________________
४८४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“શૂરવીર છતાં સ્મરી મૈત્રી તમે, અમ સ્ત-રમત જોજો નીરખી;
વિઘ ભયંકર આવી પડ્યે લખજો, તો આવીશ હું હરખી.”૪૬ અર્થ - રાજા દશરથ હવે મનને કઠણ કરીને લશ્કર સાથે બન્ને વીરને વિદાય આપતાં મિત્ર રાજા જનકના સ્નેહને સ્મરી દૂતને સંદેશો આપે છે. જનકરાજાને દૂત મારફત કહેવરાવે છે. તમે શરવીર છતાં અમારી મિત્રતાનું સ્મરણ કર્યું તો અમારા પુત્રોની રમત તમે નીરખી જોજો. અને કોઈ ભયંકર વિઘ આવી પડે તો લખજો, તો હું પણ હર્ષભેર તમારી પડખે આવી ઊભો રહીશ. ૪૬ાા
મિથિલાપુર પહોંચ્યા કે સામે આવી નૃપ સત્કાર કરે; નગરજનો બહુ કરે પ્રશંસા : “સીતાયોગ્ય શ્રી રામ ખરે! પૂર્વ પુણ્યથી વીર નર બન્ને ઑપ-ગુણના ભંડાર લહો,
ઉત્તમ વર-કન્યાના યોગે યાગ યથાર્થ થનાર, અહો!”૪૭ અર્થ - મિથિલાપુરીમાં પહોંચ્યા કે સામે રાજા જનક આવીને સત્કાર કરવા લાગ્યા. નગરજનો પણ બહુ પ્રશંસા કરવા લાગ્યા કે ખરેખર આ શ્રી રામ સીતા સતીને માટે યોગ્ય વર છે.
અહો! આશ્ચર્ય છે કે પૂર્વ પુણ્યના બળે બન્ને વીર નર, રૂપ અને ગુણના ભંડાર છે. ઉત્તમ વર અને કન્યાના યોગે આ યાગ એટલે યજ્ઞ પણ યથાર્થ થનાર જણાય છે. ||૪૭ના
થોડા દિનમાં યજ્ઞવિધિ સૌ નિર્વિને સંપૂર્ણ થઈ, લગ્ન કરે શ્રી રામન સાથે સીતા તણી સંમતિ લઈ; સમાચાર દશરથને મળતાં તેડે વર-વઘું નિજ પુરમાં,
ઇન્દ્રસમા શ્રી રામ વિરાજે, સ્નેહસહિત સહોદરમાં. ૪૮ અર્થ :- થોડા જ દિવસોમાં યજ્ઞની સર્વ વિથિ નિર્વિને સંપૂર્ણ થતાં સીતાના લગ્ન તેની સમ્મતિ લઈને રાજા જનકે શ્રીરામ સાથે કર્યા.
આ સમાચાર દશરથ રાજાને મળતાં વર-વધૂને પોતાના નગરમાં આવવા તેડું મોકલ્યું. ઘેર આવ્યા પછી ઇન્દ્ર સમાન શ્રી રામ પોતાના સર્વ ભાઈઓ સાથે પ્રેમસહિત અયોધ્યા નગરીમાં બિરાજે છે. ૪૮
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૨
માતપિતાને અતિ સંતોષી રામસતા નિજ નગર વસે; ભ્રમર-કોયલ સ્વરવાદ્યો લઈને વસંત ઋતુ આવી વિલસે; નવીન અંકુરો ઘરે વનસ્પતિ, પર્ણ નૂતન ફૂપ રંગ ઘરે, લતા મુકુલિત સ્મિત કરે, કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે. ૧ ૨