SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ૪૨૨ કરવા લાગી જાય છે. દારૂના નશામાં ગરકાવ થઈ શેરીમાં મુખ ફાડીને સૂઈ જાય છે. તેના મોઢાંમાં કૂતરા પણ મૂતરી જાય છે. એવી દુર્દશામાં ત્યાં પડ્યો રહે છે. ।।૧૧। ધર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુંજી? વિનય॰ - અર્થ :– દારૂના વ્યસનને લઈ પ્રાણી આ ભવમાં ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થને ખોવે છે, અર્થાત્ કોઈ પણ કાર્યમાં એનું ચિત્ત ચોંટતું નથી. તથા દારૂમાં રહેલ અસંખ્યાત જીવોની તે હિંસા કરે છે તેથી આવા વ્યસન પરભવમાં પણ તેને બહુ દુઃખ આપનાર થાય છે. આવા વ્યસનો સેવી મનુષ્યભવ પામીને તે પ્રાણી શું સારું કામ કરે છે; કંઈ જ નહીં. માત્ર સંસાર વઘારીને અહીંથી જાય છે. ।।૧૨।। માંસ-મદિરાથી ગંથાતી, નરકભૂમિ સમ વેશ્યાજી, ધન કાજે નીચ સંગ કરે જે, ખોટી નિશદિન Àશ્યાજી. વિનય અર્થ :— જેના ઘરમાં માંસ મદીરાનો વ્યવહાર છે, એવી માંસ મદિરાથી ગંધાતી નરભૂમિ સમાન વેશ્યા છે. જે ઘનને માટે નીચ પુરુષોનો પણ સંગ કરે છે. કામ વાસનાની તીવ્રતાને લીઘે જેની હમેશાં ખરાબ વેશ્યા છે એવી આ વેશ્યા તે પાપના ઘર સમાન છે. ।।૧૩|| મલિન વસ્ત્ર ઘોવાની શિલા, ધાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યાસંગતિ નંદી ભુલભુલામણી લાવેજી. વિનય અર્થ :– વાસનારૂપ મેલા વસ્ત્ર ઘોવા માટે વેશ્યા તે પત્થર સમાન છે. કૂતરો હાડકાં ચાવે ત્યારે પોતાનું તાળવું છોલાઈ જતાં તેમાંથી લોહી નીકળે છે ત્યારે કૂતરો એમ માને છે કે આ લોહી હાડકામાંથી નીકળે છે, તેમ વેશ્યાની ગંદી સંગતિ પણ એવી ભુલભુલામણી લાવે છે કે હું આ વેશ્યાથી સુખ પામું છું; પણ ખરેખર તો પોતાની જ વીર્યશક્તિનો વ્યય કરી જીવ સુખ કલ્પી લે છે. ।।૧૪। મુખમાં તૃણ સહ નિરપરાધી હરણ અશરણ ભય-મૂર્તિજી, શે શિકારી ગી બહાદુરી કરે પાપમાં પૂર્તિજી. વિનય અર્થ :— – મોઢામાં તૃણ ગ્રહણ કરે તેને રાજા પણ છોડી મૂકે છે. એવા તૃણ એટલે ઘાસના ખાનારા બિચારા નિરપરાધી હરણો જેને કોઈ જંગલમાં શરણ આપનાર નથી એવા ભયની મૂર્તિ સમાન અર્થાત્ ઘણા જ ભયભીત સ્વભાવવાળા હરણોને દુષ્ટ એવો શિકારી હણી નાખે છે. તેને હણીને વળી બહાદુરી માની હિંસાનંદી રૌદ્રધ્યાન સેવી પાપમાં પૂર્તિ કરીને નરકગતિને સાધે છે. શ્રેણિકરાજાનું દૃષ્ટાંત ઃ-શ્રેણિક મહારાજાએ શિકાર વખતે હરણીના પેટને વિંધીને મારેલ બાણ તાકેલ નિશાન પર બરાબર લાગી જવાથી ખૂબ રાજી થયો કે હું કેવો બહાદુર અને હોશિયાર કે હરણીના પેટને વિંધીને પણ ઘારેલ નિશાન તાકી શક્યો. એમ હિંસાનંદી રૌદ્રધ્યાન કરવાથી મરીને નરકે ગયો. ।।૧૫। કીડી ઝંખે તોપણ કૂદે તેવા જન શિકારેજી, તીક્ષ્ણ તીરે નિર્દોષી મૃગને હણી કેમ સુખ ધારેજી! વિનય અર્થ :— કીડી ચટકો મારે તોપણ કૂદે તેવા શિકારીઓ તીક્ષ્ણ બાણવડે નિર્દોષી મૃગને હણીને કેમ = સુખ માનતા હશે? એવાઓને સુખ પણ કેમ મળશે કેમકે—
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy