SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) પુનર્જન્મ જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુઘી (આત્મા) છદ્મસ્થ જીવ છે—૫૨માત્મદશામાં આવ્યો નથી.’’ (વ.પૃ.૧૯૦) I॥૨૬॥ શુદ્ધ, પૂર્ણ ઉપયોગી, ૫રમાત્મા સ્વભોગ્ય છે; કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. ૨૭ ૪૫૯ = અર્થ :— જે આત્મા પોતાની શુદ્ધ અવસ્થાને પામી સંપૂર્ણ યથાર્થ આત્મઉપયોગમાં સ્થિત છે તે પરમાત્મા કહેવાય છે. તે પોતાના અનંતસુખના સદૈવ ભોગી છે. પર પદાર્થમાં કદી રમણતા કરતા નથી. જ્યારે અનેક વિપરીત કલ્પનાથી યુક્ત અજ્ઞાની જીવ પરમાં સુખબુદ્ધિ કરીને પોતાના આત્માને અશુદ્ધ ઉપયોગમય બનાવી મલિન કરી રહ્યો છે. ‘શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય.” (૨.પૃ.૧૯૦) ||૨|| અશુ ઉપયોગીનાં પરિણામ વિપર્યય; સમ્યક્ જ્ઞાન વિના ક્યાંથી પુનર્જન્મ-સુનિશ્ચય? ૨૮ અર્થ :— અશુદ્ધ ઉપયોગમય આત્માના કલ્પિતભાવ તે વિપર્યય એટલે સમ્યજ્ઞાનથી વિપરીત પરિણામ છે. તેથી સમ્યક્ત્તાનની પ્રાપ્તિ વિના પુનર્જન્મનો સભ્યપ્રકારે નિશ્ચય ક્યાંથી હોઈ શકે? “અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યજ્ઞાન માની રહ્યો છે; અને સભ્યજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી.'' (વ.૧-૧૯૦) “જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યાન.'' (વ.પૂ.૭૬૭) ।।૨૮।। વિપર્યયપણું શાથી? વિચારી ભૂત કાળ જો— પળે પળ હઠી પાછો, મૂળ કારણ ભાળતો. ૨૯ અર્થ :– હવે આત્માના ભાવોનું વિપર્યયપણું અર્થાત્ વિપરીતતા હોવાનું શું કારણ હશે? તે વિચારી ભૂતકાળમાં અશુદ્ઘ ઉપયોગવર્ડ કરેલા કર્મો જણાશે. તે કર્મો થવાનું મૂળ કારણ જીવના વિભાવભાવે થયેલા રાગદ્વેષ પરિણામ છે. તેથી હવે પળે પળ પાછો હઠીને અનુપૂર્વીએ એટલે અનુક્રમબંધે અર્થાત્ દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી ફરી દ્વવ્યકર્મ થતાં જાણી, તે હવે મૂળ કર્મબંધનના કારણોને શોધે છે. “અશુદ્ઘ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાભાવે ગ્રહેલા કર્મપુદ્ગલ છે.'' (પૃ.૧૯૧) IIરહ્યા દૃઢ સંકલ્પ કીથો કે સ્ત્રી ચિંતવવી આજ ના; પળો પાંચ ğરી થાતાં ઊઠી સ્ત્રીની જ કલ્પના. ૩૦ અર્થ :— એવો · સંકલ્પ કર્યો કે આજે મારે સ્ત્રીનું ચિંતવન પણ કરવું નહીં. છતાં પાંચ પળો પૂરી થઈ કે સ્ત્રીની જ ક્લ્પના ઊઠી. તો તેનું કંઈ કારણ હોવું જોઈએ. “એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ.” (વ.પૃ.૧૯૧) ||૩૦|| પૂર્વ કર્મો તણું જોર, પુરુષ વેઠ તે ગણો; ભૂતકાળે કર્યું કર્મ, ગણો વિપાક તે તણો. ૩૧
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy