્પર્શ, રસ, ગંથ ભણી પણ દોડ નહીં અવિચારે ૨. આત્મ
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- મુખથી બોલવામાં કે હસવામાં કે હરવા ફરવા આદિ કાર્યોમાં સદા નિયમિત રહેવું. તથા વચન નયન યમ નાહી' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેથી નેત્ર વિકાર એટલે નેત્રવડે રૂપાદિ જોઈ રાગ વગેરે ઘટાડવામાં પ્રવર્તવું. તેમજ બીજી ઇન્દ્રિયોના વિષયો શ્રવણ, સ્પર્શ, રસ, ગંઘ છે, તે ભણી પણ વિચારરહિતપણે દોડ કરવી નહીં. અર્થાત્ તેમાં પણ ન છૂટકે જ પ્રવર્તવું. સદા સંયમિત રહેવું અને ભગવાને બોઘેલા નિયમપૂર્વક જ વર્તન કરવું એ જ આત્માને હિતકારી છે. છેલ્લા
વચન મઘુર, મિત શબ્દો સહ પણ, શાંત, સત્ય ઉચ્ચારો રે,
હિતકર, કોમળ, કષાય-ઘાતક, પ્રભુ-ગુણગ્રામે ઘારો ૨. આત્મઅર્થ - હવે વિચારસહિત ઇન્દ્રિયોને નિયમપૂર્વક શુભમાર્ગે પ્રવર્તાવવાની ભલામણ કરે છે :
વચન મીઠા, મિત એટલે માપસર શબ્દોમાં, શાંત, સત્ય, હિતકાર, કોમળ અને કષાયના ઘાતક એવા ઉચ્ચારો તથા વચનયોગને પ્રભુના ગુણગ્રામ કરવામાં રોકી રાખો જેથી તે અશુભમાં પ્રવર્તે નહીં અને મન શાંત રહે. “વચન શાંત, મઘુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ.૫) I/૧૦ના
નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુખદાયી રે,
સુવિચારક નરનારી, સમજો સત્સલ અતિ સુખદાયી રે. આત્મઅર્થ :- નિયમિત વર્તન એટલે મર્યાદાપૂર્વક વર્તવું એ જ સદાચાર છે. દુરાચારે પ્રવર્તવું એ દુઃખદાયી છે. “સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.” (વ.પૃ.૭) “દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ. ૫)
માટે સમ્યક્ રીતે વિચાર કરનાર નરનારીઓએ આ વાતને દૃઢપણે સમજી લેવી કે સદાચાર એ જ આ ભવ કે પરભવ બન્નેમાં સુખ આપનાર છે. II૧૧ાા
રમો સદા નિર્દોષ સુખે સૌ, દોષ તજી આનંદો રે,
શરીર ફેંપી કાદવમાં સુખ શું? દેહદ્રષ્ટિ નર ગંદો રે. આત્મઅર્થ – હે ભવ્યો! સદા આત્માના નિર્દોષ સુખમાં રમણતા કરો. જે વડે આત્મા દોષિત થાય એવા આનંદમાં લક્ષ રાખો નહીં.
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નિકળે.” -શ્રીમદ્ રાજચંદ્ર દુર્ગઘમય સસ ઘાતુઓથી બનેલ શરીરરૂપી કાદવની કુંડીમાં રમવું તે શું સુખ છે. એવા મલિન દેહમાં પ્રીતિ ઘરનાર મનુષ્ય ગંદી દ્રષ્ટિવાળો છે. એ દ્રષ્ટિ જીવને કર્મ બંઘાવનાર છે અને નવા દેહ ઘારણ કરવાનું છે કારણ છે.
‘ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.’ -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. ગંદા હાથે જ્યાં જ્યાં અડશો, થશે અશુભ પ્રચારો રે, તેથી ચોખ્ખો હાથ થતાં સુથી કર નિયમિત સંચારો રે. આત્મા
Page #19
--------------------------------------------------------------------------
________________
(૩૨) નિયમિતપણું
૩૯ ૧
અર્થ - ગંદા હાથે આપણે જ્યાં જ્યાં અડીશું, તે તે વસ્તુઓ પણ ગંદી થઈ જશે. તેમ ગંદા ભાવે દેહ આદિમાં પ્રીતિ કરીશું તો મોહ વધશે અને આત્મા મલિન થઈ નવા કર્મબંઘ કરશે. માટે ચોખ્ખા હાથ થતાં સુઘી જેમ શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમ આત્માના શુદ્ધભાવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી નિયમિત વર્તન કરવું અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે મર્યાદાપૂર્વક વર્તવું એ જ જીવને કલ્યાણકારક છે. ૧૩.
સદગુરુ-બોઘ વિચારી વિરાગે, ઉપશમ રસમાં ઝીલો રે,
તજી અનાદિ ગંદા ભાવો, આત્મદ્રષ્ટિ-રસ પી લો રે. આત્મક અર્થ - સદ્દગુરુનો બોઘ વિચારી, વૈરાગ્યભાવ લાવી કષાય શમાવી ઉપશમ રસમાં ઝીલો. તથા અનાદિકાળના વિષયકષાયથી લિસ અશુભરાગરૂપ ગંદા ભાવોને દૂર કરી, સર્વમાં આત્મા જોવાની દ્રવ્ય દ્રષ્ટિ કેળવી, આત્મશાંતિરૂપ અમૃત રસને પીઓ. ૧૪
રાજમાર્ગ સમ નિયમિત માનો મોક્ષમાર્ગ સંસ્કારી રે,
કરી સત્સંગ સમજ સુઘારી બનો મોક્ષ-અધિકારી રે. આત્મક અર્થ - રાજમાર્ગ એટલે ઘોરીમાર્ગ સમાન મોક્ષમાર્ગ પણ નિશ્ચિતપણે સંસ્કારી જીવોને મોક્ષે પહોંચાડે છે. તે સંસ્કાર મેળવવા માટે સત્સંગ કરીને પોતાની સમજને સવળી કરી તમે પણ મોક્ષ પામવાના અધિકારી થાઓ. ૧૫ા.
ઑવ અજ્ઞાન-પરિણામી જો નિયમિતપણે આરાશે રે,
પણ આરાઘન ઊંધું તેથી કંઈ કલ્યાણ ની સાથે રે. આત્મઅર્થ:- અનાદિથી અજ્ઞાન ભાવોમાં જ પરિણમેલો જીવ ભલેને તે જપ તપ ભક્તિ આદિ નિયમિત એટલે મર્યાદાપૂર્વક કરે, પણ તે જો કુગુરુ આશ્રયે અથવા સ્વચ્છેદે જ કરતો હોય તો તેનું આરાઘન ઊંધુ હોવાથી આત્માના કલ્યાણને તે કંઈ પણ સાધી શકશે નહીં. ૧૬ાા.
તેમ મોહમય લૌકિક માર્ગે સાધુ-ર્જીવન વિતાવે રે,
વ્રત, તપ પુષ્પો મોહવૃક્ષનાં ભવરૃપ ફળ પ્રગટાવે રે. આત્મઅર્થ - તેમ આ લોક કે પરલોકના સુખની ઇચ્છારૂપ મોહમય લૌકિક માર્ગમાં પડી રહી ભલે ને સાથે જીવન વ્યતીત કરે, પણ તેના વ્રત, તપ મોહરૂપી વૃક્ષના જ પુષ્પો હોવાથી તે સંસારરૂપ ફળને જ આપનાર થાય છે. ૧થા.
અસંસારગત વાણી સુણને અસ્વચ્છંદ પરિણામે રે,
તે આઘારે જીવ ઑવે તે પવન ભવ-ઘન સામે રે. આત્મા અર્થ - પણ પુરુષની અસંસારગત એટલે સંસારભાવને નાશ કરનારી એવી વાણીને સાંભળી, પોતાનો સ્વચ્છેદ મૂકી, તેમની આજ્ઞાના આધારે જીવ જીવન જીવે તો તે વિઘન એટલે સંસારરૂપી વાદળાને ઉડાડવા માટે પવન જેવો સિદ્ધ થાય અર્થાત્ તેના સંસારનો આકાર નિરાકારતાને પામે છે.
અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૧૮.
સમ્યગ્દર્શન તે ધ્રુવતારો, દિશા સત્ય બતાવે રે, વ્રત, નિયમ સૌ તેથી સવળાં, વર્તાવે સમભાવે રે. આત્મા
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૯ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ – સમ્યગ્દર્શન તે ધ્રુવતારા સમાન છે. ધ્રુવતારો હમેશાં ઉત્તરદિશામાં રહે છે. તેને લઈને બીજી બધી દિશાઓનું પણ સત્યભાન થાય છે. તેમ સમ્યગ્દર્શન સાથે જે વ્રત, નિયમ કરવામાં આવે તે બઘા સવળા છે. તે જીવને વીતરાગતા પ્રગટાવી સમભાવે વર્તન કરાવે છે. ||૧૯ાા
સમ્યક્ તપ નિયમિતપણું, જો, તેથી કર્મ કપાશે રે,
સહનશીલતા ને સમભાવે, મોક્ષપુર ઑવ જાશે રે. આત્મઅર્થ :- સમ્યગ્દર્શનસહિત નિયમિતપણે એટલે ક્રમપૂર્વક જીવ જો ઇચ્છાઓને ઘટાડવારૂપ તપને કરતો જ રહેશે તો તેથી બળવાન નિર્જરા થઈ સર્વ કર્મ કપાઈ જશે તથા જીવનમાં સહનશીલતા અને સમભાવને પામી તે જીવ મોક્ષરૂપી નગરમાં પહોંચી જશે. ૨૦ાા
મુમુક્ષુ કોઈ નામ-થાર તે પૂછે પ્રશ્ન વિચારી રે,
ઘણા બંઘથી બંધાયો છું નિયમ-અંઘ અકારી રે. આત્મઅર્થ :- કોઈ નામઘારી મુમુક્ષુ વિચારીને પ્રશ્ન પૂછે છે કે પૂર્વના અનાદિકાળના ઘણા કર્મથી હું બંઘાયેલો જ છું, તો પછી કર્મોના નિયમથી એટલે કમના સિદ્ધાંતથી નવો થતો બંઘ તે તો અમારી એટલે કોઈ કાર્યકારી નથી અર્થાત્ ફોકટ છે. કેમકે હું તો અનાદિકાળથી કર્મો વડે બંઘાયેલો જ છું, તેમાં વળી નવીન બંઘ થવાથી શું ફરક પડશે. ૨૧
આ કળિકાળે બહુ જન એવા, મનમાન્યું કરનારા રે,
આત્મહિતની સમજ વિનાના, સ્વતંત્ર મત ઘરનારા રે. આત્મક અર્થ – ઉપરોક્ત પ્રમાણે માત્ર વાતો કરી આ કળિકાળે ઘણા લોકો પોતાનું મનમાન્યું કરનારા છે. તેમને પોતાના આત્માનું હિત શામાં છે તેની સમજ નથી. તેથી તેઓ સ્વતંત્ર મત એટલે પોતાની સ્વચ્છંદી માન્યતાઓને ઘરનારા છે.
“સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સગુરુલક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”-શ્રીમદ્ રાજચંદ્ર //રા પ્રથમ પદથી પૂર્ણ દશાના ભેદ ઉરે જો ઘારો રે,
તો સંશય-શલ્યો નહિ સાલે; રોગ પ્રતિ ઉપચારો રે- આત્મા અર્થ – પ્રથમ પદ આત્મા છે. એ પદથી લગાવીને પૂર્ણદશારૂપ મોક્ષપદ છે તથા તે પદ પામવાને માટે છઠ્ઠ પદ તે મોક્ષનો ઉપાય છે. આ સર્વ નિયમોનું રહસ્ય ગુરુગમે જો હૃદયમાં ઘારી લઈએ તો શંકાઓ રૂપી કાંટાઓ દુઃખ આપશે નહીં. કેમકે અનેક પ્રકારની ભ્રાંતિરૂપી રોગોનો પ્રતિકાર કરવા માટે આ સાચા ઉપચારો છે. ૨૩
નીરોગીને દવા નકામી, રોગી-મન અણગમતી રે,
દવા પીથાના દુખથી મહાદુખ જશે, ગણી પીવી પડતી રે. આત્મઅર્થ – સંપૂર્ણ નિરોગી એવા કેવળજ્ઞાનીઓને તો આત્મધ્યાનરૂપ ઔષઘની જરૂર નથી, કેમકે તે કૃતકૃત્યદશા છે. તથા આત્મભ્રાંતિરૂપ રોગવાળા સંસારી જીવને જિનવાણીરૂપ દવાની જરૂર હોવા છતાં તેને તે અણગમતી લાગે છે. તેને નિયમમાં રહેવું ગમતું નથી. પણ દુઃખરૂપ એવી કડવી દવા પીવાથી જ
Page #21
--------------------------------------------------------------------------
________________
(૩૨) નિયમિતપણું
આત્મભ્રાંતિરૂપ મહારોગો જશે એમ માનીને તેને તે પીવી પડે છે. ર૪ના
મનમાન્યું કરતાં તો ભટક્યો કાળ અનંત, વિચારો રે; પરાધીનતામાં પ્રેરે મન - એ અંતરમાં ઘારો રે. આત્મ
અર્થ :— પોતાની મતિલ્પનાએ વર્તતાં, અનાદિકાળથી જીવ આ સંસારમાં ભટક્યો છે, તેનો વિચાર કરો. અને આ મન છે તે પરપદાર્થમાં સુખબુદ્ધિ કરાવી મને પરાથીનતામાં પ્રેરે છે, એ વાતને અંતરમાં ઘારણ કરો, અર્થાત્ ઊંડાણથી તેનો વિચાર કરો. ।।૨૫।।
ચોરી જાી કાજે મન ભટકે, પરવસ્તુને તાકે રે,
પરાધીન સુખ લેવા દોડે પરાધીનતા ચાખે ૨ે. આત્મ
૩૯૩
અર્થ :- વ્યવહારમાં પણ જે કલંકરૂપ છે એવી ચોરી કે જારી અર્થાત્ વ્યભિચારમાં મન ભટકી ૫૨વસ્તુને લેવા તાકે છે, પણ પરાધીન એવા ઇન્દ્રિયસુખને લેવા દોડતાં પોતે જ પરાધીન બની જઈ ત્રિવિધતાપના દુઃખોને ભોગવે છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.'' ।।૨૬। સ્વતંત્ર સુખ લૂંટે મનડું, જો નિયમ-દોરડે બાંધી રે;
મન વશ વર્તે તે જ નીરોગી, પછી નહીં કંઈ વાંધો રે. આત્મ
અ ઃ— પણ જો આ મનને જ્ઞાનીપુરુષની આજ્ઞારૂપ નિયમ દોરડાથી બાંધી રાખીએ તો આ આત્મા પોતાનાથી જ ઉત્પન્ન થતાં સ્વાધીન સ્વતંત્ર સુખનો ભોક્તા બને છે. જે સમ્યદૃષ્ટિને મનવશ વ છે તે જ ખરેખરો નિરોગી છે. તેને કાંઈ વાંધો આવતો નથી. કેમકે :–
“મન સાધ્યું તેણે સઘળું સાંધ્યું, એહ વાત નહી ખોટી.’’ -શ્રીઆનંદઘનજી ||રા જ્ઞાનીને ની ગરજ જગતની, નિષ્કારણ ઉપકારી રે,
ક્રમ મનોહર રચી ગયા તે, આચશે સુવિચારી રે. આત્મ
અર્થ :– નિઃસ્પૃહ એવા જ્ઞાનીપુરુષોને આ જગતની કોઈ ગરજ નથી. એમને કાંઈ જોઈતું નથી. છતાં નિષ્કારણ કરુણાશીલ એવો એમનો સહજ સ્વભાવ હોવાથી ભવ્યોને ઉપદેશ આપી તિકારી થાય છે.
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ભવ્યોના હિતને અર્થે દીર્ઘદૃષ્ટિ વાપરી આ ભક્તિનો મનોહર એટલે મનને આકર્ષનાર એવો ક્રમ રચી ગયા છે. તેને સમ્યક્ વિચારવાળા જીવો પ્રેમપૂર્વક આચરશે.
“પ.પૂ.પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે, ન માને તો મનને હઠ કરી ક્રમમાં જોડવું તિકર છે.” -ધો.ભા.૩ (પૃ.૭૯)||રા આરંભાદિક અશુભ વિકલ્પો, કાર્ય પ્રથમ તજવાનાં રે,
અશુભ વિકલ્પ જવા વ્રત, નિયમો, શુભ ભાવે ઘરવાનાં રે, આત્મ
અર્થ :– આરંભ અને પરિગ્રહના અશુભ વિકલ્પો સૌથી પ્રથમ ત્યાગવાના છે. કારણ કે વૈરાગ્ય, ઉપશમના એ કાળ છે. અને અવૈરાગ્ય અનઉપશમના મૂળ છે માટે.
સંસાર સંબંધી રાગદ્વેષના અશુભ વિકલ્પો જવા અર્થે ભગવાનના કહેલાં સમ વ્યસન ત્યાગ આદિ
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વ્રત નિયમોને શુભભાવપૂર્વક ઘારણ કરવાના છે. ર૯.
સ્વપ્ન પણ ઇચ્છે ન અશુભ તે, વ્રત-નિષ્ઠા પૂરી પામી રે,
શુભ સંકલ્પો નિયમ સંબંઘી ટળતાં, રહે નહિ ખામી રે. આત્મક અર્થ - વ્રતોના પાલનથી ઇચ્છાઓનો નિરોઘ થતાં આત્મામાં શાંતિ ઊપજે છે, તેથી વ્રતોમાં પૂરી નિષ્ઠા અર્થાત શ્રદ્ધા આવે છે કે એ જ કર્તવ્ય છે. પછી સ્વપ્ન પણ તે અશુભ વિકલ્પોને ઇચ્છતો નથી. એમ કરતાં દશા વચ્ચે નિયમ પાળવાના શુભ વિકલ્પો પણ મટી જઈ શુદ્ધ ભાવમાં રમતાં, આત્મિક સુખમાં તેને કોઈ ખામી રહેતી નથી. |૩૦ના
જ્ઞાનદશાથી ટળે વિકલ્પો, જ્ઞાનરમણ હિતકારી રે;
પાત્ર થવા વ્રત-નિયમો સેવો, મલિન મન સંથારી રે. આત્મઅર્થ - આત્માની જ્ઞાનદશા આવ્યે સર્વ વિકલ્પો ટળી જાય છે. આત્માના શુદ્ધ જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ જીવને હિતકારી છે. માટે તે જ્ઞાનદશાને પાત્ર થવા અર્થે વિષયકષાયથી મલિન એવા મનને સુધારી સદા વ્રત નિયમોનું પાલન કર્યા કરો. ૩૧
પરમપદ પરમાત્મદશામાં નથી નિયમ–પ્રયત્નો રે,
સહજ દશા તે પરમ શાંત છે, પૂર્ણ ત્રણે ત્યાં રત્નો ૨. આત્મઅર્થ - સર્વોત્કૃષ્ટ એવી પરમાત્મદશા પામ્યા પછી ત્યાં કોઈ પણ પ્રકારનો નિયમ આરાઘવાનો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમકે તે કતકૃત્ય દશા છે. તે સહજાત્મસ્વરૂપમય દશા પરમશાંત અવસ્થા છે,
જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે ત્રણેય રત્નોની પરિપૂર્ણ પ્રાપ્તિ છે. આત્માના કલ્યાણ અર્થે જ્ઞાનીની આજ્ઞાએ નિયમપૂર્વક વર્તન કરવું, એવું જેણે શીખવ્યું તે પરમકૃપાળુ પરમાત્માને અમારા સદા પ્રણામ હો. ૩૨ાા
જીવનમાં નિયમિતપણું હોય તો કામ ત્વરાથી થાય છે અને ઘારેલી સિદ્ધિ આપે છે. પણ તે નિયમિતપણું જિનાગમના અભ્યાસીને યથાર્થ ધ્યાનમાં આવે છે કે સમયની કેટલી કિંમત છે. હવે આ પાઠમાં જિનાગમના માહાભ્ય વિષે વિસ્તારથી જણાવે છે :
(૩૩)
જિનાગમ-સ્તુતિ (સેવો ભવિયાં વિમલ જિનેસર દુલ્લાહા સજ્જન સંગાજી—એ રાગ)
જિન-આગમ જયવંત જગતમાં, સત્ય સરસ્વતી દેવીજી,
વિવેક-હંસનું વાહન સાચું, સવળી સમજ કરી લેવીજી. જિનરે અર્થ - જિન એટલે રાગદ્વેષ અને અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા સર્વજ્ઞ જિનેશ્વરના સ્વમુખેથી નિકળેલ વાણીને જિનાગમ કહેવામાં આવે છે. તે ત્રણે કાળ જગતમાં જયવંત છે, અર્થાત્ ત્રણે
Page #23
--------------------------------------------------------------------------
________________
(૩૩) જિનાગમ – સ્તુતિ
૩૯૫
કાળ તે વાણીનું અસ્તિત્વ જગતમાં વિદ્યમાન છે. તથા તે જ સાચી સરસ્વતી એટલે વિદ્યાદેવી છે, કે જેના વડે સર્વ લોકાલોકનું જ્ઞાન થાય છે.
જેમ સરસ્વતી દેવીને હંસનું વાહન છે તેમ જિનાગમરૂપ સાચી સરસ્વતી દેવીનું વિવેકરૂપી હંસનું સાચું વાહન છે. જેમ હંસ પોતાની ચાંચ વડે દૂધમાંથી દૂઘ દૂઘને ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે છે તેમ જિનાગમ વડે સાચી સમજ પ્રાપ્ત કરી, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાગવા યોગ્ય છે એવા હિતાહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો એ જ જીવને કલ્યાણકારક છે. |૧||
શ્રી ગુરુરાજ-કૃપાથી થાયે, અવળાનું સૌ સવળું જી,
સદ્ગ-વાણી મોહ-કૃપાણી પરિણમતાં હિત સઘળું જી. જિન અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુભગવંતની કૃપાથી આત્મબોધ મળે વિવેક પ્રગટે છે. તેથી દેહમાં પોતાપણાની અવળી માન્યતા ટળી જઈ આત્મામાં આત્મબુદ્ધિરૂપ સવળી માન્યતા થાય છે. સગુરુ પરમકૃપાળુદેવની વાણી છે તે મોહને મારવા માટે પાણી એટલે તલવાર સમાન છે. તે વાણી પ્રમાણે વર્તવાથી સમ્મદર્શનની પ્રાપ્તિ થઈ આત્માનું સર્વ પ્રકારે હિત સઘાય છે.
“અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.”ારા.
વિષ્ણુ-ચરણોદક તે ગંગા, એવું કોઈક કહે છેજી;
પતિતપાવની માની, તેમાં સ્નાન કરી સુખ લહે છે'. જિન અર્થ - વૈષ્ણવ મતવાળા એવું કોઈક કહે છે કે ગંગાનું જળ છે તે વિષ્ણુ ભગવાનના ચરણનું જ ઉદક એટલે પાણી છે, અર્થાત્ ગંગા નદી વિષ્ણુ ભગવાનના ચરણકમળમાંથી પ્રગટેલ છે. તેથી તે ગંગાને પતિતપાવની એટલે પાપીઓને પણ પવિત્ર કરનારી માની તેમાં સ્નાન કરીને પોતાના પાપો જાણે ધોવાઈ ગયા એમ માનીને જીવો સુખી થાય છે. જેવા
પાપ-પુણ્ય પાણીથી જાયે” કેમ સમજમાં બેસેજી?
પણ પરમાર્થ વિચારી, સાચું સમજે તે ગ્રહી લેશેજી. જિન અર્થ :- પણ પાણી પાપ-પુણ્યને ઘોઈ નાખે, આ વાત કેમ સમજમાં બેસે. પાણી તો જડ છે તેનાથી જો પાપ ધોવાય તો પુણ્ય પણ ઘોવાઈ જાય; કેમકે નદીને ભાન નથી કે પાપ ધોવું અને પુણ્યને રાખી મૂકવું. તેના ઉપર એક દ્રષ્ટાંત છે –
શ્રાવિકાપુત્રનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાનો પુત્ર વૈષ્ણવધર્મી હતો. તે પવિત્ર થવા માટે ગંગાસ્નાન કરવા તૈયાર થયો. ત્યારે માતાએ કડવી તુંબડી આપીને કહ્યું તું ગંગાસ્નાન કરે ત્યારે આ તુંબડીને પણ કરાવજે. પછી ગંગાસ્નાન કરી ઘરે આવ્યો ત્યારે માતાએ તે કડવી તુંબડીનું શાક કર્યું. પુત્ર કહે આ શાક તો કડવું છે. માતા કહે ગંગાજલથી સ્નાન કરાવ્યા છતાં જો આ તુંબડીની કડવાશ ન ગઈ તો તારા મનના પાપો તે પાણી કેવી રીતે ઘોઈ શકે. એ બધી ખોટી કલ્પનાઓ છે. આ વાતનો પરમાર્થ વિચારી જે સાચી વાતને સમજશે તે તેને ગ્રહણ કરીને પોતાનું હિત સાધી લેશે. તેનો પરમાર્થ નીચે પ્રમાણે છે. II૪.
પરમ પુરુષàપ હિમગિરિ-ઉરથી કરુણગંગા નીકળીજી, અલૌકિક અગમ્ય ગિરા બની, ગણઘર-ઘોઘે ઊછળીજી. જિન
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
અર્થ :— પરમપુરુષ પરમાત્મા શ્રી તીર્થંકરભગવાનરૂપ હિમાલય પર્વતના અંદરથી એટલે એમના હૃદયમાંથી કરૂણાથી યુક્ત એવી વાણીરૂપી ગંગા નીકળી છે. તે ભગવાનની વાણી અલૌકિક એટલે અસાઘારણ અને અગમ્ય એટલે સહજ રીતે ગમ પડે તેવી નહીં હોવાથી પ્રથમ બુદ્ધિશાળી એવા ગણધર પુરુષોના હૃદયમાં તે ઘોઘરૂપે ઉછાળા મારતી આવીને વસી. તેમણે તે વાણીની દ્વાદશઅંગરૂપે રચના કરી. ।।૫।। રમ્ય નગરરૂપ આગમઘરને પોષી આગળ ચાલીજી,
અમ જેવા અતિ ઠંક જનોની તૃષા ત્વરાથી ટાળીજી. જિન
૩૯૬
અર્થ – હવે તે ભગવાનની વાણીનો જળરૂપ પ્રવાહ, રમ્ય એટલે સુંદર એવા નગરરૂપ આગમઘર પુરુષોને પોષણ આપતો આગળ વઘીને અમારા જેવા અતિ અંક એટલે પરમાર્થમાં સાવ અજ્ઞાની જનોની જ્ઞાન પિપાસાને પણ દૃષ્ટાંત દલીલોથી સમજાવી અજ્ઞાનને જલ્દી ટાળવા તે સમર્થ બની ગયો. એવી ભગવાનની વાણીનો અદ્ભુત પ્રભાવ છે. ।।૬।।
શિવ-સાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથેજી,
શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યાં, કહ્યું જગનાથેજી. જિન૰
અર્થ = પછી તે વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે મોક્ષરૂપી સમુદ્રમાં મળી જાય છે. તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધારૂપી નાવડાઓમાં બેસીને ઘણા ભવ્યો સંસાર સમુદ્રને તરી ગયા, એમ ત્રણ લોકનાનાથ શ્રી ભગવાને આ વાત જણાવી છે. ગા
દ્વાદશાંગરૂપલબ્ધિઘારી શ્રુતકેવળી ત્રણે લોક-પ્રકાશક આગમ-નેત્રવંત
કહાયાજી, સઁહાયાજી. જિન॰
--
અર્થ દ્વાદશઅંગરૂપ લબ્ધિના ઘારી ગણઘર પુરુષો તે શ્રુતકેવળી કહેવાયા છે. શ્રુતજ્ઞાન વડે તે ત્રણે લોકને પ્રકાશક એવા આગમરૂપ નેત્રના ધારી હોવાથી જગતમાં શોભા પામે છે.
ભગવાન મહાવીરે શ્રેણિક રાજાના પ્રશ્નોત્તરમાં કહ્યું કે—વિષ્ણુકુમાર, મંદિમિત્ર, અપરાજીત, ગોવર્ધન અને ભદ્રબાહુ સ્વામી પણ શ્રુતકેવળી થશે. એમ ભદ્રબાહુ ચરિત્રમાં જણાવેલ છે. IIII
અબુથ જનોના અંતરમાં જે સમ્યભાવ જગાડેજી, અનંત આગમ મંત્રે મૂકી, શિવ-સુખ-અંશ ચખાડેજી. જિન૦
અર્થ :— જ્ઞાનીપુરુષોની વીતરાગ વાણી તે અબુઘ એટલે અજ્ઞાનીજનોના અંતરમાં સમ્યભાવ જગાડે છે. જ્ઞાનીપુરુષોએ મંત્રમાં અનંત આગમનો સાર મૂકી દીધો છે. તેનું જે ભાગ્યશાળી આરાઘન કરશે તે સમ્યગ્દર્શન પામી મોક્ષસુખના આસ્વાદનો અંશ પામશે. “સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક “મારુષ, માતુષ” બોલના અવલંબને શિવભૂતિ મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા.” બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૬૯)
પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ચૌદપૂર્વના સારરૂપ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું જે શ્રદ્ધાપૂર્વક આરાધન કરશે તે જીવ મોક્ષસુખને પામશે. લા
સાગર-સાર જાઓ બિંદુમાં, આગમ-સાર સુમંત્રેજી, આત્મજ્ઞાની ગુરુવરની આજ્ઞા ચાવી વિદ્યુત્-યંત્રેજી. જિન॰
Page #25
--------------------------------------------------------------------------
________________
(૩૩) જિનાગમ – સ્તુતિ
૩૯૭
અર્થ - સમુદ્રનો સાર જેમ એક બિંદુમાં સમાય છે તેમ આગમનો સાર સદ્ગુરુ દ્વારા ઉપદિષ્ટ સમ્યકમંત્રમાં સમાય છે. તે મંત્રનું આરાધન કરવાની આત્મજ્ઞાની ગુરુદેવની આજ્ઞા છે, જે વિદ્યુત યંત્રને ચલાવવામાં ચાવી સમાન છે. પ.પૂ.પ્રભુશ્રી કહે –
કીલી ગુરુકે હાથ, નહીં પાર્વેગે ભેદ વેદમેં.” -ઉપદેશામૃત /૧૦ના સર્વાગમની ઉત્પત્તિ જો, ત્રિપદી વીરે દીથીજી,
યોગ્ય ભૂમિમાં ઊછરી, ફાલી, અંગ-પૂર્વ સુર્થી સીઘીજી. જિના અર્થ :- સર્વ આગમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ઉત્પાદ, વ્યય, દુવ્રરૂપ ત્રિપદી શ્રી મહાવીર ભગવાને ગણઘર પુરુષોને આપી. તે ગણઘર જેવા યોગ્ય પુરુષરૂપ ભૂમિમાં ઊછરી અને કાળી ફુલી તથા બાર અંગ, ચૌદપૂર્વ સુધી તેનો સીધો વિસ્તાર તે પુરુષોએ કરી લોકો ઉપર પરમોપકાર કર્યો. ./૧૧||
સો વિસ્તાર સમાય અસંગે એ અર્થે સો શાસ્ત્રોજી,
સમજ્યા તે જ માયા તેમાં, સમજનાર સુપાત્રો'. જિન અર્થ :- બાર અંગ, ઉપાંગ, ચૌદપૂર્વો વગેરેનો વિસ્તાર અસંગતામાં સમાય છે, અર્થાત્ સૌ શાસ્ત્રો ભણીને અસંગતા પ્રાપ્ત કરવાની છે. એના અર્થે જ બધા શાસ્ત્રો રચાયા છે.
“સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વે વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) તે શાસ્ત્રોના ભાવોને જે સમજ્યા તે જ સ્વરૂપે સમાયા છે. તે ભાવોને સમજનાર સુપાત્ર જીવો છે. I/૧૨ા.
પાત્ર થવા સમ્બોઘ ઉપાસો, જે સત્પરુષે દીઘોજી,
સદાચારથી તે સમજાશે, આ જ માર્ગ મેં લીથોજી. જિનક અર્થ - તે અસંગતાને પ્રાપ્ત થવા માટે સત્પરુષે આપેલા સતબોઘની ઉપાસના કરો.
સાત વ્યસન, સાત અભક્ષ્ય વગેરે સદાચારના પાલનથી તે બોઘનો મર્મ સમજાશે. પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે આજ માર્ગ મેં પણ લીઘો છે. ૧૩ા.
સાચી અગ્નિ કામ લાગશે, ગ્રંથ લખી નકામીજી;
તેથી સદ્ગુરુ શોથી, શોઘજો સત્ય, બની નિષ્કામીજી. જિન અર્થ - સાચી અગ્નિનો તણખો કામ લાગશે. ગ્રંથમાં લખેલ “અગ્નિ” શબ્દ નકામો છે, તેથી કંઈ કાર્ય સરે નહીં. તેમ શ્રી સાચા સદગુરુ ભગવંતની શોઘ કરી, તેની પ્રાપ્તિ થયે આત્માના સત્ય સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરજો. અને તેમ કરતા કોઈ પણ પ્રકારની આકાંક્ષા સપુરુષ પ્રત્યે રાખશો નહીં, તો જ આત્માર્થની સિદ્ધિ થશે. ||૧૪.
ઉર વિષે વસશે આગમ સો, પ્રેમ પરમ જો જાગેજી,
અનુભવ ગુરુની ભક્તિ કરતાં “પ્રભુ પ્રભુ” લય લાગેજી. જિનઅર્થ :- પરમપ્રેમ જો સપુરુષ પ્રત્યે જાગશે તો તમારા હૃદયમાં સર્વ આગમોનું રહસ્ય આવીને વસશે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.” -શ્રીમદ્ રાજચંદ્ર
પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સોભાગ પ્રેમ સમાથિમાં વર્તે છે.”
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આત્મ અનુભવી ગુરુની ભક્તિ કરતાં પ્રભુ પ્રભુની લાય લાગે છે. પરમકૃપાળુદેવની ભક્તિ કરતાં પ્રભુશ્રી કહે “અમારે તો પ્રભુ રોમે રોમે એક કૃપાળુદેવ છે.” I૧૫ના.
પ્રભુ-ભક્તિરત ચિત્ત રમે જ્યાં, કેવળજ્ઞાન પ્રકાશજી,
કોણ મૂર્ખ ઇંદ્રિયસુખ ઇચ્છે? જેથી નિજ સુખ નાશેજી. જિન અર્થ :- પ્રભુના શુદ્ધ આત્મસ્વરૂપમાં ભક્તિ પ્રગટીને જો ચિત્ત તેમાં જ રમે તો કાળે કરીને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યે રાજાલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો તો તે કેવળજ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઊપજી તો તે પણ કેવળજ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઇચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે. ||૧૬ાા.
ઇચ્છિત શિવસુખ સિદ્ધિ પામો, જો સબોથ ઉપાસોજી;
જિનાગને દીસે, પણ તેનો આસમુખે નિવાસોજી. જિન અર્થ - તમે તમારી ઇચ્છા પ્રમાણે મોક્ષસુખની સિદ્ધિ પામો, પણ જો સપુરુષના આપેલા સદ્ગોઘને ઉપાસો તો. તે સદ્ગોઘ જિનાગમમાં દેખાય છે. પણ તેનો મર્મ આત્મજ્ઞાની પુરુષ પાસે છે. તે આસ એટલે વિશ્વાસ કરવાલાયક પુરુષ છે. તેમના મુખેથી આત્મધર્મનો મર્મ જાણી ઉપાસવા યોગ્ય છે; તો જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૧ળા
દ્વાદશ ગુણસ્થાનક સુથ આશય આગમનો ઉપકારીજી,
રાતદિવસ સાધુજન સેવે આત્મદાઝ ઉર ઘારીજી. જિન અર્થ :- બારમાં ગુણસ્થાનકના અંત સુધી આગમનો આશય ઉપકારી છે. તેથી રાતદિવસ સાધુપુરુષો આગમના આશય પ્રમાણે ચાલે છે. તેમ ચાલવામાં એમના હૃદયમાં પોતાના આત્મકલ્યાણની ઊંડી દાઝ રહેલી છે. ||૧૮.
સત્સમાગમ ને સત્કૃત બે સત્સાઘન આરાઘેજી,
તે દાવાનલ કળિકાળનો ટાળી શિવપથ સાથેજી. જિન અર્થ :- જે ભવ્યાત્મા સપુરુષનો સમાગમ તથા સન્શાસ્ત્રરૂપ ઉત્તમ બે સાઘનોની આરાઘના કરશે, તે આ કળિકાળના ભયંકર ત્રિવિઘ તાપમય દાવાનલથી બચી જઈ મોક્ષમાર્ગમાં નિર્વિને પ્રયાણ કરશે. ૧૯ાા
સત્સાઘનહીંને સાથે લોકો અહંકારમાં પેઠાજી;
મન આહાર, વિહાર, વિષયમાં; ટોળાં વાળી બેઠાજી. જિન. અર્થ :- મુનિઘર્મની આરાધનાના સત્યસાઘન તે સ્વાધ્યાય અને ધ્યાન છે. તે સાઘનોથી હીન વર્તનવાળા સાધુ લોકો પોતાને મોટા માની, રત્નત્રયના ઘારક માની માત્ર અહંકાર કરનારા છે. કેમકે તેમનું મન તો આહાર એટલે ખાવાપીવામાં સંલગ્ન અથવા વિહારના વિકલ્પોમાં આસક્ત, કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે, તેમજ અનેક શ્રાવકોમાં પોતાપણું માની તેમના ટોળાવાળીને સમય પસાર કરનારા છે. એવા કહેવાતા સાધુપુરુષો શુદ્ધ આત્મધર્મને નહીં જાણવાથી પોતાનું કે પરનું આત્મકલ્યાણ
Page #27
--------------------------------------------------------------------------
________________
(૩૩) જિનાગમ – સ્તુતિ
૩૯૯
કરવા સમર્થ નથી. માટે જ શ્રી દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું કે :
ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ;
આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન” નિત્યક્રમ સજ્જન શ્રત-ઉપકાર ન ભૂલે, આમવચન આરાઘેજી,
વિષય-કષાયથી રહી વેગળા, વિનય વિદ્યા સાથેજી. જિન અર્થ - પણ સજ્જન પુરુષો તો સાચી આરાઘનાને બતાવનાર એવા ભગવાનના કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તથા મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા આ સત્પરુષના વચનના આધારે ચાલે છે. તેમજ તે સજ્જન પુરુષો વિષયકષાયના ભાવોથી દૂર રહીને સદા વિનયપૂર્વક આત્મવિદ્યાને સાથે છે. અર્થાત્ સપુરુષનો વિનય કરવાપૂર્વક પોતાના આત્માને ઓળખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. /ર૧ાા
વિકથા વિષ્ટા સમી સાધુના મુખ સુથી ક્યાંથી આવેજી?
સત્કૃત પાઠ વહે જો મુખે, સુખ-શાંતિ ફેલાવેજી. જિન અર્થ - દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથા એ વિષ્ટા સમાન છે. તે સાધુપુરુષોના મુખ સુધી ક્યાંથી આવી શકે? તે મહાત્માઓના મુખે તો સદા સત્કૃતનો પાઠ રહે છે, અર્થાત્ ઉત્તમ જ્ઞાનપ્લાનની વાતો હોય છે. જે બીજાના હૃદયમાં પણ સુખશાંતિ જ ફેલાવે છે. ગારા
શ્રી સર્વજ્ઞ-જિનેશ્વર-વાણી આગમરૂપ કહાણીજી,
સર્વ કાળમાં સત્યરૂપ તે અવિસંવાદી જાણીજી. જિન અર્થ - શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની વાણી તે જ આગમરૂપ કહેવાઈ છે. તે સર્વકાળમાં સત્યરૂપ છે. તે વાણી અવિસંવાદી છે અર્થાત્ તે વાણી સ્યાદ્વાદપૂર્વક હોવાથી તેમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી. |૨૩ી.
સર્વ જગ-જંતું-હિતકરણી ઋષિ-મુનિને મન ભાવીજી;
દુર્લભ નરભવ સફળ કરે જો ગુરુગમ-ચાવી આવીજી. જિન અર્થ - ભગવાન જિનેશ્વરની વાણી તે જગતના સર્વ જીવોને હિતકારી છે તથા મોહ મંદ થવાથી થયું છે પવિત્ર મન જેનું એવા ઋષિ-મુનિઓને તો તે ઘણી જ ગમી ગઈ છે. જેની પાસે એ વાણીના મર્મને સમજવા માટે ગુરુગમરૂપી ચાવી હાથ આવી ગઈ તે પોતાના દુર્લભ નરભવને જરૂર સફળ કરશે. ૨૪
જિન-આગમ દુર્ગમ્ય ગણાય, ભલા ભલા ભેલ ખાતાજી;
અવલંબન સદ્ગુરુનું લેતાં સહજ બનો સુજ્ઞાતાજી. જિન અર્થ - જિનેશ્વરની આગમવાણીનો સ્યાદ્વાદપૂર્વક મર્મ સમજવો અતિ દુર્ગમ્ય છે. તેમાં ભલભલા હોશિયાર પણ ભૂલ ખાઈ જાય છે. પણ પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતનું અવલંબન લેતાં તે આગમના રહસ્યોનો સહેજ સુગમરીતે જ્ઞાતા બની જાય છે
“જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી.
Page #28
--------------------------------------------------------------------------
________________
૪ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગમ પડ્યા વણ આગમ દુર્ઘટ રત્ન વીંઘવા જેવુંજી,
વીંધેલા રત્ન દે દોરો, ગુરુગમથી ગણ તેવુંજી. જિન અર્થ - ગમ પડ્યા વિના આગમનો મર્મ જાણવો તે રત્ન વીંધવા જેવું દુર્ઘટ છે. પણ વીંધેલા રત્નમાં દોરો પરોવવો જેમ સુલભ છે તેમ ગુરુગમથી આગમનો મર્મ સમજવો સુલભ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.' (વ.પૃ.૨૨૨) ૨૬ાા
જિન-આગમરૃપ અક્ષરતની અનુંયોગકૅપ શાખાજી,
સંસ્કૃત, પ્રાકૃત, પ્રાંતિક ભાષા-ગ્રંથ પુષ્પ-પ્રશાખાજી. જિન. અર્થ - જિનાગમના અક્ષરરૂપ વૃક્ષની પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર શાખાઓ છે. તથા સંસ્કૃત પ્રાકૃત ભાષારૂપ ગ્રંથો તેની પ્રશાખાઓ છે. તેમજ હિન્દી, ગુજરાતી વગેરે પ્રાંતિય ભાષાઓના ગ્રંથો તે તેના પુષ્પો સમાન છે. રશી
શાંત રસાદિક હિતકર ફળ ઝહીં, મન-મર્કટ આનંદજી,
મહા-મોહ-ચંચળતા ભૂલી, લીન ધ્યાન-સુખકંદજી. જિન અર્થ - જિનાગમરૂપ વૃક્ષના શાંતરસ આદિથી ભરપૂર તથા આત્માને હિતકારક એવા ફળોને ગ્રહણ કરી મનરૂપી મર્કટ એટલે વાંદરો આનંદને પામે છે. તથા મહામોહથી ઉત્પન્ન થતી ચંચળતાને ભૂલી જઈ, કાળાન્તરે આત્મધ્યાનના સુખાનંદમાં તે લીન થાય છે. ૨૮
હણે મોહ નહિ, સાસ્ત્રો ભણી, લાભપૂંજાદિક ઇચ્છજી,
તે જિન-આગમતનાં પુષ્પો તોડી, તુચ્છમતિ રીઝેજી. જિન અર્થ - જે સન્શાસ્ત્રો ભણીને મોહને હણતા નથી પણ પોતાની આજીવિકાના લાભ અર્થે કે માનપૂજાદિના અર્થે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. તે તુચ્છમતિ જાણે કે જિનાગમરૂપી વૃક્ષના પુષ્પો તોડીને રાજી થાય છે; પણ પુષ્પો તૂટી જવાથી હવે તેને મોક્ષરૂપ ફળ આવશે નહીં, તેનું તેને ભાન નથી. રાા
સુરસુખ કે શિવસુખ-ફળ ક્યાંથી સરસ પક્વ તે પામેજી?
થઈ સુથાતુર ચૅલો ઓલવ્ય, નહિ ભૂંખ-દુઃખ વિરામેજી. જિન અર્થ :- જે શાસ્ત્રો ભણીને પણ માનપૂજાદિકને જ ઇચ્છે છે એવા જીવો દેવલોકના સુખ કે મોક્ષના સુખરૂપ સરસ પાકેલા ફળ ક્યાંથી પામી શકે? જેમ કોઈ ભૂખના દુઃખથી પીડિત જીવ ચૂલાને ઓળવી નાખે તો તેના મુખનું દુઃખ વિરામ પામતું નથી, તેમ મોહવશ જીવ આત્મજ્ઞાનના પુરુષાર્થને મૂકી દે તો તે કદી પણ મુક્તિના સુખને પામતો નથી. IT૩૦ગા.
લૌકિક લાભ તજી, શાશ્વત સુખ ચહી, સુદ્રષ્ટિ વિચારોજી,
સદ્ગુરુ-યોગે સત્કૃત શીખી, સત્સલ શાંતિ ઘારોજી. જિનઅર્થ - હવે સદ્ભુતવડે આ લોકના લૌકિક લાભને તજી દઈ શાશ્વત સુખશાંતિને ઇચ્છી, સમ્યકદ્રષ્ટિથી આત્માની વિચારણા કરો. તેના માટે સદગુરુના યોગે સત્કૃતનો મર્મ જાણી, સલ્શીલ અને આત્મશાંતિને હૃદયમાં ઘારણ કરો. ૩૧
Page #29
--------------------------------------------------------------------------
________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
અગમ, અપાર જિનાગમ-ગૌરવ, ગાવાનું મુજ ગજું શું જી?
સમજ વિના બડબડ બોલ્યો છું, ક્ષમા સુજનની ચહું છું જી. જિન
અર્થ :— અગમ એટલે સહજ રીતે જેની ગમ પડે નહીં તથા અપાર એટલે અપરંપાર છે માહાત્મ્ય જેનું એવા જિનાગમનું ગૌરવ ગાવાનું મારું શું ગજું છે? છતાં ભક્તિ વિશે સમજ વગર બડબડ બોલી ગયો છું. તે માટે સજ્જન પુરુષોની ક્ષમા ચાહું છું.જિનાગમનો જગતમાં સદા જયજયકાર હો. ।।૩૨।।
જિનાગમમાં નય, નિક્ષેપ, પ્રમાલ તથા દૃષ્ટાંત દલીલોથી નવ તત્ત્વોને વિસ્તારથી સમજાવવાનો ભગવાને ઉપદેશ કર્યો છે, તે નવેય તત્ત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. તે નવ તત્ત્વો કયા કયા છે તેનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ આ પાઠમાં સમજાવવામાં આવે છે –
છે
(૩૪)
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
[કા)
૪૦૧
વંદું ગુરુપદ-પંકજે જે ત્રણ જગનું તત્ત્વ, નિજ પરમપદ પામવા, જવા અનાદિ મમત્વ. ૧
અર્થ :- પરમકૃપાળુ સદ્દગુરુ ભગવંતના ચરણકમળ જે ત્રણેય લોકમાં તત્ત્વરૂપ એટલે સારરૂપ પદાર્થ છે, તેને મારું પરમપદ અર્થાત્ પરમાત્મપદ પામવા માટે તથા અનાદિથી પરપદાર્થમાં થયેલ મમત્વબુદ્ધિને ટાળવા અર્થે પ્રણામ કરું છું.
“દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ઘર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ." (પૃ.૬૮૬) ||૧||
રાજચંદ્ર રત્નાકર પરમકૃપાળુ દેવ, અબુથ, અથમ આ રંકને દે તુજ તાત્ત્વિક સેવ. ૨
અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુ રત્નાકર એટલે ગુણરૂપી રત્નોની ખાણ છે. તે જગતના જીવો ઉપર પરમકૃપા કરનાર હોવાથી પરમકૃપાળુદેવ છે. હે પ્રભુ! હવે આ અબુથ એટલે અજ્ઞાની અને પાપથી પતિત થયેલા મારા જેવા અઘમ આ રૅક જીવને નું તાત્વિક સેવ આપ, અર્થાત્ એવી આજ્ઞા કર કે જેથી મને આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય. ।।૨।।
નવધા ભક્તિ, નાથ, તુજ નવે ય તત્ત્વસ્વરૂપ, સમજાવી સંશય હરો, કરો શુદ્ધ ચિત. ૩
અર્થ :— નવધા ભક્તિ એટલે ભક્તિના નવ પ્રકાર છે, તે નીચે પ્રમાણે કહેવામાં આવ્યા છે.
“શ્રવણ, કીરતન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન;
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.’’ પ્રવેશિકા (પૃ.૪૦)
Page #30
--------------------------------------------------------------------------
________________
૪ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
હે નાથ! આ તારી ભક્તિના નવેય પ્રકાર તત્ત્વસ્વરૂપ છે. અર્થાત્ આત્મતત્ત્વને જ પ્રાપ્ત કરાવનારા છે. તેનો મર્મ સમજાવી મારી સર્વ શંકાઓ અર્થાત મિથ્યા માન્યતાઓનો નાશ કરો અને આપના જેવો મને ચિદ્રુપ અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ બનાવો. /૩ણા
જીવ-અર્જીવ ડ્રેપ વિશ્વ આ, સમજાવે જિનભૂપ;
મૂળ દ્રવ્ય ષટું જાણવાં, શાશ્વત્ નિજ નિજ રૂપ.૪ હવે શ્રી ગુરુ ઘર્મનો મર્મ સમજાવવા માટે જગતમાં રહેલ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવે છે :
અર્થ:- આ વિશ્વ, જીવ અને અજીવરૂપ બે તત્ત્વોનું બનેલું છે. એમ શ્રી જિનેશ્વર ભગવંત જણાવે છે. તેમાં મૂળ દ્રવ્ય જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ છે. તે સર્વ પોતપોતાની શાશ્વત સત્તામાં રહેલ છે એમ જાણવું. (૪
જીવ-જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત;
લક્ષણ છૅવનું જ્ઞાન જો, શુદ્ધ જીવ ભગવંત. ૫ હવે જીવદ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરે છે :
અર્થ - છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય તે ચૈતન્ય જાતિનું છે. જગતમાં રહેલ સર્વ જીવો એ જ પ્રકારે ચૈતન્ય જાતિના છે. છતાં પ્રત્યેક જીવનું અસ્તિત્વ, સત્તા અપેક્ષાએ જોતાં ભિન્ન ભિન્ન છે. તથા સંખ્યા અપેક્ષાએ જોતાં તે જીવો અનંત છે. તે જીવોનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા અરૂપી એવા જીવની ઓળખાણ થાય છે. ભગવાન છે તે સર્વકર્મમળથી રહિત શુદ્ધ જીવનો પ્રકાર છે. પાા
શુદ્ધ અશુદ્ધ જીંવો વિષે જ્ઞાન નિરંતર દેખ;
જીવ વિના જડશે નહીં જ્ઞાન-કિરણની રેખ. ૬ અર્થ - શુદ્ધ એટલે મુક્ત જીવ અને અશુદ્ધ એટલે સંસારી જીવોમાં જ્ઞાનગુણ નિરંતર વિદ્યમાન દેખાય છે તથા જીવ વિના એ જ્ઞાનગુણના કિરણની રેખા બીજા કોઈ દ્રવ્યમાં શોઘતાં પણ મળી શકશે નહીં. કેમકે જ્ઞાન એ જીવનો વિશેષ ગુણ અથવા અસાધારણ ગુણ છે. કા.
કર્મતણા સંબંઘથી જીવ અશુદ્ધ જણાય,
તત્ત્વોની શ્રદ્ધા થયે કર્મ-કલંક હણાય. ૭ અર્થ - કર્મોના સંબંધને કારણે જ જીવ અશુદ્ધ જણાય છે. કર્મ સંગ જીવ મૂઢ છે, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ” –આલોચનાદિ પદસંગ્રહ જીવાદિ નવેય તત્ત્વોને શ્રદ્ધાન થવાથી પોતાના કર્મકલંક પણ નાશ પામવા લાગે છે.
“જીવ જૂદા પુદ્ગલ જાદા, યહી તત્ત્વકા સાર;
અન્ય સભી વ્યાખ્યાન ભી, યાહી કા વિસ્તાર.” ||૭ની અજીવ પાંચ પ્રકારનાં : પુગલ પરિચિત નિત્ય,
સ્પર્શ, રૂપ, રસ, ગંઘ ગુણ; શબ્દો ઢંઘ અનિત્ય. ૮ હવે અજીવ દ્રવ્યના પાંચ ભેદ સમજાવે છે. અર્થ - વિશ્વમાં રહેલ અજીવ તત્ત્વો પાંચ પ્રકારના છે. તેમાં પહેલું અજીવ તત્ત્વ પુદગલ છે. તે
Page #31
--------------------------------------------------------------------------
________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
૪ ૦ ૩
તો જીવને નિત્ય પરિચિત છે. સ્પર્શ, રૂપ, રસ, ગંઘ એ તેના અસાધારણ ગુણો છે. તથા શબ્દ છે તે પુદુ ગલ પરમાણુના અંઘથી બને છે અને વિનાશ પામે છે. આટા
પુદ્ગલના પરમાણુ મૂળ ઇન્દ્રિયથી ન ગ્રહાય;
સ્નિગ્ધ રુક્ષ ગુણ પરિણયે અણગણ બહુવિઘ થાય. ૯ અર્થ :- પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. તે રૂપી હોવા છતાં પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય એમ નથી. તે પુદ્ગલ પરમાણુમાં સ્નિગ્ધ એટલે ચીકણાપણાનો તથા રુક્ષ એટલે લુખાપણાનો ગુણ હોવાથી તે એક બીજામાં પરિણમી અનેક પ્રકારના અણગણ એટલે રૂંઘ બને છે. અનંત પુદગલ પરમાણુનો અંઘ બને ત્યારે જ તે દ્રષ્ટિગોચર થાય છે ત્યાં સુધી તે થતો નથી.
જીંવ પુદ્ગલ ગતિ કરી શકે, ઘર્મ-દ્રવ્ય જો હોય;
જેમ જળ મલ્યો ફરે મદદ ઉદાસીન જોય. ૧૦ અર્થ – હવે અજીવ દ્રવ્યનો બીજો ભેદ ઘર્માસ્તિકાય છે. તેનું કાર્ય વર્ણવે છે –
જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિ કરી શકે, બીજા દ્રવ્યો નહીં. વિશ્વમાં ઘર્માસ્તિકાય નામનું દ્રવ્ય વિદ્યમાન છે. તેથી આ બે દ્રવ્યો ગતિ કરી શકે છે. જેમ જળમાં મસ્યો એટલે માછલાઓ ફરે છે તેમાં તેમને ચાલવામાં ઉદાસીન સહાયક તે જળ છે. જળ ન હોય તો તે માછલાઓ ગતિ કરી શકે નહીં. તેમ જીવ અને પુદગલ દ્રવ્યને વિશ્વમાં ગતિ કરવામાં ઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. ||૧૦ના
જીંવ પુદ્ગલ સ્થિર થાય છે અથર્મ-દ્રવ્યન માંય,
મદદ ઉદાસીન પામી તે; જેમ પથિક લહીં છાંય. ૧૧ હવે અજીવ દ્રવ્યનો ત્રીજો પ્રકાર અધર્માસ્તિકાય છે તે જણાવે છે –
અર્થ - જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યાં સ્થિર થાય છે તેમાં પણ અઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. જેમ પથિક એટલે મુસાફર પણ ચાલતા ચાલતા ઝાડની છાયા જોઈને વિશ્રામ કરે છે, તેમાં પણ અધર્માસ્તિકાય દ્રવ્યની ઉદાસીનપણે સહાયતા છે. ||૧૧||
દ્રવ્યો ક્ષણ ક્ષણ પરિણમે, તેમાં કારણ કાળ;
કાળ-અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. ૧૨ હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ તે કાળ દ્રવ્ય છે તેનું સ્વરૂપ જણાવે છે –
અર્થ - છએ દ્રવ્યો સમયે સમયે પરિણમન કરે છે તેમાં પણ કાળ કારણરૂપ છે. કાળદ્રવ્ય વિશ્વમાં ન હોય તો બીજા દ્રવ્યોનું પરિણમન થઈ શકે નહીં. ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણે લોકના લોકાકાશના પ્રતિ પ્રદેશે એક એક કાળાણું રહેલ છે એમ તું જાણ. તેને નિશ્ચયકાળ કહેવામાં આવે છે. વ્યવહારકાળના પ્રવર્તનમાં નિશ્ચયકાળદ્રવ્ય ઉદાસીન સહાયક છે. I/૧૨ાા.
સૌને જે અવકાશ દે, તે “આકાશ અનંત;
પાંચ અર્જીવ સહ જીવ એ દ્રવ્ય છ સત્તાવંત. ૧૩ હવે અજીવ દ્રવ્યનો પાંચમો ભેદ તે આકાશાસ્તિકાય છે. તેનું સ્વરૂપ સમજાવે છે :અર્થ :- જે બીજા સર્વ દ્રવ્યોને રહેવા માટે અવકાશ આપે છે તે આકાશાસ્તિકાય કહેવાય છે. તે
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
આકાશ અનંત પ્રદેશી છે. ઉપરોક્ત પાંચ અજીવ દ્રવ્યો સાથે જીવ દ્રવ્યને જોડતા કુલ છ દ્રવ્યો વિશ્વમાં વિદ્યમાન છે. એ છએ પોતપોતાની સત્તા ધરાવે છે. છએનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય પોતાની સત્તા ખોઈને બીજા સાથે કદી પણ મળી શકે નહીં; એ દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ છે. ।।૧૩।। શિવપદ જૅવ ભૂલી ગયો, રહ્યો કર્મને સંગ, સંગ અનાદિ કાળનો, ટળ્યે થવાય અસંગ. ૧૪
૪૦૪
=
અર્થ :– જીવ પોતાના શિવપદ એટલે મુક્તપદને અર્થાત્ પોતે સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે એવા શુદ્ધ આત્મપદને ભૂલી ગયો છે. કારણ કે અનાદિથી જીવને કર્મનો સંગ સદા રહેલ છે. તે અનાદિકાળના કર્મસંગને ટાળવાથી જ જીવ પોતાના અસંગ શુદ્ધ આત્મસ્વરૂપને પામી શકે છે. ।।૧૪।। કર્મ-સંતતિ હેતુને સમજી કરો ઉપાય;
બીજ બાળ્યે તરુ-સંતતિ તુર્ત જ અટકી જાય. ૧૫
અર્થ :- કર્મ-સંતતિ એટલે કર્મોની પરંપરા જે અનાદિથી ચાલી આવે છે તેનું કારણ શું છે? તે સમજીને તે કારણોને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. જેમ ઝાડનું બીજ બાળી નાખવાથી તે ઝાડ દ્વારા નવા બીજવડે થતી અનંત ઝાડની સંતતિ તુર્ત જ અટકી જાય છે. તેમજ કર્મોના મૂળને બાળી નાખવાથી તે કર્મોની સંતતિ અર્થાત્ પરંપરા તે પણ સહજે અટકી જાય છે.
“જીવને બંઘનના મુખ્ય હેતુ બે : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીઘે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે.
જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ ક્ર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ મંબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંઘનો સાંપરાયિક અભાવ.
રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ એટલે અસમ્યક્દર્શન છે.
સમ્યજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે.
તે જીવને સમ્યચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે.
સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ." (વ.પૃ.૮૧૯) ॥૧૫॥
કર્મપ્રવાહ વહી રહ્યો નદીજળ પામી ઢાળ,
સમુદ્ર-સપાટી પાર્ટીને પછી નહિ વહે નિહાળ, ૧૬
અર્થ :— નદીનું જળ ઢાળ પામીને તે તરફ વહે છે. તેમ શુભાશુભભાવને કારણે કર્મનો પ્રવાહ પણ
--
વહી રહ્યો છે. સમુદ્રની સપાટી પામી પછી નદીનું જળ વહેતું નથી. તેમ જીવમાં શુદ્ધભાવ ઊપજ્યે કર્મનો પ્રવાહ પણ વર્તતો નથી. ।।૧૬।
તેમ જ શુભ-અશુભ બે જીવ-ભાવો ગણ ઢાળ, પુણ્ય-પાપરૂપ કર્મનો વચ્ચે પ્રવાહ, નિહાળ, ૧૭
અર્થ :– જીવના શુભ અશુભ બે ભાવોને તું ઢાળ સમાન જાણ. તેથી પુણ્ય અને પાપરૂપ કર્મનો પ્રવાહ તે તરફ વહે છે. ૧૭૬ા
પુદ્ગલ-અણુ મી વર્ગણા બને અનેક પ્રકાર;
જીવ-વિભાવ નિમિત્તથી વહે જીવ ભણી, વિચાર. ૧૮
Page #33
--------------------------------------------------------------------------
________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
=
અર્થ :– પુદ્ગલ પરમાજી ભેગા મળીને અનેક પ્રકારની વર્ગજ્ઞાઓ બને છે, જેમકે આહારકવગણા, તૈજસવર્ગન્ના, ભાષાવણા, મનોવર્ગન્ના, કાર્યણવર્ગણા આદિ અનેક છે. તે જીવના રાગદ્વેષરૂપ વિભાવ ભાવોના નિમિત્તને પામી જીવ ભણી વહેવા લાગે છે. ।।૧૮।।
આવે જે જે વર્ગણા આસ્રવ અજીવ ગણાય; જીવ-આસ્રવ વિભાવરૂપ ત્રીજું તત્ત્વ ભણાય. ૧૯
=
અર્થ :— જે જે વર્ગણાઓ જીવ ભણી ખેંચાઈને આવે છે તેને અજીવ આસવ તત્ત્વ ગણવામાં આવે છે. તથા જીવના રાગદ્વેષરૂપ વિભાવ પરિણામ જે આ વર્ગણાઓને જીવ ભણી લાવવામાં નિમિત્તરૂપ છે તેને જીવ-આસ્રવ નામનું ત્રીજું તત્ત્વ કહેવામાં આવે છે. ।।૧૯।।
વિભાવ પાંચ પ્રકારનો : કર્મ-ક્રમળથી વાવ;
યોગ, કષાય, પ્રમાદ ને અવિરતિ', 'મિથ્યા ભાવ. ૨૦
૪૦૫
અર્થ :– કર્મ આવવામાં કારણરૂપ જીવના રાગદ્વેષમય વિભાવના પાંચ પ્રકાર છે. તે કર્મરૂપી કમળને વિકસાવવામાં પાણીની વાવ સમાન છે. તે નીચે પ્રમાણે છે :
(૧) યોગ, (૨) કષાય, (૩) પ્રમાદ, (૪) અવિરતિ અને (૫) મિથ્યાત્વ છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. સમકિત પ્રગટ્યું મિથ્યાત્વનો નાશ હોય છે. પછી અવિરતિ જાય છે, પછી પ્રમાદ અને કષાયનો નાશ થાય છે. અંતમાં મનવચનકાયાના યોગ પણ છૂટી જઈ આત્મા પોતાની સિદ્ધદશાને પામે છે. રા
અજીવ આસ્રવના ઘણા ભેદ ભણે જિનભૂપ;
મુખ્ય આઠે ય કર્મને યોગ્ય વર્ગણારૂપ. ૨૧
અર્થ :– કર્મોની વર્ગણાઓને આવવારૂપ અજીવ આસ્રવના ઘણા ભેદ છે, એમ જિનભૂપ એટલે જિનોમાં રાજા સમાન જિનેશ્વર ભગવાન કહે છે. જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ કર્મ છે, તેમાં કર્મને યોગ્ય બઘી વર્ગણાઓ આવી સમાઈ જાય છે. ર૧||
પાંચ વિભાવે જીવ રમે, જીવ-બંઘ ગણ એ જ; આઠે કર્મ અજીવ-બંઘ, ચાર ચાર ભેદે જ. ૨૨
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ વિભાવભાગોમાં જીવની રમણતા હોવાથી જીવને કર્મનો બંધ થાય છે. તેને જીવ બંઘ નામનું ચોથું તત્ત્વ ગણવામાં આવે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ કર્મના મુખ્ય પ્રકાર છે. જીવના વિભાવભાવોનું નિમિત્ત પામી આઠેય કર્મોને યોગ્ય વર્તણાઓનું જીવ સાથે ચોંટી જવું તેને અજીવ-બંધ કહેવામાં આવે છે. તે આઠેય કર્મોનો બંઘ ચાર ચાર પ્રકારે થાય છે. તે ચાર પ્રકાર (૧) પ્રકૃતિબંઘ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગ બંધ તથા (૪) પ્રદેશબંઘ છે.
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ-બંધ વિચાર :
પ્રકૃતિ, પ્રદેશ યોગથી, શેષ કષાયે ઘાર. ૨૩
અર્થ :- (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંઘ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશબંધ તેનો વિચાર કરો.
Page #34
--------------------------------------------------------------------------
________________
४०५
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૧) પ્રકૃતિબંઘ = કર્મરૂપે પરિણમવા યોગ્ય કાર્મણ વર્ગણાઓ, જે કર્મની પ્રકૃતિરૂપે પરિણમે છે તેને પ્રકૃતિબંઘ કહેવામાં આવે છે.
(૨) પ્રદેશબંઘ - પ્રત્યેક સમયે જીવ જેટલા પુદ્ગલ પરમાણુઓને કર્મરૂપે ગ્રહણ કરે છે તેટલા પ્રમાણને પ્રદેશબંઘ કહેવામાં આવે છે.
(૩) સ્થિતિબંઘ - કર્મરૂપે પરિણમેલા પુદ્ગલ પરમાણુઓના ઝંઘો કેટલા કાળ સુધી આત્મા સાથે જોડાયેલા રહેશે તે પ્રમાણને સ્થિતિબંઘ કહે છે.
(૪) અનભાગબંઘ - રાગાદિના નિમિત્તથી જે પુદગલ વર્ગણાઓ કર્મરૂપે બનેલ છે, તેમાં એવી શક્તિ હોય છે કે તે કર્મોનો ઉદયકાળ આવ્યું જીવના જ્ઞાનાદિ ગુણોનો થોડો ઘણો પણ ઘાત કરે.
કર્મ બંઘાતી વખતે જીવના તીવ્ર કે મંદ કષાયભાવ અનુસાર કર્મોમાં એવી શક્તિનું રોપાવું તેને અનુભાગબંઘ કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘ તે મન વચન કાયાના યોગથી પડે છે તથા બાકીનો સ્થિતિબંઘ અને અનુભાગબંઘ તે જીવના કષાયભાવોથી પડે છે. રા.
તજી અનાદિ વિભાવ ઑવ નિજભાવે સ્થિર થાય,
જીંવ-સંવર રૃપ તત્ત્વ તે; ત્યાં આસ્રવ રોકાય. ૨૪ અર્થ – જીવ પોતાનો અનાદિ વિભાવ તજી દઈ આત્મસ્વભાવે સ્થિર થાય તેને પાંચમું જીવ સંવર નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તેથી આવતા કર્મોનો આસ્રવ રોકાઈ જાય છે. ૨૪
કર્મ-વર્ગણા ઑવ ભણી હવે વહે નહિ, તે જ –
અજીવ-સંવર જાણજો, સમતા ભાવ વડે જ. ૨૫ અર્થ - આત્માના સમતાભાવવડે જીવ-સંવર થવાથી કર્મોની વર્ગણાઓ પણ જીવ ભણી હવે વહેતી નથી. તેને જ અજીવ સંવર જાણવો. ૨પા.
વ્રત, સમિતિ, ગુણિ, યતિ-ઘર્મ, ભાવના બાર,
પરિષહ-જય, ચારિત્ર એ જીંવ-સંવર વિચાર. ૨૬ હવે જીવ-સંવર શાથી થાય છે તેના કારણો જણાવે છે :
અર્થ – સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત કે અણુવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, ઉત્તમ ક્ષમાદિ દશ યતિધર્મ, અનિત્યાદિ બાર ભાવનાઓ, બાવીસ પરિષહ જય, તથા દેશ સંયમ કે સર્વ સંયમરૂપ ચારિત્ર એ સર્વ સાઘનો, આવતા કર્મોને રોકે છે. તેથી જીવ-સંવર થાય છે. એમ વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવો. ર૬ના
ઑવ ભાવેઃ “હું એકલો, શુદ્ધ ચેતના રૂપ,
નિર્મમ, કેવળજ્ઞાનકૂંપ, દ્રષ્ટા, પૂર્ણ સ્વરૂપ;” ૨૭ હવે જીવ નિર્જરા પ્રાપ્ત કરવા માટેની ભાવના દર્શાવે છે :
અર્થ :- જીવ પોતાના શુદ્ધ સ્વભાવને પામવા માટે એવી ભાવના ભાવે છે કે હું એકલો છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, નિર્મમ શું અર્થાત્ મારું આ જગતમાં કંઈ નથી, કેવળજ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાતાદ્રેષ્ટા સ્વભાવવાળો છું અને પૂર્ણ સ્વરૂપ છું. અનંત જ્ઞાનદર્શન સુખવીર્યનો સ્વામી છું.
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
४०७
મારા સ્વરૂપમાં કોઈ પ્રકારની ખામી નથી. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય છે. ભારણા
તન્મય શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા જીંવની થાય,
જીવનિર્જરા જાણ ત્યાં પૂર્વ-કર્મ ઝરી જાય. ૨૮ અર્થ - એમ આત્મભાવના કરતાં જ્યારે શુદ્ધસ્વભાવમાં તન્મય થઈને જીવની સ્વરૂપમાં સ્થિરતા થાય, તેને છઠ્ઠ તત્ત્વ જીવ-નિર્જરા કહેવામાં આવે છે. ત્યાં પૂર્વે કરેલા કર્મો પણ ઝરવા માંડે છે. /૨૮ાા
ઝરે કર્મ એવા ક્રમે, અર્જીવ-નિર્જરા એ જ;
સર્વ કર્મ ક્ષય થાય તે અજીંવ-મોક્ષ ગણી લે જ. ૨૯ અર્થ - ઉપર પ્રમાણે આત્મભાવના ભાવતાં કમ ઝરવાનો અર્થાતુ પુગલના બનેલા કર્મોની નિર્જરાનો ક્રમ શરૂ થાય છે, તેને અજીવ-નિર્જરા કહેવામાં આવે છે. જ્યારે ઉપરોક્ત ક્રમવડે સર્વ કર્મોનો સર્વથા ક્ષય થાય છે, તેને અજીવ-મોક્ષ ગણવામાં આવે છે. રા.
શુદ્ધ સ્વરૂપે સ્થિરતા ટકતી કાળ અનંત,
જીવ મોક્ષ સમજો, જનો; ભજે સિદ્ધ ભગવંત. ૩૦ અર્થ :- સર્વ કર્મોના સંપૂર્ણ ક્ષય વડે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં અનંતકાળ સુધી જે સ્થિરતા ટકી રહે છે તેને સાતમું જીવ-મોક્ષ નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તે સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવની સ્થિરતાને સિદ્ધ ભગવંતો સદા ભજી રહ્યા છે અર્થાત અનુભવી રહ્યા છે. ૩૦ના
શુભભાવક જીંવ, પુણ્ય જો; અશુભભાવ જીંવ પાપ,
દ્રવ્યકર્મરૂપ અર્જીવ છે; ફળ ગણ સુખ-સંતાપ. ૩૧ અર્થ:- જીવના શુભભાવને આઠમું તત્ત્વ જીવ-પુણ્ય નામે અને જીવના અશુભભાવને નવમું તત્ત્વ જીવ-પાપ નામે ઓળખવામાં આવે છે. શુભ અશુભ ભાવોના કારણે દ્રવ્યકર્મનું આવવું, તે બેયને અજીવપુણ્ય અને અજીવ-પાપ કહેવામાં આવે છે. એ પુણ્ય પાપના ફળો ક્રમશઃ શાતા સુખરૂપે અને અશાતાના સંતાપરૂપે આવે છે. ૩૧
નવે તત્ત્વની વાત આ કહી સંક્ષેપે સાવ,
વિચારજો વિસ્તારથી કરવા સમ્યક ભાવ. ૩૨ અર્થ - પ્રયોજનભૂત આ નવેય તત્ત્વની વાત અહીં સાવ સંક્ષેપમાં કહેવામાં આવી છે. તેને જ્ઞાનીપુરુષોના બીજા ઉપદેશવડે કે સન્શાસ્ત્રો દ્વારા વિસ્તારથી વિચારજો. જેથી જીવની, મિથ્યા માન્યતાઓ ટળી જશે અને સમ્યભાવો ઉત્પન્ન થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે.
સર્વ ફ્લેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.' (વ.પૃ.૪૫૧)
જે જીવ, નવ તત્ત્વના સ્વરૂપને યથાર્થ જાણે છે, તે જીવ સાર્વજનિક એટલે જગત જનતાનું વાસ્તવિક શ્રેય અર્થાત હિત કરી શકે. આ પાઠમાં સંસારી જીવોનું હિત શામાં રહેલું છે તે શ્રેય અને પ્રેયના સંવાદરૂપે સમજાવે છે, કે જેથી જીવ સંસારના રંગબેરંગી ભૌતિક સુખમાં ભૂલો નહીં પડીને, પોતાના આત્માનું કલ્યાણ કરે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૦૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
(૩૫)
સાર્વજનિક શ્રેય
(રાગ-હાંરે મારે ધર્મ જિણંદશુ લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો)
*
હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાનીમાં મન જાય જો, ત્રિભુવન-જનનું શ્રેય ઉરે જે થારના રે લો. હાંરે તેને ચરણે નમતાં કળિમળ પાપ કપાય જો,
શરણાગતનાં કારજ સઘળાં સારતા રે લો. હાંરે વાલા
=
અર્થ :— હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંત પ્રત્યે મારું મન આકર્ષાય છે, કેમકે ત્રણેય લોકના જીવોનું શ્રેય એટલે કલ્યાણ કરવાનો ભાવ જેના હૃદયમાં સદાય વિદ્યમાન છે. એ વિષે એક પત્રમાં તેઓશ્રી જણાવે છે કે–
‘જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલુ જ નહીં પણ ‘મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો ઠારા છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણા ઊભા રહે તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.” (વ.પૂ.૫૧૭)
પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવપૂર્વક પ્રણામ કરતા અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં કળિમળ એટલે વિષયકષાયરૂપ મળ જે પાપરૂપ છે તેને ધોઈ શકાય છે. તથા જેણે એમનું શરણ ગ્રહણ કર્યું છે તેના સઘળા કાર્ય ભક્તિના બળે સિદ્ધ થાય છે. “જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે.'' (વ.પૃ.૪૪૭) ||૧||
હાંરે સુણો : શ્રેય, પ્રેય બે હોર્ડ ચઢ્યાં સંભળાય જો, તુમ વિણ ન્યાય કરે કો, કોણ એ બેયનો રે લો.
હાંરે જાઓ રાજસભામાં સૌ સજ્જન સન્મુખ જો
શ્રેય, પ્રેય નિજ પક્ષ–ગુણો કહી દેય, જો રે લો. હાંરે વ્હાલા
અર્થ :— શ્રેય એટલે આત્મક્લ્યાણને ઇચ્છવાવાળો આત્માર્થી જીવ અને પ્રેય એટલે સંસારસુખને ઇચ્છવાવાળો મિથ્યાવૃષ્ટિ જીવ, આ બેય હોડે ચઢયા છે એમ વાયકા સંભળાય છે. પણ હે નાથ! તમારા વિના એ બેયનો ન્યાય કોણ કરી શકે. હવે રાજસભામાં આવી સર્વ સજ્જનોની સન્મુખ શ્રેય અને પ્રેય બન્ને પોતાના પક્ષના ગુણો કહેવા લાગ્યા. ।।૨।।
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૫) સાર્વજનિક શ્રેય
વ્હાલા
હાંરે ત્યાં પ્રેય પ્રથમ કહે : “મુજ વિસ્તાર વિશેષ જો; જગનાયક પ્રભુ, જોજો સૌના ભાવને રે લો. હાંરે જુઓ, કર્ણ ચઢે છે પ્રિય વચન, સંગીત જો; નેત્ર ચહે પ્રિય ચકમકતા દેખાવને રેલો. હાંરે અર્થ :– સંસારના ભૌતિક સુખની પ્રીતિવાળો પ્રેય પ્રથમ કહેવા લાગ્યો કે આ જગતમાં મારો ફેલાવ વિશેષ છે. હે જગનાયક પ્રભુ! આપ સૌના ભાવને જાઓ, સૌ મને જ ઇચ્છે છે. કાન છે તે પ્રિય વચન કે સંગીત સાંભળવાને ઇચ્છે છે, નેત્રન્દ્રિય છે તે જગતમાં રહેલા ભૌતિક જડ પદાર્થોના ચકમકતા દેખાવને ઇચ્છે છે, અર્થાત્ વસ્તુઓના રૂપ, રંગ, કપડાં, અલંકાર, ઘર આદિને જોઈ બધા મોહ પામે છે. ।।૩।।
હાંરે કોણ સુગંધ સુંધી નહિ થાતા પ્રસન્ન જો? રસોઈના રસ રસિક જનો સૌ જાણતા રે લો;
હાંરે ગુહ્ય સ્પર્શ-સુખોને હેતાં આવે લાજ જો, એ જ મનોહર ભાવ જગત-જીવ માણતા રે લો. હાંરે વ્હાલા
રે
=
અર્થ :– નાસિકા સુગંધીને ચાહે છે. અત્તર, ફુલ વગેરેની સુગંધને સૂંધી કોણ પ્રસન્ન થતા નથી? સ્વાદિષ્ટ રસોઈના રસ ભોજન રસિકો સૌ જાણે છે અને તે વાનગીઓને આરોગી આનંદ માણે છે.
૪૦૯
“શાંતરસમય થર્મ—કષાયરહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે.' મોલમાા, વિવેચન (પૃ.૨૩)
તથા ગુપ્ત સ્પર્શેન્દ્રિયના કહેવાતા સુખોને તો ઉચ્ચારતાં પણ લાજ આવે છે, એમ પાંચ ઇન્દ્રિયોના વિષયભાવોને જ મનોહર માની જગતના જીવો આનંદમાં ગરકાવ થઈને રહે છે. ।।૪।।
હાંરે જુઓ, વન ઉપવનને રાજવિલાસ અનેક જો; પુર પાટણ કે દેવ-દેવી-દરબારમાં રે લો; હાંરે જુઓ, ખુણેખાંચરે વર્તે મારી આણ જો,
મારે માટે મથતાં સૌ સંસારમાં રે લો."હાંરે વ્હાલા
=
અર્થ :— વનમાં રહેલા પ્રાણીઓની પણ એ જ ઇચ્છા છે. ઉપવન એટલે બગીચાઓમાં નેત્રન્દ્રિય આદિ વિષયોને પોષવા માટે લોકો જાય છે. તેમજ સર્વ સંસારી જીવો રાજા જેવા વિલાસને ઇચ્છે છે. અથવા સર્વ રાજા મહારાજાઓ પણ તેમાં મશગુલ છે. નગરમાં જુઓ કે ગામમાં જુઓ, કે વળી દેવદેવીઓના દરબારમાં જાઓ ત્યાં પણ લોકો ઇન્દ્રિયસુખની ઇચ્છાથી ઘન, સ્ત્રી, પુત્રાદિ મેળવવાની કામના બુદ્ધિથી આવે છે. અથવા દેવ દેવીઓના વિમાનમાં પણ ઇન્દ્રિયસુખની જ ભરમાર છે,
એમ જગતમાં સર્વત્ર ખુણે ખાંચરે મારી જ આજ્ઞા વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયોના સુખો મેળવવા માટે જગતમાં સર્વ જીવો મહેનત મારી કરી રહ્યા છે. એમ ભૌતિક સુખના રસિક એવા પ્રેયે પોતાની વાત રાજસભા સમક્ષ પ્રગટ કરી. ।।૫।।
હાંરે હવે શ્રેય કહે : “બહુ લોક ગરીબ જગમાંહિ જો, તેથી શું ગરીબાઈ વિશેષ વધી જતી રે લો?
Page #38
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
હાંરે ભલે અંઘારી રાતે બહુ તારા હોય જો, તેથી શું તા૨ા-તેજ રવિથી ચઢે અતિ રે લો? હાંરે વ્હાલા
અર્થ :– હવે આત્મકલ્યાણનો ઇચ્છુક એવો શ્રેય પોતાની વાત રાજસભામાં રજુ કરે છે ઃ—
જગતમાં ગરીબ લોકો ઘણા છે. તેથી શું ગરીબાઈની વિશેષતા ગણાય છે? અર્થાત્ તે આઠરવા યોગ્ય મનાય છે? જેમ જગતમાં મુસલમાન કે ખ્રિસ્તી કે સ્વામીનારાયણ ધર્મને માનનારા લોકો ઘણા હોય તેથી તે જ ધર્મ સાચો અને બીજા ખોટા એક કેમ કહી શકાય. અંધારી રાત્રિએ ઘણા તારા દેખાય તેથી શું તેનું તેજ સૂર્ય કરતાં વથી જાય છે? નહીં. તેમ ભલે થોડા હોય પણ સત્ય તે સત્ય જ છે. જ્ઞા
હાંરે પ્રભુ. પ્રેય સમો ઠગ જગમાં નહિ દેખાય જો, મૃગજળ સમ તે હરણ-મરણને સાધતો રે લો; હાંરે જુઓ, સંગીતની પ્રિયતાથી મૃગ લોભાય જો, શિકારીના શથી પ્રાણ ગુમાવતો રેલો. હાંરે વ્હાલા
=
અર્થ :— હે નાથ ! આ સંસારમાં સુખ છે એમ ઉપરથી બતાવનાર આ પ્રેય સમાન બીજો કોઈ ઠગ આ જગતમાં દેખાતો નથી. જેમ મૃગજળને લેવા દોડી હરણ મરણને શરણ થાય છે. તેમ ઇન્દ્રિયોના ભોગોમાં બહુ સુખ છે એમ માનીને સંસારી પ્રાણી પણ તેમાં જ ફસાઈ જઈ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને જ ભોગવે છે. જેમકે કાનને સંગીત પ્રિય છે. પણ હરણ સંગીતની પ્રિયતાને કારણે લોભાય છે અને શિકારીના સર એટલે બાળથી પોતાના પ્રાણ પણ ગુમાવી દે છે. ।।૭।।
હાંરે કેવું દીપક દેખી પતંગ-મન ખેંચાય જો, ઝગમગતી જ્યોતિમાં પડી બળી મરે, અરે! રે લો;
હાંરે કોરે કાષ્ઠ ભ્રમર પણ કમળ-સુગંધે લીન જો,
કમળ બિડાતાં કૈદ સહી ગજમુખે મરે રે લો. હાંરે વ્હાલા
અર્થ :– દીપકને જોઈ પતંગીયાનું મન પણ તે તરફ આકર્ષાય છે અને આશ્ચર્ય છે કે તેની ઝગમગતી જ્યોતમાં વારંવાર પડી તે મરી જાય છે. વળી ભમરો જે કાષ્ઠ એટલે લાકડાને પણ કોતરી શકે તેવો હોવા છતાં, કમળપુષ્પની સુગંધીમાં લીન થઈ જવાથી કમળ બિડાતા તેમાં જ કેદી સમાન બની બીડાઈને રહે છે. પછી હાથી આવીને કમળને તોડી ખાય ત્યારે હાથીના મુખમાં મરણ પામે છે.
“પતંગિયું, માછલી આદિ એક એક વિષયને આઘીન તીવ્રતાને લીઘે મરણને પામે છે, તો આપણે પાંચ ઇન્દ્રિયો છે તેનો તીવ્રપણે ઉપયોગ થાય તો શી દશા થાય? માટે ઇન્દ્રિયોના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડુ કરનાર ઇન્દ્રિયો છે.' બોઘામૃત ભાગ-૧ (પૃ.૩) IIII
હાંરે . ભલા એકલશૃંગી મુનિ રસવશ લપટાય જો, તપસી લપસી રામબનેવી બની ગયા રે લો;
હાંરે સ્ત્રી-રત્નની લટ સ્પર્શી સંસ્મૃતિ-પાય જો, મોક્ષમાર્ગ ભૂલી નરકગાર્મી ચક્રી થયા રે લો. હાંરે વ્હાલા
અર્થ :– એક્લેશૃંગી મુનિ રસને વશ થવાથી વાસનામાં લપટાઈ ગયા. તપશ્ચર્યા કરનારા તપસી પણ જિલ્લો ઇન્દ્રિયને વશ થવાથી લપસી જઈને રામના બનેવી બની ગયા.
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૫) સાર્વજનિક શ્રેય
૪૧ ૧
મંગુસૂરિ પણ રસનાની લંપટતાના કારણે મરીને ગામના ગટરની પાસેના મંદિરમાં યક્ષ બન્યા.
અષાડાભૂતિ મુનિ પણ સુગંધી મોદકના રસમાં આસક્ત થવાથી નટડીના મોહમાં ફસાઈ ગયા અને ગામે ગામ નાટક કરવા લાગ્યા.
સંભૂતિમુનિનું દ્રષ્ટાંત - ચક્રવર્તીની પટરાણી જે સ્ત્રીરત્ન કહેવાય છે. તેણે સંભૂતિ વિજય મુનિના ચરણમાં નમસ્કાર કર્યા. તે વખતે તેના કોમળ ચોટલાના વાળનો સ્પર્શ થતાં મોક્ષમાર્ગને ભૂલી જઈ મુનિએ ચક્રવર્તીપદનું નિયાણું કરી લીધું. તેથી બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને સાત સો વર્ષનું આયુષ્ય ભોગવી અંતકાળે કુરુમતિ જે તેની પટરાણી હતી, તેના નામનું રટણ કરતો કરતો મરીને સાતમી નરકે ગયો. ત્યાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો તે નારકી થયો. બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાના મનુષ્યજન્મના સાતસો વર્ષનું વિષયસુખ શું ભાવ પડ્યું તેનો હિસાબ જણાવે છે. તે સ્થિર ચિત્તથી વિચારી ઇન્દ્રિયસુખોથી વૈરાગ્ય પામી આ સંસારથી શીધ્ર નિવર્તવા યોગ્ય છે.
એક અંતર્મહર્તિના ૩૭૦૦ થી કંઈક અધિક શ્વાસોચ્છવાસ થાય છે. તેવા એક શ્વાસોચ્છવાસમાં જેટલું ઇન્દ્રિયસુખ ભોગવ્યું તેના બદલામાં ૧૧ લાખ ૫૮ હજાર પલ્યોપમનું લગભગ દુઃખ તેને ભોગવવાનું આવ્યું. તે પણ સાતમી નરકનું. હવે એક પલ્યોપમનો કાળ કેટલો? તો કે ચાર ગાઉ પહોળો, તેટલો જ લાંબો અને ઊંડો એવા ખાડામાં જાગલીઆના વાળના કટકા કરીને નાખે કે જે વાળનો બીજો કટકો થઈ શકે નહીં. એવા વાળથી ઠાંસી ઠાંસીને તે કુઆને ભરે. પછી દર સો સો વર્ષે તેમાંનો એક એક વાળ બહાર કાઢે. એમ કરતાં જ્યારે એ ખાડો ખાલી થાય તેટલા સમયને એક પલ્યોપમ કહેવામાં આવે છે. એવા દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. એવા તેત્રીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બ્રહ્મદત્ત ચક્રવર્તીને સાતમી નરકમાં ભોગવવાનું આવ્યું. આ બધા દુઃખનું કારણ પ્રેયની જ ઠગાઈ છે એમ શ્રેયે રાજસભામાં જણાવ્યું.
“સપરસ રસના ગ્રાનનકો, ચખ કાન વિષય સેવનકો;
બહુ કરમ કિયે મન માને, કછુ ન્યાય અન્યાય ન જાને.” સ્પર્શન, રસના (જિલ્લા), ધ્રાણ (નાસિકા), ચક્ષુ અને કાન એ પાંચ ઇન્દ્રિયોના વિષયોને મથુરા માની મેં સેવ્યા, તેમ કરતાં મનમાન્યાં એટલે અત્યંત અનંત કર્મો મેં બાંધ્યા, ને ન્યાય કે અન્યાય, ખરું કે ખોટું કંઈ મેં જાણ્યું નહીં, કશાયની મેં પરવા કરી નહીં. નિત્યનિયમાદિ પાઠ (પૃ. ૨૮૨) ||લા
હાંરે કોઈ સદાચરણથી જીવ કમાયો હોય જો, તેને પ્રેમ ઠગ ભોળવી લૂંટી લે, ખરે! રે લો. હાંરે વધુ જરૂરિયાતે થાય કમાણ વિશેષ” જો,
જગને જૂઠાં સત્યો શીખવી છેતરે રે લો. હાંરે વ્હાલા અર્થ - કોઈ જીવે સદાચરણ સેવીને ઉત્તમ આત્મહિતની કમાણી કરી હોય તેને પણ આ પ્રેય ઠગ ભોળવીને તેનું જીવન બરબાદ કરી દે છે. ઘમિલ નામે શેઠ પુત્ર સદાચારી હતો, વૈરાગી હતો પણ વેશ્યાના સંગમાં આવવાથી ઘર્મ, કર્મ, ઘરબાર બધું ભૂલી ગયો.
“પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. આંખ મળી છે તે ભગવાનના દર્શન માટે છે. કાન મળ્યા છે તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયોને સવળી કરી નાખવી. ઇન્દ્રિયો છે તે જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે.” બઘામૃત ભાગ-૧ (પૃ.૨૧૪)
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જીવનમાં વધુ જરૂરિયાતો ઊભી કરીએ તો તે મેળવવા માટે જીવ વઘારે પુરુષાર્થ કરે અને તેથી તેને વધારે કમાણી થાય છે. એવી જાઠી દલીલોને સત્ય ઠરાવવા મથી જગતના જીવોને આ પ્રેય ઠગ છેતરી જાય છે. ||૧૦ના
હાંરે દઈ ઇન્દ્રિય-સુખની સામગ્રી સવિશેષ જો, મોહરાયના જુલમની જડ પોષતો રે લો; હાંરે ભલા લોક અજાણ્યા મોહ-મદિરા-મત્ત જો,
ઉંદર ફૂંકી જીંવન-રુધિર તે ચૂસતો રે લો.” હાંરે વ્હાલા અર્થ :- સંસારી જીવોને પાંચેય ઇન્દ્રિયસુખની વિશેષ વિશેષ સામગ્રી આપીને આ પ્રેય મોહરાજાના જાલમની જડને પોષી રહ્યો છે. બિચારા ભલા લોકો તો સાચા સુખના માર્ગથી અજાણ છે તથા મોહરૂપી દારૂના નશાથી ઉન્મત્ત થયેલા છે, તેથી તેમના જીવનરૂપી અઘિરને, વિષય લાલસારૂપી ઉંદર વડે ફેંકી ફૂંકીને એ ચૂસી રહ્યો છે. ૧૧
“હાંરે મારી નિંદા મૂકી, ગણાવ તારા ગુણ જો.” પ્રેય કહે, “નિર્ગુણ નિંદા વિણ શું બકે રે લો? હાંરે તારી નજરે જો જરી સાર્વજનિક સુખ મુંજ જો,
ઘુવડ સમ નહિ રવિ-કિરણો તું ગણી શકે રે લો. હાંરે વ્હાલા અર્થ – હવે પ્રેય ગુસ્સે થઈ પોતાની ફરી દલીલો મૂકી શ્રેયને સભા સમક્ષ જવાબ આપે છે કે –
હવે મારી નિંદા મૂકીને તારા જે ગુણ હોય તે ગણાવ. તું પોતે નિર્ગુણ હોવાથી પારકી નિંદા કર્યા વગર બીજાં શું બકવાનો હતો? હું જે સર્વ લોકોને સુખ આપું છું તે જરા સ્થિર નજર કરીને નિહાળી જો. પણ તું તો ઘુવડ જેવો છું. તેથી સૂર્યના કિરણો કેટલા છે તે તું શું ગણી શકે? I/૧૨ાા
હાંરે કેવી સુખ-સગવડ હું દિન દિન દઉં છું, દેખ જો; સુંદર કપડાં મયૂર-કળા સમ દીપતાં રે લો. હાંરે મારાં યંત્રો જાણે આણે સુરત-ચુંગ જો,
રાય, રંક સૌને સરખાં સુખ આપતાં રે લો. હાંરે વ્હાલા અર્થ – હું બઘાને કેવી કેવી સુખ સગવડો દિન પ્રતિદિન આપતો જાઉં છું. સુંદર રંગબેરંગી કપડાં જે હાલમાં હું આવું છું તે તો જાણે મયૂર-કળા સમાન શોભા પામે છે, અર્થાત્ મોરના પીંછાની જેમ લોકોને આકર્ષક નીવડે છે. વર્તમાનમાં મારા યંત્રોના આવિષ્કારોએ તો જાણે કલ્પવૃક્ષનો યુગ અર્થાત્ દેવતાઈ યુગ આણી દીધો છે. લોકો જે વસ્તુ માગે તે હું અનેક વિવિધ પ્રકારમાં તેમના સમક્ષ ઘરું છું. રાજા હો કે રંક હો, મારી સર્વ વસ્તુઓ બઘાને એક સરખું સુખ આપે છે. I/૧૩
હાંરે માર ર્વીજળી કરતી ઊજળી દુનિયા સર્વ જો, રાજવી વૈભવ દીન જન પામે રેડિયે રે લો; હાંરે મારી દવા વિવિથ શોઘોથી, દેતી સુખ જો,
મોટર, રેલથી પશુનાં દુખ પણ ફેડિયે રે લો. હાંરે વ્હાલા અર્થ - મારી વિજળીના આવિષ્કારે તો આખી દુનિયાને રાત્રે પણ ઊજળી કરી દીધી છે. જે
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૫) સાર્વજનિક શ્રેય
૪૧૩
રાજવી એટલે રાજાશાહી વૈભવ હતો તે આજે ગરીબ લોકો પણ રેડીઓ અને ટેલીવિઝન ઘરમાં રાખીને કર્મેન્દ્રિય અને નેત્રન્દ્રિયનું સુખ માણી શકે છે. દવાઓની વિવિધ શોધોથી કે ઈંજેક્શન કે ગ્લુકોઝના બાટલાઓ વગેરેથી જનતાનું દુઃખ મટાડીને શીઘ્ર સુખ આપું છું. મોટર અને રેલગાડીના આવિષ્કાર વડે તો મેં પશુના દુઃખ પણ કુંડી નાખ્યા છે, ॥૧૪॥
હાંરે ઊડી વિમાને માનવ સુર સમ જાય જો; તાર કે તાર વિના સંદેશા સાંભળે રે લો;
હાંરે વળી નભ, જળ, સ્થળના અકસ્માત્-ઉપાય જો, શોથી જગ-જનતાને સાચવું કહે કર્યો કે લો, હાંરે વ્હાલા
અર્થ :– વિમાનમાં બેસીને આ કાળમાં દેવતાઓની સમાન ઊડીને મનુષ્યો એક સ્થળેથી બીજે સ્થળે જાય છે, તાર કે તારના જોડાણ વિના જ દેશ વિદેશના સમાચારો ઘર બેઠા લોકો સાંભળી શકે છે, હવે તો ચલચિત્રો પણ ઘરબેઠાં ટેલીવિઝન વડે જોઈ શકાય છે.
વિમાનોને ઊડવા માટે આકાશનું હવામાન કેવું છે તે પહેલેથી યંત્રોવડે જાણી શકાય છે, કે જળના ઉપદ્રવોને ટાળવા બાંધ બાંધીને કે ધરતીકંપ કે વાવાઝોડાંના અકસ્માતથી નુકશાન થવાનું છે તો તેના ઉપાય શોથી જગતની જનતાને જણાવી સમયે સમયે તેમને કળપૂર્વક સાચવું છું. ।।૧૫।।
હાંરે મારી છાપકળા આદિથી તું પણ પુષ્ટ જો,
તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રે લો;
હાંરે ભલા, કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો,
સુખ ઇચ્છે તો સેવ મને ઉપાયથી રે લો.’’ હાંરે વાલા
*
અર્થ મારી છાપકળાના આવિષ્કારે તો તને પણ પુષ્ટિ આપી છે. તારું ધાર્મિક સાહિત્ય પણ મારા વડે જ છપાઈને વિશેષ પ્રચાર પામ્યું છે. તારા મંદિરો પણ મારી છાપકળાની સહાયથી દીપી ઊઠે છે. અનેક પ્રકારના છપાયેલા ચિત્રો મંદિરોમાં કે ઘરમાં લગાડવાથી તે પણ શોભાને પામે છે. પ્રેય શ્રેયને કહે છે કે ભલા કંઈક તો મારા કરેલા ઉપકારનો વિચાર કર; અને જો તું પન્ન સુખ ઇચ્છતો હોય તો અનેક ઉપાય કરીને મારી આપેલી ભૌતિક સામગ્રીને સેવ. જેમકે સુંદર ભોજનોથી તૃત રહેવું હોય તો જાતજાતની અનેક સામગ્રી લાવીને રસોઈ બનાવ. હવે તો ચૂલા ફૂંકવાને બદલે ગેસના ચૂલા વિદ્યમાન છે. તથા નેત્રેન્દ્રિયનું અને કર્ણેન્દ્રિયનું સુખ માણવું હોય તો ટેલીવિઝન વગેરે ઘરમાં વસાવી સુખી થા. ।।૧૬।।
હાંરે હવે શ્રેય કહે : “તુજ સમય વિષે મહાદોષ જો, તાત્કાલિક પરિણામ વિષે તું રાચતો રે લો; હાંરે જેમ ચોર ચોરીથી બને બાઁ ધનવાન જો,
વળી વખાણે ચોરકળા, યશ યાચતો રેલો. હાંરે વ્હાલા
અર્થ :– હવે શ્રેય પ્રત્યુત્તરમાં જણાવે છે કે હે પ્રેય ! તારી સમજમાં મહાદોષ છે. તું માત્ર તાત્કાલિક લાભ જોઈને તેમાં જ રાચી રહે છે. જેમ કિંપાકનું ફળ દેખાવે સુંદર હોય, ખાવામાં પણ મીઠું હોય પણ ખાધા પછી તે આંતરડાને તોડી નાખશે એ તું જાણતો નથી. જેમ કોઈ ચોર ચોરી કરીને ઘણો ધનવાન બની જાય અને પોતાની ચોર કળાને વખાણી યશ ઇચ્છે તે યોગ્ય નથી; તેમ તું પણ કરે છે. 119911
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
હાંરે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ જો, ધર્મ-માર્ગ આરાથી આ ભવ પામીઓ રે લો; હાંરે તે ઘર્મનું ફળ ભોગવતાં ભૂલે ધર્મ જો, જાણે નહિ જીવ વિષય-ચો૨ની ખામીઓ રે લો. હાંરે વ્હાલા
અર્થ :— પૂર્વભવે ધર્મ-માર્ગ આરાધી શુભકર્મની કમાણી કરી આ જીવ મનુષ્યભવને પામ્યો છે. તથા ઘર્મનું ફળ શાતા સુખ પામ્યો છે. પણ તેને ભોગવતાં સુખના મૂળ કારણ એવા ધર્મને તે ભૂલી જાય છે. એની બુદ્ધિને બગાડનાર આ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી ચોરો છે. પણ તે પોતાની ખામીઓને મોહવશ જાણી શકતો નથી.
“મોહ નીંદકે જો૨, જગવાસી ઘૂમે સદા;
કર્મ ચો૨ ચીઠું ઓ૨, સર્વસ્વ લૂંટે સુઘ નહીં.’” ।।૧૮।। હાંરે આ ઇન્દ્રજાળ સમ ક્ષણિક સુખોનું મૂળ જો, પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહિ દેખતો રે લો; હાંરે જીવ સુંદર વિષયો ભોગવી વાવે પાપ જો, ફળ તેનું દુ:ખ મળવાનું ઉવેખતો ૨ેલો. હાંરે વ્હાલા
અર્થ ઃ– પાંચ ઇન્દ્રિયના વિષયો ઇન્દ્રજાળ જેવા છે. ક્ષણિક સુખોનું મૂળ છે. તેમાં લીન થવાથી ક્ષણે ક્ષણે જીવનું પુણ્ય ખવાતું જાય છે. પણ તેને તે જોતો નથી. આ અનાદિનો અજ્ઞાની જીવ સુંદર આકર્ષક વિષયોને ભોગવી, તે નિમિત્તે રાગદ્વેષ કરી પાપના બીજ વાવે છે. તેનું ફળ દુઃખ આવવાનું છે છતાં તેની ઉપેક્ષા કરે છે; અર્થાત્ તેને ગણતો નથી, તેના ઉપર પગ દઈ ચાલ્યો જાય છે. ।।૧૯।।
હાંરે જો, ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો,
સજ્જન બીજો મૅળ પોષી ફળ મેળવે રે લો;
હાંરે એક તાત્કાલિક-સુખ-દૃષ્ટિ દુઃખની ખાણ જો,
દીર્ઘદૃષ્ટિ સજ્જન ઉપકાર ન ઓળવે રે લો. હાંરે વ્હાલા
અર્થ :– જેમ કોઈ આંબા વગેરેના ઝાડને ફળ ખાવા માટે, તેને મૂળથી જ ઉખેડી નાખે તો બીજા વર્ષે તે ફળને પામે નહીં. માટે સજ્જન પુરુષો તો મૂળને પોષણ આપી પ્રતિ વર્ષ તેના ફળ મેળવે છે. એમ તાત્કાલિક સુખ મેળવવાની દૃષ્ટિ એ દુઃખની ખાણ છે. જ્યારે સજ્જન પુરુષોની દીર્ઘદૃષ્ટિ એ સુખની ખાણ છે. તાત્પર્ય કે જે ધર્મવડે જીવને લાભ થયો છે તે ધર્મને સદા પોષણ આપી સજ્જન પુરુષો તેના પુણ્યરૂપ ફળોને ભવોભવ મેળવે છે અને જેણે તે ધર્મ બતાવ્યો એવા સત્પુરુષોને તે કદી ભૂલતા નથી. ।।૨૦।।
હાંરે અતિ વાદ-વિવાદે પાર ન પામે કોય જો, સર્વ જીવોને હિતકર શું તે યાચીએ રે લો;
હાંરે પ્રભુ, આપ કહો તે સર્વમાન્ય જ હોય જો,
તેથી ન્યાય સુણાવો, સમજી રાચીએ રે લો.’’ હાંરે વ્હાલા
અર્થ :— આમ અતિ વાદવિવાદ કરવાથી કોઈ પાર પામે એમ નથી. માટે સર્વ જીવોને કલ્યાણકારક શું છે? એ જ ભગવન્ પાસે આપણે યાચીએ. હે પ્રભુ! આપ સર્વજ્ઞ છો માટે આપ જે કહો તે સર્વને માન્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૫) સાર્વજનિક શ્રેય
૪૧ ૫
જ હોય. અમારી આ દલીલો બધી આપે સાંભળી છે. હવે તેનો ન્યાયપૂર્વક જે નિર્ણય હોય તે અમને સંભળાવો. તે જાણીને અમે પણ તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. ૨૧|
“હાંરે બહુ રીતે જીવો ચહે લોકકલ્યાણ જો, હિતકર ને કર્તવ્ય ભલા તે ભાવ હો રે લો, હાંરે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ જો,
કરી બેસો અપકાર ન લેતાં લ્હાવ, જો રે લો. હાંરે વ્હાલા હવે ભગવાન ન્યાય કરે છે તે નીચે પ્રમાણે છે –
અર્થ - જીવો ઘણી રીતે લોકોના કલ્યાણને ઇચ્છે છે. પણ તે કલ્યાણની ભાવના ખરેખર સહુને હિતકારક હોવી જોઈએ અને ભલા કર્તવ્યને કરાવનારી હોવી જોઈએ. માટે હે ભવ્યો! સૌથી પ્રથમ હૃદયમાં ઊંડો આ લક્ષ રાખજો કે જીવનું કલ્યાણ શામાં છે? અને તે કેમ પ્રાપ્ત કરી શકાય? તેનો પૂરો વિચાર કરીને પછી પગલું ભરજો. નહીં તો ઉપકાર કરવાનો લ્હાવો લેવા જતાં અપકાર કરી ન બેસીએ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજો. ૨૨ા.
હાંરે જો નિજ યોગ્યતાની ખામી રહીં જાય જો, જોખમદારી જો જીવ ના સમજી શકે રે લો; હાંરે તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો,
કરે જપૅર અપકાર, ભલે હિત મુખે બકે રે લો. હાંરે વ્હાલા અર્થ :- જીવોનું કલ્યાણ કરવામાં જો પોતાની યોગ્યતાની ખામી હોય તેમજ બીજા જીવોનું કલ્યાણ કરવાની જવાબદારી ઉઠાવવામાં કેટલું ભારે જોખમ રહેલું છે તે પણ તે જાણતો નહીં હોય; તો તે જીવ પોતાના માનેલા મતમાં કે પક્ષના આગ્રહમાં ઉન્મત્ત બનીને બીજા જીવોનું જરૂર અહિત કરે છે. પછી ભલે તે મુખથી બક્યા કરે કે હું તો જીવોનું કલ્યાણ કરું છું. પણ માનવા માત્રથી જીવોનું કલ્યાણ થતું નથી. પણ પોતાનું કે પરનું અકલ્યાણ થાય છે. ૨૩
હાંરે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો, નિર્મળ દ્રષ્ટિ કરવા સગુણ સેવજો રે લો; હાંરે સ્વાર્થ હશે ત્યાં સત્ય નહીં પોષાય જો,
સત્ય નહીં તે હોય ન સૌનું શ્રેય જો રે લો. હાંરે વ્હાલા અર્થ - ભગવંતે ન્યાયમાં કહ્યું કે હે ભવ્યો!હવે સર્વેએ મારો તારો પક્ષ મૂકી દઈ અર્થાત્ મારું તે સારું નહીં પણ સારું તે મારું એમ કરી પોતાની દ્રષ્ટિને નિર્મળ કરવા સદા સણની ઉપાસના કરજો.
જ્યાં સ્વાર્થ હશે અર્થાત હું કહું તે જ સાચું એમ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય વાતને પોષણ મળશે નહીં; અને જ્યાં સત્ય જ ન હોય ત્યાં સર્વ જીવનું શ્રેય એટલે કલ્યાણ થવું સંભવીત નથી. ૨૪ll
હાંરે શરીર-સુખ-દુખ પૂર્વકૃત-આશીન જો, પૂર્વ-કૃત-બીજ સહજ પુરુષાર્થે ફળે રે લો, હાંરે જેમ વાવેલું ખેતર માગે સંભાળ જો, પણ બહુ ફિકર કર્યો નહિ ફળ ઝાઝું મળે રે લો. હાંરે વ્હાલા
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - વળી ભગવંતે કહ્યું કે શરીરના સુખ દુઃખ તો પૂર્વકૃત કર્મને આધીન છે. પૂર્વકૃત કર્મરૂપ બીજ તો સહજ પુરુષાર્થે ફળે છે. જેમ વાવેલું ખેતર હોય તે માત્ર સંભાળ માગે છે પણ તેના માટે કંઈ બહુ ફિકર કરવાથી કંઈ ઝાઝું ફળ મળતું નથી, અર્થાત્ ખેતરનો પાક કંઈ વધી જતો નથી. રિપી.
હાંરે તોયે કાળ જીંવનનો તેવી ફિકરમાં જાય જો, કેમ ચતુર નર કરી વિચાર ન ચેતતા રે લો? હાંરે શું સુખ પરવસ્તુઓનો સંગ્રહ દેય જો,
સ્વરૃપ-વિચાર વિના નહિ જન સુખ સમજતા રે લો. હાંરે વ્હાલા અર્થ - તો પણ અજ્ઞાની જીવનો સર્વ સમય શરીરની સુખાકારી માટે, ભૌતિક સુખની સામગ્રી મેળવવાની ફિકરમાં જ વહ્યો જાય છે. હે ચતુર પુરુષો! કેમ હવે તેનો વિચાર કરીને ચેતતા નથી.
પરવસ્તુઓનો સંગ્રહ હે ભવ્યો! તમારા આત્માને શું સુખ આપશે. માત્ર ઉપાધિ જ વધારશે. આત્મસ્વરૂપના વિચાર વિના લોકો સાચા સુખના સ્વરૂપને સમજી શકતા નથી. “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) Il૨કા
હાંરે જો હવા, અજવાળું, પાણી ને ખોરાક જો, સર્વ જનોને શરીર ટકાવા જોઈએ રે લો; હાંરે તેમ જ સર્વ જનોનું સાચું શ્રેય જો,
ઇચ્છો તો વિપરીત બુદ્ધિને ઘોઈએ રે લો. હાંરે વ્હાલા અર્થ :- સર્વ લોકોને શરીર ટકાવવા માટે તો માત્ર હવા, અજવાળું, પાણી અને ખોરાકની જરૂર છે. કેમકે એના વિના એ જીવી શકતો નથી. માટે સર્વ લોકોના સાચા શ્રેયને એટલે કલ્યાણને ઇચ્છતા હો તો સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને સૌથી પહેલા ઘોઈ નાખવી જોઈએ. રા.
હાંરે “મારું-તારું' તો અવળી ખેંચાતાણ જો સાચું તે મારું નક્કી કર્યું, આદરો રે લો; હાંરે મતાર્થ મૂકી વિચારવો આત્માર્થ જો,
સપુરુષોની સેવા, વચન ઉરે ઘરો રે લો. હાંરે વ્હાલા અર્થ :- “મારું-તારું' કરવું એ અવળી ખેંચતાણ છે. “સાચું તે મારું' એમ મનમાં પહેલાં નક્કી કરી પછી તેને આદરવું જોઈએ; અર્થાત્ તે પ્રમાણે વર્તવું જોઈએ.
મારી માન્યતા છે એ જ સાચી છે એમ માનવું તે મતાર્થ છે. તેને હવે મૂકી દઈ આપણા આત્માનું હિત શામાં છે તે વિચારવું જોઈએ. પછી તેને અમલમાં મૂકવા સપુરુષોની સેવા એટલે આજ્ઞા ઉઠાવવી જોઈએ. આ વચનને સદા હૃદયમાં ઘારી રાખવું એવો ભગવંતનો આપણા માટે ઉપદેશ છે. ૨૮
હાંરે અભણ ન વાંચી શકે, નહિ તે મહા દોષ જો, દોષિત અતિ જે વાંચી વિપરીત આચરે રે લો;
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૫) સાર્વજનિક શ્રેય
હાંરે તેમ કીડી-મકોડી કરી શકે ન વિચાર જો,
નરભવમાં જૈવ હિત-અહિત ચિત્તે ઘરે રે લો. હાંરે વ્હાલા
અર્થ :— કોઈ અભણ હોય, વાંચી શકતો ન હોય, તે કંઈ મહાદોષ કહેવાય નહીં. પણ મહાદોષી તો તે એ છે કે જે વાંચીને પણ વિપરીત આચરણ કરે છે. જેમ મનહીન એવા કીડી મકોડા કંઈ વિચાર કરવાને સમર્થ નથી, પણ મનુષ્યભવ પામીને જીવ હિત અહિતનો વિચાર કરી શકે છે; છતાં જે જીવ પોતાના ચિંતાહિતનો વિચાર કરતો નથી તે મહાદોષી છે. રહ્યા
હાંરે મોક્ષમાર્ગ આરાઘો તો લહો સુખ જો, મનુષ્યમાત્રની પ્રથમ ફરજ એ માનવી રે લો; હાંરે તે ચૂકીને કરી શરીર-સુખની શોધ જો, ભૂલ ઘણા ભવની આ ભવમાં ટાળવી ૨ લો. હાંરે વ્હાલા
૪૧૭
અર્થ :– મનુષ્યભવ પામીને મોક્ષમાર્ગની આરાધના કરી તમે શાશ્વત સુખશાંતિને પામો. મનુષ્યમાત્રની આ પ્રાથમિક ફરજ છે. એમ પ્રત્યેકે માનવું જોઈએ.
પણ આ ભવમાં આત્મકલ્યાણ કરવાનું મૂકી દઈ માત્ર આ નાશવંત શરીરને શાતા પહોંચાડવાના અનેક સાધનોની શોધ કરી તે મેળવવામાં જ જીવ રચ્યો પચ્યો રહેશે તો આત્માનું અતિ થશે; કેમકે જેટલી દેહને સગવડ તેટલી આત્માને અગવડ છે, જેમ જેમ દેહાધ્યાસ વધે છે તેમ તેમ આત્માર્થ નાશ પામે છે. શાનીઓ કહે છે કે –‘દેહ દુઃખું મહા ફલ' દેહને શાતા પહોંચાડવા કરતાં તેને અશાતાનો અભ્યાસ કરાવવાથી સમાધિમરણમાં તે પરમ સહાયરૂપ નિવડશે. આ દેહાધ્યાસની ભૂલ ઘણા ભવથી ચાલી આવે છે. માટે હવે તેને આ ભવમાં અવશ્ય ટાળવી છે એવો નિર્ણય થવો જોઈએ. ॥૩૦॥
હાંરે સાચા દિલે સત્ય ગ્રહણ જો થાય જો, સર્વ કોઈનું આત્મશ્રેય આ ભવે થશે રે લો;
હાંરે સત્સંગ જેવું હિતકર નહિ કોઈ કાજ જો, તેથી જ સર્વે સારી વાતો ઊગશે રે લો. હાંરે વ્હાલા
અર્થ :— આ ભવમાં સાચા હૃદયે ‘આત્મા સત્ જગત મિથ્યા' એ સત્ય વાત જો ગ્રહણ થાય તો કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયેલા જીવોનું આત્મક્લ્યાણ આ ભવમાં થવા સંભવ છે.
સર્વે સત્યવસ્તુને જેમ છે તેમ સમજવા માટે સત્સંગ જેવું ઉત્તમ બીજું કોઈ સાધન નથી. સત્સંગથી જ બધી સારી વાતોનો ઉદય થશે, અર્થાત્ આત્માનું હિત શામાં છે? જન્મ જરા મરણના દુઃખોથી કેમ છૂટી શકાય અથવા આત્મા પોતાની શાશ્વત સુખ શાંતિને કેમ પામી શકે વગેરે સર્વ વાતો સત્સંગમાં જ સુલભ હોય છે. માટે આત્માર્થે સદા સત્સંગ કર્તવ્ય છે. 113911
હાંરે આ કળિકાળે તો ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો;
હાંરે સદાચરણ પણ સેવો કરી વિચાર જો,
એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો.' હાંરે વ્હાલા
અર્થ :- આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ
-
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
હોવી જોઈએ, તો જ તે જ્ઞાન સફળ છે. પરમપ્રેમરૂપ ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્યવત્ છે. આ સર્વ સંતપુરુષોની શિખામણ છે. તેને હૃદયમાં કોતરી રાખવી. તથા પોતપોતાની ભૂમિકા અનુસાર વિચાર કરીને હમેશાં સદાચરણને જ સેવવા. તેમજ માત્ર એક આત્માર્થના જ લક્ષપૂર્વક નિષ્કામભાવે પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું. એ આત્મકલ્યાણનો સુગમ ઉપાય છે. જગતના સર્વ જીવોનું હિત પણ આમાં જ સમાયેલું છે. “મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી.” (વ.પૃ.૨૭૯)
“પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ દુરંદર માર્ગ મને લાગ્યો છે.” (વ.પૃ.૩૩૫)
ભક્તિપ્રથાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે.” (વ.પૃ.૩૪૦)
જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોઘ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (વ.પૃ.૩૯૫)
જે ભવ્યાત્મા પોતાના આત્માનું શ્રેય અર્થાત્ કલ્યાણ શામાં છે, એ જે જાણે છે તે જરૂર પોતાના આત્માને વિષયકષાયના ભાવોથી નિવારવા માટેનો પ્રયત્ન કરે છે. તેના ફળસ્વરૂપ પોતામાંજ રહેલા અનંત સદગુણોને ક્રમે કરી તે પામે છે. તે સદગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા અને તેથી વિપરીત જે દુર્ગુણો છે તેને કેમ નિવારવા વગેરેનો બોઘ આ “સદ્ગુણ' નામના પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે :
| (૩૬)
સદ્ગુણ
(વિમલ નિણંદશું જ્ઞાનવિનોદી મુખ છબી શશી અવહેલેજી—એ રાગ)
વિનય સહિત વંદું સદગુરુ શ્રી રાજચંદ્ર સગુણીજી,
દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા, શક્તિ કોઈ ન ઊણીજી. વિનય અર્થ – વિનયપૂર્વક શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુ ભગવંતને હું પ્રણામ કરું છું, કે જે સગુણોથી યુક્ત છે. જેણે શુદ્ધ સમકિત પ્રાપ્ત કરી દુર્લભ એવા આત્મગુણોને પ્રગટ કર્યા છે. તેથી કોઈ પ્રકારે આત્મશક્તિની જેમાં ઊણપ નથી.
“મુજ અવગુણ ગુરુરાજ ગુણ માનું અનંત અમાપ;
બાળક કર પહોળા કરી દે દરિયાનું માપ.” |૧|| આત્માના પ્રત્યેક પ્રદેશે સગુણ સર્વ વિરાજેજી,
કર્મ-કલંક ટળે તો સર્વે આપોઆપ પ્રકાશજી. વિનય અર્થ :- આત્માના પ્રત્યેક પ્રદેશમાં સર્વ સદગુણો બિરાજમાન છે. તે કર્મોથી ઢંકાયેલા છે. તે
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૬) સદ્ગુણ
કર્મરૂપી કલંક દૂર કરવામાં આવે તો સર્વ સદ્ગુણો આપોઆપ પ્રકાશ પામે તેમ છે. ।।૨।। પૌષ્ટિક દૂઘ પણ પ્રાણ તજાવે કડવી તુંબડી સંગેજી,
તેમ શમાદિક ગુણ રઝળાવે મિથ્યાત્વ-વિષ જો અંગેજી. વિનય૦
અર્થ = - પૌષ્ટિક દૂધ પણ કડવી તુંબડીના સંગથી ઝેરમય બની જાય છે. તેને જે પીએ તે મરી જાય છે. તેમ શમદમાદિ ગુણ હોવા છતાં પણ મિથ્યાત્વરૂપી વિષ જો આત્મામાં છે, તો તે જીવને ચારગતિમાં જ રઝળાવે છે, અર્થાત્ કષાયોનું શમન અને ઇન્દ્રિયોનું દમન કરવા છતાં પણ જો આત્માર્થનો લક્ષ નથી અને દેવલોકાદિ સુખની જ કામના અંત૨માં છે તો તે મિથ્યા માન્યતારૂપ ઝેર તેને સંસારમાં જ રઝળાવશે પણ જન્મ મરણથી મુક્ત થવા દેશે નહીં. ।।૩।।
દાન, શીલ, તપ સુંદર ગુણ પણ પથ્થરતુલ્ય પ્રમાણોજી,
જો મિથ્યાત્વ વસે ઉરમાં તો, કહે જિનવર, જન જાણોજી. વિનય૦
૪૧૯
અર્થ :— દાન, શીલ અને તપ એ સુંદર ગુણો હોવા છતાં, હૃદયમાં જો મિથ્યાત્વનો જ વાસ છે તો તે ગુણોને પણ પત્થર સમાન જાણો એમ જિનવર કહે છે. કેમકે દાન, શીલ અને તપની આરાઘના કરીને પણ જો આલોક કે પરલોકમાં દેવાદિકના ઇન્દ્રિય સુખ મેળવવાની જ ઇચ્છા છે તો તે ગુણો તેને દેવલોકમાં લઈ જઈ મોહમાં ફસાવી ફરી હલકી ગતિમાં લઈ જનાર હોવાથી તે મિથ્યાત્વ સહિત ગુણોને પણ પત્થર સમાન ભવસાગરમાં ડૂબાડનાર જ માનવા યોગ્ય છે. ।।૪।
સમ્યક્દર્શન સાથે તે ગુણ રત્નતુલ્ય અમૂલ્યજી,
અવગુણ પણ સઘળા સવળા ત્યાં મહિમા કોઈ અતુલ્યજી, વિનય॰
અર્થ :— દાન, શીલ, તપાદિ ગુણો જો સમ્યક્દર્શન સાથે હોય તો તે રત્નતુલ્ય અમૂલ્ય ગણવા યોગ્ય છે. સમ્યક્દર્શનની હાજરીમાં તો અવગુણો પણ સઘળા સવળા થઈ જાય છે. એવો સમ્યક્દર્શનનો અતુલ્ય મહિમા છે. તેનું કારણ એ છે કે સમ્યદૃષ્ટિ જીવને સંસારમાં ઉદયાથીન કાર્ય કરતા છતાં પણ હૃદયમાં કર્તાભાવ હોતો નથી. તે બાહ્યથી કર્તા દેખાય છે પણ અંતરથી માત્ર સાક્ષીરૂપે રહે છે. તેથી જ્ઞાનીપુરુષો ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી; એવો સમ્યક્દર્શનનો મહિમા અપરંપાર છે. ।૫।।
અલંકાર લોઢાના સર્વે લોહરૂપ મન આણોજી,
સુવર્ણના સૌ આભૂષણ પણ સોનારૂપ પ્રમાણોજી,- વિનય
અર્થ :— લોઢાના બનેલા સર્વ આભૂષણો લોઢારૂપ હોય છે. તેમ મિથ્યાત્વસહિતની બધી ક્રિયા મિથ્યાત્વીની લોઢાના આભૂષણરૂપ માનવા યોગ્ય છે. તથા સોનાના બનેલા આભૂષણો સોનારૂપ હોય છે. તેમ સમ્યક્દ્રુષ્ટિની સર્વ ક્રિયા મિથ્યાત્વથી રહિત હોવાથી સોનારૂપ છે. આ વાતને પ્રમાણભૂત માનવી એ જ હિતકર છે. ।।૬।
તેમ ક્રિયા જ્ઞાનીની સર્વે જ્ઞાનગુણ ઝળકાવેજી,
અજ્ઞાનીની શુભ ક્રિયા પણ વિપરીત સ્વાદ ચખાવેજી. વિનય
અર્થ :— તેમ જ્ઞાનીપુરુષોની શુભ કે અશુભ સર્વ ક્રિયાઓ માત્ર ઉદયાઘીન હોવાથી જ્ઞાનગુણને
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વઘારનારી છે. જ્યારે અજ્ઞાનીની શુભ ક્રિયા પણ આત્માર્થના લક્ષ વગરની હોય તો તે સંસારના દુઃખરૂપ વિપરીત સ્વાદને ચખાવનારી છે, અર્થાત્ સંસારવૃદ્ધિનું જ તે કારણ થાય છે. IIી
કોઈ ઉપાયે પ્રથમ જ ટાળો મિથ્થામતિ દુઃખવેલીજી,
સત વ્યસન ત્યાગી કરી લેવી સત્સંગતિ સૌ પહેલીજી. વિનય અર્થ - કોઈ પણ સમ્યક ઉપાય કરીને દુઃખની વેલરૂપ મિથ્યાત્વવાળી મતિને અર્થાત્ જે બુદ્ધિમાં મિથ્યા માન્યતાઓ રહેલી છે તેને તમે પ્રથમ દૂર કરો. તે મિથ્યા માન્યતાઓને ટાળવા માટે સાત વ્યસનોનો ત્યાગ કરીને સૌથી પહેલા સત્સંગ કરી લેવા યોગ્ય છે.
“ચૂત ચ માસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોર્ય પરદાર સેવા;
એતાનિ સમ વ્યસનાનિ લોકે, ઘોરાતિ ઘોર નરકં નત્તિ.” અર્થ :- જાગાર (સટ્ટો), માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરદારસેવન આ સાત કુટેવો જીવને ઘોરથી પણ ઘોર નરકમાં લઈ જાય છે. દા.
“જુગાર કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી,
દુઃખ-અપકીર્તિ-પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી. વિનય અર્થ - સાત વ્યસનમાં પહેલું વ્યસન જુગાર છે. તે હલ્કી વૃત્તિવાળા જાગારીઓ સાથે કુસંગતિનું કારણ છે. આ વ્યસનથી નલરાજા કે ઘર્મરાજાની જેમ સર્વ ખોઈ બેસી જીવનમાં દુઃખ ઊભું કરે છે. અને અપકીર્તિ પામે છે તથા તે પાપનું મૂળ હોવાથી મનને સદા મેલું રાખે છે. એક વ્યસન સેવવાથી સાતે વ્યસન કેવી રીતે વળગે છે તેના ઉપર એક દ્રષ્ટાંત છે :
વ્યસનોનો રાજા જુગાર – કોઈ એક દેશનો રાજા દુષ્ટ પુરુષોની સંગત થવાથી જુગારના વ્યસનમાં લાગી ગયો. તે રાજાના બે ડાહ્યા મંત્રી હતા તે ઘણા વખતથી રાજાની સેવા કરતા હતા. તે મંત્રીઓએ રાજો જાગટુ ન રમવા ઘણો સમજાવ્યો પણ તેણે માન્યું નહીં તેથી તે મંત્રીઓ તેનો દેશ છોડી ગયા. અન્ય દેશમાં જઈને તે મંત્રીઓએ દાઢી મૂછ, જટા વઘારીને વેશ પલટો કર્યો, અને તેમાંનો એક મહંત બન્યો ને બીજો તેનો શિષ્ય બન્યો. કેટલોક સમય વીત્યા બાદ તે બન્ને પોતાના દેશના શહેરોમાં ફરવા લાગ્યા. ત્યાં પ્રથમ તેઓ જુદે જુદે સ્થળે ઘન દાટતાને પછી તેમની પાસે લોકો આવે તેમાં કોઈ કોઈને ગુસઘન બતાવતા. વળી ગામના નામાંકિત તેમજ પોતાને અગાઉ પરિચિત લોકોના નામ તથા બીજી હકીકત જણાવી સર્વને વિસ્મય કરતા. વળી તેઓ આસન માંડી યોગસાધના કરવાનો ડોળ કરતા હતા; આથી તેમને ઘણા શિષ્યો થયા. લોકોમાં તેમની બહુ પ્રસિદ્ધિ થવા લાગી. યોગસાઘન કરવા માટે તેઓ માછલાં પકડવાની જાળ ઓઢીને દરરોજ અમુક વખતે ધ્યાનમાં બેસતા. ઘીરે ઘીરે તેમની મહત્તા ખૂબ વધી ગઈ. એમ કરતાં તેઓ જે શહેરમાં રાજા હતો ત્યાં આવ્યા. આટલા વખતમાં રાજા જાગારમાં ઘણું ઘન હારી ગયો હતો. પરંતુ તેનાથી તે વ્યસન મૂકી શકાતું ન હતું. મહંતની ખ્યાતિ સાંભળીને તે પણ તેમની પાસે આવ્યો. થોડી પ્રાસંગિક વાત કર્યા પછી તે રાજાની નજર મહંતે ઓઢેલી જાળ પર પડી. તેથી તેણે સાશ્ચર્યથી પૂછ્યું–મહારાજ આ જાળ જેવું શું છે? આપ તે કેમ ઓઢો છો?
મહંત–આ માછલાં પકડવાની જાળ છે. કોઈ કોઈ વખતે માછલાં પકડવા કામ આવે છે. રાજા-શું મહારાજ આપ માછલીઓનો શિકાર કરો છો? મહંત–નારે ભાઈ! અમારા જેવા તે કંઈ હંમેશ શિકાર
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૬) સગુણ
૪૨ ૧
કરે? પરંતુ ક્યારેક માંસ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે ને કોઈ શિષ્ય તે લાવી શકતા નથી ત્યારે માછલાંઓનો શિકાર કરવો પડે છે.
રાજા–(આશ્ચર્ય સાથે) શું મહાશય આપ માંસ પણ ખાઓ છો? મહંત–અરે રાજા તું બહુ ભોળો છે. ક્યાંય અમારા જેવા યોગી માંસ ખાતા હોય? પરંતુ જ્યારે દારૂનો નશો વઘારે ચઢે છે ત્યારે માંસ ખાવાની તીવ્ર લાલસા આપોઆપ થઈ આવે છે, તેને વશ થઈને અમારે માંસ ખાવું પડે છે.
રાજા-મહારાજ હું શું સાંભળું છું? આપ મદ્ય પણ પીઓ છો? મહંતે-અરે અમારા જેવા યોગી દારૂ પીએ? દારૂથી તો સર્વ યોગસાધન નાશ પામે. પરંતુ જ્યારે કોઈ વખત કોઈ વેશ્યાને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં તેને વશ થવાથી મદ્ય પીવો પડે છે.
રાજા–મહારાજ તો શું આપ વેશ્યા સેવન પણ કરો છો? મહંત–ના ના વેશ્યાસેવન માટે દરરોજ જવાનો અને અભ્યાસ નથી પણ ક્યારેક પરસ્ત્રીની પ્રાપ્તિ ન થાય ત્યારે જવું પડે છે.
- રાજા-મહારાજ તો શું આપ પરસ્ત્રીનું પણ સેવન કરો છો? મહંત–અરે ના ના. પરસ્ત્રીસેવન કરવાનો અને અભ્યાસ નથી પરંતુ કોઈ વખત જ્યારે ચોરીમાં ઘણું વઘારે ઘન હાથ લાગે ત્યારે તેને એવા જ કાર્યમાં ખર્ચવાની ભાવના થાય છે.
રાજા–મોટા આશ્ચર્યપૂર્વક) મહારાજ, આપ ચોરી કરો છો? મહંત–અરે મૂર્ખ, અમારા જેવા યોગી તે વળી ચોરી કરતા હશે? પરંતુ ક્યારેક જાગારમાં બધું વન હારી જવાય અને જાગારની લત છૂટે નહિ ત્યારે લાચાર બનીને ચોરી કરવી પડે છે.
રાજા–આપ જાગાર પણ રમો છો? મહંત-હા, એમાં શું વાંધો છે? યથા રાજા તથા પ્રજા.
એ સાંભળી રાજા ચોંકી ઉઠ્યો. પછી તે મસ્તક નમાવીને બોલ્યો કે–મહારાજ હું જુગાર રમું છું, પણ આ બધાં વ્યસનો એક જુગારમાંથી ઉદ્ભવે છે એમ હું જાણતો નહોતો. માટે હવે હું આજથી એ જાગારનો ત્યાગ કરું છું. પછી રાજાએ મહંતને કહ્યું કે–હે મહારાજ ! આપ ભવિષ્યવેત્તા છો અને સર્વ કંઈ જાણો છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારા જાના બે મંત્રી દેશ છોડીને ક્યાં ચાલ્યા ગયા છે? તેઓ અત્યારે ક્યાં છે? તેમના વગર મારા રાજ્યની દુર્દશા થઈ ગઈ છે. ત્યારે મહંતે કહ્યું કે આવતી કાલે તે તને મળશે. પછી મળ્યાથી રાજાએ તેમને તેઓના પદ પર ફરી નિયુક્ત કર્યા. અને દુષ્ટ જજુગારી મિત્રોની સંગત છોડી દીધી. પછી રાજ્યની વ્યવસ્થા ઉત્તમ રીતે થવા લાગી. આથી સિદ્ધ થાય છે કે જાગાર સર્વ વ્યસનોનો રાજા છે તેથી સાત વ્યસનમાં તેનું સ્થાન પ્રથમ છે. લા.
નિરંતર જંતુ જ્યાં ઊપજે પ્રાણી હર્ની જન લાવેજી,
જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી? વિનય અર્થ :- બીજાં વ્યસન માંસ છે. જેમાં નિરંતર જંતુઓની ઉત્પત્તિ થયા કરે છે. પ્રાણીઓને મારી જે લાવે છે. એવા માંસને જોતાં કે અડતાં જ ચીતરી ચઢે, તો એવો કોણ મૂર્ખ હોય કે જે એને મુખવડે ચાવે. નિર્દયી માણસો આવા કામ કરી દુર્ગતિને પામે છે../૧૦ના
દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી,
શેરીમાં મુખ ફાડી સૂવે, શ્વાન-મૂત્ર પણ પીતોજી. વિનય અર્થ - ત્રીજો વ્યસન દારૂ છે. દારૂડીયો ભાન ભૂલી પોતાની માતાને, પોતાની સ્ત્રી ગણીને કુચેષ્ટા
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૧
૪૨૨
કરવા લાગી જાય છે. દારૂના નશામાં ગરકાવ થઈ શેરીમાં મુખ ફાડીને સૂઈ જાય છે. તેના મોઢાંમાં કૂતરા પણ મૂતરી જાય છે. એવી દુર્દશામાં ત્યાં પડ્યો રહે છે. ।।૧૧।
ધર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુંજી? વિનય॰
-
અર્થ :– દારૂના વ્યસનને લઈ પ્રાણી આ ભવમાં ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થને ખોવે છે, અર્થાત્ કોઈ પણ કાર્યમાં એનું ચિત્ત ચોંટતું નથી. તથા દારૂમાં રહેલ અસંખ્યાત જીવોની તે હિંસા કરે છે તેથી આવા વ્યસન પરભવમાં પણ તેને બહુ દુઃખ આપનાર થાય છે. આવા વ્યસનો સેવી મનુષ્યભવ પામીને તે પ્રાણી શું સારું કામ કરે છે; કંઈ જ નહીં. માત્ર સંસાર વઘારીને અહીંથી જાય છે. ।।૧૨।। માંસ-મદિરાથી ગંથાતી, નરકભૂમિ સમ વેશ્યાજી,
ધન કાજે નીચ સંગ કરે જે, ખોટી નિશદિન Àશ્યાજી. વિનય
અર્થ :— જેના ઘરમાં માંસ મદીરાનો વ્યવહાર છે, એવી માંસ મદિરાથી ગંધાતી નરભૂમિ સમાન વેશ્યા છે. જે ઘનને માટે નીચ પુરુષોનો પણ સંગ કરે છે. કામ વાસનાની તીવ્રતાને લીઘે જેની હમેશાં ખરાબ વેશ્યા છે એવી આ વેશ્યા તે પાપના ઘર સમાન છે. ।।૧૩||
મલિન વસ્ત્ર ઘોવાની શિલા, ધાન હાડકાં ચાવેજી,
તેવી વેશ્યાસંગતિ નંદી ભુલભુલામણી લાવેજી. વિનય
અર્થ :– વાસનારૂપ મેલા વસ્ત્ર ઘોવા માટે વેશ્યા તે પત્થર સમાન છે. કૂતરો હાડકાં ચાવે ત્યારે પોતાનું તાળવું છોલાઈ જતાં તેમાંથી લોહી નીકળે છે ત્યારે કૂતરો એમ માને છે કે આ લોહી હાડકામાંથી નીકળે છે, તેમ વેશ્યાની ગંદી સંગતિ પણ એવી ભુલભુલામણી લાવે છે કે હું આ વેશ્યાથી સુખ પામું છું; પણ ખરેખર તો પોતાની જ વીર્યશક્તિનો વ્યય કરી જીવ સુખ કલ્પી લે છે. ।।૧૪।
મુખમાં તૃણ સહ નિરપરાધી હરણ અશરણ ભય-મૂર્તિજી,
શે શિકારી ગી બહાદુરી કરે પાપમાં પૂર્તિજી. વિનય
અર્થ :— – મોઢામાં તૃણ ગ્રહણ કરે તેને રાજા પણ છોડી મૂકે છે. એવા તૃણ એટલે ઘાસના ખાનારા બિચારા નિરપરાધી હરણો જેને કોઈ જંગલમાં શરણ આપનાર નથી એવા ભયની મૂર્તિ સમાન અર્થાત્ ઘણા જ ભયભીત સ્વભાવવાળા હરણોને દુષ્ટ એવો શિકારી હણી નાખે છે. તેને હણીને વળી બહાદુરી માની હિંસાનંદી રૌદ્રધ્યાન સેવી પાપમાં પૂર્તિ કરીને નરકગતિને સાધે છે.
શ્રેણિકરાજાનું દૃષ્ટાંત ઃ-શ્રેણિક મહારાજાએ શિકાર વખતે હરણીના પેટને વિંધીને મારેલ બાણ તાકેલ નિશાન પર બરાબર લાગી જવાથી ખૂબ રાજી થયો કે હું કેવો બહાદુર અને હોશિયાર કે હરણીના પેટને વિંધીને પણ ઘારેલ નિશાન તાકી શક્યો. એમ હિંસાનંદી રૌદ્રધ્યાન કરવાથી મરીને નરકે ગયો. ।।૧૫। કીડી ઝંખે તોપણ કૂદે તેવા જન શિકારેજી,
તીક્ષ્ણ તીરે નિર્દોષી મૃગને હણી કેમ સુખ ધારેજી! વિનય
અર્થ :— કીડી ચટકો મારે તોપણ કૂદે તેવા શિકારીઓ તીક્ષ્ણ બાણવડે નિર્દોષી મૃગને હણીને કેમ
=
સુખ માનતા હશે? એવાઓને સુખ પણ કેમ મળશે કેમકે—
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૬) સગુણ
૪ ૨૩
“સુખ દીઘા સુખ હોત હૈ, દુઃખ દીઘા દુઃખ હોત;
આપ હણે નહીં અવરકું, તો અપને હણે ન કોય.” બૃહદ્ આલોચના /૧૬ાા જે તુજ સ્વજન હતાં પરભવમાં, તુજ મુખ જોવા ક્રૂરતાંજી,
વગર ઓળખે હણે તેમને; ધિક્ક! શિકારી-ક્રૂરતાજી. વિનય અર્થ - જે પૂર્વભવમાં તારા જ સ્વજનો હતા. તારું મુખ જોવાને માટે જે ઝૂરતા હતા. તેને જ તું વગર ઓળખે હણી નાખે છે. માટે હે શિકારી! તારી એવી દુષ્ટ ક્રૂરતાને સદા ધિક્કાર છે.
વૃષ્ટાંત - એક પુત્રની માતા મરીને કૂતરી થઈ. પિતાના શ્રાદ્ધના દિવસે પુત્રે ખાવા માટે ખીરની રસોઈ બનાવરાવી. તેમાં તે જ કૂતરીએ આવીને મોટું ઘાલ્યું તો માથે લાકડીઓના માર પડ્યા. એમ પૂર્વભવના પોતાના જ સ્વજનોને જીવ અજ્ઞાનવશ હણે છે. II૧ળા
એક વાર હણે જે ઑવ તું, વેર ઘરી તે મરશેજી,
પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશે. વિનય અર્થ - એકવાર તું જે જીવને હણે છે, તે જીવ તારા પ્રત્યે વેર ઘારણ કરીને મરશે. તેથી પરભવમાં તે તને બહુ વાર મારશે. તારા પ્રત્યે વેર રાખી તને મારવા માટે તે ફર્યા કરશે, એમ ભવોભવ તે વેરના સંસ્કારો ચાલ્યા કરશે. ૧૮ાા
એક વાર ઠગનારો ર્જીવ પણ વારંવાર ઠગાશેજી,
દાન સમાન સહસ્ત્રગણું ફળ ચોરીનું ય ચખાશેજી. વિનય હવે છઠ્ઠું વ્યસન ચોરી છે તે વિષે જણાવે છે :
અર્થ :- એકવાર કોઈ જીવને ઠગશે તેના ફળમાં વારંવાર તે પોતે ઠગાશે. કોઈને દાન આપવાનું હજાર ગણું ફળ મળે તેમ ચોરી કરવાના ફળમાં તેને હજારગણું દુઃખ ભોગવવું પડશે.
ચોરનું દ્રષ્ટાંત - એક છોકરાને ચોરીના અપરાઘમાં ફાંસીની શિક્ષા કરવામાં આવી, ત્યારે તેણે માને મળવાની ઇચ્છા દર્શાવી. મા મળવા આવી ત્યારે તેના કાન કરડી ખાઘા. તે વખતે લોકોએ પૂછ્યું કે કેમ આમ કર્યું. ત્યારે તેણે કહ્યું કે નાનપણમાં હું નાહીને ભીને શરીરે બીજાના તલના ઢગલા પાસે જઈ ત્યાં આળોટીને તલ શરીરે ચોટાડી લઈ આવતો, ત્યારે મારી આ મા રાજી થતી હતી. તેના પરિણામે હું આટલો મોટો ચોર થયો. તેનું કારણ મારી આ મા છે, માટે મેં એમ કર્યું. ૧૯
“વાવે તેવું લણે” ભણે જન, શાસ્ત્ર વળી પોકારેજી
ચતુર બની ચોરી કરતાં જીવ, પર-ભવડર વિસારેજી. વિનય અર્થ - “જેવું વાવે તેવું લણે' એવી લોક કહેવત છે તથા શાસ્ત્રો પણ આ વાતને પોકાર કરીને જણાવે છે કે ચોરી કરવી તે દુઃખનું કારણ છે. છતાં ચતુર બનીને ચોરી કરતાં જીવ આ ભવ પરભવના ડરને ભૂલી જાય છે. /૨ા
જે મૂડીથી બહુ જન જીવે તે જ ચોર પણ ચોરેજી,
દુઃખ કેટલું ઘરે કુટુંબી? મરણદુઃખ એક કોરેજી. વિનય અર્થ – જે ઘનની મૂડી વડે ઘણા જન જીવે તેને ચોર ચોરી જાય છે. તેથી તેના કુટુંબીઓ કેટલું
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દુઃખ પામે કે તેના આગળ મરણનું દુઃખ પણ એક કોરે મૂકાઈ જાય છે. કેમકે મરણનું દુઃખ તો એકવાર ભોગવાય પણ નિર્ધનતાનું દુઃખ તો પ્રતિદિન ભોગવવું પડે છે.
દશ પ્રાણથી માણસ જીવે છે. તેને ઘન પણ એક અગ્યારમા પ્રાણ સમાન છે. પર ઘન લેતાં જાણે તેના પ્રાણ જ લીધા. કારણ નિર્ધન બનીને તે બહુ દુઃખ પામે છે. ર૧ાા.
ચિંતા, વ્યાકુળતા, દુર્બુદ્ધિ, રોગ, દુઃખ, વઘ આપેજી,
નરકે બાળે લોહપૂતળી, પરનારી-રતિ-પાપજી. વિનય હવે સાતમું વ્યસન પરસ્ત્રીગમન છે. તે વિષે સ્પષ્ટતા કરે છે :
અર્થ :- પરનારીનો સંગ કરવાથી તેને ચિંતા ઊપજે કે જાણે કોઈ મને દેખી ન લે તથા વિષયની તીવ્ર ઇચ્છાને લીધે મનમાં ઘણી વ્યાકુળતા થાય છે. પરસ્ત્રીઓ પ્રત્યે નજર રહેવાથી તેની બુદ્ધિ દુર્બદ્ધિ બની જાય છે. ભોગો તેના શરીરને ભોગવી જઈ રોગ ઉપજાવે છે. હમેશાં તેની સ્મૃતિ રહેવાથી મનમાં સદા દુઃખ રહ્યાં કરે છે. તથા પરસ્ત્રી સંગ કરતાં પકડાઈ જાય તો વઘને પણ પાત્ર બની જાય છે, અર્થાત્ લોકો તેને મારી પણ નાખે છે. આ બધા દુઃખ તો આ ભવના છે. તેમજ પરભવમાં પણ પરસ્ત્રીગમનના પાપે તેને નરકમાં ગરમાગરમ લાલચોળ લોખંડની પૂતળીને આલિંગન કરાવીને બાળે છે.
“જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુઠમેં, પલ્લો ન પકડે કોય.” ૨૨ાા ધિક્ક! પરાક્રમ, શિક ગુણ, બુદ્ધિ, સત્તા, વગ,સંપત્તિજી,
વૃથા જીંવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. વિનય અર્થ - તારા પરાક્રમને ધિક્કાર છે, તારા ગુણને ધિક્કાર છે, તારી બુદ્ધિ, સત્તા કે વગ એટલે લાગવગ કે સંપત્તિને પણ ધિક્કાર છે તથા તારું જીવન પણ વ્યર્થ છે કે જો તને સ્વપ્ન પણ પરસ્ત્રી કે પરઘન પ્રત્યે આસકિત છે.
ઘવળશેઠનું દ્રષ્ટાંત - ઘવળશેઠને શ્રીપાળ રાજાની સ્ત્રીઓ પ્રત્યે તેમજ તેના ઘન પ્રત્યે આસક્તિ હોવાથી મરીને સાતમી નરકે ગયો. શ્રીપાળ પોતાના મહેલમાં સૂતા હતા. તેને મારવા માટે કટાર લઈ ઉપર ચઢતાં પડી ગયો અને તેજ કટાર વડે મરીને તે ઘવલશેઠ નરકગતિને દુર્ગતિને પામ્યો. /૨૩મા
સત વ્યસન સદ્ઘર્મ ભુલાવેઃ યુધિષ્ઠિર ઘર્માત્માજી,
જુગાર શરતે દ્રૌપદી મૂકી! કેવા થયા મહાત્માજી? વિનય અર્થ :- સાતેય વ્યસન આત્મધર્મને ભુલાવે છે. યુધિષ્ઠિર જે ઘર્મરાજા નામે પ્રખ્યાત હતા, તેમણે જાગાર રમતાં શરતમાં પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ મૂકી દીધી. અહો! મહાત્મા હોવા છતાં વ્યસનને આથી તેમની પણ કેવી મતિ થઈ ગઈ. ર૪.
કૃષ્ણ કુળના કુલીન પુત્રો મદિરાથી મદમાતાજી,
દાહ દ્વારિકાનો વિચારો; વ્યસન બઘાં દુખદાતાજી. વિનય અર્થ :– પ્રદ્યુમ્ર અને સાંબનું દ્રષ્ટાંત - ઉત્તમ કુળમાં જન્મેલા કુલીન એવા શ્રીકૃષ્ણના મોક્ષગામી સાંબ અને પ્રદ્યુમ્ર પુત્રો દારૂ પીને મદમાતા થઈ ગયા. ભગવાન નેમિનાથે જણાવેલ કે દ્વારિકાનો દાહ દ્વીપાયન દ્વારા થશે. તેથી આ બેય જણા દારૂના નશામાં કપાયન ઋષિ પાસે જઈ તેમને ખૂબ હેરાન કર્યા.
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૬) સગુણ
૪૨ ૫
તે વખતે તેણે નિયાણું કર્યું કે મારા તપનો પ્રભાવ હોય તો હું આખી દ્વારિકાનો દાહ કરનાર થાઉં. એવા નિયાણાથી તે મરીને અગ્નિકુમાર દેવ થયો. અને આખી દ્વારિકા નગરીને બાળી નાખી. આમ દારૂના વ્યસનથી કેટલું મોટું અનર્થ થયું. વ્યસનો બઘાં જ આવી રીતે દુઃખના જ આપનાર છે. ર૫ાા
વિદ્યાઘર મહારાજા રાવણ પરસ્ત્રીવશ શશ ખોવેજી,
એક વ્યસન પણ પ્રાણ હરે તો સત સેવી શું દો'વેજી? વિનય અર્થ :- વિદ્યાઘરોના મહારાજા હોવા છતાં સતી સીતા જેવી પરસ્ત્રીને વશ થતાં રાવણે પોતાનું મસ્તક ખોયું. એક વ્યસન પણ તેના પ્રાણ હરણનું કારણ થયું તો સાતે વ્યસન સેવનારની કેવી ભયંકર સ્થિતિ થશે? “એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુથાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂછયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.” (વ.પૃ.૬૬૨)
એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ઘુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) //રા
વ્યસન-ત્યાગ ફૅપ નીક કરી લે સગુણ-જળને કાજેજી,
ચારે પુરુષાર્થો સાથે જો સદગુણ અંગ વિરાજે જી. વિનય અર્થ :- વ્યસનોને ત્યાગવારૂપ નીક એટલે પાણી જવાનો રસ્તો કરી લે જેથી સગુણરૂપી પાણી તારા અંદર પ્રવેશ પામે. જો સદગુણ તારા હૃદયમાં બિરાજમાન થાય તો તું ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધી શકીશ.
ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સપુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે.
(૧) વસ્તુના સ્વભાવને ઘર્મ કહેવામાં આવ્યો છે. (૨) જડચૈતન્ય સંબંઘીના વિચારોને અર્થ કહ્યો છે. (૩) ચિત્તનિરોઘને કામ. (૪) સર્વ બંઘનથી મુક્ત થવું તે મોક્ષ.
એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે :
ઘર્મ–સંસારમાં અઘોગતિમાં પડતો અટકાવી ઘરી રાખનાર તે “ઘર્મ”. અર્થ—વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાઘન. કામ–નિયમિત રીતે સ્ત્રી પરિચય. મોક્ષ–સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.” (વ.પૃ.૨૦૭) //રથી
"દાનગુણે પુરુષ નોતરે, શીલ યોગ્યતા આપેજી,
તપોબળે નિષ્કામ બને જો ભાવ સ્વરૂપે સ્થાપેજી. વિનય અર્થ - હવે પ્રથમ ઘર્મ પુરુષાર્થ વિષે જણાવે છે :દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. દાનગુણથી યુક્ત થઈને સપુરુષને
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આહાર અર્થે ઘરે નોતરું આપે. આપણી પાણતા હશે તો તે સાંભળીને મુનિ પણ ઘરે આવશે નહીં. શીલ એટલે સદાચાર, તેમાં મુખ્યત્વે બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાન પ્રાતિની યોગ્યતા આપશે. સદાચાર એ ઘર્મનું પહેલું પગથીયું છે. “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાઘન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
ઇચ્છાઓને રોકવારૂપ અંતરંગ તપ છે. જો ભાવ સ્વરૂપ પ્રાપ્તિ કરવાના હશે તો તે જરૂર ઇચ્છાઓને રોકી બાહ્ય તપાદિને આદરી નિષ્કામ બનશે. ૨૮.
એમ ઘર્મ-પુરુષાર્થ જગાડી, અર્થ-પ્રયોજન દેખેજી,
સ્વાર્થ અને પરમાર્થ સાંકળી નરભવ આણે લેખેજી. વિનય અર્થ - એમ ઘર્મ-પુરુષાર્થને જગાડી આજીવિકા અર્થે કેટલા ઘનનું પ્રયોજન છે તેટલું ઘન કમાવાનો પુરુષાર્થ કરે છે. એમ સ્વાર્થ સાથે પરમાર્થને જોડી નરભવ લેખે લગાડે છે, અર્થાત્ શરીર કુટુંબાદિ પૂરતો ઘનાદિનો સ્વાર્થ સાધી આત્માર્થ કરવાનું જે ચૂકતા નથી; તે જ સાચા સદગુણી છે. રિયા
પ્રમાણિકતા, વચન-અચલતા, પરોપકાર ને મૈત્રીજી,
વિનય, દયાને સહનશીલતા, સાર્વજનિક સુખ-તંત્રીજી. વિનય અર્થ – અર્થ પુરુષાર્થને સાઘતા નીચેના ગુણોને ધ્યાનમાં રાખે છે –
જે પ્રામાણિકપણાને છોડતા નથી, આપેલ વચનથી ફરી જતા નથી, પરોપકાર કરવાનું જ ભૂલતા નથી. તથા સહુથી મૈત્રીભાવ રાખવાનું કે વિનય, દયા અને સહનશીલતાને ઘારણ કરવાનું ચૂકતા નથી. આ બધા ગુણો સાર્વજનિક એટલે સર્વ જીવોના સુખનું તંત્ર ચલાવવામાં તંત્રી સમાન છે. તંત્રી એટલે સારી રીતે સુખની વ્યવસ્થા કરનાર છે. ૩૦ના
ક્ષમા, સંપ ને કર-કસર ગુણ, દીર્ઘદ્રષ્ટિ ગુણગ્રાહીજી,
| નિયમિતપણું, ઉદ્યોગ, સરળતા પ્રજ્ઞા સહ, ઉત્સાહીજી. વિનય અર્થ - નીચેના સણો પણ અર્થ પુરુષાર્થ સાઘવામાં જીવને મદદરૂપ છે. ક્ષમા રાખવી, સંપ જાળવવો, કરકસર કરવી, અર્થાત્ કારણ વિના પૈસાનો દુર્વ્યય ન કરવો. દીર્ઘદ્રષ્ટિથી વિચારીને કામ કરવું, બીજાના ગુણો જોઈને ગ્રહણ કરવાનો ભાવ રાખવો. સમયસર કામ કરી નિયમિતપણું જાળવવું, ઉદ્યોગ એટલે પુરુષાર્થી થવું-પ્રમાદી ન થવું, પ્રજ્ઞા સહિત સરળતા રાખવી તથા પ્રત્યેક કામમાં ઉત્સાહવાળા થવું; એ ગુણો મેળવવાથી આત્માર્થના લક્ષ સાથે અર્થ પુરુષાર્થની પણ સિદ્ધિ થાય છે. ૩૧ાા
કામ-પ્રયોજન પૅરતા ગુણ સૌ સંસારી જન શીખેજી
કળા-કુશળતા, પ્રેમ-પ્રતિજ્ઞા-પાલનથી તે દીપેજી. વિનય અર્થ:- કામ પુરુષાર્થને સંસારમાં રહેનારા આત્માર્થી જીવો માત્ર પ્રયોજન પૂરતા જ ન છૂટકે સાથે છે. તેમાં કળા કુશળતા વાપરીને મનને અલિપ્ત રાખવાનો પુરુષાર્થ કરે છે. જેની સાથે લૌકિક પ્રેમની પ્રતિજ્ઞા કરી છે, તેની સાથે સ્વદારા સંતોષવ્રતના પાલનથી તેનું જીવન જગતમાં દીપે છે અર્થાત્ શોભા પામે છે. ૩રા
આહાર, જળ કાયાને કાજે ભૂખ-તૃષા-દુઃખ ખોવાજી, અર્થ, કામ, પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમ જોવાજી. વિનય
Page #55
--------------------------------------------------------------------------
________________
(૩૬) સગુણ
૪૨૭
અર્થ :- આહાર અને જળનો પ્રયોગ માત્ર કાયાના ભૂખ અને તરસના દુઃખો ખોવા માટે છે તેમ અર્થ અને કામનો પ્રયોગ પણ માત્ર સંસાર તંત્ર ચલાવવા કે મનની તાત્કાલિક વાસનાઓના શમન અર્થે છે. પૂર્વે જેવાં ક ઉપાર્જન કર્યા હોય તે પ્રમાણે તેની પ્રાપ્તિ થાય છે. ૩૩ાા.
“મોક્ષ-પુરુષાર્થ જ ગણ સાચો, જન્મ કૃતાર્થ ગણાશેજી,
સમ્યક્ દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશેજી. વિનય અર્થ – આ ચારે પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થને જ સાચો જાણો. તે આદરવાથી આ મનુષ્ય જન્મ કૃતાર્થ અર્થાત્ સફળ થયો ગણાશે. “આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષનાં સાઘન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે.” (વ.પૃ.૨૦૯)
આત્માની દ્રષ્ટિ જો સમ્યક્ થાય તો તેને સર્વ સૃષ્ટિ મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેની દ્રષ્ટિ નિર્મળ છે તેને સર્વ પદાર્થમાંથી ઉત્તમ બોઘ મળી રહેશે. IT૩૪ના
સસ વ્યસન પણ એ દ્રષ્ટિથી બોથ અપૂર્વ જણાવેજી,
શુંભ-અશુભ કર્મોદય યુત સમ જીત-હાર સમજાવેજી. વિનય હવે સાતે ભાવ વ્યસન સમજાવે છે –
અર્થ - સાતે ભાવ વ્યસન પણ ઉપરોક્ત સમ્યકુદ્રષ્ટિ થયે અપૂર્વબોઘના આપનાર થાય છે. જેમ શુભ અશુભ કર્મના ઉદયો એ જ વૃત એટલે જાગાર સમાન છે કે જે જીવને જીત હાર સમજાવે છે. શુભ કર્મના ઉદયમાં રાજા આદિની પદવી મળવાથી હર્ષ પામવો તે જીત સમાન છે અને અશુભ કર્મના ઉદયમાં નિર્ધનતાની પ્રાપ્તિ થયે ખેદ માનવો તે હાર સમાન છે. રૂપા
જુગાર સમ જે હર્ષ-શોકનો ઘંઘો ઍવ લઈ બેઠાજી,
તે ત્યાગ્યા વિણ અનંતકાળે કોઈ ન શિવપુર પેઠાજી. વિનય અર્થ:- જાગાર સમાન શુભના ઉદયમાં હર્ષ માનવો કે અશુભના ઉદયમાં શોક કરવો એ જ હર્ષ શોકનો ઘંઘો જીવ અનાદિથી લઈ બેઠો છે. તે શુભાશુભભાવને ત્યાખ્યા વિના તો અનંતકાળમાં કોઈ પણ જીવ શિવપુર એટલે મોક્ષનગરમાં પ્રવેશ પામ્યા નથી. //૩૬
“તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર
સ્વ-પર દેહમાં મગ્ન બને મન માંસ-રુચિ જ પ્રમાણોજી,
ચામડી સુંદર દેખે મોહે, ચામડિયા તે જાણોજી. વિનય અર્થ - સ્વ કે પરના દેહમાં જે મન મોહ કરી મગ્ન બને તે માંસની રૂચિ રૂપ બીજું ભાવ વ્યસન છે, એમ પ્રમાણભૂત માનો. તથા સુંદર ચામડીને દેખી જે મોહ પામે તેને ચામડીયા એટલે ચમાર જાણો. કેમ કે ચમારની દ્રષ્ટિ ચામડા ઉપર હોય છે.
- અષ્ટાવક્રનું દ્રષ્ટાંત - અષ્ટાવક્ર કે જેના આઠેય અંગ વાંકા છે તેણે જનકરાજાની સભામાં પ્રવેશ કરતાં જ સભામાં બેઠેલા પંડિતો વગેરે તેમને જોઈ હસી પડ્યા. ત્યારે જ્ઞાની એવા અષ્ટાવક્ર બોલી ઊઠ્યા કે હું આ ચમારોની સભામાં ક્યાં આવી ચઢ્યો. આ તો બઘા શરીરનું ચામડું જોનાર છે, આત્માના ગુણો નહીં. જે આત્માના ગુણો ન જોતાં ચામડું જ જાએ તેને ચમાર જાણવા.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દ્રષ્ટિએ એટલે ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં, તે તો ચમારની દ્રષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું. એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરુગમે.” -પ.પૂ.પ્રભુશ્રીજી દ્વારા લખાવેલ પત્રમાંથી ૩શા.
દેહાધ્યાસ અનાદિ પોષે માંસ-વ્યસન ભયકારીજી,
માંસ વધે તેવા આહારે રુચિ પણ માંસાહારીજી. વિનય અર્થ - અનાદિકાળથી જીવ દેહાધ્યાસને પોષે છે. તે ભાવથી ભયંકર એવા માંસ-વ્યસનને સેવનાર જાણવો. શરીરનું માંસ વધે તેવા ભાવથી આહારમાં જે રુચિ છે તે પણ માંસાહાર જાણવો. “જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી.” (વ.પૃ.૫૬૧)
સ્વરૂપ-ભેદ-વિજ્ઞાન વિનાનો મદિરાપાની માનોજી,
મોહમદિરાવ્યસન તજે તે લહે શિવ-સુખ-ખજાનોજી. વિનય અર્થ :- જેને સ્વ-પરનો ભેદ પડ્યો નથી અર્થાત જેને સ્વ એટલે પોતે કોણ છે? અને પોતાથી પર એવા પદાર્થો કયા કયા છે? એમ જે યથાર્થ જાણતો નથી તેને મોહરૂપી મદિરાને પીનાર ભાન ભૂલેલો જાણવો. જે મોહરૂપી દારૂના વ્યસનને તજશે તે જ પ્રાણી મોક્ષસુખના અનંત ખજાનાને પામશે; બીજો નહીં. કહ્યું છે કે –“મોદ નીંદ્ર નવ ઉપશમે, તવ વધુ વને ઉપાય, વર્મ વોર લાવત રુ.” In૩૯ાા
વિપરીત બુદ્ધિ વેશ્યા જાણો, સંગ અનાદિ તેનોજી,
કુમતિ કલ્પના-નાચ નચાવે લૌકિક હતું જેનોજી. વિનય અર્થ :- ઇન્દ્રિયોમાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને ભાવથી વેશ્યાના વ્યસન સમાન જાણો. અનાદિકાળથી જીવને આવી વિપરીત બુદ્ધિરૂપી વેશ્યાનો સંગ ચાલ્યો આવે છે. આવી પરમાં સુખબુદ્ધિની કલ્પનારૂપ કુબુદ્ધિ જીવને ચાર ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો આપી નાચ નચાવે છે. એવી કુમતિ માત્ર તાત્કાલિક ક્ષણિક એવા આ લોકના ભૌતિક સુખોમાં જ જીવને ગરકાવ કરાવે છે. ૪૦ના
સદ્ગુરુ-શરણે બુદ્ધિ રાખે, કદ પરમાર્થ ન ભૂલેજી,
તે વેશ્યા-વ્યસને નહિ રાચે એક લક્ષ શિવ-મૂલેજી. વિનય અર્થ - જે ભવ્ય પ્રાણી સદગુરુના શરણમાં બુદ્ધિ રાખીને જીવે છે તે કદી પરમાર્થ અર્થાતુ આત્માર્થને ભૂલશે નહીં. તે પરપદાર્થમાં સુખ માનવારૂપ વેશ્યાના વ્યસનમાં રાચશે નહીં. પણ એક માત્ર શિવમૂલ એટલે મોક્ષનું મૂલ ગુરુકૃપા છે એમ જાણીને તેને મેળવવાના જ પુરુષાર્થમાં રહેશે. ૪૧ાા.
દયા ન હૃદયે ઘરતા તે જન ભાવ-શિકારી જાણોજી,
કામ, ક્રોથ ફેંપ વનમાં હાલે, પરભવ-ભય-ભુલાણોજી. વિનય અર્થ - જેના હૃદયમાં સ્વઆત્મા પ્રત્યે દયાભાવ નથી અને રાગદ્વેષ કર્યા કરે છે. તે જીવોને ભાવથી શિકારી જાણો. જે નિશદિન કામ, ક્રોધાદિ ભાવરૂપ વનમાં વિચરણ કરીને આનંદ માણી રહ્યા છે, તેમને પરભવનો ભય ભુલાઈ ગયો છે. પરભવમાં તે કેટલું દુઃખ પામશે તેનું તેમને ભાન નથી.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.’ -શ્રીમદ્ રાજચંદ્ર //૪રા
દયા, ક્ષમા, સંતોષ હણે તે ક્રુર વો અવિચારીજી, આત્મઘાત-શિકાર તજે તે મોક્ષ-માર્ગ અનુસારીજી. વિનય
Page #57
--------------------------------------------------------------------------
________________
(૩૬) સગુણ
૪૨૯
અર્થ - આત્માના ગુણો જે દયા, ક્ષમા, સંતોષ વગેરે છે તેને જે હણે તે જીવો ક્રુર અને અવિચારી છે. કેમકે આત્મઘાતી મહાપાપી કહેવાય છે. પણ આત્માના ગુણોને ઘાતવારૂપ શિકારનો જે ત્યાગ કરશે તે જ મોક્ષમાર્ગને અનુસરનાર થશે. IT૪૩ના
આત્મબુદ્ધિ દેહાદિકમાં જે તે પરસ્ત્રી-રતિ જાણોજી,
એ જ અનાદિ ભૂલે ભમિયો, કાયા ઘરી ન ઘરાણોજી. વિનય અર્થ - દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ આદિ છે તે પરસ્ત્રીમાં રમણતા સમાન જાણો. એ જ અનાદિકાળની ભૂલથી જીવ સંસારમાં ભમ્યા કરે છે. આ દેહમાં આત્મબુદ્ધિના કારણે અનંતકાળથી જીવ નવા નવા દેહ ઘારણ કરીને હજી સુધી ઘરાયો નથી.
“બીજા દેહો તણું બીજ, આ દેહે આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક /૪૪માં કાયા-પરનારીમાં માયા કેમે કરી નહિ છૂટેજી,
બળવંતા જ્ઞાનીનો આશ્રય મળતાં તાંતો તૂટેજી. વિનય અર્થ:- કાયારૂપી પરસ્ત્રી પ્રત્યેનો માયામોહ કેમે કરીને હજી સુધી છૂટતો નથી. પણ બળવાન એવા જ્ઞાનીનો આશ્રય મળતાં જરૂર તે સ્નેહનો તાંતણો તૂટી જાય છે, અર્થાત્ કાયા પ્રત્યેનો માયામોહ હટી જાય છે. આર્દ્રકુમાર પોતાના અનુભવથી કહે છે કે હાથીની સાંકળ તોડવી સહેલી છે પણ સ્નેહના કાચા તાંતણા તોડવા દુષ્કર છે. ૪પા
ઘન-વૈભવમાં અતિ પ્રીતિ તે ભાવ ચોરી, મન આણોજી
અધિક અધિક ગ્રહવાની આશા, પાપતણું મૅળ જાણોજી. વિનય અર્થ - ઘન એ પરવસ્તુ છે. ઘન વૈભવમાં અત્યંત આસક્તિ છે તેને ભાવથી ચોરી જાણો. ઘનાદિને અધિક અધિક ગ્રહણ કરવાની જે આશા-તૃષ્ણા છે તેને તમે સર્વ પાપનું મૂળ જાણો.
“ઘનવૃદ્ધિમાં કાળ જાય, નરભવ આયુ ખપાય; ઇચ્છે છે ઘનવાન ઘન, ભલે મરણ પણ થાય. દાનાદિ પુણ્ય હેતુથી, ઘન ઉપાર્જતો દીન;
કાદવ ખરડી ન્હાઈશું, કહે તે બુદ્ધિહીન.”ઇષ્ટોપદેશ //૪૬ાા સર્વ મૂકતાં મોક્ષ મળે તો સંગ્રહભાવ જ ઊંઘોજી,
દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે ઘુંટવા યોજ પ્રબંઘોજી. વિનય અર્થ:- સર્વ પરિગ્રહને મૂકતા જો મોક્ષ મળે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવાય તો પરિગ્રહને સંગ્રહ કરવાનો ભાવ તે જરૂર ઊંઘો છે, અર્થાતુ સંસાર વઘારનાર છે. માટે દ્રવ્ય અને ભાવ સર્વ પ્રકારે બઘા વ્યસનોથી છૂટવા માટેના જ પ્રબંધોની યોજના કરો. ૪૭.
દયા, ક્ષમા, ઘીરજ, સમતા ને મરણ-સમાધિ વિચારીજી,
અપ્રતિબંઘ, અસંગ, પ્રશાંતિ; સદગુણ લે ઉર ઘારીજી. વિનય દ્રવ્ય અને ભાવ વ્યસનોથી છૂટવા કેમ કરવું તેનો ઉપાય આ અંતિમ ગાથામાં જણાવે છે :
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - દયા એ ઘર્મનું મૂળ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ધીરજનાં ફળ મીઠા છે, સમભાવ એ આત્માનું ઘર છે. અને સમાધિમરણ એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે. એમ જાણી સર્વ પ્રકારના લોકસંબંધી કે સ્વજન કુટુંબ આદિ બંઘનો તોડી અપ્રતિબંઘ વિહારી બની, બાહ્ય અને અત્યંતર સર્વસંગનો પરિત્યાગ કરી, આત્માની પ્રકૃષ્ટ શાશ્વત સુખશાંતિને મેળવવા કટિબદ્ધ થા. આ જ ઉત્તમ સગુણોને હૃદયમાં ધારણ કરવાનો પુરુષાર્થ તે જીવન સફળ કરવાનો સાચો ઉપાય છે. ૪૮
જેને આત્માના સદગુણો પ્રત્યે આકર્ષણ થયું છે તે ભવ્યાત્મા જરૂર દેશધર્મ એટલે અંશે આચરી શકાય એવા શ્રાવક ઘર્મનો વિચાર કરીને પોતાના આત્મકલ્યાણનો માર્ગ શોધે છે. તે દેશ ઘર્મ કોને કહેવો? અને તે કેવી રીતે પાળી શકાય? વગેરેનો વિચાર નીચેના પાઠમાં સવિસ્તર આપવામાં આવે છે.
(૩૭)
દેશ ઘર્મ વિષે વિચાર
(દોહરા)
જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહિ હોય;
રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ખોય. ૧ અર્થ:- જેના જ્ઞાનમાં દેશે એટલે અંશે પણ ન્યૂનતા અર્થાત્ ઉણપ હોય નહીં એવા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુદેવના ચરણકમળમાં સર્વ પ્રકારના સંશયનો નાશ કરીને હું પ્રણામ કરું છું. ૧૫ા.
કળિયુગમાં આયુષ્ય તો અલ્ય, બુદ્ધિ પણ અલ્પ,
મૃતવારિધિ તરવા નથી સામગ્રી, સંકલ્પ. ૨ અર્થ – આ હુંડા અવસર્પિણી કળિયુગમાં જીવોના આયુષ્ય અલ્પ છે, બુદ્ધિ પણ અલ્પ છે, એવા સમયમાં ભગવાનની કહેલી સ્યાદ્વાદવાણીરૂપ શ્રુતવારિધિ એટલે શાસ્ત્ર સમુદ્રને તરવા અર્થાત્ સમજવા માટે જોઈતી બુદ્ધિરૂપ સામગ્રી મારી પાસે નથી તથા એવું સંકલ્પબળ પણ નથી કે મારે ભગવાનનું કહેલું તત્ત્વ આ ભવે સમજવું જ છે.
“આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાઘકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાઘલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.” (વ.પૃ.૫૬૧) “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે.” પારા
મુક્તિદાયક બીજઑપ આત્મહિતનું ઘામ;
તુજ આજ્ઞા ઉઠાવતાં, સરશે મારાં કામ. ૩ અર્થ - પણ મુક્તિ આપવામાં સમર્થ એવા સમકિતના બીજરૂપ તથા આત્મકલ્યાણના ઘરરૂપ
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩૭) દેશ ઘર્મ વિષે વિચાર
૪૩૧
એવી તારી આજ્ઞા ઉપાસતાં મારા સઘળા કાર્ય સિદ્ધ થશે એવી મને પૂર્ણ ખાત્રી છે. સંસા
સર્વજ્ઞ પ્રભુએ કહ્યો ઘર્મ વસ્તુસ્વભાવ,
તે ‘સહજાત્મસ્વરૂપ” મૂળ, બીજો સર્વ વિભાવ.૪ અર્થ - હવે ભગવાનની મુખ્ય આજ્ઞા ‘વિભાવથી મુકાવું અને સ્વભાવમાં આવવું” એ છે. તે સ્વભાવ પ્રાપ્તિને અર્થે જ્ઞાનીઓએ ઘર્મ બે પ્રકારે કહ્યો છે. એક નિશ્ચય ઘર્મ અને બીજો વ્યવહાર ઘર્મ.
નિશ્ચયથર્મમાં સર્વજ્ઞ પ્રભુએ વસ્તુના સ્વભાવને ઘર્મ કહ્યો છે. “આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ઘર્મ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર આત્મારૂપ વસ્તુનો મૂળ સ્વભાવ “સહજાત્મસ્વરૂપ” છે. તે સિવાય આત્મા માટે બીજી બધી વસ્તુઓના ઘર્મો વિભાવરૂપ છે. રાજા
કહો અહિંસા, જીંવ-દયા, શાંતિ, પૂર્ણ સ્વરૂપ;
સહજાનંદ, સમાધિ કે “આત્મા આત્મારૂપ.” ૫ અર્થ – બીજા વ્યવહાર ઘર્મની અનેક વ્યાખ્યા છે. જેમકે અહિંસા પરમોધર્મ, દયામૂળ ઘર્મ, આત્માની પરમશાંતિ પામવારૂપ ઘર્મ, આત્માનું પૂર્ણ સ્વરૂપ પામવું તે ઘર્મ, આત્માનો સહજ આનંદ પામવો તે ઘર્મ, આત્મામાં સ્થિરતા કરવારૂપ સમાધિ કે આત્મા આત્મસ્વરૂપને પામે એ રૂપ ઘર્મ જ્ઞાનીપુરુષોએ કહ્યો છે. //પાા
આરાઘકના ભેદથી દેશવિરતિ, યતિ ઘર્મ,
ગૃહસ્થ કે મુનિયોગ્ય તે સમ્યકત્વ-મૅળ મર્મ. ૬ અર્થ :- આરાધના કરનારના ભેદથી તે વ્યવહાર ઘર્મ બે પ્રકારે છે. એક દેશવિરતિ એટલે ગૃહસ્થઘર્મ અને બીજો યતિઘર્મ અર્થાત્ મુનિઘર્મ. તે ગૃહસ્થ ઘર્મ અને મુનિઘર્મ સમકિત સહિત હોય તો જ કલ્યાણકારક છે; આ એનું રહસ્ય છે. Iકા
સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે ત્રણ રૂપ,
ક્ષમાદિ દશ યતિ-ઘર્મ છે; એમ અનેક સ્વરૂપ. ૭ અર્થ :- સમ્યક્દર્શન શાન ચારિત્રમય રત્નત્રયથર્મ એ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. તેમજ ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિધર્મ એટલે મુનિઘર્મ જગત પ્રસિદ્ધ છે. એમ ઘર્મના અનેક સ્વરૂપ ભગવંતે વર્ણવેલ છે. શા
ઘર્મ-તરું-મૅળ જીંવ-દયા મોક્ષમાર્ગ-સોપાન,
વ્રત-સુખ-સંપત્તિ તણી જનની દયા પ્રમાણ. ૮ અર્થ - ઘર્મરૂપી વૃક્ષનું મૂળ જીવદયા છે. એ મોક્ષમાર્ગે જવા માટે સોપાન એટલે પગથિયાં સમાન છે. તથા વ્રતને, સુખને કે સંપત્તિને પણ જન્મ આપનારી માતા દયા જ છે, અને દયાવડે જ ઘર્મ સથાય છે. “આ સંસારમાં ઇન્દ્રપણું, અહમિન્દ્રપણું, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું તથા બળભદ્રપણું કે નારાયણપણું પ્રાપ્ત થાય છે તે સર્વ ઘર્મના પ્રતાપે થાય છે. ઉત્તમ કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, રાજ્ય, સંપદા, આજ્ઞા, સુપુત્ર, સુભાગ્યવંતી સ્ત્રી, હિતકારી મિત્ર, વાંછિત કાર્યસિદ્ધિ, કાર્યકુશળ સેવક, નીરોગતા, ઉત્તમ ભોગ ઉપભોગ, રહેવાને દેવવિમાન સમાન મહેલો, સુંદર સંગતિમાં પ્રવૃત્તિ, ક્ષમા, વિનયાદિક, મંદકષાયીપણું, પંડિતપણું,
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૩૨
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પુજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભોગીપણું, ઉદારતા, શુરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બધો ધર્મનો પ્રભાવ છે.'' -સમાધિસોપાન (પૃ.૧૨૬)||૮||
પ્રથમ પ્રાણી-દયા ઘરે આત્માર્થી ઉરમાં ય; દયા વિના ઘાર્મિક ક્રિયા જળમાં વાદળછાય. હું
અર્થ થર્મ પાળનાર આત્માર્થી, પ્રથમ પ્રાણીદયાને હૃદયમાં ધારણ કરે. કેમકે દયા વિનાની ઘાર્મિક ક્રિયા જળમાં પડેલ વાદળની છાયા સમાન નિરર્થક છે. જળમાં પડેલ વાદળની છાયા કોઈને સુખનું કારણ થતી નથી તેમ દયા વગરનો ધર્મ કોઈને સુખ આપનાર થતો નથી. ।।૯।।
પૂર્વ
ભવે પિતાદિ જે સગાં થયાં બહુ વાર,
તે પ્રાણી હણતાં અરે! કરે ન કેમ વિચાર? ૧૦
અર્થ :— પૂર્વભવમાં જે પિતા, માતા વગેરે ઘણીવાર થયા છે. એક એક જીવ સાથે અનંતી સગાઈ થઈ ચૂકી છે. એવા પ્રાણીઓને હણનાં અરે! હવે તું કેમ કંઈ વિચારતો નથી. ।।૧૦ના કરુણાવંત મુનિવરો તğને તન-દરકાર,
નિશદિન નિજતિ સાથતાં, કરતા પરોપકાર. ૧૧
અર્થ :– હવે પ્રથમ મુનિધર્મનું વર્ણન કરે છે ઃ—
કરુણાના ભંડાર એવા મુનિવરો પોતાના શરીરની દરકાર અર્થાત્ સાર સંભાળ તજી દઈને નિશદિન પોતાના આત્માનું હિત સાધતા બીજા જીવોની રક્ષા કરવારૂપ પરોપકાર કરતા રહે છે. ‘પરોવવધરાય સતાં વિદ્યૂતય:' પરોપકાર કરવો એ જ મહાત્માઓની વિભૂતિ છે. ।।૧૧।
સર્વ જીવનું હિત કરે, દૂભવે છૅવ નહિ કોય, સર્વ-વિરતિઘર યોગી તે; દેશ-વિરતિ ગૃહી હોય. ૧૨
=
અર્થ :– એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ છ કાય જીવની રક્ષા કરીને સર્વ જીવોનું હિત કરે છે. કોઈ પણ જીવને દુભવતા નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.'' શ્રીમદ્ રાજચંદ્ર
તે સર્વ વિરતિને ઘારણ કરનાર યોગી પુરુષો છે. તે બાર પ્રકારે, તેર પ્રકારે અથવા સત્તર પ્રકારે સંયમના પાળનાર હોય છે. પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠું મન તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાય એમ છ કાયની રક્ષા મળીને બાર પ્રકારે સંયમ થાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુતિ મળીને તૈર પ્રકારે સંયમ કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા ચાર કષાયનો નિગ્રહ મળીને સત્તર પ્રકારનો સંયમ જગતમાં પ્રસિદ્ધ છે. તે સંયમને પાલનહાર સર્વ વિરતિધર યોગીપુરુષો છે, તથા દેશ-વરિત એટલે જેને અંશે ત્યાગ કરેલો છે એવા ગૃહસ્થ તે દેશવ્રતને ઘારણ કરનાર શ્રાવક કહેવાય છે. ।।૧૨।
ત્રસ જીવને ગૃહી ના હો વિના પ્રયોજન ક્યાંય;
સંકલ્પી હિંસા તજે, દેશે સંયમ ત્યાંય. ૧૩
હવે બીજા ગૃહસ્થઘર્મ વિષે જણાવે છે :–
અર્થ
– ત્રસ એટલે હાલતાચાલતા જીવોને જે ગૃહી એટલે ગૃહસ્થ વિના પ્રયોજન કદી હણે નહીં.
Page #61
--------------------------------------------------------------------------
________________
(૩૭) દેશ ઘર્મ વિષે વિચાર
૪૩૩
સંકલ્પ કરીને કોઈને મારે નહીં. કારણ શ્રાવક ઘર્મ અંગીકાર કરનારને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે, વિરોધી હિંસાનો નહીં. કોઈ તેને મારવા આવે તો સામનો કરે; તે વખતે તે મરી જાય તો શ્રાવકવ્રતનો ભંગ થતો નથી. કેમકે તેણે દેશે અર્થાત્ અંશે સંયમ એટલે ત્યાગને અંગીકાર કર્યો છે, સર્વથા નહીં. ૧૩ના
શોભારૃપ સંસારમાં વર્તન શુંભ સદાય;
મુનિ બનવાના ભાવને ભૂલે નહીં જરાય. ૧૪ અર્થ :- દેશ સંયમી શ્રાવકનું વર્તન સંસારમાં સદા શુભ છે, તેથી શોભારૂપ છે. તે મુનિ બનવાના ભાવને કદી ભૂલતા નથી. “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” (વ.પૃ.૧૦૬) ૧૪.
વીર્ય પ્રગટ તેવું નથી, તેથી રહે ઘરમાંય,
ઉપાસના મુનિ તણ કરે દેવ-ભક્તિ સહ ત્યાંય. ૧૫ અર્થ:- મુનિપણું અંગીકાર કરવાનું વીર્ય હજુ પ્રગટ થયું નથી તેથી તે હજા ઘરમાં રહે છે. ત્યાં ઘરમાં રહ્યા છતાં પણ દેવ-ગુરુની ભક્તિ કરતા સાથે મુનિ બનવા માટેની યોગ્યતા મેળવવાની ઉપાસના સદા કરતો રહે છે. ૧પ.
ઘાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ, પાત્રે દેતા દાન,
દયા લાવી દીન દુઃખીને મદદ કરે, તર્જી માન. ૧૬ અર્થ - સાઘર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્યભાવના રાખે છે. પાત્ર જીવોને આહારદાન, ઔષઘદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે આપે છે. તથા દયા લાવીને દીન દુઃખી જીવો ઉપર પણ અનુકંપાદાનવડે પોતાનું માન મૂકીને મદદ કરે છે. “આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકર ગોત્ર બાંધે.”-બો. ભા.-૧ (પૃ.૩૩૧) શ્રી સંભવનાથ ભગવાને વાત્સલ્યભાવથી તીર્થંકરનામ કર્મ બાંધ્યું હતું. ૧૬ાા
તત્ત્વ-વિચાર સદા કરે, દેશવ્રતે ઉલ્લાસ;
પ્રસિદ્ધ નીતિમાર્ગ સહ સમ્યગ્દર્શન-વાસ. ૧૭ અર્થ :- જે હમેશાં છ દ્રવ્ય, છ પદ કે સાત તત્ત્વનો વિચાર કરે છે. જેને દેશવ્રત એટલે શ્રાવકના વ્રત પાળવામાં ઉલ્લાસ વર્તે છે. જગત પ્રસિદ્ધ નીતિમાર્ગમાં જે પ્રયાણ કરે છે તથા જેનો સમ્યગ્દર્શનમાં વાસ છે, અર્થાતુ જેને વ્યવહાર કે નિશ્ચય સમકિત પ્રાપ્ત છે. તે જ ખરા શ્રાવક ગણવા યોગ્ય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે.”
(વ.પૃ.૩૯૮) ||૧ણા પૂજ્ય ગૃહસ્થપણું ગયું, આવું ભક્તિ-ઘામ, સગુણ-ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ૧૮
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - જેને સપુરુષ પ્રત્યે ભક્તિ જાગી છે, જેના ઘરના બધા ભક્તિ કરતા હોવાથી ઘર પણ ભક્તિનું ઘામ બન્યું છે, તેનું ગૃહસ્થપણું વખણાય છે, પૂજ્ય ગણાય છે. પણ સગુણના સમૂહ વગર ગૃહસ્થનું શ્રાવક એવું નામ શોભા પામતું નથી.
“શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યો હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા.” (વ.પૃ.૭૨૯)
કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ;
નિર્દય, ક્ષુદ્ર જનો પડે, ટકે કેટલો કાળ? ૧૯ અર્થ :- આ કળિકાળમાં તો કોઈક જ સાચા સાધુ દેખાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજ વિષે પરમકૃપાળુદેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે.
આ પાપના યુગમાં નિર્દય અને શુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે, તો તે કેટલો કાળ તેમની પાસે ટકી શકે? જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી, લોકોની કનડગતને લઈને જુનાગઢ જેવા એકાંત સ્થાનોમાં રહેવા લાગ્યા. તેમજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજ પણ લોકોના અયુક્ત દબાણને લઈને જન સહવાસ છોડી વનવાસ સ્વીકાર્યો. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાથીન વર્તન થવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી વિશેષ સ્વરૂપ ધ્યાનમાં સ્થિર રહેવા લાગ્યા. તેથી લોકો તેમને ઓળખી શક્યા નહીં. એવું ભયંકર કળિકાળનું સ્વરૂપ છે. ૧૯ાા
જેમ સુકાતા સર વિષે માછલીઓ ગભરાય,
ફેરવતા બક ચંચુ બહુ; ક્યાં નાસી સંતાય? ૨૦. અર્થ :- જેમ સર એટલે તળાવ સુકાતા માછલીઓ બિચારી ગભરાવા લાગે છે. કેમ કે ત્યાં બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય છે. ત્યાંથી બિચારી માછલીઓ નાસીને ક્યાં સંતાય. તેમ આ કળિયુગમાં મોક્ષમાર્ગના જિજ્ઞાસુ જીવોને કુગુરુરૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા ત્યાંથી છૂટીને કોને શરણે જાય? એ જોઈને કપાળુદેવને બહુ દયા આવે છે. ૨૦થા
માત-પિતા સમ સાઘુની શ્રાવક લે સંભાળ,
સાધુ-સમાધિ સાથતાં અને ઘર્મ-રખવાળ. ૨૧ અર્થ - માતા પિતા સમાન શ્રાવકો આત્મજ્ઞાની સાધુ પુરુષોની સંભાળ લે છે. સાધુ પુરુષો આત્માની સ્વસ્થતાને સાથી ઘર્મની રક્ષા કરે છે. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ર૧ાા
સાધુ સાથે આત્મહિત, ચંદનતરુ સમ માન,
સમીપ-વાસીને વાસથી કરતા આપ સમાન. ૨૨ અર્થ - આત્મજ્ઞાની સાધુપુરુષો આત્મહિતને સાધે છે, તેમને ચંદનના વૃક્ષ સમાન જાણો. જે પુરુષો તે સાધુ મહાત્માઓનો સંગ કરે તેને પણ સદાચારથી સુવાસિત કરીને પોતા સમાન બનાવે છે.
ઋષભદેવ ભગવાનને તેમના અઠ્ઠાણું પુત્રો ભરત મહારાજાની શિકાયત કરવા ગયા હતા. તેમને પણ ઉપદેશ આપી પોતા સમાન બનાવી દીધા.
Page #63
--------------------------------------------------------------------------
________________
(૩૭) દેશ ધર્મ વિષે વિચાર
૪૩૫
શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા તો તેમને હે ગૌતમ! તને આત્મા વિષેની શંકા છે. એમ અંતરની વાત જણાવી, ઉપદેશ આપી મોક્ષમાર્ગે ચઢાવી દીધા. ।।૨૨ા ગૃહ-જંજાળી જીવની ધર્મ-ક્રિયા ગજ-સ્નાન, પ્રવૃત્તિ અતિ પાપની સંત-કૃપા સુખ-સ્થાન. ૨૩
અર્થ :— હવે ગૃહસ્થની ઘર્મક્રિયા વિષે જણાવે છે :
ગૃહ જંજાલમાં વસનારા જીવની ધર્મક્રિયા ગજ-સ્નાન જેવી છે. જેમ હાથી સ્નાન કરીને પાછી ધૂળ નાખે. તેમ ગૃહસ્થની પાપની પ્રવૃત્તિ વિશેષ છે અને ઘર્મક્રિયાનો અવસર અલ્પ માત્ર મળે છે.
છતાં ત્યાં પણ સંતપુરુષોની કૃપા થયે આત્મજાગૃતિનો ઉપાય મળી જાય તો તે ગૃહસ્થ અવસ્થા પણ સુખપૂર્વક નિર્ગમન કરે છે.
જેમ ભગવાન મહાવીરના ઉપદેશથી કે કૃપાથી ગૃહસ્થ હોવા છતાં આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવકની દશા વૃદ્ધિ પામી તેમ આપણે પણ પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી તથા પ.પૂ.બ્રહ્મચારીજીની કૃપાથી આત્મસુખ મેળવવાનું સ્થાન પામ્યા તથા આરાધનાનો ક્રમ પણ પામ્યા; એ સંતપુરુષોની કૃપાનું જ ફળ છે. ૨૩।।
કુટુંબ કાજળ-કોટડી, ક્યાંય જરી અડી જાય, ડાઘ પડે તે ભૂંસતાં, કાળું કાળું થાય. ૨૪
અર્થ :— કુટુંબરૂપી કાજળની કોટડી છે. તેમાં જરીક વાસ કરે તો પણ કાળો ડાઘ લાગે. તે ડાઘને ભૂંસતા કષાયરૂપી કાળાશથી આત્માની કાળાશ વધે છે, પણ સ્વચ્છતા થતી નથી.
“કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે.’’ (વ.પૃ.૨૧૦) I॥૨૪॥
ગણ સેવા સત્પુરુષની સાબુ, બોથ જળ જાણ;
સદાચાર પથ્થર ઉપર, આત્મા વસ્ત્ર વખાણ. ૨૫
અર્થ : સત્પુરુષની સેવાને સાબુ સમાન જાણ, તથા તેમના વૈરાગ્યમય બોઘને જળ સમાન જાણીને સદાચારરૂપી પત્થર ઉપર આત્મારૂપી વસ્ત્રને ઘોઈ અનાદિનો વિષયાદિક કર્મમેલ હવે દૂર કરો. ।।૨૫॥ જેમ નોળિયો, સાપની સાથે લડવા જાય, સર્પમુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. ૨૬
અર્થ :– જેમ નોળિયો સાપની સાથે લડવા જાય ત્યારે સાપના મુખમાં વિષ હોવા છતાં પણ નકુલ
=
એટલે નોળિયો પોતાના દરમાં નોરવેલ નામની જડીબુટ્ટી હોવાથી ગભરાતો નથી. ।।૨૬।।
સર્પ ડરે, નાસે વળી કરડે જોઈ લાગ,
નકુલ દોડી જડીબૂટી સૂંઘી પડે નાગ. ૨૭
અર્થ :– સાપ નોળિયાને જોઈ ડરે છે, નાસે છે, તથા લાગ જોઈને વળી નોળિયાને કરડે પણ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ત્યારે નોળિયો તરત દોડીને પોતાના દરમાં રહેલ જડીબુટ્ટીને સૂંઘી ઝેરને ઉતારી ફરી પાછો નાગને પકડે છે. રા .
એમ અનેક પ્રસંગમાં ચૂકે નહીં ઉપાય,
અંતે જીતે નોળિયો, મરણ સાપનું થાય. ૨૮ અર્થ :- એમ અનેકવાર કરડવાના પ્રસંગ થતાં જડીબુટ્ટી સુંઘવાના ઉપાયને તે ચૂકતો નથી. તેથી જેના અંગમાં ઝેર નથી છતાં પણ તે નોળિયો લડાઈમાં અંતે જીતી જાય છે અને ઝેરવાળા સાપને મારી નાખે છે. ૨૮.
તેમ મુમુક્ષુ પણ ગણે વિષમય આ સંસાર,
સદ્ગુરુ આજ્ઞા જડીબુટી ગણે પરમ આઘાર. ૨૯ અર્થ - તેમ મુમુક્ષુ પણ આ સંસારને ઝેરમય જાણી ગુરુ આજ્ઞારૂપી જડીબુટ્ટીને પરમ આધાર ગણી વારંવાર સુંધ્યા કરે છે. વારંવાર સંસારનું ઝેર ચઢે કે સત્સંગની ઉપાસના કરી કે “સહજાત્મસ્વરૂપ”નું ધ્યાન ઘરી સંસારના ઝેરને વમી નાખે છે. રા.
નિર્વિષ રહીં ગભરાય નહિ, વિકટ કરે પુરુષાર્થ,
વિષમ ઉદયમાં ચેતતો રહીં સાથે આત્માર્થ. ૩૦ અર્થ :- એમ સંસારમાં રહેવા છતાં સત્સંગ ભક્તિ સ્વાધ્યાયના બળે કરી વિષયકષાયભાવોના ઝેરથી રહિત રહીને તે મુમુક્ષુ ગભરાતો નથી; પણ સપુરુષની આજ્ઞા આરાઘવાનો વિકટ પુરુષાર્થ કર્યા કરે છે. વિષમ એવા કર્મના ઉદયમાં પણ તે ચેતતો રહે છે અને આત્માર્થને સાથે છે. II૩૦
સદગુરુ-આજ્ઞા, જિનદશા” ભૂલે નહીં લગાર,
તો અંતે તે તરી જશે વિષમય આ સંસાર. ૩૧ અર્થ :- એમ જે મુમુક્ષ, સદગુરુની આજ્ઞા ઉઠાવવાનો કે જિનદશા પ્રાપ્ત કરવાનો લક્ષ લગાર માત્ર પણ ભુલતો નથી તે અંતે ભયંકર એવા વિષમય સંસારને જરૂર તરી જશે, એમાં શંકાને સ્થાન નથી. ૩૧
સાંસારિક સુખ વિષ સમ, સમજે વિચારવાન;
સત્સંગે સુવિચારણા પોષ્ય આતમજ્ઞાન. ૩૨ અર્થ :- સંસારનું સુખ ઝેર સમાન છે. એમ જે વિચારવાની જાણે છે તે તો સત્સંગમાં આત્મા સંબંઘીની સુવિચારણાને પોષણ આપી આત્મજ્ઞાનને પામે છે. આત્મજ્ઞાનને પામી ક્રમે કરી તે ભવ્યાત્મા સર્વદુઃખથી મુક્ત થાય છે.
“સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ૩રા
જે દેશઘર્મ એટલે શ્રાવકઘર્મ આરાઘતાં, મુનિપણાની ભાવના ભાવતા હતા, તે હવે મૌનપણું આરાઘે છે. કેમકે મૌનપણું એ જ મુનિપણું છે. મુનિઓ પ્રયોજન વિના બોલે નહીં. એ મૌનપણાની મહાનતાને સમજાવવા નીચેના પાઠમાં તેનો વિસ્તાર કરવામાં આવે છે :
Page #65
--------------------------------------------------------------------------
________________
(૩૮) મૌન
૪૩૭
(૩૮)
મોન
(ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની તે—એ રાગ)
રાજચંદ્ર ગુરુ-વંદના, વંદ્ય-વંદક-ભાવ;
પરમાર્થે પરમાત્મમાં એકતા, મૌન સાવ. રાજ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને હું વંદ્ય-વંદક-ભાવે વંદના કરું છું. પરમકૃપાળુદેવ તે વંદ્ય એટલે વંદન કરવા લાયક છે. અને હું તેમને વંદન કરવા લાયક છું. માટે ભાવપૂર્વક તેમના ચરણકમળમાં મારા આત્માના હિતને અર્થે પ્રણામ કરું છું.
પરમાર્થે એટલે નિશ્ચયનયથી જોતાં પરમકૃપાળુદેવની પરમાત્મસ્વરૂપમાં એકતા થઈ છે. જેથી સાવ મૌનપણાને ભજે છે, અર્થાત જેને બોલવાની ઇચ્છા નથી. માત્ર ઉદયાહીન વચન પ્રવૃત્તિ થાય છે. બોલવા માત્રની જેને ઇચ્છા નથી માટે તે મૌનપણું છે. [૧
જાણે જે જગતત્ત્વને, મુનિ તે જ મહાન,
મુનિપણું તે મૌન છે, કહે શ્રી ભગવાન. રાજ૦ ૨ અર્થ - જે જગતમાં રહેલા છ દ્રવ્ય કે સાત તત્ત્વને યથાર્થ જાણે છે તે જ મહાન મુનિ છે. “જેણે આત્મા જાગ્યો તેણે સર્વ જાણ્યું એ નિગ્રંથ પ્રવચન અનુસાર ત્રણે લોક જેનો વિષય છે એવા આત્માને જેણે જાણ્યો તે જ સાચા મુનિ છે. મુનિપણું એ મૌનપણું છે, અર્થાત્ મુનિઓ સ્વભાવમાં રમનારા હોવાથી વિભાવભાવથી મૌન છે. આત્માર્થના પ્રયોજન વગર બોલતા નથી, એમ શ્રી તીર્થકર ભગવંત કહે છે. રા.
સમકિત તે મુનિપણું, મૌન તે સમકિત,”
આચારાંગ વિષે કહ્યું; વીરવચન પ્રસિદ્ધ. રાજ૦ ૩ અર્થ :- જ્યાં સમકિત છે ત્યાં મુનિપણું છે. અથવા જ્યાં સમકિત છે ત્યાં જ ખરું મૌનપણું છે, કેમકે અંતરથી તેને કંઈ પણ બોલવાનો ભાવ નથી. આચારાંગ સૂત્રમાં આ વાત શ્રી મહાવીર ભગવાને જણાવી છે; જે જગત પ્રસિદ્ધ છે.
“जं सम्मति पासहा तं मोणंति पासहा
મોriતિ પાસદ તે સમ્પતિ પાસ.” આચારાંગ સૂત્ર અર્થ :- જે સમકિતને ઉપાસે છે તે મુનિપણાને ઉપાસે છે અને જે મૂનિપણાની ઉપાસના કરે છે તે સમકિતને ઉપાસે છે. કા.
શિથિલ, ધૈર્યરહિત જે નિર્બળ મનવાળા,
વિષયાસક્ત, પ્રમાદી ને ઘર-મમતાવાળા. રાજ૦ ૪ અર્થ :- જે શિથિલાચારી છે, જેનામાં ધૈર્યતા ગુણ નથી પણ ઉતાવળે વિચાર વગર કામ કરનારા છે, જેનું મનોબળ નિર્બળ છે, જે વિષયાસક્ત, પ્રમાદી અને ઘરમાં ઘણી મમતા રાખવાવાળા છે તે જીવો કેવી રીતે મૌનવ્રત પાળી શકે? Iઝા
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
માયાવી જગ-ઠગ સમા સમ્યકત્વ ન ઘારે,
મૌન મહા તેવા વડે પળે કેવા પ્રકારે? રાજ. ૫ અર્થ - જે માયાવી લોકો જગતમાં ઠગ સમાન છે, તેની મતિ વિપરીત હોવાથી સમ્યત્વ એટલે સાચી સમજણને ઘારણ કરી શકે નહીં. તેવા લોકો મહાન એવા મૌનપણાને કેવી રીતે પાળી શકે? આપણા
સમ્યગ્દર્શની મુનિ તે શુરવીર જ સાચા,
લૂખુંસૂકું ખાઈને વશ રાખે વાચા. રાજ૦ ૬ અર્થ - આત્મજ્ઞાનને પામેલા એવા મુનિ જ સાચા શૂરવીર છે કે જે સંયમને માટે લૂખું સૂકું ખાઈને પોતાની વાચા એટલે વચનને વશ રાખે છે, અર્થાત્ વાણીનું પણ સંયમન કરે છે. ‘મુનિ તો આત્મવિચાર કરી નિરંતર જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર
ભારવાહકનું દ્રષ્ટાંત - એક જણ દીક્ષા લીઘા છતાં મુનિપણાનો ભાર નહીં ઉપાડવાથી તેને છોડી મજૂર બન્યો. તે પાંચ કલશી ઘાન ઉપાડી શકતો. એક કલશી એટલે ૧૬ કાચા મણ. ૨૦ કિલોનો એક કાચો મણ થાય. રાજાએ તેનું બળ જોઈ પોતે આવે તો પણ તારે માલની હેરાફેરી કરતાં ખસવું નહીં એવી આજ્ઞા કરી. છતાં એકવાર મુનિ મહાત્માને રસ્તામાં આવતા જોઈ તે ખસી ગયો. રાજા પાસે તે વાત પહોંચી. રાજાએ પૂછ્યું કે મુનિને જોઈ તું કેમ ખસી ગયો. ત્યારે તેણે કહ્યું કે મહારાજ! હું પણ પહેલાં મુનિ હતો પણ મુનિપણાનો ભાર મારાથી સહન નહીં થઈ શકવાથી હું આ અનાજનો ભાર ઉપાડતો થયો છું. ખરેખર શૂરવીર તો આ મુનિ મહારાજ છે. માટે તેમની મહાનતાને જોઈ આદરભાવ આવવાથી તેમને મેં માર્ગ આપ્યો હતો. કાા
છોડી દેહાધ્યાસને કૃશ કાયા કસે છે,
દેહ–દુઃખ એ ફળ મહા” જેને ઉર વસે છે. રાજ૦ ૭. અર્થ :- મહાત્માઓ દેહાધ્યાસને છોડી કાયાને ક્રશ કરી પોતાની કસોટી કરે છે. “દેહને દુઃખ આપવું એ મહાન ફળ છે” એમ જેના હૃદયમાં સદા વસેલું છે.
ઘન્ના અણગારનું દ્રષ્ટાંત – કાકંદીપુરીમાં ઘન્ના નામે શેઠનો ઘન્ય નામે પુત્ર હતો. તેની માતા ભદ્રાએ બત્રીસ મહેલ કરાવીને બત્રીસ શેઠની કન્યાઓ તેને પરણાવી હતી. તે દોગંદુકદેવની સમાન તેમની સાથે રહેતો હતો. એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તત્પર થયો. માતાએ દીક્ષાની ભયંકર કઠીનતાઓ સમજાવી. તો પણ વિષ્ટાની જેમ વિષયભોગનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, નિરંતર ભગવાનની આજ્ઞાથી છઠ્ઠ તપ કરવા લાગ્યા. એ પ્રમાણે તપ કરતા મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસરહિત શરીર ચાલે ત્યારે હાડકાં ખડખડ શબ્દ કરે. છતાં મનમાં તેનો કોઈ ખેદ નથી પણ આનંદ છે. અંતે ભગવાનની આજ્ઞા લઈ વિપુલગિરી પર્વત ઉપર જઈ એક માસની સંલેખનાવડે શરીરનું શોષણ કરી સમભાવે સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચકૂળમાં જન્મી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે પધારશે. એમ દેહને દુઃખ આપવું એ મહાફળ છે. એમ જે મહાત્માઓના હૃદયમાં વસેલ છે તે શીધ્ર આત્મસિદ્ધિને પામશે. IIળા
મરણાંતિક કષ્ટો સહે મહા ઘીરજ ઘારી, એ જ મહોત્સવ માણતા, લેતા મૃત્યુ સુથારી. રાજ૦ ૮
Page #67
--------------------------------------------------------------------------
________________
(૩૮) મૌન
૪૩૯
અર્થ - મહાન એવા ઘેર્યને ઘારણ કરી જે મરણની છેલ્લી ઘડી સુધી કષ્ટોને સહન કરે છે. જે મૃત્યુને મહોત્સવ માની ઉત્તમ ભાવ રાખી મરણને સુધારી લે છે તે જ સાચા મુનિ છે. IIટા.
ક્રોદાદિ દોષો શમે બને માર્ગાનુસારી,
તત્ત્વજિજ્ઞાસા જાગતાં સગુરુ ઉપકારી. રાજ૦ ૯ હવે ખરું અંતરંગ મૌન પ્રાપ્ત કરવા આપણે શું કરવું જોઈએ તેનો ક્રમ જણાવે છે :
અર્થ - પ્રથમ જીવે ક્રોધ, માન, માયા, લોભાદિક દોષોનું શમન કરવું જોઈએ. તે થતાં જીવ માર્ગાનુસારી બને છે. તે યોગ્યતા આવ્ય આત્માદિ તત્ત્વોને જાણવાની જીવને જિજ્ઞાસા પ્રગટે છે. પછી સ ગુરુ ભગવંતનો બોઘ તેને ઉપકારી થાય છે. લો
સદ્દગુરુ-સેવાથી બને સદ્ભુતરસ-ઘારી,
જીવ-અજીવના ભેદ બે, ગુરુ-ગમે વિચારી. રાજ. ૧૦ અર્થ :- સદગુરુ ભગવંતના બોઘવડે માર્ગનું ભાન થતાં તેમની આજ્ઞા ઉપાસવાનો જીવને ભાવ ઊપજે છે. પછી ક્રમે કરી સત્કૃતમાં તે રસ લેતો થાય છે. તેના ફળ સ્વરૂપ, ગુરુગમે અર્થાત્ ગુરુની સમજ પ્રમાણે તે જીવ અને અજીવ બેય જાદા દ્રવ્ય છે એમ વિચારતો થાય છે. ૧૦ગા.
ભેદજ્ઞાની બની જાણતો જીવ, પુગલ ભિ;
પરભાવો સૌ ત્યાગીને રહે સ્વરૃપે લીન. રાજ. ૧૧ અર્થ - જડ ચેતનનો વિચાર કરતાં તે ભેદજ્ઞાની બને છે. જેથી જીવ અને શરીરાદિ પુદ્ગલને ભિન્ન જાણી, સર્વ પરભાવોને ત્યાગી સ્વસ્વરૂપમાં લીન રહે છે, તે જ ખરું મૌનપણું છે. II૧૧ાા
નિત્ય ગણે તે જીવને પુગલ-પિંડ અનિત્ય,
જીવ અમૂર્તિક જાણતો, મૂર્તિક પુગલ-કૃત્ય. રાજ૦ ૧૨ અર્થ :- જીવ દ્રવ્યને નિત્ય ગણે છે તથા પુદ્ગલના પિંડ એવા શરીરાદિને અનિત્ય એટલે નાશવંત માને છે તથા જીવ દ્રવ્યને અમૂર્તિક એટલે અરૂપી માને છે તથા પુદ્ગલ એવા શરીર, ઘર, કુટુંબાદિકને તે મૂર્તિક એટલે રૂપી જાણે છે. [૧૨ના
અચળ જીવ-સ્વરૂપ ને પુગલ-પિંડ ફરતાં,
ચેતન-લક્ષણ જીવ છે, જડ પુગલ તરતાં. રાજ. ૧૩ અર્થ :- મૂળ સ્વરૂપે જોતાં જીવનું સ્વરૂપ અચળ અર્થાત્ સ્થિર સ્વભાવી છે, જ્યારે પુગલના પરમાણુઓ ફરતા રહે છે. જીવનું લક્ષણ ચૈતન્યપણું છે જ્યારે જડ એવા કર્મ પુદ્ગલો અચેતન હોવાથી જીવદ્રવ્યની ઉપર જ તરતા રહે છે, અર્થાત્ આત્મા સાથે તે એકમેક થઈ શકતા નથી. II૧૩
સ્વભાવનો કર્તા બને, વળી ભોક્તા જીવ;
કિર્તા-ભોક્તા ભાવનાં બને નહીં અજીવ. રાજ. ૧૪ અર્થ - કર્મ ક્ષય થયે આત્મા સ્વભાવનો કર્તા બને છે અને તેનો જ તે ભોક્તા થાય છે. પણ આત્મભાવનાના કર્તા ભોક્તા અજીવ એવા પુદગલો થતાં નથી. II૧૪
Page #68
--------------------------------------------------------------------------
________________
४४०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દેહાદિ સંયોગમાં ભેદજ્ઞાની ઉદાસી,
ઉર વૈરાગ્ય જળે ઝીલે સદા આત્મ-ઉપાસી. રાજ. ૧૫ અર્થ - જેને ભેદજ્ઞાન થયું છે એવા જ્ઞાનીપુરુષો દેહ, ઘન, કુટુંબાદિના સંયોગમાં સદા ઉદાસ રહે છે. તેમનું હૃદય વૈરાગ્ય જળમાં ઝીલે છે અને જે સદા આત્માની ઉપાસનામાં સંલગ્ન રહે છે. ઉપરા
સ્વ-પર-આત્મહિતાર્થનું આત્મ-લક્ષ્ય જ બોલે,
શબ્દોચ્ચાર થયા છતાં ગણ મૌનને તોલે. રાજ. ૧૬ અર્થ :- જ્ઞાની પુરુષો સ્વ-પરના આત્મહિતને અર્થે આત્માના લક્ષપૂર્વક જ બોલે. તેથી તેમના શબ્દોચ્ચાર થયા છતાં તેઓ મૌનને તોલે આવે છે અર્થાત્ તેમને મૌન જ છે એમ તું જાણ. II૧૬ાા.
વર્ષો સાડા બાર જે વીર મૌન રહ્યા તે
શબ્દ વૃથા નહિ ઉચ્ચરે, કર્મભાવ ગયા છે. રાજ. ૧૭ અર્થ :- સાડા બાર વર્ષો સુધી પ્રભુ મહાવીર મૌન રહ્યા. પરમાર્થ પ્રયોજન સિવાય વૃથા શબ્દ જેઓ ઉચ્ચારતા નથી. કારણ કે જેના રાગદ્વેષ અજ્ઞાનરૂપ કર્મ ભાવ નાશ પામ્યા છે. ||૧ળા
અહંભાવ નહિ ઉદયે રહ્યા સાક્ષી-ભાવે,
પુદગલમય શબ્દો વિષે નહિ મમતા લાવે. રાજ. ૧૮ અર્થ - જેને અહંભાવ મમત્વભાવ નથી. જે માત્ર ઉદયને આધીન સાક્ષીભાવે રહેલા છે તથા પુદગલમય શબ્દો બોલવામાં જેને મોહ નથી, એવા ભગવાન તો માત્ર મૌનને જ આરાઘે છે. ૧૮.
બોલે પણ નહિ બોલતા કેમે ન બંઘાતા,
આહાર અર્થે જાય તે ખાય તોય ન ખાતા. રાજ. ૧૯ અર્થ – પ્રભુ બોલે તો પણ બોલતા નથી. કેમકે બોલવાનો ભાવ નથી તેથી તે કર્મોથી કેમ બંધાતા નથી. પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર કલાક સુધી બોઘ આપ્યો અને વાતમાં કહ્યું કે અમે આજે બોલ્યા નથી. મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. તો પ્રભુશ્રી કહે અમે નથી બોલ્યા. ફરી મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. ત્યારે જવાબમાં ફરી પ્રભુશ્રીજીએ કહ્યું : શું અમે જૂઠું બોલતા હોઈશું?
“બોલે પણ નહીં બોલતા, ચાલે તોય આચાલ;
સ્થિર આત્મસ્થિતપ્રજ્ઞ તે, જુએ ન રાખે ખ્યાલ.” -ઇબ્દોપદેશ મુનિ આહાર માટે ગોચરી લેવા જાય, આહાર લાવી ખાય તો પણ તે ખાતા નથી. કેમકે તેમને ખાવાનો ભાવ નથી. માત્ર કર્માધીન શરીરને ટકાવવા પૂરતી તેમની પ્રવૃત્તિ થઈ રહી છે. તે તો માત્ર તેના સાક્ષી છે.
સોમ અને સુરનું દ્રષ્ટાંત – સોમ અને સુર બેય રાજ પુત્રો હતા. સોમે દીક્ષા લીધી. સુર રાજા થયો. એકવાર સોમ મુનિ વિહાર કરતા તે જ ગામમાં પધાર્યા. નદીની પેલી પાર નિવાસ હતો. રાજા વગેરે સર્વ દર્શન કરી આવ્યા. રાત્રે નદીમાં પૂર આવી ગયું. બીજે દિવસે રાણીઓને ફરી દર્શન કરવાના ભાવ થતાં સૂર રાજાએ કહ્યું કે જાઓ નદીદેવીને કહેજો કે સૂર રાજા બ્રહ્મચારી હોય તો નદી દેવી માર્ગ આપો. તેમ કહેવાથી નદીએ માર્ગ આપ્યો. પછી ત્યાં બગીચામાં રસોઈ બનાવી મુનિને આહારદાન આપી જમાડ્યા. પછી મુનિને પૂછ્યું રાજાની અમે આટલી રાણીઓ છતાં રાજા બ્રહ્મચારી કેવી રીતે? મુનિ કહે:
Page #69
--------------------------------------------------------------------------
________________
(૩૮) મૌન
૪૪૧
તેને રાજ્ય કરવામાં કે સંસાર ભોગવવામાં આસક્તિ નથી માટે. નદીનું પૂર પાછું ફરી વળ્યું. મુનિને જવાનો માર્ગ પૂછતાં કહ્યું કે નદીને કહેજો કે આ મુનિ અશાહરી હોય તો નદીદેવી માર્ગ આપો. તેમ થયું. રાજમહેલમાં આવી રાણીઓએ પૂછતાં રાજાએ કહ્યું કે મહાત્માને ભોજન કરવાનો ભાવ નથી માટે ખાતા છતાં પણ તે ખાતાં નથી. ૧૯ાા.
એ આશ્ચર્યકારી કલા વિરલા કોઈ જાણે;
વીર સમાન એ મૌનથી અહીં શિવસુખ માણે. રાજ. ૨૦ અર્થ - ખાતા છતાં કે બોલતા છતાં પણ બોલતા નથી એવી આશ્ચર્યકારી મહાપુરુષોની કલાને કોઈ વિરલા પુરુષ જ જાણી શકે છે. મહાવીર ભગવાનની જેમ આત્માર્થે અંતરંગ મૌન ઘારણ કરવાથી અહીં જ મોક્ષસુખને અનુભવી શકાય છે. ૨૦ના
આગમ-આઘારે કહ્યું; હવે જો વ્યવહારઃ
હલકા જન બહુ બોલતા, મૌન મોટા ઘારે. રાજ. ૨૧ ઉપરોક્ત વાતો આગમના આઘારે જણાવી. હવે વ્યવહારમાં પણ મૌનથી શું શું ફાયદા થાય છે તે જણાવે છે :
અર્થ - હલકા પ્રકારના લોકો બહુ બોલ બોલ કરે છે; જ્યારે મોટા પુરુષો મૌનને ઘારણ કરી માત્ર પ્રયોજન પૂરતું જ બોલે છે. “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંઘ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.” (વ.પૃ.૩૮૯) રપા
નન્નો નવ દુઃખો હણે” ટળે સહજ ઉપાધિ,
જન જન સાથે બોલતાં વઘે મનની આધિ. રાજ૦ ૨૨ અર્થ :- “નહિ બોલવામાં નવ ગુણ” એમ કહેવાય છે. વિશેષ નહીં બોલવાથી સહજે ઘણી ઉપાધિઓ ટળી જાય છે.
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.” (વ.પૃ.૨૦૧) નહીં બોલવામાં નવ ગુણ નીચે પ્રમાણે છે :
(૧) કોઈને ખોટું લાગવાનો વખત ન આવે, (૨) કોઈથી વેર વધે નહીં, (૩) કર્મનો આશ્રવ અલ્પ થાય, (૪) વિકલ્પો વધે નહીં, (૫) મન શાંત રહે, (૬) વિચારને અવકાશ મળે (૭) સ્મરણ કરવાની ટેવ પાડી શકાય, (૮) શક્તિનો દુર્વ્યય અટકે, (૯) ગંભીરતાનો અભ્યાસ થાય. અનેક લોકો સાથે વાર્તાલાપ કરતાં મનની આધિ એટલે ચિંતાઓ વધે છે; પણ ઘટતી નથી. રા.
વઘે પ્રતિબંઘ, વેર ને ટળે ચિત્તની શાંતિ;
જન-સંસર્ગ તજી ચહે યોગ ભાગવા ભ્રાંતિ. રાજ. ૨૩ અર્થ - લોકોના સંગ પ્રસંગથી પ્રતિબંઘ વધે, વેર પણ બંધાઈ જાય અથવા ચિત્તની શાંતિનો ભંગ થાય છે. માટે યોગી પુરુષો લોકોનો સંગ તજી, આત્માની અનાદિની ભ્રાંતિને ભાંગવા માટે પુરુષાર્થ કરે છે.
“લોક યોગે વહે વાણી, તેથી ચિત્ત ચળે ભ્રમે; લોક સંસર્ગને આવો જાણી, યોગી ભલે વમે.” -સમાધિશતક //ર૩ી
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વળી વિચારે યોગીઓ : ધ્યેય મુખ્ય અયોગી,
વચન યોગથી બંઘ છે, મૌન બહુ ઉપયોગી. રાજ૦ ૨૪ અર્થ :- વળી યોગીપુરુષો વિચારે છે કે મુખ્ય તો મન વચન કાયાથી રહિત અયોગી એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે. તો પછી વચનયોગની પ્રવૃત્તિ બંધ કરવી એ જ યોગ્ય છે. કેમકે તેથી જીવને માત્ર કર્મનો બંધ થાય છે. જ્યારે મૌન રહેવું એ જીવને બહુ ઉપયોગી છે. પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવે સમાધિશતક નામનો ગ્રંથ વાંચન વિચાર કરવા માટે મુંબઈમાં આપ્યો. સુરત આવ્યા પછી ત્રણ વર્ષ સુધી મૌન રહી એ ગ્રંથનું પ.પૂ.પ્રભુશ્રીજીએ અવગાહન કરી આત્મભાવને દ્રઢ કર્યો. ૨૪ો.
સજ્જન સંસારે રહ્યા મૌન સારું માને,
મૈથુન-મુંડન-ભોજને, મળ-મૂત્રને સ્થાને. રાજ૦ ૨૫ અર્થ :- સજ્જન પુરુષો સંસારમાં રહેલા હોવા છતાં પણ મૌનને સારું માને છે. મૈથુન સમયે, કે મુંડન કરાવતી વખતે કે ભોજન જમતાં કે મળમૂત્ર ત્યાગતાં મૌન રહે છે.
“ભોગમાં યોગ સાંભરે એ હલુ કર્મીનું લક્ષણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ||રપા
દીપક પરમાત્મા રૂપી પ્રગટે ઝટ પોતે,
બાહ્ય-અત્યંતર વાણ જો તજી, અંતર ગોતે. રાજ. ૨૬ અર્થ :- પરમાત્મસ્વરૂપ દીપકની જ્યોત ઝટ પ્રગટે. પણ ક્યારે? તો કે જીવ જો બાહ્ય અને અત્યંતર વાણીના વ્યાપારને મૂકી દઈ અંતરમાં આત્માની શોઘમાં લાગી જાય તો. રજા
ક્ષોભ ટળે મન-વાણીનો નિજ રૂપ જણાયે,
સ્થિર જળ મુખ દેખિયે, દૃષ્ટાંતે ભણાય. રાજ૦ ૨૭ અર્થ - મન અને વાણીનો ક્ષોભ મટવાથી પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમકે સ્થિર જળમાં જોવાથી પોતાનું મોટું જોઈ શકાય છે તેમ સ્થિર ચિત્તમાં આત્માના દર્શન થાય છે. રા.
સમજાવે યોગીજનો નિજ મનને નિત્યેઃ
ઇંદ્રિયના વિષયો વિષે ભટકે કેમ પ્રીતે? રાજ ૨૮ અર્થ - માટે યોગીપુરુષો હમેશાં પોતાના મનને સમજાવે છે કે હે જીવ ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમપૂર્વક હજુ કેમ ભટકે છે? સારા
કહે, કદી હિતકાર જો નિજ આત્માને અલ્પ,
શ્રમ વૃથા શાને કરે?(તજ)ભેલ સંકલ્પ-વિકલ્પ. રાજ૦ ૨૯ અર્થ - હે જીવ! તું કહે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયો તને કદી અલ્પ પણ આત્માને હિતકારી થયા છે? તો કે ના. તો પછી ઇન્દ્રિયોને પોષણ આપવા માટેનો શ્રમ તું શા કામ વૃથા કરે છે? માટે શીધ્ર તેને તજ. અને હૃદયમાં ઊઠતા સંકલ્પ વિકલ્પને પણ ભૂલી જઈ ગુરુ આજ્ઞાએ સ્વરૂપને ભજ. કેમકે :
“જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંહી; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૨૯માં
Page #71
--------------------------------------------------------------------------
________________
(૩૯) શરીર
૪૪૩
રોષ, તોષ, સંકલ્પ સૌ મૂકવાથી મુક્તિ,
શી બાઘા તજતાં તને?” એવી યોજે યુક્તિ. રાજ. ૩૦ અર્થ :- રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગ તથા મનના સંકલ્પ વિકલ્પ મૂકવાથી જીવનો મોક્ષ થાય છે. તો મનને પૂછવું કે તારા આ બધા દુઃખના કારણોને મૂકતા તને કંઈ બાઘા આવે છે ? એવી યુક્તિ યોજીને મનને સમજાવતા તે સમજી જાય છે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાથા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) //૩૦ની
‘ઉપદેશું હું અન્યને” “મને કોઈક બોથે,
બાહ્ય વિકલ્પો એ તજી, કેમ શાંતિ ન શોધે? રાજ. ૩૧ અર્થ - હું બીજાને ઉપદેશ આપી તેનું અજ્ઞાન દૂર કરું અથવા મને કોઈ બોઘ કરે આવા બાહ્ય વિકલ્પો મૂકીને આત્માની નિર્વિકલ્પ શાંતિને કેમ શોઘતો નથી?
‘સ્વરૂપ સમજાવું હું', “મને હો ઉપદેશક',
ઉન્મત્ત મત એ મારો, આત્મા તો નિર્વિકલ્પ સમાધિશતક /૩૧. અસંગ ભાવ ન ઊપજે, કરો કલ્પના કોટિ,
સત્સંગથી જ પમાય છે, બીજે થશો ન ખોટી. રાજ૦ ૩૨ અર્થ - મૌનવ્રત ઘારણ કરીને પણ કોટિ કલ્પનાઓ મનવડે કરીએ, તો અસંગ ભાવ ક્યાંથી ઉત્પન્ન થશે? તે તો સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. માટે બીજે ક્યાંય ખોટી થશો નહીં. પણ સત્સંગમાં મૌન ઘારણ કરીને માત્ર આત્મભાવને જ પોષજો, જેથી આત્માની અસંગદશા પ્રગટ થશે.
“સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
“સત્સંગતિ ગંગાજળ, સ્નાન કરે જે ભવ્ય; તેને તીર્થ તપાદિનું, રહે નહીં કર્તવ્ય.”
મૌનપણું એટલે મુનિપણું ઘારણ કરીને સદેવ આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે છે, અને શરીર જે સપ્ત દુર્ગઘમય ઘાતુનું બનેલ છે તેવો ભાવ સદા જાગૃત રાખી તે તરફ લક્ષ આપતા નથી. તે શરીરનું ખરેખર સ્વરૂપ કેવું છે તે આ શરીર નામના પાઠમાં સ્પષ્ટ જણાવે છે :
(૩૯) શરીર
/E ) . (રાગ-જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો.) .
જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીર ભાવે દુષમ આ કળિકાળમાં રે લો; રહે ન જેને દેહઘાર રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાં રે લો. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ આ ભયંકર દુષમ કળિકાળમાં પણ અશરીરીભાવે
Page #72
--------------------------------------------------------------------------
________________
४४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જીવન જીવ્યા. તે વિષે એક પત્રમાં પોતાની દશા જણાવે છે :
“ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ?” (વ.પૃ.૩૫૪)
પરમકૃપાળુદેવને આ દેહ ઘારણ કરેલ હોવા છતાં તેનું પણ ભાન નથી. પોતા વિષે લખે છે કે – “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (વ.પૃ.૨૯૦)
તથા હમેશાં અવિષમ ઉપયોગે આત્મસ્વભાવમાં રહેનારા એવા આ ગુરુ છે. જેના આત્માનો ઉપયોગ સદા સમ રહે છે પણ વિષમ થતો નથી. એ વિષે એક પત્રમાં સ્વયં જણાવે છે કે – “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.” (વ.પૃ.૬૧૭)
એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ગુરુ કરવા હોય તો આવા સમભાવમાં રમનારા મહાત્માને જ ગુરુ કરવા જોઈએ; કે જેથી આપણો આત્મા પણ સમભાવને પામી સર્વકર્મથી મુક્ત થાય. લા.
શરીર શું? તે શી શી ચીજનું સ્થાન, જો, મૂળ તપાસીને નિર્ણય કરવો ઘટે રે લો; કાયા-માયામાં ઑવ તો ગુલતાન જો, કાયાની ચિંતા શાને હજું ના મટે રે લો? ૨
અર્થ – આ શરીર શું છે? તે કયા પ્રકારની વસ્તુઓનું બનેલું છે? તેની મૂળથી તપાસ કરીને નિર્ણય કરવો યોગ્ય છે.
“ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ;
કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર ‘ભાવનાબોથ’ કાયાની મોહમાયામાં જ જીવ હમેશાં ગુલતાન એટલે મસ્તાન થઈને ફરે છે. આ કાયાને કંઈ પણ દુઃખ ન ઊપજે તેની ચિંતામાં રહ્યા કરે છે; પણ તે દુ:ખ કેમ મટતું નથી. મરણ ભય, અકસ્માત ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુતિ ભય કે આલોક, પરલોકનો ભય સદા રહે છે તેનું શું કારણ હશે? તે જાણવું જોઈએ. રાા
જનન-રુધિર સહ વીર્ય પિતાનું બીજ જો, ગર્ભ વિષે આહાર પ્રથમ આ જીવનો રે લો; ગંદા સ્થાને શરીર રચે એ ચીજ જો, પ્રવાહી પરપોટો પહેલો ત્યાં બન્યો રે લો. ૩
હવે આ કાયાને સુખી રાખવાની ચિંતા કે ભય કેમ મટે તેનો ઉપાય બતાવવા પહેલા આ કાયા કેવી રીતે બને છે તેના સ્વરૂપનું વર્ણન કરે છે :
અર્થ - આ કાયાની રચના ગર્ભમાં પ્રથમ માતાના રૂદિર સાથે પિતાનું વીર્યરૂપ બીજ મળવાથી થાય છે. માતાના ગર્ભમાં જીવનો પ્રથમ આહાર પણ એ જ છે. ગર્ભ જેવા ગંદા સ્થાનમાં આ જીવ પ્રથમ વીર્ય અને રૂધિર જેવી ચીજોથી શરીરની રચના કરે છે. ત્યાં પ્રથમ પ્રવાહીરૂપે પરપોટાનો આકાર બને છે.
“હે આત્મા! આ દેહના સ્વરૂપનું ચિંતવન કર. મહા મલિન માતાના લોહીથી અને પિતાના વીર્યથી આ તારું શરીર ઊપસ્યું છે. મહા મલિન ગર્ભમાં, લોહી અને માંસથી ભરેલી ઓરના પરપોટામાં નવ માસ પૂરા કરીને મહા દુર્ગઘવાળી મલિન યોનિમાં થઈને નીકળતાં તેં ઘોર સંકટ સહન કર્યા છે. લોહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, ચરબી અને નસો એ સાત ઘાતુની જાલરૂપ દેહ તેં ઘર્યો છે તે મળ-મૂત્ર, કીડા-કરમિયાથી ભરેલો મહા અશુચિ છે. શરીરના નવે દ્વારમાંથી નિરંતર દુર્ગઘ, મળ ઝરે છે. મળનો
Page #73
--------------------------------------------------------------------------
________________
(૩૯) શરીર
૪૪૫
બનાવેલો ઘડો મળથી ભરેલો હોય, કાણાંવાળો હોય, ચારે તરફથી મળ ઝરતો હોય, તેને પાણીથી ઘોઈએ તો પણ પવિત્ર શી રીતે થાય?” -સમાધિસોપાન (પૃ.૧૧૩)
કાળ જતાં તે માંસ-પેશી સૅપ થાય જો, શિર, કર, ચરણ તણા અંકુર ત્યાં ફૂટતા રે લો; ઇન્દ્રિય-રચના આપોઆપ રચાય જો, આંખ, કાન, નાકાદિ અવયવ ઊગતા રે લો. ૪
અર્થ - સમય જતાં તે ગર્ભમાં પરપોટો માંસના લોચારૂપ થાય છે. પછી માથું, હાથ, પગના અંકુર ફુટે છે. ત્યારબાદ ઇન્દ્રિયની રચના આપોઆપ રચાઈ આંખ, કાન, નાક, આદિના અવયવ ઊગવા લાગે છે. એક અંતર્મુહૂર્તની અંદર જેટલી પર્યાતિઓ પ્રાપ્ત થવાની હોય તે પૂર્ણ થઈ જાય છે. તે પર્યાતિઓ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એમ કુલ છ પ્રકારની છે. ૪
જનની-જઠરે રસ ઝરતો પિવાય જો, કૃમિગણ સહ એ કેદ-દશા લ્યો ચિંતવી રે લો; અતિ અંઘારે જીવ ઘણો પીડાય જો, દશા પરાથીન નવ મહિના સુધી ભોગવી રે લો. ૫
અર્થ – માતાના પેટમાં જે રસ ઝરે છે તે દૂટી દ્વારા લઈને તે જીવ પોષણ પામે છે. પેટમાં ચારે બાજા કૃમિઓના સમૂહ સાથે રહેલા આ જીવની કેદ સમાન દુર્દશાની સ્થિતિનો જરા વિચાર કરીએ તો તે ભયંકર ભાસશે. ત્યાં અત્યંત અંધારી કોટડી સમાન જઠરમાં જીવ ઘણી પીડા પામે છે. તથા દુઃખમય એવી પરાધીનદશાને જીવ નવ મહિના સુધી ત્યાં નિરંતર ભોગવે છે.
“पुनरपि जननम् पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्;
રૂતિ સંસારે દતર કોષ:, વનથમિઢ માનવ તવ સંતોષ:'' -મોહમુદ્રગર અર્થ :- આ સંસારમાં વારંવાર જન્મવું તથા મરવું તેમજ માતાના ઉદરમાં વારંવાર સૂવું એ દેખીતો પ્રગટ દોષ છે, તો હે માનવ! તું તેમાં કેમ સંતોષ માને છે. //પા.
પ્રસવ-કાલ પણ નિજ-પર-પીડા રૂપ જો, માતાની પણ ઘાત ગઈ જન માનતા રે લો; સંકુચિત દ્વારે નીકળતાં દુઃખ જો, ગર્ભ-કેદથી અનંતગણું બુથ જાણતા રે લો. ૬
અર્થ - લગભગ નવ મહિના પૂરા થતાં જ્યારે પ્રસવ-કાલ એટલે જન્મવાનો સમય આવે છે ત્યારે પોતાને અને પોતાની માતાને પણ તે પીડારૂપ થાય છે. બાળકનો જન્મ સુખે થતાં માતાની ઘાત ગઈ એમ લોકો માને છે. તેમજ જન્મ થતાં સમયે સંકુચિત દ્વારથી બહાર નીકળતાં બાળકને અને માતાને ઘણું દુઃખ થાય છે. જન્મ થતી વેળાએ બાળક, ગર્ભની કેદ કરતાં પણ અનંતગણું દુઃખ પામે છે એમ બુથ એટલે જ્ઞાની પુરુષો કેવળજ્ઞાન વડે જોઈને જણાવે છે.
એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) કા.
બાળ-અવસ્થાનાં દુઃખ તો પ્રત્યક્ષ જો, ભૂખ, તરસ કે દરદ કંઈ કહી ના શકે રે લો; રોવું, જોવું, રમવું ધૂળમાં, લક્ષ જો, વિવેક વિના એ બાળવયે શુભ શું ટકે રે લો? ૭ અર્થ:- બાલ્યાવસ્થાના દુઃખ તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. બાળકને ભૂખ કે તરસ લાગી હોય
Page #74
--------------------------------------------------------------------------
________________
४४६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કે શરીરમાં કંઈ પીડા થતી હોય તો પણ તે બોલીને જણાવી શકે નહીં. માત્ર રડે કે જોયા કરે અથવા ધૂળમાં રમ્યા કરે એ જ તેનો લક્ષ છે. કેમકે વિવેકબુદ્ધિ હજા ઉદય પામી નથી, તેથી તે બાળવયમાં શુભભાવ કેવી રીતે ટકી શકે? “ત્યારપછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, શૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે.” (વ.પૃ.૭૦) //શા
રોગ જવા, ન થવાની દવા દરરોજ જો, પાય પરાણે બાળકને કકળાવીને રે લો; મોત તણી અણી જાણી ઘણી કરી ખોજ જો, દેતા ડામ; ઊંઘાડે અફીણ ગળાવીને રે લો. ૮
અર્થ - બાળકને થયેલ રોગ જવા માટે કે નવા રોગ ન થવા માટે બાલઘૂટી કે હરડે જેવી દવા દરરોજ પરાણે કકળાવીને માતાને પાવી પડે છે. વળી વિશેષ બિમારી આવી જાય તો બાળકને મોતની નજીક આવેલો જાણી અનેક ઉપાયો કરીને પણ ન ફાવતાં અંતે કોઈના કહેવાથી સળીયો તપાવીને ડામ પણ આપે છે કે જેથી તેને સારું થાય. તથા બાળકને દુઃખમાં શાંતિ પમાડવા અફીણ જેવી નશાની ગોળીઓ આપીને પણ ઊંઘાડે છે. દા.
શિક્ષક, વડીલ, સગાં, સરખાંનો તાપ જો, સહન કરી યુવાવસ્થાએ પહોંચતો રે લો; ઘન-ઉપાર્જન, વિષય, વ્યસનનાં પાપ જો, નિંદ્ય દૃષ્ટિ, ઉન્માદ, ફિકરમાં ખૂંચતો રે લો. ૯
અર્થ :- બાળવયમાં ભણતા સમયે શિક્ષક, વડીલ, સગાં કે પોતાની સરખી ઉંમરના બળવાન સાથીદારોનો તાપ એટલે દાબ સહન કરીને તે યુવાવસ્થાએ પહોંચે છે. તે સમયમાં ઘન ઉપાર્જન કરવામાં, વિષયની વૃત્તિઓમાં કે વ્યસનના પાપોમાં ભરાઈ જવાથી તેની દ્રષ્ટિ નિંદવા લાયક મલીન થઈ જાય છે. તથા ઉન્માદ એટલે મોહના ગાંડપણને લઈને તે ઇન્દ્રિયોમાં સુખ શોધવા જતાં ત્રિવિઘ તાપની બળતરામાં પડી જઈ અનેક પ્રકારની ઘંઘાની, વ્યવહારની કે કુટુંબની ફિકરમાં ખેંચી જઈ દુઃખી થયા કરે છે. એમ સુખ લેવા જતાં દુઃખ આવી પડે છે. પછી “યુવાવસ્થા આવે છે. ઘન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્યદૃષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે.” (વ.પૃ.૭૦) આલા
સફળ, અફળ ગડમથલ તણી ઘટમાળ જો, ફેરવતાં જુવાન અચાનક વહી ગઈ રે લો; જરા મરણની દૂતી સરખી ભાળ જો, શ્વેત કેશ ફૅપ મરણ-ધ્વજા, રોપી રહી રે લો. ૧૦
અર્થ - કર્મને આધીન વ્યાપારમાં કે વ્યવહારમાં સફળતા મળતા રાજી થાય છે. અસફળતા મળતાં દુઃખી થયા કરે છે. એ રૂપ ગડમથલની આ ઘટમાળામાં આ યુવાન અવસ્થા અચાનક પૂરી થઈ જાય છે. અને પછી મરણની દૂતી સમાન વૃદ્ધાવસ્થા આવે છે. ત્યારે વાળ સફેદ થઈ જાય છે. તે સફેદવાળ જાણે મરણરૂપી યમરાજાને આવવાની જાણ માટે ઘજાઓ રોપી રહ્યા હોય એમ જણાય છે. ૧૦
કર્ણ સહે નહિ થાતું તુજ અપમાન જો, દુષ્ટ દશા તુજ નયન નહીં દેખી ખમે રે લો; કિંપે કાયા મરણ-ભય અનુમાની જો, લથડિયાં ખાતો દુઃખમાં દિન નિગમે રે લો. ૧૧
અર્થ :- વૃદ્ધાવસ્થામાં કહેવામાં આવતા અપમાનના શબ્દોને નહીં સહન કરવાથી જાણે કાન પણ બહેરા થઈ જાય છે. તે સમયની દુષ્ટ દશાને આંખ પણ જોઈને ખમી નહીં શકવાથી તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
(૩૯) શરીર
४४७
"यावत् वित्तोपार्जन सक्तः, तावत् निज परिवारो रक्तः,
તનુ ગરીગા નરનર હે, વાર્તા પૃચ્છત કોડપિ ન દે.” -મોહમુદ્દ્ગર અર્થ :- જ્યાં સુધી પ્રાણી ઘર માટે ઘન ઉપાર્જન કરવામાં શક્તિશાળી હોય ત્યાં સુધી પોતાનો પરિવાર તેના ઉપર આસક્ત હોય છે. પણ જ્યારે તેનો દેહ જર્જરિત થઈ જાય છે, ત્યારે ઘરમાં તેને કોઈ વાત પણ પૂછતું નથી. વૃદ્ધાવસ્થામાં કાયા પણ પોતાની શક્તિ ઘટી જવાથી મરણનો ભય નજીક જાણી કંપવા લાગે છે. અને લડથડિયા ખાતા હવે તે દુઃખમાં દિવસો નિર્ગમન કરે છે. ઊઠવા જતાં લાકડીનો ટેકો લેવો પડે છે. એવી સ્થિતિ થઈ જાય છે.
'अंगम् गलितं पलितं मूडम् दशविहिनम् जातम् तुंडम्,
શરડૂત પિત શોભિત દંડમ્ તપિ મુદ્યત સાશા પિંડમ્' -મોહમુદ્ગર “ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરોચળી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે; કેશ ઘવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડિયાં ખાતાં ચાલવું પડે છે.” (વ.પૃ.૭૦) ૧૧ાા
ઘણા રોગનો દુર્બળ દેહે વાસ જો, પછી પથારીવશ પણ પડી રહેવું પડે રે લો; નાનાં મોટાં સૌને દેતો ત્રાસ જો, દિન દિન દેહે દુઃખ અતિશય સાંપડે રે લો. ૧૨
અર્થ - વૃદ્ધાવસ્થામાં દેહ દુર્બળ થઈ જવાથી ઘણા રોગનો તેમાં વાસ થઈ જાય છે. પછી દુર્બળતાના કારણે પથારીવશ પણ પડી રહેવું પડે છે. તે સમયે ઘરના સૌ નાના મોટાને તે ત્રાસરૂપ જણાય છે. તેમજ દિવસે દિવસે શક્તિઓ ઘટતાં દેહમાં તે અતિશય પીડાને પામે છે.
કાં તો જીવનપર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે.” (વ.પૃ.૭૧) ૧૨ાા.
જન્મ થકી પણ મરણ વખતનાં દુઃખ જો, કહે અનંતગુણાં જ્ઞાની જન જોઈને રે લો; ભલભલા બૅલી ભાન બને ય વિમુખ જો, શુદ્ધ સ્વરૂપે ટકતી સ્થિરતા કોઈને રે લો. ૧૩
અર્થ - હવે જન્મ કરતાં પણ મરણ વખતનું દુઃખ અનંતગણું છે. એમ જ્ઞાની પુરુષો કેવળજ્ઞાનવડે જોઈને કહે છે. મરણ વખતની વેદનામાં ભલભલા જીવો આત્માનું ભાન ભૂલી જાય છે. તે સમયે શરીરને શાતા ઉપજાવવાના વિચારમાં કે ઘનાદિ પરિગ્રહના વિચારમાં પડી જઈ ઘર્મ વિમુખ પણ બની જાય છે. કોઈક આરાઘક જીવની જે તે સમયે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે કે સહજાત્મસ્વરૂપના મંત્રમાં સ્થિરતા ટકી રહે છે; બાકી બધા વિચલિત થઈ જાય છે.
"बाळस्तावत् क्रिडा सक्तः तरुणस्तावत् तरुणी रक्तः,
વૃદ્ધતાવત્ વિંતા મન: પરે ગ્રહણ લોકપિ ન જના:” -મોહમુદ્ગર અર્થ :- બાળક હોય ત્યાં સુધી રમવામાં આસક્ત હોય. યુવાન થતાં સ્ત્રીમાં આસક્ત હોય અને વૃદ્ધાવસ્થા આધ્યે ચિંતામાં મગ્ન રહે છે પણ આત્માને ઓળખવાની કોઈને લગની લાગતી નથી. ||૧૩ના
શેરડીના રાડા સમ જીવન જાણ જો, થડિયું ભોગ-અયોગ્ય કઠણ ગાંઠો ઘણી રે લો; ટોચ તરફનો સાંઠો મોળો છાણ જો, વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રે લો. ૧૪
Page #76
--------------------------------------------------------------------------
________________
४४८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- શેરડીના રાડા એટલે સડેલા સાંઠા સમાન આ આપણું જીવન છે. જેમકે શેરડીનું થડીયું એટલે મૂળિયું સખત હોવાથી તેમાંથી રસ નીકળે નહીં; તેમ બાળવય ભોગને અયોગ્ય છે. વળી સાંઠામાં ગાંઠો ઘણી હોય છે, તેમ જીવનમાં અનેક પ્રકારની ઉપરાઉપર આપત્તિઓ આવે છે, તથા સાંઠાનો ટોચ ઉપરનો ભાગ મોળો છાણ એટલે ફિક્કો સાર વગરનો હોય છે, તેમ જીવનનો અંતિમ વૃદ્ધાવસ્થાનો ભાગ તે પણ અનેક પ્રકારની વ્યાથિઓને લઈને સાવ નીરસ ફીક્કો હોય છે. તથા સાંઠાના વચલા ભાગના છિદ્રોમાં જે રતાશ એટલે લાલાશ દેખાય છે તે તેનો સડેલો ભાગ છે. તેથી તે વચલો ભાગ પણ ખાવા યોગ્ય નથી. તેમ જીવનની વચલી યૌવન અવસ્થા પણ અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિઓની ચિંતાથી ગ્રસિત છે. તેમજ ‘ભોગે રોગ ભયં...” તે અનુસાર યૌવન અવસ્થાના ભોગ પણ રોગાદિથી વણેલા છે. માટે તે પણ ભોગવવા યોગ્ય નથી. ૧૪
તે પણ બાળ ચીરીને ચૂસી ખાય જો, મીઠાશની આશાથી દાંત દુખાડતો રે લો; મોળા રસથી મુખ પણ બગડી જાય જો, તેમ વિષય-શ્રમ જીંવને દુખમાં પાડતો રેલો. ૧૫
અર્થ - તેવી સડેલી શેરડીને પણ બાળક ચીરીને ચૂસી ખાય છે કે તેની મિઠાસથી સુખ મળશે. પણ એવી આશાથી તે માત્ર દાંત જ દુઃખાડે છે. વળી તે શેરડીના મોળા ફિક્કા રસથી તેનું મુખ પણ બગડી જાય છે. તેમ સંસારી જીવ સુખ મેળવવાની આશામાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનેક પ્રકારે શ્રમ કરીને માત્ર જીવને દુઃખમાં જ પાડે છે. જેમ કૂતરું હાડકાં ચાવી પોતાનું જ તાળવું વિંધીને રૂધિરનો સ્વાદ ચાખી આનંદ માને છે તેમ અજ્ઞાની જીવ પણ કરે છે.
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો.” -શ્રીમદ્ રાજચંદ્ર // ૧પણી અસાર એવી શેરડી સમ આ દેહ જો, બાળ વયે આપદ ઉપરાઉપરી ઘણી રે લો; જરા અવસ્થા નીરસ નિઃસંદેહ જો, યૌવન વય ચિંતા રોગાદિથી વણી રે લો. ૧૬
અર્થ :- સડેલી શેરડી સમાન આ દેહ પણ અસાર છે. બાલ્યવસ્થા રઝળી રડીને પૂર્ણ થાય છે. તેમજ કિશોર અવસ્થામાં પણ વડીલ, શિક્ષક વગેરેના દાબમાં તેમજ ભણવામાં અનેક પ્રકારના કષ્ટ સહન કરી પૂરી કરે છે. તથા વૃદ્ધાવસ્થા તો નિઃસંદેહ નીરસ જ છે. હવે એક યુવાવય રહી. તે પણ અનેક પ્રકારના વ્યાપાર કે વ્યવહારની ઉપાધિના કારણે જીવને દુઃખ જ આપે છે. તે અવસ્થામાં ચિંતાઓના કારણે કે ભોગાદિના કારણે શરીર રોગાદિનું ઘર પણ થઈ જાય છે. [૧૬ાા.
એ સાંઠાની ગાંઠો જો રોપાય તો, નવી શેરડી સળા વગરની ઊપજે રે લો, તેમ ર્જીવન જો પરમાર્થે વપરાય તો, સ્વર્ગ-મોક્ષ-સુખ સુંદર ફળ પણ સંપજે રે લો. ૧૭
અર્થ :- હવે એ સડેલા સાંઠાની ગાંઠોની પણ જો રોપણી થઈ જાય તો બીજા વર્ષે નવી શેરડી સળા વગરની ઉત્પન્ન થાય. તેમ આ જીવન જો આત્માના અર્થે ગળાય તો પરભવમાં સ્વર્ગના સુખ પામી અંતે મોક્ષના શાશ્વત સુખરૂપ સુંદર ફળની પ્રાપ્તિ થાય. /૧૭ના
ઊંડા ઊતરી સૂક્ષ્મ કરો સુવિચાર જો, સ્વ-પર-દેહ વિષે વસ્તુ કેવી ભરી રે લો; નવે દ્વારમાં મલિનતા-સંચાર જો, કફ, મળ, મૂત્ર, રુધિર ને લીંટ રહીં સંઘરી રે લો. ૧૮ અર્થ :- તમે ઊંડા ઊતરીને સૂક્ષ્મપણે સુવિચાર કરો કે પોતાના અને પરના શરીરમાં કેવી કેવી
Page #77
--------------------------------------------------------------------------
________________
(૩૯) શરીર
૪૪ ૯
વસ્તુઓ ભરેલી છે. આંખના બે દ્વાર, કાનના બે દ્વાર, નાકના બે દ્વાર, મોટું અને મળમૂત્રના બે હાર મળી શરીરના નવે દ્વારમાંથી માત્ર મેલ જ નીકળ્યા કરે છે. તેમાં કફ, મળ, મૂત્ર, રૂધિર, લીંટ વગેરે દુર્ગઘમય વસ્તુઓ ભરેલી છે. ૧૮.
ચમાર કુંડનાં કોણ કરે ય વખાણ જો? ગંદકી કેવી અણગમતી નજરે ચડે રે લો; માંસ, રુધિર ને હાડ, ચામડાં, છાણ જો, આંતરડાં ને વાળ વગેરે ત્યાં સડે રે લો. ૧૯ અર્થ - શરીરની અંદર શું શું ભરેલું છે તેનું પ્રત્યક્ષ દર્શન ચમારને ત્યાં થાય છે તે જણાવે છે :
ચમારને ત્યાં શરીરના જાદા જાદા ભાગો કાઢીને રાખેલ કુંડને જોઈ તેના વખાણ કોણ કરે? ત્યાં ચીતરી ચઢે એવી અણગમતી ગંદકી નજરે પડે છે. તે કુંડોમાં માંસ, લોહી, હાડકાં, ચામડાં, છાણ, આંતરડા અને વાળ વગેરે પડ્યા પડ્યા ત્યાં સડ્યા કરે છે.
એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ઘાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોઘ કરવો.” (વ.પૃ.૭૦૦) I/૧૯ાા
તેવી જ વસ્તુ સુંદર ચામડી હેઠ જો, દરેક દેહ વિષે છે; જો વિચારીએ રે લો, તો કાયા સમજાય જગતની એંઠ જો; દેહ-મોહ એવા વિચારે વારીએ રે લો. ૨૦
અર્થ :- તેવી જ વસ્તુઓ માંસ, હાડકાં આદિ દરેક શરીરની સુંદર દેખાતી ચામડીની નીચે રહેલ છે. આ વાતને સ્થિર ચિત્તથી જો વિચારીએ તો આ કાયા જગતના એંઠવાડા સમાન ભાસશે. કારણ કે જે અન્ન લઈએ છીએ તેની વિષ્ટા થાય છે. વિષ્ટા ખાતરરૂપે પરિણમી ફરી અરૂપે બની જાય છે. તેથી એંઠવાડા સમાન છે. એ અન્ન વડે શરીર પોષણ પામે છે. તે જોતાં આ કાયા જગતનો એંઠવાડો છે. એવા વાસ્તવિક દેહના સ્વરૂપને વિચારી દેહ પર રહેલા મોહ, મમત્વને નિવારવો જોઈએ.
શ્રી મલ્લિનાથ ભગવાનનું દ્રષ્ટાંત - શ્રી મલ્લિનાથ ભગવાન જ્યારે ઘરમાં હતા ત્યારે પૂર્વભવના પોતાના છ મિત્રોને બોઘ પમાડવા માટે, પોતાના શરીરાકારે સોનાની પૂતળી બનાવી, તેમાં રાંઘેલ અન્નનો એક કોળિયો છ મહિના સુધી રોજ નાખતા હતા. તે અન્ન સડી જઈ ભયંકર દુર્ગઘમય બની ગયું; ત્યારે છ મિત્રોને બતાવી જણાવ્યું કે પ્રત્યેક શરીરમાં આમ જ દુર્ગથમય સપ્ત થાતુ ભરેલ છે. તેથી આ શરીર મોહ કરવા યોગ્ય નથી. એવા ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામ્યા હતા. રા
વળી વદનમાં દાંત તણાં છે હાડ જો, વમન, વિષ્ટા, વાળ જરી જુદાં જુઓ રે લો; રોગ-ભરી વળી રોમ-કંટકની વાડ જો, દેહ વેદનામૂર્તિ ત્યાં શું સુખે સુંઓ રે લો? ૨૧
અર્થ :- વળી વદન એટલે મુખમાં દાંતના હાડકાં છે. આ શરીરમાં જઈ બહાર આવેલ પદાર્થો વમન એટલે ઊલટી કે વિષ્ટા કેવા દુર્ગઘમય છે. તથા વાળ પણ શરીરમાંથી છૂટા પડ્યું તેને કોઈ સંઘરતું નથી. શરીરમાં રોમરૂપી કાંટાઓની જાણે વાડ કરેલી છે. તે રોમ સાડા ત્રણ કરોડ છે. પ્રત્યેક રોમમાં પોણા બબ્બે રોગનો નિવાસ છે. એમ આ દેહ છ કરોડ સાડા બાર લાખ રોગોને રહેવાનું ઘર છે. એવી વેદનાની મૂર્તિ સમા આ દેહમાં રહીને તમે શું સુખે સૂઈ રહો છો?
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે.” (વ.પૃ.૬૫૦) //ર૧ાા
એક શ્વાસ લેતાં લાગે છે કાળ જો, તેમાં સત્તર વાર જનમ-મરણો કરે રે લો, થર્ટી ઘર્ગી દેહ તજે, દુઃખની ઘટમાળ જો, એમ અનંત સહ્યાં દુખ તે જીંવ ના સ્મરે રે લો. ૨૨
અર્થ :- એક શ્વાસ લેતાં આપણને જે સમય લાગે છે તેટલા સમયમાં નિગોદના જીવો સત્તાવાર જન્મ મરણ કરે છે. દેહ ઘારણ કરી કરીને મરણ પામે છે. ત્યાં દુઃખની જ ઘટમાળ છે. એવા અનંત દુઃખો આપણા જીવે અનેકવાર સહન કર્યા છે પણ તે ભૂલી ગયો છે. હવે જ્ઞાનીપુરુષના વચન દ્વારા તે દુઃખોને સ્મૃતિમાં લઈ તેને નિવારવાનો ઉપાય કરવો જોઈએ. “નિગોદમાં જીવ એક શ્વાસોચ્છવાસમાં સાડ સત્તર ભવ કરે છે. એક સોયની અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે. નિગોદ એટલે અનંત જીવોના પિંડનું એક શરીર. એક એક નિગોદમાં અનંત અનંત જીવ છે. જેટલા સિદ્ધ થયા તેના કરતાં અનંત ગુણા જીવ એક નિગોદમાં છે.....
શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે. તેમાં રોમે રોમે સોય તપાવીને કોઈ જીવને ઘોંચવામાં આવે તેથી જેટલું દુઃખ થાય છે, તે કરતાં અનંતગણું દુઃખ નિગોદના જીવને એક સમયમાં થાય છે.
આ જીવે અનંતકાળ સુધી નિગોદમાં રહીને આ દુઃખ ભોગવ્યું છે. અને હવે આત્મસ્વરૂપને ન ઓળખ્યું તો પાછું તે દુઃખ ભોગવશે. માટે આ મનુષ્યદેહ કોઈ મહતું પુણ્ય યોગે મળ્યો છે. તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવા યોગ્ય નથી. એક સમય રત્નચિંતામણિ જેવો છે. માટે જેમ બને તેમ આત્મહિત કરી લેવું, જેથી પાછું નિગોદમાં ન જવું પડે. જ્ઞાનીપુરુષ કૃપાળુદેવે જે કહ્યું છે, તે પ્રકારે વર્તવાથી આ નિગોદ ટળશે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ (પૃ.૧૨૬) //રરા
દેવ, નરક કે પશુ, નર ગતિની કાય જો, અપરાથી જીંવને પૅરવાની કેદ છે રે લો; નજરકેદ સમ દેવગતિ સમજાય જો, નૃપ આદિના મનમાં બેહદ દુઃખ છે રે લો. ૨૩
અર્થ - દેવ, નરક, પશુ કે મનુષ્યગતિની કાયા છે તે અપરાથી જીવને પૂરવાની કેદ સમાન છે. તેમાં દેવગતિ છે તે નજરકેદ સમાન સમજાય છે. જેમ રાજા આદિને નજરકેદ કરવામાં આવ્યો હોય તો મનમાં તે બેહદ દુ:ખ પામે છે. તેમ મિથ્યાવૃષ્ટિ દેવો વિશેષ મેળવવાની તૃષ્ણાને લઈને દેવલોકમાં રહ્યા છતાં પણ દુઃખ પામે છે. તેમજ સમ્યવ્રુષ્ટિ દેવો પણ દેવલોકમાં વ્રતો અંગીકાર કરીને સંસારરૂપી કેદથી છૂટી શકતા નથી. દેવોનું આયુષ્ય નિકાચિત હોય છે. તેમજ ગતિઆશ્રિત ત્યાં કોઈ પણ દેવ વ્રત અંગીકાર કરી શકતા નથી. તે નજરકેદ સમાન છે. ૨૩
શાહુકારની કેદ સમી નર-કાય જો, સરખે-સરખા ઘણા મળે, મન ત્યાં ઠરે રે લો; લાગ મળે તો છુટકારો પણ થાય જો, હૂંટવાનો ઉદ્યમ કરતાં કારજ સરે રે લો. ૨૪
અર્થ - મનુષ્યોની કાયા તે શાહુકારની કેદ સમાન છે. ત્યાં સરખે સરખા ઘણા અપરાધીઓ મળવાથી મન ઠરે છે. આ મનુષ્ય જન્મમાં સદ્ગુરુના યોગનો લાગ મળી આવે તો જન્મમરણથી સર્વથા છૂટી શકાય છે. પણ તે માટે સગુરુ દ્વારા ઉપદિષ્ટ મોક્ષમાર્ગ પ્રમાણે જ છૂટવાનો પુરુષાર્થ કરતાં આત્મકલ્યાણનું કાર્ય સિદ્ધ થઈ શકે છે, બીજી રીતે નહીં. ૨૪
Page #79
--------------------------------------------------------------------------
________________
(૩૯) શરીર
૪૫ ૧
ગાંડા જનની જેલ સમી પશુ-કાય જો, કોઈક સમજું દવા વડે થઈ જાય છે રે લો; ઘણાં બિચારાં દુઃખ વિષે રિબાય જો, નિર્દય જનનાં શસ્ત્ર વડે છેદાય છે રે લો. ૨૫
અર્થ - પશુ જીવોની કાયા તે ગાંડા માણસની જેલ સમાન છે. જેમ કોઈ ગાંડો માણસ દવા વડે સમજા બની જાય, તેમ કોઈક પશુ સદ્ગુરુના બોઘરૂપી ઔષઘ વડે સમ્યવ્રુષ્ટિ થઈ જાય છે. ઘણા બિચારા પશુઓ તો દુઃખમાં જ રિબાય છે. તે જીવો નિર્દય લોકોના હાથમાં આવતા શસ્ત્ર વડે છેદાઈ જાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જીવ પૂર્વભવમાં હાથીના ભવમાંથી તેમજ શ્રી મહાવીર ભગવાનનો જીવ સિંહના ભવમાંથી સદગુરુના બોઘવડે સમ્યગ્દર્શન પામેલ છે. ૨૫
નરક ગતિ તો દુખદ સખત અતિ કેદ જો, પે'રો જબરો તેના ઉપર રાખતા રે લો; મહા અપરાથી કરે કાયનો છેદ જો, રાત-દિવસ ક્રુરતા કરતાં નહિ થાકતા રે લો. ૨૬
અર્થ - નરકગતિ તે તો અતિ દુઃખ દેવાવાળી સખત કેદ સમાન છે. ત્યાં જબરા પહેરા સમાન અસુરકુમાર દેવો પણ છે. તે નારકીઓને મહા અપરાધી જાણી તેની કાયાનો વારંવાર છેદ કરે છે તથા નારકી જીવો પણ નરકમાં પરસ્પર એક બીજાને દુઃખ દઈ રાતદિવસ ક્રૂરતા કરતાં થાકતાં નથી. રા
બહ પુણ્ય પંજથી માનવ-કાય પમાય જો, દુખ-દરિયો તરવાની નૌકા તે ગણો રે લો; અનિયત કાળે અચાનક તૂટી જાય જો, તે પહેલાં ચેતી લ્યો કાળ હજી ઘણો રે લો. ૨૭
અર્થ - ઘણા પુણ્યના ઢગલાવડે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે. આ માનવદેહને હવે સંસારના દુઃખરૂપી દરિયાને તરવાની નૌકા સમાન જાણો. અનિશ્ચિત કાળે અચાનક આ મનુષ્ય જીવનની આયુષ્યદોરી તૂટી જાય છે. તે તૂટી ન જાય તેના પહેલાં ચેતી લઈ આત્મહિતનું કાર્ય કરી લો, કેમકે ભવિષ્યકાળ હજા ઘણો પડ્યો છે. નહીં ચેતે તો અનંત એવા ભવિષ્યકાળમાં ચાર ગતિઓમાં જીવને ઘણું દુઃખ ભોગવવું પડશે. મારા
શરીર રચના પાંચ પ્રકારે મૂળ જો, સ્થલ-શરીર ઔદારિક પશુ, નર ઘારતા રે લો; દેવ, નારકીને વૈક્રિય અનુકુળ જો, અનેક આકારે કાયા પલટાવતા રે લો. ૨૮
અર્થ :- આ શરીર રચનાના મૂળ પાંચ પ્રકાર છે. તેમાં– (૧) ઔદારિક શરીર - તે મનુષ્ય અને પશુઓને હોય છે. તે સ્થૂળ શરીરરૂપે હોય છે. (૨) વૈક્રિય શરીર - તે દેવો અને નારકી જીવોને હોય છે. તે જીવો અનેક આકારે પોતાની કાયાને પલટાવી શકે છે. ll૨૮ાા
સર્વ શરીરમાં તેજસ ને કાર્માણ જો, સૂક્ષ્મરૃપે બે શરીર સદા સંસારીને રે લો; તૈજસથી કાંતિ કાયામાં જાણ જો, કર્મ-સમૂંહ કાર્માણ શરીર છે, ઘારી લે રે લો. ૨૯
અર્થ - (૩) તેજસ શરીર અને (૪) કાર્માણ શરીર - આ બે સૂક્ષ્મ શરીર છે. તે સંસારી જીવોને સદા વિદ્યમાન હોય છે. તૈજસ શરીરથી શરીરમાં કાંતિ એટલે તેજ તેમજ જઠરાગ્નિ વગેરેની ગરમી રહે છે. તથા કર્મોનો સમૂહ તે કાર્મણ શરીર છે. તે કાર્મણ વર્ગણારૂપી સૂક્ષ્મ જીંઘોનું બનેલું છે. એ પાંચ શરીરોમાં સૌથી વધારે પરમ બળવાન શક્તિ આ કાર્પણ શરીરમાં છે. આત્માના પ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ રહેલ કર્મોનો સમૂહ તે કાર્માણ શરીરથી બનેલ છે. ૨૯
“તેજસ અને કાર્મણ શરીર સ્કૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે.
તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્પણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કામણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે.” (વ.પૃ.૭૫૫) //ર૯ll
મુનિ મહાત્મા લબ્ધિઘારી હોય જો, સંશય પડતાં શરીર મનોહર મોકલે રે લો, તીર્થકર કે કેવળી પાસે કોય જ, આહારક કાયા તેને જ્ઞાની કળે રે લો. ૩૦
અર્થ :- (૫) આહારક શરીર - જે મહામુનિ મહાત્મા તપસ્વી, લબ્ધિઘારી હોય છે, તેમને કોઈ તત્ત્વમાં સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થતાં, તેના સમાધાન માટે એક પુરુષાકારનું મનોહર શરીર, તેમના મસ્તક દ્વારથી નીકળી; તીર્થકર, કેવળી કે શ્રુતકેવળીના દર્શને જાય છે. તેમના દર્શન માત્રથી તેમની શંકાનું સમાધાન થઈ જાય છે. પછી તે શરીર પાછું આવે છે. તેને આહારક શરીર કહે છે. તે સૂક્ષ્મ હોય છે. તે આહારક શરીર એક અંતર્મુહૂર્ત સુધી બનેલું રહે છે. અંતે તે વિલય પામે છે. ૩૦ના.
પંચ પ્રકારે બંઘન સર્વ શરીર જો, તેથી જુદો જીવ સદાય વિચારવો રે લો; અનિત્ય કાયા, જીંવ ટકનારો સ્થિર જો, ગુરુગમથી તે શુદ્ધ, નિરંજન ઘારવો રે લો. ૩૧
અર્થ - આ પાંચ પ્રકારના શરીર જીવને બંઘનરૂપ છે. તે સર્વ શરીરથી જીવ સદાય જુદો જ છે એમ વિચારવું. આ કાયા તો સદા અનિત્ય છે પણ તેમાં રહેનારો જીવ સદા સ્થિરપણે ટકનારો છે. તે જીવનું મૂળ શુદ્ધ નિરંજન સ્વરૂપ છે. તેને ગુરુગમથી જાણી અવશ્ય અવઘારવું જોઈએ. /૩૧
પુગલ પરમાણુનાં પાંચ શરીર જો, ક્ષણે ક્ષણે પલટાતાં પરફૅપ લેખવે રે લો; સૌ સંયોગો ગણી તજે તે વીર જો, જ્ઞાન-શરીર છે નિજનું નિજ રૂપ દેખવે રે લો. ૩૨
અર્થ - પાંચેય ઉપરોક્ત શરીર પુદ્ગલ પરમાણુના બનેલ છે. તે પુગલ પરમાણુના પર્યાય સમયે સમયે પલટાય છે. તથા તે પર્યાય આત્માથી સાવ જુદા હોવાથી તેને પરરૂપ ગણવામાં આવે છે.
એ પાંચેય પ્રકારના શરીરોને આત્મા સાથે સંયોગ માત્ર ગણી તેના પ્રત્યેનો મોહ જે જીવ છોડે તે જ ખરો શૂરવીર છે. અને તે જીવ આત્માના મુખ્ય જ્ઞાનગુણને પોતાનું શરીર માની તેને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે.
પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે :પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે.” (વ.પૃ.૭૫૫) //૩૨ાાં
Page #81
--------------------------------------------------------------------------
________________
(૪૦) પુનર્જન્મ
૪૫૩
શરીર પ્રત્યે જીવને રાગ વિશેષ હોવાથી ફરી ફરી નવા જન્મ ઘારણ કરવા પડે છે. જેટલી શરીર પ્રત્યે આસક્તિ વિશેષ તેટલા જન્મ મરણ પણ વધારે કરવા પડે. જો પુનર્જન્મ નહીં લેવો હોય તો શરીરાદિ પ્રત્યેની મોહ મમતા ઘટાડવી જરૂરની છે. હવે પુનર્જન્મ વિષેની વિસ્તારથી હકીકત નીચેના પાઠમાં જણાવવામાં આવે છે.
(૪૦) પુનર્જન્મ (અનુષ્ટ્રપ)
લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ઘરે;
રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. ૧ “પુનર્જન્મ છે–જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું” એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે.” (વ.પૃ.૩૬૧)
અર્થ :- જેને પુનર્જન્મ લેવો નથી એવી જે હૃદયમાં દ્રઢતાને ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતની સેવા એટલે આજ્ઞા ઉઠાવવા મારું મન ઉત્સુક થઈ રહ્યું છે; એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. [૧]
જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ-સ્મરણ જ્ઞાનથી
તેની કૃપા વડે બોલું, સંત-દર્શિત સાનથી. ૨ અર્થ :- જેણે જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વ ભવો જાણ્યા છે એવા પરમકૃપાળુદેવની કૃપાવડે તથા સંત એવા પ.પૂ. પ્રભુશ્રીજી દ્વારા દર્શાવેલ આત્મા ઓળખવાની સાનવડે અર્થાત્ સમજવડે હું આ પુનર્જન્મ વિષે હવે જણાવું છું તે આ પ્રમાણે છે. પરમકૃપાળુદેવને સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન થયેલ. આગળ જતાં જુનાગઢનો ગઢ જોતાં તે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મુંબઈમાં પદમશીભાઈએ પૂછેલ કે આપને નવ સો ભવનું જ્ઞાન છે તે વાત સાચી છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવેલ કે તેના આધારે કહેવાણું છું. પછી તે વિષે વિશેષ ખુલાસો કર્યો નહોતો. ગારા
સંત શ્રી લઘુરાજે ય જાણી પૂર્વ ભવો કહ્યું:
વર્ત આનંદ, આનંદ, સલ્વા થકી એ કહ્યું.”૩ અર્થ – સંત એવા લઘુરાજસ્વામીએ પણ પોતાના પૂર્વભવો જાણીને જાનાગઢથી લખેલ પત્રમાં જણાવ્યું કે-પૂર્વભવ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એ બધું થવાનું કારણ પરમકૃપાળુદેવ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા છે. એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ જે પત્રમાં જણાવેલ તે નીચે મુજબ છે :
અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. (ઉ.પૃ.૧૬) IIકા
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘરે ઉત્કૃષ્ટ સંવેગ તેને તે જ્ઞાન સંભવે,
પ્રત્યક્ષ જ્ઞાન યોગે તે જાતિ-સ્મૃતિ અનુભવે. ૪ અર્થ:- જેના હૃદયમાં ઉત્કૃષ્ટ સંવેગ એટલે તીવ્ર વૈરાગ્ય હોય તેને તે જાતિસ્મૃતિજ્ઞાન હોઈ શકે છે. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ.” (વ.પૃ.૨૨૬) અથવા પ્રત્યક્ષ આત્મજ્ઞાન થયું હોય તે પણ જાતિસ્મૃતિજ્ઞાનને પામી શકે છે. /૪
સત્સંગે સત્ય સુણી કો ભૂત ભવાદિ ભાળતાં,
પૂર્વ પરિચયાદિથી ઓળખી લે નિહાળતાં. ૫ અર્થ - સત્સંગમાં પણ સત્પરુષો દ્વારા પોતાના પૂર્વભવની સત્યવાત જાણીને ભૂતકાળના ભવનું જાતિસ્મરણજ્ઞાન વરદત્ત અને ગુણમંજરીની જેમ થઈ શકે છે.
પુનર્જન્મ સંબંથી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું. (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ-જ્ઞાનયોગ–અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.” (..૧૯૦) ઉપરોક્ત પ્રમાણે જાતિસ્મરણજ્ઞાન થયે પૂર્વભવોમાં થયેલ પરિચય આદિના કારણે તે તે વ્યક્તિને જોતાં જ તે ઓળખી લે છે. જેમકે–
સંપ્રતિરાજાનું દ્રષ્ટાંત - સંપ્રતિ રાજા પૂર્વભવમાં ભિખારી હતો. ખાવાને ભોજન પણ મળતું નહીં, તેથી મુનિ બન્યો. પણ મરણાંતે સમાધિમરણ સાથી સંપ્રતિ રાજા થયો. તે રાજા ગોખમાં બેઠો હતો. ત્યારે પૂર્વભવના ગુરુ તે રોડ ઉપરથી પસાર થયા. તેને જોઈ રાજાના મનમાં પૂર્વ પરિચયથી થયું કે એમને ક્યાંય મેં જોયા છે, એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. - મૃગાપુત્રનું વૃષ્ટાંત – મૃગાપુત્ર રાજકુમારને પણ ચાર રસ્તા પર ઊભેલા મુનિને જોઈ પૂર્વે પાળેલ દીક્ષાના કારણે જાતિસ્મરણજ્ઞાન થયું. આમ અનેક દ્રષ્ટાંતો જાતિસ્મરણજ્ઞાનના મળી આવે છે. આપણા
વર્તમાને વળી વાંચ્યું પત્રોમાં, કો કુમારિકા
જાતિ-સ્મૃતિવતી જીવે, દિલ્લીની એ કથનિકા. ૬ અર્થ - વર્તમાન પત્રોમાં પણ વળી વાંચ્યું છે કે દિલ્લીમાં એક કુમારીને જાતિસ્મૃતિજ્ઞાન થયેલ છે. તે હાલ જીવિત છે. આ કથાનિકા એટલે આ વાત પ્રત્યક્ષ સત્ય જણાય છે. આવા
મથુરામાં પતિ તેનો પૂર્વનો દેખી ઓળખે,
ગુપ્ત વાતો સુણી સાચી; પુનર્જન્મ જનો લખે. ૭ અર્થ:- મથુરામાં તેનો પૂર્વભવનો પતિ છે. તેને દેખીને તેણે ઓળખી લીધો. તેની પૂર્વભવની ગુપ્ત વાતો સાંભળીને તે સાચી નીકળવાથી લોકો પણ પુનર્જન્મ છે એમ માનવા લાગ્યા. //શા
અવધિજ્ઞાન જાણે છે ભાવિ ભવો બીજા તણા,
મન:પર્યયવંતો ય ભવ-ભાવો ભણે ઘણા. ૮ બીજા પણ કયા કયા પ્રકારે પૂર્વ ભવ જાણી શકાય તે હવે કહે છે :
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪૦) પુનર્જન્મ
૪૫૫
=
અર્થ – અવધિજ્ઞાનના ધારક બીજાના ભવિષ્યમાં કયા કયા ભવ થવાના છે તે જાણી શકે છે તથા મન:પર્યવજ્ઞાની પણ બીજા જીવોના ભવ તેમજ તેના વર્તતા ભાવોને પણ જાણી શકે છે. ૮ા કેવલજ્ઞાની તો સર્વ વિશ્વ ત્રિકાળ દેખતા, ભો જાણે અનંતા તે વિશ્વ નાટક લેખતા. ૯
અર્થ :— જ્યારે કેવળજ્ઞાની તો વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોના ત્રિકાળ સ્વરૂપને એક સાથે જાએ છે, અર્થાત્ જીવોના સર્વ ભૂત ભાવી અનંતાભવોને તે એક સાથે જુએ છે અને જાણે છે. વિશ્વમાં રહેલ સર્વ જીવોના કર્મનું તે નાટક માને છે. ।।૯।।
પુર્વે જીવ હતો તે છે, ભવિષ્યે પણ જીવશે,
પ્રતીતિ જ્યાં સુધી આ’વી આવી ના ત્યાં સુધી થશે- ૧૦
અર્થ :— પૂર્વભવમાં જે જીવ હતો તે જ આ છે અને હવે ભવિષ્યમાં પણ જીવતો જ રહેશે. એવી પ્રતીતિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી તે જીવ શંકામાં જ ગળકા ખાતો રહેશે. ।।૧૦।। પ્રયત્નો થર્મ માટે તે, લૂલા, શંકાભર્યા સદા,
કર્યા કરે છતાં જીવો પામે ના સિદ્ધિસંપદા. ૧૧
અર્થ :— તેના ધર્મ માટેના પ્રયત્નો સદા ભૂલા તથા શંકાભર્યા થયા કરશે. તેથી પુરુષાર્થ કરવા
*=
છતાં પણ આત્મસિદ્ધિની સંપત્તિને તે પામી શકશે નહીં.
“જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું થર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી.’’ (વ.પૃ.૧૯૦) ||૧૧||
છે પુનર્જન્મ નિઃશંક, એવું જેણે નથી લહ્યું,
પ્રત્યક્ષ કે પરોક્ષે તો આત્મજ્ઞાન નથી થયું. ૧૨
અર્થ :— • ‘પુનર્જન્મ છે' એવું નિઃશંકપણું જેને પ્રત્યક્ષ કે પરોક્ષે પણ નથી થયું તેને આત્મજ્ઞાન થયું નથી એમ સત્પુરુષો કરે છે. ‘(આ) ‘પુનર્જન્મ છે'; આટલું પરોક્ષ - પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી.’” (વ.પૃ.૧૯૦૯ ।।૧૨। પૂર્વની સ્મૃતિ પામીને જેને પ્રત્યક્ષ આ થયું,
તે શ્રીમદ્ રાજચંદ્રે આ શ્રુત-જ્ઞાનાશ્રિત કર્યું. ૧૩
અર્થ :– પૂર્વભવોની સ્મૃતિ આવવાથી જેને અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા કે ભગવાન મહાવીર એમ કહેતા હતા એ બધું જેને પ્રત્યક્ષ થયું છે એવા શ્રીમદ્ રાજચંદ્રે આપણને શ્રુતજ્ઞાનને આધારે આ બધું જણાવ્યું છે. “પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું.'' (૧.પૃ.૧૯૦) ||૧૩।।
પરોક્ષે પણ માને જે પુરુષ-પ્રીતિ-બો, પ્રત્યક્ષ જ્ઞાન પામે તે, સત્સાયનની સાંકળે. ૧૪
અર્થ :— જે પરમકૃપાળુદેવે કહ્યું છે તેને પરોક્ષ પણ જે જીવ માનશે, તે જીવ સત્પુરુષની શ્રદ્ધાના બળે એક પછી એક સાંકળની જેમ સત્સાધનને આરાધવાથી પ્રત્યક્ષ આત્માના અનુભવને પામશે. પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું છે કે પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. ।।૧૪।
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૫૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
દીઠો નથી ય સન્માર્ગ, તેને જો દેખતો મળે, સુણી, શ્રદ્ધા કરી, ચાલે, તેની દુર્ગમતા ટળે. ૧૫
અર્થઃ–
જેણે આત્મપ્રાપ્તિનો સન્માર્ગ દીઠો નથી, તેને જો માર્ગના જાણકાર એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ જાય અને તેની વાત સાંભળીને શ્રદ્ધા રાખી, તે પ્રમાણે ચાલવા લાગે તો મોક્ષમાર્ગની બધી મુશ્કેલીઓ તેની
દૂર થઈ જાય. ।।૧૫।।
તેમ જ તે મહાત્માનાં વચનામૃતથી થશે— પુનર્જન્મ-પ્રતીતિ, તો અનાદિ અંધતા જશે. ૧૬
અર્થ :— તેમજ જ્ઞાનીપુરુષના વચનામૃતથી જેને પુનર્જન્મની પ્રતીતિ થઈ જશે કે મારો આત્મા જે પહેલા હતો તે જ આ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે; તો પણ તેનું અનાદિકાળનું અજ્ઞાનરૂપી અંધપણું નાશ પામશે. ।।૧૬।।
કહે કોઈ : ‘હતો પૂર્વે, તો તેને યાદ તો નથી;
હતો એવું ય ના જાણે, મનાયે કેવી રીતથી?’’ ૧૭
અર્થ :– કોઈ એમ કહે કે તું પૂર્વભવમાં હતો, તો તેની મને યાદી કેમ નથી? પૂર્વે હું હતો એવું ય જો હું ના જાણું તો પુનર્જન્મની વાત મારાથી કેવી રીતે મનાય? ।।૧૭।।
કહે જ્ઞાની :‘હતો ગર્ભે, જન્મ્યો તે કેવી રીતથી, બાળક્રીડા વિના-વાચા કરી તેની સ્મૃતિ થતી?’’ ૧૮
હવે જ્ઞાનીપુરુષો ઉપરની વાતનો ખુલાસો કરે છે ઃ
અર્થ :- તું આ ભવમાં જ ગર્ભમાં હતો, પછી કેવી રીતે જન્મ્યો તેમજ વાચા વગર તેં અનેક બાળક્રીડાઓ કરી તેની તને સ્મૃતિ આવે છે? ।।૧૮।।
કોઈને અલ્પ છે યાદ, કોઈને જીયે નથી,
તેમ પૂર્વ ભવો યાદ રહે કે વિસ્મૃતિ થતી. ૧૯
અલ્પ માત્ર યાદ આવે છે અને વળી કોઈને તો જરીક પણ યાદ આવતું નથી.
અર્થ :– કોઈકને તે તેમ પૂર્વભવો પણ કોઈકને યાદ રહે છે, અને મોટે ભાગે તો તેની વિસ્મૃતિ થઈ જાય છે. ।।૧૯।।
છોડતાં પૂર્વનો દેહ આસક્તિ બાહ્ય વાતમાં,
અંત સુધી રહે જેને વળી નૂતન ગાત્રમાં- ૨૦
પૂર્વભવનું યાદ કેમ રહેતું નથી, તેના મુખ્ય શું શું કારણો છે તે હવે જણાવે છે
=
અર્થ
=
- પૂર્વભવમાં દેહ છોડતાં બાહ્ય પદાર્થમાં જીવને અંત સુધી આસક્તિ રહે છે. તથા વળી નૂતન ગાત્ર એટલે નવું શરીર ધારણ કરે તેમાં પણ જીવને ઘણો મોહ રહે છે. ।।૨૦।।
આસક્તિ ગાઢ છે તેથી વિસ્મૃતિ પણ તેવી છે;
મૃત્યુની વેદના ભારે, સૌને ભાન ભુલાવી દે. ૨૧
અર્થ :— નવીન શરીર ધારણ કરીને તેના પર ગાઢ આસક્તિના કારણે તેને પૂર્વભવની વિસ્મૃતિ પણ ગાઢ છે. તેમજ સૌને ભાન ભુલાવી દે તેવી પૂર્વે મૃત્યુની વેદના ભોગવીને આ ભવમાં આવ્યો છે, તેથી પણ પૂર્વભવની સ્મૃતિ રહેતી નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
(૪૦) પુનર્જન્મ
૪૫ ૭
“ “જાતિસ્મરણજ્ઞાન” વિષે જે શંકા રહે છે તેનું સમાઘાન આ ઉપરથી થશે -જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.” (વ.પૃ.૭૬૭) ૨૧૧
ગર્ભાવાસ વળી તેવો દુઃખદાયક જાણવો,
મૂઢતા વય નાનીમાં, સ્નેહ દેહ વિષે નવો. ૨૨ અર્થ - વળી ગર્ભાવાસની સ્થિતિ પણ તેવી જ દુઃખદાયક જાણવી કે જ્યાં પૂર્વમૃતિને અવકાશ નથી. તથા જન્મ્યા પછી નાની બાળવય પણ મૂઢતાથી જ યુક્ત છે. તથા નવો દેહ ધારણ કર્યો તેમાં પણ જીવને ઘણો સ્નેહ રહે છે. ગારરાા
પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવા અવકાશ ક્યાં?
તેથી પૂર્વ ભવો ભૂલ્યો, રહ્યો રાચી વિનાશ જ્યાં. ૨૩ અર્થ - એમ પૂર્વ પર્યાય એટલે પૂર્વજન્મોમાં થયેલ દુઃખદ અવસ્થાઓ યાદ રહેવાનો તેને અવકાશ ક્યાં રહ્યો? જેથી પૂર્વભવની સ્મૃતિને સાવ ભૂલી જઈ નાશવંત એવા નવીન દેહમાં રાચી માચીને આ જીવ અજ્ઞાનવશ માનવદેહના અમૂલ્ય સમયને નકામા કર્મ બંધનના કારણોમાં જ વ્યતીત કરે છે.
એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુઘી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતા સ્મૃતિનાં સાઘનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ઘારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં.” (વ.પૃ.૭૬૭) /૨૩ણા.
યોગથી, શાસ્ત્રથી કોઈ, કોઈ સે'જ સ્વભાવથી,
છે પુનર્જન્મ” એ સિદ્ધિ પામે આત્મપ્રભાવથી. ૨૪ અર્થ – પુનર્જન્મ' ની સિદ્ધિ કોઈકને યોગસાધનાથી થાય છે. કોઈકને વળી શાસ્ત્રના વચનો સાંભળવાથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે. જેમકે અવંતિસુકુમારને નલીનીગુલ્મ વિમાનનું વર્ણન શાસ્ત્ર દ્વારા સાંભળતા પૂર્વભવમાં પોતે તે વિમાનમાં હતો તે સાંભરી આવ્યું અને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. અથવા કોઈકને પૂર્વભવમાં કરેલ આરાઘનથી સહજ સ્વભાવે જ પૂર્વભવની સ્મૃતિ થઈ આવે છે. જેમકે વજકુમારને જન્મતા જ જાતિસ્મરણ જ્ઞાન ઊપસ્યું. એમ પૂર્વે આત્મામાં આવા સંસ્કાર પડેલા હોય તો તેના પ્રભાવથી આમ બને છે એમ જાણી પુનર્જન્મની સિદ્ધિ થાય છે.
“પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્ત્વિકતાની ન્યૂનતા, ત્રિવિઘતાપની
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મૂઈના, “શ્રી ગોકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે.” (વ.પૃ.૧૯૧)
જ્યાં સુધી આત્મા કાર્મણ શરીર સાથે સંબંધ ઘરાવે છે ત્યાં સુધી તેને ફરી ફરી ઔદારિક કે વૈક્રિયક શરીર ઘારણ કરવારૂપ પુનર્જન્મ લેવા પડે છે. પૂર્વ આયુના પૂર્ણ થવાને મરણ કહે છે અને પુનઃ એટલે ફરીથી નવીન આયુના ઉદયને જન્મ કહે છે. જ્યાં સુધી જીવની સકર્મ અવસ્થા છે ત્યાં સુધી જીવ જાનું વસ્ત્ર બદલાવી કોઈ નવું વસ્ત્ર પહેરે તેમ આ જીવ જુનું ખોળિયું બદલાવી નવું ખોળિયું ઘારણ કરીને પુનર્જન્મ પામે છે; અને નાટકના પાત્રની જેમ નવા નવા વેષમાં તે દેખાવ દે છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આગમથી, અનુમાનથી કે અનુભવથી જાણી શકાય છે. [૨૪]
જડ, ચૈતન્ય બે જુદાં; ચૈતન્ય ઉપયોગી છે,
જડ જાણે નહીં કાંઈ; દ્રવ્યો સૌ અવિનાશ છે. ૨૫ અર્થ - પુનર્જન્મની શ્રદ્ધા થવાથી આ આત્મા આ દેહથી ભિન્ન છે એમ અનુમાની શકાય છે; કેમકે તે આ દેહ છોડી બીજા દેહને ઘારણ કરે છે માટે. તેથી આ બેય દ્રવ્યના જાદાપણા વિષે હવે વિશેષ સ્પષ્ટતા કરે છે - જડ અને ચૈતન્ય એ બેય દ્રવ્ય જાદા છે. ચૈતન્ય એવો આત્મા તેનું લક્ષણ ‘ઉપયોગ” છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એ આત્માના મુખ્ય ગુણ છે. જ્યારે જડ દ્રવ્ય કંઈ જાણતું નથી. છતાં જગતમાં રહેલા જીવ, અજીવ, થર્મ, અધર્મ, આકાશ અને કાળ એ સર્વ દ્રવ્યો અવિનાશી છે, અર્થાત્ ત્રણેય કાળમાં તેનો વિનાશ નથી. તેના પર્યાયો સમયે સમયે પલટાય છે. પણ મૂળ દ્રવ્ય સદા અવિનાશી સ્વભાવવાળું છે.
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણો સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.
મૂળ મારગ સાંભળો જિનનો રે.” -શ્રીમદ્ રાજચંદ્ર “ચૈતન્ય” અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ઘર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન થર્મમાં પણ મુખ્ય ભિન્ન ઘર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્ય’માં ‘ઉપયોગ” (કોઈ પણ વસ્તુનો જે વડે બોથ થાય તે વસ્તુ) રહ્યો છે અને “જડ'માં તે નથી.” (વ.પૃ.૧૯૦) //રપાઈ
અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો,
અપૂર્ણ પદમાં તે છે, છદ્મસ્થ પણ તે કહ્યો. ૨૬ અર્થ :- આત્માના વિભાવમય અશુદ્ધ ઉપયોગથી જીવ નવીન કર્મને ગ્રહણ કરી રહ્યો છે. અને તેથી જ જીવનો પુનર્જન્મ છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને યથાર્થ સમજતો નથી ત્યાં સુધી તે અશુદ્ધ અથવા અપૂર્ણ પદમાં સ્થિતિ કરેલ કહેવાય છે અર્થાત્ પોતાનું શુદ્ધ ઉપયોગમય સ્વરૂપ હોવા છતાં વ્યવહારનયે તે અશુદ્ધ, અપૂર્ણ અથવા છદ્મસ્થ કહેવાય છે.
જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ” (કોઈ પણ વસ્તુસંબંઘી લાગણી, બોઘ, જ્ઞાન) અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ– “વ્યવહારની અપેક્ષાએ–આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા
Page #87
--------------------------------------------------------------------------
________________
(૪૦) પુનર્જન્મ
જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુઘી (આત્મા) છદ્મસ્થ જીવ છે—૫૨માત્મદશામાં આવ્યો નથી.’’ (વ.પૃ.૧૯૦) I॥૨૬॥
શુદ્ધ, પૂર્ણ ઉપયોગી, ૫રમાત્મા સ્વભોગ્ય છે; કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. ૨૭
૪૫૯
=
અર્થ :— જે આત્મા પોતાની શુદ્ધ અવસ્થાને પામી સંપૂર્ણ યથાર્થ આત્મઉપયોગમાં સ્થિત છે તે પરમાત્મા કહેવાય છે. તે પોતાના અનંતસુખના સદૈવ ભોગી છે. પર પદાર્થમાં કદી રમણતા કરતા નથી. જ્યારે અનેક વિપરીત કલ્પનાથી યુક્ત અજ્ઞાની જીવ પરમાં સુખબુદ્ધિ કરીને પોતાના આત્માને અશુદ્ધ ઉપયોગમય બનાવી મલિન કરી રહ્યો છે. ‘શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય.” (૨.પૃ.૧૯૦) ||૨||
અશુ ઉપયોગીનાં પરિણામ વિપર્યય; સમ્યક્ જ્ઞાન વિના ક્યાંથી પુનર્જન્મ-સુનિશ્ચય? ૨૮
અર્થ :— અશુદ્ધ ઉપયોગમય આત્માના કલ્પિતભાવ તે વિપર્યય એટલે સમ્યજ્ઞાનથી વિપરીત પરિણામ છે. તેથી સમ્યક્ત્તાનની પ્રાપ્તિ વિના પુનર્જન્મનો સભ્યપ્રકારે નિશ્ચય ક્યાંથી હોઈ શકે?
“અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યજ્ઞાન માની રહ્યો છે; અને સભ્યજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી.'' (વ.૧-૧૯૦)
“જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યાન.'' (વ.પૂ.૭૬૭) ।।૨૮।। વિપર્યયપણું શાથી? વિચારી ભૂત કાળ જો—
પળે પળ હઠી પાછો, મૂળ કારણ ભાળતો. ૨૯
અર્થ :– હવે આત્માના ભાવોનું વિપર્યયપણું અર્થાત્ વિપરીતતા હોવાનું શું કારણ હશે? તે વિચારી ભૂતકાળમાં અશુદ્ઘ ઉપયોગવર્ડ કરેલા કર્મો જણાશે. તે કર્મો થવાનું મૂળ કારણ જીવના વિભાવભાવે થયેલા રાગદ્વેષ પરિણામ છે. તેથી હવે પળે પળ પાછો હઠીને અનુપૂર્વીએ એટલે અનુક્રમબંધે અર્થાત્ દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી ફરી દ્વવ્યકર્મ થતાં જાણી, તે હવે મૂળ કર્મબંધનના કારણોને શોધે છે. “અશુદ્ઘ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાભાવે ગ્રહેલા કર્મપુદ્ગલ છે.'' (પૃ.૧૯૧) IIરહ્યા
દૃઢ સંકલ્પ કીથો કે સ્ત્રી ચિંતવવી આજ ના; પળો પાંચ ğરી થાતાં ઊઠી સ્ત્રીની જ કલ્પના. ૩૦
અર્થ :— એવો · સંકલ્પ કર્યો કે આજે મારે સ્ત્રીનું ચિંતવન પણ કરવું નહીં. છતાં પાંચ પળો પૂરી થઈ કે સ્ત્રીની જ ક્લ્પના ઊઠી. તો તેનું કંઈ કારણ હોવું જોઈએ.
“એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં
પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ.” (વ.પૃ.૧૯૧) ||૩૦||
પૂર્વ કર્મો તણું જોર, પુરુષ વેઠ તે ગણો; ભૂતકાળે કર્યું કર્મ, ગણો વિપાક તે તણો. ૩૧
Page #88
--------------------------------------------------------------------------
________________
४६०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - તે પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું જ જોર હોવું જોઈએ. તે કયા કર્મનું? તો કે મોહનીય કર્મનું, અને તે પણ પુરુષવેદ પ્રકૃતિનું. ભૂતકાળમાં પૂર્વ જન્મમાં એવા કર્મો એટલે કાર્યો કરેલા, તેથી પુરુષવેદ પ્રકૃતિનો બંધ પડ્યો હતો. તે પ્રકૃતિનું આ ભવમાં વિપાક એટલે ફળ આવ્યું. તેથી આવા ભાવો રોકવા છતાં પણ રોકી શકાયા નહીં.
“મને જે શાસ્ત્ર સંબંથી અલ્પ બોઘ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.” (૧,પૃ.૧૯૧) ||૩૧.
કર્મને અનુપૂર્વીએ વિચાર્યું ભૂલ નાસશે;
પુનર્જન્મ અનુંમાને સત્ય સિદ્ધાન્ત ભાસશે. ૩૨ અર્થ :- આ કર્મના સ્વરૂપને અનુપૂર્વીએ વિચારતા આ અનાદિની ભૂલ નાશ પામશે. અનુપૂર્વીએ એટલે અનુક્રમપૂર્વક કર્મોના બંઘન થયા જ કરે છે. જેમકે રાગદ્વેષ એ ભાવકર્મ છે. તે કરવાથી જીવને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો બંઘ થાય છે. તે કર્મો અબાઘાકાળ પૂરો થયે ઉદયમાં આવે છે, ત્યારે શરીર, ઘનાદિ, નોકર્મરૂપ ફળ આપે છે. આમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ ઘટમાળ અનાદિથી ચાલ્યા જ કરે છે. આ ભાવોને સ્થિર ચિત્તથી વિચારતાં અનુમાનજ્ઞાનથી પુનર્જન્મનો સિદ્ધાંત જીવને સત્ય દ્રષ્ટિગોચર થશે. કેમકે એક ભવમાં કરેલા કર્મોને ભોગવવા જીવે બીજો જન્મ ઘારણ કર્યો. વળી બીજા જન્મમાં ફરી નવા કર્મો બાંધી ફરી પુનર્જન્મ ઘારણ કર્યો. એમ અનાદિકાળથી ચાલ્યા કરે છે. [૩૨ાા
ભૂખે, દુઃખે રડે બાળ, ઘાવતાં પણ આવડે,
પૂર્વના સર્વ સંસ્કારો, શીખવું તેથી ના પડે. ૩૩ અર્થ - બાળક જન્મતાં જ ભૂખના દુઃખથી રડવા લાગે છે. તેમજ જન્મતાં જ તેને ઘાવતાં આવડે છે. એ બઘી પૂર્વ જન્મની સંજ્ઞા એટલે સંસ્કાર છે. પૂર્વજન્મનો તે અભ્યાસ છે. તેથી તેને કંઈ તે શીખવવું પડતું નથી. “બાલકને ઘાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે? તે પૂર્વાભ્યાસ છે.” (વ.પૃ.૭૬૮)
“ક્રોઘાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે.
સર્પમાં જન્મથી ક્રોથનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે, કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક ઉથ્થપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોથાદિ સંજ્ઞાના ન્યૂનાવિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.” (વ.પૃ.૫૪૨) //૩૩ણી
Page #89
--------------------------------------------------------------------------
________________
(૪૦) પુનર્જન્મ
૪૬૧
સર્પને મોર મારે છે, કેસરી હસ્તિને હરે,
બિલાડી ઉંદરો મારે; જાતિ-વૈર ન વિસરે. ૩૪ અર્થ - મોરને સર્પ પ્રત્યે જન્મથી જ વેર હોવાથી તેને જ્યાં જાએ ત્યાં મારે છે. તેમજ કેસરી સિંહ પણ હાથીને જોઈ હણે છે કે બિલાડી જન્મતાં જ ઉંદરોને મારવા લાગે છે. તે પ્રાણીઓ જાતિવેરને કદી ભૂલતા નથી. કારણ કે તે તે જીવો પ્રત્યે વૈરભાવના સંસ્કારો તે પૂર્વભવથી જ સાથે લઈને આવ્યા છે.
“સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.” (વ.પૃ.૭૬૮) ૩૪
વિદ્યા શીખે વિના ગોખે, સંસ્કારી પૂર્વના સહુ;
પુનર્જન્મ પ્રતીતિનાં દ્રષ્ટાંતો મળતાં બહુ. ૩૫ અર્થ - કેટલાકને ગોખ્યા વિના પણ વિદ્યા આવડી જાય છે. તે સર્વ પૂર્વના સંસ્કારી જીવો છે. પૂર્વ જન્મમાં જેણે જે વિદ્યાનો ઘણો અભ્યાસ કરેલ છે તેમને અહીં વગર શીખે પણ આવડી જાય છે. જેથી પૂર્વ જન્મ છે એમ સિદ્ધ થાય છે. પુનર્જન્મ છે એવી પ્રતીતિના બીજા પણ અનેક દ્રષ્ટાંતો અહીં મળી આવે છે. જેમકે પરમકૃપાળુદેવ લખે છે કે –
“લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય;
વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૫) શ્રી યશોવિજયજી મહારાજને પાંચ વર્ષની ઉંમરમાં ભક્તામર શ્રવણ માત્રથી આવડી ગયું હતું.
શ્રી હેમચંદ્રાચાર્ય પણ નવ વર્ષની નાની વયમાં જ દીક્ષા લઈને પ્રખર વિદ્વાન બની “કલિકાલ સર્વજ્ઞ'ના બિરુદને પામ્યા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ સોળ વર્ષ સુધીમાં સર્વ ઘર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરી જૈનદર્શનના સારરૂપ મોક્ષમાળાની રચના કરી. તેઓ શાસ્ત્રો ભણવા માટે ક્યાંય ગયા નહોતા. આ બધો ક્ષયોપશમ પૂર્વભવની સાધનાના આઘારે ઊગી નીકળ્યો હતો. રૂપા
પુનર્જન્મ તણી શ્રદ્ધા કરે નિર્ભય જીવને;
મૃત્યુથી યે ડરે ના તે, ઇચ્છે શિવ સદૈવ તે. ૩૬ હવે પુનર્જન્મની શ્રદ્ધાથી જીવને શો લાભ થાય છે તે જણાવે છે – અર્થ – પુનર્જન્મની શ્રદ્ધા જીવને મરણના ભયથી મુક્ત કરે છે. શ્રી આનંદઘનજીએ કહ્યું તેમ –“અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીયો તજ, ક્યું કર દેહ ઘરેંગે; અબ હમ અમર ભયે ન મરેંગે.” -શ્રી આનંદધનજી
પુનર્જન્મ નિશ્ચિત છે એવો દ્રઢ નિર્ણય થયે તે પ્રાણી મૃત્યુથી ડરતો નથી પણ સદૈવ શિવ એટલે મુક્તિને ઇચ્છે છે. કહ્યું છે કે :
“ર ને મૃત્યુ : તો મિત:, નમે વ્યાધ તો વ્યથા;
ना हं बालो ना वृद्धोहं, न युवैतानि पुद्गलेः" । અર્થ - મારું મરણ જ નથી તો મને ભય શાનો? મને વ્યાધિ નથી તો પીડા શાની? નથી હું
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બાળક કે વૃદ્ધ કે નથી યુવાન. એ બઘી પુદ્ગલની અવસ્થાઓ છે, એમાં મારું કંઈ જ નથી. ૩૬
ઘર્યા દેહો ઘણા, છોડ્યા તોયે જીવ નથી માર્યો
તો આ દેહ ફ્રુટે ત્યારે મરે ના, નિશ્ચય કર્યો. ૩૭ અર્થ – એવા દેહો તો પૂર્વે મેં ઘણા ઘારણ કર્યા અને છોડ્યા, તો પણ આ જીવ મર્યો નથી. માટે આ દેહ છૂટે ત્યારે પણ તે મરવાનો નથી એમ મેં નિશ્ચય કર્યો છે. ૩૭
જીવ નિત્યસ્વભાવી છે, જન્મ-મૃત્યુ ન તેહને,
જરા, વ્યાધિ, પીડા, પાક, છેદ-ભેદાદિ દેહને. ૩૮ અર્થ - જીવ તો સદા જીવવાના જ સ્વભાવવાળો છે. તે નિત્ય છે. તે કદી મરતો નથી. જન્મવું કે મરવું તે આત્માને સંભવતું નથી. કેમકે તે મૂળ દ્રવ્ય છે. દ્રવ્યનો ત્રિકાળમાં નાશ નથી.
વૃદ્ધાવસ્થા, રોગ, પીડા કે ગૂમડાં વગેરેનું પાકવું કે છેદન, ભેદન થવું એ બઘા દેહના ઘર્મો છે, આત્માના નહીં; એમ જાણીને મુનિ સુકૌશલ કે ગજસુકુમાર કે અવંતિસુકુમાર કે ભગવાન મહાવીર સ્વામી વગેરે ધ્યાનમાં ઊભા રહી અનેક પ્રકારના ઉપસર્ગોને સમતાથી સહન કરી કમને નિર્જરાવી મુક્તિને પામ્યા છે. તેમાં મૂળભૂત કારણ આત્મા સદૈવ નિત્ય સ્વભાવી છે એવો તેમનો દ્રઢ નિશ્ચય છે. ૩૮
પુણ્ય-પાપ કરેલાં જે પૂર્વનાં આજ ભોગવે;
આ ભવે જે કરે તેનાં ફળો ભોગવશે હવે. ૩૯ અર્થ :- પૂર્વભવોમાં કરેલા પુણ્ય કે પાપના ફળો આ જીવ આ ભવમાં ભોગવે છે, અને આ ભવમાં જેવા કર્મો કરશે તેના ફળ આગળ ભોગવશે. તીર્થંકરની પદવી કે ચક્રવર્તી અથવા બળભદ્ર, નારાયણ કે પ્રતિનારાયણની પદવીઓ પુણ્યકર્મથી જીવ પામે છે. જ્યારે પાપથી આ ભવમાં કે પરભવમાં પણ જીવ રોગી કે નિર્ધન વગેરે બનીને દુઃખી થયા કરે છે. ૩૯ાા
પાયો સદ્વર્તન કેરો પુનર્જન્મ-પ્રતીતિ છે,
દાન, ઘર્મ ટકે તેથી દીર્ઘદ્રષ્ટિ, સુનીતિ તે. ૪૦ અર્થ – પુનર્જન્મની જીવને શ્રદ્ધા થાય તો સદ્વર્તનનો પાયો મજબૂત બને છે. કરેલા કર્મોનું ફળ બીજા જન્મમાં કે આ જન્મમાં અવશ્ય ભોગવવું પડે છે, એવો નિર્ણય થવાથી તે જીવ અસદાચારમાં પ્રવૃતિ કરતો નથી. પુનર્જન્મની શ્રદ્ધા વડે જીવ અભયદાન, જ્ઞાનદાન, આહારદાન, ઔષઘદાનમાં પ્રવૃત્ત છે. તેમજ ઘર્મધ્યાન કરવાથી આત્મા શાશ્વત મુક્તિના સુખને પામશે, એવો વિશ્વાસ હોવાથી તે દીર્ઘદ્રષ્ટિએ વર્તન કરે છે, અને તે જ વર્તન સમ્ય-નીતિપૂર્વકનું હોવાથી તેના જીવનને ઘન્ય બનાવી સર્વકાળને માટે સુખી કરે છે. ૪૦ાા.
જેને પુનર્જન્મની શ્રદ્ધા છે તે ભવ્ય પ્રાણી, આત્મજ્ઞાન પામી સદ્ગુરુ આશ્રયે પંચ મહાવ્રત ઘારણ કરીને સર્વ કર્મોનો શીધ્ર નાશ કરી શકે છે. તે પંચ મહાવ્રત વિષે વિસ્તારથી અત્રે આ પાઠમાં જણાવવામાં આવે છે :
Page #91
--------------------------------------------------------------------------
________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
(૪૧)
પંચ મહાવ્રત વિષે વિચાર
(ગીત) *
વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજના ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે; એ સફળ દિનને દેખવા પરમેષ્ઠીપદને સ્પર્શવા, સદ્ગુરુ-ચરણ ઉપાસવા ભાવો ઊંઠે ઉર અવનવા, ૧
૪૬૩
અર્થ :— પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે વિનયપૂર્વક મારું મસ્તક શ્રી ગુરુરાજના ચ૨ણક્રમળમાં નમસ્કાર કરે છે. તથા સર્વ કર્મને કાપવામાં સમર્થ એવા જે પંચ મહાવ્રત છે ત્યાં મારી વૃત્તિ સદા રમ્યા કરે છે. એ પંચ મહાવ્રતને ઘારણ કરી જીવન સફળ થયેલ એવા દિવસોને જોવા તથા પરમેષ્ઠીપદ અર્થાત્ શુદ્ધ આત્મપદને સ્પર્શવા માટે સદ્ગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસવા મારા હૃદયમાં સદા નવા નવા ભાવોની ઉર્મિઓ ઊઠ્યા કરે છે. કેમકે ગુરુથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ જિનદશાની પ્રાપ્તિ થાય છે માટે. “સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.'' -શ્રીમદ્ રાજચંદ્ર ||૧|| નિશદિન સહજાત્મસ્વરૂપ-વિચારના વ્યાપારમાં; સુજ્ઞાન-સુથ્થાને ૨મે મુનિવર પરમ આચારમાં; જે દેવૃષ્ટિ દૂર કરીને પરમ તત્ત્વ લીન છે, વર્ણી શુદ્ધ ભાવે સિદ્ધ સમ ગી સર્વને, હે દીન તે. ૨
હવે આ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર મુનિવર કેવા વિચારમાં રહે છે, તે જણાવે છે :–
અર્થ :— જે નિશદિન સહજાત્મસ્વરૂપના વિચાર કરવાના વ્યાપારમાં જોડાયેલા છે. જે સમ્યક જ્ઞાનરૂપ સ્વાધ્યાયમાં કે ઉપદેશ આપવામાં કે શાસ્ત્ર લખવામાં પ્રવર્તે છે અથવા સમ્યક્ આત્મધ્યાનમાં જે ૨મે છે અથવા મુનિવરોના પરમ પ્રસિદ્ધ પંચ આચાર જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે તેમાં પ્રવર્તે છે. જે સદા દેવૃષ્ટિ દૂર કરીને ૫૨મ આત્મતત્ત્વમાં લયલીન છે. વળી નિશ્ચયનયથી સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી પોતે લઘુતા ધારણ કરીને રહે છે કે સર્વ જીવો મારા જેવા જ છે; મારામાં તેમનાથી કંઈ વિશેષતા નથી. એવા પ.પૂ.પ્રભુશ્રીજી હતા કે જે સર્વમાં પ્રભુ જોતા હતા. તેવા સર્વ મહાત્માઓને હું ભાવપૂર્વક વિનયસહિત પ્રણામ કરું છું. ॥૨॥
શ્રદ્ધા છ પદ, નવ તત્ત્વની વા સર્વ દ્રવ્ય સ્વભાવની, ને જ્ઞાન નિજ-૫૨-રૂપનું સત્કૃત-પ્રાપ્તિ પાવની; યમરૂપ પાંચ મહાવ્રતો, આચારરૂપ ચારિત્ર જ્યાં, વ્યવહાર-રત્નત્રય ગણો ભેોપચારે વાત ત્યાં. ૩
હવે પંચ મહાવ્રતધારી મુનિવરોમાં શું શું વિશેષતાઓ છે તે જણાવે છે :
અર્થ :—જેને છ પદની કે જીવાદિ નવ તત્ત્વની અથવા છએ દ્રવ્યના સર્વ ગુણધર્મની શ્રદ્ધા છે. તથા જેને નિજ શું અને પર શું? તેના સ્વરૂપની સમજ છે. તેમજ પવિત્ર એવા સત્શાસ્ત્રો સંબંઘીનું જેને જ્ઞાન
Page #92
--------------------------------------------------------------------------
________________
૪૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પ્રાપ્ત છે. જે યમરૂપે પાંચ મહાવ્રતોના આચારરૂપ સમ્યકુચારિત્રના ઘારક છે. જીવન પર્યત લેવામાં આવતી પ્રતિજ્ઞાને યમ કહેવાય છે. આ બધા વ્યવહાર રત્નત્રયના ભેદ જાણો. જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે ઉપચારરૂપ અર્થાતુ ઉપાયરૂપ સાધન છે. સા.
સ્વસ્વરૅપ-શ્રદ્ધા-જ્ઞાન-ચરણે ભાવના શુભકારિણી, નિરુંપચારે રમણતા નિજ ભાવમાં હિતકારિણી; કારણ વડે જ્યાં કાર્ય સાધ્યું સ્વ-સ્વરૃપનું સહજ જ્યાં,
ચારિત્ર ઉત્તમ, આત્મફૅપની એકતા ને સમજ ત્યાં. ૪ હવે નિશ્ચય રત્નત્રય વિષે જણાવે છે –
અર્થ - પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા, તેનું જ જ્ઞાન, તેમાં જ રમણતા કરવાની ભાવના કરવી તે આત્માનું શુભ કરનારી અર્થાત ભલું કરનારી ભાવના છે. તથા ઉપચાર રહિતપણે અર્થાત ખરેખર પોતાના આત્મામાં રમણતા કરવી તે જ આત્માને પરમ કલ્યાણકારી છે.
વ્યવહાર-ભેદ રત્નત્રયના કારણવડે જ્યાં નિશ્ચય રત્નત્રયરૂપ પોતાના સહજાત્મસ્વરૂપનું કાર્ય સાધ્યું અર્થાતુ સહજાત્મસ્વરૂપમાં રમણતા કરી તે જ ઉત્તમ ચારિત્ર છે, તે જ આત્મસ્વરૂપની અભેદતા છે; અને ખરી સમજ પણ તેને જ ગણવામાં આવી છે. સા.
વ્યવહારથી પાંચ મહાવ્રત આત્મ-ઉપકારી કહ્યાં, સમકિત સહ આરાઘતાં શિવસૌખ્ય હેતું તે લહ્યાં; કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાન જાણી લ્હાવ લે,
આદિ-મહાવ્રત આદરે, આરંભ ત્યાગી સર્વ તે. ૫ અર્થ - જ્ઞાનીપુરુષના આશ્રમમાં ભગવાને જેમ કહ્યું તેમ પંચ મહાવ્રતરૂપ બાહ્ય ચારિત્ર નિશ્ચય ચારિત્રના લક્ષપૂર્વક પાળવામાં આવે તો તેને પણ આત્મહિતકારી કહ્યું છે. તથા આત્મજ્ઞાન સાથે તે પંચ મહાવ્રતને આરાઘતા તો તે સાક્ષાત્ મોક્ષસુખના કારણ ગણવામાં આવ્યા છે.
“બુદ્ધિ ક્રિયા ભવફલ દિયેજી, જ્ઞાનક્રિયા શિવઅંગ;
અસંમોહ કિરિયા દિયેજી, શીધ્ર મુક્તિ ફલ ચંગ. મનમોહન જિનજી” આપણો આત્મા, કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાનોમાં ક્યાં ક્યાં કેવી રીતે ભટક્યો છે તે જાણવાથી-તેથી ત્રાસ પામી, સર્વ પ્રકારનાં આરંભને ત્યાગી અહિંસા આદિ પંચ મહાવ્રતને આદરી જીવ પોતાનું કલ્યાણ સાથે છે. તે કુલ, યોનિ વગેરે કેવા પ્રકારે છે તે નીચે જણાવે છે :
કુલ - શરીરના ભેદોના કારણરૂપ નોકર્મ વર્ગણાઓના ભેદને કુલ કહે છે.
યોનિ - યોનિ એટલે જન્મવાનું સ્થાન. કંદમૂળ, અંડા, ગર્ભ, રસ, સ્વેદ એટલે પરસેવો આદિ ઉત્પત્તિના આઘારને યોનિ કહે છે. તે જીવયોનિ ચોરાશી લાખ પ્રકારની છે.
જીવ-સમાસ - ચૌદ જીવ-સમાસ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, દ્વિ ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય. એ સાત સમૂહ કે સમાસના પર્યાય અને અપર્યાપ્ત મળીને કુલ ચૌદ ભેદ થાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
૪૬૫
સ્થાન :- સ્થાન એટલે અવગાહના. નિગોદીયા જીવ વગેરે કેટલી જગા રોકે તેને અવગાહના કહે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ મહામસ્યની અવગાહના સૌથી મોટી છે. તે હજાર યોજન લાંબો. પાંચસો યોજન પહોળો અને અઢીસો યોજન જાડો છે. ઉપરોક્ત પ્રકાર જાણીને વૈરાગ્ય પામી પંચ મહાવ્રતને આદરી જીવ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પણ
ત્યાં પૂર્ણરૂપે છે અહિંસા પરમ ઘર્મ બઘા ગણે, આરંભ અણુ પણ ત્યાં નહીં, આશ્રમ પરમજ્ઞાની ભણે; નિર્ચથતા ઘરતા મુનિવર પરમ કરુણારસ ભર્યા,
ના ઘર્મસાઘનમાં ય મમતા, મૃગસમી ચર્યા વર્યા. ૬ અર્થ - પંચ મહાવ્રતમાં પૂર્ણરૂપે અહિંસાનું પાલન છે. અહિંસાને સર્વોત્કૃષ્ટ પરમ ઘર્મ બઘા ગણે છે. કેમકે ત્યાં અણુમાત્ર પાપનો આરંભ નથી. તેને સંન્યસ્થ આશ્રમ પરમજ્ઞાની એવા ભગવાન કહે છે. એ પંચમહાવ્રતને ઘરનાર મુનિવર નિર્ગથતાને ઘારણ કરેલ છે, અર્થાત રાગદ્વેષ અજ્ઞાનની ગાંઠ જેની ગળી ગઈ છે એવા મુનિવર પરમ કરુણાના સાગર છે. જેને ઘર્મના સાથન એવા પુસ્તકો કે ઉપકરણમાં પણ મમતાભાવ નથી. પુસ્તકનું પ્રયોજન પૂરું થયે ઝાડના બખોલમાં પણ મૂકી દે. તથા મૃગ એટલે હરણની જેમ જેની ચર્યા છે, અર્થાત્ જેને રહેવા કરવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી; તેઓ અપ્રતિબદ્ધ વિહારી છે. કા.
સ્થાવર અને ત્રસ જીવને ત્રણ લોકમાં ઍવતા સુથી, હણવા પ્રમાદે ના કદી ત્રિકરણ ચોગ-પ્રયોગથી; આવું મહાવ્રત છે અહિંસા; મુખ્ય એ મતિ લાવવી,
આદિ-મહાવ્રત સ્થિર કરવા ભાવના આ ભાવવી : ૭ અર્થ - પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ કે વનસ્પતિકાય એ પંચ સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા ત્રસકાય એવા ત્રણે લોકમાં રહેલા સર્વ ઇ કાય જીવોને જીવતા સુધી પ્રમાદવડે, મન વચન કાયાના યોગનો પ્રયોગ કરીને કદી હણવા નહીં, આવો અહિંસા મહાવ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુખ્ય આદિ મહાવ્રત એટલે પ્રથમ અહિંસા મહાવ્રતને હૃદયમાં સ્થિર કરવા નીચે પ્રમાણે ભાવના ભાવવી. શા
"વાણી અને મનગુતિ, સમિતિ ચાલવે, લેવ-મૂંછ્યું, આહાર-પાન વિલોકી લે – એ પાંચ રીતિ ના ચૅકે. જીંવતાં સુથી નવ લેશ જૂઠું કદી પ્રમાદે બોલવું,
મૃષા-વિરતિ બીજું મહાવ્રત પૂર્ણતાથી પાલવું. ૮ હવે અહિંસા મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે :
અર્થ :- (૧) વાણી એટલે વચનગુતિ અર્થાત્ મૌન રહેવું, અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું (૨) મનગુપ્તિ (૩) ઈર્ષા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ અર્થાત લેવું મૂકવું. અને (૫) આહાર-પાન વિલોકી એટલે દેખી તપાસીને બેંતાલીસ દોષરહિત આહાર લેવો. એ પાંચ સમિતિની રીતને અહિંસા મહાવ્રતવાળા કદી ચૂકે નહીં. જીવતા સુધી પ્રમાદવશ પણ લેશ માત્ર જાડું કદી બોલવું નહીં. એ મૃષાવિરતિ એટલે સત્ય મહાવ્રત નામનું બીજાં મહાવ્રત છે. તેનું પૂર્ણરૂપે પાલન કરવું. ઉપયોગ શૂન્ય ક્રિયા એ બઘો પ્રમાદ છે. દા.
Page #94
--------------------------------------------------------------------------
________________
૪૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“અવિરુદ્ધ વચનો વદ વિચાર, વિવેક ના સહસા વદે, જીંત તું ક્ષમાથી ક્રોથ, નહિ તો સત્ય હણશે સાવ તે; વળી લોભવશ વેચાઈ જાશે સત્ય, સંતોષી થજે,
ગણ *હાસ્ય-ભય" કય સત્ય-શત્રે જીત શાંતિ-ઘીરજે. ૯ હવે બીજા સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ જણાવે છે –
અર્થ - (૧) શાસ્ત્રોક્ત અનુસાર અવિરુદ્ધ વચનો વિચારીને બોલવા. વિવેકી પુરુષો વિચાર્યા વગર ગમે તેમ બોલે નહીં. (૨) ક્ષમા વડે તું ક્રોઘને જીત, નહીં તો ક્રોથ વડે જૂઠું બોલીને સત્યને તું સાવ હણી નાખીશ. (૩) વળી લોભને વશ થઈ તું સત્યને જૂઠ બોલીને વેચી નાખીશ. માટે સંતોષી થવાનો પ્રયત્ન કરજે. તથા હાસ્ય અને ભય એ પણ સત્યના શત્રુ છે. માટે શાંતિ અને ધીરજ રાખી, હાસ્યને ગંભીરતાથી તથા ભયને નિર્ભયતા કેળવી જીતી લેજે, તો સત્ય મહાવ્રતની રક્ષા થશે. III
બીજું મહાવ્રત સત્ય પોષે પાંચ આવી ભાવના! પરમાર્થ સત્ય ચકાય ના, વા પામવાની કામના; વ્યવહાર સત્ય સદાય વદ, વ્યવહાર વિણ પરમાર્થ ક્યાં?
નિઃશલ્ય ને નિશ્ચિંત ચિત્તે વર્તી, વસ આત્માર્થમાં. ૧૦ અર્થ :- બીજા સત્ય મહાવ્રતને પોષણ આપે એવી ઉપરોક્ત આ પાંચ ભાવનાઓ જાણવી.
હવે પરમાર્થ સત્ય ચૂકાય નહીં અથવા તે પામવાની કામના રાખી વ્યવહાર સત્યને સદાય વદ અર્થાત્ બોલ. કેમકે વ્યવહાર સત્ય વગર પરમાર્થ સત્ય વચન બોલાય તેમ નથી. નિઃશલ્ય એટલે માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યથી રહિત થઈ મનને નિશ્ચિત કરી હવે માત્ર આત્માર્થમાં જ નિવાસ કરીને રહે જેથી પરમાર્થ સત્યની તને પ્રાપ્તિ થાય.
“પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી. એ ઉપયોગ રહેવો જોઈએ.
વૃષ્ટાંત – જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંઘ, અગર સ્ત્રી, પુત્ર, ઘન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.
દ્રષ્ટાંત - જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય.” (વ.પૃ.૭૫) I/૧૦ના
પરમાર્થ સમ્યક્ દર્શને પરમાર્થ સત્ય વદાય છે, આત્માર્થી અન્ય પદાર્થ વદતાં ભિન્ન ભાન રખાય છે; ઉપયોગ નિશ્ચય સત્ય પર ઘરીને વદે મુનિ વચન જે પ્રિયકાર ને હિતકાર, વૃત્તિ-શમન-પૅરતું નૅચન તે. ૧૧
Page #95
--------------------------------------------------------------------------
________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
૪૬૭
અર્થ - પરમાર્થ સમ્યદર્શન એટલે નિશ્ચય આત્મઅનુભવાત્મક સમકિત પ્રાપ્ત થયે પરમાર્થ સત્ય ભાષા બોલાય છે. ત્યારે આત્માથી સર્વ અન્ય પદાર્થ સંબંઘી બોલતાં તે બઘા પદાર્થો મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે એમ ભિન્નભાવ જાગૃત રાખી શકાય છે. આત્માનો ઉપયોગ પરમાર્થ સત્ય ઉપર રાખીને સાચા આત્મજ્ઞાની મુનિઓ વચન બોલે છે. તે વચન પણ પ્રિય લાગે તેવું તથા આત્માને હિતકારી હોય તે જ બોલે છે. તે પણ પોતાની દયાની વૃત્તિ ઊઠવાથી, તેના શમન પૂરતું બીજાને સૂચન માત્ર કરે છે. અથવા કોઈ આત્માર્થે પ્રશ્ન પૂછે તો તેનું સમાધાન કરે છે. બાકી તો મુનિઓ મૌન રહે છે. I/૧૧
બોલે પ્રયોજન વગર ના તે મૌન અથવા મુનિપણું, વસ્તુસ્વરૂપ વદે મુનિ, તર્જી રાગ-રોષાદિ ઘણુંતો યે ગણો તે મૌન; તીર્થકર સમાએ આદર્યું,
જો વર્ષ સાડા બાર સુધી વીરનાથે પણ થયું. ૧૨ અર્થ - જેને સાચું મુનિપણું છે તે પ્રયોજન વગર એક અક્ષર પણ બોલતા નથી. તે જ ખરું મૌન છે. રાગદ્વેષ રહિતપણે મુનિઓ વસ્તુના સ્વરૂપનું ઘણું વર્ણન કરે છતાં તેને મૌન જાણો. તીર્થકર જેવાએ પણ એવું મૌનપણું આદર્યું છે. સાડા બાર વર્ષ સુધી વીરનાથ એટલે ભગવાન મહાવીરે પણ આવું મૌનવ્રત ઘારણ કરેલ હતું. ૧૨ાા.
તૃણ, માટ સરખી કોઈ ચીજ આપ્યા વિના લેવી નહીં, ના લેવરાવર્તી અન્ય પાસે, લીથી ઠીંક ગણવી નહીં; જીંવતા લગી ત્રણ લોકમાં, ઉપયોગથી ત્રિયોગથી,
ત્રીજું મહાવ્રત આ અદત્તાદાન કેરા ત્યાગથી. ૧૩ હવે ત્રીજા અચૌર્ય મહાવ્રત વિષે જણાવે છે :
અર્થ - જેમાં તૃણ કે માટી સરખી પણ કોઈ ચીજ જે આપ્યા વિના લેવી નહીં, બીજા પાસે લેવરાવવી નહીં કે કોઈ આપ્યા વિના મુનિ લે તો તેને પણ મનથી ઠીક ગણવી નહીં; એમ જીવતા સુધી ત્રણે લોકમાં રહેલ સર્વ પદાર્થોને મન, વચન, કાયાના ઉપયોગપૂર્વક લેવા નહીં તે ત્રીજાં અદત્તાદાન. જે આપેલ નથી એવા પદાર્થોનો ત્યાગ કરવો, તે અચૌર્ય નામનું ત્રીજો મહાવ્રત કહેવાય છે. ૧૩ના
કલ્પ ન સ્થાન અદત્ત તેથી શૂન્ય ઘર શોથી રહે, ૨ઉજ્જડ જગા કે તૃણ પણ આપ્યા વિનાનું ના ગ્રહે; યાચેલ ઘરમાં અન્ય મુનિને આવતાં ના રોકવો,
કે કાઢી મુકે કોઈ તો માલિકીભાવ ન રાખવો. ૧૪ અર્થ - હવે અચૌર્ય મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે :
(૧) મુનિને અદત્ત એટલે નહીં આપેલ સ્થાન રહેવા માટે કહ્યું નહીં, તેથી શૂન્ય ઘર કે એકાન્ત જગ્યા શોથી પૂછીને તેમાં રહે. (૨) ઉજ્જડ જગ્યા હોય તો પણ અથવા તૃણ પણ આપ્યા વિના મુનિ ગ્રહણ કરે નહીં. પુણિયો શ્રાવક હતો છતાં તેની ઘર્મપત્નીએ બાજાના ઘરમાંથી દેવતા લાવતા પૂછ્યા વગર છાણનો ભૂકો નાખી દીધો તેથી સામાયિકમાં સ્થિરતા આવી નહીં. માટે મુનિને તો પૂછ્યા વગર કંઈ પણ
Page #96
--------------------------------------------------------------------------
________________
૪૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લેવાનો સર્વથા નિષેઘ છે. (૩) પોતે માંગીને રહેલ ઘરમાં બીજા મુનિ આવે તો તેમને રોકવા નહીં કે કોઈ પોતાને રહેલ ઘરમાંથી કાઢી મૂકે તો તેમાં માલિકીભાવ રાખવો નહીં.
મહાવીર ભગવાનનું દ્રષ્ટાંત - ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં તપ અર્થે મોરાક પ્રદેશમાં તાપસીના આશ્રમમાં રહ્યા હતા. આશ્રમના સર્વોપરી તાપસ ભગવાન મહાવીરના પિતાશ્રી સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. તેમના કહેવાથી એક ઝૂંપડીમાં તેમણે વાસ કર્યો. તેમાં પોતે ધ્યાનસ્થ રહેતા. તે સમયે દુકાળ પડવાથી ઢોરો ઘાસની ઝૂંપડી પણ ખાવા લાગ્યા. બીજા તાપસોએ આવી સર્વોપરી તાપસને ફરીયાદ કરી કે આ મહાવીર પોતાની ઝુંપડીની પણ સંભાળ રાખતા નથી. એ જાણી સર્વોપરી તાપસે આવી ભગવાન મહાવીરને કંઈક ઠપકારૂપે કહ્યું. તેથી તાપસોના મનને પોતે કંઈપણ દુઃખનું નિમિત્ત બન્યું એમ જાણવાથી ત્યાંથી વિહાર કરી ગયા. ll૧૪ો.
*દોષિત ભિક્ષા ચોરી ગણ, દોષો તજી આહાર લે, પસી ક્લેશ તર્જી સાઘર્મી સાથે સંપ સેવા-ઘન રળે; ત્રીજા મહાવ્રત કેરી પાંચે ભાવના શુભ ભાવતા,
સૌ સંતપુરુષો તો સદા નિઃસંગતા રેલાવતા. ૧૫ અર્થ :- દોષવાળી ભિક્ષાને પણ ચોરી ગણી મુનિ બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે. તેમજ મનમાં સૌ ક્લેશ કે કંકાસનો ત્યાગ કરી સહઘર્મી મુનિ સાથે સંપીને રહે છે અને પરસ્પર એક બીજાની સેવા કરી તે રૂ૫ ઘનને રળે છે. જેમ કે નંદીષેણ મુનિ બે-બે ઉપવાસ કરી પારણાના દિવસે પણ સર્વ મુનિઓની સેવા કરી પછી પારણું કરતા હતા. તે દેહત્યાગ કરી શ્રી કૃષ્ણના પિતા વસુદેવરૂપે અવતર્યા. ત્રીજા અચૌર્ય મહાવ્રતની આ પાંચેય શુભભાવના ભાવતા સૌ સંતપુરુષો સદા અસંગદશામાં મગ્ન રહે છે. ||૧પ.
જે કર્મ બાંઘે એ જ પર ચીજ વગર આયે સર્વ લે, એવા વિચારે બંઘને અટકાવતા સંવરબળે; ઉપયોગથી જીંવતા લગી મૈથુન કયાંય ન સેવવું,
ને કામભાવ હઠાવી મૈથુનત્યાગ-પરિણામી થવું. ૧૬ અર્થ – જે મુનિ વગર આપ્ટે પરવસ્તુ સર્વ લે તે મુનિ કર્મ બાંધે છે, એમ વિચારી કર્મબંધને સંવરના બળે અટકાવે છે અર્થાત્ આપ્યા વગર કંઈ પણ લેતા નથી. હવે બ્રહ્મચર્ય મહાવ્રત સંબંધી જણાવે છે :
ઉપયોગ જાગૃત રાખી જીવતાં સુધી મૈથુન ક્યાંય પણ એટલે સ્ત્રી, પશુ કે દેવ સાથે સેવવું નહીં તથા કામભાવને દૂર કરી સદા મૈથુનત્યાગભાવવાળા થવું; એ મુનિનો ચારિત્રધર્મ છે. ૧૬
ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય બ્રહ્મજ્ઞાની મુનિ ઘરે, ત્રિકરણ યોગે પાળતાં તે સિંહવૃત્તિ આદરે; તેમાં થવા સ્થિર ભાવના પાંચે ય ભાવે આદરે;
"સ્ત્રી-પશુ-નપુંસક-વાસવાળા સ્થાનમાં ના ઊતરે. ૧૭ અર્થ :- આ ચોથા મહાવ્રત બ્રહ્મચર્યને બ્રહ્મજ્ઞાની એટલે આત્મજ્ઞાની મુનિવરો ખરી રીતે ઘારણ કરે છે. તે મન વચન કાયાના યોગથી પાળતાં સિંહવૃત્તિને આદરે છે અર્થાત સિંહવૃત્તિથી વ્રત લે છે અને
Page #97
--------------------------------------------------------------------------
________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
૪૬૯
સિંહવૃત્તિથી તેને પાળે છે. તેમાં સ્થિર થવા માટે બ્રહ્મચર્યને સહાયકારી એવી પાંચેય ભાવનાને ભાવે છે અને તેને આદરે છે અર્થાત્ તે પ્રમાણે વર્તે છે. તે પાંચ ભાવનાઓમાંની પહેલી ભાવના (૧) સ્ત્રી, પશુ કે નપુંસક જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં તે ઊતરતા નથી. /૧ણા
સ્વ-શરીર-સંસ્કારે ન રાચે, નાર -અંગ ન નીરખે, ના પૂર્વ રતિ -સુખને સ્મરે, વિષ વિષયનું વ્યાપે, રખે! “કામોદ્દીપક ને ઇષ્ટપુષ્ટ રસો તજે વૈરાગ્યથી,
ત્રી-રાગ -વર્થક વાત કદી ભાખે-સુણે ના રાગથી. ૧૮ અર્થ :- (૨) મુનિઓ સ્નાન કરતા નથી તેમજ પોતાના શરીરનો શણગાર કરવામાં રાચતા નથી. સ્ત્રીના અંગોપાંગને જે નીરખતા નથી અર્થાત્ ઘારીને જોતા નથી. (૩) પૂર્વ રતિ ક્રીડાની સ્મૃતિ પણ જે કરતા નથી કે જેથી રખેને વિષયનું વિષ ફરી વ્યાપી જાય. (૪) જે કામને ઉત્તેજિત કરવાવાળા એવા ઇષ્ટ એટલે ગમતા અને પુષ્ટ એટલે પૌષ્ટિક રસોને વૈરાગ્યથી ત્યાગી દે છે. જેમકે પ.પૂ.પ્રભુશ્રીજીએ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરવા માટે પરમકૃપાળુદેવને પૂછતાં નીરસ આહાર લેવાની આજ્ઞા થતાં પૌષ્ટિક આહાર છોડી દીધો હતો. (૫) સ્ત્રી પ્રત્યે રાગ વૃદ્ધિ પામે એવી કોઈ પણ વાત રાગથી જેઓ કદી કરતા નથી કે સાંભળતા પણ નથી. ૧૮
સુંદર સ્વપર વધુ નિરખતાં વૃત્તિ કુતુહલવશ ઠરે, કે કામપીડા તીવ્ર ઉદયે જન્મતી ઝટ સંહરે; સંભાર મુનિ નિજ સહજ આત્મા ના નિમિત્તાથન બને,
ને ઊગરે જ્ઞાની ગુરુંનાં વચનના આલંબને. ૧૯ અર્થ :- સુંદર પોતાના કે પરના વપુ એટલે શરીરને નીરખતાં જો વૃત્તિ કુતુહલવશ ત્યાં સ્થિર થાય કે તીવ્ર કર્મના ઉદયે કામપીડા જો જન્મ પામે, તો મુનિ પોતાના આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને સંભારી તે રાગદ્વેષનો ઝટ સંહાર કરે છે; પણ નિમિત્તને આધીન થતા નથી.
“તપસ્વીને કદી મોહે રાગદ્વેષ જણાય જો;
ભાવજો સ્વસ્થ આત્મા તો, ક્ષણમાં શાંતિ પામશો.' -સમાધિશતક તેમજ જ્ઞાની ગુરુ ભગવંતના વચનનું આલંબન લઈને પોતાનો ઉદ્ધાર કરે છે. ૧૯
બન્ને પરિગ્રહને તજી હું નવીન સંગ્રહ ના કરું, કે ના કરાવું, ના અનુંમોટું; સદા એ અનુસરુંઉપયોગથી ત્રિયોગ-શુદ્ધિ નિર્મમત્વે આદરું,
પંચમ મહાવ્રત આ પરિગ્રહ -ત્યાગનું અતિ આકરું. ૨૦ હવે પરિગ્રહત્યાગ મહાવ્રત વિષે જણાવે છે –
અર્થ :- બાહ્ય તેમજ અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહને તજીને હું નવીન સંગ્રહ કરું નહીં, કરાવું નહીં કે સંગ્રહ કરનારની અનુમોદના કરું નહીં. સદા એ ભાવને અનુસરું. એમ મુનિ ભગવંત વિચારે છે. ઉપયોગ રાખીને નિર્મમત્વભાવ ટકાવવા મન વચન કાયાના ત્રણેય યોગથી શુદ્ધિને આદરું. આ પંચમ
Page #98
--------------------------------------------------------------------------
________________
४७०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પરિગ્રહત્યાગ મહાવ્રત પાળવું અતિ આકરું છે. કેમકે અનાદિકાળથી જીવને પરિગ્રહના ગ્રહણમાં સુખબુદ્ધિ રહેલ છે માટે. ૨૦
તે વ્રત ટકાવે ભાવના પાંચ વિષય-વિરાગતાઃ "ના વેષ કર કુશબ્દ પર, સુંશબ્દ પર કર રાગ ના; સૌન્દર્ય પર કર રાગ ના, ના વેષ ઘર માઠા રૃપે;
દુર્ગથી કંટાળ ના, ના થા પ્રસન્ન સુગંઘ પે. ૨૧ હવે પરિગ્રહત્યાગવતને સહાયકારી પાંચ ભાવનાઓ જણાવે છે :
અર્થ - પાંચમા પરિગ્રહ ત્યાગ વ્રતને ટકાવવા માટે પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની વૈરાગ્યભાવના હિતકારી છે. કેમકે પાંચ ઇન્દ્રિયના વિષયો માટે જીવ પરિગ્રહને એકઠો કરે છે તેથી (૧) કોઈ કુશબ્દ બોલે તો પણ દ્વેષ કરવો નહીં. જેમકે ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી ત્યારે તેમણે કહ્યું કે મેં તો આમાંથી કંઈ લીધું નથી તો તે કોને રહ્યું? તો કે કહેનાર પાસે જ રહ્યું. એમ કુશબ્દથી ખેદ પામવો નહીં.
તેમજ સુશબ્દ એટલે મીઠી વાણીથી પણ મોહ પામવો નહીં. જંબુકુમાર પોતાની સ્ત્રીઓના ગમે તેવા મીઠા વચનોથી પણ રાગ કે મોહ પામ્યા નહીં. એમ રાગદ્વેષના નિમિત્તોમાં પણ જે ચલાયમાન થાય નહીં તે ખરો પરિગ્રહ ત્યાગ કરી શકે.
(૨) રૂપ અથવા સૌંદર્ય પર રાગ કરવો નહીં. જેમકે કોશા વેશ્યાના સૌંદર્ય પર શ્રી સ્કૂલિભદ્ર રાગ કર્યો નહીં. કોઈનું માઠું રૂપ જોઈને પણ તેના પ્રત્યે દ્વેષ કરવો નહીં. કેમકે એ બધું કર્મનું સ્વરૂપ છે.
(૩) નાકનો વિષય સુગંઘ, દુર્ગઘ છે. સુગંધથી રાજી થવું નહીં, તેમજ દુર્ગધથી કંટાળવું નહીં.
નંદિષણનું દ્રષ્ટાંત – નંદિષણ મુનિ એ રોગી મુનિઓની સેવા કર્યા પછી જ છઠ્ઠનું પારણું કરવું એવો અભિગ્રહ લીધો હતો. તેમની પરીક્ષા કરવા દેવ, મુનિનું રૂપ ઘારણ કરી નંદિષેણ મુનિ પાસે આવી કહેવા લાગ્યો કે તમે પારણું કરવા બેઠા છો પણ બગીચામાં મુનિ તો પીડા પામે છે. તે સાંભળી તુરંત ત્યાં જઈ મુનિને ખભા ઉપર બેસાડી ઉપાશ્રયમાં લઈને આવે છે. ત્યાં રસ્તામાં તેમના ઉપર ભયંકર દુર્ગઘમય મળ ત્યાગ કર્યો. છતાં તેમણે દુગંછા કરી નહીં. પણ મુનિનો ગુણ જ જોયો કે અહો! એમને હજા કેટલી વ્યાધિ ભોગવવી પડે છે. નંદિષેણ મુનિના આવા ભાવ જાણી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો. તેમજ ફુલોની સુગંઘથી પણ રાજી થવા જેવું નથી. કેમકે તે પણ અંતે નાશ પામવાની છે. ર૧ના
ઘર ના રતિ રસમાં અતિ, અરતિ ન નીરસતા પ્રતિ, ૫ને રાગ કર ના મઘુર સ્પર્શ, ખીજ નહિ માટે અતિ; સમભાવ સર્વે સ્થિતિમાં સાચા મુનિ તો સાચવે,
પ્રતિકૂળ ને અનુકૂળ પરિષદમાં ઘરજ ખરી દાખવે. ૨૨ અર્થ :- (૪) કોઈપણ સ્વાદના રસમાં અતિ રાગ કરવો ઉચિત નથી. મંગૂ નામના આચાર્ય રસમાં લુબ્ધ થવાથી મરીને યક્ષ બન્યા. તેમજ નીરસ ભોજનમાં પણ અરતિ એટલે અણગમો કરવો નહીં. શુદ્ધ ભોજન મળી આવે તેમાં સંતોષ માનવો.
(૫) સ્પર્શ ઇન્દ્રિયનો વિષય કોમળતા છે. શરીરના સુવાળાપણામાં મોહ કરવો નહીં. તેમજ કઠણ સ્પર્શ, ભૂમિ કે ચટાઈ વગેરેથી અણગમો લાવવો નહીં. સાચા મુનિ આવી સર્વે સ્થિતિમાં સમભાવને
Page #99
--------------------------------------------------------------------------
________________
(૪) નિર્દોષ નર – શ્રી રામ ભાગ-૧
૪૭૧
સાચવે છે. શારીરિક પ્રતિકૂળ ઉપસર્ગ કે સ્ત્રી આદિના અનુકૂળ પરિષષ્ઠમાં પણ તેઓ ઘીરજને ઘરી રાખે છે. પ.પૂ.પ્રભુશ્રીજીને સાદડીમાં આહારપાણી માટે ત્રણ દિવસ સુધી પ્રતિકૂળ ઉપસર્ગ આવ્યો, પણ કાયર થયા નહીં; ઘીરજને આવા પ્રસંગે તેઓશ્રીએ ઘારણ કરી રાખી હતી. ।।૨૨।।
ના ભવ્ય ભવ-ભીરુ પરિગ્રહ-વ્યંતરીને પોષશે, સદ્ગુરુ-બોથ-સુમંત્ર-યોગે વાસના વાસના વિનાશશે; જે અચલ નિરુપમ મુક્તિ-સુખમાં લક્ષ સાચો જોડશે, ભવચક્રના આંટા અનાદિ સહજમાં તે તોડશે. ૨૩
અર્થ ઃ— જે સંસારથી ભય પામેલ છે એવો ભવ-ભીરુ ભવ્ય જીવ પરિગ્રહરૂપી અંતરી એટલે ડાકણને પોષણ આપશે નહીં, પણ સદ્ગુરુના બોધવડે કે સુમંત્રના બળથી પાંચ ઇન્દ્રિયોની વાસનાનો કે તેને લઈને થતી પરિગ્રહની કામનાનો જ વિનાશ કરશે.
જે સ્થિર, શાશ્વત તથા જેને ઉપમા ન આપી શકાય એવા મોક્ષ સુખની પ્રાપ્તિમાં પોતાનો સાચો લક્ષ જોડો, તે ભવ્યાત્મા અનાદિ સંસાર ચક્રના આંટાને સહજમાં તોડી નાખશે. ।।૨૩।।
તે ગાત્ર-માત્ર-પરિગ્રહી કી રાત્રિ-મુક્તિ ન પોષશે, પ્રારબ્ધ-આર્થીન શુદ્ધ ભોજન નીરસ લઈ તન શોષશે; તનયંત્રને ઊંજણ સમો આહાર એક જ વાર લે, એવા નીરાગી જેની યોગીઓ મહાવ્રત-ભાર છે. ૨૪
અર્થ :— જેને ગાત્ર એટલે શરીર માત્ર જ પરિગ્રહ છે એવા મુનિઓ કદી પણ રાત્રિભોજનને પોષણ આપશે નહીં. તથા પ્રારબ્ધને આધીન શુદ્ધ ભોજન તે પણ નીરસ લઈને શરીરનું શોષણ કરશે. જેમ યંત્રને ઊંજણ એટલે તેલ અથવા ગ્રીજ આપવાથી તે યંત્ર સારી રીતે ચાલી શકે તેમ આ શરીરરૂપી યંત્ર સારી રીતે આરાધનામાં કામ આપી શકે તે માટે ઊંજણ સમાન માત્ર એક જ વાર આહાર લેશે; એવા વીતરાગી જૈન યોગી પુરુષો જ આ મહાવ્રતના ભારને સારી રીતે અંગીકાર કરવા સમર્થ છે. ।।૨૪।
પંચ મહાવ્રતના પાઠ પછી નિર્દોષ નર શ્રી રામના પાઠો મૂકી આપણને જાણે બોધ આપી જ્ઞાનીપુરુષો જણાવે છે કે સર્વસંગપરિત્યાગ કરવાની તમારી યોગ્યતા ન હોય અને પ્રારબ્ધોદયે તમારે સંસારમાં રહેવું પડે તો શ્રી રામની જેમ ઉદાસીનપણે વૈરાગ્યભાવ સંયુક્ત નિર્લેપપણે રહેવું; કે જેથી પ્રારબ્ધકર્મ પૂરું થયે પંચ મહાવ્રત ધારણ કરીને શાશ્વત સુખરૂપ મુક્તિ મેળવી શકાય.
(૪૨)
નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૧ (રાગ—સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ-પદ-સેવાથી શુદ્ધ જ્ઞાન થશે.)
*
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
fe 5
જે જગમાં લેપાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ઘરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૃપ રમા;
મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, 3 વારંવાર કરું હું વંદન ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. ૧ ,
અર્થ :- જે જગતની મોહમાયામાં કે વિષયકષાયમાં લેપાયા નહીં એવા શૂરવીર બીજા શ્રી રામ સમાન શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત, અચળ શૈર્ય ઘારણ કરીને નિશદિન પોતાની જ આત્મસ્વરૂપમય રમા એટલે સ્ત્રીમાં રમણતા કરી રહ્યાં છે. તેમ શ્રી રામ પણ જ્યારે રાજ્યકર્તા હતા ત્યારે મોહમાયાથી નિર્લેપ રહ્યા હતા. તેમજ ધ્યાનમાં તન્મય સમયે બારમા અય્યત દેવલોકમાં ઉત્પન્ન થયેલ સીતાના જીવ સીતેન્દ્ર આવી અનેક અનુકૂળ ઉપસર્ગ શ્રી રામને ચલિત કરવા માટે કર્યા, છતાં પોતે આત્મસ્વરૂપના ધ્યાનમાં જ અચળ શૈર્ય ઘારણ કરીને સ્થિર રહ્યા હતા.
એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારું મન સદાય લીન રહો એમ વારંવાર વંદન કરીને આપની પાસે એ જ યાચના કરું છું કે શ્રી ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રવાહ સદૈવ મારા મનમાં વહ્યા કરો. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતરંગ ઉર્મિઓ ભાવસહિત અત્રે પ્રદર્શિત કરે છે. જેના
શ્રી રામ-લક્ષ્મીઘરની સુંદર કથા કહું સંક્ષેપ કરી, મહા પુરુષોએ વિસ્તારે કહી રામાયણ ગ્રંથ ભરી. ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નનગરમાં રાજ્ય કરે,
પ્રજાપતિ નામે નૃપતિ; નૃપપુત્ર ચંદ્રચૂલ નામ ઘરે. ૨ અર્થ - હવે શ્રી રામ કે જે આત્મલક્ષ્મીને ઘારણ કરનાર છે અને જેનો અવતાર ભગવાન મુનિસુવ્રતના સમયમાં થયેલ છે, એવા મહાપુરુષની સુંદર કથાને અત્રે સંક્ષેપમાં વર્ણવું છું; કે જે કથાને રામાયણ ગ્રંથમાં મહાપુરુષોએ બહુ વિસ્તારથી કહેલ છે.
ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નપુર નગરમાં શ્રી પ્રજાપતિ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ગુણકાંતા રાણીથી જન્મેલ એક જ પુત્ર છે. જેનું નામ ચંદ્રચૂલ છે. રા.
મંત્રી-પુત્રનું નામ વિજય, યુવરાજ ઉપર બહુ પ્રેમ ઘરે, લાડકવાયા બન્ને ઉદ્ધત, સ્વચ્છંદી થઈ ફર્યા કરે. નગરશેઠ કુબેરની કન્યા દત્ત શેઠને વરવાની,
રાજકુમારે રૂપ-પ્રશંસા સુણી કરી મતિ હરવાની. ૩ અર્થ - રાજાના મંત્રીના પુત્રનું નામ વિજય છે. જે યુવરાજ ચંદ્રચૂલ ઉપર બહુ પ્રેમ રાખે છે. બન્ને પુત્રો પોતપોતાના પિતાઓને અત્યંત પ્રિય છે. તેથી લાડકોડથી તેમનું લાલન-પાલન થાય છે. તે લાડકવાયા હોવાથી બન્ને પુત્રો ઉદ્ધત અને સ્વચ્છંદી થઈ જ્યાં ત્યાં ફર્યા કરે છે. તે જ નગરમાં નગરશેઠ કુબેરની પુત્રી કુબેરદત્તા નામે હતી. તેના લગ્ન વૈશ્રવણ શેઠના પુત્ર દત્ત સાથે થવાના હતા. કુબેરદત્તાના રૂપની પ્રશંસા પાપી એવા અનુચરથી સાંભળી રાજકુમાર ચંદ્રચૂલને તેને હરણ કરવાની કુબુદ્ધિ ઊપજી. //૩
તૈયારી જાણી કુબેરે પ્રજાપતિને અરજ કરી; કુમારને ફાંસીની આજ્ઞા નૃપે કરી નિજ ફરજ સ્મરી.
Page #101
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૭૩
નગરજનો સાથે મંત્રી નૃપ પાસે જઈ નમી વાત કરે :
“બાળપણાથી કત્યાકૃત્ય-વિવેક બાળકો કેમ વરે?૪ અર્થ - પોતાની પુત્રીને હરણ કરવાની તૈયારી જાણી કુબેરશેઠે પ્રજાપતિ રાજાને અરજ કરી. રાજાએ ન્યાયમાર્ગને અનુસરી પોતાની ફરજ જાણી કુમારને ફાંસીની શિક્ષા આપવાની આજ્ઞા કરી દીઘી.
હવે નગરવાસીઓને આગળ કરી મંત્રી રાજા પાસે આવી નમીને વાત કરે છે કે હે દેવ! બાળ અવસ્થામાં શું કરવા યોગ્ય છે? અને શું કરવા યોગ્ય નથી એવો વિવેક આ બાળકોને ક્યાંથી હોય? II૪
વિનય, સુનીતિ સુત શીખ્યો ના, વાંક આપણો પણ જાણો, કુમાર નથી દુર્બુદ્ધિ તેમજ બુદ્ધિમાન હજી શાણો; વઘ શિક્ષાને યોગ્ય નથી તે, હજી શિખામણ યોગ્ય ગણો,
ન્યાયમાર્ગો ચલાવા ઘારો, કાપી કોપ નીતિ-માર્ગ તણો. ૫ અર્થ - આપણા પુત્રો વિનય, સુનીતિ શીખ્યા નહીં તેમાં વાંક આપણો પણ છે. બાળકને સુશિક્ષિત કે સદાચારી બનાવવાની ફરજ માતાપિતાની છે. આ કુમાર દુર્બુદ્ધિ નથી પણ પાપી એવા અનુચરની શિખામણથી આમ થયું છે, પુત્ર તો હજી બુદ્ધિમાન અને શાણો છે.
તે વઘ કરવાની શિક્ષાને યોગ્ય નથી પણ હજી શિખામણ આપવાને યોગ્ય છે. એની દુર્બુદ્ધિને બદલી શકાય છે. મહારાજ! ન્યાયમાર્ગ ચલાવવા ઘારતા હો તો આ નીતિમાર્ગના નિમિત્તે થયેલ કોપ એટલે ક્રોઘને ત્યાગી શાંતિથી વિચાર કરો. આપણા
વળી વંશમાં એક જ એ સંતાન હણો નહિ, એ અરજી, પ્રજા સર્વ મળી યાચે છે: “અમ ભાવિ ભૂપ દ્યો, કરી મરજી.” વળી કલંક સદાને માટે શિર પર એવું ઘરો નહીં
કે લોકોની ઘણી વિનતિ છતાં ક્રૂરતા ટકી રહી.”૬ અર્થ :- વળી આપના વંશમાં આ એક જ પુત્ર છે. તેને હણો નહીં એ અમારી અરજ છે. પ્રજાજનો પણ બઘા મળીને અમારા આ ભાવિ ભૂપ એટલે ભવિષ્યમાં થનાર રાજાને જીવતદાન આપો એ જ અમારી આપને પ્રાર્થના છે. વળી મહારાજ! એવું કલંક સદાને માટે શિર પર ઘારણ કરો નહીં કે પ્રજાજનોની ઘણી વિનંતી છતાં પણ મહારાજે ક્રૂરતા મૂકી નહીં. કા.
વાત સુણી મંત્રીની નૃપતિ નિજ-ઉર-નિશ્ચય પ્રગટ કરે : અનુચિત અરજ સ્વીકારી શકું નહિ, રાજફરજ મુજ શિર પરે; સ્નેહ, મોહ, આસક્તિ, ભય વશ ન્યાય-માર્ગ જો નૃપ ચૅકે, રાજ-સેવકો, પ્રજાજનો સૌ સગવડ શોથી, નીતિ મૅકે. ૭
મંત્રીની વાત સાંભળી રાજા પોતાના હૃદયમાં રહેલ દ્રઢ નિશ્ચયને પ્રગટ કરે છે. કે હે મહાજનો! હું તમારી અનુચિત અરજ સ્વીકારી શકું એમ નથી. કારણ કે મારા ઉપર રાજ્યની ફરજ છે. ન્યાયનીતિને અનુસરવી એ મારો ધર્મ છે.
સ્નેહ, મોહ, આસક્તિ કે ભયને વશ બની જો રાજા ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરશે તો પછી રાજાના સેવકો કે પ્રજાજનો સૌ પોતાની સગવડતા શોધી ન્યાયમાર્ગને ઊંચો મૂકી દેશે. //શા
Page #102
--------------------------------------------------------------------------
________________
४७४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
માટે મંત્રી કે
મ
નહિ કરે તો ચચંદ્ર એ કિબીતા."
દક્ષિણ કર પણ દુષ્ટ હોય નિજ, નૃપ કાપી ફેંકી દેતા, કૃત્યાકૃત્ય-વિવેકરહિત નૃપને સૌ મૂર્ખ ગણી લેતા; સજ્જન-પાલન, દુષ્ટદમન એ નીતિ નૃપની નિત્ય ટકો,
મંત્રી, મહાજન, સમજું છો તો હવે દુરાગ્રહથી અટકો.”૮ અર્થ - આપણો ડાબો હાથ પણ કદિ દુષ્ટ દોષ કરે તો રાજાએ તેને કાપીને ફેંકી દેવો જોઈએ. કરવા યોગ્ય કે નહીં કરવા યોગ્ય એવા વિવેક રહિત રાજાને સૌ પ્રજાજનો પણ મૂર્ખ ગણશે. સજ્જન પુરુષોનું પાલન કરવું અને દુષ્ટ પુરુષોનું દમન કરવું એ નીતિ રાજાની નીતિશાસ્ત્રમાં વર્ણવેલ તે હમેશાં ટકી રહો. માટે મંત્રી કે મહાજન! તમે બઘા સમજુ છો તેથી આવા દુરાગ્રહથી વિરામ પામો. Iટા
પુત્ર-પ્રેમ નહિ પ્રબળ ભૂપમાં સમજી મંત્રી અરજ કરે : મહારાજા જો હુકમ કરે તો હું શિક્ષા દઉં મુજ કરે.” નૃપતિની સંમતિ લઈ મંત્રી વિજય-ચંદ્ર સહ પરવરતા,
વનગિરિ પર જઈ મંત્રી બોલે: મરણ સમીપ છે, નહિ બીતા.”૯ અર્થ :- પુત્ર ઉપર રાજાનો પ્રબળ પ્રેમ નથી એમ સમજીને મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ જો હુકમ કરે તો હું મારા હાથે બન્નેને સ્વયં શિક્ષા આપું.
રાજાની સંમતિ લઈને મંત્રી, વિજય અને ચંદ્રચૂલને સાથે લઈ વનગિરિ નામના પવિત્ર પર્વત ઉપર જઈને કહેવા લાગ્યો કે હે કુમાર! હવે મરણ નજીક છે, ડરશો મા. લા
રાજકુમાર કહે : “નહિ ડરીએ; કરે કામ તે કેમ ડરે? તરસ્યાને શીતળ જળ જેવું મરણ સુણી મુજ ઉર ઠરે.” આ ભવ પરભવ સુધરે તેવા રસ્તા માટે શિખર પરે
મંત્રી ચાલ્યો ત્યાં ગણઘર શ્રી મહાબલ નીરખી નયન ઠરે. ૧૦ અર્થ - પ્રત્યુત્તરમાં રાજકુમાર કહે અમે ડરીએ એવા નથી. મૃત્યુથી ડરતા હોઈએ તો એવા કામ કોણ કરે. તરસ્યા માણસને શીતળ જળ સમાન આ મરણની વાત સાંભળીને મારું હૃદય ઠરે છે. શૂરવીરોને વળી ભય શાનો? કુમારની આવી વાત સાંભળી એમનો આ ભવ અને પરભવ બન્ને સુધરે તેવો ઉપાય વિચારી મંત્રી પર્વતના શિખર ઉપર ચાલતા ગયા. ત્યાં મહાબલ નામના ગણઘર મુનિવરના દર્શન કરી તેમના નેત્ર પાવન થઈ ગયા. /૧૦ના
વંદન કરી કહે મંત્રી આગમ-કારણ ગણઘર મુનિવરને, જ્ઞાની ગણઘર કહે : “ડરો ના, બન્ને બનશે નરવર તે, ભવ ત્રીજે બનશે બન્ને એ કેશવ, રામ સુઘર્મ ઘરી.”
બોલાવી લાવ્યો બન્નેને મંત્રી ઉર ઉલ્લાસ ભરી. ૧૧ અર્થ :- ગણધર મુનિવરને વંદન કરી મંત્રીવર પોતાનું આગમન કારણ જણાવે છે. ત્યારે મન:પર્યવજ્ઞાનના ઘારક એવા ગણધર ભગવંત બોલી ઊઠ્યા : મંત્રીશ્વર! ડરો નહીં, આ બન્ને કુમાર નરોમાં શ્રેષ્ઠ બનશે. બન્ને કુમારો આ ભવમાં સમ્યક ઘર્મ ઘારણ કરીને ત્રીજા ભવે એક કેશવ એટલે લક્ષ્મણ નામે વાસુદેવ થશે અને બીજા શ્રી રામ નામથી બળભદ્ર બનશે. એમ સાંભળી મંત્રી ઉલ્લાસભાવ
Page #103
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૭૫
સહિત તે બન્ને કુમારોને ગણધર ભગવંત પાસે બોલાવી લાવ્યો. ||૧૧ાા
ઘર્મ શ્રવણ કરી સંયમ ઘારે બન્ને વીર, ગણી જન્મ નવો, જ્ઞાન-ધ્યાનમાં લક્ષ એક લે–ગણઘરગુણ ના વીસરવો. નૃપ પાસે જઈ મંત્રી વિનવે : “આજ્ઞા આપની પૂર્ણ કરી,
ગિરિ ગુફામાં લઈ જઈ સોંપ્યા બાળ, અશ્રુજળ નયન ભરી. ૧૨ અર્થ – બન્ને શૂરવીર કુમારોએ ગણઘર ભગવંત પાસે ઘર્મ શ્રવણ કરીને જાણે અમારો નવો જન્મ થયો એમ માની, ભાવપૂર્વક સંયમ ઘારણ કર્યો અને ગુરુ આજ્ઞાએ જ્ઞાન-ધ્યાનમાં એક આત્મશુદ્ધિના લક્ષપૂર્વક પ્રવર્તવા લાગ્યા. આવા પરમોપકારી ગણથર ગુરુગુણના ઉપકારને કદી વિસરવો નહીં એવું મનમાં દ્રઢ કરવા લાગ્યા.
હવે મંત્રી રાજા પાસે જઈને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ ! આપની આજ્ઞા પૂર્ણ કરી, પર્વતની ગુફામાં બાળકુમારોને લઈ જઈ આંખમાં અશ્રુજળ સહિત બન્નેને સોંપી દીધા. /૧૨ા
ઉગ્ર સિંવૃત્તિ મેં નીંરખી અતિ તીવ્ર નિજ કાર્ય વિષે, ઘાર્યું કાર્ય થશે આ સ્થળમાં, ઊગ આશા મનગગન દિશે; પછી કહ્યું મેં: ‘તજી સુખેચ્છા, ઉર કરો તમ વજ-કઠિન,
ઇષ્ટદેવનું સ્મરણ કરી લ્યો, પરભવ કાજે બની તલ્લીન.” ૧૩ અર્થ - ત્યાં પર્વતની ગુફામાં પોતાના કાર્ય વિષે ઉગ્ર સિંહવૃત્તિ જોઈને મનમાં થયું કે આ સ્થળમાં ઘાર્યું કાર્ય જરૂર થશે, એવા આશાના કિરણ મનરૂપી આકાશમાં ઊગી નીકળ્યા. પછી મંત્રીએ રાજાને જણાવ્યું કે મેં કુમારોને એમ કહ્યું કે હવે તમે સંસાર સુખની ઇચ્છાને તજી દઈ તમારા હૃદયને વજ સમાન કઠિન કરો; અને પરભવમાં જવા માટે ઇષ્ટદેવમાં તલ્લીન થઈ તેનું સ્મરણ કરી લો. I૧૩ના
બન્નેએ ત્યાં ઉત્તર દીઘા : “ફિકર અમારી જર ન કરો. દંડ કષ્ટ ભણી ના જોશો, કર્યા કર્મનો નહિ ખરખરો?” પરલોક જવા તૈયાર થયા તે, કામ એમ મુજ પૂર્ણ થયું,
મહારાજ, હું પછી અહીં આવ્યો, થનાર હતું તે થઈ ગયું.” ૧૪ અર્થ - ત્યારે બન્ને કુમારોએ જવાબમાં કહ્યું કે “અમારી ફિકર તમે જરી પણ કરશો નહીં. દંડના કષ્ટ ભણી જોશો મા, કેમકે કરેલા કર્મના ફળ ભોગવવામાં અમને કોઈ ખેદ નથી, અફસોસ નથી.
એમ સંસારસુખની વાસનાને મારી પરલોક જવા માટે તે તૈયાર થયા, જેથી આપનું સોંપેલું કામ મારા હાથે પૂર્ણ થયું જાણી મહારાજ ! હું પછી અહીં આવ્યો છું. જે થનાર હતું તે થઈ ગયું. I૧૪ll
વચન સુણી મંત્રીનાં નૃપ-મન અતિ આકુલિત વ્યથિત થયું, પવન વિનાના સ્થળમાં તરુસમ નિશ્ચળ નૃપતન સ્તબ્ધ થયું; પછી શોક સહ કહે: “કર્યું તેં કામ કારમું કાળ સમું,
પુષ્પ મનોહર કરમાવી દે તેમ મને એ નથી ગમ્યું.” ૧૫ અર્થ :- આવા મંત્રીના વચન સાંભળીને રાજાનું મન અત્યંત આકુળતાથી દુઃખિત થઈ ગયું. જેમ
Page #104
--------------------------------------------------------------------------
________________
४७६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કોઈ હવા વગરના સ્થાનમાં વૃક્ષના પાન હાલ્યાચાલ્યા વિના સ્થિર રહે તેમ રાજાનું શરીર સ્તબ્ધ એટલે દિમૂઢ બની ગયું. પછી શોકસહિત રાજા કહેવા લાગ્યા કે તેં આ કામ કાળ સમાન ભયંકર કર્યું છે. મનોહર પુષ્પને કોઈ કરમાવી દે તેમ આ કામ મને નથી ગમ્યું. ૧પના
અભિપ્રાય રાજાનો જાણી મંત્રી વાત યથાર્થ કહે, “વનગિરિ પર્વત પર મુનિ-કેસરી નિર્ભય બની વનમાંહિ રહે; તપચેષ્ટામાં ઉગ્રપણે તે વર્તે ગુરુનાં વચન સુણી,
દીક્ષિત બન્ને બાળ બનીને સાથે પરભવ-કાર્ય ગુણી.” ૧૬ અર્થ :- હવે રાજાનો અભિપ્રાય સ્પષ્ટ જાણીને મંત્રીશ્વર યથાર્થ વાત કહેવા લાગ્યા કે મહારાજ ! વનગિરી નામના પર્વત ઉપર સિંહ સમાન ગણઘર-મુનિવર નિર્ભયપણે ત્યાં રહેલા છે. તે ઉગ્રપણે તપની ચેષ્ટામાં પ્રયત્નવાન છે. એવા ગણઘર ગુરુના વચન સાંભળીને બન્ને બાળકુમાર દીક્ષિત બની જઈ પોતાના પરભવના ઉત્તમ ગુણરૂપ કાર્યને સાધવામાં તત્પર બની ગયા છે. ૧૬ાા.
પ્રજાપતિ સંતુષ્ટ થયો બહુ, સુણી સ્પષ્ટ વચનો બોલે “બેય-લોક-હિત-સાઘક મંત્રી, મિત્ર ન કોઈ તુજ તોલે. કુપુત્ર સમાન જ વિષય-ભોગ હું ગણું પાપ-નિંદા-દાતા;
રાજ્યભાર કોઈ વારસને દઈ, શોધું હું ભવ-ભયત્રાતા.” ૧૭ અર્થ - મંત્રીના આવા વચન સાંભળી પ્રજાપતિ રાજા બહુ સંતુષ્ટ થયા અને સ્પષ્ટ વચન કહેવા લાગ્યા કે હે મંત્રી ! આ લોક અને પરલોક બન્ને લોકનું હિત કરનાર તારા સમાન આ જગતમાં કોઈ મિત્ર નથી. કુપુત્ર સમાન જ અનેક પ્રકારે દુઃખ આપનાર એવા આ વિષયભોગને હવે હું ગણું છું, તથા પાપને દેવાવાળા અને માત્ર નિંદા ન કરાવનારા તેમને જાણી હવે હું આ રાજ્યનો ભાર કોઈ વારસદારને સોંપી દઈ, સંસારભયથી બચાવનાર એવા જ્ઞાની ગુરુની શોધ કરવા માગું છું. ||૧ળા.
વનગિરિ જઈ ગણઘરપદ પૂજી નૃપ નવદીક્ષિત પ્રતિ કહે : “ક્ષમા કરો અપરાશ મહા મુજ, રાજકાજ મુજ ચિત્ત દહે.” કુંવર કહે : “ગુરુ આપ અમારા, આ ભવ-પરભવ-હિતકારી
સંયમ ઘારણ કરાવનારા, લીંઘા પાપથી ઉગારી.” ૧૮ અર્થ - રાજા હવે વનગિરી નામના એ જ પર્વત પર જઈ ગણઘર મુનિવરના ચરણકમળની પૂજના કરી નવીન દીક્ષા ઘારણ કરેલ એવા કુમારો પ્રતિ કહેવા લાગ્યા : હે કુમારો! મારો અપરાશ ક્ષમા કરો. આ રાજનીતિના કારણે મારે તમને દંડ દેવો પડ્યો. આવા રાજકાર્ય હવે મારા ચિત્તમાં બળતરા ઉપજાવે છે. રાજાના વચન સાંભળી કુમારો કહેવા લાગ્યા : “આપ તો અમારા આ ભવ અને પરભવ બન્ને સુઘારનાર હોવાથી અમારા ગુરુ છો. આ સંયમ ઘારણ કરાવવામાં નિમિત્તરૂપ પણ આપ છો, અને વળી અમારા દુષ્કૃત્યથી થનાર પાપથી ઉગારનાર પણ આપ જ છો. |૧૮ાા.
પ્રજાપતિ સંયમ ઘર પામ્યા સિદ્ધિ-પદ સૌ કર્મ હણી; કુમારમુનિ બન્ને વિચરતા ગયા ખગપુર-બાગ ભણી.
Page #105
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
=
આતાપન યોગે ઊભા છે તğ કાયા-મમતા ભૂરી,
પુરુષોત્તમ નામે નારાયણ, અરિ હર્શી આવ્યો નિજ પુરી. ૧૯
અર્થ – આવા પ્રકારનો કુમારના વચન સાંભળી પ્રજાપતિ રાજાએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અનેક રાજાઓ સાથે સંયમ ગ્રહણ કર્યો અને આ જ ભવમાં સર્વ કર્મને ણી લઈ સિદ્ધિપદને પામ્યા. બન્ને કુમાર મુનિઓ વિચરતા વિચરતા ખડ્ગપુર નામના નગરના બાગ ભણી ચાલતા ગયા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ આતાપન યોગ કરતા ઊભા રહ્યાં. ત્યાં જ તે નગરનો પુરુષોત્તમ નામનો નારાયણ દિવિજય કરી શત્રુઓને છઠ્ઠી પોતાની નગરીમાં પ્રવેશ કરતો તેમના જોવામાં આવ્યો. ।૧૯।।
અનેક નૃપ, વિદ્યાઘર, સુર, નર આયુદ્ઘ દિવ્ય પ્રભાવભર્યાં નીરખી વૈભવ વાસુદેવનો ચંચુલમુનિ-નેત્ર ઠર્યાં; નિદાન કરે તે : “તપ-ફળથી નારાયણ-પદ મુજને મળજો,' બોર મનોહર લેવા બાળક તજે રત્ન અતિ નિર્મળ, જો. ૨૦
૪૭૭
અર્થ :— તે નારાયણ અર્થાત્ વાસુદેવ સાથે અનેક રાજાઓ, વિદ્યાધર, દેવતાઓ, મનુષ્યો તથા દિવ્ય પ્રભાવશાળી આયુધનો વૈભવ જોઇ ચંદ્રચૂલમુનિના નેત્ર કર્યાં.
કે
જેથી મનમાં આવું નિદાન કર્યું કે મારા તપના ફળમાં મને આવો નારાયણ પદનો વૈભવ મળજો. જેમ બાળક મનોહર બોરને લેવા પોતા પાસે અતિ નિર્મળ રત્ન હોય તો પણ તજી દે છે, તેમ ચંદ્રચૂલમુનિએ પોતાનું ઘોર તપ વેચી અઘટિત કાર્ય વહોરી લીધું, ારા
આયુ-અંતે આરાધક બની સનત્કુમાર-સુર બેય થયા, સપ્ત સાગર સ્વર્ગ-સુખો લઈ દશરથનંદન બની ગયા; મંત્ર-પુત્ર-જીવ રામ નામ ધરી, સૂર્ય-વંશ-શણગાર થયા,
રાજ-પુત્ર-ğવ લક્ષ્મણ નામે બત્રીસ લક્ષ્ણ-યુક્ત કહ્યા. ૨૧
અર્થ :– આયુષ્યના અંતે બન્ને મુનિઓએ ચાર પ્રકારની આરાધના કરી, ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને સનત્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં સાત સાગરોપમ સુધી સ્વર્ગના સુખો ભોગવી આજ ભરતક્ષેત્રમાં દશરથ રાજાના પુત્રરૂપે અવતર્યાં. મંત્રી પુત્રનો જીવ વિજય, અહીં રામ નામ ધારણ કરીને સૂર્યવંશના શણગાર થયા અને રાજાના પુત્રનો જીવ ચંદ્રચૂલ તે લક્ષ્મણ નામ ઘારણ કરી બત્રીસ લક્ષણયુક્ત થયા. ॥૨॥
આયુષ તેર હજાર વર્ષનું ામ ઘરે એ યુગ વિષે, બાર હજાર વર્ષોંનું લાંબુ લક્ષ્મણનું આયુષ્ય દીસે; રામ કુમાર રહ્યા પંચાવન વર્ષ લગી વિદ્યા ભણતા, વય પચ્ચાસે લક્ષ્મણને અતિ શક્તિશાળી સૌ ગણતા. ૨૨
અર્થ :— તે યુગમાં શ્રી રામ તેર હજાર વર્ષના આયુષ્યવાળા થયા અને શ્રી લક્ષ્મણ બાર હજાર વર્ષના આયુષ્યવાળા થયા. શ્રી રામ પંચાવન વર્ષ સુધી વિદ્યા ભણતા રહ્યા અને પચાસ વર્ષની વયમાં લક્ષ્મણને લોકો અતિશક્તિશાળી માનવા લાગ્યા. ।।૨૨।
Page #106
--------------------------------------------------------------------------
________________
४७८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મિથિલાપુરીમાં જનક નૃપ હરિવંશ-શિરોમણિરૂપ હતા, આયુર્વેદિક યજ્ઞોત્સવ-અભિલાષા એક દિવસ કરતા; પૂંછે મંત્રીને, “સગર આદિએ યજ્ઞ કર્યા પૂર્વે તેવા
આ યુગમાં પણ કરવા ઘારું, ઉપાય તો કેવા કેવા?” ૨૩ અર્થ - મિથિલાપુરી નગરીમાં હરિવંશમાં શિરોમણિરૂપ શ્રી જનકરાજા હતા. તેમને એક દિવસ આયુર્વેદિક યજ્ઞોત્સવ કરવાની અભિલાષા થઈ. તેથી મંત્રીને કહ્યું કે પૂર્વે સગર આદિ રાજાઓએ યજ્ઞ કર્યા છે તેવો યજ્ઞ હું પણ કરવા ઘારું છું. તો તેના માટે કેવા ઉપાય લેવા? પારકા
કહે મંત્ર : “એ યજ્ઞોમાં વિધ્રો વિદ્યાઘર લોક કરે, પરાક્રમી દશરથનંદન બે તેડો તો સો વિઘ હરે.” જનક કહે: “મુજ મિત્ર-પુત્રને મળવા પણ મુજ મન તલસે,
પત્ર લખીને દૂત મોકલો; મિત્ર પુત્ર બે મોકલશે.” ૨૪ અર્થ :- મંત્રીએ જવાબમાં કહ્યું કે એવા યજ્ઞોમાં વિદ્યાઘર લોકો વિદ્ધ કરે છે. પણ પરાક્રમી એવા દશરથ રાજાના બે પુત્રોને તેડો તો તે સહુ વિદ્ગોને હરવા સમર્થ છે.
જનક રાજા કહે : દશરથ રાજા તો મારા મિત્ર છે. એમના પુત્રોને મળવા મારું મન પણ ઉત્સુક છે. માટે પત્ર લખીને દૂત મોકલો. જેથી મિત્ર પોતાના બેય પુત્રોને જરૂર મોકલશે. ૨૪.
દશરથરાય કને દંત આવ્યો જનકરાયનો પત્ર લઈ, પત્ર વાંચી નૃપ પૂછે મંત્રી અતિશયમતિને નામ દઈ; સમજું જનનો માર્ગ કહે છે : પશુન્યજ્ઞો હિંસાકારી,
દાન-પૂંજાફૅપ યજ્ઞ ઘર્મમય; હિંસા દુર્ગતિ દેનારી. ૨૫ અર્થ:- દશરથ રાજા પાસે જનકરાજાનો પત્ર લઈને દૂત આવ્યો. પત્ર વાંચીને રાજાએ અતિશયમતિ નામના મંત્રીને તે વિષે પૂછ્યું. ત્યારે મંત્રી સમજુ પુરુષોનો માર્ગ કહે છે, કે પશુને યજ્ઞોમાં હોમવા એ તો હિંસાકારી યજ્ઞ છે. પણ યજ્ઞ નિમિત્તે દાન પૂજા કરવારૂપ યજ્ઞ કરવો તે ઘર્મમય છે. હિંસા તો સદૈવ દુર્ગતિને જ આપનારી છે. ૨પા.
પશુ-હિંસા કરી, માંસ-પ્રસાદી દે તે નહિ કર્દી દાન ગણો. ક્રૂર દેવદેવીની પૂજા કદી ય નહિ હિતકારી ભણો. અનાર્યજન જેવી કરણી નૃપ આર્ય-શિરોમણિ કેમ કરે?
લૌકિક વેદ નહીં અવિરોધી પ્રમાણરૂપ, ન માન્ય ઠરે. ૨૬ અર્થ - પશુઓની હિંસા કરી માંસની પ્રસાદી આપવી તેને કદી દાન ગણી શકાય નહીં. ક્રૂર દેવ દેવીની પૂજા કરવી તે કદી પણ આત્માને હિતકારી હોય નહીં.
અનાર્ય લોકો જેવી કરણીને આર્યોમાં શિરોમણિ એવા રાજાઓ કેમ કરે ? લૌકિક વેદ અવિરોધી નથી અને પ્રમાણરૂપ પણ નથી. માટે તે માનવા યોગ્ય ઠરતા નથી. [૨ાા
કર્મભૂમિ-પ્રવર્તક બ્રહ્મા-ઋષભદેવના વેદ વિષે, ષ દ્રવ્યોનું વર્ણન છે; ત્યાં ત્રિવિથ હુતાશન આમ દીસેઃ
Page #107
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૭૯
ક્રોથ, કામ ને ઉદર-અગ્નિ ત્રણ આહુતિ તેમાં દેતા
પરમ દ્વિજ, મુનિ, યતિ વનવાસી આત્મશાંતિ તેથી લેતા. ૨૭ હવે ખરેખર યજ્ઞ કેવો હોવો જોઈએ તે જણાવે છે -
અર્થ - કર્મભૂમિ પ્રવર્તાવનાર બ્રહ્મારૂપ શ્રી ઋષભદેવના વેદ એટલે આગમ વિષે જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એવા છ દ્રવ્યોનું વર્ણન છે. ત્યાં ત્રણ પ્રકારે હુતાશન એટલે અગ્નિનું સ્વરૂપ દર્શાવેલ છે. ક્રોઘાગ્નિ, કામાગ્નિ અને ઉદરાગ્નિ. તે ત્રણે પ્રકારની અગ્નિમાં પરમ દ્વિજ એટલે બ્રહ્મમાં ચર્યા કરનારા સાચા બ્રાહ્મણ, મુનિ, યતિ અને વનવાસી યોગીઓ ત્રણ પ્રકારની આહુતિ આપીને આત્મશાંતિ પ્રાપ્ત કરતા હતા. |૨૭થા.
ક્રોથાગ્નિમાં ક્ષમા-આહુતિ, વિરાગ-બલિ કામાગ્નિમાં; ઉપવાસ આહુતિ હોમે મહામુનિ ઉદરાગ્નિમાં; શરીર વેર્દી સમ, તપ અગ્નિરૂપ, ક્રોથાદિક પશુઓ ભાળો,
જ્ઞાનવ્રત આત્મા યજમાન જ, સત્ય યજ્ઞ-હૅપ રૂપાળો. ૨૮ અર્થ :- હવે તે મહાપુરુષો કેવા પ્રકારની આહુતિ આપતા હતા તે જણાવે છે :
ક્રોધાગ્નિમાં ક્ષમાની આહુતિ, કામાગ્નિમાં બળવાન વૈરાગ્યની આહુતિ તથા ઉદરાગ્નિમાં તે મહામુનિઓ ઉપવાસની આહુતિ હોમતા હતા. શરીરને યજ્ઞની વેદીકા સમાન જાણો. તપને અગ્નિરૂપ જાણો, ક્રોધાદિકને યજ્ઞમાં હોમવારૂપ પશુઓ જાણો. આત્મા સંબંધી જ્ઞાન મેળવવું તે વ્રત અને યજ્ઞ કરાવનાર યજમાન તે આત્મા જાણો. આ સત્યસ્વરૂપે યજ્ઞ છે અને તેને જ યજ્ઞના રૂપાળા સ્તંભ સમાન માનો. ૨૮ાા.
જૅવરણારૂપ દ્વિજ-દક્ષિણા, કર્મ કાષ્ઠ, ઘી યોગ ગણો, સંયમ-વૃદ્ધિ જ્વાળા ભજૅકે, આવા યજ્ઞથી પાપ હણો. ઘર્મ-ગંગ પર પવિત્ર તીરથ બ્રહ્મચર્ય કાશી સમજો,
આવા યજ્ઞ કરે ત્યાં યોગી, મનાય સત્ય સમાગમ જો. ૨૯ અર્થ :- યજ્ઞમાં જીવોની રક્ષા કરવી એ જ દ્વિજ એટલે બ્રાહ્મણની દક્ષિણા જાણો. તથા કર્મરૂપ લાકડા અને મન વચન કાયારૂપ યોગથી થતા પાપોને ઘી રૂપ જાણી યજ્ઞમાં હોમવાથી આત્મસંયમની વૃદ્ધિરૂપ જ્વાળા ભભૂકશે. આવા કર્મને કાપવારૂપ યજ્ઞ કરીને સર્વ પાપોને હણી નાખો.
ઘર્મરૂપી ગંગા નદીના કિનારે પવિત્ર તીર્થ બ્રહ્મચર્યરૂપ કાશી જાણો. આવા યજ્ઞ કરે તે જ સાચા યોગી પુરુષો કહેવાય અને તેમનો સમાગમ કરવો એ જ સાચો સત્સંગ છે. ll૧૯ો.
ઋષિ-આશ્રય કહીં યજ્ઞવિધિ આ, ગૃહસ્થયોગ્ય પણ વર્ણવી છે, ઉપાસકઅધ્યયને વેદે; અગ્નિ આમ જણાવી છે : તીર્થંકર-ગણઘર-કેવલઘર-તનના અંતિમ સંસ્કરણે
દેવમુકુટથી પ્રદીપ્ત પૂજ્ય જે અગ્નિ ત્રિવિધ તે સુર યશે. ૩૦ અર્થ :- ઋષિમુનિઓને અનુલક્ષીને આ યજ્ઞની વિધિ જણાવી છે. ગૃહસ્થઘર્મને યોગ્ય પણ યજ્ઞવિધિ વર્ણવી છે. ભગવાને સાતમા અંગ ઉપાસક દશાંગમાં આ પ્રકારે અગ્નિ વિષે કહ્યું છે.
તીર્થકર, ગણઘર અને કેવળી ભગવંતના શરીરનો અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે દેવ ઉપરોક્ત
Page #108
--------------------------------------------------------------------------
________________
४८०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ ત્રણેયના દેહને દેવનું મુકુટ અડતાં તેમાંથી પ્રદીપ થતો જે અગ્નિ તે આમ ત્રણ પ્રકારે સુર-યજ્ઞ અર્થાત દેવતાઓનો યજ્ઞ કહેવાય છે. ૩૦
યજ્ઞકુંડ ત્રણ કરી આહુતિ રૂપ અક્ષત, ફળ, પુષ્પાદિ ભક્તિથી હોમી દાન દેવું તે ગૃહસ્થયજ્ઞ વિધિ સાદી, પિતા, પિતામહ સિદ્ધિ પામ્યા, સ્મૃતિ તેની કરવા કરતા,
મંત્રાક્ષર સહ વેદવિધિ, નિર્દોષ આત્મપદ અનુસરતા. ૩૧ અર્થ :- હવે ગૃહસ્થયજ્ઞ વિષે જણાવે છે :
ભગવાનની પ્રતિમા સમક્ષ યજ્ઞ એટલે પૂજા અર્થે ત્રણ કુંડ અર્થાત્ કુંડાળા કરી તેમાં અક્ષત એટલે ત્રણ વર્ષ જૂના ચોખા અને ફળ તથા પુષ્પાદિકને ભક્તિપૂર્વક પ્રભુને ભાવથી ચઢાવવા અને શુભક્ષેત્રમાં દાન આપવું તે ગૃહસ્થયજ્ઞની સાદી વિધિ છે.
પોતાના પિતા કે પિતામહ અર્થાતુ દાદા સમાધિમરણરૂપ સિદ્ધિને પામ્યા હોય, તેમની સ્મૃતિ નિમિત્તે મંત્રાલર સાથે આગમ અનુસાર પૂજા વગેરેની વિધિ, આપણે નિદૉષ આત્મપદને પામવા માટે કરીએ છીએ. તે પણ ગૃહસ્થ યજ્ઞ અર્થાત્ ગૃહસ્થની ભગવત પૂજાનો એક પ્રકાર છે. ૩૧ાા.
દેવયજ્ઞની વળી વિધિ છે દ્રવ્ય, ક્ષેત્ર આદિક ભેદે, તીર્થંકર-કલ્યાણક પાંચે પુનિત વિધિ વર્ણિત વેદે; એમ મુનિવરગૃહસ્થ-આશ્રિતયજ્ઞ-વિધિ-ફળ આમ કહે :
સાક્ષાત્ મુક્તિ પ્રથમ વિધિથી, પરંપરાએ અન્ય લહે.”૩ર અર્થ:- દેવયજ્ઞ એટલે દેવોની પૂજા વિધિ. તે વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે જુદી છે. તીર્થંકર ભગવાનના પાંચે પવિત્ર કલ્યાણકોની વિધિ દેવો કરે છે. તેમાં ઉત્તમ દ્રવ્ય, ક્ષીર સમુદ્રનું જળ વગેરે લાવી, મેરુપર્વત જેવા ક્ષેત્રમાં કે નંદીશ્વર દ્વીપ ક્ષેત્રે અઠ્ઠાઈ મહોત્સવ કરી, ભગવાનના ગર્ભ અવતરણ કે જન્મ સમય વગેરેનો કાળ જાણી, ભાવભક્તિ સહિત ભગવત્ પૂજા-યજ્ઞ કરીને પોતાના સમકિતને દ્રઢ કરે છે; તે સમયે કોઈ નવા દેવો પણ સમકિતને પામે છે. એમ આગમમાં મુનિવરને કરવાયોગ્ય યજ્ઞ કે ગૃહસ્થને કે દેવોને કરવા યોગ્ય યજ્ઞની વિધિનું ફળ આ પ્રમાણે જણાવે છે. ઉપર જણાવેલ મુનિવરને કરવા યોગ્ય પ્રથમ યજ્ઞવિધિથી તો સાક્ષાત્ મોક્ષની પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થને કરવા યોગ્ય કે દેવોને કરવા યોગ્ય યજ્ઞ વડે પરંપરાએ તે મુક્તિનું કારણ બને છે. ૩રા
મહાબલ સેનાપતિ બોલે ત્યાં “પ્રસ્તુત વિષય કૈંક ભણું, પાપ-પુણ્ય ગમે તે હો પણ કુંવર-કસોટી-પ્રસંગ ગણું.” સેનાપતિની વાત સુણી નૃપ વદે: “વિચાર કરવા જેવી
ઘણી અગત્યની વાત ગણું હું, પુરોહિત-સંમતિ લેવી.” ૩૩ અર્થ - રાજા દશરથના સેનાપતિ મહાબલ ત્યાં રાજસભામાં બોલી ઊઠ્યા કે પ્રસ્તુત વિષયમાં હું પણ કંઈક કહેવા ઇચ્છું છું. પાપ કે પુણ્યનો ગમે તે આ પ્રસંગ છે પણ હું તો આ રાજકુમારોની કસોટીનો પ્રસંગ ગણું છું. સેનાપતિની વાત સાંભળીને રાજા બોલ્યા : આ વાતને હું ઘણી વિચાર કરવા જેવી અગત્યની ગણું છું. એમાં રાજપુરોહિતની પણ સંમતિ લેવી જોઈએ. //૩૩ાા.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર – શ્રી રામ ભાગ-૧
હિત-ઉપદેશ કહે પુરોહિત નિપુણ પુરાણ, નિમિત્ત વિષે : “જનયજ્ઞમાં મદદ થતાં તો કુમાર-મહોદય જરૂર દીસે.
સુછ્યા પુરાશે અમ કેશવ-રામકુમારો બેય થશે, રાવણ-વધ કરી ત્રણે ખંડનું અધિપતિપણું તે વરશે.” ૩૪
અર્થ :- • પુરોક્તિ જે પુરાણમાં કે નિમત્ત શાસ્ત્રમાં નિપુણ છે તે ઠિત ઉપદેશ કહેવા લાગ્યા કે ‘જનકરાજાના આ યજ્ઞમાં મદદ થતા આ રાજકુમારોના ભાગ્યનો મહાન ઉદય જરૂર જણાય છે. પુરાણમાં સાંભળ્યું છે કે આઠમા કેશવ એટલે વાસુદેવ અને બળદેવ શ્રીરામ નામે બે કુમારો થશે, તે રાવણનો વધ કરી ત્રણેય ખંડનું આધિપત્ય પામશે. ।।૩૪।।
પ્રસન્ન થઈ નૃપ દશરથ બોલે : “ઇચ્છું સુણવા એ જ કથા.”
કહે પુરોહિત ઃ “હું ક્ષિતિપતિ છે! સુણો, કોણ રાવણ સીતા : ઘાતકી ખંડે નાકપુરે નરદેવ નૃપ દીક્ષા ધારે, અનંત ગણઘર-બોઘ સુણીને તપશ્ચરણ કરતા
ભારે. ૩૫
ર
અર્થ :- પ્રસન્ન થઈ દશરથ રાજા બોલ્યા કે હું એ જ કથાને સાંભળવા માંગુ છું. ત્યારે પુરોહિત કહે કે ક્ષિતિપતિ એટલે કે પૃથ્વીપતિ! તે સાંભળો. રાવણ અને સીતા કોણ હતા તે પ્રથમ કહું છું.
ઘાતકીખંડના નાકપુર નગરમાં નરદેવ નામના રાજાએ દીક્ષા લીધી. અને અનંત નામના ગણઘર ભગવંતનો બોધ સાંભળી તે ભારે તપશ્ચર્યા કરવા લાગ્યા. ।।૩૫।।
ચપલવેગ વિદ્યાધર-નૃપને દેખી મુનિ નિદાન કરે, કરી સંન્યાસમરણ સૌથમેં સુરપદ મુનિનો જીવ વરે, લંકાપતિ વિદ્યાઘર-રાજા પુલસ્ત્ય-પુત્ર મુનિ-જીવ બને, બાળ જન્મતાં હેરે માળા નવરત્નોની, પડી કને. ૩૬
૪૮૧
અર્થ :– નરદેવ રાજા પોર તપશ્ચર્યા કરવા છતાં ચપલવેગ નામના વિદ્યાધર રાજાને જોઈને નિદાન કર્યું કે હું પણ તપના પ્રભાવે એના જેવો થાઉં. આયુષ્યના અંતે સંન્યાસમ૨ણ કરીને તે સૌધર્મ નામના પહેલા સ્વર્ગમાં દેવરૂપે અવતર્યા. તે સૌધર્મ દેવલોકમાંથી ચ્યવીને તે મુનિનો જીવ લંકાપતિવિદ્યાધર રાજા પુલસ્ત્યના પુત્રરૂપે અવતર્યાં. તે બાળકે જન્મતાં જ પોતાની પાસે પડેલ નવરત્નોની માળા પોતાના ગળામાં પહેરી લીધી. ।।૩૬।।
નવ મુખ તેમાં પ્રતિબિંધિત સૌ દેી દશાનન નામ ઘરે ચૌદસહસ વર્ષોંનું જીવન, પ્રતિનારાયણ-પુણ્ય કરે; વિદ્યા થી સાથી, વિદ્યાધરી મંદોદરી સુંદરૢ પરણે, એક દિવસ ક્રીડા કરવા તે જાય સતી સહ ગાન વર્ન. ૩૭
--
અર્થ :— તે નવરત્નોની માળામાં બીજા નવમુખનું પ્રતિબિંબ જોઈને અને દસમું અસલ મુખ; એમ કુલ દસ મુખ જોઈને તેમનું નામ દશાનન રાખવામાં આવ્યું. પણ ભવિષ્યમાં રાવણના નામે તે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા. જેનું ચૌદ હજાર વર્ષનું આયુષ્ય હતું. તથા પૂર્વના નિદાનથી પ્રતિનારાયણ એટલે પ્રતિવાસુદેવનું પુણ્ય કમાવીને આવેલ હતા. ઘણી વિદ્યાઓને સાઘ્ય કરી સુંદર એવી મંદોદરી વિદ્યાઘરીને જે પરણ્યા હતા. એક દિવસ ક્રીડા કરવા માટે મંદોદરી સતી સાથે તે ગહન વનમાં ગયા. ।।૩૭ગા
Page #110
--------------------------------------------------------------------------
________________
૪૮ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મણિમતિ કન્યા ચપલવેગની તપ કરતી હતી તે જ વને, વિદ્યા સિદ્ધ થયેલી તેની હરી મોહવશ દશાનને; બાર વર્ષ ઉપવાસ કર્યા તેનું ફળ મળતાં વિધ્ર કરે
તે નરની પુત્રી થઈ તેને મારીશ” એમ નિદાન ઘરે. ૩૮ અર્થ :- જ વનમાં રાજા ચપલવેગની કન્યા મણિમતિ વિદ્યા સિદ્ધ કરવા તપ કરતી હતી. તેને જોઈ રાવણ મોહવશ બની ગયો. તેને પોતાને આધીન કરવા મણિમતિની સિદ્ધ થયેલ વિદ્યાને હરી લીધ
બાર વર્ષ સુધી ઉપવાસના ક્લેશ ઉઠાવતાં પ્રાપ્ત થયેલ વિદ્યાના ફળમાં વિઘૂ કરનાર આ નરની જ પુત્રી થઈને હું તેને મારીશ એવું મણિમતિએ નિદાન કરી લીધું. ૩૮ાા
મરણ કરી મંદોદર-ઉદરે એ જ જીવ આવી ઊપજે, જન્મ થતાં ભૂકંપન આદિ અતિ ઉપદ્રવ નગરે નીપજે; નિમિત્ત-નિપુણ જનને પૂંછતાં કહેઃ “કન્યા રાવણકાળ ગણો,”
ભય પામી નૃપ હુકમ કરે: “કન્યા દાટી, મુજ મોત હણો.’ ૩૯ અર્થ :- નિદાન કરવાથી મણિમતિનો જીવ મરણ પછી મંદોદરીના ઉદરે આવી ઉત્પન્ન થયો. તેનો જન્મ થતાં ભૂકંપ આદિ અતિ ઉપદ્રવ નગરમાં થયો.
તે જોઈને નિમિત્ત જ્ઞાનમાં નિપુણ જનને પૂછતાં તેમણે કહ્યું કે આ કન્યાને રાવણના કાળ સમાન જાણો. આથી ભય પામી રાજા રાવણે હુકમ કર્યો કે આ કન્યાને દાટી દઈ મારા મોતને દૂર કરો. ૩૯ાા
મારીંચને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ વદે: “મહારાણ, હું ધૃણારહિત છું, ક્રૂર-કર્મ-આજ્ઞા નૃપ દે– કન્યાને દૂર કરી લઈ જઈ દાટો.' સતી પતિ-આજ્ઞા અનુસરે,
પુત્રીને પેટીમાં મૂકી, પત્ર લખી બહુ દ્રવ્ય ઘરે. ૪૦ અર્થ - મારિચ મંત્રીને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ જઈને કહેવા લાગ્યો : મહારાણી! હું ધૃણારહિત એટલે દયારહિત નિર્દય છું કે રાજા મને આવા ક્રૂર કર્મ કરવાની આજ્ઞા આપે છે. રાજા રાવણ કહે છે કે જન્મેલ કન્યાને દૂર લઈ જઈ દાટી આવો. સતી એવી મંદોદરીએ પતિની આજ્ઞાને અનુસરી પુત્રીને પેટીમાં મૂકી સાથે ઘણું દ્રવ્ય મૂક્યું અને સાથે એક કાગળ પણ લખીને મૂકી દીધો. ૪૦ના
મારીંચને સોંપી પેટી મંદોદરી નયને નીર ભરે, કહે: “કરુણાળુ ઉર તમારું; પણ મુજ મન નહિ શૈર્ય ઘરે. તેથી ફરી ફરી વનવી કહું છું, કન્યાનું રક્ષણ કરજો;
બાઘારહિત જગા જોઈને યોગ્ય ભૂમિ વિષે ઘરજો.’ ૪૧ અર્થ :- મારિચને તે પેટી સોંપી આંખમાંથી આંસુ ઝરતા તે બોલી ઃ તમારું હૃદય દયાળુ છે, છતાં મારું હૃદય ધૈર્ય ઘારણ કરતું નથી. તેથી ફરી ફરી વિનવીને કહું છું કે આ કન્યાનું રક્ષણ કરજો અને કોઈ બાઘા રહિત જગા જોઈને યોગ્ય ભૂમિમાં ઘરજો. In૪૧ના
મિથિલા નગરી સમીપ જઈ તે ખેડૂતના ઘરની પાસે, પેટી દાટી શોકસહિત, ક્રૂર કમેં નિર્દય પણ ત્રાસે.
Page #111
--------------------------------------------------------------------------
________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૮૩
દૈવયોગથી તે જ દિને ઘર કરવા હળથી હદ કરતાં,
ખેડૂતની નજરે પડી પેટી; જનક કને જઈ તે ઘરતાં. ૪૨ અર્થ - મિથિલા નગરી પાસે જઈ એક ખેડૂતના ઘરની પાસે શોકસહિત તે પેટીને દાટી. આવા ક્રૂર કર્મથી નિર્દય પણ ત્રાસ પામી જાય.
ભાગ્યોદયે તે જ દિવસે ઘર કરવા માટે હળ ખેડીને તે ઘરની હદ નક્કી કરતાં તે ખેડૂતની નજરે આવી ચઢી. ખેડૂતે આશ્ચર્ય પામી તે પેટીને રાજા જનક પાસે જઈને મૂકી દીધી. II૪રા
જનક ઉઘાડે પેટી ત્યાં તો ઘન સહ કન્યા-રત્ન રમે, પત્ર વાંચી વત્સલતા જાગી, રાણી-મન પણ ત્યાં જ નમે; સીતા નામ ઘરી ઉછેરી, નિજ પુત્રી સમ પ્રેમ ઘરે,
મિથિલા નગરે રામ પઘારે તો તે જનક-સુતાને વરે.”૪૩ અર્થ - જનકરાજાએ પેટી ઉઘાડી ત્યાં તો ઘન સાથે કન્યારત્નને રમતું જોયું. તેમાં રહેલ પત્ર વાંચતા રાજાને પૂર્વાપર બધી હકીકતની જાણ થઈ ગઈ તેથી વાત્સલ્યભાવ જાગ્યો તેમજ રાણીનું મન પણ ત્યાં જ રમવા લાગ્યું. તેનું નામ સીતા રાખી પોતાની પુત્રી સમાન પ્રેમ ઘરી તેને ઉછેરી. મિથિલા નગરીમાં જ્યારે રામ પધારશે ત્યારે તે જનકરાજાની પુત્રીને વરશે. II૪૩ા.
એમ પુરોહિત-સંમતિ મળતાં, રામ અને લક્ષ્મણ સામે દેખે દશરથ નૃપ પ્રીતિથી, બાળ ગણી સંશય પામેઃ રખે! રાય રાવણ ત્યાં આવે, અકસ્માત્ બહુ મ્લેચ્છ મળે,
કુમારની હિમ્મત શી ચાલે?” રામ કળે તે તર્ક બળે. ૪૪ અર્થ - એમ રાજપુરોહિતની સંમતિ મળતાં રામ અને લક્ષ્મણ સામે રાજા દશરથે પ્રેમથી જોયું. ત્યારે મનમાં તેમને બાળ ગણીને શંકા કરવા લાગ્યા.
રખેને ત્યાં રાજા રાવણ આવી જાય અને અકસ્માત ઘણા મ્લેચ્છ મળીને સામા થાય તો આ કુમારોની શી હિંમત ચાલે? એમ વિચારતા હતા ત્યારે શ્રી રામ તર્કબળે પિતા દશરથનો ભાવ કળી ગયા. //૪૪
રામ કહે : “મહારાજ, કરો નહિ બાળ ગણી ફિકર કોઈ, સિંહશિશુ પણ ગજપતિ જીતે, તેમ પુત્ર-જય લ્યો જોઈ.” ઝાડ ઉપર જે ફળ પાકે તે ડીંટાથી દૂર જેમ થતું,
તેમ પરાક્રમ કાજે નાચે ઉર બન્નેનું થનગનતું. ૪૫ અર્થ :- શ્રી રામ કહે : મહારાજ! અમને બાળક ગણીને ફિકર કરો મા. સિંહનું બાળક પણ ગજપતિ એવા હાથીને જીતી લે છે. તેમ પુત્રનો જય જોઈ લેજો.
ઝાડ ઉપર જે ફળ પાકે તે એક દિવસ તેના ડીંટાથી દૂર થાય છે તેમ પરાક્રમ બતાવવા ખાતર અમારા બન્નેનું હૃદય થનગનાટ કરી રહ્યું છે. ૪પા
નૃપ લશ્કર સહ બન્ને વરને વિદાય કે મન કઠણ કરી ને સંદેશો દેતા દૂતને મિત્ર જનકનો સ્નેહ સ્મરી :
Page #112
--------------------------------------------------------------------------
________________
४८४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“શૂરવીર છતાં સ્મરી મૈત્રી તમે, અમ સ્ત-રમત જોજો નીરખી;
વિઘ ભયંકર આવી પડ્યે લખજો, તો આવીશ હું હરખી.”૪૬ અર્થ - રાજા દશરથ હવે મનને કઠણ કરીને લશ્કર સાથે બન્ને વીરને વિદાય આપતાં મિત્ર રાજા જનકના સ્નેહને સ્મરી દૂતને સંદેશો આપે છે. જનકરાજાને દૂત મારફત કહેવરાવે છે. તમે શરવીર છતાં અમારી મિત્રતાનું સ્મરણ કર્યું તો અમારા પુત્રોની રમત તમે નીરખી જોજો. અને કોઈ ભયંકર વિઘ આવી પડે તો લખજો, તો હું પણ હર્ષભેર તમારી પડખે આવી ઊભો રહીશ. ૪૬ાા
મિથિલાપુર પહોંચ્યા કે સામે આવી નૃપ સત્કાર કરે; નગરજનો બહુ કરે પ્રશંસા : “સીતાયોગ્ય શ્રી રામ ખરે! પૂર્વ પુણ્યથી વીર નર બન્ને ઑપ-ગુણના ભંડાર લહો,
ઉત્તમ વર-કન્યાના યોગે યાગ યથાર્થ થનાર, અહો!”૪૭ અર્થ - મિથિલાપુરીમાં પહોંચ્યા કે સામે રાજા જનક આવીને સત્કાર કરવા લાગ્યા. નગરજનો પણ બહુ પ્રશંસા કરવા લાગ્યા કે ખરેખર આ શ્રી રામ સીતા સતીને માટે યોગ્ય વર છે.
અહો! આશ્ચર્ય છે કે પૂર્વ પુણ્યના બળે બન્ને વીર નર, રૂપ અને ગુણના ભંડાર છે. ઉત્તમ વર અને કન્યાના યોગે આ યાગ એટલે યજ્ઞ પણ યથાર્થ થનાર જણાય છે. ||૪૭ના
થોડા દિનમાં યજ્ઞવિધિ સૌ નિર્વિને સંપૂર્ણ થઈ, લગ્ન કરે શ્રી રામન સાથે સીતા તણી સંમતિ લઈ; સમાચાર દશરથને મળતાં તેડે વર-વઘું નિજ પુરમાં,
ઇન્દ્રસમા શ્રી રામ વિરાજે, સ્નેહસહિત સહોદરમાં. ૪૮ અર્થ :- થોડા જ દિવસોમાં યજ્ઞની સર્વ વિથિ નિર્વિને સંપૂર્ણ થતાં સીતાના લગ્ન તેની સમ્મતિ લઈને રાજા જનકે શ્રીરામ સાથે કર્યા.
આ સમાચાર દશરથ રાજાને મળતાં વર-વધૂને પોતાના નગરમાં આવવા તેડું મોકલ્યું. ઘેર આવ્યા પછી ઇન્દ્ર સમાન શ્રી રામ પોતાના સર્વ ભાઈઓ સાથે પ્રેમસહિત અયોધ્યા નગરીમાં બિરાજે છે. ૪૮
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૨
માતપિતાને અતિ સંતોષી રામસતા નિજ નગર વસે; ભ્રમર-કોયલ સ્વરવાદ્યો લઈને વસંત ઋતુ આવી વિલસે; નવીન અંકુરો ઘરે વનસ્પતિ, પર્ણ નૂતન ફૂપ રંગ ઘરે, લતા મુકુલિત સ્મિત કરે, કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે. ૧ ૨
Page #113
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪૮૫
અર્થ - માતપિતાને અતિ સંતોષ આપતા શ્રી રામ અને સીતા સતી પોતાના નગરમાં જ નિવાસ કરીને રહ્યાં છે. તેટલામાં ચૈત્ર વૈશાખ મહિનાની વસંતઋતુ આવી પહોંચી. ભમરાઓ અને કોયલો પોતાના સ્વરરૂપ વાદ્યો વડે મનોહર અવાજ કરવા લાગ્યા. વનસ્પતિઓએ પણ નવા અંકુરો ઘારણ કર્યા. પર્ણ એટલે પાંદડાઓ પણ જૂના ખરી જઈ નવા આવીને નવીનરૂપ રંગને ઘારણ કરવા લાગ્યા. મુકુલિત એટલે અર્થ ઊઘડેલી કળીવાળી લતા પણ સ્મિત એટલે મનમાં આનંદિત થવા લાગી અને કોઈ લતા ઉપર ફલ આવી જવાથી તે જાણે પ્રફુલ્લિત થઈને હાસ્ય કરવા લાગી. ||૧૫.
નિર્મળ નભથી ચંદ્ર-ચાંદની નયનાનંદ-જનક વર્ષે, દક્ષિણ વાયુ પુષ્પપરાગે સરવર-શૈત્યે ઉર સ્પર્શે;
ઋતુરાજ-સુખ દેવા દશરથ લક્ષ્મણ-લગ્ન-વિધિ રચતા,
પૃથ્વીદેવી સહ શત કન્યા પરણાવી ઉત્સવ કરતા. ૨ અર્થ:- આવી વસંતઋતુમાં નિર્મળ નભ એટલે આકાશમાંથી ચંદ્રમાની ચાંદની આંખોને આનંદજનક વર્ષવા લાગી. દક્ષિણ દિશાનો પવન પુષ્પપરાગની શ્રેષ્ઠ સુગંઘને સ્પર્શી સરોવરના ઠંડા જળની સાથે વહેતો હૃદયને સ્પર્શવા લાગ્યો. આવા ઋતુરાજ એટલે વસંતઋતુના સુખ આપવા રાજા દશરથ લક્ષ્મણના લગ્નવિધિની યોજના કરવા લાગ્યા અને પૃથ્વીદેવીની સાથે એકસો કન્યાઓ શ્રી લક્ષ્મણને પરણાવી ઉત્સવ કરવા લાગ્યા. ||રા)
અવસર દેખી એક દિવસ બન્ને વર દશરથને વીનવે “કાશ-દેશમાં નગર બનારસ કુલક્રમગત અવનતિ સુંચવે,
સ્વામી વગર સમૃદ્ધિ ન ઘરતું, હોય હુકમ તો ત્યાં વર્સીએ,
ઘનસંપન્ન સુશોભિત કરીએ, ભુજબળને પણ કંઈ કસીએ.” ૩ અર્થ - અવસર દેખીને એક દિવસ બન્ને વીર શ્રી રામ અને શ્રી લક્ષ્મણ પોતાના પિતાશ્રી દશરથ પ્રત્યે વિનયસહિત કહેવા લાગ્યા કે કાશી દેશમાં આવેલ નગર બનારસ તે કુલ ક્રમાગત એટલે આપણા પૂર્વજોની પરંપરાથી આપણા જ આધીન વર્તે છે, પણ હાલમાં તે દેશ અવનતિ સૂચવે છે.
સ્વામી વગર તે દેશ સમૃદ્ધિને પામતો નથી. માટે આપનો હુકમ હોય તો અમે ત્યાં જઈને વસીએ. તેને ઘનસંપત્તિ વડે સુશોભિત કરી તથા અમારા ભુજબળને પણ કંઈક કસી જોઈએ કે તે કેવું છે? ગાયા
નૃપ દશરથ કહે: “સહી શકું નહિ વિયોગ બન્ને વીર તણો, ભરતાદિક પૂર્વજ અહીં વસિયા, આ જ અયોધ્યા પ્રથમ ગણો. એક જ નભમાં સૂર્ય-ચંદ્ર વસી વિસ્તારે નિજ તેજ બથે,
તેમ પ્રતાપ તમારો વઘશે; અહીં રહેવાથી સર્વ સશે.”૪ અર્થ - દશરથ રાજા કહે : તમે જવાથી તમારા બન્ને વીરોનો વિયોગ હું સહી શકું એમ નથી. આપણા પૂર્વજો શ્રી ઋષભદેવના પુત્ર ભરત વગેરે રાજાઓ પણ પ્રથમ આ અયોધ્યામાં જ વસ્યા હતા.
એક જ આકાશમાં જેમ સૂર્ય કે ચંદ્ર વસીને પોતાનું તેજ આખી પૃથ્વી ઉપર વિસ્તારે છે તેમ તમારો પ્રતાપ પણ અહીં રહેવા માત્રથી આખી પૃથ્વી પર વૃદ્ધિ પામશે અને સર્વ કાર્યની સિદ્ધિ થશે. [૪
Page #114
--------------------------------------------------------------------------
________________
४८६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દશરથ વારે તોપણ બન્ને કહે : “નિષેઘો સ્નેહવશે, તોપણ ઉન્નતિના ઉત્સુક નર નહિ ઉત્સાહ કદી તજશે. શૂરવીરતાનો સંભવ જ્યાં સુથ, પુણ્યસ્થિતિ જ્યાં સુધી દસે,
ત્યાં સુથી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. ૫ અર્થ:- પિતાશ્રી દશરથ વારતા છતાં બન્ને પુત્રો કહેવા લાગ્યા, આપ સ્નેહવશ અમને ત્યાં જવાનો નિષેઘ કરો છો, તો પણ ઉન્નતિ સાઘવાના ઉત્સુક એવા નરો પોતાના ઉત્સાહને કદી છોડતા નથી.
જ્યાં સુધી શૂરવીરતાનો સંભવ છે તેમજ પુણ્યની સ્થિતિ પણ જ્યાં સુઘી અનુકૂળ દેખાય છે ત્યાં સુધી શત્રુઓ ઉપર વિજય મેળવવાની કામના રાજપુત્રના અંતરમાં રહ્યા કરે છે. //પા
નિષ્ફળ તરુ પક્ષીગણ તજતાં, તેમ નિરુદ્યમીને તજશે - સર્વ સંપદા એકી સાથે, કોઈ કામ નહિ કરી શકશે.” શૂરવીર સંતાનોને ઘટતાં વચન સુણી નૃપ હર્ષ ઘરે,
રાજમુગટ ઘરી રામ-શિરે, નૃપ લક્ષ્મણને યુવરાજ કરે. ૬ અર્થ:- ફળ વગરના વૃક્ષને જેમ પક્ષીગણ તજી દે છે તેમ ઉદ્યમ વગરના પુરુષને સર્વ સંપત્તિ એક સાથે તજી દેશે પછી તે કોઈ કામ કરી શકશે નહીં.
શૂરવીર સંતાનોને ઘટતાં એવા વચન સાંભળી રાજા દશરથે હર્ષિત થઈ શ્રી રામના શિર પર રાજમુગુટ ઘર્યું. અને શ્રી લક્ષ્મણને યુવરાજની પદવી પ્રદાન કરી. કા.
ભૂપતિ-વિભૂતિ પ્રગટે તેવી આશિષ દે નૃપ ખરા ઉરે, દશરથ રાય વિદાય દઈ કહે : “વસો બનારસ શુભ નગરે.” નગર પ્રવેશ કરે બે ભાઈ, નગરજનો ઉત્સવ કરતા,
દાન-માનથી સંતોષી પુરજનનું હિત વીર ઉર થરતા. ૭ અર્થ - રાજ-વૈભવ પ્રગટે એવી અંતરની ખરી આશિષ આપતાં રાજા દશરથ તેમને વિદાયની આજ્ઞા સહ કહેવા લાગ્યા કે ભલે તમે શુભનગર એવા બનારસમાં વાસ કરો અને સ્વપરહિતમાં સદૈવ તત્પર રહી મનુષ્યભવને સફળ કરો.
શ્રી રામ અને શ્રી લક્ષ્મણ બન્ને ભાઈઓએ નગર બનારસમાં પ્રવેશ કર્યો ત્યારે નગરજનોએ મોટો ઉત્સવ કર્યો. ત્યાં રહી પ્રજાજનોને સદા દાન તથા માન આપી સંતુષ્ટ કરવા લાગ્યા. નગરજનોનું હિત સદા હૃદયમાં ઘારણ કરીને તે વીરનો રાજ્ય કરતા ત્યાં રહેવા લાગ્યા. ||શા
પૂર્વ મર્યાદા તોડે નહિ, નીતિ-પુરઃસર રાજ્ય કરે, જન-કલ્યાણક કાર્યો તત્પર નવીન નૃપ બહુ હોંશ ઘરે; રામરાજ્ય' જગમાં પંકાયું, દુષ્ટ ડરે નૃપદંડ થકી,
શિષ્ટ તણું સન્માન થતાં તે પંડિતપુર બન્યું નક્કી. ૮ અર્થ - પૂર્વજોએ નિશ્ચિત કરેલ મર્યાદાનું તે કદી ઉલ્લંઘન કરતા નથી તેમજ પૂરેપૂરી નીતિ સહ રાજ્ય કરવા લાગ્યા. લોકોનું કલ્યાણ અર્થાત્ કેમ ભલું થાય એવા જ સર્વ કાયમાં નવીન રાજાના હૃદયમાં બહુ હોંશ હોવાથી તેમાં જ તે તત્પર રહેવા લાગ્યા.
Page #115
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
४८७
જેથી “રામરાજ્ય' જગતમાં બહુ પ્રસિદ્ધિ પામ્યું. દુષ્ટ લોકો શ્રી રામના રાજ્યદંડથી ડરવા લાગ્યા અને શિષ્ટ એટલે સજ્જન પુરુષોનું સન્માન થતાં તે બનારસ પંડિત પુરુષોનું નગર બની ગયું. દુષ્ટોનું દમન કરવું અને સજ્જનોનું પાલન કરવું એ “રામરાજ્ય'ની અટલ નીતિ બની ગઈ.
રાજ્ય કરે લંકામાં રાવણ પ્રતિનારાયણ-પદ પામી, એક દિવસ આવે ત્યાં નારદ નભચારી, કુતૂહલકામી; રાવણ દઈ સન્માન કહે : “કંઈ વાત કરો કૌતુકકારી.”
નારદ વણવિચાર્યું વદતા : “વાત કહું હું હિતકારી- ૯ અર્થ :- હવે રાવણ વિષેની વાત કરે છે -
લંકા દેશમાં શ્રી રાવણ પ્રતિનારાયણની પદવી પામી રાજ્ય કરે છે. એક દિવસ આકાશમાં ગમન કરનાર અને કુતૂહલ કરવામાં જેને રસ છે એવા નારદ ત્યાં આવી ચઢ્યા.
રાવણે સન્માન આપી કહ્યું કે તમે બધે ફરો છો તો કોઈ કૌતુકકારી વાત કહો. ત્યારે નારદે વગર વિચારે કહ્યું કે એક વાત તમારા હિતની છે તે સાંભળો. લા.
નગર બનારસથી હું આવું, રામ નૃપતિ બહુ ગર્વ ઘરે. યજ્ઞનિમિત્તે તેડી રામને જનક કન્યાદાન કરે. આમ અનાદર કરી આપનો સર્વોપરી સુંદર વરતા,
રામ મહારાજા બની બેઠા, લક્ષ્મણ પણ યુવરાજ થતા. ૧૦ અર્થ :- હું નગર બનારસથી આવું છું. ત્યાં રામ રાજા બહુ ગર્વ ઘરીને રહે છે. યજ્ઞના નિમિત્તે જનક રાજાએ રામને બોલાવી પોતાની પુત્રીનું કન્યાદાન કરી દીધું. આમ આપનો અનાદર કરી તે સર્વોપરી સુંદરી સાથે લગ્ન કરીને રામ મહારાજા બની બેઠા અને લક્ષ્મણ પણ યુવરાજ પદવીને પામે ગયા. ||૧૦|ી.
સહી શકું નહિ ભાગ્યહીનને ઘેર સીતા ગંગા જેવી. રાવણરાય-મહોદધિ શોથી શોભાસ્પદ પામે તેવી. યુદ્ધ વિષે નહિ ફાવી શકશો લક્ષ્મણ બહુ બળવંત ગણો;
વિચાર કર કો કળ વાપરજો, મત લઈ કોઈ મંત્રી તણો.” ૧૧ અર્થ :- ભાગ્યહીનને ઘેર ગંગા જેવી સીતા હોય એ હું સહી શકતો નથી. તે ગંગા જેવી સીતા તો ત્રણ ખંડના અઘિપતિ રાવણરાજારૂપ મહાસમુદ્રમાં આવીને ભળે તો જ તે શોભાસ્પદ ગણી શકાય.
પણ તેમની સાથે યુદ્ધ કરીને તમે ફાવી શકશો નહીં. કારણકે લક્ષ્મણ બહુ બળવાન પુરુષ છે. વિચાર કરીને કોઈ મંત્રીનો મત લઈ કળ વાપરજો તો જ ફાવી શકશો. ૧૧.
વાત સુણી કહે રાવણ : “સુણશો શીધ્ર પ્રતાપ દશાનનનો.” વિદાય દઈ નારદને, ચિંતેઃ “લેવો મત મંત્રી-જનનો.” મંત્રીમંડળમાં કહે રાવણ : “દશરથના બે બાળ તણોમુજ પદ લેવા યત્ન છૂપો છે, તે બન્નેને શીધ્ર હણો. ૧૨
Page #116
--------------------------------------------------------------------------
________________
४८८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- આ વાત સાંભળીને રાવણે ગર્વથી નારદને કહ્યું કે આ દશાનનનો કેવો પ્રતાપ છે તે શીધ્ર તમારા જાણવામાં આવશે. નારદને વિદાય આપી રાવણે ચિંતવ્યું કે મંત્રી જનનો પણ મત આમાં લેવો જોઈએ. મંત્રી મંડળ વચ્ચે રાવણ કહે : દશરથના બે બાળકો રામ અને લક્ષ્મણ નામે છે, તેમનો છૂપો પ્રયત્ન મારું આ રાજ્યપદ લેવાનો છે, માટે તે બન્નેને શીધ્ર હણી નાખો. ૧૨ા.
રામ નામના દુષ્ટ પુરુષની સીતા નામનેં સ્ત્રી હરવી, બન્નેને હણવા માટે કહો યુક્તિ સફળ શી આદરવી?” મારીચ મંત્રી કહે: “પરસ્ત્રી-હરણ મરણ સમ સજ્જનને,
અપયશકારી, સત્યુલલંછન, અઘટિત કામ દીસે અમને. ૧૩ અર્થ - રામ નામના આ દુષ્ટ પુરુષની સીતા નામની સ્ત્રી છે તેને હરવી છે અને રામ લક્ષ્મણ બન્નેને હણવા માટે સફળ યુક્તિ કંઈ આદરવી તે કહો?
મારીચ નામનો મંત્રી કહે : પરસ્ત્રીનું હરણ કરવું એ તો સજ્જનના મનને મરણ સમાન છે. અપયશકારી, સત્કલમાં લંછન લગાડનાર એવું અઘટિત કામ અમને તો તે લાગે છે. /૧૩ાા.
અન્ય ઉપાયો અરિ હણવાના શૂરવીરને ઘટતા લેવા; કલ્પકાળ સુથી જન નિંદે તે દુષ્ટ વિચારો તર્જી દેવા.” રાવણ કહે: બસ રાખ હવે; બહુ ડહાપણમાં નહિ લાભ દીસે,
સુગમ ઉપાય સેંઝી આવે તો ભણ સીતા હરવા વિષે.” ૧૪ અર્થ - કોઈ બીજા ઘટતા ઉપાય શત્રુને હણવાના શુરવીરને લેવા જોઈએ. પણ કલ્પકાળ સુધી લોકો જેને નિંદે એવા દુષ્ટ વિચારો પણ તજી દેવા જોઈએ. તે સાંભળી રાવણ કહે : બસ હવે તારા ડહાપણને મૂકી દે, આમાં કંઈ લાભ નથી. સુગમ કોઈ ઉપાય સીતાને હરી લાવવાનો સૂઝી આવે તો કહે. ૧૪
મારીચ કહે : જો આપે એવું કરવા નિશ્ચય કરી લીથો, દક્ષ દંતીથી સીતા રીઝવો, માર્ગ બીજો નથી કો સીઘો. આપ પ્રતિ અનુરાગ ઘરે તો સહજ ઉપાયે તે હરવી,
બને નહીં અનુરાગી તો પછી હઠ કે બળજબરી કરવી.” ૧૫ અર્થ - મારીચ કહે જો આપે એવું કરવાનો નિશ્ચય કરી લીધો છે તો દક્ષ દૂતીને મોકલી સીતાને રીઝવો. એના જેવો બીજો કોઈ સીધો માર્ગ તેને મેળવવાનો નથી. આપના પ્રત્યે તે અનુરાગ ઘારણ કરે તો સહજ ઉપાયે તે હરી શકાય અને જો અનુરાગી નહીં બને તો જ હઠ કે બળજબરીનો ઉપાય છે. ૧૫ના
સમજાવી સુર્પણખાને નભ-રસ્તે તુર્ત વિદાય કરી; ચિત્રકૂટ પર વસંતલીલા રામ રમે ત્યાં તે ઊતરી. પ્રેમકલહ સીતાનો પતવી રામ ફરે ગિરિ ચૌપાસે;
વૃદ્ધ વનિતા-વેષ ઘરી સુર્પણખા ગઈ સીતા પાસે. ૧૬ અર્થ – સૂર્પણખાને રાવણે સમજાવી આકાશમાર્ગે તુર્ત તેને વિદાય કરી. ચિત્રકૂટવન જે નંદનવનથી પણ શ્રેષ્ઠ છે. ત્યાં શ્રી રામ વસંતલીલા કરતા હતા ત્યાં જઈ તે ઊતરી.
Page #117
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
४८८
સીતા સાથે પ્રેમકલહ પતાવીને શ્રી રામ પર્વતની ચારે બાજુ ફરતા હતા; ત્યારે વૃદ્ધ સ્ત્રીનો વેષ ઘરી સુર્પણખા સીતા જ્યાં બધી સખીઓ સાથે વૃક્ષ નીચે બેઠેલ છે ત્યાં આવી પહોંચી. ||૧૬ાા
ડોસ કહે : “કહો કેવા પુણ્ય તમે રમો નૃપતિ સંગે, હું પણ તેમ કરી આ નૃપની રાણી બની રમું નવરંગે.” લક્ષ્મણપત્નીવર્ગ હસી કહેઃ “ચિત્ત તરુણ આ ડોસી તણું.”
ડોસી કહે “મુજ હાંસી કરો નહિ, ઑવન તમારું સફળ ગણું.”૧૭ અર્થ - ડોસીમાનું રૂપ બનાવી સુર્પણખા કહેવા લાગી : અહો કેવા પુણ્યવડે તમે આ રાજા સાથે રમો છો. હું પણ તેનું પુણ્ય કરીને આ રાજાની રાણી બની તેમની સાથે નવરંગે રમું.
ત્યારે લક્ષ્મણના પત્નીવર્ગે હસીને કહ્યું કે આ ડોસીમા થઈ ગયા છતાં હજુ તેમનું મન તો જવાન છે. ત્યારે ડોશીમા કહે : મારી હાંસી કરો નહીં. હું તો તમારું જીવન સફળ ગણું છું. I/૧૭થા
કરુણા આણી કહે સતાઃ “રે! સ્ત્રીભવમાં શું સુખ માને? જણાય અજાણી આત્મહિતથી, સફળ ર્જીવન માને આને? સ્ત્રીભવ અનુભવતી આ સર્વે અનિષ્ટ ફળ પામી પાપે,
વિષય-સુંખની ઇચ્છા પાછી પરભવમાં દુર્ગતિ આપે. ૧૮ અર્થ – તે સમયે દયા લાવીને સતી સીતાએ કહ્યું : માજી! તું આ સ્ત્રીભવમાં શું સુખ માને છે ? તું આત્માનું હિત શામાં છે, એથી અજાણ જણાય છે, તેથી આવા સ્ત્રી અવતારને તું સફળ જીવન માને છે. સ્ત્રીભવમાં અનેક દુઃખ અનુભવતી આ સર્વે પાપના અનિષ્ટ ફળને પામી છે. આ સ્ત્રી પર્યાય મહાપાપનું ફળ છે વળી વિષય સુખની વાંછા રાખવાથી ફરી તે પરભવમાં દુર્ગતિ જ આપશે. //૧૮
અનિષ્ટ-લક્ષણવંતી કન્યા કોઈ ન પરણે, દુખી રહે; કુટુંબ-કેદ કુલ-રક્ષા કાજે મરણ સુધી સ્ત્રી માત્ર સહે. પિયર સાસરે શોકરૂપ જો વંધ્યા રહે દુર્ભાગ્ય વડે;
અપંગ, રોગ થયે પતિ તજતા; કલહકારી પતિ નિત્ય નડે. ૧૯ અર્થ :- સ્ત્રીભવમાં કેવા કેવા દુઃખ છે, તે સીતા સતી હવે સુર્પણખાને સમજાવે છે –
અનિષ્ટ લક્ષણવાળી કે કુરૂપવાન કન્યા હોય તો તેને કોઈ પરણે નહીં. તેથી શોક સહિત તેને ઘરમાં જ રહેવું પડે છે. કુટુંબમાં કેદ સમાન મરણ પર્યત રહીને તેને કુલની રક્ષા કરવી પડે છે.
જો દુર્ભાગ્યવશ લગ્ન કરીને વંધ્યા એટલે પુત્ર વગરની રહે તો પિયરમાં અને સાસરે બન્ને ઘરમાં તે શોકનું કારણ થાય છે. અપંગ કે રોગી થઈ જાય તો તેનો પતિ પણ તેને છોડી દે છે. અથવા પતિ કલહ કરનાર મળ્યો તો તેને તે નિત્ય પીડે છે. II૧૯ાા.
દુખદાવાનલના સંતાપે બળે જેમ વેલી વનની, માસે માસે કોઈ અડે નહિ, સદાય શંકા સ્ત્રીજનની. ચક્રવર્તીની પુત્રીનું પણ પરાધીન જીવન જાણો, શોક્ય તણા સંતાપ સહે બહુ માનભંગ-ભય મન આણો. ૨૦
Page #118
--------------------------------------------------------------------------
________________
૪૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - આમ અનેક પ્રકારની પીડા પામતી સ્ત્રી દુઃખરૂપી દાવાનલના સંતાપે વનમાં રહેલી વેલ સમાન બળ્યા કરે છે. પ્રતિમાસે ઋતુઘર્મ સમયે તેને કોઈ અડતું પણ નથી, એવી અસ્પૃશ્ય બની જાય છે. સ્ત્રીના સ્વભાવમાં સહેજે માયાવીપણું હોવાથી તેના ચારિત્ર્યને વિષે સદા શંકા જ રહ્યા કરે છે.
ચક્રવર્તીની પુત્રી હોય તો પણ તેને બીજાના ચરણોની સેવા કરવી પડે છે. એવું પરાધીન જીવન સ્ત્રીનું હોય છે. પોતાની બીજી શોક્ય હોય તેના સંતાપ સહન કરવા પડે છે. અથવા બીજી શોક્યમાં પતિનો અનુરાગ વિશેષ હોય તો પોતાના માનભંગનો ભય સદા મનમાં રહે છે અને માનભંગ થયે તેને દુ:ખ વેઠવું પડે છે. ૨૦ગા.
ગર્ભ-પ્રસવ-રોગાદિ દુઃખો, પુત્ર-પ્રસવથી શોક ગણો, સંતાન-દુખે કે મરણ-વિયોગે ચિત્ત-ચિતા-સંતાપ ઘણો. વિઘવાનાં દુખનો નહિ આરો, ઘર્મ-ક્રિયા નહિ સબળ બને.
સલાહ-યોગ્ય ગણાય ન નારી મહાકાર્યમાં ચપળ મને. ૨૧ અર્થ - ગર્ભ ઘારણ કરી નવ માસ પુત્રભાર વહન તથા પ્રસવના સમયે અનેક રોગાદિના દુઃખો વેઠવા પડે છે. તેમાં વળી પુત્રીનો જન્મ થયો તો ઘરમાં શોકની છાયા પ્રસરી જાય છે. સંતાન થયા પછી તે દુઃખી થતું હોય કે મરી જાય તો તેના વિયોગથી મનમાં ઘણી ચિંતાનો સંતાપ ચિતાની સમાન બાળે છે.
જો તે દુર્ભાગ્યવશ વિધવા બની ગઈ તો તેના દુઃખનો કંઈ પાર નથી. સ્ત્રીના પર્યાયમાં ઘર્મની ક્રિયા બળવાન થઈ શકતી નથી. સ્ત્રીનું મન ચપળ હોવાથી મહાકાર્ય કરવામાં તેની સલાહ પણ યોગ્ય ગણાતી નથી. ૨૧
આવી નિંદ્ય અવસ્થામાં સુખ માન ચહે, વિપરીત-મતિ, રે! નિર્લજ્જ, જરાવયમાં પણ આત્મવિચાર નથી કરતી. સ્ત્રીપદ પામ સતીત્વ દીપાવે તો જગવંદ્ય કૃતાર્થ સતી,
રૂપરહિત, નિર્ધન, રોગી કે દુષ્ટ પતિ પણ નહિ તજતી. ૨૨ અર્થ :- એ સિવાય બીજા પણ અનેક દોષો સાઘારણરૂપથી બીજી સ્ત્રીઓમાં જોવા મળે છે. માટે આવા નિંદ્ય સ્ત્રી પર્યાયમાં સુખ માની તેને તું ઇચ્છે છે તેથી તારી બુદ્ધિજ વિપરીત થઈ ગઈ છે એમ જણાય છે. જે નિર્લજ્જ! વૃદ્ધાવસ્થામાં પણ તું આત્મવિચાર કરતી નથી તેથી તું દુર્ભાગ્યશાળી છે.
સ્ત્રી અવતાર પામીને સતીત્વપણાને દીપાવે તો તે જગતના જીવોને વંદન કરવા લાયક થાય છે. અને તેનું સતીત્વપણું પણ ત્યારે જ કૃતાર્થ ગણાય કે જો તેનો પતિ રૂપરહિત હોય, નિર્બન હોય, રોગી હોય કે દુષ્ટ હોય તો પણ તે તેને કદી છોડે નહીં તો.
“બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું.” (વ.પૃ.૭)
ચક્રવર્તી કર્દી કરે યાચના તોય ચહે નહિ પર પતિ જે, કુષ્ટિ કે ચંડાળ સમો ગણી દૂર રહે સુમતિ સત તે. બલાત્કારથી કોઈ સતાવે તો સત બાળી ભસ્મ કરે, પતિવ્રતા સતી સ્ત્રીની સામે મરવા ડગલું કોણ ભરે?” ૨૩
Page #119
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪ ૯૧
અર્થ :- બીજા પુરુષની વાત જવા દઈએ પણ કોઈ ચક્રવર્તી તેની ઇચ્છા કરે તો તેને પરપતિ માની કદી ઇછે નહીં, પણ તેને કોઢી કે ચંડાળ સમાન ગણી તેથી દૂર રહે. તે જ સમ્યક મતિવાળી સતી છે એમ હું માનું છું. બલાત્કારથી કોઈ સતાવે તો તેને પણ સતી સ્ત્રી પોતાના સતીત્વના બળથી બાળીને ભસ્મ કરી દે. આવી પતિવ્રતા સતી સ્ત્રીની સામે કોણ મરદ મરવા માટે ડગલું ભરે. ૨૩
સીતા-વચન સુણી સુર્પણખા ચિત્ત વિષે ચિંતવતી કે : ચળે અચળ મેરું, પણ કદી ના ચિત્ત સીતાનું ચળી શકે. “ઘેર કામ છે, વાર ઘણી થઈ”, કહીં સતીને નમી દૂતી ગઈ
રાવણ પાસે પહોંચી વિનય સહ દૂતી વદે દિલગીર થઈ ૨૪ અર્થ - સીતા સતીના આવા વચન સાંભળી સુર્પણખા મનમાં વિચારવા લાગી કે કદાચ અચળ મેરુપર્વત ચલાયમાન થઈ જાય પણ આ સતી સીતાનું મન કદી પણ ચલાયમાન થઈ શકે એમ નથી.
એમ વિચારી સુર્પણખા સતી સીતાને નમીને કહેવા લાગી કે મારે ઘરે કામ છે અને ઘણીવાર થઈ ગઈ છે માટે હું જાઉં છું એમ કહીને દૂતી બનીને આવેલી તે સુર્પણખા રાવણ પાસે જઈ પહોંચી અને વિનયપૂર્વક દિલગીર થઈને રાવણને બધી હકીકત કહેવા લાગી. ૨૪
“ઇદ્રવજ પણ ભેર્દી શકે નહિ દૃઢ શીલ-નિશ્ચય-સીતા તણો, આપ તણો અભિપ્રાય જણાવી શકી ન, ડર પામી જ ઘણો.” ક્રોઘ કરી કહે રાવણ : “જૂઠી વાત ન માનું જરી ખરી;
બાહ્ય ડોળથી ભડકી ભોળી, ચતુર હૂંતીપદ ગઈ વીસરી. ૨૫ અર્થ - સીતા શીલવતી છે. સીતાના શીલ પાળવાના દ્રઢ નિશ્ચયને ઇન્દ્રવજ પણ ભેદી શકે એમ નથી. હું શીલવતી સીતાના સતીત્વબળથી ભય પામીને આપનો અભિપ્રાય પણ જણાવી શકી નહીં. ત્યારે ક્રોઘ કરીને રાવણ કરે તારી બધી વાત જાઢી છે, તેમાંથી જરાપણ વાત હું ખરી માની શકું નહીં. સીતાના બાહ્ય ડોળથી તું ભોળી ભડકી ગઈ અને ચતુર એવી તું દૂતી હોવા છતાં, દુતીપદને જ વિસરી ગઈ. રપા
નાગણફેણ તણા ફુત્કારે ડરી વાર્દી શું નહિ ઝાલે? નારીની ચંચળ વૃત્તિને કરી-કર્ણ ઉપમા આલે.” બચાવ કરવા કહે સુર્પણખાઃ “લલના તે લલચાતી નથી,
વૈભવ-ભોગની નહિ ત્યાં ખામી, સુર-સુખ તુચ્છ જણાય અતિ. ૨૬ અર્થ - કોઈ નાગણ ફેણ કરીને ઉત્કાર કરે તો શું મંત્રવાદી ડરીને એને ઝાલતો નથી? નારીની ચંચળવૃત્તિને શાસ્ત્રોમાં કરી-કર્ણ એટલે હાથીના કાન સાથે ઉપમા અપાય છે; જે હંમેશાં ચલિત થયા કરે છે. ત્યારે બચાવ કરવા સુર્પણખા કહેવા લાગી કે સીતા જેવી લલના તે કોઈ ભોગોપભોગની વસ્તુઓથી લલચાય એવી નથી. કારણ સીતાને ત્યાં વૈભવ ભોગ સામગ્રીની કોઈ ખામી નથી. તે સામગ્રીની સામે મને તો દેવતાઈ સુખ પણ અતિ તુચ્છ જણાય છે. [૨૬ાા.
શૂરવીરતાદિક ગુણ-વર્ણન તો રામ સમાન ન કોઈ તણું; સ્વયં કલામૂર્તિ સીતા ત્યાં સર્વ કલાઘર હીન ગણું.”
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મારી મંત્રી સહ રાવણ પણ વિમાન લઈ નભમાં ચાલે,
ચિત્રકૂટ વનમાં જઈ પહોંચે જ્યાં સીતા સુખમાં હાલે. ૨૭ અર્થ :- વળી સુર્પણખા કહે જો હું તમારા શૂરવીરતાદિક ગુણનું વર્ણન કરી તેને પ્રસન્ન કરું પણ રામ સમાન કોઈ શૂરવીર જણાતો નથી. બીજી કોઈ કળા બતાવીને રંજીત કરું પણ સ્વયં સીતા જ કલાની મૂર્તિ છે; ત્યાં બીજા સર્વ કલાધરને હું હીન ગણું છું. આવા સુર્પણખાના વચન સાંભળી રાવણ પણ મારિચ મંત્રીની સાથે વિમાનમાં બેસી આકાશમાં ચાલવા લાગ્યો. અને જ્યાં સીતા સતી સુખમાં હાલી રહી છે એવા ચિત્રકૂટ નામના વનમાં તે આવી પહોંચ્યો. //ર૭ળી
રાવણની આજ્ઞાથી મારીચ મણિમય મૃગ-બચ્ચું બનતો, તે દેખી સીતા કહે: “સ્વામી, બહુરંગી મૃગ મન-ગમતો!” સીતાના મનોરંજન અર્થે હરણ પકડવા રામ જતા,
ઘડી નિકટ, ઘડી વિકટ પથે દૂર દેખી રામ ચકિત થતા. ૨૮ અર્થ - રાવણની આજ્ઞાથી મારિચ મંત્રી મણિરત્નોથી યુક્ત હરણનું બચ્ચું બન્યો. તે દેખીને સીતા શ્રી રામને કહે સ્વામી! આ બહુરંગી હરણ મારા મનને રંજિત કરે છે.
સીતાના મનરંજન માટે તે હરણને પકડવા શ્રીરામ ચાલતા થયા. તે હરણ ઘડીકમાં નિકટ લાગે અને ઘડીકમાં વિકટમાર્ગમાં જતું જોઈને શ્રીરામ ચકિત થતા હતા. ૨૮ાા.
વિપરીત વિધિથી માયામય મૃગ દૂર દૂર લઈ જાય, અરે! શબ્દ કરે ને ઘાસ ચરે, નિર્ભય થઈ હાથ લગોય ફરે; વળી ઊછળી ય છલંગ લગાવી દોડે, હાંફે દૂર રહ્યો,
ગર્દન વાળી પાછળ ભાળ; આખર ગગન અલોપ થયો. ૨૯ અર્થ - વિપરીત ભાગ્યનો ઉદય થવાથી અરે! એ માયામય મૃગ શ્રી રામને દૂર દૂર લઈ જાય છે. ક્યારેક શબ્દ કરે, ક્યારેક નિર્ભય થઈને ઘાસ ચરવા લાગી જાય, ક્યારેક હાથ માત્ર જ દૂર જણાય કે જાણે પકડી લઈએ. વળી ક્યારેક છલંગ મારી ઊછળીને દોડે, વળી દૂર રહ્યો રહ્યો હાંફે અને ક્યારેક ગરદન વાળીને પાછળ જુવે, એમ કરતાં કરતાં આખરે તે મૃગ આકાશમાં અલોપ થઈ ગયું. રા.
જેમ ઘડામાં સાપ પુરાયો રહે નિશ્ચષ્ટ અશક્તિ લહી, તેમ જ રામ ચકિત મને નભમાં નીરખે નિશ્ચષ્ટ રહી, સ્ત્રીવશ-ચિત્ત થયેલા નર નિજ કાર્ય-વિચાર-વિહીન બને,
તેમ મનોહર હરણ-સ્મરણમાં રામ ઊભા અતિ દૂર વને. ૩૦ અર્થ :- જેમ ઘડામાં પુરાયેલો સાપ અશક્તિના કારણે ચેષ્ટા વગરનો જણાય, તેમ શ્રીરામ પણ ચેષ્ટા વગરના થઈને આશ્ચર્યચકિત બની જઈ આકાશમાં જ જોતા રહી ગયા. કહ્યું છે કે સ્ત્રીને વશ બનેલ નરનું ચિત્ત, તે પોતાને કરવા યોગ્ય કાર્યના વિચારથી વિહિન બની જાય છે. તેમ સીતાના મનોરંજન માટે મનોહર હરણના સ્મરણમાં શ્રીરામ અતિ દૂર વનમાં જ નિશ્ચષ્ટ ઊભા રહી ગયા. ૩૦ાા
તેવામાં તો રામવેષ ઘરી રાવણ જાનકી પાસે ગયો, કહે: “હરણને નગર મોકલ્યું; નગર જવાનો વખત થયો.
Page #121
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪૯૩
પ્રિયા, પાલખીમાં બેસો, આ અશ્વ ઉપર હું આવું છું.”
જાનકી પાલખીરૂપ વિમાને બેઠાં કે ચઢી જાય ઊંચું. ૩૧ અર્થ :- તેટલા સમયમાં તો રાવણ માયાવડે શ્રીરામનો વેષ ધારણ કરીને જાનકી અર્થાત્ સીતાજી પાસે જઈને કહેવા લાગ્યો કે હરણને તો નગરમાં આગળ મોકલી દીધું છે, અને હવે સંધ્યાકાળ થવાથી આપણને પણ નગરમાં જવાનો વખત થઈ ગયો છે.
પ્રિયા! તમે પાલખીમાં બેસો. હું આ અશ્વ ઉપર સવાર થઈને આવું છું. જાનકી-સીતા માયાવડે બનાવેલ પાલખીરૂપ વિમાનમાં બેઠા કે તે ઊંચે આકાશમાં ચઢી ગયું. ૩૧
સતી-શિરોમણિ નાગણ સાથે રાવણ રમવા યત્ન કરે, પ્રગટ થઈ પુષ્કર વિમાને દુષ્ટ વચન આવાં ઊચરેઃ “ભય, લજ્જા ને રામ-પ્રેમ તળું, બન રાવણની પટરાણી,
સુખ ભોગવ ત્રણ ખંડ ઘરાનું, વરી મુજને કરુણા આણી.”૩૨ અર્થ - સતીઓમાં શિરોમણિ સીતા સાથે રાવણ રમવા યત્ન કરે તે તો નાગણ સાથે રમવા જેવું છે. સીતારૂપ નાગણને પોતાના મૃત્યુ માટે જ તે લંકામાં લઈ આવ્યો. પછી પોતાનું વાસ્તવિક સ્વરૂપ પુષ્કર વિમાનમાં પ્રગટ કરીને આવા દુષ્ટ વચન સીતા પ્રત્યે કહેવા લાગ્યો :
ભય, લજ્જા અને રામનો પ્રેમ તજી રાવણની પટરાણી બન. મારા પર કરુણા લાવીને મને વરી ત્રણ ખંડની પૃથ્વીનું સુખ ભોગવ. ૩રા.
કર્ણફૂલ સમ શબ્દો સુણતાં સતી સીતા મૂર્શિત થાતી; ગગન-ગામિની વિદ્યા વિનશે, શીલવતી-સ્પર્શે ફૂઠી જાતી; તેથી વિદ્યાથરીઓ દ્વારા શીત ઉપચારો શીધ્ર કર્યા,
થતાં સચેત સીતા ઘીરજ ઘર બોલે બોલો રોષભર્યા : ૩૩ અર્થ - આવા રાવણના કાનને ફૂલ સમાન શબ્દો સાંભળી સતી સીતા મૂર્શિત થઈ ગઈ. રાવણે વિચાર કર્યો કે જો આ શીલવતીનો સ્પર્શ થયો તો મારી આકાશગામિની વિદ્યા શીધ્ર નષ્ટ થઈ જશે અને વળી તે રૂઠી જશે. તેથી વિદ્યાઘરીઓ દ્વારા તેના શીધ્ર શીત ઉપચારો કર્યા. જેથી તે સચેત થઈને ઘીરજ ઘારણ કરી, રોષભર્યા શબ્દો રાવણ પ્રત્યે બોલવા લાગી. ૩૩
“અઘમામ અડતો નહિ મુજને, બોલ ન કોઈ બોલ હવે, પતિવ્રતાનો પ્રાણ શીલગુણ તૃણ સમ રામ વિના સૌ ભવે. તુચ્છ ગણી આ પ્રાણ તજું પણ શીલખંડન નહિ કદીય થશે,
શાશ્વત મેરું સમ મુજ નિશ્ચય, સમજ; નહીં તો મરી જશે.” ૩૪ અર્થ – રે અઘમઘમ! મુજને અડતો નહીં. બોલવાનું બંધ કર. એક પણ બોલ હવે બોલ મા. પતિવ્રતાનો પ્રાણ તે શીલગુણ છે. આ ભવમાં રામ વિના મારે મન સૌ તૃણ સમાન છે.
આ પ્રાણોને પણ તુચ્છ ગણીને તજી દઈશ પણ શીલખંડન કોઈકાળે નહીં કરું. શાશ્વત મેરુ સમાન આ મારો નિશ્ચય છે. તેને સમજ; નહીં તો તું મરી જઈશ. I[૩૪ના
Page #122
--------------------------------------------------------------------------
________________
૪૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમયોચિત ઉત્તર દઈ સીતા વ્રત ઘારણ એવું કરતી, “રામચંદ્રના ક્ષેમકુશળની વાત સુણું નહિ સત્યવતી
ત્યાં સુધી મૌન નિરંતર ઘારું, ભોજનનો પણ ત્યાગ કરું.”
તપસ્વિની સમ ભૈષણ-અશન તર્જી પાળે વ્રત એવું કપરું. ૩૫ અર્થ - સમયને ઉચિત રાવણને ઉત્તર દઈ સતી સીતાએ એવું વ્રત ઘારણ કર્યું કે શ્રીરામચંદ્રના કુશળક્ષેમની વાત સત્યસ્વરૂપે મારા સાંભળવામાં આવે નહીં ત્યાં સુધી નિરંતર મૌન ઘારણ કરીને રહીશ અને ભોજનનો પણ ત્યાગ કરું છું. આમ તપસ્વિની સમાન બની આભૂષણ અને ભોજનનો પણ ત્યાગ કરી તે કપરું વ્રત પાળવા લાગી. રૂપા
રાવણને પણ લાગ્યું કે નહિ કોઈ રીતે હમણાં પલળે, કાલક્રમે એ રામ વીસરશે, ટૂંકું ઉદ્યાન અશોક તળે; તર્જી ઉદ્યાન ગયો લંકા ત્યાં ચક્ર પ્રગટિયું શસ્ત્ર-ગૃહે,
લંકામાં ઉત્પાત થયા તે મરણ-સૅચક ગણી, મંત્રી કહે : ૩૬ અર્થ :- રાવણને પણ લાગ્યું કે હમણાં આ કોઈ રીતે પલળે એમ નથી. સમય વીતતાં એ રામને વીસરી જશે. માટે હાલમાં એને બગીચામાં અશોક વૃક્ષ નીચે મૂકી દઉં.
સીતા સતીને બાગમાં મૂકી રાવણ લંકાપુરીમાં ગયો. ત્યાં શસ્ત્રાગારમાં કાલચક્ર સમાન ચક્રરત્ન પ્રગટ થયું અને લંકામાં અનેક મરણ સૂચક ઉત્પાત થવા લાગ્યા તેને જોઈને મંત્રી કહેવા લાગ્યા. /૩૬
રામચંદ્ર બળભદ્ર થવાના. લક્ષ્મણ નારાયણ સમજો અભ્યદય બન્નેનો દીસે, સતી સીતાની આશ તજો; અશુભ-ગૂંચક ઉત્પાદો પુરના સમજી દૂર કલંક કરો,
યુગ યુગ નામ વગોવે તેવું કામ નહીં મનથી ય સ્મરો.”૩૭ અર્થ - મંત્રીઓએ રાવણને જણાવ્યું કે રામચંદ્ર, બળભદ્ર થવાના છે અને તેમના નાનાભાઈ લક્ષ્મણને નારાયણ સમજો. આ બન્નેનો વર્તમાનમાં અભ્યદય એટલે ચઢતો પુણ્યનો ઉદય છે. માટે તમે સતી સીતાની આશા મૂકી દો.
નગરમાં થતા અનેક અશુભ-સૂચક ઉત્પાદોને સમજી આ સીતા સતી પ્રત્યેનો મોહ મૂકી, કલંકને દૂર કરો. યુગ યુગ સુધી તમારું નામ વગોવે એવા કામની તમે મનથી પણ સ્મૃતિ ન કરો. ૩શા
મંત્રીને ઉત્તર દે રાવણ : “વગર વિચાર્યું કેમ કહો? યુક્તિ-વિરુદ્ધ વચન બોલો છો, સીતા હરણ શુભ શુકન કહોઃ સીતારૂપી સ્ત્રી-રત્ન મળ્યું કે ચક્રરત્ન ઉત્પન્ન થયું,
હવે અઘિપતિ છયે ખંડનો બનવાનો, દુઃખ સર્વ ગયું.” ૩૮ અર્થ - મંત્રીઓને ઉત્તરમાં રાવણ જણાવે છે કે તમે વિચાર્યા વગર કેમ બોલો છો? યુક્તિ વિરુદ્ધ વચન બોલો છો. સીતાનું હરણ કરવું એ તો શુભ શુકનનું ચિહ્ન છે.
સીતારૂપી સ્ત્રીરત્ન મળ્યું કે શસ્ત્રાગારમાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. હવે તો હું છએ ખંડનો અઘિપતિ બનીશ. સર્વ દુઃખ હવે નાશ પામી ગયા. ૩૮
Page #123
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪૯૫
ચિત્રકૂટ પર પરિજન સાંજે રામ-સીતાની શોઘ કરે, ખેદભિન્ન ચિત્તે ફરતાં દૂર રામ મળ્યાથી હર્ષ ઘરે; વ્યાકુળ બની પરિજનને પૂછેઃ “સાથે સીતા કેમ નથી?”
કહે સેવકો, “છાયા સમ સીતાજી દૂર હશે ન અતિ.” ૩૯ સીતાને રાવણ હરી ગયા પછી શ્રીરામ લક્ષ્મણ વગેરેને કેમ જાણ થાય છે તે જણાવે છે :
અર્થ - ચિત્રકૂટ વનમાં સાંજે કુટુંબીજનો રામ-સીતાની શોઘ કરે છે પણ તે મળતા નથી. ખેદ ખિન્ન ચિત્તે ફરતા જ્યારે શ્રીરામ વનમાં દૂર પણ મળી ગયા ત્યારે સર્વેને હર્ષ થયો. તે સમયે શ્રી રામે વ્યાકુળ બનીને કુટુંબીજનોને પૂછ્યું કે તમારી સાથે સીતા કેમ નથી? ત્યારે સેવકો કહેવા લાગ્યા : છાયાની સમાન આપની સાથે રહેનારાં સીતાજી અતિ દૂર નહીં હોય, અહીં જ હશે. ૩૯
સર્વે શોધે ત્વરા કરી ત્યાં વાંસ ઉપરથી વસ્ત્ર જડે, રામ સમીપ આપ્યું, તે દેખી સર્વ અશુભ-શંકાએ ચડે; રામ કહે લક્ષ્મણને માયા-મૃગની વાત કપટકારી,
ત્યાં તો દૂત ઉતાવળથી આવી દે પત્ર વિનય ઘારી. ૪૦ અર્થ - હવે સર્વે સીતાજીને શોઘવા માટે ઉતાવળ કરી ત્યારે વાંસ ઉપરથી એક વસ્ત્ર મળી આવ્યું. તેને શ્રીરામ પાસે આપ્યું. તે દેખીને સર્વ અશુભ શંકાઓ કરવા લાગ્યા.
શ્રીરામ હવે લક્ષ્મણને માયામય મૃગની બઘી કપટભરી વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઉતાવળથી એક દૂતે આવીને વિનયપૂર્વક એક પત્ર હાથમાં આપ્યો. ૪૦ના
વળી કહે : હે! દેવ, પિતાએ દીઠું સ્વપ્ન અશુભ આજેરાહુ રોહિણી હરણ કરીને ગગનાંતર જઈને ગાજે; ચંદ્ર ભમે નભ વિષે એકલો શોકાતુર બની અહીંતહીં',
જાગી પુરોહિતને પૂછે : ફળ સ્વપ્ન તણું શું શાસ્ત્ર મહીં? ૪૧ અર્થ - વળી તે દૂત કહેવા લાગ્યો : હે દેવ આપના પિતાશ્રી દશરથ મહારાજે આજે એક અશુભ સ્વપ્ન જોયું. તેમાં રાહ, રોહિણીને હરણ કરીને દુર આકાશમાં લઈ જઈ ત્યાં ગાજવા લાગ્યો. અને ચંદ્ર એકલો શોકાતુર બનીને અહીં તહીં આકાશમાં ભમવા લાગ્યો. મહારાજે જાગી ગયા પછી તુરંત પુરોહિતને પૂછ્યું કે આ સ્વપ્નનું શાસ્ત્રમાં ફળ શું કહ્યું છે તે કહો. ||૪૧ાા
કહે પુરોહિત : “માયાચારી રાવણ સીતા હરી ગયો, સીતા-વિરહ વને એકલા ભમે રામ’ સુણી શોક થયો. દશરથરાયે કર્યો રવાના તુર્ત મને આ પત્ર દઈ,”
માહિતી આ મળતાં ચિંતા સીતાની વળી વળી ગઈ. ૪૨ અર્થ :- પુરોહિત કહેવા લાગ્યા કે રાહુ જેવો માયાચારી રાવણ રોહિણી જેવી સીતાને હરી ગયો છે. અને સીતાના વિરહે ચંદ્ર જેવા રામચંદ્ર એકલા વનમાં ભમી રહ્યાં છે. આ વૃત્તાંત સાંભળીને મહારાજ શોકિત થઈ ગયા. જેથી મહારાજ દશરથે આ પત્ર દઈને મને અહીં તર્ત રવાના કર્યો છે. આ માહિતી
Page #124
--------------------------------------------------------------------------
________________
૪૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મળતાં સીતાની ચિંતા હવે વળી વધી ગઈ. મારા
પ્રેમ પિતાનો સ્મરી, પત્ર તે ખોલી વાંચે રામ હવે : શ્રી અયોધ્યા પુરપતિ દશરથ પ્રેમાલિંગન સહ સેંચવે. કુમારયુગલની કુશલતા ચહીં સમાચાર વિદિત કરે :
દક્ષિણમાં લંકાપતિ રાવણ અન્યાયે મદમત્ત ફરે. ૪૩ અર્થ :- પિતાના પ્રેમને સ્મરી, શ્રીરામ પત્ર ખોલીને વાંચે છે. તેમાં લખેલ છે કે અયોધ્યાપુરીપતિ દશરથ, પુત્રોને પ્રેમ આલિંગન સાથે બેયકુમારોની કુશળતા ચાહીને સમાચાર વિદિત કરે છે કે દક્ષિણ દિશામાં લંકાપતિ રાવણ અન્યાયપૂર્વક પ્રવર્તીને મદમત્ત એટલે મારા જેવો કોણ છે એવા અભિમાનથી ઉન્મત્ત થઈને ફરે છે. II૪૩ાા
કલહ-પ્રિય નારદ સીતાની રૂ૫-પ્રશંસા ખૂબ કરે, સ્ત્રીલંપટ રાવણ તે સુણતાં સતી સીતા પ્રતિ મોહ ઘરે; ઘરી રામ રૅપ હરી સીતા સતી, લંકામાં લંકેશ ગયો,
દુષ્ટ દુષ્ટતા સાથી મરવા માટે તે તૈયાર થયો. ૪૪. અર્થ - કલહપ્રિય નારદે સીતાના રૂપની પ્રશંસા રાવણ સમક્ષ ખૂબ કરી. તે સાંભળીને સ્ત્રીઓમાં આસક્ત એવો રાવણ સતી સીતા પ્રત્યે મોહિત થઈ ગયો.
જેથી રામનું રૂપ ઘારણ કરીને તે લંકાપતિ રાવણ સીતા સતીને લંકામાં લઈ ગયો છે. દુષ્ટ એવો તે પોતાની દુષ્ટતા સાથીને હવે મરવા માટે તૈયાર થયો છે. ૪૪
રાવણ હણવાની તૈયારી થતાં સુથી ઘીરજ ઘારી તન-રક્ષા કરી નિર્ભય રહેવા શિક્ષા ઉર દે ઉતારી એવો દૂત મુદ્રા લઈ સીતા કને રવાના શીઘ્ર કરો,
બને બંધુ દીર્ઘદ્રષ્ટિથી શોક, ઉતાવળ પરિહરો.” ૪૫ અર્થ :- રાવણને હણવાની તૈયારી થતાં સુધી સતી સીતા ઘીરજને ધારણ કરીને પોતાના શરીરની રક્ષા કરે તથા નિર્ભય રહે એવી શિક્ષા તેના હૃદયમાં ઉતારી શકે એવા કોઈ દૂતને શ્રી રામચંદ્રની મુદ્રા લઈને શીધ્ર રવાના કરો. તેમજ બન્ને ભાઈઓ પણ દીર્ઘદ્રષ્ટિ રાખીને શોક અને ઉતાવળને પરિહરજો. અને ખૂબ વિચારીને તેનો ઉપાય કરજો. ૪પાા
શિરછત્રનો પત્ર સુણીને લક્ષ્મણ ક્રોથ ઘરી ઘરેંકે - “સિંહશિશુ સાથે સસલું શું વિરોઘ કરી રહેશે ખડું કે? વિનાશકાળે વિપરીત બુદ્ધિ' પાપીને સૂઝે પાપે,
સતી સીતાફૅપ દાવાનલથી લંકાવન બળશે આપે.”૪૬. અર્થ :- શિરછત્ર એવા પિતાશ્રીના પત્રનો ભાવ સાંભળીને લક્ષ્મણ ક્રોઘ કરીને ઘડૂકી ઊઠ્યા કે સિંહના બચ્ચા સાથે વિરોઘ કરીને સસલું ક્યારેય ઊભું રહી શકશે ખરું?
જેમ વિનાશકાળે પાપીને વિપરીત બુદ્ધિ સૂઝે છે, તેમ સતી સીતારૂપ દાવાનલના તેજ પ્રતાપે લંકાનું વન આપોઆપ બળી જશે. II૪૬ાા
Page #125
--------------------------------------------------------------------------
________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ-૨
૪૯૭
સમાચાર સુણી ભાઈ ભરત-શત્રુધ્રાદિક એકત્ર થયા, જનકરાય પણ આવી મળિયા, વીર રસમાં સૌ ભળી ગયા. સતા-પ્રાપ્તિના વિવિઘ ઉપાયો સર્વ મળી વિચારે જ્યાં,
બે વિદ્યાધર રામ સમીપે આર્વી અનુજ્ઞા યાચે ત્યાં. ૪૭ અર્થ - સીતા સતીના સમાચાર સાંભળીને ભાઈ ભરત અને શત્રુદન આદિ બઘા એકત્ર થઈ ગયા. જનકરાજા પણ ત્યાં આવી મળ્યા. અને સૌમાં શુરવીરતા આવી ગઈ.
સતી સીતાની પ્રાપ્તિના ઉપાયો બઘા મળીને વિચારતા હતા તેટલામાં બે વિદ્યાઘર શ્રીરામ સમીપે આવીને આજ્ઞા મેળવવાની યાચના કરવા લાગ્યા. ૪
રામ કહે : “હે! વીર કુમારો, કોણ આપે? ક્યાંથી આવો?” સુગ્રીવકુમાર કહે : “બળ-રામ તણાં દર્શનનો આ લ્હાવોપૂર્વ પુણ્યથી આજે પામ્યો; હવે વાત કહું મુજ મનની;
દક્ષિણ શ્રેણીની કિકિંઘા જન્મભૂમિ છે આ તનની. ૪૮ અર્થ - શ્રીરામ કહેવા લાગ્યા કે હે વીર કુમારો, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ત્યારે સુગ્રીવકુમાર કહે પૂર્વ પુણ્યના પ્રતાપે મને આજે શ્રી બળરામના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. હવે હું મારા મનની વાત કહું છું. દક્ષિણ એણિમાં આવેલ કિષ્ઠિઘા નામની નગરી છે, તે મારી જન્મભૂમિ છે. II૪૮
વિદ્યાઘરપતિ બલીન્દ્રને બે પુત્ર વાલિ-સુગ્રીવ થયા, પિતા વાલીને રાજ્ય દઈ યુવરાજ મને કરી, ચાલી ગયા, લોભવશે મુજ પદ છીનવી લઈ દેશ-નિકાલ મને દીઘો,
મુજ પદ પાછું મળશે ક્યારે?” નારદને મેં પ્રશ્ન કીઘો. ૪૯ અર્થ :- વિદ્યાઘરના પતિ બલિન્દ્રને વાલિ અને સુગ્રીવ નામે બે પુત્રો થયા હતા. પિતાએ વાલીને રાજ્ય દઈ, મને યુવરાજ પદે સ્થાપી પોતે પરલોક સિધાવ્યા.
લોભવશ બનીને મારું યુવરાજ પદ છીનવી લઈ વાલિએ મને દેશ-નિકાલ આપ્યો. મેં એકવાર નારદમુનિને પ્રશ્ન કર્યો કે મારું છીનવી લીઘેલ પદ ક્યારે મળશે? Il૪૯ો.
કહે નારદજી : “અર્થ ભરતના નાથ રામ-લક્ષ્મણ બનશે, ચિત્રકૂટ ગિરિ પર જઈ યાચે મૈત્રી તો તુજ કામ થશે.' સુણી વાત મુજ મિત્ર અમિતગતિ સહિત અહીં આવ્યો આશે,
સીતા-પ્રાપ્તિમાં સહાય કરીશું; હવે સીતા જાણો પાસે. ૫૦ અર્થ - ત્યારે નારદજી કહે : અર્થ ભારતના નાથ રામ અને લક્ષ્મણ બનશે. તે ચિત્રકૂટ ગિરી પર હાલમાં છે. ત્યાં જઈને તેમની મિત્રતાની યાચના કરે તો તારું કામ થઈ જશે.
આ વાત સાંભળીને મારા મિત્ર અમિતગતિ સાથે હું આશા સહ અહીં આવ્યો છું. સતી સીતાને મેળવવામાં અમે સહાય કરીશું. હવે સીતા આપણી પાસે જ છે એમ જાણો. પા.
અણસમ રૂપ અનેક ઘરી લે મુજ મિત્ર અમિતગતિ દૂત ભલો, અણુમાન સર્વે કહે તેને જશે ગમે ત્યાં, વીર કળો.”
Page #126
--------------------------------------------------------------------------
________________
૪૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રામ કહે : “મુજ મુદ્રા તું લઈ, તુર્ત સતાની પાસ જઈ,
આવ કુશળતા કહી લંકા જઈ, આશ્વાસન સીતાને દઈ.” ૫૧ અર્થ - આ મારો મિત્ર અમિતગતિ અણુસમાન અનેકરૂપ ઘારણ કરી શકે છે. ભલા દૂત જેવો છે. એને સર્વ અણુમાન (હનુમાન) કહે છે. આ ગમે ત્યાં જઈ શકે છે અને મહાનવીર જાણો.
આ સાંભળી શ્રીરામ કહે : મારી મુદ્રા એટલે વીંટી લઈને તું તુર્ત સીતાની પાસે લંકામાં જા. અને સીતાને અમારી કુશળતા જણાવી આશ્વાસન આપીને પાછો આવ. //૫૧||
નમન કરીને દંત થઈ ચાલ્યો ચિહ્ન સતાના સર્વ સુણી, અણુમાન નભમાં ઊડી આવ્યો, લંકા નીરખે આત્મ-ગુણી; ભ્રમર બનીને શોધે સીતા, રાજસભા નીરખી લીઘી,
અંતઃપુરમાં ભમી વળ્યો પણ ભાળ ન ક્યાંય મળી સીથી. ૫૨ અર્થ - શ્રીરામને નમન કરી હનુમાન દૂત થઈને લંકા માટે રવાના થયા. શ્રીરામે સીતાના સર્વ ચિહ્નો બતાવી દીધા કે તે કેવી છે. હનુમાન આકાશમાં ઊડીને લંકામાં આવ્યા. જેનો આત્મા ગુણવાન છે એવા હનુમાન હવે લંકાને સીતાની ભાળ માટે નીરખી નીરખીને જુએ છે.
તે ભમરાનું રૂપ લઈને સીતા સતીને શોધે છે. રાજસભા નીરખીને જોઈ લીધી. રાજાના અંતઃપુરમાં પણ ભમી વળ્યો પણ ક્યાંય સીતાની ભાળ મળી નહીં. પરા
ભ્રમર-કોકિલા કૂજિત ઉપવન નંદન નામે જ્યાં નીરખે, અશોકતરુ નીચે સીતા સતી શોક સહિત દેખી હરખે; કલ્પલતા સમ સીતાને ચિંતા-દાવાનલમાં દેખી,
રાવણ પ્રતિ અતિ ક્રોઘ ઘરે દૂત પણ અવસર લે છે પરખી. ૫૩ અર્થ :- ભમરા અને કોકિલના સ્વરથી ગુંજાયમાન એવા નંદન નામના બગીચાને જ્યાં જોયો કે અશોકવૃક્ષ નીચે સીતા સતીને શોકસહિત બેઠેલા જોઈને હનુમાનનું મન હર્ષિત થઈ ગયું.
કલ્પવેલી સમાન સીતાને ચિંતારૂપી દાવાનલમાં બળતી દેખીને રાવણ પ્રત્યે હનુમાન દૂતને અત્યંત ક્રોઘ આવ્યો પણ અવસરનો જાણ હોવાથી, હવે લડાઈનો સમય નથી પણ સોંપેલ કામની સિદ્ધિ કેમ થાય, તેનો જ ઉપાય હવે તો લેવો જોઈએ. પલા
સાત દિવસમાં સીતાની શી દશા થઈ તે નીરખવા, જાતે રાવણ મંદોદરી સહ આવ્યો સીતા રીઝવવા. સુણીશ ક્યારે રામકુશળતા?’ એમ શોચતી સતી દેખી,
રાવણ ચકિત થઈ ચિંતવતો, “પતિવ્રતા તો આ પેખી.” ૫૪ અર્થ :- સાત દિવસમાં સીતાની શી દશા થઈ છે તેને જોવા અને રીઝવવા માટે જાતે રાવણ મંદોદરી સાથે ત્યાં આવ્યો. પણ સતી સીતા તો રામની કુશળતાના સમાચાર મને ક્યારે મળશે? એમ વિચારતી તેને જોઈને રાવણ તો ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પતિવ્રતા સ્ત્રી તો જગતમાં આજ જોઈ છે, કે જે સાત દિવસથી મૌન પાળીને જમતી પણ નથી. I૫૪
*
Page #127
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૪૯૯
અભિપ્રાય નિજ જણાવવાને મોકલી મંજરિકા દૂતી, દૂત વિનય સહ કહે સતા પ્રતિઃ “હે દેવી, તું બુદ્ધિમતી. પટરાણી પદ અર્પી તુજને અતિ સુખ દેશે લંકપતિ.
તો યૌવન શાને કરમાવે? તર્જી દે જૂની રામ-સ્મૃતિ. ૫૫ અર્થ - રાવણે પોતાનો અભિપ્રાય જણાવવા મંજરિકા નામની દૂતીને સીતા પાસે મોકલી. તેણે આવીને વિનયપૂર્વક સીતા પ્રતિ કહ્યું કે હે દેવી! તું બુદ્ધિમાન છે.
તને લંકાપતિ રાવણ પટરાણીનું પદ આપીને અતિ સુખ દેશે તો તારી આ યૌવન અવસ્થાને શા માટે કરમાવે છે? રામની સ્મૃતિ હવે જુની થઈ એમ માનીને તેને તજી દે. પપા
રામચંદ્ર રાવણને જીતી, લઈ જાશે મુજને એવી, આશા રાખે નિષ્ફળ શાને, મઘુર શેરડી-ફળ જેવી? ભૂખ્યા મૃગપતિના મુખથી મૃગ કોઈ મુકાવી નહિ શકશે,
જન્માંતર જાણી પટરાણી રાવણની બન ભાગ્યવશે.” ૫૬ અર્થ - રામચંદ્ર રાવણને જીતી મને લઈ જશે એવી શેરડીના ફળ જેવી મીઠી આશા રાખવી તે હવે નિષ્ફળ છે. જેમ ભૂખ્યા મૃગપતિ એટલે સિંહના મુખમાં પ્રવેશેલ હરણને કોઈ મુકાવી શકે નહીં તેમ રાવણના હાથમાં આવેલ હરણી જેવી તને કોણ છોડાવવા સમર્થ છે? માટે તારો નવો જન્મ થયો એમ જાણીને તું રાવણની પટરાણી બની જા; અને તારા ભાગ્યનો ઉદય થયો એમ જાણ. //પકા
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૩
*
અચળ હૃદય સીતાનું સમજી રાવણ કામાથીન કહે : “કુળ-રક્ષા કરવાનું થારે તે સૌ વ્યર્થ વિચાર લહે; લજ્જા રાખ નહીં કંઈ મનમાં હીન સંબંઘ ન મુજ સાથે,
નર્થી ચિરપરિચિત પ્રેમ તજાતો, રામ રહ્યા મારે માથે - ૧ અર્થ - અનેક પ્રયત્નો કરવા છતાં સીતા સતીનું મન અચળ જાણીને કામાથીન રાવણ સીતાને કહેવા લાગ્યો કે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થઈને આવું કામ મારાથી કેમ થાય. મારે શીલ પાળીને કુળની રક્ષા કરવી જોઈએ એ બઘા વ્યર્થ વિચાર છે.
મારી સાથેનો તારો સંબંધ એ કોઈ નીચ કુળનો નથી. તેથી મનમાં લજ્જા રાખવી એ પણ યોગ્ય નથી. રામ મારે માથે ઘણી છે, એનો ચિરપરિચિત પ્રેમ તજાતો નથી એ બધું ભૂલવા જેવું છે. [૧]
Page #128
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એ કુમતિ તર્જી સમજી જા કે સંસારે સૌ સ્વજન થયાં, દેશકાળ બદલાતાં સર્વે પરિચિત જન ભુલાઈ ગયાં. રામ મને આવી લઈ જાશે” એવી વ્યર્થ ન ઘર આશા;
ત્રિફેંટાચલ પર્વત પર લંકા, રક્ષક વિદ્યાઘર ખાસા. ૨ અર્થ - રામનો લાંબા કાળનો પ્રેમ તજાતો નથી એ કુમતિને તજીને એમ સમજ કે આ સંસારમાં સર્વ જીવો સાથે સ્વજનના સંબંઘ થયેલા છે. તેમાં દેશકાળ બદલાતાં સર્વે પૂર્વના પરિચિત લોકો ભુલાઈ ગયા છે અને નવા સંબંધો થયા છે. રામ આવીને મને લઈ જશે એવી વ્યર્થ આશાને ઘારણ કરીશ નહીં. કારણ કે આ લંકા ત્રિકૂટાચલ પર્વત પર આવેલી છે અને અનેક વિદ્યાઘરો આ લંકાના રક્ષક છે. 'રા
ખાઈ રૃપે દરિયો વીંટાયો ભેમિ-ગોચરી નર શું કરશે? વન-ઉપવન સૌ ત્યાંના શોથી, આખર રામ ઝૂરી મરશે; દૈવાથીન આવી ચઢશે અહીં તો કચરાશે ચક્ર તળે,
વ્યર્થ મનોરથ સર્વ તજે તો સાર્વભૌમ સુખ સદ્ય મળે. ૩ અર્થ:- આ લંકાની ચારે બાજુ ખાઈરૂપે દરિયો વીંટાયેલો છે. તો ભૂમિ ઉપર ચાલનારા મનુષ્યો અહીં કેવી રીતે આવી શકશે? તારા માટે વન ઉપવન વગેરે બધાં શોથી આખરે રામ ઝૂરીને મરી જશે.
ભાગ્યને આધીન કદાચ અહીં આવી ચઢશે તો આ ચક્ર તળે કચરાઈને મરશે. આ બઘા વ્યર્થ મનોરથ તું સર્વ ત્યજી દે તો સાર્વભૌમ એટલે આખી પૃથ્વીનું - ચક્રવર્તીનું સુખ તને સદ્ય એટલે હમણાં જ પ્રાપ્ત થાય. /૩ણા
મુજ આશા પૂરી કર, પ્રિયા, કાળ ગુમાવે શા માટે? વહેલું મોડું વળવું પડશે હસતાં, રડતાં આ વાટે.
સ્ત્રી-હઠથી તવ અભ્યાગતની આશા નહિ પૂરી કરશે,
તો પટરાણી-પદ ચૂકી તું ઘટદાસી થઈ જળ ભરશે.”૪ અર્થ – હે પ્રિયા! હવે મારી આશાને પૂરી કર. એમાં તું શા માટે કાળ ગુમાવે છે. વહેલું કે મોડું, હસતાં કે રડતાં આજ વાટે તારે વળવું પડશે.
- સ્ત્રીહઠ પકડીને અભ્યાગત એટલે પાસે આવેલાની જો તું આશા પૂરી નહીં કરશે, તો તું પટરાણીનું પદ ચૂકી જઈ ઘટદાસી એટલે પાણીના ઘડા ભરનારી દાસી સમાન થઈને તારે જળ ભરવું પડશે. //૪
પુણ્યહીન નર લક્ષ્મી માટે વ્યર્થ મળે તેવી રીતે, રાવણ બહુ બકવાદ કરે પણ સતી સીતાને ના જીતે; ઘર્મધ્યાન સમ નિર્મળ, નિશ્ચલ સમતા સતી સીતા ઘારે,
તે નીરખી નિરાશ થવાથી રાવણ મનમાં વિચારે – ૫ અર્થ :- પુણ્યહીન પુરુષ જેમ લક્ષ્મી મેળવવા વ્યર્થ મથે છે, તેવી રીતે રાવણ પણ બહુ બકવાદ કરતાં છતાં સતી એવી સીતાને તે જીતી શકતો નથી અર્થાતુ લલચાવી શકતો નથી.
સીતા સતીતો ઘર્મધ્યાન સમાન નિર્મળ અને નિશ્ચલ સમતાને જ ઘારણ કરીને અડોલ રહી. તે જોઈને રાવણ નિરાશ થવાથી મનમાં એમ વિચારવા લાગ્યો. પાા
Page #129
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૦ ૧
બહુ બળવંતા નૃપ મેં જીત્યા ભુજબળથી બહુ યુદ્ધ કરી, રૂપ-શિરોમણિ રમણીઓ પણ મુજ અંતઃપુર દેતી ભરી, જીતી મેં સ્ત્રી-સૃષ્ટિ સઘળી; શું સીતા મુજને જીતે?”
એમ વિચારી ક્રોઘ ઘરે ત્યાં મંદોદરી વદતી પ્રીતે - ૬ અર્થ - રાવણ વિચારે છે કે બહુ બળવાન રાજાઓને મારા ભુજબળથી ઘણા યુદ્ધ કરીને મેં જીતી લીધા. અનેકરૂપમાં શિરોમણિ જેવી રમણીઓ વડે મારું અંતઃપુર ભરી દીધું.
મેં સઘળી સ્ત્રી-સૃષ્ટિને જીતી લીધી અને શું આ સીતા મને જીતી જાય? એમ વિચારી રાવણને ક્રોઘ ઉપજ્યો કે ત્યાં મંદોદરી પ્રેમપૂર્વક અમૃતરૂપ વચન જળવડે તેને શાંત કરવા લાગી. ફાા
“શાળીનાં પુષ્પોની માળા જ્વાળા પર નવ સુજ્ઞ ઘરે, તેમ મનોહર અબળા ઉપર ક્રોથ નહીં નરનાથ કરે. ગગનગામિની આદિ વિદ્યા ગુમાવશો સત સંતાપી;
વિદ્યાઘર બહુ દુઃખી થયા છે કરી બલાત્કારો પાપી. ૭ અર્થ :- મંદોદરી રાવણને કહેવા લાગી કે શાળાના (ડાંગરના) પુષ્પોની માળાને કોઈપણ સમજુ જન અગ્નિની વાળા પર મૂકે નહીં. તેમ મનોહર એવી આ અબળા ઉપર નરોના નાથ એવા તમને ક્રોઘ ઘટે નહીં. જો સતીને આમ સંતાપ આપશો તો આકાશગામિની વગેરે તમારી વિદ્યાઓ નાશ પામી જશે. પૂર્વે પણ અનેક વિદ્યાઘરો બલાત્કારના પાપો કરીને દુ:ખી થયા છે. જેમકે સ્વયંપ્રભા માટે અશ્વગ્રીવ વિદ્યાઘર, પદ્માવતીના કારણે રાજા મધુસુદન અને સુતારામાં આસક્ત નિબુદ્ધિ અશનિઘોષ વગેરે દુઃખને પામ્યા છે. ||શા
સપત્ની-શલ્ય આ બોલે છે એમ ગણો નહિ, કહું સાચું; સતી સતાનો મોહ તજો એ આપ કને આજે યાચું.” રાવણ રીસે બળતો ત્યાંથી આમ કહી ચાલી નીકળે :
“પ્રાણસહિત સીતા તજવાનો, કહ્યું કોઈનું નહીં વળે.”૮ અર્થ - આ સીતા મારી સપત્ની શોક્ય બની જશે માટે આમ બોલું છું એમ માનશો નહીં. પણ સાચું કહું છું કે તમે આ સતી એવી સીતાનો મોહ મૂકી ઘો. તમારી પાસે મારી આ આજે વિનયભરી માગણી છે. તે સાંભળી રાવણ ક્રોધાગ્નિમાં સળગતો આમ કહેતો ત્યાંથી ચાલી નીકળ્યો કે સીતાને તો મારા પ્રાણ સાથે જ છોડીશ; અર્થાત્ મારા પ્રાણ છે ત્યાં સુધી તો એને હું નહીં જ છોડું; અને આમાં કોઈનું કહેલું કાંઈ વળવાનું નથી. દા.
તજી દીઘેલી નિજ પુત્રી સમ માની મંદોદરી ઊંચરે ઃ “આ ભવ કે પરભવના યોગે મુજ ઉર સીતા, સ્નેહ સ્કુરે. જાણે મળી મુજ તનુજા આજે, સુણ શિખામણ માતતણી,
માનશ ના લંકાપતિ-વિનતિ, સહનશીલતા રાખ ઘણી.”૯ અર્થ :- રાવણના કહેવાથી જન્મતાં જ તજી દીઘેલી પોતાની પુત્રી સમાન સીતાને માની મંદોદરી મનમાં વિચારવા લાગી કે આ ભવના કે કોઈ પરભવના સંબંઘથી આ સીતા પ્રત્યે મને સહેજે સ્નેહ
Page #130
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સ્કુરાયમાન થાય છે. જાણે આજે મને મારી તનુજા એટલે પુત્રી જ મળી ગઈ હોય એમ માનીને તે સીતા પ્રત્યે કહેવા લાગી કે બેટી! તું આજે તારી માતાની શિખામણને માન આપી, લંકાપતિ રાવણની વિનતિને કદી પણ માનીશ નહીં. શીલની રક્ષા કરવા માટે ઘણી જ સહનશીલતા રાખજે. ગાલા
ગગદ કંઠે વદતાં નેત્રે નીર વહે, સ્તન દૂઘ ઝરે; સહજ સ્નેહ મંદોદરીનો સીતાનાં નયને નીર ભરે. શત્રુદળમાં માતા સમ શીતળ શિખામણ સ્નેહ ભરી
સુણી, ઘડીભર લહે સીતા સુખ, વિયોગની ચિંતા વીસરી. ૧૦ અર્થ - આમ ગદ્ગદ્ કંઠે બોલતાં મંદોદરીના નેત્રમાંથી આંસુ વહેવા લાગ્યા, અને સ્તનમાંથી દૂઘ ઝરવા લાગ્યું. આવો સહજ સ્નેહ મંદોદરીનો જોઈને સીતાના નેત્રો પણ જળથી ભરાઈ ગયાં.
શત્રુઓના સમૂહમાં માતા સમાન શીતળતાદાયક પ્રેમભરી શિખામણ સાંભળીને સીતાને મન ઘડીભર સુખ થયું અને શ્રીરામના વિયોગની ચિંતાને તે વિસરી ગઈ. ||૧૦ના
સીતા-સ્નેહ નિહાળી નયને મંદોદરી કહે : “હું યાચું, અંબા-વિનતિ માની આજે ભોજન કર, કહું છું સાચું. તુજ પતિને તું નીરખી શકશે, ટકશે જો તુજ દેહ અહીં,
શરીર નભે આહારે, માટે લંઘન તું લંબાવ નહીં. ૧૧ અર્થ - સીતાની આંખોમાં પોતા પ્રત્યે સ્નેહ નિહાળીને મંદોદરી કહેવા લાગી : તારા પ્રત્યે મારી આ યાચના છે કે અંબા એટલે માતાની વિનતિને માનીને તું આજે ભોજન કર. હું આ તને સાચું કહું છું.
જો તારો આ દેહ ટકશે તો તારા પતિને પણ તું જોઈ શકીશ. આ શરીર આહારથી નભે છે. માટે હવે તું આ લંઘન એટલે ઉપવાસને લંબાવ નહીં, પારણું કરી લે. ||૧૧||
પતિદર્શનનો સંભવ કર્દીયે હોય ન તો પછ તપ તપવાં, મુજ વિનતિ નહિ માને તું તો ભોજન માટે સૌ તજવા.” સુણી સીતા વિચારે, “માતા નથી પણ મા સમ પ્રેમ ઘરે.'
સ્નેહસહિત મંદોદરી-ચરણે દ્રષ્ટિ દઈ તે નમન કરે. ૧૨ અર્થ - પતિના દર્શનનો કોઈ દિવસે સંભવ ન જ હોય તો પછી તમને તપવા જોઈએ. મારી આ વિનતીને તું નહીં માને તો હું પણ સર્વ પ્રકારના ભોજનનો ત્યાગ કરીશ.
આવી વાત સાંભળીને સીતા વિચારવા લાગી કે માતા નથી પણ માતાની સમાન જ મારા ઉપર પ્રેમ ઘરે છે. તેથી સ્નેહપૂર્વક મંદોદરીના ચરણમાં દ્રષ્ટિ દઈને તે તેમના ચરણમાં નમી પડી. ૧૨ા.
આસ-દુખે દુખ ઘરોં મંદોદરી લંકા નગર ભણી ચાલી; અણુમાને વિદ્યાબળથી રક્ષકને નિદ્રા અતિ આલી. કપિરૂપે તે સીતા સામે વિનય સહિત આવી બોલે :
“રામચંદ્રનો સેવક છું, લ્યો પત્ર;” લઈ સીતા ખોલે. ૧૩ અર્થ :- આત એટલે સ્વજન. સીતાને પોતાનું સ્વજન માનીને તેના દુઃખે મનમાં દુઃખ ઘરતી.
Page #131
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫૦૩
મંદોદરી લંકા નગર ભણી ચાલી. ત્યારબાદ હનુમાને પોતાના વિદ્યાબળથી વનના રક્ષકોને અત્યંત નિદ્રા આપી. પછી હનુમાને પણ પ્લવગ નામની વિદ્યાથી પોતાનું બંદર જેવું રૂપ બનાવી તે સીતા સામે આવી વિનયપૂર્વક કહેવા લાગ્યો : હું શ્રી રામચંદ્રજીનો સેવક છું. આ તેમનો પત્ર છે તે લ્યો. તે લઈને સીતાએ તે ખોલી જોયો. ૧૩]
સર્વ શોક વીસરી ગઈ સીતા પત્ર વાંચી હર્ષિત થતી સ્નેહનજર કરી કર્યો. દૂતનેઃ “પિતા તુલ્ય ઉપકારમતિ, ğવિતદાન દીધું સંકટમાં, નથી બદલો કંઈ દઈ શકતી,” કષિ કળૅ કર ઘરી દઈ વદતો : 'રામચંદ્ર મુજ અધિપતિ- ૧૪
અર્થ :— તે પત્ર વાંચીને સીતા સર્વે શોકને વિસરી ગઈ; અને હર્ષિત થતી સ્નેહભરી નજરે તે દૂતને કહેવા લાગી કે તમે તો મારા પિતા તુલ્ય ઉપકારબુદ્ધિવાળા છો.
તમે મને આવા સંકટમાં જીવિતદાન આપ્યું છે. તેનો હું કંઈ બદલો આપી શકતી નથી. એવું સાંભળવાનું બંધ કરવા માટે પવનપુત્ર હનુમાન કાનો ઉપર હાથ ઘરીને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો મારા અધિપતિ છે, અર્થાત્ મારા રાજા છે, સર્વોપરિ છે. ।।૧૪।
તેથી મુજ માતા સમ માનું, અન્ય કલ્પના અણઘટતી, આજે માતાજી, લઈ ચાલું એવી છે મુજમાં શક્તિ; પણ આજ્ઞા ની રામચંદ્રની, પોતે લડવા નીકળશે, રાવણ હર્ષી લંકાની લક્ષ્મી લઈ માતાજીને મળશે. ૧૫
અર્થ :— તેથી સીતાજી તમને હું મારા માતા સમાન માનું છું, બીજી કલ્પનાઓ આ વિષે કરવી તે
=
અટિત છે. આજે માતાજી, હું તમને અહીંથી લઈને જઈ શકું છું એવી શક્તિ મારામાં છે.
પણ શ્રીરામચંદ્રજીની મને એવી આજ્ઞા નથી. પોતે સ્વયં લડવા માટે આવશે. અને દુષ્ટ એવા રાવણને હણી, લંકાની લક્ષ્મી મેળવી, પછી માતાજી તમને મળશે. ।।૧૫।।
કરી પરાક્રમ વરી કીર્તિને ત્રણે ખંડના પતિ બનશે, માટે શોક તજી માતાજી, ભોજન લ્યો, સૌ શુભ થશે.” ઉદાસીનતા તર્જી ભોજન કરી સીતા દૂત વિદાય કરે, હનુમાન ઉતાવળથી ઊર્ડી રામચરણમાં શિર થશે. ૧૬
અર્થ :- શ્રીરામ પરાક્રમ કરીને ત્રણે લોકમાં કીર્તિને વી ત્રણે ખંડના અધિપતિ બનશે. માટે માતાજી શોક તજીને તમે આ ભોજન લ્યો. પ્રભુ કૃપાએ બધુ સારું થશે.
હવે ઉદાસીનતાને તજી ભોજન કરીને સીતાજીએ દૂતને વિદાય કર્યો. હનુમાને પણ ઉતાવળથી ઊડી આવી શ્રીરામના ચરણમાં પોતાનું વિનયપૂર્વક મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ॥૧૬॥
પ્રસન્ન વદન નીરખી હનુમાનનું રામ પ્રમોદ સહિત પૂછે :“સતી સીતા મુજ પ્રાણપ્રિયા તેં દીઠી? ક્ષેમકુશળ તે છે?’” ઉત્તર દૂત કે અતિ વિસ્તારે, રઘુપતિમ્ન રંજન કરતો : “સ્વભાવથી અભિમાની રાવણ ચક્રરત્નનો મદ ઘરતો. ૧૭
Page #132
--------------------------------------------------------------------------
________________
૫ ૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - હનુમાનનું પ્રસન્ન વદન એટલે મુખ જોઈને શ્રીરામ પ્રમોદસહિત પૂછવા લાગ્યા કે મુજ પ્રાણપ્રિયા સતી સીતાને જોઈ? તે ક્ષેમકુશળ છે? તેનો ઉત્તર હનુમાને અતિ વિસ્તારથી આપ્યો. તેથી રઘુકુળના પતિ શ્રીરામનું મન રંજિત થયું. ફરી કહેવા લાગ્યા કે રાવણ સ્વભાવથી તો અભિમાની છે જ. તેમાં વળી ચક્રરત્ન પ્રગટ થવાથી તે અભિમાનના મદમાં વૃદ્ધિ થવા લાગી છે. છેલ્લા
અપશુકન-સૂચક ઉત્પાતો લંકામાં ઉત્પન્ન થતા, રામવિજયનાં ચિહ્ન ગણું તે રાવણ-મૃત્યું સૂચવતા. વિદ્યાઘર સેવક તેના સૌ નિપુણ બહું, વિચાર કરો,
તમે ગમે તે રીતે સીતાને તુર્ત લાવવા ચિત્ત ઘરો.” ૧૮ અર્થ - અપશુકનને સૂચવનારા અનેક ઉત્પાતો લંકામાં થયા છે, તેને હું રાવણની મૃત્યુના સૂચક ગણું છું. અને શ્રી રામની વિજયના તે ચિહ્ન માનું છું.
રાવણના સર્વ વિદ્યાઘર સેવકો બહુ કુશળ છે. માટે સર્વ વાતનો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરી જેવી રીતે શક્ય હોય તેમ, ગમે તે રીતે સીતાજીને શીધ્ર લાવવાનો નિશ્ચય કરવો જોઈએ. /૧૮ના
સુણી વાત તે હનુમાનને સેનાનાયક રામ કરે, સુગ્રવને યુવરાજપટ્ટ દે, અંગદ કહે તે ચિત્ત ઘરે; અંગદ કહે: હે! દેવ, ત્રિવિઘ નૃપ: ઘર્મજયી ને લોભજયી
અસુરજયી; રાવણ સમ માગે દંડ-ભેદ ઉપાય-જયી. ૧૯
- હનુમાનની બધી વાત સાંભળી યોગ્ય વિચાર કરીને હનુમાનને શ્રીરામે સેનાપતિ બનાવ્યા. અને સુગ્રીવને યુવરાજપદ આપ્યું. અને અંગદમંત્રી જે કહેવા લાગ્યા તે તરફ શ્રીરામે પોતાનું ચિત્ત કર્યું. અંગદ કહે : હે દેવ! રાજા ત્રણ પ્રકારના હોય છે. ઘર્મજયી, લોભજયી અને અસુરજયી. તેમાં રાવણ તો ત્રીજો અસુરજયી રાજા હોવાથી ભેદ અને દંડની આ બે નીતિને જ લાયક છે, તો પણ ક્રમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ||૧૯યા.
લોભજયી દાને રીઝે છે, ઘર્મજયી સહ સામ ઘટે; તોપણ સામ પ્રથમ ક્રમ સૌમાં, સમજ ફરે તો કલહ મટે. સેનાપતિ જઈને સમજાવે તો તે કાર્ય તુરત પતશે,
શાસ્ત્રજ્ઞો વિદ્યાબળવાળા વિરલા તેવા નર જડશે.” ૨૦ અર્થ - લોભજયી રાજા દાન આપવાથી રીઝે છે. ઘર્મજયી રાજાની સાથે સામ એટલે શાંતિનો વ્યવહાર કરવો જોઈએ. તો પણ સામ-દામ-દંડ-ભેદ-નીતિના ક્રમમાં સૌથી પ્રથમ સામ એટલે શાંતિપૂર્વક સામાપક્ષને સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે સમજી જાય તો ક્લેશના કારણો પણ મટી જાય છે.
સેનાપતિ જઈને રાવણને સમજાવે તો સીતાને મેળવવાનું કાર્ય તુરત પતી જશે. આપણા સેનાપતિ હનુમાન જેવા શાસ્ત્રને જાણવાવાળા કે વિદ્યાબળવાળા ચતુર નર બીજા કોઈ વિરલા જ મળશે. ||૨૦ના
રામચંદ્ર કહેઃ “કાર્યકુશળ હનુમાન સમાન ન કોઈ દીસે, પ્રભાવશાળી માર્ગ, નહિ તણાય તે પરતેજ વિષે, શત્ર પ્રતિ વર્તનની નીતિ યથાર્થ રીતે તે સમજે; માટે વિર હનુમાન, પ્રથમ તું શીધ્ર વિભીષણ પાસ જજે. ૨૧
Page #133
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૦ ૫
અર્થ :- શ્રીરામચંદ્રજી કહેવા લાગ્યા : આ કાર્યમાં કુશળ હનુમાન સમાન બીજો કોઈ દેખાતો નથી. તે પ્રભાવશાળી, લંકાનો માર્ગ જાણનાર અને બીજાના પ્રભાવમાં તણાય એમ નથી.
શત્ર પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ તેની યથાર્થ નીતિ પણ એ જાણે છે, માટે વીર હનુમાન લંકામાં જઈને પહેલા વિભીષણને મળજે, મારા
કહેજેઃ “અહીં આપ જ ઘર્મજ્ઞ, સુજ્ઞ, વિવેકી, Èરદર્શી, કુલ-કીર્તિ-રક્ષક, હિતચિંતક, વાત વિચારો તલસ્પર્શી : રાવણ સીતા-હરણ કરી અન્યાય અને અપકીર્તિ વરે,
કલ્પકાળ તક કલંક કુળને લાગે તેવું કામ કરે. ૨૨ અર્થ :- વિભીષણને કહેજે કે આ લંકામાં તમે જ ઘર્મશ, સજ્જન પુરુષ. વિવેકી અને દરદર્શી હોવાથી અન્યાયપૂર્ણ કાર્યનું ભવિષ્યમાં શું ફળ આવશે તેના જાણનાર છો. કુળની કીર્તિ બનાવી રાખવાના તમે રક્ષક સમાન છો, બઘાના હિતચિંતક છો, માટે હું કહું તે વાતને જાણીને તેનો તલસ્પર્શી ઊંડો વિચાર કરો. તમારા મોટાભાઈ રાવણ સીતાનું હરણ કરીને અન્યાય અને અપકીર્તિને પોષણ આપે છે તથા કલ્પાન્તકાળ સુધી કુળને કલંક લાગે તેવું કામ કરે છે. /૨૨ાા
રતિમોહિત રાવણ સમજાવી, સલાહ દ્યો સીતા તજવા, પાપ-કલંક-કલહનું કારણ તુર્ત ચહો નિર્મૂળ કરવા;' આમ વિભીષણ સામ વચનથી સત્ય વાત લે સ્વીકારી,
તો સૌ શત્રુ શરણે આવ્યા, સીતા-મિલન પણ લે ઘારી.” ૨૩ અર્થ - વળી વિભીષણને કહેજે કે રતિમોહિત એટલે કામાસક્ત રાવણને સમજાવી સીતાને પાછી આપી દેવાની તમે સલાહ આપો. પાપનું કલંક વહોરવું તે ક્લેશનું કારણ છે માટે તેને નિર્મળ કરવાનો ઉપાય શીધ્ર ઇચ્છો. આમ શાંતિના વચનથી વિભીષણ જો સત્યવાતને સ્વીકારી લે તો સૌ શત્રુ શરણે આવ્યા અને સીતાનું મિલન પણ થઈ ગયું એમ સમજી લેવું. ૨૩
લઈ સંદેશો દૂત બની હનુમાન વિભીષણને મળિયા, સવિનય સંદેશો દઈ વદતા : “રામ અને લક્ષ્મણ બળિયા; કરોડ સાડા ત્રણ વિદ્યાઘર, અપાર ભૂમિગોચરી સેના,
સજ્જ થઈને સાગરતીરે આવે ખબર સુણો તેના. ૨૪ અર્થ - શ્રીરામનો આવો સંદેશો લઈ દૂત બનીને હનુમાન લંકા જઈ વિભીષણને મળ્યા. વિનયપૂર્વક ઉપરોક્ત સંદેશો આપીને હનુમાન કહેવા લાગ્યા કે શ્રીરામ અને લક્ષ્મણ વર્તમાનમાં બળવાન પુરુષો છે.
સાડા ત્રણ કરોડ વિદ્યાઘર અને અપાર ભૂમિગોચરોની સેના સજ્જ થઈને સમુદ્રના તીરે આવી રહી છે તેના ખબર સાંભળો. રજા
સમજીને સીતા નહિ સોંપે તો કુલક્ષય કરનાર થશે, લંકાની લક્ષ્મી સહ સીતા, રાવણને હણી તે હરશે. સુજ્ઞ ગણીને રામચંદ્રજી આપ પ્રતિ અતિ પ્રેમ ઘરે;” સુણી વિભીષણ રાવણ પાસે દૂત સાથે જઈ વાત કરે : ૨૫
Page #134
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - રાવણ સમજી સીતાને પાછી નહીં સોંપી દે તો આવા કામથી તે કુલનો ક્ષય કરનાર થશે અને શ્રીરામ રાવણને હણી લંકાની લક્ષ્મી સાથે સીતાને લઈ જશે. વિભીષણને હનુમાને કહ્યું કે શ્રીરામ તમને સુજ્ઞ એટલે સારી રીતે નીતિના જાણકાર માનીને આપ પ્રત્યે અત્યંત પ્રેમ રાખે છે. આ વાત સાંભળીને વિભીષણ હનુમાન સાથે રાવણ પાસે જઈને વાત કરવા લાગ્યા. //પાના
“પ્રિય ભાઈ, દૂત રામચંદ્રનો આવ્યો છે વિનતિ કરવા,” ભેટ ઘરી હનુમાન વદે ત્યાં: “કૃપા કરો વિનતિ ફળવા; દિન દિન વઘતા પુણ્યપ્રભાવે રામ અયોધ્યામાં વસતા,
આપ અખંડ ત્રિખંડપતિને કુશળ સમાચારો પૂંછતા. ૨૬ અર્થ - વિભીષણે રાવણને કહ્યું : પ્રિય ભાઈ, આ રાજા રામચંદ્રનો દૂત તમને વિનંતી કરવા માટે આવ્યો છે. ત્યારે હનુમાન પણ ભેટ ઘરીને રાવણ પ્રત્યે બોલ્યા કે મારી વિનતિને ફળીભૂત કરવા કૃપા કરશો. પ્રતિદિન પુણ્યપ્રભાવે વઘતા શ્રીરામ અયોધ્યામાં રાજ્ય કરતા વિરાજે છે. તેમણે મને અહીં દૂતરૂપે મોકલ્યો છે. તે આપ જેવા અખંડ ત્રણ ખંડના પતિને પ્રથમ કુશળ સમાચાર પૂછે છે. IFરકા.
વિદિત કરે : “બીજાની જાણી આપે સીતા છે આણી, પણ તે તો છે મુજ પટરાણી; પાછી મોકલો, નહિ હાણી.” નહિ તો વિનમિ-વંશ-શિરોમણિ મહાપુરુષને અણઘટતું,
કર્મ ઘર્મ ને શર્મ વિઘાતક, પાપ પ્રગટ આ હડહડતું. ૨૭ અર્થ :- વળી શ્રીરામચંદ્ર રાજા આપને જણાવે છે કે આપે ભૂલથી સીતાને બીજા કોઈની જાણીને આણી છે, પણ તે તો મારી પટરાણી છે. માટે તેને પાછી મોકલી આપો, તો એમાં કંઈ હાનિ થઈ ગઈ એમ માનીશું નહીં. જો સીતાને પાછી નહીં મોકલો તો વિનમિ વંશના શિરોમણિ અને મહાપુરુષ જેવા આપનું આ અઘટિત કાર્ય, ઘર્મ અને શર્મ એટલે સુખનું વિઘાતક એટલે વિશેષ પ્રકારે ઘાત કરનાર બનશે; અને આ હડહડતું પ્રગટ પાપ જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામશે. ||રા
સાગરનાં મોજાં મળ ત્યાગે, તેમ સીતા તજવા જેવી.” રાવણ કહે: “નથી આણી અજાયે આશ સીતાની તર્જી દેવી; માગ્યાથી તે નથી મળવાની ચક્રરત્ન સહ ર્જીતી લેવી.”
મનમાંહીં હનુમાન હસેઃ “તક “તથાસ્તુ' ઝટ વદવા જેવી.” ૨૮ અર્થ – જેમ સાગરના મોજાં સમુદ્રના મળને કિનારા ઉપર ફેંકી દે છે તેમ સીતા પણ પરસ્ત્રી હોવાથી તજવા જેવી છે. ત્યારે રાવણ કહે હું એને અજાણપૂર્વક નથી લાવ્યો, જાણીને લાવ્યો છું; માટે સીતાની આશાને સર્વથા તજી દેવી. માગ્યાથી તે મળવાની નથી. સીતાને મેળવવી હોય તો અહીં આવી મને જીતી ચક્રરત્ન સાથે લઈ જાય. રાવણના નાશસૂચક આવા શબ્દો સાંભળીને હનુમાન મનમાં હસવા લાગ્યા કે આ તક ‘તથાસ્તુ' એટલે એમ જ હો એમ કહીને ઝડપી લેવા જેવી છે. ૨૮
પણ દંત-કાર્ય સ્મરી કહે મીઠા વચનેઃ “સીતા સોંપી દ્યો, પરસ્ત્રી-હરણ વિષે શી શોભા? કપટ પ્રગટ સુંઘારી લ્યો.”
Page #135
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૩
રાવણ હે, “એ ભૂલ જનકની, કેમ રામને પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી, મને યોગ્ય તે અહીં આવી. ૨૯
અર્થ :— પણ હનુમાન પોતાના દૂતકાર્યનું સ્મરણ કરીને મીઠા વચને કહેવા લાગ્યા : સીતા સતીને સોંપી ઘો. પરસ્ત્રીનું હરણ કરવું એ કંઈ શૂરવીરની શોભા નથી. સીતાને માયાવડે છેતરીને તમે લાવ્યા છો. આ કપટ પ્રગટ જગજાહેર છે. માટે આ થયેલ ભૂલને સીતાને પાછી સોંપી સુધારી લો.
ત્યારે રાવણ કહે આ ભૂલ જનકરાજાની છે. તેણે સીતા રામને કેમ પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી છે. તે મને યોગ્ય છે; માટે હું તેને અહીં લાવ્યો છું. ।।૨૯।।
યોગ્યગ્રહણમાં અપકીર્તિ શી? સર્પ-ફણા પર મણિ ગણી, સીતા લેવા સાહસ કરતો, બુદ્ધિ બગડી રામ તણી. કહે વિભીષણ : ‘વાદ નિરર્થક કરવાથી નહિ કાંઈ વળે, આર્ય અકાર્ય કરી ન સુધારે તો પસ્તાવે વ્યર્થ બળે.” ૩૦
૫૦૭
અર્થ :— ફરી રાવણ કહેવા લાગ્યો ઃ મારા યોગ્ય વસ્તુને ગ્રહણ કરવામાં અપકીર્તિ શું? દૃષ્ટિ વિષ સર્પની ફણા ઉપર રહેલ મણિને કોઈ લેવા ઇચ્છે તો તેનું મરણ જ થાય તેમ સીતાને લેવા રામ સાહસ કરે છે તે તેની બુદ્ધિ બગડી ગઈ જણાય છે. ત્યારે વિભીષણ હનુમાનને કહેવા લાગ્યા : હવે નિરર્થક વાદ કરવાથી કાંઈ વળે તેમ નથી. આર્ય થઈ અકાર્ય કરીને પણ તેને સુધારે નહીં તો અંતે પોતાના અકાર્યમાં કરેલ વ્યર્થ બળથી તેને પસ્તાવું જ પડશે. ।।૩૦||
છે! હનુમાન, જતો અે પાછો, નિહ તો વાત વધી જાશે, લંકાપતિના ક્રોંઘાનલથી રાખ રખે તું ઝટ થાશે.” હનુમાન કહે : 'કામાંઘ ન દેખે પુછ્યપુંજ નિજ પ્રજ્વલતો, સતી સીતાના નિઃસાસાથી સળગ્યું આ રાક્ષસકુળ, જો.” ૩૧
અર્થ :— વળી વિભીષણ કહે : હે હનુમાન, તું પાછો પોતાના ઘરે જતો રહે. નહીં તો વાત નિરર્થક વધી જશે અને આ લંકાપતિ રાવણની ક્રોધાગ્નિથી રખે ને તું શીઘ્ર રાખ બની જશે. ઉત્તરમાં વિભીષણને હનુમાને કહ્યું : કામથી અંધ થયેલો પ્રાણી પોતાના પ્રજ્વલિત થતાં પુણ્યપુંજને નથી જોઈ શકતો, તેમજ સતી સીતાના નિઃસાસાથી પોતાનું રાક્ષસકુળ પણ સળગી ગયું છે તેનું પણ તેને ભાન આવતું નથી. ।।૩૧।।
એમ કરી ઊડ્યો ગગને તે શીઘ્ર સીતા પાસે આવી, સમાચાર સીતાના લઈ જઈ, કહે રામને સમજાવીઃ “દુરાગ્રહી. રાવણ નહિ કોઈ રીતે સીતાજી તજશે, તેથી યુદ્ધ ત્વરાથી કરવા તૈયારી કરવી પડશે.’’૩૨
અર્થ :– એમ કહીને હનુમાન ત્યાંથી આકાશમાં ઊડીને શીઘ્ર સીતા પાસે આવ્યો. તેમના સમાચાર લઈ જઈ રામને બધી હકીકત સમજાવીને કહેવા લાગ્યા કે દુરાગ્રહી રાવણ કોઈ રીતે પણ સીતાજીને તજશે નહીં. માટે તેની સાથે યુદ્ધ કરવાની તૈયારી શીઘ્ર કરવી પડશે. ।।૩૨।।
*
Page #136
--------------------------------------------------------------------------
________________
૫ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રઘુકુળ-કેસરી રામ હવે ચતુરંગી સેના સજ્જ કરે; વર્ષાકાળ વીતે ત્યાં લગી તે ચિત્રકૂટે વનવાસ ઘરે. ગ્રીષ્મઋતુ વિરહાગ્નિ સમ સંતાપ દઈ સંતાઈ ગઈ,
ગાજવીજે વર્ષો ચઢી આવી ઘન-ગજ-સૈન્ય-સમૂહ લઈ. ૩૩ અર્થ :- રઘુકુળમાં સિંહ સમાન શ્રીરામ હવે ચતુરંગી સેના સજ્જ કરે છે. વર્ષાકાળ વ્યતીત થાય ત્યાં સુધી ચિત્રકૂટ વનમાં જ નિવાસ કરે છે.
ગરમીની ઋતુ તો સીતાની વિરહાગ્નિ સમાન સંતાપ દઈને સંતાઈ ગઈ. અને હવે ગાજવીજ સાથે વાદળારૂપી હાથીઓની સેનાનો સમૂહ લઈને વરસાદ ચઢી આવ્યો. ૩૩ાા
મુશળ-ઘાર વૃષ્ટિ થઈ, વહેવા લાગ્યા વારિ-પ્રવાહ બળે, તાપશત્રુને વેગસહિત હાકલ દઈ જાણે તે શોધે! સપુરુષો નિંદા-સ્તુતિનાં વચન સુણે છે સમભાવે,
તેમ ટેકરા-ખાડા ઢાંકી સલિલ સપાટી દર્શાવે. ૩૪ અર્થ - મુશળઘાર વરસાદ થયો. પાણીના પ્રવાહ બધે વહેવા લાગ્યા. તે પાણી વેગ સાથે વહીને જાણે તાપરૂપી શત્રુને હાકલ દઈને શોઘતો હોય તેમ જણાયું.
પણ શ્રીરામ જેવા પુરુષો તો નિંદા કે સ્તુતિના શબ્દોને સમભાવે સાંભળે છે. તેમ સલિલ એટલે પાણી પણ ટેકરા હો કે ખાડા હો, બન્નેને સરખી રીતે ઢાંકી ઉપરથી સપાટરૂપે જ નજરે પડે છે. //૩૪
સ્વર્ગીય પુલ સમ સુંદર રંગે ઇન્દ્રઘનુ શુતિ રમ્ય ઘરે, રામ-સૈન્યને કાજે જાણે ગગનમાર્ગ તૈયાર કરે. એવામાં વાલી પાસેથી દંત આવી નમી વાત કહે :
“પૂજ્યપાદ નૃપ રઘુકુળ-દીપક મુજ સેવા-સ્વીકાર ચહે, ૩૫ અર્થ :- વર્ષાઋતુમાં ઇન્દ્રઘનુષ જાણે સ્વર્ગમાં જવાનો પુલ હોય નહીં તેમ સુંદર રંગથી વિભૂષિત થઈને તેની યુતિ એટલે તે જ કાંતિની રમ્ય એટલે રમણીયતાને પ્રદર્શિત કરે છે. તે જાણે શ્રીરામની સેનાને આકાશમાં જવા માટેનો માર્ગ તૈયાર કરતો હોય એમ જણાય છે.
એવામાં વાલી નામના વિદ્યાઘર રાજા પાસેથી દૂત આવી શ્રીરામને નમીને વાત કહેવા લાગ્યો કે રઘુકુળના દીપક પૂજ્યપાદ શ્રીરામચંદ્ર મહારાજ મારી સેવાનો સ્વીકાર કરે. ૩૫
તો સુગ્રીવ-હનુમાન તજી દે, મુજ મૈત્રીથી કાજ સરેઆજ જ મુજ ભુજબળ ને વિદ્યા રામ સમીપ સીતાઓં ઘરે.” દૂત વિસર્જન કરી અંગદની સલાહ લેવા રામ પૅછે;
અંગદ તેનો ઉત્તર દે તે સંશય મનના સૌ લૂછે : ૩૬ અર્થ :- વળી મારી સેવાને સ્વીકારવા ઇચ્છતા હોય તો સુગ્રીવ અને હનુમાનની સેવાને ત્યજી દે. મારી સાથે મિત્રતા કરવાથી શ્રીરામના કાર્યની સિદ્ધિ થઈ જશે. આજે જ મારા ભુજબળ અને વિદ્યાના બળે લંકા જઈ રાવણનું માન ભંગ કરી સીતાજીને રામ પાસે લાવીને મૂકી દઉં.
વાલીના દૂતને દૂર રાખી શ્રીરામ આ વિષયમાં અંગદને પોતાનો અભિપ્રાય જણાવવા પૂછવા
Page #137
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
લાગ્યા. ત્યારે અંગદે તેનો ઉત્તર આપ્યો તે મનના સર્વ સંશયને નષ્ટ કરે એવો હતો. ॥૩૬॥
“રાવણ તો શત્રુ થઈ ચૂક્યો; મિત્ર-શત્રુ વાલી જાણો, રાવણને મળી જાય પછી તો દુર્જય ઉભય બને માનો; વાલીને પહેલો વશ કરવો દૂત મોકલી છંછેડો, હાથી દર્દી લંકામાં લડવા અહીં આવવાને તેડો. ૩૭
અર્થ :- અંગદ કહે : રાવણ તો સીતાને હરવાથી આપણો શત્રુ થઈ ગયો, અને આ વાલીને આપણા મિત્ર થયેલા સુગ્રીવ અને હનુમાનનો શત્રુ જાણો. હવે આ વાલીનું કહેલું નહીં માનીએ તો તે રાવલ સાથે મળી જશે અને શત્રુની શક્તિ વધી જવાથી ભય એટલે બેયને જીતવામાં આપણને વિશેષ મુશ્કેલી પડશે. માટે પહેલા વાલીને વશ કરવાથી રાવણનો પરાજય સરળતાથી કરી શકાશે. પ્રથમ આપણો દૂત મોકલી વાલીને છંછેડો કે તમારો મહામેઘ નામનો શ્રેષ્ઠ હાથી છે તે અમને સમર્પિત કરી લંકામાં લડવા જવા માટે અહીં આવીને રહો. ।।૩ના
પછી શક્તિ સંપત્તિ વધશે રાવણ-નાશ થશે સોલો.'' રામચંદ્રની સંમતિ મળતાં વાષિદૂત તેડ્યો ખેલો; રામ કહે : “ઠે! દૂત, અમારો દૂત વાહિનૃપ સીપ જશે, ‘ગજ નિજ દઈ સુસજ્જ થવા' સંદેશો દઈ ઘટતું કરશે.” ૩૮
૫૦૯
અર્થ :— આમ કરવાથી આપણી સૈન્ય શક્તિ અને સંપત્તિ પણ વધશે અને રાવણનો નાશ કરવો સહેલો થઈ પડશે. આ કાર્યમાં શ્રીરામચંદ્રની સંમતિ મળતાં, આવેલ વાલીના દૂતને પહેલાં બોલાવ્યો.
તેને શ્રીરામે કહ્યું : હૈ દૂત, અમારો દૂત વાલી રાજા પાસે જશે. તે વાલીરાજાને પોતાનો મહામેઘ હાથી અમને આપીને રાવણ સામે લડાઈમાં જવા માટે સુસજ્જ થવા જણાવશે. અને તમારી ઇષ્ટ વાતની ચર્ચા ત્યાર પછી થશે એવો સંદેશો તમારા રાજાને દઈ તે દૂત ઘટતું કરશે. II૩૮।।
બન્ને દૂતની વાત સુણી વાલી વિચાર કરે. આવો ઃ— “રાવણ આગળ વિનયવચન છે, મુજને કહે હાથી લાવો.' રામ-દૂત કહે : “પરસ્ત્રીલંપટ રાવણ મરણ-શરણ લેશે,
પણ જો આપ ચો જીવન તો રામ-શરણ શાંતિ દેશે.' ૩૯
અર્થ :– બન્ને દૂતની વાત સાંભળીને વાલી કહેવા લાગ્યો કે રામ રાવણ આગળ તો સીતાને મેળવવા વિનયપૂર્વક વચન કહેવડાવે છે અને મને કહે છે કે હાથી લઈને રાવણ સાથે લડવા આવો.
રામના દૂતે તેના ઉત્તરમાં કહ્યું કે પરસ્ત્રીમાં લંપટ રાવણ તો મરણનું શરણ લેશે, પણ આપ જો જીવવા ઇચ્છતા હો તો રામનું શરણ આપને શાંતિનું કારણ થશે. ।।૩ા
ક્રોઘ કરી વાલી બોલે : “જા દૂત, કહે તુજ સ્વામીને, જીવવાની ઇચ્છા રાખે તો આશા ગજની ત્યાગી કે. નહિ તો યુદ્ધ કરે મુજ સાથે, હવે નથી બીજો આરો; બર્ચ, બનારસ પાછો જઈ જો રહે બની સેવક મારો.'૪૦
અર્થ :– હવે ક્રોઘ કરીને વાલી બોલ્યો : જા દૂત ચાલ્યો જા. તારા સ્વામીને એમ કહેજે કે તું
Page #138
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જીવવાની ઇચ્છા રાખતો હોય તો મહામેઘ હાથીની આશા ત્યાગી દે.
નહીં તો મારી સાથે યુદ્ધ કર. હવે તો બનારસ પાછો જઈ મારો સેવક બનીને રહે તો જ બચી શકે. નહીં તો બચવાનો એના માટે બીજો કોઈ આરો નથી. II૪૦ાા.
દૂતે આવી, વાત કહી સૌ; રામ સજાવે લક્ષ્મણને, વાલિ-બૃહ છે ક્રિીડાંગણ સમ સુગ્રીવ ને હનુમાન-મને.” વાલી-સેનાને વન પેઠે લક્ષ્મણ કાપે ક્રોઘ કરી,
જાતે વાલી સામે આવ્યો કે શિર ફળ સમ જાય ગરી. ૪૧ અર્થ - વાલીને ત્યાંથી દૂતે આવીને બધી વાત કરી ત્યારે શ્રીરામે લક્ષ્મણને સેનાનાયક બનાવી વાલીને જીતવા માટે સજ્જ કર્યો. વાલીની કરેલી વ્યુહરચનાને તોડવી તે સુગ્રીવ અને હનુમાનને મન રમત સમાન હતી. વાલીની સેનાને લક્ષ્મણ ક્રોઘ કરીને જાણે વજ વડે વનને કાપતા હોય તેમ કાપવા લાગ્યા. સેના નષ્ટ થઈ ત્યારે વાલી પોતે સામે આવ્યો કે લક્ષ્મણે કાન સુધી ખેંચીને તીક્ષ્ણ સફેદ બાણ મારવાથી વાલીનું શિર તાડના ફળની જેમ કપાઈને ઘડ પરથી નીચે પડી ગયું. [૪૧].
સુગ્રીવ પામ્યો અધિપતિપદ કે રામચંદ્ર પાસે આવ્યો, ભક્તિભાવ સહિત સર્વેને કિષ્ક્રિઘા તેડી લાવ્યો. ચૌદ અક્ષૌહિણી સેનાબળ સહ રામ શશી સમ શોભી રહે,
શરદ ઋતુનું નિર્મળ નભ પણ “યુદ્ધ-યોગ્ય આ કાળ” કહે. ૪૨ અર્થ:- હવે સુગ્રીવ શ્રીરામ લક્ષ્મણની કૃપાથી પોતાના ગયેલ યુવરાજપદને બદલે પિતાનું સંપૂર્ણ રાજ્ય પામી રાજા થયો. તેથી શ્રી રામચંદ્ર પાસે આવીને ભક્તિભાવ સહિત બઘાને કિષ્ક્રિઘા નગરીમાં તેડી લાવ્યો. ત્યાં ચૌદ અક્ષૌહિણી સેનાબળ સાથે શ્રીરામ ચંદ્રમા સમાન શોભી રહ્યાં છે. એક અક્ષૌહિણી સેનાદળમાં ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા અને ૧,૦૯,૩૫૦ પાયદળનો સમૂહ હોય છે. એનાથી ચૌદ ગણી સેનાના શ્રીરામ નાયક થયા. હવે વર્ષાઋતુ પૂરી થઈને શરદઋતુ જે આસો માસથી કાર્તિક માસ સુધી હોય છે, તે આવી ગઈ. તે સમયે નિર્મળ આકાશ પણ જાણે આ કહેતું હતું કે હવે યુદ્ધ કરવાને માટે આ યોગ્ય સમય છે. ૪રા
જગતુપાદ પર્વત પર લક્ષ્મણ સસ દિવસ ઉપવાસ કરે, પ્રજ્ઞસ્વાદિક વિદ્યા સાથી; સુગ્રીવ પણ તે ચિત્ત ઘરે. રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે વીર ઘણા,
પ્રલયકાળ સમ સેના સાથે પંથ વટાવે લંક તણા. ૪૩ અર્થ :- જે જગત્પાદ નામના પર્વત ઉપર શિવઘોષ મુનિ મોક્ષે પઘાર્યા તે જ પર્વત ઉપર જઈને લક્ષ્મણે સાત દિવસ સુધી ઉપવાસ કરીને પ્રજ્ઞપ્તિઆદિ વિદ્યાઓ સિદ્ધ કરી. સુગ્રીવે પણ તે પ્રમાણે કરીને વિદ્યા સાધ્ય કરી. હવે શ્રીરામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે ઘણા વીરો જેમાં છે એવી પ્રલયકાળ સમાન સેનાએ લંકા જવા માટે પંથ કાપવા માંડ્યો. ૪૩ાા
Page #139
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૧ ૧
કહે કુંભકર્ણાદિ સ્વજનો, રાવણને લંકાઢીપે - “ઉચ્ચ આપણા વંશ વિષે સૂરજ સમ આપ-પ્રતાપ દીપે;
એંઠ સમી પર-સ્ત્રી સંઘરવી લજ્જાસ્પદ સૌને લાગે,
નિર્મળ કુળ કલંકિત કરતી સીતા તજવા સૌ માગે.” ૪૪ અર્થ - હનુમાન જ્યારે લંકાથી પાછા ફર્યા કે કુંભકર્ણાદિ ભાઈઓ લંકાદ્વીપમાં રાવણને કહેવા લાગ્યા કે આપણા ઉચ્ચ વંશમાં આપનો સૂરજ સમાન પ્રતાપ દેદિપ્યમાન છે.
તેમાં એંઠ સમાન પરસ્ત્રીને ઘરમાં સંઘરવી તે અમ સૌને લજ્જાસ્પદ લાગે છે. આપણા નિર્મળ કુળને કલંકિત કરતી સીતા સતીને સૌ જન તજવા ઇચ્છે છે. ૪૪ો
મલિનમતિ રાવણ કહે : “આવે રામ લઈ લશ્કર લડવા, ભયથી સીતા સોંપી” એવું કલંક કેમ દઉં ચડવા? તૃણસમ તુચ્છ ગણો ભૂમિગોચરી, યોદ્ધા આપ સમાન નહીં,
ચક્રરત્નના ચાકર દેવો; કરી શકે શું રામ અહીં?” ૪૫ અર્થ :- સીતા સતીમાં આસક્ત મલિનમતિ રાવણ કહેવા લાગ્યો. રામ લશ્કર લઈને લડવા આવે છે એમ જાણીને ભયથી સીતાને સોંપી દઉં? એવું કલંક મારા પર કેમ ચડવા દઉં.
આ ભૂમિ ઉપર ચાલનારાઓને તૃણની સમાન તુચ્છ ગણો. આપના સમાન જગતમાં બીજા કોઈ યોદ્ધા નથી. અને વળી ચક્રરત્નની સેવા કરનારા તો દેવો છે. તો રામ અહીં આવીને શું કરી શકે? I૪પા
સાંખી શક્યો નહિ કથન અન્યાયી તેથી વિભીષણ પ્રગટ કહે : “સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતા નહિ કોણ લહે? વાલી વિદ્યાઘર બળવંતો, રમત માત્રમાં જેહ હણે,
તે શત્રુને તુચ્છ કહો તે કામઘેલછા સર્વ ગણે. ૪૬ અર્થ :- આવા રાવણના અન્યાયી વચનને વિભીષણ સાંખી શક્યો નહીં. તેથી પ્રગટપણે કહેવા લાગ્યો કે સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતાને કોણ નથી જાણતું.
બળવાન વાલી વિદ્યાઘરને તો જેણે રમતમાત્રમાં હણી નાખ્યો. તે શત્રુને તમે તુચ્છ કહો છો. એ તો તમે કામની ઘેલછા વડે બોલો છો એમ સર્વ માને છે. II૪૬ાા.
પરસ્ત્રી પાછી સોંપી દેતાં દોષ ગણો એ ન્યાય નહીં; પરસ્ત્રી-ગ્રહણ ગણાશે શૂરતા, આપ તણું દ્રષ્ટાંત લહી. ઘર્મપત્ની સહ વિષયભોગ પણ તજવા જેવી વય આવી;
તોપણ પરસ્ત્રી-લંપટતા, ના છૂટે એ ભૂંડું ભાવિ. ૪૭ અર્થ - તમે પરસ્ત્રીને પાછી સોંપવામાં દોષ ગણો છો એ ન્યાયપૂર્ણ વચન નથી. જગતમાં આપનું દ્રષ્ટાંત લઈને પરસ્ત્રી ગ્રહણ કરવામાં શૂરવીરતા છે એમ ગણાશે.
હવે તો ઘર્મપત્ની સાથે પણ વિષયભોગ તજવા જેવી વય આવી છે. તો પણ પરસ્ત્રી પ્રત્યેની લંપટતા ન છૂટે તો ભાવિ ઘણું ભૂંડું છે એમ માની લેવું. ૪શા
Page #140
--------------------------------------------------------------------------
________________
૫ ૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગુણ જ પુણ્ય ગણાયે જગમાં, પુણ્ય વડે સુખ સર્વ મળે; પરસ્ત્રી-હરણ મહા દુર્ગુણના પાપે લક્ષ્મી સર્વ ટળે. નારી નરકનું દ્વાર કહે છે” જ્ઞાની, હું શું અધિક કહું?
વ્રત લીઘેલું-મને ચહે નહિ તે સ્ત્રીને હું નહીં ચહું.”૪૮ અર્થ :- જગતમાં ગુણ જ પુણ્ય ગણાય છે. પુણ્યથી સર્વ સુખ મળે છે. પરસ્ત્રી હરણ એ મહા દુર્ગણ છે. એના પાપથી સર્વ પ્રકારની લક્ષ્મી નાશ પામે છે.
જ્ઞાની પુરુષો નારી પ્રત્યેના રાગને નરકનું દ્વાર કહે છે. તેથી વિશેષ હું પામર શું કહી શકું? તમે વ્રત લીઘેલું છે કે મને જે ઇચ્છે નહીં તે સ્ત્રીને હું પણ ઇચ્છીશ નહીં, તેને યાદ કરો. ૪૮
તે તોડો નહિ, ભવજળ તરવા વહાણ સમું વ્રત વિચારો; સતી સીતાનો શાપ ગ્રહી નિજ કુળ સકળ કાં સંહારો? સજ્જન પ્રાણ તજી વ્રત પાળે, આપ પાપ કરી પ્રાણ તજો,
કલ્પકાળ તક ટકનારું અપ-કીર્તિ-કારણ હજું સમજો. ૪૯ અર્થ :- વ્રતને તોડો નહીં. કેમકે તે એક જ વ્રત તમને સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારવા માટે જહાજ સમાન છે. તેનો વિચાર કરો. સતી સીતાના શાપને ગ્રહણ કરીને પોતાના સકળ કુળનો નાશ શા માટે કરો છો? સજ્જન પુરુષો પોતાના પ્રાણ તજીને પણ વ્રત પાળે છે અને આપ પાપ કરીને પ્રાણ તજવા તૈયાર થયા છો. આ પાપ કલ્પકાળ સુધી તમારી અપકીર્તિનું કારણ બનશે, માટે આ વાતને હજી સમજો. ૪૯ાા
સીતા દુહિતા કોની? એ અનુમાન કરો, સ્મરી નિજ કથા, ‘ભાન ભૂલે કામાંથ જનો’ એ સજ્જન વદતા સત્ય તથા. ગર્વ ઘટે નહિ ચક્ર તણો રે!પ્રતિનારાયણ-પ્રાણ હરે.
સતી સીતાને સોંપી દેતા ઘર્મ, નીતિ, કુલ સૌ ઊગરે.”૫૦ અર્થ :- આ સીતા કોની દુહિતા એટલે પુત્રી છે? એ તમારી પોતાની જ કથાને યાદ કરીને અનુમાન કરો. પણ કામથી અંધ થયેલા લોકો પોતાનું પણ ભાન ભૂલી જાય છે, અને જાણેલી વાતને પણ નહીં જાણ્યા સમાન ગણીને મૂકી દે છે; એમ સજ્જન પુરુષો કહે છે તે સત્ય છે.
તેમજ આ ચક્રનો પણ તમને ગર્વ ઘટે નહીં. કેમકે આ ચક્ર જ પ્રતિનારાયણના પ્રાણને હરનાર છે. જો તમે સતી સીતાને સોંપી દો તો ઘર્મ, નીતિ અને કુલ સૌનો ઉદ્ધાર થશે. આ૫વા
હિતવચનો સુણતાં કહે રાવણ કુદ્ધ થઈ, “હે! મૂઢમતિ, આગળ પણ તે ભરી સભામાં રામદૂત સહ કહ્યું અતિ; રાજદ્રોહ હર્નો કર્યા કરે છે; ભાઈ અવધ્ય ગણી ન હણું,
દેશનિકાલ દઉં છું તુજને, કહ્યું કોઈનું નહીં સુણું.”૫૧ અર્થ - આવા હિતકારી વચનોને સાંભળી રાવણ ક્રોધિત થઈ કહેવા લાગ્યો : હે મૂઢમતિ! આગળ પણ તે રામના દૂત સાથે મળીને સભામધ્યે નહીં કહેવા યોગ્ય મને ઘણું કહ્યું હતું.
અને હજી પણ રાજદ્રોહ કર્યા કરે છે. તું મારો ભાઈ હોવાથી અવધ્ય એટલે વઘ કરવા લાયક નથી
Page #141
--------------------------------------------------------------------------
________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૧૩
એમ ગણીને તને હું હણતો નથી પણ જા મારા દેશમાંથી નીકળી જા. હું તને દેશનિકાલ આપું છું. હવે હું કોઈનું કહ્યું સાંભળવાનો નથી. //૫૧||
વિભીષણ વિચારે : “રાવણનો નાશ સમીપ જણાય ખરે! દેશનિકાલ સજા કરી સારી; રામ-શરણ ઉદ્ધાર કરે.” સૌજન્યસમાં વિભીષણ રાવણ તડેં ઝટ સાગર પાર ગયા,
લક્ષ્મણ આદિ કરે પરીક્ષા, નિપુણ વિભીષણ પાસ થયા. પર અર્થ :- આવા રાવણના કઠોર વચનો સાંભળીને વિભીષણ વિચારવા લાગ્યા કે રાવણનો નાશ હવે ખરેખર સમીપ જણાય છે. મને દેશનિકાલની સજા કરી તે સારું થયું. નહીં તો રાવણ સાથે મારો પણ વિનાશ થાત અને આવા અપયશકારી કલંકના છાંટા મને પણ ઉડત. શ્રીરામનું શરણ જ મારો ઉદ્ધાર કરી શકે એમ છે. એમ વિચારી સૌજન્યસમા એટલે ભલાઈનો ભાવ જેના હૃદયમાં છે એવા સજ્જન વિભીષણ, દુષ્ટ એવા રાવણને તજી દઈ શીધ્ર સમુદ્ર પાર જઈને શ્રી રામને મળ્યા. શ્રીરામે લક્ષ્મણ આદિને વિભીષણની પરીક્ષા કરવા કહ્યું કે ખરેખર તે આપણા પ્રત્યે સભાવવાળા છે કે નહીં તે પરીક્ષામાં નિપુણ એટલે હોશિયાર એવા વિભીષણ પાસ થયા. //પરા
ત્યાં હનુમાન કરે નિવેદન : “લંકા જઈ રાવણ પજવું, તો અભિમાની અહીં આવશે; સ્થાનભ્રષ્ટનું નહિ ટકવું.” રામચંદ્રની સંમતિ મળતાં, વિદ્યાઘર શૂરવીર લઈ
કપિવિદ્યાથી વાનર બની રંજાડે લંકા ત્રાસ દઈ. ૫૩ અર્થ - ત્યાં હનુમાને શ્રીરામને એમ કહ્યું કે હે દેવ! આપની આજ્ઞા હોય તો હું લંકામાં જઈને બગીચા વગેરેનો વિનાશ કરી રાવણને પજવું. જેથી તે રાવણ અભિમાની હોવાથી અહીં આવશે. અને પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલાને જીતવાનું કામ સહેલું બનશે.
શ્રી રામચંદ્રજીની સંમતિ મળતાં વિદ્યાધર હનુમાન બીજા પણ શૂરવીર અનેક વિદ્યાઘરોને સાથે લઈ લંકામાં ગયો. ત્યાં કપિવિદ્યાના બળે બઘા વાનર બની લંકાને રંજાડીને ત્રાસમય બનાવી દીધી. //પ૩ણા
રામ પૂંછે વિભીષણને કે “હજીં રાવણ કેમ જણાય નહીં?” કહે વિભીષણ, “વિદ્યા સાથે રાવણ આવે ક્યાંથી અહીં? લાગ ખરો લંકા લેવાનો સેના સહ ચાલો જઈએ,
પ્રજ્ઞપ્તિ વિદ્યાબળથી બહુ વિમાન-રચના કરી લઈએ.” ૫૪ અર્થ - હવે રામ વિભીષણને પૂછવા લાગ્યા કે હજી રાવણ કેમ દેખાતો નથી? ત્યારે વિભીષણ કહે તે તો લંકામાં નથી પણ આદિત્યપાદ નામના પર્વત ઉપર વિદ્યા સાથે છે તેથી અહીં ક્યાંથી આવે?
હવે લંકા લેવાનો ખરો લાગે છે. માટે સેનાની સાથે ચાલો જઈએ. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે બધી સેનાને લઈ જવા માટે ઘણા વિમાનોની રચના કરી લઈએ. //૫૪
રામ કહે : “શુભ નભ રસ્તે તે સાગર પાર જર્ફેર જઈએ, આજુબાજુથી વિદ્યાઘર સૌ, પ્રથમ બળે જીતી લઈએ.”
Page #142
--------------------------------------------------------------------------
________________
૫ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમુદ્ર વિદ્યાઘર ચઢી આવ્યો, નીલે ઝટ બાંઘી લીથો;
રામે મુક્ત કરી નિજ રાજ્ય ડાંગર સમ રોપી દીઘો. ૧૫ અર્થ - ત્યારે શ્રીરામ કહે: તમારા કહેવા પ્રમાણે શુભ આકાશ માર્ગે તે સાગર પાર આપણે જરૂર જઈએ અને આજુબાજુમાં રહેનારા સૌ વિદ્યાઘરોને પ્રથમ બળવડે જીતી લઈએ. તેમ કરતાં સમુદ્ર નામનો વિદ્યાઘર ચઢી આવ્યો. તેને નીલ નામના વિદ્યાઘરે ઝટ બાંધી લીઘો. તેને શ્રીરામે મુક્ત કરાવીને પોતાના રાજ્યમાં ડાંગર સમાન રોપી દીઘો, અર્થાતુ પોતાની આજ્ઞા માન્ય કરાવી દીધી. પપાયા
પ્રાન્ત ભાગના વિદ્યાઘર સૌ રામ-શાસને આવી ગયા, રણજંગે રાવણને હણવા સૌ એકત્ર સુ-સજ્જ થયા. ઈન્દ્રજિત રાવણસુત લંકા-રક્ષક કહે : “દેવો, આવો,
લડવા ચાલો રામ-સૈન્ય સહ, શૂરવીર વણી બાંથી લાવો.” ૫૬ અર્થ -પ્રાન્ત ભાગના એટલે લંકાની સીમામાં છેડાના ભાગમાં રહેતા બધા વિદ્યાઘરો શ્રીરામના શાસનમાં આવી ગયા. રણજંગ એટલે મોટા યુદ્ધ મેદાનમાં રાવણને હણવા માટે બધા વિદ્યાઘરો સુસજ્જ થઈને એકત્ર થયા. આદિત્યપાદ પર વિદ્યા સાધ્ય કરવા જ્યારે રાવણ ગયો ત્યારે લંકાનું રાજ્ય પોતાના પુત્ર ઇન્દ્રજિતને સોંપી ગયો. જેથી હવે લંકાના રક્ષક જેવો ઇન્દ્રજિત કહેવા લાગ્યો કે હે દેવો! આવો આવો. રામની સેના સાથે લડવા ચાલો અને તેમની સેનામાંથી શૂરવીરને વીણી વીણીને બાંધી લાવો. //પકા
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૪
િળ
રાવણ પણ ઝટ આવી પહોંચે કટોકટીનો કાળ ગણી, સિદ્ધ કરેલા બઘા દેવતા કહે સ્પષ્ટ, “લ્યો આપ સુણીઃ પ્રબળ પુણ્યના ઉદયે કરતા અમે આપનું સર્વ કહ્યું,
હવે કરી શકીએ નહિ કાંઈ પૂર્વ પુણ્ય પરવારી ગયું.” ૧ અર્થ - રાવણ પણ આવી કટોકટીનો કાળ જાણી ઝટ લંકામાં આવી પહોંચ્યો. ત્યાં સિદ્ધ કરેલા બધા દેવતાઓ સ્પષ્ટપણે કહેવા લાગ્યા કે આપ અમારી વાત સાંભળી લ્યો. આપના પ્રબળ પુણ્યના ઉદયે અમે આપને આજ દિવસ સુધી સર્વ કહ્યું કરતા હતા. પણ હવે અમે આપનું કંઈ પણ કાર્ય કરી શકીએ એમ નથી. કારણ કે આપનું પૂર્વનું પુણ્ય પરવારી ગયું છે અર્થાત્ પૂરું થઈ ગયું છે. /૧ાા.
અભિમાનીને ઊંધું સૂઝ, સત્ય શિખામણ ગણે નહીં, ક્રોથ કરી રાવણ કહે : “જાઓ, નથી કોઈનું કામ અહીં.
Page #143
--------------------------------------------------------------------------
________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૧૫
નીચ દેવતા નહીં હોય તો યુદ્ધ નહીં તેથી અટકે,
સિંહ સમા મુજ ભુજબળ આગળ શિયાળ સમ શું રામ ટકે?” ૨ અર્થ :- અભિમાની જીવને ઊંધુ જ સૂઝે અને સત્ય શિખામણને ગણે નહીં. તેમ રાવણ પણ ક્રોઘ કરીને કહેવા લાગ્યો : જાઓ, તમારા કોઈનું મારે કામ નથી. નીચ એવા દેવતા નહીં હોય તો મારું યુદ્ધ અટકી શકે નહીં. સિંહ સમાન મારા ભુજબળ આગળ આ રામ જેવા શિયાળ શું ટકી શકે? ારા
સિંહનાદ કરી સેનાપતિ રવિ-કીર્તિને આ હુકમ કર્યો - “રણભેરી વગડાવો, ચાલો, સેના સૌ તૈયાર કરો; સિંહગુફા હરણો ઘેરી લે, લંકા તેમ દીસે આજે,
શિયાળ, સસલાં જેવા આવ્યા રામાદિક મરવા કાજે.” ૩ અર્થ - સિંહ જેવો અવાજ કરીને રવિ-કીર્તિ સેનાપતિને રાવણે હુકમ કર્યો કે રણભેરી વગડાવો, બઘા ચાલો, સર્વ સેનાને તૈયાર કરો. સિંહ ગુફાને જેમ હરણો ઘેરી લે, તેમ આ રામના હરણ જેવા સૈનિકોએ આજે લંકાને ઘેરી હોય એમ જણાય છે. તથા શિયાળ અને સસલાં જેવાં આ રામ-લક્ષ્મણાદિ આજે મરવા માટે જ અહીં આવ્યા છે. સંસા
થોલ મારી મુખ રાતું રાખે, તેમ બઘો દેખાવ કરે, પણ અંતરમાં સંશય સાલે ઉર અમંગલ તર્ક ભરે : “રાવણ વણ જગ આજ બનો, પણ રામસહિત નહિ રાજ્ય કરું.”
એમ વિચારી કરી તૈયારી, ચક્રરત્નને અગ્ર કર્યું. ૪ અર્થ - જેમ અસમર્થ પ્રાણી ઘોલ મારીને મુખ રાતું રાખે તેમ રાવણ બધો દેખાવ કરે છે. પણ અંતરમાં શંકા દુઃખ આપી રહી છે કે રામ મને જીતી જશે તો? એવા અમંગળ અશુભ તકથી તેનું હૃદય હવે ભરાવા લાગ્યું.
રાવણ વગરનું આ જગત ભલે બની જાય અર્થાતુ ભલે મરી જાઉં, પણ રામની આણ સ્વીકારીને તો હું રાજ્ય નહીં જ કરું. એમ વિચારીને રાવણે યુદ્ધની તૈયારી કરી અને ચક્રરત્નને આગળ કર્યું. ૪
હય, હાથી, રથ, વિમાન પર સૌ શૂરવીર શોભે શૌર્યભર્યા. વાગે નોબત વિવિઘ વાજાં લડવા લંકાથી નીસર્યા. રાવણના લશ્કરને દેખી, રામસૈન્ય પણ સજ્જ થયું,
વંદન કરી વિતરાગ પ્રભુને રામ-હૃદય તે જોઈ રહ્યું. ૫ અર્થ :- હય એટલે ઘોડા, હાથી, રથ, વિમાન ઉપર સૌ શૂરવીરો પોતાના શૌર્ય વડે શોભવા લાગ્યા. અનેક પ્રકારના જુદા જુદા વાજાં અને નોબત વાગતાં લંકાથી રાવણ વગેરે બધા લડવા માટે નીકળી પડ્યા. રાવણના લશ્કરને દેખી શ્રીરામની સેના પણ સજ્જ બની ગઈ. પ્રથમ વીતરાગ પ્રભુના દર્શન હૃદયથી શ્રીરામે કરીને જે થાય તે જોવા માંડ્યું. પા.
અંજન-પર્વત નામે ગજ પર આરૂંઢ રામ થઈ ચાલે, વિજય-પર્વત નામે ગજ પર ચઢીં લક્ષ્મણ રિપુગણ ભાળે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૫ ૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સુગ્રીવ ને હનુમાન વિમાને સૂર્ય-ચંદ્ર સમ મન હરતા,
દુશ્મન-દર્પ તિમિર ઓસરતું, ઊલસે વિદ્યાઘર વરતા. ૬ અર્થ - અંજન-પર્વત નામના હાથી ઉપર આરૂઢ થઈને રામ ચાલવા લાગ્યા. વિજય-પર્વત નામના હાથી ઉપર ચઢીને લક્ષ્મણ શત્રુઓના સમૂહને જોવા લાગ્યા. સુગ્રીવ અને હનુમાન વિમાન ઉપર ચઢી સૂર્ય અને ચંદ્ર સમાન બની મનુષ્યોનું મન હરવા લાગ્યા. આવી વિદ્યાઘરોની ઉલ્લાસ પામતી વીરતા અને તેજના પ્રભાવે દુશ્મનોનો દર્પ એટલે ગર્વરૂપી અંધકાર નાશ પામવા લાગ્યો. કા.
નાદ નગારાંના નિષ્ફર તાડનથી ઘોર કરે ત્યારે, તિરસ્કાર શગુનો કરતા ભરતા હીપ-દિશા ચારે; હયહેષારવ, ગજગર્જન ને ઘનુષ્યના ટંકાર થતા,
શસ્ત્ર, અસ્ત્ર ઊછળે ચળકે બહુ, સુભટ નીડર બની ત્યાં ફરતા. ૭ અર્થ :- નગારાં પર પડતા નિષ્ફર તાડન એટલે નિર્દય પ્રહાર વડે તે ઘોર નાદ કરતા હતા. તે અવાજો જાણે શત્રુઓના તિરસ્કાર કરતા હોય તેમ ચારે દ્વીપોની દિશાઓને ભરી દેતા હતા.
તે યુદ્ધ મેદાનમાં ઘોડાઓ હેષારવ કરતા, હાથીઓ ગર્જના કરતા અને ઘનુષ્યના ટંકાર થતા સંભળાતા હતા. સુભટોના હાથમાં રહેલ મારવાનું હથિયાર તે તલવાર આદિ શાસ્ત્ર અને બાણ વગેરે ફેંકવાના હથિયાર તે અસ્ત્ર બહુ ચળકતા ઊછળતા જણાતા હતા. અને ત્યાં સુભટો નીડર બનીને ફરતા હતા. ||ળી
તિરસ્કાર રાવણનો કરતા મહારથી વ્યંગે વદતા, “એક ચક્રથી પરાક્રમી તે, અમે વૃથા બબ્બે ઘરતા.” મહાસાગર સમ સેનામાં મોજાં સમ અશ્વગ્રીવા ભાળો,
ધ્વજા દંડ સહ ગજ, રથ, રૂડા વહાણ સમા બહુ નિહાળો. ૮ અર્થ :- રાવણનો તિરસ્કાર કરતા મહારથી લંગમાં એમ બોલતા હતા કે આ રાવણ તો એક ચક્રથી પરાક્રમી કહેવાય છે તો આપણે રથને વૃથા બે ચક્ર રાખ્યા છે.
મહાસાગર સમાન આ સેનામાં મોજાં સમાન અશ્વગ્રીવા એટલે ઘોડાઓની ગર્દન દેખાય છે અને ધ્વજાના દંડ સાથે હાથી કે વહાણ જેવા રૂડા રથ ઘણા જ દ્રષ્ટિગોચર થાય છે. દા.
પવન વહે પાછળથી તેથી ધ્વજા બથી અરિભણી ઊંડે, દિંડ લગામ ખમાય ન જાણે હય સમ, તેથી બહુ ફફડે; ઘૂળ વંટોળ, તિમિર-પછેડે હણવા જાણે સૌ મથતી,
અથવા વૃદ્ધ જનોની જાણે દંડ ગ્રહી મશ્કરી કરતી. ૯ અર્થ :- પવન પાછળથી વહેતો હતો. તેથી બઘી ઘજાઓ શત્રુઓ ભણી ઊડતી હતી. તે ઘજાઓ, પોતાની લાકડીરૂપ લગામને, જાણે કે ઘોડાની લગામ સમાન ખમાતી ન હોય તેમ તે બહુ ફફડાટ કરતી હતી.
વળી તે ઘજાઓ ધૂળના વંટોળિયાથી વ્યાપેલ અંધકારમાં ઢંકાઈને જાણે સૌને હણવા મથતી હોય તેમ જણાતું હતું. અથવા તે ઘજાઓ જાણે વૃદ્ધ પુરુષોની લાકડીને પકડી તેને હલાવીને તેમની મશ્કરી
Page #145
--------------------------------------------------------------------------
________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૧૭
કરતી હોય એમ જણાતું હતું. લા.
ધૂળ શમી કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરે, વાદળથી જળ-ઝડીઓ જેવી વિરકરથી શર-વૃષ્ટિ સરે; નિમકહલાલી નૃપની કરવા, મરવા સૈનિક-ગણ તલસે,
વેતન-ત્રણને ફેડવવા તે જીંવનદાન દેવા ઊલસે. ૧૦ અર્થ - જ્યારે ધૂળ શમી ગઈ કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરવા લાગ્યા. વાદળમાંથી જેમ જળની ઝડીઓ વર્ષે તેમ વીરપુરુષોના હાથથી શર એટલે બાણોની વૃષ્ટિ થવા લાગી.
જેનું નમક ખાધું છે એવા રાજાની ફરજ બજાવવા માટે સૈનિક ગણ ઉત્સુક હતા અને પગારરૂપી ઋણને પતાવવા માટે પોતાનું જીવનદાન દેવોને પણ ઉલ્લાસપૂર્વક તૈયાર હતા. (૧૦ગા.
નથી જોવું નિજ સેનાનું હા! મરતું કે ડરતું કોઈ, એમ ગણીને પ્રથમ લડીને વર મરે જાણી જોઈ; બાણાદિક વિર તદન છોડે, પણ બરછી આદિ અર્થી,
પણ અસિ આદિ અલ્પ ન છોડે; જામી અતિ સ્પર્શાસ્પર્શી. ૧૧ અર્થ - પોતાની સેનામાં હા! કોઈ મરતું હોય કે કોઈ ડરતું હોય તેને અમારે જોવું નથી; એમ માનીને તે વીર પ્રથમ જ જાણી જોઈને લડી મરતા હતા. જમણા અને ડાબા બેયહાથમાં છોડવા યોગ્ય, અરથા છોડવા યોગ્ય, કે નહીં છોડવા યોગ્ય એવા બધા પ્રકારના શસ્ત્રો ઘારણ કરીને લડી રહ્યાં હતા.
બાણાદિક અસ્ત્રોને તદ્દન છોડતા હતા. પણ બરછી આદિ શસ્ત્રોનો અર્થો ઉપયોગ કરતા હતા. પણ અસિ એટલે તલવાર આદિનો ઉપયોગ અલ્પ પણ કરતા ન હતા. છતાં પરસ્પર યુદ્ધમાં અતિ સ્પર્શાસ્પર્શી જામી હતી. ૧૧ાા
મર્મભેદક એક જ બાણે પ્રાણ હરે મોટા ગજના, અસ્ત્રા સમ શરથી શત્રના વાળ હરે અર્થી મૂંછના; ઘણાં બાણ કોઈ ગજને વાગ્યાં લોહીં વહે જાણે ઝરણાં,
ગેશિખરથી ઝરતાં, તેમાં નેતરનાં ઊગ્યાં તરણાં. ૧૨ અર્થ :- મર્મભેદક એવા એક જ બાણથી મોટા હાથીઓના પ્રાણ હરી લેતા હતા. દાઢી કરવાના અસ્ત્ર સમા બાણ વડે કોઈ શત્રના મૂછના અર્થો વાળ પણ હરી લેતા હતા.
ઘણા બાણ કોઈ હાથીને વાગવાથી એવુ લોહી વહેવા લાગ્યું કે જાણે કોઈ લોહીનું ઝરણું હોય અને વળી તે લાલ ગેરુના પહાડના શિખર ઉપરથી ઝરતું હોય, અને તેમાં વળી બાણ છે તે તો નેતર એટલે સોટીના જાણે તરણા ઊગ્યા હોય તેમ ભાસતું હતું. //૧૨ાાં
રાવણ દેખે નિજ સેનાને છિન્નભિન્ન થઈ જત જ્યારે, નાખે માયામય સીતાનું મસ્તક રામ નક ત્યારે, રામહૃદય મોહે મૂંઝાયું, કહે વિભીષણ, “કપટ ગણો,
સતી સીતાને સ્પર્શી શકે ના આપ વિના કો માત-જણ્યો. ૧૩ અર્થ :- રાવણ જ્યારે પોતાની સેનાને છિન્નભિન્ન થતી જુએ છે ત્યારે માયાવડે સીતાનું મસ્તક
Page #146
--------------------------------------------------------------------------
________________
૫ ૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રામની પાસે લાવીને નાખે છે.
તે જોઈને રામનું હૃદય મોહથી મૂંઝાવા લાગ્યું ત્યારે વિભીષણે તુરત કહ્યું કે આ બધું રાવણનું માયા કપટ છે. સતી સીતાને આપ વિના બીજો કોઈ માતાનો જણ્યો નથી કે તેને સ્પર્શી શકે. ||૧૩ાા
રામ સચેત થઈ સંહારે રાવણ-સેના રહી-સહી, યુદ્ધ તજી નાઠો રાવણ પણ માયાયુદ્ધ બુદ્ધિ લહી; સિંહવાહિની-વિદ્યા-રથ લઈ રામ પડ્યા રાવણ કેડે,
ઇન્દ્રજિત પ્રતિ લડવા લક્ષ્મણ વિદ્યાબળથી ગગન ઊડે. ૧૪ અર્થ :- વિભીષણની વાત સાંભળી શ્રીરામ ફરીથી સચેત થઈને રહી-સહી રાવણની સેનાનો સંહાર કરવા લાગ્યા. ત્યારે રાવણ યુદ્ધ તજીને નાઠો. પણ હવે તેની બુદ્ધિમાં માયામય યુદ્ધ કરવાની ઇચ્છા થવાથી આકાશમાં જઈ પહોંચ્યો. ત્યારે સિંહવાહિની વિદ્યાવડે આકાશગામી સિંહરૂપ રથ ઉપર ચઢીને શ્રીરામ રાવણની પાછળ પડ્યા અને ઇન્દ્રજિત પ્રત્યે લડવા માટે લક્ષ્મણ ગરૂડવાહિની વિદ્યાના બળે ગરૂડ ઉપર ચઢીને આકાશમાં ઉડવા લાગ્યા. //૧૪ો.
કુંભકર્ણ સહ સુગ્રીવ ને હનુમાન લડે રવિકીર્તિ પ્રતિ, ઇન્દ્રકેતુ સાથે અંગદ, ખર-દૂષણ નીલને જામે અતિ, રામપ્રતાપે રાવણ હઠતો નીરખી ઇન્દ્રજિત ઝટ આવે,
રામચંદ્ર ઝટ શક્તિપ્રહારે ઇન્દ્રજિતને પટકાવે. ૧૫ અર્થ - કુંભકર્ણ સાથે સુગ્રીવ, હનુમાન લડે સેનાપતિ રવિકીર્તિ સાથે, ઇન્દ્રકેતુ સાથે અંગદ અને ખર-દૂષણ સાથે નીલ વિદ્યાઘરને લડાઈ અતિ જામી. રામના પ્રતાપે રાવણને પાછો હઠતો જોઈ ઇન્દ્રજિત ઝટ ત્યાં આવ્યો કે શ્રી રામચંદ્ર શક્તિવડે પ્રહાર કરીને ઇન્દ્રજિતને ઝટ પાડી દીધો. ||૧પાા
શસ્ત્ર લઈ રાવણ દોડ્યો ત્યાં વચમા લક્ષ્મણ ઘૂસી ગયા, શરપિંજરમાં પૂરે રાવણ, વિદ્યાબળથી મુક્ત થયા. તેથી રાવણ લક્ષ્મણ હણવા ચક્ર ચલાવે ક્રોઘ કરી,
પ્રદક્ષિણા દઈ લક્ષ્મણના દક્ષિણ કર પર તે રહ્યું ઠરી. ૧૬ અર્થ :- ત્યાં શસ્ત્ર લઈને રાવણ શ્રીરામને હણવા દોડ્યો કે વચમા શીધ્ર લક્ષ્મણ ઘૂસી ગયા. તે સમયે માયામય હાથી ઉપર ચઢીને ઉપરાઉપરી બાણવર્ષા કરીને રાવણે લક્ષ્મણને શરપિંજરમાં પૂરી દીઘા. પણ બંઘવિમોચની નામની વિદ્યાના બળે તે શરપિંજનારને તોડી લક્ષ્મણ બહાર નીકળી ગયા.
આ જોઈ રાવણ ઘણો ક્રોધિત થયો અને લક્ષ્મણને હણવા માટે ચક્રને આદેશ આપ્યો. તે ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા દઈને તેમના જમણા હાથ ઉપર આવીને ઊભું રહી ગયું. I/૧૬
પરાક્રમમૂર્તિ લક્ષ્મણ છેદે રાવણ-મસ્તક ચક્ર વડે, પાપે નરક ગતિ બાંઘેલી તેથી મારી નરકે જ પડે. વિજયશંખ પૂરી શત્રને અભયદાન લક્ષ્મણ દેતા,
ભ્રમર સમા રાવણના મંત્રી રામચરણકજ સુખ લેતા. ૧૭ અર્થ :- પરાક્રમની મૂર્તિ એવા લક્ષ્મણે તે જ ચક્રવડે ત્રણ ખંડના અધિપતિ રાવણનું મસ્તક છેદી
Page #147
--------------------------------------------------------------------------
________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૧૯
નાખ્યું. પાપવડે નરકગતિ બાંધેલી હોવાથી મરીને તે રાવણ નરકમાં જ પડ્યો. વિજય નામનો શંખ વગાડીને શત્રુઓને અભયદાન લક્ષ્મણ આપવા લાગ્યા. જેથી રાવણના જીવીત રહેલ મંત્રીઓએ આવી ભ્રમર સમાન બની રામના ચરણકમળનો આશ્રય લીધો અને સુખ પામ્યા. ||૧ળા
આશ્વાસન દે મંદોદરીને, કરે વિભીષણ દ્વીપપતિ; રામ થયા બળભદ્ર અને લક્ષ્મણ પણ થાય ત્રિખંડ-પતિ. સુગ્રીવ, હનુમાનાદિકે જઈને વિજયોત્સવની ખબર કરે,
રામ-વિજયથી અશોકવનમાં શીલવર્તી સીતા હર્ષ ઘરે. ૧૮ અર્થ - રાવણની રાણી મંદોદરી આદિને દુઃખમાં શ્રીરામે આશ્વાસન આપી વિભીષણને લંકાદ્વીપના પતિ બનાવ્યા. શ્રીરામ બળભદ્ર થયા અને લક્ષ્મણ પણ ત્રણેય ખંડના પતિ બની નારાયણ પદવીને પામ્યા.
સુગ્રીવ અને હનુમાનાદિએ અશોકવનમાં જઈ સીતાજીને વિજયોત્સવની ખબર આપી. ત્યારે અશોકવનમાં રહેલ શીલવતી સીતા રામનો વિજય જાણીને અતિ હર્ષિત થઈ. /૧૮ના
જેમ મહામણિ હાર વિષે યોજાતાં યોગ્ય પ્રભા પ્રગટે, કે કુશલ કવિવાણી સાથે અનુપમ અર્થ-સુયોગ ઘટે, અથવા સંત મતિ નિજ યોજે ઘર્મ સ્વરૂપે પ્રેમ ઘરી,
તેમ જ શોભે રામ-યોગથી શ્રીસમ સીતા મોદ ભરી. ૧૯ અર્થ - જેમ કુશળ કારીગર મહામણિને યોગ્ય હાર સાથે જોડતાં તેની પ્રભામાં વિશેષ વૃદ્ધિ થાય છે, કે કોઈ કુશળ કવિ કાવ્યમાં અનુપમ-મનોહર અર્થને જોડતાં તેનો સુંદર ભાવ પ્રગટ થાય છે.
અથવા સંતપુરુષો પોતાની બુદ્ધિને પ્રેમપૂર્વક ઘર્મના સ્વરૂપમાં જોડે છે. તેમજ શ્રીરામના યોગથી લક્ષ્મી સમાન સીતાજી પણ શોભા પામવા લાગ્યા. તે જોઈને વિભીષણ, સુગ્રીવ, હનુમાન આદિ સર્વ અતિ આનંદ પામ્યા. ૧૯
પ્રાણપ્રિય પતિ-વિરહે ઝૂરણા હતી અતિ જાનકી-ઉરે, રામહૃદય શોકાકુલ રહેતું, પુણ્યોદય-સુખ કરી Èરે. પ્રિય-મિલનની પુણ્યપળે ઘડકે ઉર એક થવા જાણે,
સખત તાપ પૃથ્વી સહીં રહીં ત્યાં મેઘ-મિલન શાંતિ આણે. ૨૦ અર્થ - જ્યાં સુધી શ્રીરામના દર્શન થયા નહીં ત્યાં સુધી જાનકી અર્થાત્ જનકરાજાની પુત્રી સીતાના હૃદયમાં પ્રાણપ્રિય પતિવિરહની ઝૂરણા હતી. પુણ્યના ઉદયથી બીજું બધું સુખ હોવા છતાં તેને દૂર કરીને, સીતાના વિરહથી શ્રીરામનું હૃદય પણ શોકાકુલ રહેતું હતું.
આજે પુણ્યબળે બન્નેના પ્રિય મિલનથી એકબીજાના હૃદય જાણે સુખદુઃખની વાતો કરીને એક થવા માટે ઘડકતા ન હોય એમ જણાતું હતું. જેમ સખત તાપથી પૃથ્વી તસાયમાન થયેલી હોય, તેમાં વરસાદ પડવાથી પૃથ્વીને કેવી શાંતિ થાય તેમ થયું હતું. ૨૦
વિરહ સમયની વીતી વાતો વિનિમયથી સ્મૃતિમાં આણે, પરસ્પરે સુખ-દુઃખની વાતો સ્મરી સ્નેહીંજન સુખ માણે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૫ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સદોષ રાવણ ગણી હણી, નિર્દોષ સીતા-સ્વીકાર કીઘો,
સપુરુષો સુવિચારે વર્તે એ જ મહાજન-પંથ સીધો. ૨૧ અર્થ – વિરહ સમયની વીતી વાતોને, વિનિમયથી એટલે પરસ્પર વાતચીતની આપ-લે કરીને સ્મૃતિમાં આણી સ્નેહીજન સુખને અનુભવે છે.
તેમ રાવણને દોષવાળો ગણી, તેને હણીને નિર્દોષ એવી સીતાનો શ્રીરામે સ્વીકાર કર્યો. સપુરુષો આમ સુવિચારથી વર્તે છે અને એ જ મહાપુરુષોનો સમ્યક્ માર્ગ છે. ૨૧
ગયા પછી પીઠ-ગિરિ ઉપર સૌ સર્વ તીર્થ-જળ આણીને, રામ અને લક્ષ્મણ બનેનો અભિષેક-વિધિ જાણીને, એક સહસ ને અષ્ટ કળશથી સુર-વિદ્યાઘર-રાય ઘણા
ઉત્સવ સહ અભિષેક કરે ત્યાં હર્ષ વર્ષતો, નહીં મણા. ૨૨ અર્થ - હવે શ્રીરામ અને લક્ષ્મણ આદિ જનોએ લંકાપુરીમાંથી રવાના થઈને અતિ સુંદર એવા પીઠ નામના પર્વત ઉપર જઈને નિવાસ કર્યો. ત્યાં દેવ અને વિદ્યાઘરોએ મળી સર્વ તીર્થનું જળ આપ્યું તથા શ્રીરામ અને લક્ષ્મણનો, અભિષેક વિધિનો પ્રકાર જાણી એક હજાર અને આઠ કળશાઓથી દેવ. વિદ્યાઘર અને ઘણા રાજાઓએ મળી ઉત્સવ સહિત તેમનો અભિષેક કર્યો. ત્યાં અત્યંત આનંદ વર્ષતો હતો. તેમાં કોઈ પ્રકારની મણા એટલે ખામી રહી ન હતી. પરરા
કોટિ-શિલા લક્ષ્મણ ઉઠાવે, રામ અતિ સંતુષ્ટ થયા, દેશો જીંતતા ગંગા-કાંઠે કાંઠે જલધિ સમીપ ગયા. પુણ્ય-ઉદયથી દેવાદિકને વશ કરી થાય ત્રિખંડપતિ,
આર્વી અયોધ્યામાં ર્વીર બને રાજ્ય કરે લઈ લોકમતિ. ૨૩ અર્થ - ત્યાં કોટિ-શિલાને લક્ષ્મણે ઉઠાવી. તે જોઈ શ્રીરામ અતિ સંતુષ્ટ થયા. હવે ગંગાના કાંઠે આવેલ બધા દેશોને જીતતાં દિગ્વિજય કરતાં, તે સમુદ્રની સમીપ પહોંચ્યા.
ત્યાં પુણ્યોદયથી માગધ આદિ દેવોને વશ કરીને લક્ષ્મણ હવે ત્રણ ખંડના અધિપતિની પદવીને પામ્યા. જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે દેવ, વિદ્યાઘર અને મનુષ્યોએ મળી તેમનો રાજ્યાભિષેક કર્યો. હવે બન્ને વીરો સુખપૂર્વક અયોધ્યામાં લોકમતને માન આપી રાજ્ય કરવા લાગ્યા. ૨૩
એક દિને પુર-ઉપવનમાં ગુરુ શિવગુપ્ત જ્ઞાની જાણી, લક્ષ્મણ સહ જઈ રામચંદ્રજી વંદન કરી સુણતા વાણી.
તે ઉપદેશ સુણી, જાગ્રત થઈ શ્રાવકનાં વ્રત રામ ઘરે,
| નિદાનદોષે ભોગાસક્તિ લક્ષ્મણની ના જરી ફરે. ૨૪ અર્થ :- એક દિવસે પુર નામના ઉપવનમાં શિવગુપ્ત નામક ગુરુ પધાર્યા જાણી લક્ષ્મણ સાથે રામચંદ્રજીએ જઈને ભાવભક્તિથી તેમને વંદન કર્યા અને તેમની પાસેથી મોહહારિણી એવી વાણી સાંભળી.
તે ઉપદેશ સાંભળીને રામચંદ્રજીમાં જાગૃતિ આવી ગઈ અને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. પણ નિદાનદોષના કારણે લક્ષ્મણની ભોગાસક્તિમાં જરા પણ ફેરફાર થયો નહીં. રજા
Page #149
--------------------------------------------------------------------------
________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૨૧
બાંઘેલું આયુષ્ય નરકનું તેથી ના વ્રત-વીર્ય ફુરે, ઘારી શક્યા ના લક્ષ્મણ કંઈયે, સ્પષ્ટ શિખામણ નિજ ઉરે. એક દિને દેખે લક્ષ્મણ ત્રણ સ્વપ્ન, જઈ કહે રામ કને;
રામ પુરોહિતને એકાન્ત મળી, સુણે ઉદાસ મને. ૨૫ અર્થ - નિદાનદોષથી નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી લક્ષ્મણમાં વ્રત ઘારણ કરવાનું વીર્ય સ્કુરાયમાન થયું નહીં. જેથી કેવળી ભગવંતે આપેલી સ્પષ્ટ શિખામણોને પણ તે પોતાના હૃદયમાં ઘારી શક્યા નહીં. એક દિવસ લક્ષ્મણે ત્રણ સ્વપ્નો દીઠાં. તે શ્રીરામ પાસે જઈને વિદિત કર્યા. શ્રીરામે પુરોહિતને બોલાવી એકાન્તમાં તેના ફળ ઉદાસીન મને સાંભળ્યાં. રપાા.
કહે પુરોહિત : “મસ્ત હસ્તી વડ ઉખેડતો દીઠો તેથી. અસાધ્ય રોગ થશે લક્ષ્મણને, કેશવ-દેહ છૂટે એથી; રાહગ્રસ્ત રવિ રસાતલે પડતો બીજે સ્વપ્ન દેખે,
ફળ તેનું ક્ષય ભોગાઁવનનો, દુર્ગતિદાયક સૌ લેખે. ૨૬ અર્થ :- પુરોહિત કહે સ્વપ્નમાં મસ્ત હાથીને વડ ઉખેડતો જોયો તેના ફળમાં લક્ષ્મણને અસાધ્ય રોગ થશે અને તેથી આ કેશવ વાસુદેવનો દેહ છૂટી જશે.
બીજા સ્વપ્નમાં રાહુ વડે પ્રસાયેલ સૂર્યને રસાતલ એટલે પૃથ્વીમાં પ્રવેશતો જોયો તેનું ફળ આમ છે કે લક્ષ્મણના ભોગ જીવનનો ક્ષય અને દુર્ગતિરૂપ પૃથ્વીમાં આવેલ નરકાવાસમાં ગમન જાણવું. ૨૬ાા.
ઊંચુ રાજભવન ઘોળેલું તૂટતું સ્વપ્ર વિષે ભાળે, તેનું ફળ આઃ આપ તપોવન જઈ તપ તપશો તે કાળે.” થર વર ગંભીર રામ કરે નહિ ખેદ, ઉરે અતિ શાંતિ ઘરે,
કરી ઘોષણાઃ “રાજ્ય વિષે હણવા નહિ જીવો કોઈ, અરે!” ૨૭. અર્થ - ત્રીજા સ્વપ્નમાં ઘોળેલું ઊંચુ રાજભુવન તૂટતું જોયું, તેનું ફળ આ છે કે તે સમયે આપ ઘરબાર છોડી તપોવનમાં જઈને તપ તપશો. ઉપરોક્ત ફળ સાંભળીને યથાર્થ સ્વરૂપના જાણવાવાળા શ્રીરામ ઘીર, વીર અને ગંભીર રહ્યા પણ ખેદ કર્યો નહીં, હૃદયમાં અતિ શાંતિને જ ઘારણ કરીને રહ્યાં. અને બેય લોકમાં હિત કરનાર એવી ઘોષણા કરી કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રાણીની હિંસા કરે નહીં. અરે! એ હિંસા એ જ જગતમાં સર્વ દુઃખનું મૂળ છે. ||રણા.
ઇચ્છિત દાન દશા ર્દીન જનને, શાંતિ-પૂંજન કર જન જમતા; પણ લક્ષ્મણજી પુણ્યક્ષયે જો અસાધ્ય રોગે દુખ ખમતા. માઘ અમાવસ્યાએ લક્ષ્મણ પ્રાણ તજી ચોથી નરકે
ગયા, થયા સંતસ રામ; પણ શોક ન સમજું-ચિત્ત ટકે. ૨૮ અર્થ - વળી શ્રીરામચંદ્રજીએ ભગવાન સમક્ષ શાંતિપૂજન પાઠ કરાવી બઘાને જમાડી, ગરીબ લોકોને ઇચ્છિત દાન આપ્યું. પણ લક્ષ્મણનું પુણ્ય ક્ષય થઈ જવાથી અસાધ્ય રોગ ઉત્પન્ન થયો અને તે અશાતા વેદનીયનું દુઃખ ખમવા લાગ્યા. માહ મહિનાની અમાવસના દિવસે લક્ષ્મણ પ્રાણ તજીને ચોથી પંકપ્રભા નામની નરક પૃથ્વીમાં જઈને પડ્યા. લક્ષ્મણના વિયોગથી શ્રીરામનું હૃદય ઘણું સંતપ્ત થયું. પણ
Page #150
--------------------------------------------------------------------------
________________
૫ ૨૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમજુ પુરુષોના ચિત્તમાં તે શોક ઘણીવાર સુધી ટકી શકતો નથી. ૨૮ાા
ઉત્તર-ક્રિયા કરી, શુભ વચને સ્ત્રીજનનું મન શાંત કરે, લક્ષ્મણ-સુત પૃથ્વીસુંદર-શિર રામ મુકુટ પોતે જ ઘરે. સીતાના સુત સાત ચહે નહિ રાજ્યશ્રી વૈરાગ્ય થરી,
તેથી અજિતંજય નામે નાનાને દે યુવરાજ કરી. ૨૯ અર્થ - હવે નાનાભાઈ લક્ષ્મણની વિધિપૂર્વક ઉત્તરક્રિયા એટલે સંસ્કાર ક્રિયા કરીને, શુભ વચનવડે સમસ્ત સ્ત્રીજનોનું મન શાંત કર્યું. પછી પ્રજા સમક્ષ લક્ષ્મણની પૃથ્વી સુંદરી નામની પ્રઘાન રાણીથી જન્મેલ મોટા પુત્ર પૃથ્વીસંદરના શિર ઉપર શ્રીરામે પોતાના હાથે જ મુકુટ ઘરીને તેને રાજ્ય અર્પણ કર્યું. સાત્વિકવૃત્તિના ઘારક સીતાજીને વિજયરામ આદિ આઠ પુત્રો હતા. તેમાંથી સાત મોટા પુત્રોએ વૈરાગ્ય પામી રાજ્યલક્ષ્મીને ઇચ્છી નહીં તેથી સૌથી નાના પુત્ર અજિતંજયને યુવરાજ પદવી આપી. રા.
મિથિલા દેશ સમર્પે તેને રામ અતિ વૈરાગ્ય ઘરે, કેવલી શ્રી શિવગુણ તણી શ્રવણાદિક બહુવિઘ ભક્તિ કરે; નિદાનદોષે લક્ષ્મણ ચોથી નરકે છે, સુણી સ્નેહ તજે,
હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ નૃપગણ સહ શિવસાજ સજે. ૩૦ અર્થ - યુવરાજ અજિતંજયને મિથિલા દેશ આપીને શ્રીરામ અતિ વૈરાગ્ય પામી સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થયા અને શ્રી શિવગુણ કેવળી ભગવંત પાસે જઈ તેમના ઉપદેશને સાંભળી અનેક પ્રકારે ભક્તિ કરી તેમની પાસે સંસાર અને મોક્ષના કારણ તથા કમોંના ફળનું સ્વરૂપ વગેરે સારી રીતે સમજ્યા. તે કેવળી ભગવંત પાસેથી લક્ષ્મણ નિદાનદોષના શલ્યથી ચોથી નરકમાં ઉપજ્યા છે. એમ જાણી, તેમના પ્રત્યેના સ્નેહનો ત્યાગ કર્યો અને જેને સંસાર પ્રત્યે અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ્યો છે એવા શ્રી રામચંદ્રજીએ હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ પાંચ સૌ રાજાઓ સાથે શિવસાજ સજ્યો અર્થાત્ મોક્ષપ્રાપ્તિનું સાધન એવો સંયમ અંગીકાર કર્યો. [૩૦
ઘણી રાણીઓ સીતા સાથે કૃતવર્તી સાથ્વી સમીપ ગઈ, તપ, સંયમ સમજી મોક્ષાર્થે સર્વે સાધ્વીરૂપ થઈ. અજિતંજય ને પૃથ્વી સુંદર આદિ બહુ ગૃહીવ્રત ઘારી,
શ્રી જિનરાજ-ચરણકજ વંદી, ગયાં અયોધ્યા નરનારી. ૩૧ અર્થ :- એવી જ રીતે સીતાજી સાથે પૃથ્વી સુંદરી આદિ ઘણી રાણીઓએ પણ કૃતવતી નામની સાધ્વી પાસે જઈને તપ, સંયમને મોક્ષનું કારણ જાણી દીક્ષા ગ્રહણ કરીને સર્વે સાધ્વી બની ગઈ. તેમાંથી કેટલીક રાણીઓ બારમા અય્યત દેવલોકમાં ગઈ અને બાકીની પહેલા સૌઘર્મ નામના દેવલોકમાં જઈને ઊપજી. અજિતંજય અને પૃથ્વી સુંદર આદિ ઘણા રાજાઓ પણ ગૃહીવ્રત એટલે શ્રાવકના વ્રત ઘારણ કરીને શ્રી જિનરાજના ચરણકમળની સારી રીતે વંદના કરી, સર્વે નરનારીઓ સાથે અયોધ્યાનગરીમાં પાછા ફર્યા. ૩૧ાા
Page #151
--------------------------------------------------------------------------
________________
(૪૬) સ્વ-દેશ-બોઘ
૫ ૨ ૩
હનુમાન અને શ્રી રામ થયા ગ્રુતકેવળી શિવપંથે વિચરી. મુનિપણે ત્રણસો પંચાણું વર્ષ રહી શરૂં શ્રેણિ કરી; વર્ષ છ સો સુથી દીથી દેશના કેવળજ્ઞાની ફૂપે વિચરી,
ફાગણ સુદ ચૌદસ દિન, ચઢતાં સમેતશિખરે શિવ-સ્ત્રી વરી. ૩૨ અર્થ :- શ્રી રામ અને હનુમાન વિધિપૂર્વક મોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરીને શ્રુતકેવળી થયા. પછી ત્રણસોને પંચાણું વર્ષ સુધી છદ્મસ્થ મુનિપણામાં રહી ક્ષપકશ્રેણિ માંડીને સર્વ ઘાતીયા કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
કેવળજ્ઞાનીરૂપે છસો વર્ષ સુધી વિચારીને દેશના આપી ભવ્યજીવોનો ઉદ્ધાર કર્યો. પછી ફાગણ સુદ ચૌદશના દિવસે સવારમાં સમેત શિખર ઉપર ત્રીજું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું શુક્લધ્યાન ઘારણ કરીને મનવચનકાયાના ત્રણેય યોગોનો નિરોઘ કર્યો. પછી ચોથા ભુપતક્રિયાનિવૃત્તિ નામના શુક્લધ્યાનવડે સર્વ અઘાતી કર્મનો ક્ષય કર્યો, જેથી ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણેય પ્રકારના શરીરોનો નાશ થઈ જવાથી શ્રીરામ મોક્ષરૂપી સ્ત્રીને વરી અનંતસુખ સ્વરૂપ એવી સિદ્ધગતિને પામ્યા. ૩રા
શ્રીરામ સમ્યક્ આરાઘના કરી સ્વદેશરૂપ મોક્ષમાં પઘાર્યા, તેમ તમે પણ આ સંસારમાં અનંતકાળથી રઝળતા થાક્યા હો તો તમારો પણ સ્વદેશ આ મોક્ષ જ છે. તેને આરાઘનાવડે પામી ત્યાંજ નિવાસ કરીને રહો કે જેથી ફરી આ ચારગતિરૂપ દુઃખમય સંસારમાં તમારે કદી આવવું ન પડે. એ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે:-“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ઘારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ઘન્ય” ૮ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૧) એક કાવ્યમાં ભક્ત પણ કહ્યું કે –
“મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી;
મુલક ઘણા જોયા રે મુસાફિર થઈ છે ઘણી.” મનજીક સ્વ એટલે પોતાનો, ખરો દેશ કયો કે જ્યાં આત્મા સર્વકાળ સુખશાંતિમાં રહી શકે? તો કે તે મોક્ષ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' પોતાના આત્માની શુદ્ધ અવસ્થાને પામવી એ જ ખરી રીતે મોક્ષ છે. હવે આ પાઠમાં તે આત્માની શુદ્ધિ કેવા પ્રકારથી કરી શકાય તે વિષેનો બોઘ જણાવે છે. તેથી આ પાઠનું નામ પણ “સ્વદેશ-બોઘ’ એમ રાખવામાં આવેલ છે.
પહેલી બે ગાથાઓ વડે પરમકૃપાળુદેવની દશાની સ્તુતિ કરીને તેમના બોઘને શાંતચિત્તે વિચારતાં સ્વદેશ એટલે સ્વઘામરૂપ મોક્ષને મેળવી શકાય એમ છે, તે જણાવે છે :
(૪૬)
સ્વ-દેશ-બોઘા (બાહુ નિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી–એ રાગ)
*
૧T 9,
રાજચંદ્ર પ્રભુને નમું, ના ગણું લૌકિક કાજ, પ્રભુજી; નિર્મોહી નર આદર્યા, યાચકતા તર્જી આજ, પ્રભુજી. રાજવે છે
Page #152
--------------------------------------------------------------------------
________________
૫ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવને હું ભાવભક્તિસહિત પ્રણામ કરું છું. તેમના ઉપદેશને અનુસરવામાં વિઘ્ન કરનાર એવા લૌકિક ઘરના કે સમાજના કામોને હે પ્રભુ! હવે હું મુખ્યતા આપું નહીં. કેમકે પરમકૃપાળુદેવે પત્રોમાં જણાવ્યું છે કે :
લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ઘર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ઘારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.” (વ.પૃ.૫૬૨)
“લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક માહાભ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.” (વ.પૃ.૫૬૦)
“લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે.” (૨.૫.૯૧૩). “લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ.” (વ.પૃ.૭૦૦) “લૌકિકદ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદ્રષ્ટિએ કોણ પ્રવર્તશે?” (વ.પૃ.૩૧૪)
હે પ્રભુ! હવે તો મેં નામ માત્ર કહેવાતા જગતસુખની આપ પ્રત્યે યાચના કરવાનું મૂકી દઈ આપની કપાથી નિર્મોહી એવા પરમકૃપાળુદેવને જ મારા નાથ તરીકે સ્વીકાર્યા છે. મારા આત્માના હિત અર્થે તેમનું શરણ ગ્રહણ કર્યું છે. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના અંતરનો ભક્તિભાવ પ્રગટ કરે છે. જેના
સગુરુ-બોઘ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી;
દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા-ભંડાર, પ્રભુજી. રાજ, અર્થ - હે પ્રભુ! સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘને વિચારતાં મારા દેહ પ્રત્યેનું અભિમાન ટળવા માંડે છે અને દેહ પ્રત્યેનો અહંભાવ ગળવા માંડે છે. કેમ કે મારા ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ વિદેહદશાને પામેલા છે અને ભાવદયાના ભંડાર હોવાથી ઉપદેશ પણ એવો જ આપે છે. //રા
ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર, પ્રભુજી;
માનવદેહ વિષે બને સપુરુષાર્થ પ્રકાર, પ્રભુજી. રાજ અર્થ :- હવે સ્વદેશ જવા માટે પરમકૃપાળુદેવે શો ઉપદેશ આપ્યો છે તે જણાવે છે :
હે ભવ્યો! નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચારેય ગતિ બહુ દુઃખથી ભરેલી છે. તમારા આત્મા ઉપર જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મનો ઘણો ભાર હોવાથી આ ચારેય ગતિમાં તે કર્મના ફળમાં જીવને ઘણા જ દુઃખ ભોગવવા પડે છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં સ્વદેશ એટલે મોક્ષ જવાનો સંપૂર્ણ સત્પરુષાર્થ બની શકવા યોગ્ય છે.
“શાતા વેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.” એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ.
૧. નરકગતિ- મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંઘકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છર૫લાની ઘાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવો પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી
Page #153
--------------------------------------------------------------------------
________________
(૪૬) સ્વ-દેશ-બોઘ
શકતા નથી. અહોહો! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે.
૨. તિર્યંચગતિ- છા, જ઼ાઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાય, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે.
૩. મનુષ્યગતિ- ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરતિ છે; લજ્જાદીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે.
૫૨૫
૪. દેવગતિ- પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, ક્ષુધા ઇત્યાદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ.
એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમતિ મોક્ષ એ ગતિથી પમાય છે.'' (વ.પૃ.૭૦)
“મનુષ્યભવ દુર્લભ છે—ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (પૃ.૧૧૮) ||૩||
એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોધ લગાર, પ્રભુજી;
જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ
અર્થ :— આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સત્પુરુષના યોગસહિત દેવદુર્લભ માનવજન્મ પામીને સ્વધામરૂપ મોક્ષને માટે સત્પુરુષના બોધની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે.
“ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રક્તિ એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! ” (વ.પૃ.૫૨)
આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનીંદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે ‘નર નથી પણ વાનર જ છે.'
‘વિદ્યા વિત્રિના પશુમિ: માના' આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.' ।।૪।
ધન્ય! મુનિ જે જાગિયા, રહ્યા સદાય અસંગ, પ્રભુજી; મોહ ફંદે ન ફસાય તે, ત્યાગી સંગ-પ્રસંગ, પ્રભુજી. રાજ
-
અર્થ :— તે મુનિ મહાત્માઓને ધન્ય છે કે જે આ અનાદિની મોહનીંદ્રામાંથી જાગૃત થઈને સદાય આત્માના અસંગ અપ્રતિબદ્ધ સ્વરૂપમાં લીન રહે છે. અને જે સદાય સંસારના સંગ પ્રસંગનો ત્યાગ કરી ફરીથી સ્ત્રી પુત્રાદિરૂપ મોહની જાળમાં કદી ફસાતા નથી. III
એવી દશા નથી ત્યાં સુઘી ઉપાસવો સત્સંગ, પ્રભુજી; અલ્પ આરંભ-પરિગ્રમે ટળે અસત્સંગ-રંગ, પ્રભુજી. રાજ
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
અર્થ :– એવી મુનિદશા જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આત્માદિ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે સત્સંગની ઉપાસના કરવી યોગ્ય છે. સત્સંગની ઉપાસના કરવા માટે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવા જોઈએ તેથી અસત્સંગનો પ્રસંગ ટળે છે અને સત્સંગ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અપત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રનિ એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (વ.પૃ.૪૫) ||||
ચિત્ત વિત્ત ને પાત્રના યોગ અલભ્યની શોથ, પ્રભુજી; યોગાનુયોગે મળી જતાં સહજે આતમબોઘ, પ્રભુજી. રાજ॰
૫૨૬
અર્થ :– ચિત્ત એટલે મન તેને મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા, વિત્ત એટલે ન્યાયપૂર્ણ ધનધાન્યાદિનો યોગ અને પાત્ર એટલે ઉત્તમ એવા જ્ઞાનીપુરુષનો યોગ મળવો ઘણો દુર્લભ છે. તેની શોથ કરવી જોઈએ. યોગાનુયોગે પૂર્વ પુણ્યના બળે આ ત્રણેય કારણો ભેગા મળી જાય તો સહજે આત્મા સંબંઘીનું જ્ઞાન થવા યોગ્ય છે.
ચિત્ત, વિત્ત અને પાત્ર વિષે શ્રી ઋષભદેવ ભગવાનનું દૃષ્ટાંત
=
ધનશેઠનું દૃષ્ટાંત ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં ઘનશેઠ નામનો સાર્થવાહ હતો. એ એકવાર વસંતપુર જવા માટે લોકો સાથે નગર બહાર નીકળ્યો. ત્યાં ધર્મઘોષ આચાર્ય, સાર્થવાહ પાસે અને કહ્યું કે અમે પણ વસંતપુર જવા માટે તમારી સાથે આવીએ. એ સાંભળીને ઘનશેઠ સાર્થવાહ કહે—દે ભગવાન, આજે હું ધન્ય બની ગયો કે આપ મારી સાથે પધારો છો.
આવ્યા
આચાર્ય ભગવંતને સાથે લીઘા પછી કામના કારણે ઘનશેઠ તેમને ભૂલી ગયા. આચાર્ય પાસે જઈ શેઠે પાતાના પ્રમાદાચરણની ક્ષમા માગી કહ્યું : મેં આપને સાથે લીધા પણ અન્નવસ્ત્રાદિવર્ડ આપનો સત્કાર કર્યો નહીં. હવે આપ મારે ત્યાં વહોરવા પધારો. તેથી સુરિએ પોતાના શિષ્યોને આહાર લેવા સાથે મોકલ્યા. શેઠ ઘરમાં જઈને જુવે છે તો વહોરવા લાયક અન્નપાનાદિ કાંઈ હતું નહીં. પણ ત્યાં તાજુ ઘી આવેલ પડ્યું હતું તે લઈને પોતાને કૃતાર્થ અને ધન્ય માનતો જેનું શરીર રોમાંચિત્ત થયું છે, અને ચિત્ત ઉલ્લાસિત થયું છે એવા સાર્થપતિએ સાધુને સ્વહસ્તે ઉત્તમ વિત્તરૂપ થી વહોરાવ્યું અને ભાવપૂર્વક વંદના કરી. ઉત્તમ પાત્ર એવા મુનિએ ધર્મલાભ આપ્યો. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ દુર્લભ એવું બોઘબીજ પ્રાપ્ત થયું. એ બોધ બીજ વૃદ્ધિ પામતું બારમા ભવે ઋષભદેવ ભગવાન તીર્થંકરરૂપે થઈ કેવળજ્ઞાન પામી ઘણા જીવોને પ્રતિબોધ પમાડીને મોક્ષે પધાર્યા.
આમ ચિત્ત, વિત્તને પાત્ર ત્રણેયનો યોગ મળતાં આત્મબોધને પામી કાળાંતરે મોક્ષમાં જઈ તે બિરાજમાન થયા. ||૩||
અસાર આ સંસારના ક્ષણિક ભોગ-વિલાસ, પ્રભુજી;
ઊંડો વિચાર કરી તજું માયિક સર્વ મીઠાશ, પ્રભુજી. રાજ
અર્થ :— આ સંસારના સર્વ ભોગવિલાસ ક્ષણિક અને અસાર છે. તે સર્વે માયિક એટલે સંસારિક સુખમાં રહેલ મારી મીઠાશ એટલે સુખબુદ્ધિનો ઊંડો વિચાર કરીને તેને તજું, તો જ મારું આત્મહિત
Page #155
--------------------------------------------------------------------------
________________
(૪૬) સ્વ-દેશ-બોઘ
૫ ૨૭
સઘાય એમ છે. Iટા
તો સગુરુના સંગથી પ્રગટે બોઘ-પ્રકાશ, પ્રભુજી;
નિર્મળ વિચાર-થારથી ઘોવાય મિથ્યાભાસ, પ્રભુજી. રાજ અર્થ :- ઇન્દ્રિયોના વિષયોને મૂકી દઈ સદગુરુનો સંગ કરવાથી તેમના બોઘે મારા આત્મામાં કારણરૂપ સમ્યકજ્ઞાનનો પ્રકાશ પ્રગટવા યોગ્ય છે. તેથી આત્માની વિચારધારા નિર્મળ બને છે. અને તેના ફળસ્વરૂપ પરપદાર્થમાં સુખ છે એવો મિથ્યાભાસ ધોવાઈ જાય છે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” (વ.પૃ.૪૫૧) આલા
લોક-સ્વજન-તન-કલ્પના બંઘનરૂપ સંબંઘ, પ્રભુજી;
સત્રદ્ધા દ્રઢ આદરી, ટાળું બઘા પ્રતિબંઘ, પ્રભુજી. રાજ હવે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિમાં બાઘક એવા જે ચાર પ્રકારના બંઘન છે તેને ટાળવા જણાવે છે :
અર્થ - લોકસંબંધી બંઘન, સ્વજન કુટુંબ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન અને સંકલ્પવિકલ્પરૂપ બંઘન. આ ચારેય બંઘનો સાથે મારે સંબંધ રહેલો છે. પણ સત્પરુષ ઉપર દ્રઢ સશ્રદ્ધા કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આ બધા પ્રતિબંઘને હવે દૂર કરું,
“જીવને બે મોટા બંઘન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંઘ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંઘ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંઘ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૬૧) /૧૦
કર્મકલંકિત આતમા જેથી થાય વિશુદ્ધ, પ્રભુજી;
તે જ સ્વઘામ, સ્વહિત તે, સમજાવે સૌ બુદ્ધ, પ્રભુજી. રાજ અર્થ :- અનાદિકાળથી કર્મથી કલંકિત થયેલ આત્મા જે વડે વિશુદ્ધ થાય તે જ પોતાનું સ્વઘામ છે, અર્થાત્ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિતિ એ જ પોતાનું શાશ્વત ઘર છે અને તે સ્થિતિને પ્રાપ્ત કરવી એમાં જ પોતાનું અનંત હિત રહેલું છે. એમ સર્વ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોનું જણાવવું છે. પરમકૃપાળુદેવ આ વિષે આત્મસિદ્ધિમાં જણાવે છે – “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” (વ.પૃ.૫૫૫)
“રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૧૧ાા ઇન્દ્રિય-રાક્ષસ જ્યાં ભમે, રમે રતિરૂપ સિંહ, પ્રભુજી;
દુઃખ અટવી-સંસારને તજે મુનિ નર-સિંહ, પ્રભુજી. રાજ, અર્થ - જ્યાં ઇન્દ્રિયોરૂપી રાક્ષસો ભમી રહ્યાં છે અને જ્યાં કામદેવરૂપ સિંહ રમણતા કરી રહ્યો છે એવા દુઃખમય સંસારરૂપી જંગલને, જે નરોમાં સિંહ સમાન છે એવા આત્મજ્ઞાની મુનિઓ તો તજી દે છે. ૧૨ાા
દુઃખદાવાનળથી બળે જગમાં જીવ અનંત, પ્રભુજી; જ્ઞાન-સમુદ્ર તટે જતા તેથી સઘળા સંત, પ્રભુજી. રાજ
Page #156
--------------------------------------------------------------------------
________________
૫ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- જન્મ જરા ને મૃત્યુ, આધિ વ્યાધિ ને ઉપાધિરૂપ દુઃખદાવાનળથી જગતમાં રહેલા અનંત જીવો બળી રહ્યાં છે. તેથી સઘળા સંતપુરુષો આત્મશાંતિ અર્થે આત્મજ્ઞાનરૂપી સમુદ્રના કિનારે જઈને વાસ કરે છે. “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ૧૩
સમજુ જન તે જાણવા, હણે મોહ અરિ જેહ, પ્રભુજી;
અનંતકાળથી દુઃખ દે, દુર્જય જગમાં તેહ, પ્રભુજી. રાજ અર્થ :- સ્વદેશ એટલે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિનાં અનેક સત્ય ઉપાય જ્ઞાનીઓ જણાવે છે –સમજુ પુરુષો તેને જાણવા કે જે મોહનીય કર્મના બે ભેદ દર્શનમોહ અને ચારિત્રમોહને પોતાના શત્રુ સમાન જાણીને હણે છે. અનંતકાળથી આ મોહ જ જીવને દુઃખ આપે છે. અને જગતમાં સર્વ કરતાં દુર્જય એ જ છે.
“મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે; ચંચળતા મનની પણ તેથી, દોદશ ભટકે વિભાવે;” -આલોચનાદિપદસંગ્રહ ૧૪ ક્ષણ પણ સજ્જન-સંગતિ જાણું ભવ-જળ-નાવ, પ્રભુજી;
પ્રમાદ તર્જે તે આશરે પાસું નિજ સ્વભાવ, પ્રભુજી. રાજ અર્થ - ક્ષણ માત્ર પણ સજ્જન એટલે જ્ઞાની પુરુષોના સમાગમને સંસારરૂપી સમુદ્રજળને તરવા માટે હું નાવ સમાન માનું. “ક્ષણમા સજ્જન સંતરે વળી, મવંત મવાવ તરણે નૌવા.” (વ.પૃ.૨૨૪)
માટે પ્રમાદ તજી જ્ઞાની પુરુષોના આશ્રયે રહી હું મારા નિજ આત્મસ્વભાવની પ્રાપ્તિ કરી લઉં. કારણ કે એ જ મારું સ્વઘામ છે. સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯) /૧૫l.
વિભાવ મૂળ સંસારનું સુવિચારે બળી જાય, પ્રભુજી;
ઇન્દ્રિય-સુખની લાલસા ગયે આત્મસુખ થાય, પ્રભુજી. રાજ અર્થ - સંસારનું મૂળ વિભાવ છે, અર્થાત્ રાગદ્વેષના ભાવ છે. અને તે દેહમાં આત્મબુદ્ધિના કારણે ટકી રહેલા છે. તે ભાવો સપુરુષના બોઘે સુવિચારણા કરવાથી બળતા જાય છે. દેહમાં રહેલી ઇન્દ્રિયોના સુખની લાલસા જ્યારે જશે ત્યારે જ ખરા આત્મસુખની પ્રાપ્તિ થશે.
“મૂળ સંસાર-દુઃખોનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર, બાહ્ય - અંતર પેસ જે.” ઇન્દ્રિય દ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે;
ભોગો પામી ન મેં પૂર્વે - જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક “છ બારીઓવાળા એક મકાનમાં ઊભા રહી આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇન્દ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર, પણ દ્રષ્ટિ છે બહાર. તે દ્રષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.” (ઉ.પૃ.૩૬૨) I/૧૬ના
પ્રમાદ તર્જે તે કામને ભાવ ઘરી ઘરું હાથ, પ્રભુજી; વિવેકશૂન્ય રહું નહીં ગ્રહી સજ્જનનો સાથ, પ્રભુજી. રાજ,
Page #157
--------------------------------------------------------------------------
________________
(૪૬) સ્વ-દેશ-બોઘ
૫ ૨૯
અર્થ - હવે પ્રમાદને તજી ઇન્દ્રિયસુખની લાલસાને દૂર કરવાનું કામ અંતરના ભાવસહિત હાથમાં લઉં. હવે વિવેકશૂન્ય એટલે આત્માના હિત અહિતના ભાન વગર રહું નહીં. એ ભગીરથ કામ કરવા માટે સજ્જન એવા સપુરુષ કે તેના બોઘનો સાથ ગ્રહણ કરું. [૧ળા.
પરાથીન ઇન્દ્રિયસુખો, ક્ષણિક ને દુઃખમૂળ, પ્રભુજી;
જીવન ઝબકારા સમું મોક્ષયત્ન અનુકૂળ, પ્રભુજી. રાજ, અર્થ - આ પાંચેય ઇન્દ્રિયના સુખો પરાધીન છે, ક્ષણિક છે અને દુઃખના જ મૂળ છે.
“सपरं बाधासहीयं विछिन्नं बंधकारणं विषमं ।
जं इन्दियेही लद्धं तं सोक्खं दुःखमेव तहा ॥" અર્થ - ઇન્દ્રિયસુખ પરાધીન, બાઘાથી યુક્ત, વિનાશકારી, કર્મબંધનું કારણ અને વિષમભાવને કરાવે એવું છે. જેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે.
આપણું આ જીવન પણ વિજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. માટે આ જીવનમાં સ્વદેશરૂપ મોક્ષ મેળવવાનો યત્ન કરવો એ જ આત્માને અનુકૂળ અર્થાત્ કલ્યાણકારી છે.
“વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં,
ફરી ફરી નહિ મળે એવાં સત્સંગ કીજીયે; હાંરે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું.” -આલોચનાદિ પદસંગ્રહ /૧૮ના મેઘકુમાર થયા મુનિ લહી વૈરાગ્ય અપાર, પ્રભુજી;
રાત્રે ઊંઘ ન આવતાં ઘેર જવા તૈયાર, પ્રભુજી. રાજ અર્થ - શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવાથી અપાર વૈરાગ્ય થયો અને દીક્ષા ગ્રહણ કરી લીધી. રાત્રે સૂતા પછી અંધારામાં મુનિઓના પગ અફળાવાથી ઊંઘ આવી નહીં. તેથી સવારમાં પોતાના ઘરે જવા માટે તૈયાર થયા. ૧૯
પ્રભુદર્શન ને બોઘથી થયું પૂર્વ-ભવ-જ્ઞાન, પ્રભુજી;
હાથી-ભવનાં દુઃખ-દયા દીઠે આવ્યું ભાન, પ્રભુજી. રાજ અર્થ - પ્રભુ દર્શન માટે જતાં ભગવાન મહાવીરનો સ્વદેશરૂપ મોક્ષગમન માટેનો એવો બોઘ થયો કે જેથી મેઘકુમારને પોતાના પૂર્વભવનું જ્ઞાન થઈ ગયું.
મેઘકુમારનું દૃષ્ટાંત –મેઘકુમાર પૂર્વભવમાં હાથી રૂપે હતા. જંગલમાં દવ લાગ્યો તેથી આ હાથી દ્વારા ઝાડપાન વગરની બનાવેલી મોટી જગ્યામાં બધા પશુઓ આવીને ભરાઈ ગયા. આ હાથીને ખંજવાળ આવવાથી એક પગ ઊંચો કર્યો કે ત્યાં જગ્યા થવાથી એક સસલું આવીને ત્યાં ભરાઈ ગયું. પગ નીચે મૂકવા જતાં સસલાને જોઈ દયા આવવાથી અઢી દિવસ સુધી હાથીએ પોતાનો પગ અથ્થર ઘરી રાખ્યો. દવ શાંત થતાં બઘા પશુઓ ચાલ્યા ગયા. તેથી હવે પગ નીચે મૂકવા જતાં, પગની રગો બંઘાઈ જવાથી તે હાથી નીચે પડી ગયો. ત્રણ દિવસ સુધી ભુખ તરસની પીડા ભોગવી સો વર્ષના આયુષ્યના અંતે મરીને તે હાથી શ્રેણિક રાજાના ઘરે દયાના પરિણામે તેના પુત્રરૂપે અવતર્યો. ભગવાન કહે તે તું જ છો. જગતવંદ્ય સાઘુઓના ચરણની રજ તે કોઈ પુણ્યવાન પુરુષના ભાગ્યમાં જ હોય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૫ ૩ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જાતિસ્મરણજ્ઞાન વડે પોતાના હાથીના ભવના આવા દુઃખ અને તે ભવમાં આવી દયા પાળવાથી થયેલ વર્તમાન સ્થિતિને વિચારવાથી મેઘકુમારને હવે ભાન આવી ગયું. ૨૦ના
નરભવમાં હારું નહીં, હવે કરું કલ્યાણ, પ્રભુજી;
એવો નિર્ણય કરી કહે: “નિયમ કરું, ભગવાન. પ્રભુજી. રાજ અર્થ :- ભાનસહિત મેઘકુમાર મુનિ મનમાં વિચારવા લાગ્યા કે હવે આ મનુષ્યભવમાં ગમે તેવા દુઃખ આવે તો પણ હારીશ નહીં. પણ સ્વઘામ જવા માટેનો પુરુષાર્થ કરીને મારા આત્માનું કલ્યાણ જ કરીશ. એવો મનમાં નિર્ણય કરી ભગવાન મહાવીરને કહેવા લાગ્યા કે ભગવન! હવે હું વિશેષ પ્રકારનો આપની આજ્ઞાએ નિયમ ગ્રહણ કરવા ઇચ્છું છું. ૨૧
દેહ તણી સંભાળ હું કરીશ નહિ કર્દી અલ્પ, પ્રભુજી;
સદ્ગશરણે હું તાજું દેહ વિષે વિકલ્પ,” પ્રભુજી. રાજ અર્થ - હે પ્રભુ! આપની કૃપાએ હવે હું આ દેહની બે આંખો સિવાય બીજા અંગની કદી અલ્પ પણ સંભાળ કરીશ નહીં. સરુ એવા આપને શરણે રહીને આ દેહના સર્વ વિકલ્પ આજથી હું તજું છું. ૨૨ાા
સર્વ સંગ આસ્રવ મહા, લાય સમા ન મનાય, પ્રભુજી;
સ્ત્રી-ઘનચશની વાસના કેમ હજી ન તજાય, પ્રભુજી. રાજ, અર્થ - મેઘકુમારની જેમ સ્વઘામ જવા માટે “સર્વ સંગ મહા આસ્રવરૂપ છે, બળતરા આપનાર જ છે એમ હે પ્રભુ! મારાથી કેમ મનાતું નથી. સ્ત્રી પ્રત્યેની વાસના, ઘન પ્રત્યેની લાલસા કે યશ મેળવવાની આશા તે હે પ્રભુ! હજુ સુધી મારાથી કેમ તજાતી નથી? પારકા
કાયા મળમૂત્રે ભરી, માત્ર રોગની ખાણ, પ્રભુજી;
કેમ અયોગ્ય પ્રયોજને રાચે હજું મુજ પ્રાણ, પ્રભુજી? રાજ અર્થ :- કાયા મળમૂત્રથી ભરેલી છે, માત્ર રોગને રહેવાની ખાણ છે. છતાં આ કાયાવડે નહીં કરવા યોગ્ય એવા અયોગ્ય કામમાં મારા પ્રાણ હજુ કેમ રાચે છે. પાંચ ઇન્દ્રિયો તથા મન, વચન, કાયાના યોગ અને આયુષ્ય તેમજ શ્વાસોચ્છવાસ મળીને આ દસ પ્રાણ કહેવાય છે.
“ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” (વ.પૃ.૪૭) ૨૪. કાળરૂપી અજગર ગળે જન્મ થકી નિર્ધાર, પ્રભુજી;
ભોગ-ભુજંગ-પ્રસંગમાં રાચું હજી ય અપાર, પ્રભુજી. રાજ અર્થ – હે પ્રભુ! જન્મથી જ કાળરૂપી અજગરે પોતાના મોઢામાં મને અવશ્ય લઈ લીઘેલ છે. છતાં ભુજંગ એટલે સર્પની સાથે રમવા જેવા આ ભોગના પ્રસંગોમાં હજી હું કેમ અત્યંતપણે રાચી રહ્યો છું.
ખરી રીતે એ પાંચ ઇંદ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુઘી ઘરઘણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુઘી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી.” (બો.૩ પૃ. ૪૪) //રપાઈ
Page #159
--------------------------------------------------------------------------
________________
(૪૬) સ્વ-દેશ-બોધ
ઉપરાઉપરી આપદા પ્રેરે પાપ-પ્રકાર પ્રભુજી; નરક ભયંકર નોતરે; ટકે ન તિ-વિચાર, પ્રભુજી. રાજ
અર્થ :– હે પ્રભુ! આ સંસારમાં ઉપરાઉપરી અનેક પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિની આપદાઓ આવતાં છતાં પણ મધુબિંદુના દૃષ્ટાંત સમાન ત્યાં જ વળગી રહી પાપના પ્રકારોમાં જ મારો જીવ પ્રેરાય છે, પણ તેને છોડવા ઇચ્છતો નથી. તો તે પાપના વિચારો મારા માટે નરકને નોતરું આપશે. કેમકે આત્મહિતના વિચારો મારા મનમાં ટકવા જોઈએ તે ટકતા નથી. તો મારે હવે તે માટે શું કરવું? તે આપ જણાવો. ૨૬ના નથી નિર્ણય નિજ રૂપનો ક્યાંથી થશે કલ્યાણ, પ્રભુજી? ભાન વિના ભમતો ફરું ભૂત-ભ્રમિત સમાન, પ્રભુજી, રાજ
અર્થ :– હે પ્રભુ! હજી મને મારા પોતાના સ્વરૂપનો નિર્ણય નથી કે હું કોણ છું? તે આત્મસ્વરૂપને જાણ્યા વિના હે પ્રભુ! મારું કલ્યાણ કેમ થશે? મોહરૂપી ભૂત લાગવાથી ભ્રમિત થયેલો એવા હું સ્વભાવને ભુલી ચારગતિરૂપ ઘોરવનમાં ભમ્યા જ કરું છું. ।।૨૭।।
કુશાસ્ત્રાદિ વિનોદમાં ગાળું હું દુર્લભ કાળ, પ્રભુજી;
કરવા યોગ્ય કરું નહીં, લીથી ન નિજ સંભાળ, પ્રભુજી. રાજ
૫૩૧
અર્થ :— હે પ્રભુ! આત્માર્થ પોષક શાસ્ત્રોને મૂકી દઈ; મિથ્યાત્વ પોષક કુશાસ્ત્રો કે છાપાઓ કે મોક્ષપોષક નવલકથાઓના વિનોદમાં મારો આ દુર્લભ મનુષ્યભવનો સમય ગાળું છું. આ માનવદેહમાં અચૂક કરવા યોગ્ય આત્મકાર્યને હું કરતો નથી. જેથી મારા આત્માની નિજ સંભાળ લેવાનું કાર્ય આવા પ્રાસ અમુલ્ય અવસરમાં પણ પડ્યું એ છે, તો મારું સ્વદેશરૂપ મોક્ષગમન કેવી રીતે થશે? IIરતા સમભાવે પગ ના ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ઘરું ભવનાટકે, સ્વભાવ નિત્ય ચુકાય, પ્રભુજી. રાજ
અર્થ :– સમભાવ જે આત્માનું ઘર છે - સ્વધામ છે, ત્યાં મારો પગ ટકતો નથી, અર્થાત્ સ્વભાવમાં મન સ્થિર રહેતું નથી. અને સર્વ દુઃખનું મૂળ મમતા છે. તે પરમાં મારાપણું કરવાનો ભાવ હજુ સુઘી મારા મનમાંથી મૂકાતો નથી. તેના કારણે આ સંસારમાં હું અનેક પ્રકારના નવા નવા દેહ ઘારણ કરીને નાટક કર્યાં કરું છું. અને જે મારો નિત્ય આત્મ સ્વભાવ છે તેને ચૂકી જાઉં છું.
એક ભવમાં પણ જ્ઞાનીપુરુષની આજ્ઞાએ ઘર્મ આરાધું તો મારો અનંત સુખરૂપ આત્મસ્વભાવ પ્રાપ્ત થઈ મારું આ ભવનાટક અટકી જાય; પણ હજી હું તેમ કરતો નથી. રા
કૃત-કારિત-અનુમોદને ધર્મ ત્રિવિધ સથાય, પ્રભુજી;
મન, વાણી, તન યોજતાં નવઘા ઘર્મ-ઉપાય, પ્રભુજી. રાજ॰
અર્થ :— કરવું, કરાવવું અને અનુમોદવું એમ ઘર્મ ત્રણ પ્રકારે સાથી શકાય છે. તેમાં પણ મન, વાણી અને શરીર સાથે તેની યોજના કરતાં તે ધર્મ નવ પ્રકારે આરાધી શકાય છે.
જેમકે મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું કે કાયાથી કરવું, કરાવવું અનુમોદવું. એમ નવ પ્રકારે ઘર્મ આરાધનાના ઉપાય ભગવંતે જન્નાવ્યા છે. ।।૩।
Page #160
--------------------------------------------------------------------------
________________
૫૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
શ્રવણ, કીર્તન, ચિંતના, વંદન, સેવન, ધ્યાન, પ્રભુજી;
લઘુતા, સમતા, એકતા-નવધા ભક્તિ-નિદાન, પ્રભુજી. રાજ, અર્થ :- ભક્તિ કરવાના પણ નવ પ્રકાર જ્ઞાની પુરુષોએ આ પ્રમાણે જણાવેલ છે :
ભગવાનના બોઘનું શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન એટલે ગુણગાન કરવું, તેમના વચનોનું ચિંતન-મનન કરવું, વિનયપૂર્વક તેમને નમસ્કાર કરવા, પૂજ્ય પુરુષોની સેવાચાકરી કરવી, ઘર્મધ્યાન કરીને વૃત્તિને સ્થિર કરવી, ગુણ પ્રગટતાં પણ લઘુતા ઘારણ કરવી, રાગદ્વેષ રહિત સમભાવમાં આવવું અને પરમગુરુના સ્વરૂપમાં ઐક્યપણાનો ભાવ ઊપજવો તે એકતા ભક્તિ છે.
આ નવઘાભક્તિ પણ સ્વદેશરૂપ મોક્ષ પ્રાપ્તિનું બળવાન નિદાન એટલે કારણ છે. ભક્તિ એ મોક્ષનો ઘુરંથર માર્ગ મને લાગ્યો છે.” શ્રીમદ્ રાજચંદ્ર /૩૧.
ઘોઘ સમાં સબોઘથી ટળતાં પૂર્વિક પાપ, પ્રભુજી;
આત્મિક બળ ઉજ્જવળ બને, એ સત્સંગ-પ્રતાપ, પ્રભુજી. રાજ અર્થ – સત્પરુષના સદ્ગોઘરૂપ ઘોઘવડે જીવોના પૂર્વે કરેલા સંચિત પાપરૂપ મળ ધોવાઈ જાય છે, અને તેમના આત્માનું બળ ઉજ્વળતાને પામે છે અર્થાત નિર્મળ બને છે. નિર્મળ આત્માઓની ક્રમપૂર્વક સંપૂર્ણ શુદ્ધિ થયે તે મોક્ષરૂપ સ્વઘામમાં જઈ, સર્વકાળ અનંતસુખમાં બિરાજમાન થાય છે. આ સ્વઘામ મોક્ષમાં લઈ જવાનો બધો પ્રતાપ સત્સંગરૂપી કલ્પવૃક્ષનો છે; એમ પરમકૃપાળુદેવ જણાવે છે.
આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે, એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી, પણ સાચો દેવ કયો? આત્મા. તે જાણ્યો છે જેણે એવા સપુરુષની વાણી સાંભળતા કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંઘાય છે.” (ઉપદેશામૃત) //૩રા.
સ્વદેશરૂપ મોક્ષમાં શાશ્વત નિવાસ કરવો હોય તો મન, વચન, કાયાના યોગને પ્રથમ શુભમાં પ્રવર્તાવવા પડશે, તો જ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. પ્રશસ્ત એટલે શુભ. યોગ એટલે મન,વચન, કાયાના યોગ. એ ત્રણેય યોગને શુભમાં પ્રવર્તાવવા તે પ્રશસ્ત યોગ.
(૪૭) પ્રશસ્ત યોગ
(રાગ ખમાજનાલ ઘુમાળી) (વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી, પનામી રે–એ રાગ)
વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે;
પરમ યોગ પ્રગટાવે હૃદયે, શાંત-સુથારસ ઘારી રે. વંદું. અર્થ – હું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદન કરું છું કે જેના મન વચન કાયાના યોગ અવંચકકારી છે અર્થાત્ જેના યોગ કોઈને ઠગનાર નથી.
Page #161
--------------------------------------------------------------------------
________________
(૪૭) પ્રશસ્ત યોગ
૫ ૩૩
જેના યોગબળે આપણા હૃદયમાં પણ મોક્ષને સાથે એવા પરમ યોગની સાધના પ્રગટ થાય એમ છે, એવા પરમકૃપાળુદેવનું હૃદય શાંત સુઘારસથી ભરપુર છે, તેમને મારા ભક્તિભાવે નમસ્કાર હો. ||૧||
યોગ થયો જે પરવસ્તુનો બાહ્ય, અત્યંતર ભેળે રે;
દેહાદિકનો બાહ્ય ગણાય, કર્મ અત્યંતર વેદે રે. વંદું અર્થ :- સર્વ જીવોને પરવસ્તુનો બે પ્રકારે યોગ થયેલો છે. તે એક બાહ્ય અને બીજો અંતરનો છે. તેમાં દેહ, કુટુંબ, સોનું, રૂપું, મણિ, પત્થર આદિનો યોગ તે બાહ્યયોગ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનો યોગ એટલે સંબંઘ તે અંતરમાં રહેલ આત્મા સાથે છે. તે આત્મા એ આઠેય કર્મના ફળનું વેદન કરનાર છે. રા.
કર્મ-હેતુ ત્રણ યોગ કહ્યા જ્યાં મન, વાણી, તન વર્તે રે;
શુભ, અશુભ જીંવ-ભાવ વડે તે પ્રશસ્ત ને અપ્રશસ્ત રે. વંદું અર્થ :- હવે અંતરંગ કર્મનો યોગ કેવી રીતે થાય છે તે જણાવે છે :
જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મ આવવાના કારણ ત્રણ યોગ છે. તે મન, વચન, કાયાના યોગ પ્રવર્તનથી કર્મનું આગમન થાય છે. શુભ કે અશુભભાવ જીવ કરે તે પ્રમાણે, મન વચન કાયાના યોગ પ્રશસ્ત યોગ કે અપ્રશસ્તયોગ કહેવાય છે. ગાયા
પાપ-કર્મમાં કરે પ્રવૃત્તિ વિષયાદિકને માટે રે;
અશુભ યોગથી દુર્ગતિ બાંથી વહે અનાદિ વાટે રે. વંદુંઅર્થ - અશુભ યોગમાં જીવો શા માટે પ્રવૃત્તિ કરે છે અને તેનું ફળ શું આવે છે તે જણાવે છે –
પાંચ ઇન્દ્રિયના વિષયો પોષવા માટે જીવો અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ કરે છે. તે અશુભયોગમાં પ્રવૃત્તિ કરીને દુર્ગતિનો બંઘ કરી, અનાદિની ચતુર્ગતિરૂપ ભ્રમણની વાટમાં જીવો ફર્યા કરે છે. [૪]
સદ્ભાગ્યે સગુરુને યોગે વંદન આદિક કરતાં રે,
યોગ-ક્રિયા-ફળ હોય અવંચક ભાવ સત્ય પ્રતિ ઘરતાં રે. વંદુંઅર્થ - સદ્ભાગ્યના ઉદયે કોઈક ભવમાં શુભકર્મના ફળમાં તેમને સગુરુનો યોગ મળતાં, તેમને વંદન, પૂજન, સેવન કે ઉપદેશ શ્રવણ આદિ કરવાનો જોગ પ્રાપ્ત થાય છે. ત્યારે તેમના મન વચન કાયાના યોગ કે તેમની પ્રવૃત્તિરૂપ ક્રિયા કે તેના ફળ અવંચક બને છે અને તેમના ભાવ જેમ છે તેમ આત્માદિ વસ્તુના સત્ય સ્વરૂપ પ્રત્યે વળતા જાય છે.
હવે યોગ, ક્રિયા કે તેના ફળ ક્યારે અવંચક કહેવાય તે જણાવે છે :
“સદગુરુનો યોગ થયા પછી તેની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગાવંચક છે, જ્ઞાનીની આજ્ઞાએ વચન અને કાયા પ્રવર્તાવે, વંદના આદિ ક્રિયા વિનયપૂર્વક કરે તે ક્રિયા અવંચક છે. અને સદગુરુ સાચા હોવાથી જે પુણ્યરૂપ ફળ બંઘાય તે પણ મોક્ષમાર્ગને અવિરોઘક એવું હોય તે ફ્લાવંચક છે. એમ યોગ, ક્રિયા ને ફળ એ ત્રિવિઘ અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દ્રષ્ટિમાં જીવ આવ્યો લેખાય.” (આ..સક્ઝાય, અર્થ., .૧૨)
હવે વંચક યોગ કે વંચના બુદ્ધિ કોને કહેવાય તે જણાવે છે :“વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે
Page #162
--------------------------------------------------------------------------
________________
૫૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
માહાભ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાઘવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે
ત્યાં પણ જો જીવ લઘુતા ઘારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વઘારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન.” (વ.પૃ.૪૨૨) //પા.
એક શેઠને ત્રણ દુકાનો રત્ન, કનક, કાપડની રે;
નફો-ખોટ ત્યાં ભાવ પ્રમાણે, વળી ક્રિયા આવડની રે. વંદું અર્થ - મન, વચન, કાયાના ત્રણેય યોગમાં, કયા યોગની પ્રવૃત્તિથી વિશેષ નુકસાન છે તે કહે છે :
એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠને ત્રણ દુકાનો છે. એક રત્ન-હીરા માણેક મોતીની, બીજી સોના ચાંદીની અને ત્રીજી કાપડની. તેમાં નફો કે ખોટ ભાવ પ્રમાણે થાય છે. વળી તેમાં પોતામાં ઘંઘાની કેવી આવડત છે અને કેવો એનો પુરુષાર્થ છે તેના ઉપર પણ નફા તોટાનો આધાર રહે છે. જો
કાપડમાં જે ખોટ જણાતી, કનકલાભથી ટળતી રે;
કનકદુકાને ખોટ આવતાં રત્નનફામાં ભળતી રે. વંદું અર્થ - કાપડની દુકાનમાં જે કોઈ ખોટ જણાય તો તે સોનાચાંદીની દુકાનના નફામાંથી પુરાઈ જાય. સોના ચાંદીની દુકાને ખોટ આવે તો તે રત્ન કે હીરા માણેકની દુકાનમાંથી ભરપાઈ થઈ જાય. શા
પ્રશસ્ત પ્રવૃત્તિ યોગ તણી તે પુણ્યલાભ સમ સમજો રે,
અશુભ યોગ-જ પાપ ખોટ સમ, પુરાય હજી જો ચેતો રે. વંદું અર્થ - મન વચન કાય યોગની શુભ પ્રવૃત્તિ થાય તેને પુણ્યના લાભ સમાન જાણો, અને તે યોગોવડે અશુભ પ્રવૃત્તિ થાય તો પાપ કર્મનો આસ્રવ થાય છે, તેને દુકાનમાં થતી ખોટ સમાન જાણો. તે ખોટને પૂરી શકાય છે, જો તમે નીચેની ગાથામાં જણાવ્યા પ્રમાણે ચેતી જાવ તો. ટાા
કાયાએ દૂભવ્યા અને તેની ક્ષમા યાચ જન છૂટે રે,
વચન-વિરોથે વેર વઘેલું મૈત્રીભાવે તૂટે રે. વંદું અર્થ - કાયાવડે કોઈને આપણે દુભવ્યા હોય તો તેની માફી માંગીને છૂટી શકાય છે. કોઈની સાથે નહીં કહેવા યોગ્ય વચન બોલવાથી વધેલું વેર, તેની સાથે ફરીથી મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખવાથી મટી શકાય છે. લા.
એથી ઊલટો ક્રમ સેવાથી ખોટ નહીં પુરાશે રે,
મનમાં વેર ઘરી હિતવચનો વદતાં, વેર ન જાશે રે. વંદું અર્થ:- એથી ઊલટો ક્રમ જેમ કે પેલા બે ઘોલ મારે તો હું ચાર મારીશ, કે પેલો બે વચન કહે તો હું ચાર કહીશ એમ કરવાથી થયેલ પાપની ખોટ કદી પુરાશે નહીં પણ વૃદ્ધિ પામશે. મનમાં વેરના ભાવો રાખી ઉપરથી મીઠું બોલવાથી પણ તે વેર નાશ પામશે નહીં. ||૧૦ના
વચન-વિરોથ કરી કાયાથી સેવા કરો તન તોડી રે, તોપણ હિત નહિ સાથી શકશો, સમજી લ્યો મન જોડી રે. વંદું
Page #163
--------------------------------------------------------------------------
________________
(૪૭) પ્રશસ્ત યોગ
૫૩૫
અર્થ :— ગમે તેમ બોલી વચનરૂપ તીર છોડીને વિરોઘ મોલ લીઘા પછી, કાયાથી તનતોડીને તેની સેવા કરો તો પણ તમે તમારું હિત સાધી શકશો નહીં. આ વાત તમે મનને સ્થિર કરીને બરાબર સમજી લેજો. ।।૧૧।।
રત્નખોટ નહિ. પૂરી થાશે સોનાની નહિ ખોટ પુરાશે
સુવર્ણની દુકાને રે, કાપડની દુકાને રે, વંદું
અર્થ :- રત્નની દુકાનમાં આવેલ ખોટ સોનાચાંદીની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. અને સોના ચાંદીની દુકાને આવેલ ખોટ કાપડની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. ।।૧૨।। મનને આધારે તરવાનું કે ડૂંબવાનું, સમજો રે, તેથી મનની શુદ્ધિ કરવા સત્પુરુષને ભજો રે, વંદું
અર્થ :– હવે મનોયોગને પ્રશસ્ત કરવા કેવા ભાવોમાં રમવું જોઈએ તે જણાવે છે –
રત્નોની દુકાન સમાન મનને જાણો, તેની ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. મનને આધારે જ તરવાનું છે કે બૂડવાનું છે. મન જો સત્પુરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે. અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાવી દે એમ છે.
બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. “મન ગ્રેય મનુવાળાનું જારમાં બંધ મોક્ષવો:'' તેથી મનની શુદ્ધિ કરવા માટે સત્પુરુષના વચનોને સાચા ભાવથી ભજજો, અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો.
“રાગ-દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ;
તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.’’ -ગ્રંથયુગલ ||૧૩|| સત્પુરુષની સ્તુતિ કરવા વચનયોગ વાપરો રે,
જીવનભર તેની સેવામાં માનવ કાયા ઘરો રે, વંદું
અર્થ :— પોતાનો વચનયોગ પણ સત્પુરુષની સ્તુતિ એટલે ગુણગાન કરવામાં વાપરજો. તથા મનુષ્યભવનો કાર્ય યોગ પણ જીવનભર તેની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાના ઉપયોગમાં લેજો. ।।૧૪। વિષયકષાય તજી અંતરથી, શમ-દમ તત્ત્વ વિચારો રે,
દયા, ક્ષમા, નિર્મમતા, મૈત્રી ઉદાસીનતા થારો રે. વંદું
=
અર્થ :— મનમાંથી વિષયકષાયને તજવા માટે ક્રોઘાદિ કષાયનું શમન કેમ થાય કે વિષયોનું દમન કેમ થાય એ તત્ત્વનો વિચાર કરજો. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ કે ઉદાસીનતા એટલે વૈરાગ્ય જીવનમાં કેમ આવે તેનો વિચાર કરજો. ૫૨માં મારાપણાનો ભાવ મૂકી, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો જેથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ બધા શુભ ભાવો વડે મનવચનકાયાના યોગ પ્રશસ્ત બને છે, અને પ્રશસ્ત યોગવડે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધભાવ વડે સમકિત કે વળજ્ઞાન ઊપજે છે. ।।૧૫′
દ્વાદશ, સોળ અનેક પ્રકારે ભાવી ભાવના સારી રે, સદ્ગુરુ-બોઘે કરો રમણતા, ભવના ભાવ વિસારી રે, વંદું
Page #164
--------------------------------------------------------------------------
________________
૫ ૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - સમાધિસોપાનમાં વિસ્તારથી વર્ણવેલ દ્વાદશ એટલે બાર ભાવના, સોળ કારણ ભાવના અને બીજી અનેક પ્રકારની મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાદિ ભાવનાઓ જે સમ્યક્દર્શનની યોગ્યતા આપનાર છે; તે ભાવનાઓને સારી રીતે ભાવી સદગુરુના બોઘમાં રમણતા કરો; અને સંસાર સંબંઘી સર્વ વિષયકષાયના ભાવોને વિસારી ઘો, અર્થાત ભૂલી જાઓ.
સમાધિસોપાનમાં વર્ણવેલ બાર ભાવનાઓના નામો આ પ્રમાણે છે :
(૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ (૬) અશુચિ, (૭) આસ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિ દુર્લભ અને (૧૨) ઘર્મ દુર્લભ ભાવના છે.
તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સોળ કારણ ભાવનાઓના નામો નીચે પ્રમાણે છે –
(૧) દર્શનવિશુદ્ધિ, (૨) વિનય સંપન્નતા, (૩) શીલવ્રતધ્વતિચાર, (૪) અભીસ્મ જ્ઞાનોપયોગ, (૫) સંવેગ, (૬) શક્તિતઃ ત્યાગ, (૭) શક્તિતઃ તપ, (૮) સાધુ સમાધિ, (૯) વૈયાવૃત્તિ, (૧૦) અરિહંત ભક્તિ, (૧૧) આચાર્ય ભક્તિ, (૧૨) બહુશ્રુત ભક્તિ, (૧૩) પ્રવચન ભક્તિ, (૧૪) આવશ્યક અપરિહાણી (૧૫) સન્માર્ગ પ્રભાવના અને (૧૬) પ્રવચન વાત્સલ્ય ભાવના છે. તેનો વિસ્તાર સમાધિસોપાનમાંથી વાંચવા યોગ્ય છે. ૧૬ાા.
મનડે મોહ-અભ્યાસ કર્યો છે, તેથી મોહે ભમતું રે;
જ્ઞાન અને વૈરાગ્ય-અભ્યાસે રહે સ્વરૂપે રમતું રે. વંદું અર્થ - અનાદિકાળથી આ મનડે મોહ કરવાનો જ અભ્યાસ કર્યો છે. તેથી અજ્ઞાનવડે રાગદ્વેષ કરી મોહરૂપી વનમાં તે ભટક્યા કરે છે. કદાચ વચનથી મૌન રાખે, કાયાને પણ આસનો વડે સ્થિર કરી દે, છતાં મન તો અનેક પ્રકારના ઘાટ ઘડ્યા જ કરે છે.
પણ સપુરુષોના બોઘરૂપ સમ્યકજ્ઞાનવડે અને વૈરાગ્યભાવનાના અભ્યાસ વડે તે મન સ્વરૂપમાં રમણતા કરી શકે છે.
“અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે;
જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્ત્વ સ્વયં વળે.”-ગ્રંથયુગલી/૧૭થી જેને હિતકારી મન માને તેની રુચિ નિત ઘરતું રે,
વગર પ્રયત્ન ત્યાં જ ફરે મન, તલ્લીન બની ત્યાં ઠરતું રે. વંદુંઅર્થ :- મન જે પદાર્થને હિતકારી માને તેમાં હમેશાં રુચિ ઘરાવે છે. વગર પ્રયત્ન પણ મન ત્યાં ફર્યા કરે છે અને તેમાં જ તલ્લીન બની સ્થિર રહે છે.
“બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી;
શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.” -ગ્રંથયુગલ ||૧૮il. સર્વોપર હિતકારી ઑવને સંત-સમાગમ માનો રે,
તેમાં ચિત્ત પરોવાયું તો રંગ રહે નહિ છાનો રે. વંદું અર્થ - જીવને સર્વોપરી કલ્યાણકર્તા સપુરુષનો સમાગમ છે. તેમાં ચિત્ત પરોવાઈ ગયું તો તે સત્સંગના રંગની ખુમારી છાની રહે તેમ નથી. તેના જીવનમાં જરૂર પલટો લાવશે. ||૧લા
Page #165
--------------------------------------------------------------------------
________________
(૪૭) પ્રશસ્ત યોગ
૫ ૩૭
જ્ઞાનીની વાણી વસી હૃદયે તો વૈરાગ્ય ઝળકશે રે,
તત્ત્વ-વિચાર-સુથારસ-ચારા પીતાં તપ-પ્રતિ વઘશે રે. વંદું અર્થ :- જ્ઞાનીની વાણી જો હૃદયમાં વસી ગઈ તો વૈરાગ્ય ઝળકી ઊઠશે.
દ્રષ્ટાંતરૂપે શ્રી અંબાલાલભાઈ અને શ્રી ત્રિભોવનભાઈએ અમદાવાદમાં શ્રી જુઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા જણાવ્યું ત્યારે શ્રી જુઠાભાઈ કહે – “કોણ પ્રતિબંઘ કરે.' આવો વૈરાગ્યપૂર્ણભાવ શ્રી જુઠાભાઈમાં ઝળકી ઊઠ્યો. તેનું કારણ પરમકૃપાળુદેવની વાણી તેમના હૃદયમાં વસેલી હતી.
આત્માદિ મૂળ તત્ત્વોનો વિચાર જે સુથારસની ઘારા સમાન છે; તે પીતાં તપ પ્રત્યે પ્રેમ વધશે અને જગત સુખની ઇચ્છા ઘટવા માંડશે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર ઇચ્છાઓનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. ૨૦ાા
સપુરુષોના ગુણગ્રામે જે રસના પાવન કરતા રે,
તે જન કુંવિદ્યા-રસ તર્જીને સહજ ભવજળ તરતા રે. વંદું અર્થ - હવે વચનયોગને પ્રશસ્ત કરવા વિષેનો ઉપાય જણાવે છે :
સપુરુષોના ગુણગ્રામ કરીને જે પોતાની રસના એટલે જીભને પાવન કરે છે, તે ભવ્યાત્મા કુવિદ્યા એટલે મિથ્યાત્વના રસને મૂકી દઈ સહજે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે.
પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાયોગ્ય, નમસ્કાર કરવાયોગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાયોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે.” ઓ.૨ (પૃ.૧૦૩) “જિનગુણ રાગ પરાગથી રે, મનમોહના રે લાલ, વાસિત મુજ પરિણામ રે, ભવિ બોહના રે લાલ; તજશે દુષ્ટ વિભાવતા રે, મનમોહના રે લાલ, સરશે આતમ કામ રે ભવિ બોહના રે લાલ.”-નિત્યક્રમ ૨૧
સત્ય પ્રમાણિક વચન વદે જે સતુશ્રુતને આધારે રે,
વિશ્વ તણા વ્યાપાર વિષે નહિ વ્યર્થ વચન ઉચ્ચારે રે. વંદું અર્થ :- જે સતશ્રત એટલે સન્શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરુણામય સત્ય પ્રામાણિક વચન બોલે છે; તે વિશ્વમાં અનેક પ્રકારની વ્યાપાર કે વ્યવહાર આદિની ક્રિયા કરતાં પણ અાયોજનભૂત એવા વ્યર્થ વચનને ઉચ્ચારતા નથી.
સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બોલ કરવું નહીં, મૌન સેવવું. (ચારેય પ્રકારની) વિકથાનો ત્યાગ કરવો અથવા તેવી વાતોમાં અનુમોદન આપવું નહીં. તેમ કરવાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે છે.” -.૧ (પૃ.૧૦) //રા
પરનિંદા, કુમાર્ગ-પ્રશંસા, મર્મભેદી તર્જી વાચા રે,
શાંતિ-પ્રેરક વચનયોગને વર્તાવે જન સાચા રે. વંદું અર્થ :- પરનિંદા કરવી નહીં. “પર નિંદા એ સબળ પાપ માનવું.” નવ.પૃ.૧૪)
“પરનિંદા વિષ્ટાવડે, ખરડાયું મુખ પૂર્ણ; પરનારી નિરખી નયન, અંજાયા વિષ ચૂર્ણ.” -સ્વદોષદર્શન
Page #166
--------------------------------------------------------------------------
________________
૫ ૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
- ઘર્મના નામે ચાલતા કુમાર્ગોની પ્રશંસા કરવી નહીં તેથી મિથ્યાત્વને પોષણ મળે છે. તેમજ વચનયોગવડે કોઈના મનને ભેદી નાખે એવી મર્મભેદક વાણી ઉચ્ચારવી નહીં. જેમ બ્રાહ્મણે વાઘને કૂતરો કહી દીઘો, તે ઘા પન્દર દિવસે પણ રુઝાયો નહીં, જ્યારે કુહાડાનો ઘા પંદર દિવસે પણ રુઝાઈ ગયો. માટે સજ્જન પુરુષો શાંતિપ્રેરક વચન બોલી પોતાના વચનયોગનો ઉપયોગ કરે છે. રહા
જન-મન દૂભવે બૂરું બોલી તે જન હિંસક જાણો રે,
તે જનને સન્માર્ગે વાળે, વાણી પ્રશસ્ત વખાણો રે. વંદું અર્થ :- જે ખરાબ વચન બોલીને લોકોના મનને દુભવે છે તેને હિંસક જાણો. એવા વ્યક્તિને પણ જે હિત, મિત અને પ્રિય વચન બોલી, સન્માર્ગમાં વાળે છે તે પુરુષની વાણી પ્રશસ્ત છે એમ જાણો અને તેના વખાણ કરો. ૨૪
કષાય શમાવે, ભક્તિ જગાવે, ઘીરજ દે દુખ આવ્યું રે,
મોહનીંદમાં ઘોરે જગજન તેને બોથી જગાવે રે. વંદુંઅર્થ :- જે વાણી કષાયભાવોને શમાવે, સપુરુષ પ્રત્યે ભક્તિને જાગૃત કરે, દુઃખના અવસરમાં ધીરજ આપે અને મોહનીંદમાં જે જગતવાસી જીવો ઘોરી રહ્યા છે તેને પણ બોથ આપીને જગાડે તે વાણી જીવને કલ્યાણકારી છે. તેની જ ઉપાસના કરવા યોગ્ય છે. ૨૫
સહજ સ્વભાવે સ્કુરતી વાણી પરમગુરુંની જાણો રે,
શબ્દબ્રહ્મફૅપ વચનચોગ તે પરમ પ્રશસ્ત પ્રમાણો રે. વંદું અર્થ - એવી કલ્યાણકારી વાણી કોની છે? તો કે એવી વાણી પરમગુરુની છે કે જે સહજ સ્વભાવે તેમના આત્મામાંથી ફુરાયમાન થઈને નીકળે છે. આત્માને સ્પર્શીને નીકળતી વાણી તે શબ્દબ્રહ્મરૂપ છે. સપુરુષનો એવો વચન-ચોગ પરમ પ્રશસ્ત છે અને પ્રમાણભૂત છે એમ જાણો. ||રા
કર-ચરણાદિક અનેક અંગે પાપ થતાં જે રોકી રે,
સ્વપરહિતમાં કાયા યોજે તે શુભ કાયા-ચોળી રે. વંદું અર્થ - હવે કાયયોગ પ્રશસ્ત થયો જ્યારે ગણાય? તે જણાવે છે :
હાથ, પગ, આંખ, કાન આદિ અંગો દ્વારા થતા પાપોને જે રોકી, તે જ કાયાને વંદન, સેવન, પૂજન આદિ અનેક સ્વ-પર હિતના કામોમાં યોજે તેનો કાયયોગ શુભ છે એમ કહી શકાય. રશી
શાસ્ત્રાજ્ઞા-અનુસરતું વર્તન કાયાથી જે રાખે રે,
પાપ ઘણાં અટકાવી તે જન પરમ પુણ્યફળ ચાખે રે. વંદું અર્થ – શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર મુનિ હોય તો સમિતિપૂર્વક અને ગૃહસ્થ હોય તો યત્નાપૂર્વક કાયાથી વર્તન જો રાખે, તો મન, વચન, કાયાથી થતા ઘણા પાપોને અટકાવી તે ભવ્યાત્મા કાળાન્તરે પરમ પુણ્યના ફળમાં શાશ્વત્ આત્મસિદ્ધિને પામે છે. સારા
ક્રિયાકુશળતા યોગ ગણ્યો છે, અક્રિયતા નિજ જાણો રે, કર્મરહિત નિજ શુદ્ધ સ્વભાવે સ્થિરતા, યોગ વખાણો રે. વંદું
Page #167
--------------------------------------------------------------------------
________________
(૪૭) પ્રશસ્ત યોગ
૫ ૩૯
અર્થ - મન વચન કાયાથી થતી ક્રિયા જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે ક્રિયા જીવને મોક્ષ સાથે જોડાણ કરાવે છે, તેથી તે ક્રિયા કુશળતાને પણ યોગ ગણ્યો છે. જ્યારે નિષ્ક્રિયપણું એ પોતાના આત્માનો સ્વભાવ છે.
જ્યારે મન વચન કાયાના યોગ આત્માને કર્મથી રહિત કરાવીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા કરાવશે તે ખરા પ્રશસ્ત યોગ છે અને તે વખાણવા લાયક છે. રા.
ગ્રંથિભેદ કરી, બાહ્યદશા તર્જી અંતરાત્મતા પામી રે,
પરમાત્માના યોગે યોગી થાય ત્રિભુવન-સ્વામી રે. વંદુંઅર્થ - મોક્ષને સાઘનાર યોગી પ્રથમ જીવની મિથ્યાત્વમય બહિરાત્મદશાને તજી, અંતરઆત્મદશાને પામી, પછી પરમાત્મદશાના યોગે તે ત્રિભુવનનો સ્વામી અર્થાત્ ત્રણેય લોકનો નાથ થાય છે.
“બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો!
સર્વ સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું કહો. ૨૭ -ગ્રંથયુગલ //૩૦ પરમાત્મા ય સયોગીપણું તજી થાય અયોગી અંતે રે,
એમ પરમપદ પામી શોભે સિદ્ધરૃપે લોકાંતે રે. વંદું અર્થ :- દેહધારી પરમાત્મા પણ આયુષ્યના અંતે પોતાના મન વચન કાયાના યોગોને તજી દઈ, અયોગી બની પોતાના સ્વાભાવિક પરમપદ સ્વરૂપ સિદ્ધ અવસ્થાને પામી, લોકાત્તે જઈ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ત્યાં અનંત ગુણોવડે તે શોભા પામે છે. ૩૧.
પ્રશસ્તચોગ-પ્રભાવે યોગી શુભ ભાવો આરાશે રે,
શુદ્ધ ભાવની શ્રેણી ચઢતાં અંતિમ સિદ્ધિ સાથે રે. વંદું, અર્થ :- મન વચન કાયાના પ્રશસ્ત યોગના પ્રભાવે યોગી એવા જ્ઞાની પુરુષ, શુદ્ધ ભાવના લક્ષે શુભ ભાવમાં પ્રવર્તે છે, પણ અવસર પામ્ય આઠમા ગુણસ્થાનકથી શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી અંતિમ સિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગને નીચે પ્રમાણે પ્રશસ્ત કરે છે :
“જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રથાન; જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ.જિ. શ્રી.૨ અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ્થ; જિ. પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહ જ મન સુકયથ્થ. જિ. શ્રી૩ શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર;” નિત્યક્રમ કરવા
મન વચન કાયાના યોગ પ્રશસ્ત કરવા માટે જીવનમાં સરળતા ગુણ જોઈએ. સરળતા હોય તો જીવનમાં ઘર્મ પરિણમી શકે. મન વચન કાયાની કુટિલતા એ ઘર્મના દ્રોહરૂપ છે; જ્યારે “સરળતા એ ઘર્મનું બીજું સ્વરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭)
Page #168
--------------------------------------------------------------------------
________________
૫૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૪૮)
સરળપણું (દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે સુખ-સંપદશું ભેટ–એ રાગ)
વક્રપણું વિભાવતણું રે સગુરુમાં નહિ લેશ, શુદ્ધ સ્વભાવે શોભતા રે સરળપણે પરમેશ.
પરમગુરુ રાજચંદ્ર ભગવંત. હું વંદુ વાર અનંત, પરમગુરુ રાજચંદ્ર ભગવંત. અર્થ - સરળપણું એ આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે; જ્યારે વક્રપણું એ સરળપણાનો પ્રતિપક્ષી દોષ છે. જે આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ ભાવ છે. તે વક્રપણું મારા સગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુમાં લેશ માત્ર નથી. પરમકૃપાળુદેવ તો સરળતા આદિ ગુણો વડે પરમેશ્વર બની જઈ આત્માના શુદ્ધ સ્વભાવમાં બિરાજમાન થઈ સદા શોભી રહ્યાં છે. એવા પરમગુરુ રાજચંદ્ર ભગવંતને હું અનંતવાર પ્રણામ કરું છું. /૧|
સહજ સ્વરૂપને પામવા રે સરળપણાની જરૂર,
મનહરતા પણ ત્યાં વસે રે વિશ્વાસે ભરપૂર. પરમગુરુ અર્થ :- સહજ આત્મસ્વરૂપને પામવા માટે આત્મામાં સરળપણું લાવવું જરૂરી છે.
“આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુઘી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે.” (વ.પૃ.૩૪૬) સરળતા ગુણ જેનામાં છે તે આત્મા બીજાના મનને પણ હરણ કરનાર છે. તેવા વ્યક્તિ ઉપર ભરપૂર વિશ્વાસ મૂકી શકાય. રા
સરળ સિદ્ધ-ગતિ કહી રે, સરળ અતિ શિવપંથ;
વક્રગતિ કહી સર્પની રે, માયાનું દ્રષ્ટાંત. પરમગુરુ અર્થ - લોકાંતે રહેલ સિદ્ધગતિમાં આત્માને જવાનો માર્ગ સરળ અર્થાતુ એકદમ સીધો છે. જે સ્થાને આત્મા દેહરહિત થાય તે જ સ્થાનથી ઉપર ઊઠી એક જ સમયમાં સીઘી ગતિ વડે લોકાંતે જઈ સિદ્ધ ગતિને પામે છે. મોક્ષ પામવાનો માર્ગ સરળ છે.
“અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.” (વ.પૃ.૨૫૯)
સાપની ગતિ વક્ર છે. સાપ ચાલે ત્યારે વાંકો ચાલે છે. તેમ માયાવી જીવોનું વર્તન વક્ર હોય છે; સરળ હોતું નથી. કા
દરમાં પેસે સાપ તો રે સીઘો ત્યાં થઈ જાય,
તેમ માયા મૂક્યા વિના રે ઘર્મ ન સત્ય સથાય. પરમગુરુ અર્થ - સાપ જ્યારે દરમાં પ્રવેશ કરે ત્યારે તેને સીધા થઈ જવું પડે છે. તેમ સંસારમાં રહેલ જીવોને માયા મોહ મૂક્યા વિના સત્ય ઘર્મની આરાધના થઈ શકે એમ નથી.
Page #169
--------------------------------------------------------------------------
________________
(૪૮) સરળપણું
૫૪૧
“માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંઘનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે.” (૨..૨૪૪) .
મનમાં હોય તેવું જ કહે રે વચન વડે જન જેહ,
વચનથી કરવા કહે રે કરે કાયાથી તેહ. પરમગુરુ અર્થ - સરળ જીવ, મનમાં જેવું હોય તેવું કહે છે. વચનવડે પણ તેમજ બોલે છે. વચન વડે જે કરવા કહે તે પ્રમાણે જ કાયાવડે કરે છે.
શ્રી અંબાલાલભાઈએ ખંભાતમાં શ્રી છોટાભાઈને સમાધિમરણમાં સહાય કરવાના ભાવથી વચન આપ્યું. પછી શ્રી છોટાભાઈને પ્લેગ લાગુ પડ્યો, છતાં શ્રી અંબાલાલભાઈએ અંત સુધી તેમની કાયાવડે સંભાળ લઈ સમાધિમરણ કરાવ્યું. તેમને પણ પ્લેગ લાગુ પડ્યો, છતાં “પ્રાણ જાઈ પર વચન ન જાઈ એવું સજ્જન પુરુષોનું વચન સિદ્ધ કરી બતાવ્યું. પણ
એમ ત્રિયોગની એકતા રે ઘરે સરળ સુજાણ,
પ્રજ્ઞાવંત પુરુષની રે સરળતા સુખ-ખાણ. પરમગુરુ અર્થ - એમ સરળતા ગુણના લાભને જાણનાર સજ્જન પુરુષો મનવચનકાયાના ત્રણે યોગની એકતા વડે વર્તન કરે છે. જે પ્રજ્ઞાવંત પુરુષ છે તેની આચરેલી સરળતા તો આત્મિક સુખની પ્રાણ સમાન છે. “સરળતા એ ઘર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.” (વ.પૃ.૭) IIકા.
સરળ જનનું ચિત્તપટ રે ચિંતા-કરચલી હીન,
નથી તેને કાંઈ ઢાંકવું રે નથી ગરજ-આઘીન. પરમગુરુ અર્થ - જે સરળ જીવાત્મા છે તેનું ચિત્તપટ એટલે માનસરૂપી પટ ઉપર ચિંતાની કરચલીઓ જોવા મળે નહીં. કારણકે તેને કંઈ ઢાંકવાપણું નથી. જે કંઈ છે તે બધું ખુલ્યું છે. એવા જીવોમાં માયા કપટ ન હોવાથી તે કોઈની ગરજ કરતા નથી કે કોઈને આધીન પણ રહેતા નથી. શા.
લોકરંજન કે ભય તણો રે ભાર ઘરે નહિ જેહ,
લાભહાનિને ગણે નહિ રે સરળ-શૂરવીર તેહ. પરમગુરુવ અર્થ :- લોકોને રંજન કરવાનો ભય કે ભાર સરળ જીવો મનમાં રાખતા નથી. જે પ્રજ્ઞા સહિત સરળ જીવો છે તે ખરા શુરવીર છે. તે પોતાની સરળતા વડે કંઈ લાભ થાય કે હાનિ થાય તેને ગણતા નથી. દા.
માયા-કપટ ના કેળવે રે, મૂરખ પણ નહિ તેહ,
સરળતા ફળ વીર્યનું રે ઘરે બુદ્ધિઘન જેહ. પરમગુરુ અર્થ – સજ્જન પુરુષો જીવનમાં માયા કપટ કેળવતા નથી. તે કંઈ મૂરખ નથી. પણ માયાકપટથી થતા ભયંકર દોષો જોઈને તેથી દૂર રહે છે. સરળતા એ આત્મામાં રહેલ વીર્યગુણનું ફળ છે. તેને જે બુદ્ધિ ઘન એટલે પ્રજ્ઞાસહિત સજ્જન પુરુષો છે તે જ ઘારણ કરી શકે છે. ગાલા
Page #170
--------------------------------------------------------------------------
________________
૫૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સરળતા બીજ ઘર્મનું રે, સરળતા સુખ-મિત્ર,
માયિક સુખની વાંછના રે કાણી નાવ સચિત્ર. પરમગુરુ અર્થ :- જે જીવમાં સરળતા ગુણ છે, તેમાં ઘર્મનું બીજ રોપી શકાય છે. સરળ પ્રાણી સાથે સુખને મિત્રતા છે. તે શાંતિનું સુખ અનુભવી શકે છે.
- જ્યારે માયા કરીને માયિક એટલે સાંસારિક સુખ મેળવવાની જેની કામના છે, તે સચિત્ર એટલે પ્રત્યક્ષ કાણી નાવ સમાન છે. તે તેને ભવસાગરમાં ડૂબાડનાર છે. ૧૦ના
ભવજળ તરવા જો ચહો રે ગ્રહો સરળતા-જહાજ,
સંતોષાશે સજ્જનો રે શ્રદ્ધે શત્રુસમાજ. પરમગુરુ અર્થ :- હે ભવ્ય પ્રાણીઓ જો તમે સંસારરૂપી સમુદ્રને તરવા ઇચ્છતા હો તો સરળતારૂપ જહાજને ગ્રહણ કરો. જેથી સજ્જન પુરુષો તમારાથી સંતોષ પામશે અને તમારા પ્રત્યે કોઈને કદાચ શત્રુપણાનો ભાવ હશે; તેને પણ તમારા પ્રત્યે એવી શ્રદ્ધા રહેશે કે આનાથી માયા પ્રપંચ થઈ શકે એમ નથી. ૧૧ાા
સરળભાવે દોષ થતાં રે ભૂલ તે ઠપકાપાત્ર;
સરળ ને સન્માર્ગને રે અંતર અંગુલ માત્ર. પરમગુરુ અર્થ - સરળ ભાવથી કોઈ દોષ થઈ જાય તો તે જીવની ભૂલ ઠપકા માત્રથી સુધારી શકાય છે.
ભગવાન શ્રી ઋષભદેવના શિષ્યો સરળ અને જડ હતા. અને શ્રી અજીતનાથ ભગવાનથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવાન સુઘીના શિષ્યો સરળ અને પ્રાજ્ઞ હોવાથી ઠપકા માત્રથી સુઘરી જતા હતા. જ્યારે મહાવીર ભગવાનના શિષ્યો વાંકા અને જડ હોવાથી શીધ્ર સુધરી શકતા નથી.
સરળ જીવ અને સન્માર્ગ વચ્ચે અંગુલ માત્રનું જ અંતર છે; અર્થાત્ સરળ જીવ તત્ત્વ પામવા માટે ઉત્તમ પાત્ર છે. “વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” (વ.પૃ.૧૭૧) I/૧૨ા
સરળ જીંવનું ધ્યેય તો રે હોય જ શુદ્ધ સ્વરૂપ;
માનાદિને હેય ગણે રે જાણે એ અઘરૂપ. પરમગુરુ અર્થ :- આત્માર્થી એવા પ્રજ્ઞાસહિત સરળ જીવનું ધ્યેય તો શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાનું જ હોય છે.
સરળ જીવ માનાદિ, કષાયભાવોને ત્યાગવા યોગ્ય ગણે છે. કેમકે ચારે કષાયોને તે અઘ એટલે પાપરૂપ માને છે. ૧૩.
ત્યાગ પ્રપંચોનો કરે રે, ચૂકે ન નિજ સ્વરૂપ;
સ્વફૅપમાં સંતોષ ઘરે રે ઓળખી માયારૂપ. પરમગુરુ અર્થ :- એવા સરળ ઉત્તમ આત્માર્થી જીવો માયા પ્રપંચનો ત્યાગ કરે છે. અને નિજ આત્મસ્વરૂપ પ્રાતિના ધ્યેયને કદી ચૂકતા નથી. તથા માયાકપટના ભયંકર ફળ જાણી તે પોતાના આત્મસ્વરૂપમાં રહેવામાં સંતોષ માને છે. ૧૪
ઘન, સ્વજન નિજ માનતાં રે કરે મમત્વ પ્રવેશ, ઑવ જુદો જાગ્યે જશે રે માયાશલ્ય અશેષ. પરમગુરુ,
Page #171
--------------------------------------------------------------------------
________________
(૪૮) સરળપણું
૫૪૩
અર્થ – ઘન, કુટુંબીજનો આદિને પોતાના માનતા મનમાં મમત્વભાવનો પ્રવેશ થાય છે.
પણ આ બઘાથી મારો આત્મા જુદો છે. એકલો આવ્યો, એકલો જશે; એમ માનવાથી શલ્ય એટલે કાંટારૂપ દુઃખ આપતી એવી મોહમાયા મનમાંથી કાળાંતરે સંપૂર્ણ નાશ પામશે. ૧૫ના.
માયાથી પશુભવ ઘરી રે પરવશ પડી રિબાય,
માયાથી અબળા બની રે માયામાં લપટાય. પરમગુરુ અર્થ - માયા કપટ કરવાથી જીવ પશુનો ભવ પામી જીવનભર પરવશ પડી રિબાય છે.
નાગદત્તનું દૃષ્ટાંત - એક શેઠ દુકાન પર બધાને ઠગે. માયા કપટથી મરીને તે બોકડો થયો. એક દિવસે કસાઈ તેને લઈ જતાં પોતાની દુકાન આવી. તે જોઈ જાતિસ્મરણશાન થવાથી તે દુકાનમાં પેસવા લાગ્યો. તેના પુત્ર નાગદત્તે તેને મારી ઘકેલીને બહાર કાઢ્યો.
ત્યાંથી મુનિ ભગવંત પસાર થતાં, આ જોઈ તેમને સહજ હાસ્ય આવ્યું. નાગદત્તે સાંજે અપાસરે જઈને મુનિ ભગવંતને તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે એ બોકડો તારો પિતાનો જીવ હતો. કસાઈના પૈસા લઈ તેને ઠગતો હતો. તે માયા કપટના ફળમાં બોકડો બનીને ઋણ ચૂકવવા તે કસાઈના હાથમાં આવ્યો. માટે આવું માયા કષાયનું સ્વરૂપ જાણી તે સદૈવ તજવા યોગ્ય છે. અને તેનો પ્રતિપક્ષી ગુણ સરળતા છે, તે જ ભજવા યોગ્ય છે.
માયા કરવાથી જીવ અબળા એટલે સ્ત્રીનો અવતાર પણ પામે છે. તે સ્ત્રી અવતારમાં ફરી માયા કરી તે જીવ કર્મ બાંધી લપટાય છે. ભગવાન શ્રી મલ્લિનાથ શ્વેતાંબર મત પ્રમાણે સ્ત્રી અવતાર પામ્યા. તેનું કારણ પૂર્વભવમાં કરેલ માયા સહિત તપ હતું. તેમજ ભગવાન શ્રી ત્રઋષભદેવના બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીએ પણ પૂર્વભવમાં માયા કરેલ તેથી સ્ત્રી અવતારને પામ્યા હતા. |૧૬ના
બાળે પ્રતીતિ-પ્રીતિને રે માયા છૂપી આગ,
માયા તર્જી થાતાં સરળ રે છૂટે રાગ અથાગ. પરમગુરુ અર્થ - આપણા ઉપર કોઈને પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યો હોય કે પ્રીતિ ઉત્પન્ન થઈ હોય, પણ આપણા હૃદયમાં માયાકપટ હશે તો તે પ્રીતિ કે પ્રતીતિને બાળી નાખશે. કેમકે માયાકપટ એ છૂપી આગ સમાન છે. માયા કપટને મૂકી દઈ સરળ પરિણામી થતાં, હૃદયમાં રહેલ અથાગ એટલે અત્યંત રાગ પણ છૂટવા લાગે છે. /૧ળા
કપટી સુતનો ના કરે રે માતા પણ વિશ્વાસ,
મોડો-વહેલો કપટનો રે થાય સ્વયં પ્રકાશ. પરમગુરુ અર્થ - પોતાનો પુત્ર કપટી હોય તો તે પુત્રનો માતા પણ વિશ્વાસ કરતી નથી. મોડું કે વહેલું કપટ સ્વયં બહાર આવે છે. ૧૮
માયા તજવા ભાવના રે સજ્જન કરતા એમ :
માયા કરી દેખાડું છું રે તેવો બનું નહિ કેમ? પરમગુરુ અર્થ - માયા કપટને ત્યાગવા માટે સજ્જન પુરુષો એવી ભાવના ભાવે છે કે હું માયા કરી જેવું લોકોને દેખાડવા ઇચ્છું છું તેવો જ કેમ ન બની જાઉં? કે જેથી કોઈ વાતને છુપાવવી રહે નહીં II૧૯ાા
Page #172
--------------------------------------------------------------------------
________________
૫૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દોષ થયેલો ઢાંકવા રે દોષ કરું ન નવીન,
પ્રાયશ્ચિત્તથી ટાળવો રે-નિશ્ચય એ સમીચીન. પરમગુરુ અર્થ :- માયા કપટથી થયેલા દોષોને ઢાંકવા માટે નવા દોષો કરું નહીં. પણ થયેલા દોષોને પ્રાયશ્ચિત્ત કરી હવે ટાળું. એવો મનમાં નિશ્ચય કરવો એ સમીચીન એટલે યોગ્ય નિર્ણય છે. ૨૦
દોષ કરી તે ઢાંકતા રે ઢાંક્યો ન રહે નિત,
પ્રગટ થતાં લજ્જા પડે રે, ખોઈશ હું પ્રતીત. પરમગુરુ, અર્થ :- દોષો કરીને હું ઢાંક ઢાંક કરીશ પણ તે સદા ઢાંક્યા રહેવાના નથી. તે દોષો પ્રગટ થતાં હું લજ્જા વડે પીડિત થઈશ અને મારા પ્રત્યે લોકોને જે વિશ્વાસ છે તેને પણ હું ખોઈ બેસીશ. ગરવા
ભલે મને સૌ છેતરે રે, નિર્ભય નિત્ય રહીશ;
કોઈ સમર્થ નથી જગે રે હરવા કર્મ, ગણીશ. પરમગુરુ અર્થ - ભલે મને માયા કરીને સૌ છેતરે. તો પણ હું તો નિત્ય નિર્ભય રહીશ. કારણ કે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે મારા શુભ કે અશુભ કર્મને હરવા જગતમાં કોઈ સમર્થ નથી; તે તો મારા કર્મ પ્રમાણે થવાનું છે, એમ માનીશ. Iરરા.
ઠગ પોતે જ ઠગાય છે રે, છૂટે મારાં કર્મ,
સત્સાઘન હું ના ચૂકું રે એ જ સમજનો મર્મ. પરમગુરુ અર્થ - મને ઠગનાર પોતાના માયાકપટના ભાવોથી પોતે ઠગાય છે. હું સમતાએ તે કર્મોને ભોગવી લઉં તો મારા કમ છૂટી જાય. મને જે આત્મસાઘન મળ્યું છે, તે હું ચૂકું નહીં, એ જ મારે તો સાચવવું છે. અને એ જ પ્રાપ્ત થયેલ સાચી સમજણનું રહસ્ય છે. ૨૩
લોક કહે “ભોળો” મને રે, “નામર્દ', “બુદ્ધિહીન,
માયામાં મતિ ના ઘરું રે, સહી લઉં સ્વાથીન. પરમગુરુ અર્થ - લોકો ભલે મને ‘ભોળો', “નામર્દ, કે “બુદ્ધિહીન' કહે પણ હું માયા કપટ કરવામાં બુદ્ધિને લગાવું નહીં. પણ જે વચનો મારા માટે લોકો કહેશે તેને હું સ્વાધીનપણે સહન કરી લઈશ એમાં જ મારું કલ્યાણ છે.
સંદશેઠનું દ્રષ્ટાંત - એક ગામમાં સુંદર નામનો શેઠ ઘણો દાતાર હતો. જેમ વરસાદને લોકો ઇચ્છે પણ જળને ભેગું કરનાર એવા સમુદ્રને નહીં. તેમ તે દાતાર શેઠ પ્રજાને પ્રિય હતા. છતાં એક બ્રાહ્મણી તેની નિંદા કરતી ફરે કે જે પરદેશીઓ આવે તે આ શેઠને ઘર્મી જાણી તેને ઘેર દ્રવ્ય મૂકે છે; અને પરદેશમાં જઈ મૃત્યુ પામે ત્યારે આ શેઠ તે દ્રવ્યને પચાવી પાડી તેનાથી દાન આપે છે. આવી નિંદા કરતાં છતાં ભદ્રિક પરિણામી એવા તે શેઠે, એ વાતને ગણકાર્યા વિના દાન આપવાનું બંધ કર્યું નહીં. ૨૪
બાળપણે પરવશ સહ્યા રે ‘નાદાન' આદિ બોલ,
પશુપણે ગાળો સુણી રે માર સહ્યા અણતોલ. પરમગુરુ અર્થ - બાળવયમાં, તું તો નાદાન છે એટલે સમજ વગરનો છે, મૂર્ખ છે એવા અનેક બોલો પરવશપણે સહન કર્યા છે. જ્યારે હું પશુના ભવમાં હતો ત્યારે પણ અનેક ગાળો સાંભળી છે અને
Page #173
--------------------------------------------------------------------------
________________
(૪૮) સ૨ળપણું
અણતોલ એટલે માપ વગરના માર સહન કર્યાં છે જ્યારે હવે તો હું મનુષ્ય થયો છું. II૨૫।। નરભવમાં સમજી સહું રે સરળતાનાં આળ,
ખટકો મનમાં ના થરું રે જવા દઉં જંજાળ. પરમગુરુ
અર્થ :– આ મનુષ્યભવમાં હવે સરળપણાના કારણે કોઈ આળ આપે તો તેને સમજણપૂર્વક સહન કરું; પણ મનમાં તેનો ખટકો રાખું નહીં અને એવી માયાકપટવાળી જંજાળને હવે જવા દઉં; કેમકે મારે હવે સંસાર વધારનાર રાગદ્વેષના ભાવોથી છૂટવું છે. ।।૨૬।
શૂરવીરને શોભે નહીં રે માયારૂપ હથિયાર,
કર્મ અરિને જીતવા ૨ે થયો હવે તૈયાર. ૫૨મગુરુ૰
=
અર્થ :– મુક્તિ મેળવવા માટે શૂરવીર થનારને એવું માયાકપટરૂપ હથિયાર શોભે નહીં. હું તો હવે કર્મરૂપી શત્રુઓને જીતવા માટે તૈયાર થયો છું,
સાગરચંદ્રનું દૃષ્ટાંત :- શેઠપુત્ર સાગરચંદ્ર અને અશોકદત્તને મિત્રતા હતી. સાગરચંદ્ર સરળ પરિણામી ભદ્રિક હતો, જ્યારે અશોકદત્ત માયા કપટયુક્ત હતો. એકવાર સાગરદત્ત શેઠની પત્ની પ્રિયદર્શનાને એકાંતમાં અશોકદત્તે માયાકપટવર્ડ પોતાનો મલિન અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સતી એવી પ્રિયદર્શનાએ તેને ધિક્કાર આપી દૂર કર્યો. કાળાંતરે સાગરચંદ્ર અને પ્રિયદર્શના આયુષ્ય પૂરું કરી યુગલિક થયા. અને માયાકપટરૂપ હથિયારવાળો એવો અશોકદત્ત મરીને હાથી થયો. તે માયાકપટના ફળમાં પશુ અવતાર પામ્યો. રા
નિર્દોષ મુજને સૌ ગણે રે બકરી જેવો હાલ,
મરણ સુધી તેવો જ એ રે; લડવામાં શો માલ ? પરમગુરુ૰
૫૪૫
અર્થ :— સૌ મને સરળ સ્વભાવના કારણે બકરી જેવો નિર્દોષ ગણે છે. તો મરણ સુધી તેવો જ રહું. માયાકપટ કરીને કોઈની સાથે લડવામાં શો માલ છે? ।।૨૮।।
કોઈ કહે : “ડસવું નહીં રે, ફૂંફાડે શો દોષ?
ભડકીને ભાગી જશે રે કરો ઉપરથી રોષ.' પરમગુરુ
અર્થ :
– કોઈ એમ કહે છે કે સાપની જેમ ડસવું નહીં. પણ ફૂંફાડો કરવામાં શો દોષ છે? ઉપર ઉપરથી પણ રોષ કરીને માયાવડે પોતાનો પરચો બતાવવો જોઈએ, તો ભડકીને બધા ભાગી જશે, અને તને બાઘા પહોંચાડી શકશે નહીં. ।।૨૯।।
મારું ધન મારી કને રે ઠી શકે નહિ કોય;
તે ચૂકી પરમાં પડું રે ત્યારે ડૉળ જ હોય. ૫૨મગુરુ
અર્થ :— મારું પુણ્યરૂપી ઘન મારી પાસે છે. તે કોઈ મને ઠગીને લઈ શકે એમ નથી. તે પુણ્ય વઘારવાના ભગવદ્ભક્તિઆદિ શુભકામોને ચૂકી, જો હું માયાકપટ વર્ડ ૫૨વસ્તુ મેળવવામાં પડું, તો બધું મારું જીવન ડહોળાઈ જાય અને સત્યને પામી શકું નહીં. ।।૩૦।।
પરને મારું માનતાં રે ચિંતાનો નહિ પાર,
તેમ છતાં સંયોગનો રે નક્કી વિયોગ થનાર. ૫૨મગુરુ
Page #174
--------------------------------------------------------------------------
________________
૫૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - જગતમાં રહેલા અનેક પરપદાર્થને ભાવથી મારા માનીને માયાવડે તેને મેળવવા મથું, તો મારી ચિંતાનો પાર રહે નહીં. અનેક ચિંતાઓ કરી પર પદાર્થનો સંયોગ કરું અર્થાત્ તેને મેળવું, છતાં પણ તે પદાર્થોનો વિયોગ નિશ્ચિત છે. પુણ્ય પૂરું થાય તો તે પદાર્થો ચાલ્યા જાય અથવા હું દેહ છોડી બીજી ગતિમાં ચાલ્યો જાઉં. માટે માયાકપટ કરી આવા કોઈ કૃત્ય કરું નહીં. [૩૧ાા
કર્મ જ માયારૂપ છે રે આત્માને ભૂલવનાર,
ગુણો પ્રગટ જે જે થતા રે સહજ સરળફેપ સાર. પરમગુરુ અર્થ - ખરેખર તો પૂર્વે બાંધેલા કર્મો જ માયાસ્વરૂપ છે કે જે પોતાના આત્મસ્વરૂપને ભુલાવી દેહાદિ જગતના પૌદ્ગલિક પદાર્થોમાં મારાપણું કરાવે છે. આ બધું કામ દર્શન મોહનીય કર્મનું છે કે જે પરપદાર્થોમાં રાગદ્વેષ કરાવી તેને મેળવવા માટે માયાકપટ કરાવે છે.
આત્મામાં જે જે ગુણો પ્રગટ થાય છે તેનું કારણ સરળ પરિણામ છે. તે જ સારરૂપ છે અને તે સરળતા આત્માનો સહજ ગુણ છે. માટે સરળપણું જ સદા ગ્રાહ્ય છે અને વક્રપણું એટલે માયાકપટપણું સદાય ત્યાગવા યોગ્ય છે; જેથી મોક્ષના દ્વારમાં સરળતાથી પ્રવેશ પામી શકાય. /૩૨ાા
મોક્ષ પ્રાપ્તિ અર્થે સરળતા ગુણની સાથે નિરભિમાનપણું અર્થાત્ વિનયગુણની પણ તેટલી જ આવશ્યક્તા છે. કેમકે ઘર્મનું મૂળ વિનય છે. પરમકૃપાળુદેવ કહે છે : “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” વળી કહ્યું છે કે : “વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે; રે જીવ માન ને કિજીએ.”
(૪૯) નિરભિમાનપણું
(અનુષ્ટ્રપ)
જગમાં સર્વના શિષ્ય થવા સગુરુ ઇચ્છતા,
રાજચંદ્ર પ્રભુ એવા તેમને પ્રણમું સદા. ૧ અર્થ – જગતમાં જે સર્વના શિષ્ય થવા ઇચ્છે છે એવા સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે સદા પ્રણામ કરું છું. “આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી.” (વ.પૃ.૧૫૮) I/૧૫
દાસત્વ સર્વનું ઇચ્છે મુમુક્ષુનું વિશેષ જે,
તેનામાં માનને સ્થાન ક્યાંથી? જ્યાં ન પ્રવેશ છે. ૨ અર્થ - પરમકૃપાળુદેવમાં લઘુતા ગુણની કેટલી બધી પરાકાષ્ટા છે કે જે જગતના સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી તેમનું દાસત્વ ઇચ્છે છે. તેમાં પણ મુમુક્ષુ આરાધક જીવોનું તો વિશેષપણે દાસત્વ ઇચ્છે છે. એવા મહાત્મા પુરુષોમાં માન કષાયને રહેવાનું સ્થાન ક્યાંથી હોય? કે જ્યાં તેનો પ્રવેશ પણ નથી. “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯)
Page #175
--------------------------------------------------------------------------
________________
(૪૯) નિરભિમાનપણું
૫૪૭
“અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ઘર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.” (વ.પૃ.૨૬૭)
“કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાઇ છે. અને તેમાં મુમુક્ષજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે.” (વ.પૃ.૩૮૯) //રા
પાપમૂલ અભિમાન” પ્રસિદ્ધ જગમાં અતિ,
નિષ્પાપી નિરભિમાની વિનયાવિત સન્મતિ. ૩ અર્થ - “પાપનું મૂળ અભિમાન છે' એમ જગતમાં અતિ પ્રસિદ્ધ વાત છે.
પ્રશ્ન–અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી–પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પોતાનું માન્ય હોય તો અભિમાન થાય. -બો.૧ (પૃ.૧૫૧) પણ જે નિરભિમાની, વિનયવાન અને સદ્ગદ્ધિવાળા છે તે નિષ્પાપી જીવો છે. તે તત્ત્વને પામી શકે છે.
“અઘમાઘમ અધિકો પતીત સકલ જગતમાં હય” એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે.” બો.૧ (પૃ.૬૫) IIકા
જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, શ્રી, તપે, રૂપે
અભિમાન કુબુદ્ધિને; પડે ના સુજ્ઞ તો કૂંપે. ૪ અર્થ - શાસ્ત્રોમાં મુખ્યત્વે આઠ પ્રકારના મદ એટલે અહંકાર ઊપજવાના પ્રકાર છે તે આ પ્રમાણે–જાતિમદ, કુળમદ, બળદ, વિદ્યામદ, ઐશ્વર્ય એટલે સત્તામદ, શ્રી એટલે લક્ષ્મી-ઘનમદ, તપમદ અને રૂપમદ. કુબુદ્ધિવાન જીવને એથી અભિમાન ઊપજે છે. જ્યારે સુજ્ઞ એટલે વસ્તુને સમ્યક્ પ્રકારે જાણનાર એવો આત્માર્થી જીવ, તે આ અભિમાનરૂપી કુવામાં પડતો નથી.
મેતારજ મુનિ અને હરિકેશી મુનિએ પૂર્વભવમાં બ્રાહ્મણ જાતિનું અભિમાન કરેલું તેથી તેમને આ ભવમાં ચંડાલ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. ૪.
જાતિવંત ઘણા જીવો કુકર્મો નરકે ગયા,
નરો કુલીન ભિખારી અભિમાન વશ થયા. ૫ અર્થ - ઉત્તમજાતિમાં ઉત્પન્ન થવા છતાં જીવનમાં જાતિમદ આદિ કુકર્મો કરી ઘણા જીવો નરકમાં જઈને પડ્યા. તેમજ ઉત્તમ કુલમાં જન્મ લેવા છતાં તેનું અભિમાન કરવાથી આવતા ભવમાં ભિખારી બની ગયા.
મરિચિનું દૃષ્ટાંત - ભગવાન ઋષભદેવના સમયમાં ભરત મહારાજાએ મરિચિને ભાવી તીર્થંકર જાણી નમસ્કાર કર્યા ત્યારે ભગવાન મહાવીરના જીવ મરિચિએ કુલમદના અભિમાનમાં આવીને કહ્યું કે મારા દાદા કોણ છે? પ્રથમ તીર્થકર ઋષભદેવ, મારા પિતા કોણ છે? છ ખંડના અધિપતિ ચક્રવર્તી તો હું આવતા ભવોમાં વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થાઉં તો એમાં શું નવાઈ? તેના ફળમાં લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી તેમને સંસારમાં ભ્રમણ કરવું પડ્યું. /પા
બળવંતા ઘણા મલ્લો નિઃશસ્ત્ર સિંહને હણે, વ્યાધિ-ગ્રસ્ત બિચારા તે મુઝાયા મક્ષિકા-ગણે. ૬
Page #176
--------------------------------------------------------------------------
________________
૫૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - ઘણા બળવાન મલ્લો શસ્ત્ર વગર પણ સિંહને હણી નાખે, પણ જ્યારે પોતે વ્યાધિગ્રસ્ત થાય ત્યારે મક્ષિકા એટલે માખીઓના સમૂહને ઉડાડવાની તાકાત પણ બિચારા ઘરાવતા નથી. એવા ક્ષણિક બળનું શું અભિમાન કરવું. “જે બળ વડે કર્મરૂપી શત્રુ જિતાય તથા કામ, ક્રોઘ, લોભ જીતાય તે બળ પ્રશંસાને પાત્ર છે.” -સમાધિસોપાન (પૃ.૧૬૫) IIકા
વિદ્વાનો જગમાં પૂજ્ય સભા-ભૂષણ રૂપ જે,
કામ, ઉન્મત્તતા વ્યાપ્ય બને પાગલ-ભૂપ તે. ૭ અર્થ - વિદ્વાનો જગતમાં પૂજ્ય તેમજ સભાના ભૂષણરૂપ ગણાય છે. પણ કામની ઉન્મત્તતા વ્યાપે ત્યારે તેઓ મૂર્ખ શિરોમણિ બની જાય છે. એવી વિદ્યાનો શો મદ કરવો? શ્રી સ્થૂલભદ્ર જેવા દશ પૂર્વના પાઠીને પણ વિદ્યામદ ઊપજવાથી, પોતાની સાથ્વી થયેલી બહેનો મળવા આવી ત્યારે પોતે સિંહનું રૂપ લઈ બેસી ગયા. /શા
સત્તામત્ત બન્યો સમ્રાટ બોનાપાર્ટ સિપાઈ જે,
યુક્તિબાજ ઘણો તોયે મૂઓ ક્યાંય રિબાઈ તે. ૮ અર્થ :- નેપોલિયનનું દ્રષ્ટાંત :- નેપોલિયન બોનાપાર્ટ પ્રથમ સિપાઈ હતો. તે ઘણો યુક્તિબાજ અને શૂરવીર હોવાથી લગભગ આખા યુરોપનું રાજ્ય જીતી સમ્રાટ બની ગયો. પણ અંતિમ યુદ્ધમાં તે હાર્યો. તેને એક નિર્જન બેટ ઉપર છોડી દીધો. ત્યાં રિબાઈ રિબાઈને ક્યારે મરી ગયો તેનો પત્તો નથી. એમ સત્તા મળવા છતાં તે ક્યારે નાશ પામી જાય તેનું કંઈ ઠેકાણું નથી. માટે તેનો મદ કરવો યોગ્ય નથી.
સુભમ ચક્રવર્તીએ છ ખંડની સત્તા મેળવી પણ બાર ખંડની સત્તા મેળવું તો ચિરકાળ નામાંકિત થાઉં એમ વિચારી તે મેળવવા જતાં સમુદ્રમાં ડૂબી મૂઓ. માટે સત્તામદ પણ કર્તવ્યરૂપ નથી. કેટલા
લક્ષ્મીવંતો ઘણા દીઠા ભિક્ષુ પાસે ય યાચતા,
તપસ્વી લપસી જાતાં નારી આગળ નાચતા. ૯ અર્થ - લક્ષ્મીવંતો પણ પાપના ઉદયથી ગરીબ બની જતાં વાર લાગતી નથી. એવી સ્થિતિ પણ આવી પડે છે કે પેટ ભરવા માટે બીજું કંઈ સાધન ન હોવાથી ભિક્ષુ એટલે ભિખારી પાસે પણ માંગવું પડે. આ બઘા કર્મના ચમત્કાર છે. માટે ઘનનો મદ કદી કર્તવ્ય નથી. તપસ્વી હોય તે પણ લપસી જઈ સ્ત્રીના ફિંદમાં ફસાઈ જાય છે. માટે તપનો પણ ગર્વ કરવા યોગ્ય નથી.
બ્રહાનું દ્રષ્ટાંત - તપ કરતાં બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરામાં આસક્ત થઈ તેનું નૃત્ય જોવા માટે ચારેય દિશાઓમાં મોઢાં કર્યા. પછી તે આકાશમાં નાચવા લાગી. તે જોવા માટે માથા ઉપર પાંચમું મોટું ખોલવા પ્રયત્ન કર્યો, પણ પુણ્ય પરવારી જવાથી ત્યાં ગઘેડાનું મોટું કુટું એમ તપ કરતાં મહાત્માઓ સ્ત્રીમાં આસક્ત થઈ પડી ગયા. માટે તપમદ પણ કર્તવ્ય નથી. સાલા
રૂપરાશિ શશી પૂર્ણ ક્ષીણતા રોજ જો ભજે;
સંયોગોના વિયોગોને દેખે તે મદને તજે. ૧૦ અર્થ - પુણ્ય ઉદયે શરીર ઘણું રૂપવાન હોય છતાં પૂર્ણિમાના ચંદ્રની કલાઓની જેમ પ્રતિદિન તે ક્ષીણ થતું જાય છે. કારણ કે તે રૂપનો સંયોગ પ્રતિદિન વિયોગ તરફ જતો જોવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં તે સંપૂર્ણ નાશ પામે છે. માટે ક્ષણિક એવા રૂપનો મદ કરવા યોગ્ય નથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
(૪૯) નિરભિમાનપણું
૫૪૯
સનતકુમાર ચક્રવર્તીએ તે રૂપનો મદ કર્યો તો કાયા ઝેરમય બની ગઈ.
“દ્રષ્ટિ ફેરવવી છે. જ્યાં ઘર્મનું માહાભ્ય લાગે ત્યાં શરીરનું માહાભ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.” ઓ.૧ (પૃ.૬૫) ૧૦ના
વળી વિશેષતા પ્રત્યે દ્રષ્ટિ દેતાં મદ ગળે,
શેર માથે સવા શેર” લોકોક્તિ વિનયી કળે. ૧૧ અર્થ - જગતમાં એક એકથી વિશેષ વસ્તુ વિદ્યમાન છે. તે તરફ દ્રષ્ટિ દેતાં પોતાનો મદ એટલે અહંકાર ગળી જાય છે. “શેર ઉપર સવાશેર', હોય છે એમ લોકોમાં કહેવત છે. તેને વિનયવાન જીવો જાણે છે, જેથી ઉપર કહ્યા તે આઠ પ્રકારના મદ તેઓ કરતા નથી. II૧૧ાા
મોટી લીટી બને નાની જો દોરો મોટ ઉપરે. ' તેમ પૂર્વ મહાત્માની સ્મૃતિથી મદ ઊતરે. ૧૨ અર્થ :- ગમે તેવી મોટી લીટી હોય, તેના ઉપર તેના કરતાં મોટી લીટી દોરે, તો પહેલાની લીટી નાની બની જાય. તેમ પૂર્વે થઈ ગયેલા અનેક મહાત્મા પુરુષોની સ્મૃતિ કરવાથી પોતાને થતો અહંકાર ઓગળી જાય છે. ૧૨ા.
લાંબા આયુષ્યના ઘારી ચક્રવર્તી નરેન્દ્ર કો,
પુણ્ય પૂરું થયે નર્કે સાતમે જાય, જો દગો. ૧૩ અર્થ :- લાંબા આયુષ્યના ઘરનાર એવા નરોમાં ઇન્દ્ર સમાન સુભમ કે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીઓ પણ પુણ્ય પરવારી જવાથી સાતમી નરકે જઈને પડ્યા. અહો! આ વિશ્વની મોહક સામગ્રીઓ કેટલો બધો ભયંકર દગો આપનાર છે, તેનો વિચાર કરો. ૧૩ના
સર્વ શાસ્ત્ર-સમુદ્રોના પારગામી મુનિ મહા,
અભિમાન નહીં ઘારે, બાળ જેવા રહે, અહા! ૧૪ અર્થ - સર્વ શાસ્ત્રરૂપી સમુદ્રોના પારને પામેલા એવા મુનિ મહાત્માઓ કદી અભિમાનને ઘારણ કરતા નથી; પણ અહો! બાળક જેવા સદા નિર્દોષ બનીને રહે છે. એવી નિર્દોષતા જ ઉપાસવા યોગ્ય છે. ૧૪મા
નિરભિમાનીની વાણી સૌ કોઈ સુણવા ચહે;
સ્વપ્રશંસા અભિમાની તણી વાણી વિષે વહે– ૧૫ અર્થ :- નિરભિમાની જીવની વાણી સૌ કોઈ સાંભળવા ઇચ્છે. જ્યારે અભિમાની જીવની વાણીમાં સ્વપ્રશંસાનો પ્રવાહ વહ્યા કરે છે. તે આપવડાઈ કર્યા કરે છે. ૧૫
પકવાને કાંકરી જેવી દૂભવે મન આપણાં;
વિના વાંકે બને વૈરી અભિમાની તણાં ઘણાં. ૧૬ અર્થ - અભિમાની જીવની આપવડાઈ, પકવાન જમતાં વચ્ચે કાંકરી આવી જાય તો કેવો રંગમાં ભંગ પડે, તેમ તે વાણી આપણા મનને દૂભવે છે. અભિમાની જીવના, વિના વાંકે ઘણા વૈરી બની જાય અર્થાત્ તે કોઈનું બૂરું ન કરે તો પણ તેના અભિમાનથી તેના પ્રત્યે ઘણાને અણગમો રહે છે. ૧૬ાા
Page #178
--------------------------------------------------------------------------
________________
૫ ૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અભિમાન જતાં ગુણો વિનયાદિ વઘુ વળી,
સપુરુષોની સેવાથી મિથ્યા ભાવો જશે ટળી. ૧૭ અર્થ - જો અભિમાન નાશ પામે તો વિનય, લઘુતા, નમ્રતા આદિ અનેક ગુણો વૃદ્ધિ પામે છે. તે ગુણો વડે પુરુષોની સેવા કરતાં અનેક પ્રકારની મિથ્યા માન્યાતાઓ ટળી જાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના
આત્મજ્ઞાની થયે સાચી નિરભિમાન-શીલતા,
સદ્ગુરુબોઘથી વૃદ્ધિ પામે જ્ઞાન-દયા-લતા. ૧૮ અર્થ - આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી સાચું નિરભિમાનપણું કે જે પોતાનો શીલ અર્થાત સ્વભાવ છે તે પ્રગટ થાય છે. સગુરુના બોઘથી તે વિનયાદિ ગુણો, સમ્યકજ્ઞાન અને સમ્યક્ દયારૂપ ઘર્મની લતાને પોષણ આપી વૃદ્ધિ પમાડશે. ૧૮ાા
સન્શાસ્ત્ર-વારિ સિંચાયે સદાચાર-સુપુષ્પથી
યશ-સુગંધી ફેલાશે, આત્મધ્યાન-પ્રતાપથી– ૧૯ અર્થ - સન્શાસ્ત્રરૂપી જળનું સિંચન થવાથી તે લતા ઉપર સદાચારરૂપી પુષ્પો ખીલી ઊઠશે. જેથી સુયશરૂપી સુગંઘ ફેલાશે. પછી આત્મધ્યાનના પ્રતાપે આગળ આગળની દશા પ્રાપ્ત થશે. ૧૯ાા
કેવલજ્ઞાનની જ્યોતિ મોક્ષસુખો બતાવશે;
એમ નિરભિમાનીને શિવ-નારી વઘાવશે. ૨૦ અર્થ :- આત્મધ્યાનવડે શ્રેણિ માંડવાથી કેવળજ્ઞાનરૂપ જ્યોતિ પ્રગટ થશે, અને તે મોક્ષના સુખોનો અનુભવ કરાવશે. એમ નિરભિમાની જીવને મોક્ષરૂપી સ્ત્રી વઘાવશે અર્થાત્ તે વિનયવાન મુમુક્ષુ ઉપરોક્ત ક્રમ પ્રમાણે આગળ વઘીને મુક્તિના શાશ્વત સુખને પામશે. ||૨૦ના
ભાગ્યશાળી હશે તેને સદગુરુ-યોગ ગોઠશે,
સત્રદ્ધા પામી, આજ્ઞાએ વર્તતાં માન છૂટશે. ૨૧ અર્થ :- જે ભાગ્યશાળી હશે તેને સાચા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થશે; અને તે તેને ગોઠશે અર્થાત્ ગમશે. તે સદગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તેમની આજ્ઞા ઉપાસતાં તેના માનાદિ કષાયો છૂટી જશે.
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” (૨.૫.૭૧૮) //ર૧ાા આખરે પરવસ્તુ તો મૂકવી પડશે બથી,
પસ્તાવું ના પડે છેલ્લે, વાસના જો મેંકી દીથી. ૨૨ અર્થ:- આખરે મરણ સમયે, જે પરવસ્તુમાં મેં મારાપણું કર્યું છે તે બધી વસ્તુઓ મૂકવી પડશે.
પણ જો તે વસ્તુઓમાં રહેલી વાસના એટલે અંતરની મૂર્છા મૂકી દીધી તો છેલ્લે મરણકાળે પસ્તાવું પડશે નહીં. પરરાા
મહત્તા, વાસના જેમાં તેનું માન જ ઉદ્ભવે, માન જેનું કરે જીવો તે પામે ના પરભવે. ૨૩
Page #179
--------------------------------------------------------------------------
________________
(૪૯) નિરભિમાનપણું
૫ ૫૧
અર્થ - જે જે વસ્તુનું જીવને માહાભ્ય છે કે જે વસ્તુની વાસના એટલે મોહમૂર્છા હૃદયમાં રહેલ છે, તે તે વસ્તુવડે જીવને માન ઊપજે છે. જેમકે ઘન, રૂપ, બળ, ઐશ્વર્ય, જ્ઞાન, સત્તા, જાતિ કે કુળ આદિ કોઈ પણ વસ્તુનું જીવને માહાભ્ય હોય તો તે પ્રત્યે અભિમાન ઉદ્ભવે છે. તે અભિમાનના કારણે પરભવમાં તે તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ૨૩
અપૂર્વ માન-પર્વત ચઢી અક્કડ મસ્તકે,
પામે અઘોગતિ પ્રાણી; રક્ષા કોણ કરી શકે? ૨૪ અર્થ - અપૂર્વ એટલે વિશેષ માનરૂપી પર્વત ઉપર ચઢીને અક્કડ મસ્તક રાખી જો સપુરુષના ચરણમાં નમે નહીં તો તે જીવ અધોગતિ પામે છે. એવા અભિમાની જીવની રક્ષા કોણ કરી શકે? મારા
નિરભિમાનમાં વાસો સર્વે ગુણો તણો ગણો,
કલાઓ ચંદ્રમાં જેમ; તે પામે પ્રેમ સૌ તણો. ૨૫ અર્થ :- જે નિરભિમાની કે વિનયવાન છે તેમાં સર્વ ગુણો આવીને વસે છે.
જેમ પૂર્ણિમાના ચંદ્રની કલાઓ સૌને પ્રેમ ઉપજાવે છે, તેમ લઘુતા ઘારણ કરનાર એવો નિરભિમાની સજ્જન પુરુષ સૌનો પ્રેમ પાત્ર થાય છે. સુરક્ષા
પ્રીતિપાત્ર બને સૌનું પશું વિનીત હોય જો;
શોભા સર્વોપરી પામો વિનયે ઉર જો સજો. ૨૬ અર્થ - હાથી, ઘોડા આદિ પશુઓ પણ જો વિનયવાળા હોય તો તે પણ સૌના પ્રીતિપાત્ર બને છે. તેમ વિનયવડે જો તમારા હૃદયમાં લઘુતા કે નમ્રતાને ઘારણ કરશો તો તમે પણ સર્વોપરી શોભાને પામશો.
પુષ્પચૂલા સાધ્વીનું દૃષ્ટાંત – દુષ્કાળ પડવાથી બીજા સાધુઓ દક્ષિણ તરફ ગયા અને અહીં પુષ્પચૂલા સાધ્વીને કેવળજ્ઞાન પ્રગટ્યું. તો પણ પોતાના છદ્મસ્થ રહેલા ગુરુ એવા અરણીકાપુત્ર આચાર્યને આહારપાણી લાવી આપવાનું બંધ કર્યું નહીં. “ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન.” (વ.પૃ.૫૩૫) એમ ભગવાન પણ શ્રી ગુરુનો વિનય કરે છે. એવો વિનયમાર્ગ ભગવાને પ્રરુપ્યો છે. સારા
નિરભિમાનની ચાલ, વાણી, વેશ અનુદ્ધત;
સ્વગુણોને ન દર્શાવે અન્ય-ગુણે રહે રત. ૨૭ અર્થ - નિરભિમાની જીવની ચાલ ઘીમી અને ગંભીર હોય, વાણી હિત, મિત અને પ્રિય હોય અને વેષ ઉદ્ધત ન હોય, પણ સાદો હોય. તે પોતાના ગુણોને દર્શાવે નહીં, પણ બીજાના ગુણો જોઈને કે ગાઈને આનંદ માને. રશા
ગુરુ જો ગુણ દર્શાવે તોયે ફુલાય ના જરી;
કઠોર વચને શિક્ષા દે તો લાભ ચહે ફરી. ૨૮ અર્થ – આવા નિરભિમાની જીવના ગુણોની શ્રીગુરુ પણ પ્રશંસા કરે તો પણ જરાય ફુલાય નહીં.
Page #180
--------------------------------------------------------------------------
________________
૫ ૫૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અઢાર દેશમાં અમારી પડતું વગડાવ્યો એવા કુમારપાળરાજાની શ્રી હેમચંદ્રાચાર્યે પ્રશંસા કરી તો પણ નીચું મોઢું રાખી શ્રવણ કર્યું પણ કાંઈ બોલ્યા નહીં. “પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” (વ.પૃ.૩૦૭) તેમ શ્રી ગુરુ કઠોર વચને શિક્ષા દે તો પણ બોલે નહીં પણ તેવો લાભ ફરી ફરી ઇચ્છે કે જેથી દોષો દૂર થઈ આત્મા શુદ્ધ થાય. આરતા
બાલ-ગોપાલની હાંસી સહે નિરભિમાન જે,
પ્રસન્ન વદને સૌને સંતોષે રહી શાંત તે. ૨૯ અર્થ - બાલ-ગોપાલ અજ્ઞાનતા વડે એવા નિરભિમાની સજ્જન પુરુષની હાંસી કરે તો પણ સહન કરે. અને વળી પ્રસન્ન મુખ રાખી પોતે શાંત રહી, બીજાને પણ સંતોષ પમાડે. રિલા
સમ્યકત્વની નિશાની એ : ઉરે નિર્મદતા રહે
આત્મલાભ સદા દેખે, માનપૂજા નહીં ચહે. ૩૦ અર્થ :- સમ્યકત્વની નિશાની છે કે જેના હૃદયમાં અહંકાર હોય નહીં, તથા જે હમેશાં આત્મલાભ માટે પ્રયત્નશીલ હોય, તેમજ માનપૂજાને પણ હૃદયથી ઇચ્છ નહીં; તે જ સાચા આરાધક જાણવા. //૩૦ના
વિના વાંકે વસે વાંક કોઈના ઉરમાં જરી,
તોય માઠું લગાડે ના, વિનયે વશ લે કરી. ૩૧ અર્થ - કોઈના હૃદયમાં વિના વાંકે નિરભિમાની જીવનો વાંક વસી જાય, તો પણ તે મોટું બગાડે નહીં. પણ વિનયવડે તેમના અંતઃકરણને વશ કરી શાંતિ પમાડે; એવો વિનયગુણ મહાન છે.
‘વનો (વિનય) વેરીને પણ વશ કરે” એમ પ.પૂ.પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. ૩૧ાા
માઠા બોલો ગણો મીઠા “ગાળ ઘીની જ નાળ” જો,
સ્વાર્થ કે હાલ જાણીને આત્માથે એ જ પાળજો. ૩૨ અર્થ – કોઈ માઠા એટલે કડવા વચન કહે તેને પણ મીઠા ગણો અને કોઈ ગાળ આપે તો તેને ઘીની નાળ સમાન જાણો. તેમાં આત્માનો સ્વાર્થ એટલે સ્વ-અર્થ અર્થાત્ સ્વ એટલે પોતાના આત્માનું અર્થ એટલે પ્રયોજન સિદ્ધ થતું જાણીને, કે હાલ એટલે પોતાના આત્માનું હિત જાણીને, આત્માર્થે નિર્ભિમાનતાને કે વિનયગુણને અથવા નમ્રતાને કે લઘુતાને જ પાળજો કે જેથી તમારા આત્માની સિદ્ધદશા તમને પ્રાપ્ત થાય. ૩રા
મોક્ષપ્રાપ્તિ અર્થે જેમ સરળપણું કે નિર્ભિમાની ગુણની જરૂર છે, તેમ બ્રહ્મચર્યના સર્વોત્કૃષ્ટપણાની પણ તેટલી જ આવશ્યકતા છે. એ વડે શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરી શકાય છે. કૃપાળુદેવ કહે :
“યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાઘન છે, અસત્સંગએ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૨)
Page #181
--------------------------------------------------------------------------
________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૫૩
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું (પામશું, પામશું, પામશું રે કેવળજ્ઞાન હવે પામશું એ રાગ)
લાગશે, લાગશે, લાગશે રે પરબ્રહ્મપદે લય લાગશે-ટેક બ્રહ્મનિષ્ટ ગુરુ રાજ-પ્રતાપે અનાદિનો ભ્રમ ભાગશે રે, પરબ્રહ્મક
આત્મજ્ઞાની લઘુરાજે જણાવ્યા રાજગુણે જીંવ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુદેવની કૃપાથી પરબ્રહ્મપદે એટલે પરમાત્માપદમાં જરૂર લય લાગશે, લાગશે અને લાગશે, એવો દ્રઢ નિશ્ચય પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં સ્કુરાયમાન જણાય છે.
બ્રહ્મ એટલે આત્મા, એવા આત્માની નિષ્ઠા એટલે દ્રઢ શ્રદ્ધા છે જેને એવા ક્ષાયિક સમ્યદ્રષ્ટિ રાજચંદ્ર પ્રભુના પ્રતાપે, સંસારી જીવોનો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ ભ્રમ અથવા ઇન્દ્રિયોમાં સુખ છે એવો ભ્રમ નાશ પામશે. તથા આત્મજ્ઞાનને પામેલા એવા શ્રી લઘુરાજસ્વામીએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ગુણે અથવા બોઘવડે આ જીવ જરૂર મોહનદ્રામાંથી જાગૃત થશે. /૧
બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય-રુચિ વાઘશે રે, પરબ્રહ્મ
આત્મા જ બ્રહ્મસ્વરૂપે ગવાયો, ઇન્દ્રિયજયથી લાઘશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મ એટલે આત્મા જેને પ્રગટ છે એવા બ્રહ્મસ્વરૂપ પરમકૃપાળુદેવની ભક્તિ કર્યાથી જીવોમાં બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણતા કરવાની રુચિ વઘશે. મૂળ સ્વરૂપે જોતાં શુદ્ધ આત્મા જ બ્રહ્મ સ્વરૂપે ગવાયો છે. તેની પ્રાપ્તિ પાંચ ઇન્દ્રિયોનો જય કરવાથી થશે. રા.
અનાદિકાળથી સ્પર્શ-ઇન્દ્રિયનો અભ્યાસ આડો આવશે રે, પરબ્રહ્મ
ક્રમે ક્રમે પુરુષાર્થ કરે તે પરાક્રમી જન ફાવશે રે. પરબ્રહ્મ અર્થ – અનાદિકાળથી જીવની સાથે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ લાગેલી છે. તેથી સ્પર્શ ઇન્દ્રિયનો અનાદિકાળનો અભ્યાસ જીવને ઇન્દ્રિય જય કરવામાં આડો આવશે. પણ ક્રમપૂર્વક જે અભ્યાસ કરશે તે પરાક્રમી પુરુષ ઇન્દ્રિય જય કરવામાં ફાવી જશે.
સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત.” (વ.પૃ.૪૧૩) માયા
સગુરુ-સેવાથી જાગે જિજ્ઞાસા, સદ્ગુરુ બોઘ રેલાવશે રે, પરબ્રહ્મ
સાચી મુમુક્ષતા સદ્ગુરુ-બોઘે જીવ જ્યારે પ્રગટાવશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુ સરુ ભગવંતની આજ્ઞા ઉઠાવવાથી બ્રહ્મચર્ય પાળવાની સાચી જિજ્ઞાસા જાગૃત થશે. પછી સદગુરુનો બોધ તેના હૃદયમાં રેલાશે અર્થાત પરિણામ પામવા લાગશે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૫ ૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સગુરુના બોઘથી જન્મમરણથી મુક્ત થવા માટે સાચી મુમુક્ષુદશા જ્યારે જીવ પ્રગટાવશે ત્યારે કાર્યસિદ્ધિ ભણી તે પગલું માંડશે. જો
સગુરુ-આજ્ઞાથી સસ્તુરુષારથ જો કરવા ઑવ માગશે રે, પરબ્રહ્મ
ભાગ્યશાળી તે નર વીર જાણો; વિઘ્ર-પવન ડોલાવશે રે. પરબ્રહ્મ અર્થ - સાચી મુમુક્ષતા પ્રગટ્ય સદ્ગુરુ આજ્ઞાવડે જો સપુરુષાર્થ કરવા જીવ માંડશે તો તે ભાગ્યશાળીને નરોમાં વીર સમાન જાણો. તેને અંતરંગ કે બાહ્ય બ્રહ્મચર્ય પાળવામાં સંકલ્પ-વિકલ્પ કે કામ ક્રોઘાદિ વિહ્નરૂપ પવન ડોલાયમાન કરશે તો પણ તેને સહન કરી તે આગળ વધી જશે, અર્થાતુ મોહના ભાવોને તે સદ્ગુરુબળે હૃદયમાં ઘર કરવા દેશે નહીં.
“જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” -શ્રી આત્મસિદ્ધિ પા
શીલરક્ષણ ને યશ ઇચ્છે તે આ શિક્ષા ઉર ઘારશે રે - પરબ્રહ્મ
વાતો વિકારી જનોની કરો ના, સૂતા વિકારો જાગશે રે. પરબ્રહ્મ અર્થ – જે પુણ્યાત્મા પોતાના શીલનું રક્ષણ કે સુયશને ઇચ્છશે તે આ નીચે જણાવેલ શિક્ષાને હૃદયમાં ઘારણ કરશે. મનની શુદ્ધિ માટે વિકારી લોકોની વાતો કદી કરવી નહીં. તેમ કરવાથી સૂતેલા વિકારો પણ જાગૃત થઈ જાય છે. દા.
નીરખશો ના નર-નારી-અંગો મલિન ભાવ લલચાવશે રે; પરબ્રહ્મ
દુરાચારીની સોબત તજજો, “સંગ તેવો રંગ'લાગશે રે. પરબ્રહ્મ અર્થ :- નર કે નારીના અંગોને મોહદ્રષ્ટિએ તાકીને નીરખશો નહીં. નહીં તો મલિન ભાવો મનમાં ઉત્પન્ન થઈ આત્માને તે તે વસ્તુની પ્રાપ્તિ માટે લલચાવશે. અશુભ કર્મનો બંધ કરાવી દુર્ગતિના કારણ બનશે. તેમજ દુરાચારી લોકોની સંગતિનો ત્યાગ કરજો. કેમકે જેવો સંગ તેવો રંગ લાગી જશે.
ઘમ્મિલકુમારનું દૃષ્ટાંત – ઘમિલકુમાર બાળવયથી અત્યંત વૈરાગ્યવાન હોવા છતાં પણ દુરાચારી લોકોના સંગથી વેશ્યાના વિલાસમાં પડી ગયો. પિતાનું બધું ઘન નાશ પામી ગયું. ત્યારે વેશ્યાની અક્કાએ તેને દારૂ પાવી દૂર મુકાવી દીધો. પછી સાન ઠેકાણે આવી. માટે મરી જવું સારું પણ દુરાચારીની તો સંગતિ ને જ કરવી. કેમકે એ સંસ્કાર ભવોભવ જીવને દુ:ખ આપે છે. //શી.
ભાંગ, તંબાકુ, કેફી ચીજો સૌ બુદ્ધિ-વિકારો લાવશે રે પરબ્રહ્મ
પાન-બીડી, ફૂલ, અત્તર આદિ શીલનો ભંગ કરાવશે રે. પરબ્રહ્મ અર્થ :- ભાંગ, તંબાકુ અને બીજી કેફી એટલે જેથી નશો ચઢે એવા અમલ, દારૂ વિગેરે પીવાથી કે ખાવાથી બુદ્ધિમાં વિકારો ઉત્પન્ન થશે. પાન, બીડી, પાન પરાગ, બ્રાઉન સુગર, ફુલ, અત્તર આદિ વસ્તુઓ પણ વ્યસનની જેમ વળગી જઈ શીલનો ભંગ કરાવશે. માટે એવી વસ્તુઓનું કદાપિ સેવન કરવું નહીં. પાટા.
Page #183
--------------------------------------------------------------------------
________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
ગીત, નૃત્ય, નાટક, ચિત્રો વિકારી કામ-વિકાર ઊભરાવશે રે; પરબ્રહ્મ રાત્રિભોજન ને ભારે ભોજન પણ ઉન્મત્તતા ઉગાડશે રે, પરબ્રહા
૫૫૫
=
અર્થ :– રેડિયો વગેરેમાં ગવાતા ગીતો કે લગ્નના ગીતો, અથવા ટી.વી., સિનેમામાં દેખાતા નૃત્યો, નાટકો તેમજ વિકાર ઉત્પન્ન કરે એવા ચિત્રોને જોતાં કામ વિકાર ઉભરાઈ આવશે. રાત્રિભોજન કે ભારે ભોજન કરવાથી પણ ઉન્મત્તતા એટલે મોહના ગાંડપણને જ પોષણ મળશે.
“રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં ; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે.” (વ.પૃ.૯) રાત અને દિવસ લૌકિક કામ કરવામાં કે ખાવાપીવામાં જ વખત જતો રહે તો સ્વાધ્યાય ભક્તિ આદિ ઉત્તમ કાર્ય ક્યારે થાય?
“દિવસ ગમાયા ખાય કે, રાત ગવાઈ સોય;
હીરા જનમ અમોલ થા, કોડિ બદતો જાય.'' શાલ્યા ચિત્ત-આકર્ષક વસ્ત્ર-આભૂષણ અને એકાન્ત ભુલાવશે ૨; પરબ્રહ્મા સ્વાદ-લંપટતા સાથે હજારો દોષો આવી મુઝાવશે રે. પરબ્રહ્મ
અર્થ :– ચિત્તને આકર્ષિત કરે એવા વસ્ત્ર કે આભૂષણ પહેરવા નહીં. અને સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. એમ કરવાથી જીવ મોહવશ બની કૃત અકૃત્યનો વિવેક ભૂલી જાય છે.
“જ્ઞાનીની આશાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને ‘બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું’ એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન ૫૨ દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?’ આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે પણ પછી તે પદાર્થ પ્રત્યે દૃષ્ટિ દેતાં ‘આ ઠીક છે’ એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય." ઉપદેશળયા (પૃ.૪૫)
ભોજનમાં સ્વાદની લંપટતા હશે તો બીજા હજારો દોષો આવીને મનને મિલન કરી મૂંઝવણમાં નાખી દેશે. સર્વ ઇન્દ્રિયોને પોષણ આપનાર આ જીભ છે.
મંગુ આચાર્યનું દૃષ્ટાંત ઃ– મંજૂ આચાર્ય હતા પણ આહારના સ્વાદમાં પડવાથી આચાર પાળવામાં પ્રમાદી થઈ યક્ષનો અવતાર પામ્યા.
અષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત ઃ- અષાઢાભૂતિ મુનિ હોવા છતાં નટને ત્યાંથી કેસરીયા મોદક, ફરી ફરી વહોરવા માટે નવું નવું રૂપ બદલીને પણ લીઘા. તેથી નટની કન્યાઓએ તેને સ્વાદમાં આસક્ત જાણી બીજી વાર લલચાવી ચારિત્રથી ભ્રષ્ટ કર્યો. માટે શીલ રક્ષણના ઇચ્છુકે જિલ્લા ઈન્દ્રિયના સ્વાદને પોષણ આપવું નહીં. ।।૧૦।।
સુણ્યા, દીઠા, અનુભવ્યા ભોગોની સ્મૃતિ અતિ લલચાવશે રે, પરાઠા તેવા વિકારી સંગો તજો તો સત્સંગનો રંગ લાગશે રે પરબ્રહ્મ
અર્થ :– સાંભળેલ, જોયેલ કે અનુભવેલ ભોગોની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી મન ફરીથી તે
=
Page #184
--------------------------------------------------------------------------
________________
૫ ૫૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભોગોની લાલસામાં આવી જાય છે.
આર્દ્રકુમારનું દૃષ્ટાંત – આર્દ્રકુમારે પૂર્વભવમાં પોતે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધેલ. એકવાર દીક્ષિત પોતાની પત્નીને જોતાં અનુભવેલ ભોગોની સ્મૃતિ ફરીથી થઈ આવી; અને દીક્ષિત પત્નીને પાછું ઘરે જવાનું જણાવ્યું. પત્નીએ તે સાંભળીને અનશન લઈ લીધું. આદ્રકુમારના જીવે પણ ફરીથી જાગૃત થઈ ઉત્તમ આરાધના કરી દેવગતિ સાધ્ય કરી.
વિકાર ઉત્પન્ન થાય એવા સંગોનો જીવ ત્યાગ કરે તો જ સત્સંગનો રંગ લાગશે.
બે ભમરાઓનું દ્રષ્ટાંત - બે ભમરાઓ હતા. એક સુગંધીદાર બગીચામાં રહે. બીજો વિષ્ટામાં રમે. એકવાર વિષ્ટાનો ભમરો બગીચામાં આવ્યો છતાં ફુલોની સુગંઘનો સ્વાદ તેને આવ્યો નહીં. કેમકે સાથે વિષ્ટાની ગોળી લેતો આવ્યો હતો. તેમ વિકારી જીવોનો સંગ હશે ત્યાં સુધી સત્સંગતિની સુગંધ તેને આવી શકશે નહીં.
“સત્સંગનો રંગ ચાખ રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ, પ્રથમ લાગે તીખોને કડવો, પછી આંબા કેરી સાખ;
રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ.” ||૧૧ાા
નાક, કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાઘુનું ચિત્ત ચળાવશે રે પરબ્રહ્મ
વિષવેલ સ્પર્શી વાયુ વહે તે મરણ-કારણ ઉપજાવશે રે; પરબ્રહ્મ અર્થ - નાક, કાન કાપેલી વૃદ્ધ સ્ત્રી પણ સાધુનું ચિત્ત ચલિત કરવા સમર્થ છે. જેમ વિષ વેલને સ્પર્શી વહેતો વાયુ મરણનું કારણ બની શકે છે, તેમ સ્ત્રી પણ ભલભલાને ભુલભુલામણિમાં નાખવા સમર્થ છે. માટે તેવા સંગથી હમેશાં દૂર રહેવું.
રથનેમિનું દ્રષ્ટાંત – ગિરનારની ગુફામાં ધ્યાન કરતાં રથનેમિને, વરસાદના કારણે કપડાં ભીંજાઈ જવાથી તે ગુફામાં જઈ સતી રાજીમતિને કપડાં સુકાવા જતાં, તેના અંગના દર્શનથી રથનેમિ ધ્યાન કરતાં ચલિત થઈ ગયા. પછી રાજીમતિએ બોઘ આપી તેને સ્થિર કર્યા. માટે વૃત્તિઓનો કદી વિશ્વાસ કરવો નહીં.
સ્ત્રીએ હાડમાંસનું પૂતળું છે. એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાઘુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ઘારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) I/૧૨ા
તેમ જ કામીને કામિનીવૃત્તિ ચંચળ ચિત્ત કરાવશે રે, પરબ્રહ્મ
હૃદય-સિંહાસને નારી રહી તો પ્રભુ-ભક્તિ નહિ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - વિષવેલ સમાન કામી પુરુષને કામિની વૃત્તિ એટલે સ્ત્રીની ઇચ્છા હોવાથી તે વૃત્તિ તેનું ચિત્ત ચંચળ કરશે. અને હૃદયરૂપી સિંહાસન ઉપર જો સ્ત્રી બેઠેલી હશે તો પ્રભુ પ્રત્યેની ભક્તિ જાગૃત
Page #185
--------------------------------------------------------------------------
________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૫૭
થશે નહીં. ૧૩ના
નારી-કટાક્ષે ઉર વીંઘાતા પ્રભુ-પ્રીતિ પણ ભાગશે રે, પરબ્રહ્મ
સ્ત્રી-સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ઘોઈ નાખશે રે? પરબ્રહ્મ અર્થ - સ્ત્રીના કટાક્ષથી જો હૃદય ભેદાઈ ગયું તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નાશ પામશે. સ્ત્રી પ્રત્યેના સ્નેહનો ડાઘ જો હૃદયમાં પડી ગયો તો પછી તેને કોણ ઘોવા સમર્થ છે?
“વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર કુલવાલકમુનિનું દ્રષ્ટાંત – કુલવાલક મુનિ હતા. નદી કિનારે તપ કરતા હતા. તેને ચલાયમાન કરવા વેશ્યા શ્રાવિકાનું રૂપ લઈ ત્યાં આવી. મુનિને ભોજનમાં નેપાળો આપ્યો. તેથી ખૂબ ઝાડા થવા લાગ્યા. ત્યાં બીજું કોઈ નહીં હોવાથી એકલી વેશ્યાએ તેમની સેવા સુશ્રુષા કરી. તેના કટાક્ષથી મુનિનું હૃદય ભેદાઈ ગયું અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. માટે સ્ત્રીઓ દ્વારા થતી સેવા સુશ્રુષાનો લાભ લેવો નહીં કે જેથી તેમના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય. ||૧૪ll
શાસ્ત્રસમુદ્ર ઘોતાં ન જાશે, આત્મવિચાર કામ લાગશે રે, પરબ્રહ્મ
બગડેલું ઉર હવે લેવું સુઘારી, વૈરાગ્ય-સાબુ સુથારશે રે. પરબ્રહ્મ અર્થ :- સ્ત્રીસ્નેહનો હૃદયમાં પડેલો ડાઘ, શાસ્ત્રરૂપી સમુદ્રમાં ઘોવા માટે મથતા છતાં જશે નહીં. પણ સદ્ગુરુબોઘ દ્વારા કરેલ આત્મવિચાર તે ડાઘને દૂર કરવા સમર્થ છે. મોહથી બગડેલું હૃદય જરૂર સુઘારી લેવું જોઈએ. તેના માટે વૈરાગ્યરૂપી સાબુ કામ લાગશે. રોગ અને મોહને ઊગતા જ દાબવા.
તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અહંતના કહેલા તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ઘોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બઘાં સાહિત્યો કંઈ કરી શકતા નથી; માટે વૈરાગ્યને ઘર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહિત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોઘે છે, તો તે જ ઘર્મનું સ્વરૂપ એમ ગણવું.” ||૧પણા
જીતી બાજી હવે હારી ન જાશો, નરભવ કોણ બગાડશે રે, પરબ્રહ્મ
મૂર્ખ-શિરોમણિ તે નર માનું જે કામ-વૃત્તિ ન ત્યાગશે રે. પરબ્રહ્મ અર્થ - મનુષ્યભવ, સત્પરુષનો જોગ વગેરે મળ્યો છે તો હવે જીતી બાજી હારી જઈને નરભવને કોણ બગાડશે. આવી જોગવાઈ મળ્યા છતાં પણ જો કામવૃત્તિને નહીં ત્યાગશે તે નરને હું મૂર્ખ શિરોમણિ માનું છું. “એક ભવના થોડા સુખ માટે અનંતભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પરુષો કરે છે.” (વ.પૃ.૧૭૯) /૧૬ાા
વીર્ય-સંચયથી ભીખ બને જન, સ્ત્રીભોગ ક્ષય રોગ લાવશે રે, પરબ્રહ્મ
ક્ષય રોગથી બચવા બ્રહ્મચર્ય, શુદ્ધ આહાર-પાન સેવશે રે. પરબ્રહ્મ અર્થ :- બ્રહ્મચર્ય પાલનથી વીર્યનો સંચય થાય છે. તે બાળ બ્રહ્મચારી ભીષ્મ પિતામહની જેમ બળવાન બને છે. જ્યારે સ્ત્રીભોગથી વીર્યનો નાશ થઈ ક્ષય રોગ આવે છે. ક્ષય રોગથી બચવા માટે બ્રહ્મચર્યનું પાલન અને શુદ્ધ આહારપાનનું સેવન છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૫ ૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (વ.પૃ.૯૭૦) /૧૭ના
નિયમિત જીવને રામ સમા સૌ, સલ્તાન-પાત્રતા પામશે રે, પરબ્રહ્મ
પરનારી પ્રતિ પ્રેમ ઘરે તે રાવણ સમ દુઃખ દેખશે રે. પરબ્રહ્મ અર્થ - નિયમિત જીવન જીવનાર સૌ ભવ્યાત્માઓ સ્વપત્ની સંતોષી આદર્શ ગૃહસ્થ બની શ્રીરામ સમાન સમ્યજ્ઞાનની પાત્રતાને પામશે. પણ પરનારી પ્રત્યે જે પ્રેમ રાખશે તે રાવણ સમાન આ ભવમાં કે પરભવમાં નરકાદિ દુઃખોને પામશે. ||૧૮.
સર્વ ચારિત્ર વશ કરવાને બ્રહ્મચર્ય જીવ ઘારશે રે, પરબ્રહ્મ
સર્વ પ્રમાદને દૂર કરવાનું બ્રહ્મચર્ય બળ આપશે રે. પરબ્રહ્મ અર્થ :- સર્વ પ્રકારના ચારિત્ર એટલે સંયમને વશ કરવા માટે બ્રહ્મચર્યને જીવ ઘારણ કરશે તો સર્વ પ્રમાદને દૂર કરવા માટે, બ્રહ્મચર્ય તેને બળ આપશે. ૧૯ો.
આત્મવૃત્તિ અખંડ ચહે તે બ્રહ્મચર્ય વ્રત ઘારશે રે, પરબ્રહ્મ
મોક્ષ તણાં સૌ સાઘનમાં તે સહાય અલૌકિક આપશે રે. પરબ્રહ્મ અર્થ - આત્મવૃત્તિમાં અખંડ રહેવા જે ઇચ્છે, તે બ્રહ્મચર્ય વ્રતને ઘારણ કરશે. તે બ્રહ્મચર્ય વ્રત તેને મોક્ષના સર્વ પ્રકારના સાધનમાં અલૌકિક એટલે દિવ્ય સહાય આપનાર સિદ્ધ થશે.
“સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંથી સર્વ પ્રકારનાં સાઘનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” (હા.૩ પૃ.૮૩૦) /૨૦ાા
આ કાળના મૂંઢ, માયાર્થી જીવો વર-વચન જો માનશે રે, પરબ્રહ્મ
બ્રહ્મચર્ય-વ્રત સ્પષ્ટ જણાવ્યું પ્રાણ જતાં પણ પાળશે રે. પરબ્રહ્મ અર્થ - આ કાળમાં મૂઢ એટલે જડ જેવા અને માયાવી એટલે વક્ર જીવો જો વર્તમાન વિદ્યમાન વીર પ્રભુના વચનને માનશે તો ભગવાને પાંચમું મહાવ્રત અલગ સ્થાપી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે સ્પષ્ટ જણાવ્યું છે, તેને તે પ્રાણ જતાં પણ પાળશે.
મણિબેનનું દ્રષ્ટાંત - મણિબેન કાવિઠાવાળાને પરમકૃપાળુદેવે પ્રાણ જતાં પણ એ વ્રત પાળવું એમ જણાવેલ. તે તેમણે તેમજ કરી બતાવ્યું હતું,
મલયાગિરીનું દ્રષ્ટાંત - ચંદનરાજાને સ્વપ્ન આવ્યું. ભારે દુઃખો આવશે જાણી રાણી મલયાગિરી તથા બે પુત્રો સાયર અને નીરને લઈ બીજા સ્થાને ચાલ્યો ગયો. ત્યાં એક સાર્થવાહ મલયાગિરીને કપટથી લઈ જઈ પોતાની સ્ત્રી થવા કહ્યું. તેણે કોઈ રીતે પણ માન્યું નહીં. ચંદનરાજા પણ પછી બે પુત્રોને નદી પાર કરતા એકને પેલે કિનારે મૂકી બીજાને લેવા આવતા પોતે નદીમાં તણાઈ ગયો. ને જ્યાં બહાર નીકળ્યો ત્યાંનો રાજા મરણ પામવાથી પુણ્ય પ્રભાવે ત્યાંનો રાજા બન્યો. બેય પુત્રો પણ ફરતા ફરતા તે જ રાજ્યમાં આવી કોટવાલ બન્યા. સાર્થવાહ પણ મલયાગિરીને લઈ તે જ નગરમાં સહજે આવી પહોંચ્યો. રાજાને ભેટ
Page #187
--------------------------------------------------------------------------
________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૫૯
આપી સામાન સાચવવા બે કોટવાલ માંગ્યા. ત્યાં તેના પુત્રો જ આવ્યા. તેઓ રાતના એક બીજાને પોતાની વિતક વાર્તા કરતા હતા. તે સાંભળી મલયાગિરીને લાગ્યું કે આ મારા જ પુત્રો છે, એમ મલયાગિરીનું પુત્ર સાથે મિલન થયું. વાતચીતમાં પોતાના જ પુત્ર છે એમ જાણવાથી રાજા પાસે ન્યાય કરવા ગયા. ત્યાં શીલના પ્રભાવે ચંદનરાજાનું પણ મિલન થઈ ગયું. એમ પ્રાણ જતા કરવા તૈયાર થાય પણ શીલ ખંડિત ન કરે તે જીવો સર્વ સુખ સામગ્રીને પામે છે. ૨૧ાા
તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવ શિવ સાથશે રે, પરબ્રહ્મ
પાશવવૃત્તિ જ કામ-વિકારો સાચો મુમુક્ષ ત્યાગશે રે. પરબ્રહ્મ અર્થ - પ્રાણ છોડવા તૈયાર થાય પણ વ્રત નહીં, એવા જીવો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવીને મોક્ષપ્રાપ્તિની સાધના કરશે. કામવિકારો છે તે પશવૃત્તિ જ છે. સાચો મુમુક્ષ હશે તે મોહાસક્તિથી મુંઝાઈને એવા પશુકર્મનો ત્યાગ કરશે. અરરા.
ચારે વ્રતોના અપવાદમાર્ગે વ દોષો ન લાગશે રે, પરબ્રહ્મ
બ્રહ્મચર્યવ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે રે. પરબ્રહ્મ અર્થ - અહિંસા, સત્ય, અચૌર્ય અને પરિગ્રહ ત્યાગ એ ચારે વ્રતોમાં અપવાદ અર્થાતુ છૂટ આપી છે. તે અપવાદને માર્ગે વર્તવાથી દોષો લાગતા નથી. પણ બ્રહ્મચર્યવ્રત જો ઢીલું થયું તો રાગ વગર જેની પ્રવર્તી નથી એવું તે અબ્રહ્મચર્ય, આત્માના ગુણોની ઘાત કરશે.
“મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં; અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે; અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે.” (વ.પૃ.૪૦૧)
“બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય! “શેઠ ક્યાં ગયા છે? તો કહે, ઢેડવાડે’ એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા ન હોય તો તે શા કામનું છે? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ; ટાપટીપ શરીરની ન કરવી જોઈએ; સ્નિગ્ધ, ભારે ખોરાક ન ખાવા જોઈએ; ખરાબ વાતો ન સાંભળવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ; નહીં તો, ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેલાઈ જાય તેમ, વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુથી જે થયું તે થયું; પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઊલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવા માઠાં પરિણામ વમી નાખવા જોઈએ.” -ઉપદેશામૃત (પૃ.૩૩૧) //ર૩ી.
સમુદ્ર જો મર્યાદા મૂકે જળપ્રલય પ્રગટાવશે રે, પરબ્રહ્મ
તેમ ચોથું વ્રત તોડી પ્રવર્તે, નિઃશંક ડૂબી, ડુબાડશે રે. પરબ્રહ્મ અર્થ - સમુદ્ર જો મર્યાદા મૂકે તો સમુદ્રનું અગાધ જળ પ્રલયકાળ પ્રગટાવશે. તેમ ચોથું બ્રહ્મચર્ય વ્રત તોડીને કોઈ પ્રવર્તશે તો પોતે ભવસાગરમાં ડૂબી, બીજા જીવોને પણ સાથે ડૂબાડશે એ વાત નિઃશંક છે. પારકા
Page #188
--------------------------------------------------------------------------
________________
૫૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
નિરતિચારપણે બ્રહ્મચર્ય (સર્વથા) પોતે પાળીને પળાવશે રે, પરબ્રહ્મ
નવ વાડથી સુરક્ષિત તે નર જ્ઞાનીને મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ :- પોતે નિરતિચારપણે નવવાડ સહિત બ્રહ્મચર્યવ્રતને સર્વથા પાળી, બીજાને પણ પળાવશે તે નરનું બ્રહ્મચર્ય વ્રત, નવાવાડથી સુરક્ષિત રહેશે અને તે પુણ્યાત્મા જ્ઞાનીને પણ આનંદ ઉપજાવનાર થશે.
૫.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર મુમુક્ષુ સમુદાયમાં જણાવેલું કે –
જમનામૈયા ભાગ આપે એવો એક બ્રહ્મચારી અમે મૂક્તા જઈશું. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ અગિયાર વર્ષ સુધી રાતદિવસ પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં રહી તેવી દશા પ્રાપ્ત કરી હતી. તેથી જ પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહોત્સર્ગ પહેલાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને જણાવ્યું કે તને “ઘર્મ સોંપુ છું.” યોગ્યતા વગર ઘર્મની સોંપણી કદી મહાપુરુષો કરે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી તેમને “બ્રહ્મચારી' એવા નામથી બોલાવતા. તેથી તેમનું નામ બ્રહ્મચારીજી એવું પડી ગયું. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. હવે નવવાડ વિષે જણાવે છે :
મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ “જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું.
૧. વસતિ- જે બ્રહ્મચારી સાથુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે. મનુષિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાઘુએ ન રહેવું; પશુ એટલે તિયચિણી ગાય, ભેંસ, ઇત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે.
૨. કથા- કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ઘર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંઘી ગ્રંથો, કામવિલાસ સંબંઘી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંઘી કથા બ્રહ્મચારીએ ન કરવી.
૩. આસન- સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુઘીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે.
૪. ઇન્દ્રિયનિરીક્ષણ- સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાઘુએ ન જોવાં; એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે.
૫. કુંડચાતર- ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય તે સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે.
૬. પૂર્વક્રીડા- પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે.
૭. પ્રણીત- દૂઘ, દહીં, વૃતાદિ મથુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુઘા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં.
૮. અતિમાત્રાહાર- પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું
Page #189
--------------------------------------------------------------------------
________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૬૧
નહીં. એથી પણ વિકાર વધે છે.
૯. વિભૂષણ- સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુઘા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ઘારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી.
જ્ઞાની ગુરુની અલ્પ કૃપા પણ આત્મશક્તિ વિકસાવશે રે, પરબ્રહ્મ
રવિ-કિરણ એક આંખે ચડ્યું તો સૂર્ય-સ્વરૂપ સમજાવશે રે. પરબ્રહ્મ અર્થ - જ્ઞાની ગુરુની આજ્ઞા ઉપાસનાર વિનયવાન શિષ્ય ઉપર ગુરુની અલ્પ પણ કૃપા થશે તો તે આત્માની અનંત શક્તિઓને વિકસિત કરશે. કેમકે મોક્ષમૂલં ગુરુકૃપા છે. પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર પ.ક.દેવની કૃપા થઈ અને પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીની કૃપા થઈ, કેમકે બન્ને યોગ્ય શિષ્યો હતા. સૂર્યનું એક કિરણ પણ આંખે દેખાઈ ગયું તો તે સંપૂર્ણ સૂર્યનું સ્વરૂપ સમજાવશે. તેમ ગુરુ કૃપાથી આત્મજ્ઞાન થઈ ગયું તો તે કેવળજ્ઞાનના સ્વરૂપને પણ સમજાવશે. ૨૬ાા.
તેમ અડગ બ્રહ્મવ્રતે રહો તો આત્મ-અનુભવ આવશે રે, પરબ્રહ્મ
લૌકિક સુખનો મોહ મચ્યો તો સ્વરૂપ-સુખ મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યમાં જો અડગ રહેશો તો આત્માનો અનુભવ પ્રાપ્ત થશે. સપુરુષના વચનોવડે સાંસારિક સુખનો મોહ જો મટી ગયો તો આત્મિક સુખનો આસ્વાદ મનને ભાવશે. “બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંઘ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં; જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં–આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય.” (ઉ.પૃ.૪૯૬)
“સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.” (ઉ.પૃ.૩૯૧) (૨થા.
બ્રહ્મચર્ય વ્રતે ટેક ટકી તો બાહ્ય વૃત્તિ ઑવ ત્યાગશે રે, પરબ્રહ્મ
જગ-જન રીઝવવા જે નહિ ઇચ્છે તે નિજ હિતમાં લાગશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યવ્રતમાં ટેક ટકી રહી તો બાહ્યવૃત્તિ એટલે ઇન્દ્રિયોમાં સુખ છે એવી બુદ્ધિનો જીવ ત્યાગ કરશે. જે જગતવાસી જીવોને રીઝવવા ઇચ્છશે નહીં તે જ પોતાના આત્મહિતના કાર્યમાં લાગશે.
બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કરવો અને પૂર્ણ ભરોસો પડે કે હવે પાળી શકાશે તો લેવું. વ્રત લઈને ભાંગવું નહીં, તે ભાંગે તો મહાદોષ લાગે. વ્રત લઈને ભાંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીઘા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુઘી વખત પસાર કરવો.” ઓ.૧ (પૃ.૯) ૨૮.
બ્રહ્મચારી ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે રે, પરબ્રહ્મ
ઉજ્વળ કપડે ડાઘો દેખાયે સજ્જન ઝટ ઘોઈ નાખશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્ય દીક્ષાથી યુક્ત તે બ્રહ્મચારી છે. બ્રહ્મમાં ચર્ચા કરવાનો જેનો ભાવ છે તે બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. તે તુચ્છ વિકારી ભાવોને ત્યાગી દેશે.
Page #190
--------------------------------------------------------------------------
________________ 5 62 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે! “બ્રહ્મ એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીબુંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સપુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજા બઘા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે?—એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ.” (ઉ.પૃ.૩૩૧) ઉજ્વળ કપડામાં ડાઘ દેખાતાં શીધ્ર તેને ધોઈ નાખીએ છીએ, તેમ ઉજ્વળ મનવાળા સજ્જનો પોતાના મનમાં અલ્પ પણ દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરે છે. અહંક્સકનું દ્રષ્ટાંત :- પિતા દત્ત, પુત્ર અહંન્નક અને માતા ભદ્રાએ ત્રણે જણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અહંન્નક નાનો હોવાથી પિતા તેને આહાર પાણી લાવીને આપતા. કાળ જતાં પિતા મરણ પામ્યા. પછી આહાર લેવા માટે અહંન્નકને જવું પડ્યું. તડકો સહન ન થવાથી તે એક મકાનના નીચે ઊભા રહ્યા. ત્યાં તે ઘરની શેઠાણીએ તે મુનિને આહાર માટે અંદર બોલાવ્યા. મોહના વચનો બોલીને તેને મોહમાં ફસાવ્યો. તેથી તે અહંન્નક તેના ઘરમાં રહેવા લાગ્યો. માતાને ખબર પડવાથી તે અહંન્નક અહંન્નક કરતી ફરે છે. પોતાની માતાની આવી હાલત જોઈને અહંન્નક તરત જ મહેલ ઉપરથી ઊતરી માતાના પગમાં પડીને બોલ્યો કે હે માતા! કુલને લજવનાર, સંયમને ભ્રષ્ટ કરનાર પાપી અર્ધન્નક આ રહ્યો. પછી માતાના કહેવાથી ગુરુ પાસે જઈને પાછો સંયમ લઈ, દોષોનું પ્રાયશ્ચિત્ત કરી, અનશન લઈને ભયંકર કષ્ટ સહન કરી તે દેવલોકે ગયો. તેમ પોતાના દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરવાં જોઈએ. રા મસોતાં મેલાં થયા કરે તે ઘેલાં ભેળાં કરી રાખશે રે, પરબ્રહ્મ બ્રહ્મચારી નર નિઃસ્પૃહ રહેશે પરવશતા નહિ પામશે રે. પરબ્રહ્મ અર્થ - મનના દોષોરૂપી મસોતા એટલે મેલા કપડાઓને મોહમાં ઘેલા બનેલા લોકો ભેગા કરી રાખશે. જ્યારે નિર્મળ મનવાળા બ્રહ્મચારી પુરુષ તો હમેશાં નિઃસ્પૃહ રહેશે. જેને કંઈ જોઈતું નથી એવા નિઃસ્પૃહ બ્રહ્મચારી કદી પરવશતા એટલે પરને આધીન રહેશે નહીં. ||૩૦ગા. બ્રહ્મચારી નર નિર્મોહીં જાણો નિર્ભયતા પ્રસરાવશે રે; પરબ્રહ્મ બ્રહ્માનંદ બથે અનુભવશે પ્રેમ-અમી રેલાવશે રે. પરબ્રહ્મ અર્થ :- બ્રહ્મ એટલે આત્મા. તેમાં રમનારા તે બ્રહ્મચારી. એવા આત્મજ્ઞાની પુરુષોને તમે નિર્મોહી જાણો. તે પોતે નિર્ભય બની જવાથી બીજાને પણ નિર્ભય થવાનો માર્ગ બતાવશે. તે હમેશાં પોતાના આત્માનંદનો અનુભવ કરશે અને જગતવાસી જીવોને પણ તે આત્મઅનુભવ રસનો આસ્વાદ આપવા ભગવત્ પ્રત્યે પ્રેમભક્તિરૂપ અમૃતરસ કેમ પ્રગટે એવો ઉપદેશ આપશે. ૩૧ના નિશદિન મસ્ત રહી નિજરૂપે ભવના ભાવ ભુલાવશે રે, પરબ્રહ્મ સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા એ, મુક્તિને પંથ ચઢાવશે રે. પરબ્રહ્મ અર્થ - તે આત્મજ્ઞાની મહાત્માપુરુષો નિશદિન પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત રહી સંસારનારાગદ્વેષના ભાવોને ભૂલી જશે. એવા સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા જ્ઞાની પુરુષો બીજા અનેક ભવ્યાત્માઓને મુક્તિના માર્ગે ચઢાવશે, કેમકે પરોપકાર કરવો એ જ મહાપુરુષોનો વૈભવ છે. ૩રા