SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ४८७ જેથી “રામરાજ્ય' જગતમાં બહુ પ્રસિદ્ધિ પામ્યું. દુષ્ટ લોકો શ્રી રામના રાજ્યદંડથી ડરવા લાગ્યા અને શિષ્ટ એટલે સજ્જન પુરુષોનું સન્માન થતાં તે બનારસ પંડિત પુરુષોનું નગર બની ગયું. દુષ્ટોનું દમન કરવું અને સજ્જનોનું પાલન કરવું એ “રામરાજ્ય'ની અટલ નીતિ બની ગઈ. રાજ્ય કરે લંકામાં રાવણ પ્રતિનારાયણ-પદ પામી, એક દિવસ આવે ત્યાં નારદ નભચારી, કુતૂહલકામી; રાવણ દઈ સન્માન કહે : “કંઈ વાત કરો કૌતુકકારી.” નારદ વણવિચાર્યું વદતા : “વાત કહું હું હિતકારી- ૯ અર્થ :- હવે રાવણ વિષેની વાત કરે છે - લંકા દેશમાં શ્રી રાવણ પ્રતિનારાયણની પદવી પામી રાજ્ય કરે છે. એક દિવસ આકાશમાં ગમન કરનાર અને કુતૂહલ કરવામાં જેને રસ છે એવા નારદ ત્યાં આવી ચઢ્યા. રાવણે સન્માન આપી કહ્યું કે તમે બધે ફરો છો તો કોઈ કૌતુકકારી વાત કહો. ત્યારે નારદે વગર વિચારે કહ્યું કે એક વાત તમારા હિતની છે તે સાંભળો. લા. નગર બનારસથી હું આવું, રામ નૃપતિ બહુ ગર્વ ઘરે. યજ્ઞનિમિત્તે તેડી રામને જનક કન્યાદાન કરે. આમ અનાદર કરી આપનો સર્વોપરી સુંદર વરતા, રામ મહારાજા બની બેઠા, લક્ષ્મણ પણ યુવરાજ થતા. ૧૦ અર્થ :- હું નગર બનારસથી આવું છું. ત્યાં રામ રાજા બહુ ગર્વ ઘરીને રહે છે. યજ્ઞના નિમિત્તે જનક રાજાએ રામને બોલાવી પોતાની પુત્રીનું કન્યાદાન કરી દીધું. આમ આપનો અનાદર કરી તે સર્વોપરી સુંદરી સાથે લગ્ન કરીને રામ મહારાજા બની બેઠા અને લક્ષ્મણ પણ યુવરાજ પદવીને પામે ગયા. ||૧૦|ી. સહી શકું નહિ ભાગ્યહીનને ઘેર સીતા ગંગા જેવી. રાવણરાય-મહોદધિ શોથી શોભાસ્પદ પામે તેવી. યુદ્ધ વિષે નહિ ફાવી શકશો લક્ષ્મણ બહુ બળવંત ગણો; વિચાર કર કો કળ વાપરજો, મત લઈ કોઈ મંત્રી તણો.” ૧૧ અર્થ :- ભાગ્યહીનને ઘેર ગંગા જેવી સીતા હોય એ હું સહી શકતો નથી. તે ગંગા જેવી સીતા તો ત્રણ ખંડના અઘિપતિ રાવણરાજારૂપ મહાસમુદ્રમાં આવીને ભળે તો જ તે શોભાસ્પદ ગણી શકાય. પણ તેમની સાથે યુદ્ધ કરીને તમે ફાવી શકશો નહીં. કારણકે લક્ષ્મણ બહુ બળવાન પુરુષ છે. વિચાર કરીને કોઈ મંત્રીનો મત લઈ કળ વાપરજો તો જ ફાવી શકશો. ૧૧. વાત સુણી કહે રાવણ : “સુણશો શીધ્ર પ્રતાપ દશાનનનો.” વિદાય દઈ નારદને, ચિંતેઃ “લેવો મત મંત્રી-જનનો.” મંત્રીમંડળમાં કહે રાવણ : “દશરથના બે બાળ તણોમુજ પદ લેવા યત્ન છૂપો છે, તે બન્નેને શીધ્ર હણો. ૧૨
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy