SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) સગુણ ૪૨ ૫ તે વખતે તેણે નિયાણું કર્યું કે મારા તપનો પ્રભાવ હોય તો હું આખી દ્વારિકાનો દાહ કરનાર થાઉં. એવા નિયાણાથી તે મરીને અગ્નિકુમાર દેવ થયો. અને આખી દ્વારિકા નગરીને બાળી નાખી. આમ દારૂના વ્યસનથી કેટલું મોટું અનર્થ થયું. વ્યસનો બઘાં જ આવી રીતે દુઃખના જ આપનાર છે. ર૫ાા વિદ્યાઘર મહારાજા રાવણ પરસ્ત્રીવશ શશ ખોવેજી, એક વ્યસન પણ પ્રાણ હરે તો સત સેવી શું દો'વેજી? વિનય અર્થ :- વિદ્યાઘરોના મહારાજા હોવા છતાં સતી સીતા જેવી પરસ્ત્રીને વશ થતાં રાવણે પોતાનું મસ્તક ખોયું. એક વ્યસન પણ તેના પ્રાણ હરણનું કારણ થયું તો સાતે વ્યસન સેવનારની કેવી ભયંકર સ્થિતિ થશે? “એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુથાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂછયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.” (વ.પૃ.૬૬૨) એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ઘુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) //રા વ્યસન-ત્યાગ ફૅપ નીક કરી લે સગુણ-જળને કાજેજી, ચારે પુરુષાર્થો સાથે જો સદગુણ અંગ વિરાજે જી. વિનય અર્થ :- વ્યસનોને ત્યાગવારૂપ નીક એટલે પાણી જવાનો રસ્તો કરી લે જેથી સગુણરૂપી પાણી તારા અંદર પ્રવેશ પામે. જો સદગુણ તારા હૃદયમાં બિરાજમાન થાય તો તું ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધી શકીશ. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સપુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. (૧) વસ્તુના સ્વભાવને ઘર્મ કહેવામાં આવ્યો છે. (૨) જડચૈતન્ય સંબંઘીના વિચારોને અર્થ કહ્યો છે. (૩) ચિત્તનિરોઘને કામ. (૪) સર્વ બંઘનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે : ઘર્મ–સંસારમાં અઘોગતિમાં પડતો અટકાવી ઘરી રાખનાર તે “ઘર્મ”. અર્થ—વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાઘન. કામ–નિયમિત રીતે સ્ત્રી પરિચય. મોક્ષ–સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.” (વ.પૃ.૨૦૭) //રથી "દાનગુણે પુરુષ નોતરે, શીલ યોગ્યતા આપેજી, તપોબળે નિષ્કામ બને જો ભાવ સ્વરૂપે સ્થાપેજી. વિનય અર્થ - હવે પ્રથમ ઘર્મ પુરુષાર્થ વિષે જણાવે છે :દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. દાનગુણથી યુક્ત થઈને સપુરુષને
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy