________________
(૪૮) સ૨ળપણું
અણતોલ એટલે માપ વગરના માર સહન કર્યાં છે જ્યારે હવે તો હું મનુષ્ય થયો છું. II૨૫।। નરભવમાં સમજી સહું રે સરળતાનાં આળ,
ખટકો મનમાં ના થરું રે જવા દઉં જંજાળ. પરમગુરુ
અર્થ :– આ મનુષ્યભવમાં હવે સરળપણાના કારણે કોઈ આળ આપે તો તેને સમજણપૂર્વક સહન કરું; પણ મનમાં તેનો ખટકો રાખું નહીં અને એવી માયાકપટવાળી જંજાળને હવે જવા દઉં; કેમકે મારે હવે સંસાર વધારનાર રાગદ્વેષના ભાવોથી છૂટવું છે. ।।૨૬।
શૂરવીરને શોભે નહીં રે માયારૂપ હથિયાર,
કર્મ અરિને જીતવા ૨ે થયો હવે તૈયાર. ૫૨મગુરુ૰
=
અર્થ :– મુક્તિ મેળવવા માટે શૂરવીર થનારને એવું માયાકપટરૂપ હથિયાર શોભે નહીં. હું તો હવે કર્મરૂપી શત્રુઓને જીતવા માટે તૈયાર થયો છું,
સાગરચંદ્રનું દૃષ્ટાંત :- શેઠપુત્ર સાગરચંદ્ર અને અશોકદત્તને મિત્રતા હતી. સાગરચંદ્ર સરળ પરિણામી ભદ્રિક હતો, જ્યારે અશોકદત્ત માયા કપટયુક્ત હતો. એકવાર સાગરદત્ત શેઠની પત્ની પ્રિયદર્શનાને એકાંતમાં અશોકદત્તે માયાકપટવર્ડ પોતાનો મલિન અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સતી એવી પ્રિયદર્શનાએ તેને ધિક્કાર આપી દૂર કર્યો. કાળાંતરે સાગરચંદ્ર અને પ્રિયદર્શના આયુષ્ય પૂરું કરી યુગલિક થયા. અને માયાકપટરૂપ હથિયારવાળો એવો અશોકદત્ત મરીને હાથી થયો. તે માયાકપટના ફળમાં પશુ અવતાર પામ્યો. રા
નિર્દોષ મુજને સૌ ગણે રે બકરી જેવો હાલ,
મરણ સુધી તેવો જ એ રે; લડવામાં શો માલ ? પરમગુરુ૰
૫૪૫
અર્થ :— સૌ મને સરળ સ્વભાવના કારણે બકરી જેવો નિર્દોષ ગણે છે. તો મરણ સુધી તેવો જ રહું. માયાકપટ કરીને કોઈની સાથે લડવામાં શો માલ છે? ।।૨૮।।
કોઈ કહે : “ડસવું નહીં રે, ફૂંફાડે શો દોષ?
ભડકીને ભાગી જશે રે કરો ઉપરથી રોષ.' પરમગુરુ
અર્થ :
– કોઈ એમ કહે છે કે સાપની જેમ ડસવું નહીં. પણ ફૂંફાડો કરવામાં શો દોષ છે? ઉપર ઉપરથી પણ રોષ કરીને માયાવડે પોતાનો પરચો બતાવવો જોઈએ, તો ભડકીને બધા ભાગી જશે, અને તને બાઘા પહોંચાડી શકશે નહીં. ।।૨૯।।
મારું ધન મારી કને રે ઠી શકે નહિ કોય;
તે ચૂકી પરમાં પડું રે ત્યારે ડૉળ જ હોય. ૫૨મગુરુ
અર્થ :— મારું પુણ્યરૂપી ઘન મારી પાસે છે. તે કોઈ મને ઠગીને લઈ શકે એમ નથી. તે પુણ્ય વઘારવાના ભગવદ્ભક્તિઆદિ શુભકામોને ચૂકી, જો હું માયાકપટ વર્ડ ૫૨વસ્તુ મેળવવામાં પડું, તો બધું મારું જીવન ડહોળાઈ જાય અને સત્યને પામી શકું નહીં. ।।૩૦।।
પરને મારું માનતાં રે ચિંતાનો નહિ પાર,
તેમ છતાં સંયોગનો રે નક્કી વિયોગ થનાર. ૫૨મગુરુ