SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) શરીર ૪૫ ૧ ગાંડા જનની જેલ સમી પશુ-કાય જો, કોઈક સમજું દવા વડે થઈ જાય છે રે લો; ઘણાં બિચારાં દુઃખ વિષે રિબાય જો, નિર્દય જનનાં શસ્ત્ર વડે છેદાય છે રે લો. ૨૫ અર્થ - પશુ જીવોની કાયા તે ગાંડા માણસની જેલ સમાન છે. જેમ કોઈ ગાંડો માણસ દવા વડે સમજા બની જાય, તેમ કોઈક પશુ સદ્ગુરુના બોઘરૂપી ઔષઘ વડે સમ્યવ્રુષ્ટિ થઈ જાય છે. ઘણા બિચારા પશુઓ તો દુઃખમાં જ રિબાય છે. તે જીવો નિર્દય લોકોના હાથમાં આવતા શસ્ત્ર વડે છેદાઈ જાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જીવ પૂર્વભવમાં હાથીના ભવમાંથી તેમજ શ્રી મહાવીર ભગવાનનો જીવ સિંહના ભવમાંથી સદગુરુના બોઘવડે સમ્યગ્દર્શન પામેલ છે. ૨૫ નરક ગતિ તો દુખદ સખત અતિ કેદ જો, પે'રો જબરો તેના ઉપર રાખતા રે લો; મહા અપરાથી કરે કાયનો છેદ જો, રાત-દિવસ ક્રુરતા કરતાં નહિ થાકતા રે લો. ૨૬ અર્થ - નરકગતિ તે તો અતિ દુઃખ દેવાવાળી સખત કેદ સમાન છે. ત્યાં જબરા પહેરા સમાન અસુરકુમાર દેવો પણ છે. તે નારકીઓને મહા અપરાધી જાણી તેની કાયાનો વારંવાર છેદ કરે છે તથા નારકી જીવો પણ નરકમાં પરસ્પર એક બીજાને દુઃખ દઈ રાતદિવસ ક્રૂરતા કરતાં થાકતાં નથી. રા બહ પુણ્ય પંજથી માનવ-કાય પમાય જો, દુખ-દરિયો તરવાની નૌકા તે ગણો રે લો; અનિયત કાળે અચાનક તૂટી જાય જો, તે પહેલાં ચેતી લ્યો કાળ હજી ઘણો રે લો. ૨૭ અર્થ - ઘણા પુણ્યના ઢગલાવડે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે. આ માનવદેહને હવે સંસારના દુઃખરૂપી દરિયાને તરવાની નૌકા સમાન જાણો. અનિશ્ચિત કાળે અચાનક આ મનુષ્ય જીવનની આયુષ્યદોરી તૂટી જાય છે. તે તૂટી ન જાય તેના પહેલાં ચેતી લઈ આત્મહિતનું કાર્ય કરી લો, કેમકે ભવિષ્યકાળ હજા ઘણો પડ્યો છે. નહીં ચેતે તો અનંત એવા ભવિષ્યકાળમાં ચાર ગતિઓમાં જીવને ઘણું દુઃખ ભોગવવું પડશે. મારા શરીર રચના પાંચ પ્રકારે મૂળ જો, સ્થલ-શરીર ઔદારિક પશુ, નર ઘારતા રે લો; દેવ, નારકીને વૈક્રિય અનુકુળ જો, અનેક આકારે કાયા પલટાવતા રે લો. ૨૮ અર્થ :- આ શરીર રચનાના મૂળ પાંચ પ્રકાર છે. તેમાં– (૧) ઔદારિક શરીર - તે મનુષ્ય અને પશુઓને હોય છે. તે સ્થૂળ શરીરરૂપે હોય છે. (૨) વૈક્રિય શરીર - તે દેવો અને નારકી જીવોને હોય છે. તે જીવો અનેક આકારે પોતાની કાયાને પલટાવી શકે છે. ll૨૮ાા સર્વ શરીરમાં તેજસ ને કાર્માણ જો, સૂક્ષ્મરૃપે બે શરીર સદા સંસારીને રે લો; તૈજસથી કાંતિ કાયામાં જાણ જો, કર્મ-સમૂંહ કાર્માણ શરીર છે, ઘારી લે રે લો. ૨૯ અર્થ - (૩) તેજસ શરીર અને (૪) કાર્માણ શરીર - આ બે સૂક્ષ્મ શરીર છે. તે સંસારી જીવોને સદા વિદ્યમાન હોય છે. તૈજસ શરીરથી શરીરમાં કાંતિ એટલે તેજ તેમજ જઠરાગ્નિ વગેરેની ગરમી રહે છે. તથા કર્મોનો સમૂહ તે કાર્મણ શરીર છે. તે કાર્મણ વર્ગણારૂપી સૂક્ષ્મ જીંઘોનું બનેલું છે. એ પાંચ શરીરોમાં સૌથી વધારે પરમ બળવાન શક્તિ આ કાર્પણ શરીરમાં છે. આત્માના પ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ રહેલ કર્મોનો સમૂહ તે કાર્માણ શરીરથી બનેલ છે. ૨૯ “તેજસ અને કાર્મણ શરીર સ્કૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy