SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્પણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કામણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે.” (વ.પૃ.૭૫૫) //ર૯ll મુનિ મહાત્મા લબ્ધિઘારી હોય જો, સંશય પડતાં શરીર મનોહર મોકલે રે લો, તીર્થકર કે કેવળી પાસે કોય જ, આહારક કાયા તેને જ્ઞાની કળે રે લો. ૩૦ અર્થ :- (૫) આહારક શરીર - જે મહામુનિ મહાત્મા તપસ્વી, લબ્ધિઘારી હોય છે, તેમને કોઈ તત્ત્વમાં સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થતાં, તેના સમાધાન માટે એક પુરુષાકારનું મનોહર શરીર, તેમના મસ્તક દ્વારથી નીકળી; તીર્થકર, કેવળી કે શ્રુતકેવળીના દર્શને જાય છે. તેમના દર્શન માત્રથી તેમની શંકાનું સમાધાન થઈ જાય છે. પછી તે શરીર પાછું આવે છે. તેને આહારક શરીર કહે છે. તે સૂક્ષ્મ હોય છે. તે આહારક શરીર એક અંતર્મુહૂર્ત સુધી બનેલું રહે છે. અંતે તે વિલય પામે છે. ૩૦ના. પંચ પ્રકારે બંઘન સર્વ શરીર જો, તેથી જુદો જીવ સદાય વિચારવો રે લો; અનિત્ય કાયા, જીંવ ટકનારો સ્થિર જો, ગુરુગમથી તે શુદ્ધ, નિરંજન ઘારવો રે લો. ૩૧ અર્થ - આ પાંચ પ્રકારના શરીર જીવને બંઘનરૂપ છે. તે સર્વ શરીરથી જીવ સદાય જુદો જ છે એમ વિચારવું. આ કાયા તો સદા અનિત્ય છે પણ તેમાં રહેનારો જીવ સદા સ્થિરપણે ટકનારો છે. તે જીવનું મૂળ શુદ્ધ નિરંજન સ્વરૂપ છે. તેને ગુરુગમથી જાણી અવશ્ય અવઘારવું જોઈએ. /૩૧ પુગલ પરમાણુનાં પાંચ શરીર જો, ક્ષણે ક્ષણે પલટાતાં પરફૅપ લેખવે રે લો; સૌ સંયોગો ગણી તજે તે વીર જો, જ્ઞાન-શરીર છે નિજનું નિજ રૂપ દેખવે રે લો. ૩૨ અર્થ - પાંચેય ઉપરોક્ત શરીર પુદ્ગલ પરમાણુના બનેલ છે. તે પુગલ પરમાણુના પર્યાય સમયે સમયે પલટાય છે. તથા તે પર્યાય આત્માથી સાવ જુદા હોવાથી તેને પરરૂપ ગણવામાં આવે છે. એ પાંચેય પ્રકારના શરીરોને આત્મા સાથે સંયોગ માત્ર ગણી તેના પ્રત્યેનો મોહ જે જીવ છોડે તે જ ખરો શૂરવીર છે. અને તે જીવ આત્માના મુખ્ય જ્ઞાનગુણને પોતાનું શરીર માની તેને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે :પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે.” (વ.પૃ.૭૫૫) //૩૨ાાં
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy