SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સાર્વજનિક શ્રેય હાંરે તેમ કીડી-મકોડી કરી શકે ન વિચાર જો, નરભવમાં જૈવ હિત-અહિત ચિત્તે ઘરે રે લો. હાંરે વ્હાલા અર્થ :— કોઈ અભણ હોય, વાંચી શકતો ન હોય, તે કંઈ મહાદોષ કહેવાય નહીં. પણ મહાદોષી તો તે એ છે કે જે વાંચીને પણ વિપરીત આચરણ કરે છે. જેમ મનહીન એવા કીડી મકોડા કંઈ વિચાર કરવાને સમર્થ નથી, પણ મનુષ્યભવ પામીને જીવ હિત અહિતનો વિચાર કરી શકે છે; છતાં જે જીવ પોતાના ચિંતાહિતનો વિચાર કરતો નથી તે મહાદોષી છે. રહ્યા હાંરે મોક્ષમાર્ગ આરાઘો તો લહો સુખ જો, મનુષ્યમાત્રની પ્રથમ ફરજ એ માનવી રે લો; હાંરે તે ચૂકીને કરી શરીર-સુખની શોધ જો, ભૂલ ઘણા ભવની આ ભવમાં ટાળવી ૨ લો. હાંરે વ્હાલા ૪૧૭ અર્થ :– મનુષ્યભવ પામીને મોક્ષમાર્ગની આરાધના કરી તમે શાશ્વત સુખશાંતિને પામો. મનુષ્યમાત્રની આ પ્રાથમિક ફરજ છે. એમ પ્રત્યેકે માનવું જોઈએ. પણ આ ભવમાં આત્મકલ્યાણ કરવાનું મૂકી દઈ માત્ર આ નાશવંત શરીરને શાતા પહોંચાડવાના અનેક સાધનોની શોધ કરી તે મેળવવામાં જ જીવ રચ્યો પચ્યો રહેશે તો આત્માનું અતિ થશે; કેમકે જેટલી દેહને સગવડ તેટલી આત્માને અગવડ છે, જેમ જેમ દેહાધ્યાસ વધે છે તેમ તેમ આત્માર્થ નાશ પામે છે. શાનીઓ કહે છે કે –‘દેહ દુઃખું મહા ફલ' દેહને શાતા પહોંચાડવા કરતાં તેને અશાતાનો અભ્યાસ કરાવવાથી સમાધિમરણમાં તે પરમ સહાયરૂપ નિવડશે. આ દેહાધ્યાસની ભૂલ ઘણા ભવથી ચાલી આવે છે. માટે હવે તેને આ ભવમાં અવશ્ય ટાળવી છે એવો નિર્ણય થવો જોઈએ. ॥૩૦॥ હાંરે સાચા દિલે સત્ય ગ્રહણ જો થાય જો, સર્વ કોઈનું આત્મશ્રેય આ ભવે થશે રે લો; હાંરે સત્સંગ જેવું હિતકર નહિ કોઈ કાજ જો, તેથી જ સર્વે સારી વાતો ઊગશે રે લો. હાંરે વ્હાલા અર્થ :— આ ભવમાં સાચા હૃદયે ‘આત્મા સત્ જગત મિથ્યા' એ સત્ય વાત જો ગ્રહણ થાય તો કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયેલા જીવોનું આત્મક્લ્યાણ આ ભવમાં થવા સંભવ છે. સર્વે સત્યવસ્તુને જેમ છે તેમ સમજવા માટે સત્સંગ જેવું ઉત્તમ બીજું કોઈ સાધન નથી. સત્સંગથી જ બધી સારી વાતોનો ઉદય થશે, અર્થાત્ આત્માનું હિત શામાં છે? જન્મ જરા મરણના દુઃખોથી કેમ છૂટી શકાય અથવા આત્મા પોતાની શાશ્વત સુખ શાંતિને કેમ પામી શકે વગેરે સર્વ વાતો સત્સંગમાં જ સુલભ હોય છે. માટે આત્માર્થે સદા સત્સંગ કર્તવ્ય છે. 113911 હાંરે આ કળિકાળે તો ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો; હાંરે સદાચરણ પણ સેવો કરી વિચાર જો, એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો.' હાંરે વ્હાલા અર્થ :- આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ -
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy