SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રઘુકુળ-કેસરી રામ હવે ચતુરંગી સેના સજ્જ કરે; વર્ષાકાળ વીતે ત્યાં લગી તે ચિત્રકૂટે વનવાસ ઘરે. ગ્રીષ્મઋતુ વિરહાગ્નિ સમ સંતાપ દઈ સંતાઈ ગઈ, ગાજવીજે વર્ષો ચઢી આવી ઘન-ગજ-સૈન્ય-સમૂહ લઈ. ૩૩ અર્થ :- રઘુકુળમાં સિંહ સમાન શ્રીરામ હવે ચતુરંગી સેના સજ્જ કરે છે. વર્ષાકાળ વ્યતીત થાય ત્યાં સુધી ચિત્રકૂટ વનમાં જ નિવાસ કરે છે. ગરમીની ઋતુ તો સીતાની વિરહાગ્નિ સમાન સંતાપ દઈને સંતાઈ ગઈ. અને હવે ગાજવીજ સાથે વાદળારૂપી હાથીઓની સેનાનો સમૂહ લઈને વરસાદ ચઢી આવ્યો. ૩૩ાા મુશળ-ઘાર વૃષ્ટિ થઈ, વહેવા લાગ્યા વારિ-પ્રવાહ બળે, તાપશત્રુને વેગસહિત હાકલ દઈ જાણે તે શોધે! સપુરુષો નિંદા-સ્તુતિનાં વચન સુણે છે સમભાવે, તેમ ટેકરા-ખાડા ઢાંકી સલિલ સપાટી દર્શાવે. ૩૪ અર્થ - મુશળઘાર વરસાદ થયો. પાણીના પ્રવાહ બધે વહેવા લાગ્યા. તે પાણી વેગ સાથે વહીને જાણે તાપરૂપી શત્રુને હાકલ દઈને શોઘતો હોય તેમ જણાયું. પણ શ્રીરામ જેવા પુરુષો તો નિંદા કે સ્તુતિના શબ્દોને સમભાવે સાંભળે છે. તેમ સલિલ એટલે પાણી પણ ટેકરા હો કે ખાડા હો, બન્નેને સરખી રીતે ઢાંકી ઉપરથી સપાટરૂપે જ નજરે પડે છે. //૩૪ સ્વર્ગીય પુલ સમ સુંદર રંગે ઇન્દ્રઘનુ શુતિ રમ્ય ઘરે, રામ-સૈન્યને કાજે જાણે ગગનમાર્ગ તૈયાર કરે. એવામાં વાલી પાસેથી દંત આવી નમી વાત કહે : “પૂજ્યપાદ નૃપ રઘુકુળ-દીપક મુજ સેવા-સ્વીકાર ચહે, ૩૫ અર્થ :- વર્ષાઋતુમાં ઇન્દ્રઘનુષ જાણે સ્વર્ગમાં જવાનો પુલ હોય નહીં તેમ સુંદર રંગથી વિભૂષિત થઈને તેની યુતિ એટલે તે જ કાંતિની રમ્ય એટલે રમણીયતાને પ્રદર્શિત કરે છે. તે જાણે શ્રીરામની સેનાને આકાશમાં જવા માટેનો માર્ગ તૈયાર કરતો હોય એમ જણાય છે. એવામાં વાલી નામના વિદ્યાઘર રાજા પાસેથી દૂત આવી શ્રીરામને નમીને વાત કહેવા લાગ્યો કે રઘુકુળના દીપક પૂજ્યપાદ શ્રીરામચંદ્ર મહારાજ મારી સેવાનો સ્વીકાર કરે. ૩૫ તો સુગ્રીવ-હનુમાન તજી દે, મુજ મૈત્રીથી કાજ સરેઆજ જ મુજ ભુજબળ ને વિદ્યા રામ સમીપ સીતાઓં ઘરે.” દૂત વિસર્જન કરી અંગદની સલાહ લેવા રામ પૅછે; અંગદ તેનો ઉત્તર દે તે સંશય મનના સૌ લૂછે : ૩૬ અર્થ :- વળી મારી સેવાને સ્વીકારવા ઇચ્છતા હોય તો સુગ્રીવ અને હનુમાનની સેવાને ત્યજી દે. મારી સાથે મિત્રતા કરવાથી શ્રીરામના કાર્યની સિદ્ધિ થઈ જશે. આજે જ મારા ભુજબળ અને વિદ્યાના બળે લંકા જઈ રાવણનું માન ભંગ કરી સીતાજીને રામ પાસે લાવીને મૂકી દઉં. વાલીના દૂતને દૂર રાખી શ્રીરામ આ વિષયમાં અંગદને પોતાનો અભિપ્રાય જણાવવા પૂછવા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy