SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે.” (વ.પૃ.૬૫૦) //ર૧ાા એક શ્વાસ લેતાં લાગે છે કાળ જો, તેમાં સત્તર વાર જનમ-મરણો કરે રે લો, થર્ટી ઘર્ગી દેહ તજે, દુઃખની ઘટમાળ જો, એમ અનંત સહ્યાં દુખ તે જીંવ ના સ્મરે રે લો. ૨૨ અર્થ :- એક શ્વાસ લેતાં આપણને જે સમય લાગે છે તેટલા સમયમાં નિગોદના જીવો સત્તાવાર જન્મ મરણ કરે છે. દેહ ઘારણ કરી કરીને મરણ પામે છે. ત્યાં દુઃખની જ ઘટમાળ છે. એવા અનંત દુઃખો આપણા જીવે અનેકવાર સહન કર્યા છે પણ તે ભૂલી ગયો છે. હવે જ્ઞાનીપુરુષના વચન દ્વારા તે દુઃખોને સ્મૃતિમાં લઈ તેને નિવારવાનો ઉપાય કરવો જોઈએ. “નિગોદમાં જીવ એક શ્વાસોચ્છવાસમાં સાડ સત્તર ભવ કરે છે. એક સોયની અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે. નિગોદ એટલે અનંત જીવોના પિંડનું એક શરીર. એક એક નિગોદમાં અનંત અનંત જીવ છે. જેટલા સિદ્ધ થયા તેના કરતાં અનંત ગુણા જીવ એક નિગોદમાં છે..... શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે. તેમાં રોમે રોમે સોય તપાવીને કોઈ જીવને ઘોંચવામાં આવે તેથી જેટલું દુઃખ થાય છે, તે કરતાં અનંતગણું દુઃખ નિગોદના જીવને એક સમયમાં થાય છે. આ જીવે અનંતકાળ સુધી નિગોદમાં રહીને આ દુઃખ ભોગવ્યું છે. અને હવે આત્મસ્વરૂપને ન ઓળખ્યું તો પાછું તે દુઃખ ભોગવશે. માટે આ મનુષ્યદેહ કોઈ મહતું પુણ્ય યોગે મળ્યો છે. તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવા યોગ્ય નથી. એક સમય રત્નચિંતામણિ જેવો છે. માટે જેમ બને તેમ આત્મહિત કરી લેવું, જેથી પાછું નિગોદમાં ન જવું પડે. જ્ઞાનીપુરુષ કૃપાળુદેવે જે કહ્યું છે, તે પ્રકારે વર્તવાથી આ નિગોદ ટળશે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ (પૃ.૧૨૬) //રરા દેવ, નરક કે પશુ, નર ગતિની કાય જો, અપરાથી જીંવને પૅરવાની કેદ છે રે લો; નજરકેદ સમ દેવગતિ સમજાય જો, નૃપ આદિના મનમાં બેહદ દુઃખ છે રે લો. ૨૩ અર્થ - દેવ, નરક, પશુ કે મનુષ્યગતિની કાયા છે તે અપરાથી જીવને પૂરવાની કેદ સમાન છે. તેમાં દેવગતિ છે તે નજરકેદ સમાન સમજાય છે. જેમ રાજા આદિને નજરકેદ કરવામાં આવ્યો હોય તો મનમાં તે બેહદ દુ:ખ પામે છે. તેમ મિથ્યાવૃષ્ટિ દેવો વિશેષ મેળવવાની તૃષ્ણાને લઈને દેવલોકમાં રહ્યા છતાં પણ દુઃખ પામે છે. તેમજ સમ્યવ્રુષ્ટિ દેવો પણ દેવલોકમાં વ્રતો અંગીકાર કરીને સંસારરૂપી કેદથી છૂટી શકતા નથી. દેવોનું આયુષ્ય નિકાચિત હોય છે. તેમજ ગતિઆશ્રિત ત્યાં કોઈ પણ દેવ વ્રત અંગીકાર કરી શકતા નથી. તે નજરકેદ સમાન છે. ૨૩ શાહુકારની કેદ સમી નર-કાય જો, સરખે-સરખા ઘણા મળે, મન ત્યાં ઠરે રે લો; લાગ મળે તો છુટકારો પણ થાય જો, હૂંટવાનો ઉદ્યમ કરતાં કારજ સરે રે લો. ૨૪ અર્થ - મનુષ્યોની કાયા તે શાહુકારની કેદ સમાન છે. ત્યાં સરખે સરખા ઘણા અપરાધીઓ મળવાથી મન ઠરે છે. આ મનુષ્ય જન્મમાં સદ્ગુરુના યોગનો લાગ મળી આવે તો જન્મમરણથી સર્વથા છૂટી શકાય છે. પણ તે માટે સગુરુ દ્વારા ઉપદિષ્ટ મોક્ષમાર્ગ પ્રમાણે જ છૂટવાનો પુરુષાર્થ કરતાં આત્મકલ્યાણનું કાર્ય સિદ્ધ થઈ શકે છે, બીજી રીતે નહીં. ૨૪
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy