SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- આ વાત સાંભળીને રાવણે ગર્વથી નારદને કહ્યું કે આ દશાનનનો કેવો પ્રતાપ છે તે શીધ્ર તમારા જાણવામાં આવશે. નારદને વિદાય આપી રાવણે ચિંતવ્યું કે મંત્રી જનનો પણ મત આમાં લેવો જોઈએ. મંત્રી મંડળ વચ્ચે રાવણ કહે : દશરથના બે બાળકો રામ અને લક્ષ્મણ નામે છે, તેમનો છૂપો પ્રયત્ન મારું આ રાજ્યપદ લેવાનો છે, માટે તે બન્નેને શીધ્ર હણી નાખો. ૧૨ા. રામ નામના દુષ્ટ પુરુષની સીતા નામનેં સ્ત્રી હરવી, બન્નેને હણવા માટે કહો યુક્તિ સફળ શી આદરવી?” મારીચ મંત્રી કહે: “પરસ્ત્રી-હરણ મરણ સમ સજ્જનને, અપયશકારી, સત્યુલલંછન, અઘટિત કામ દીસે અમને. ૧૩ અર્થ - રામ નામના આ દુષ્ટ પુરુષની સીતા નામની સ્ત્રી છે તેને હરવી છે અને રામ લક્ષ્મણ બન્નેને હણવા માટે સફળ યુક્તિ કંઈ આદરવી તે કહો? મારીચ નામનો મંત્રી કહે : પરસ્ત્રીનું હરણ કરવું એ તો સજ્જનના મનને મરણ સમાન છે. અપયશકારી, સત્કલમાં લંછન લગાડનાર એવું અઘટિત કામ અમને તો તે લાગે છે. /૧૩ાા. અન્ય ઉપાયો અરિ હણવાના શૂરવીરને ઘટતા લેવા; કલ્પકાળ સુથી જન નિંદે તે દુષ્ટ વિચારો તર્જી દેવા.” રાવણ કહે: બસ રાખ હવે; બહુ ડહાપણમાં નહિ લાભ દીસે, સુગમ ઉપાય સેંઝી આવે તો ભણ સીતા હરવા વિષે.” ૧૪ અર્થ - કોઈ બીજા ઘટતા ઉપાય શત્રુને હણવાના શુરવીરને લેવા જોઈએ. પણ કલ્પકાળ સુધી લોકો જેને નિંદે એવા દુષ્ટ વિચારો પણ તજી દેવા જોઈએ. તે સાંભળી રાવણ કહે : બસ હવે તારા ડહાપણને મૂકી દે, આમાં કંઈ લાભ નથી. સુગમ કોઈ ઉપાય સીતાને હરી લાવવાનો સૂઝી આવે તો કહે. ૧૪ મારીચ કહે : જો આપે એવું કરવા નિશ્ચય કરી લીથો, દક્ષ દંતીથી સીતા રીઝવો, માર્ગ બીજો નથી કો સીઘો. આપ પ્રતિ અનુરાગ ઘરે તો સહજ ઉપાયે તે હરવી, બને નહીં અનુરાગી તો પછી હઠ કે બળજબરી કરવી.” ૧૫ અર્થ - મારીચ કહે જો આપે એવું કરવાનો નિશ્ચય કરી લીધો છે તો દક્ષ દૂતીને મોકલી સીતાને રીઝવો. એના જેવો બીજો કોઈ સીધો માર્ગ તેને મેળવવાનો નથી. આપના પ્રત્યે તે અનુરાગ ઘારણ કરે તો સહજ ઉપાયે તે હરી શકાય અને જો અનુરાગી નહીં બને તો જ હઠ કે બળજબરીનો ઉપાય છે. ૧૫ના સમજાવી સુર્પણખાને નભ-રસ્તે તુર્ત વિદાય કરી; ચિત્રકૂટ પર વસંતલીલા રામ રમે ત્યાં તે ઊતરી. પ્રેમકલહ સીતાનો પતવી રામ ફરે ગિરિ ચૌપાસે; વૃદ્ધ વનિતા-વેષ ઘરી સુર્પણખા ગઈ સીતા પાસે. ૧૬ અર્થ – સૂર્પણખાને રાવણે સમજાવી આકાશમાર્ગે તુર્ત તેને વિદાય કરી. ચિત્રકૂટવન જે નંદનવનથી પણ શ્રેષ્ઠ છે. ત્યાં શ્રી રામ વસંતલીલા કરતા હતા ત્યાં જઈ તે ઊતરી.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy