SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ-૨ ૪૯૭ સમાચાર સુણી ભાઈ ભરત-શત્રુધ્રાદિક એકત્ર થયા, જનકરાય પણ આવી મળિયા, વીર રસમાં સૌ ભળી ગયા. સતા-પ્રાપ્તિના વિવિઘ ઉપાયો સર્વ મળી વિચારે જ્યાં, બે વિદ્યાધર રામ સમીપે આર્વી અનુજ્ઞા યાચે ત્યાં. ૪૭ અર્થ - સીતા સતીના સમાચાર સાંભળીને ભાઈ ભરત અને શત્રુદન આદિ બઘા એકત્ર થઈ ગયા. જનકરાજા પણ ત્યાં આવી મળ્યા. અને સૌમાં શુરવીરતા આવી ગઈ. સતી સીતાની પ્રાપ્તિના ઉપાયો બઘા મળીને વિચારતા હતા તેટલામાં બે વિદ્યાઘર શ્રીરામ સમીપે આવીને આજ્ઞા મેળવવાની યાચના કરવા લાગ્યા. ૪ રામ કહે : “હે! વીર કુમારો, કોણ આપે? ક્યાંથી આવો?” સુગ્રીવકુમાર કહે : “બળ-રામ તણાં દર્શનનો આ લ્હાવોપૂર્વ પુણ્યથી આજે પામ્યો; હવે વાત કહું મુજ મનની; દક્ષિણ શ્રેણીની કિકિંઘા જન્મભૂમિ છે આ તનની. ૪૮ અર્થ - શ્રીરામ કહેવા લાગ્યા કે હે વીર કુમારો, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ત્યારે સુગ્રીવકુમાર કહે પૂર્વ પુણ્યના પ્રતાપે મને આજે શ્રી બળરામના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. હવે હું મારા મનની વાત કહું છું. દક્ષિણ એણિમાં આવેલ કિષ્ઠિઘા નામની નગરી છે, તે મારી જન્મભૂમિ છે. II૪૮ વિદ્યાઘરપતિ બલીન્દ્રને બે પુત્ર વાલિ-સુગ્રીવ થયા, પિતા વાલીને રાજ્ય દઈ યુવરાજ મને કરી, ચાલી ગયા, લોભવશે મુજ પદ છીનવી લઈ દેશ-નિકાલ મને દીઘો, મુજ પદ પાછું મળશે ક્યારે?” નારદને મેં પ્રશ્ન કીઘો. ૪૯ અર્થ :- વિદ્યાઘરના પતિ બલિન્દ્રને વાલિ અને સુગ્રીવ નામે બે પુત્રો થયા હતા. પિતાએ વાલીને રાજ્ય દઈ, મને યુવરાજ પદે સ્થાપી પોતે પરલોક સિધાવ્યા. લોભવશ બનીને મારું યુવરાજ પદ છીનવી લઈ વાલિએ મને દેશ-નિકાલ આપ્યો. મેં એકવાર નારદમુનિને પ્રશ્ન કર્યો કે મારું છીનવી લીઘેલ પદ ક્યારે મળશે? Il૪૯ો. કહે નારદજી : “અર્થ ભરતના નાથ રામ-લક્ષ્મણ બનશે, ચિત્રકૂટ ગિરિ પર જઈ યાચે મૈત્રી તો તુજ કામ થશે.' સુણી વાત મુજ મિત્ર અમિતગતિ સહિત અહીં આવ્યો આશે, સીતા-પ્રાપ્તિમાં સહાય કરીશું; હવે સીતા જાણો પાસે. ૫૦ અર્થ - ત્યારે નારદજી કહે : અર્થ ભારતના નાથ રામ અને લક્ષ્મણ બનશે. તે ચિત્રકૂટ ગિરી પર હાલમાં છે. ત્યાં જઈને તેમની મિત્રતાની યાચના કરે તો તારું કામ થઈ જશે. આ વાત સાંભળીને મારા મિત્ર અમિતગતિ સાથે હું આશા સહ અહીં આવ્યો છું. સતી સીતાને મેળવવામાં અમે સહાય કરીશું. હવે સીતા આપણી પાસે જ છે એમ જાણો. પા. અણસમ રૂપ અનેક ઘરી લે મુજ મિત્ર અમિતગતિ દૂત ભલો, અણુમાન સર્વે કહે તેને જશે ગમે ત્યાં, વીર કળો.”
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy