SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૭ જ્ઞાનીની વાણી વસી હૃદયે તો વૈરાગ્ય ઝળકશે રે, તત્ત્વ-વિચાર-સુથારસ-ચારા પીતાં તપ-પ્રતિ વઘશે રે. વંદું અર્થ :- જ્ઞાનીની વાણી જો હૃદયમાં વસી ગઈ તો વૈરાગ્ય ઝળકી ઊઠશે. દ્રષ્ટાંતરૂપે શ્રી અંબાલાલભાઈ અને શ્રી ત્રિભોવનભાઈએ અમદાવાદમાં શ્રી જુઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા જણાવ્યું ત્યારે શ્રી જુઠાભાઈ કહે – “કોણ પ્રતિબંઘ કરે.' આવો વૈરાગ્યપૂર્ણભાવ શ્રી જુઠાભાઈમાં ઝળકી ઊઠ્યો. તેનું કારણ પરમકૃપાળુદેવની વાણી તેમના હૃદયમાં વસેલી હતી. આત્માદિ મૂળ તત્ત્વોનો વિચાર જે સુથારસની ઘારા સમાન છે; તે પીતાં તપ પ્રત્યે પ્રેમ વધશે અને જગત સુખની ઇચ્છા ઘટવા માંડશે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર ઇચ્છાઓનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. ૨૦ાા સપુરુષોના ગુણગ્રામે જે રસના પાવન કરતા રે, તે જન કુંવિદ્યા-રસ તર્જીને સહજ ભવજળ તરતા રે. વંદું અર્થ - હવે વચનયોગને પ્રશસ્ત કરવા વિષેનો ઉપાય જણાવે છે : સપુરુષોના ગુણગ્રામ કરીને જે પોતાની રસના એટલે જીભને પાવન કરે છે, તે ભવ્યાત્મા કુવિદ્યા એટલે મિથ્યાત્વના રસને મૂકી દઈ સહજે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાયોગ્ય, નમસ્કાર કરવાયોગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાયોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે.” ઓ.૨ (પૃ.૧૦૩) “જિનગુણ રાગ પરાગથી રે, મનમોહના રે લાલ, વાસિત મુજ પરિણામ રે, ભવિ બોહના રે લાલ; તજશે દુષ્ટ વિભાવતા રે, મનમોહના રે લાલ, સરશે આતમ કામ રે ભવિ બોહના રે લાલ.”-નિત્યક્રમ ૨૧ સત્ય પ્રમાણિક વચન વદે જે સતુશ્રુતને આધારે રે, વિશ્વ તણા વ્યાપાર વિષે નહિ વ્યર્થ વચન ઉચ્ચારે રે. વંદું અર્થ :- જે સતશ્રત એટલે સન્શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરુણામય સત્ય પ્રામાણિક વચન બોલે છે; તે વિશ્વમાં અનેક પ્રકારની વ્યાપાર કે વ્યવહાર આદિની ક્રિયા કરતાં પણ અાયોજનભૂત એવા વ્યર્થ વચનને ઉચ્ચારતા નથી. સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બોલ કરવું નહીં, મૌન સેવવું. (ચારેય પ્રકારની) વિકથાનો ત્યાગ કરવો અથવા તેવી વાતોમાં અનુમોદન આપવું નહીં. તેમ કરવાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે છે.” -.૧ (પૃ.૧૦) //રા પરનિંદા, કુમાર્ગ-પ્રશંસા, મર્મભેદી તર્જી વાચા રે, શાંતિ-પ્રેરક વચનયોગને વર્તાવે જન સાચા રે. વંદું અર્થ :- પરનિંદા કરવી નહીં. “પર નિંદા એ સબળ પાપ માનવું.” નવ.પૃ.૧૪) “પરનિંદા વિષ્ટાવડે, ખરડાયું મુખ પૂર્ણ; પરનારી નિરખી નયન, અંજાયા વિષ ચૂર્ણ.” -સ્વદોષદર્શન
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy