SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વઘારનારી છે. જ્યારે અજ્ઞાનીની શુભ ક્રિયા પણ આત્માર્થના લક્ષ વગરની હોય તો તે સંસારના દુઃખરૂપ વિપરીત સ્વાદને ચખાવનારી છે, અર્થાત્ સંસારવૃદ્ધિનું જ તે કારણ થાય છે. IIી કોઈ ઉપાયે પ્રથમ જ ટાળો મિથ્થામતિ દુઃખવેલીજી, સત વ્યસન ત્યાગી કરી લેવી સત્સંગતિ સૌ પહેલીજી. વિનય અર્થ - કોઈ પણ સમ્યક ઉપાય કરીને દુઃખની વેલરૂપ મિથ્યાત્વવાળી મતિને અર્થાત્ જે બુદ્ધિમાં મિથ્યા માન્યતાઓ રહેલી છે તેને તમે પ્રથમ દૂર કરો. તે મિથ્યા માન્યતાઓને ટાળવા માટે સાત વ્યસનોનો ત્યાગ કરીને સૌથી પહેલા સત્સંગ કરી લેવા યોગ્ય છે. “ચૂત ચ માસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોર્ય પરદાર સેવા; એતાનિ સમ વ્યસનાનિ લોકે, ઘોરાતિ ઘોર નરકં નત્તિ.” અર્થ :- જાગાર (સટ્ટો), માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરદારસેવન આ સાત કુટેવો જીવને ઘોરથી પણ ઘોર નરકમાં લઈ જાય છે. દા. “જુગાર કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ-અપકીર્તિ-પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી. વિનય અર્થ - સાત વ્યસનમાં પહેલું વ્યસન જુગાર છે. તે હલ્કી વૃત્તિવાળા જાગારીઓ સાથે કુસંગતિનું કારણ છે. આ વ્યસનથી નલરાજા કે ઘર્મરાજાની જેમ સર્વ ખોઈ બેસી જીવનમાં દુઃખ ઊભું કરે છે. અને અપકીર્તિ પામે છે તથા તે પાપનું મૂળ હોવાથી મનને સદા મેલું રાખે છે. એક વ્યસન સેવવાથી સાતે વ્યસન કેવી રીતે વળગે છે તેના ઉપર એક દ્રષ્ટાંત છે : વ્યસનોનો રાજા જુગાર – કોઈ એક દેશનો રાજા દુષ્ટ પુરુષોની સંગત થવાથી જુગારના વ્યસનમાં લાગી ગયો. તે રાજાના બે ડાહ્યા મંત્રી હતા તે ઘણા વખતથી રાજાની સેવા કરતા હતા. તે મંત્રીઓએ રાજો જાગટુ ન રમવા ઘણો સમજાવ્યો પણ તેણે માન્યું નહીં તેથી તે મંત્રીઓ તેનો દેશ છોડી ગયા. અન્ય દેશમાં જઈને તે મંત્રીઓએ દાઢી મૂછ, જટા વઘારીને વેશ પલટો કર્યો, અને તેમાંનો એક મહંત બન્યો ને બીજો તેનો શિષ્ય બન્યો. કેટલોક સમય વીત્યા બાદ તે બન્ને પોતાના દેશના શહેરોમાં ફરવા લાગ્યા. ત્યાં પ્રથમ તેઓ જુદે જુદે સ્થળે ઘન દાટતાને પછી તેમની પાસે લોકો આવે તેમાં કોઈ કોઈને ગુસઘન બતાવતા. વળી ગામના નામાંકિત તેમજ પોતાને અગાઉ પરિચિત લોકોના નામ તથા બીજી હકીકત જણાવી સર્વને વિસ્મય કરતા. વળી તેઓ આસન માંડી યોગસાધના કરવાનો ડોળ કરતા હતા; આથી તેમને ઘણા શિષ્યો થયા. લોકોમાં તેમની બહુ પ્રસિદ્ધિ થવા લાગી. યોગસાઘન કરવા માટે તેઓ માછલાં પકડવાની જાળ ઓઢીને દરરોજ અમુક વખતે ધ્યાનમાં બેસતા. ઘીરે ઘીરે તેમની મહત્તા ખૂબ વધી ગઈ. એમ કરતાં તેઓ જે શહેરમાં રાજા હતો ત્યાં આવ્યા. આટલા વખતમાં રાજા જાગારમાં ઘણું ઘન હારી ગયો હતો. પરંતુ તેનાથી તે વ્યસન મૂકી શકાતું ન હતું. મહંતની ખ્યાતિ સાંભળીને તે પણ તેમની પાસે આવ્યો. થોડી પ્રાસંગિક વાત કર્યા પછી તે રાજાની નજર મહંતે ઓઢેલી જાળ પર પડી. તેથી તેણે સાશ્ચર્યથી પૂછ્યું–મહારાજ આ જાળ જેવું શું છે? આપ તે કેમ ઓઢો છો? મહંત–આ માછલાં પકડવાની જાળ છે. કોઈ કોઈ વખતે માછલાં પકડવા કામ આવે છે. રાજા-શું મહારાજ આપ માછલીઓનો શિકાર કરો છો? મહંત–નારે ભાઈ! અમારા જેવા તે કંઈ હંમેશ શિકાર
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy