SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) મૌન ૪૪૧ તેને રાજ્ય કરવામાં કે સંસાર ભોગવવામાં આસક્તિ નથી માટે. નદીનું પૂર પાછું ફરી વળ્યું. મુનિને જવાનો માર્ગ પૂછતાં કહ્યું કે નદીને કહેજો કે આ મુનિ અશાહરી હોય તો નદીદેવી માર્ગ આપો. તેમ થયું. રાજમહેલમાં આવી રાણીઓએ પૂછતાં રાજાએ કહ્યું કે મહાત્માને ભોજન કરવાનો ભાવ નથી માટે ખાતા છતાં પણ તે ખાતાં નથી. ૧૯ાા. એ આશ્ચર્યકારી કલા વિરલા કોઈ જાણે; વીર સમાન એ મૌનથી અહીં શિવસુખ માણે. રાજ. ૨૦ અર્થ - ખાતા છતાં કે બોલતા છતાં પણ બોલતા નથી એવી આશ્ચર્યકારી મહાપુરુષોની કલાને કોઈ વિરલા પુરુષ જ જાણી શકે છે. મહાવીર ભગવાનની જેમ આત્માર્થે અંતરંગ મૌન ઘારણ કરવાથી અહીં જ મોક્ષસુખને અનુભવી શકાય છે. ૨૦ના આગમ-આઘારે કહ્યું; હવે જો વ્યવહારઃ હલકા જન બહુ બોલતા, મૌન મોટા ઘારે. રાજ. ૨૧ ઉપરોક્ત વાતો આગમના આઘારે જણાવી. હવે વ્યવહારમાં પણ મૌનથી શું શું ફાયદા થાય છે તે જણાવે છે : અર્થ - હલકા પ્રકારના લોકો બહુ બોલ બોલ કરે છે; જ્યારે મોટા પુરુષો મૌનને ઘારણ કરી માત્ર પ્રયોજન પૂરતું જ બોલે છે. “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંઘ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.” (વ.પૃ.૩૮૯) રપા નન્નો નવ દુઃખો હણે” ટળે સહજ ઉપાધિ, જન જન સાથે બોલતાં વઘે મનની આધિ. રાજ૦ ૨૨ અર્થ :- “નહિ બોલવામાં નવ ગુણ” એમ કહેવાય છે. વિશેષ નહીં બોલવાથી સહજે ઘણી ઉપાધિઓ ટળી જાય છે. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.” (વ.પૃ.૨૦૧) નહીં બોલવામાં નવ ગુણ નીચે પ્રમાણે છે : (૧) કોઈને ખોટું લાગવાનો વખત ન આવે, (૨) કોઈથી વેર વધે નહીં, (૩) કર્મનો આશ્રવ અલ્પ થાય, (૪) વિકલ્પો વધે નહીં, (૫) મન શાંત રહે, (૬) વિચારને અવકાશ મળે (૭) સ્મરણ કરવાની ટેવ પાડી શકાય, (૮) શક્તિનો દુર્વ્યય અટકે, (૯) ગંભીરતાનો અભ્યાસ થાય. અનેક લોકો સાથે વાર્તાલાપ કરતાં મનની આધિ એટલે ચિંતાઓ વધે છે; પણ ઘટતી નથી. રા. વઘે પ્રતિબંઘ, વેર ને ટળે ચિત્તની શાંતિ; જન-સંસર્ગ તજી ચહે યોગ ભાગવા ભ્રાંતિ. રાજ. ૨૩ અર્થ - લોકોના સંગ પ્રસંગથી પ્રતિબંઘ વધે, વેર પણ બંધાઈ જાય અથવા ચિત્તની શાંતિનો ભંગ થાય છે. માટે યોગી પુરુષો લોકોનો સંગ તજી, આત્માની અનાદિની ભ્રાંતિને ભાંગવા માટે પુરુષાર્થ કરે છે. “લોક યોગે વહે વાણી, તેથી ચિત્ત ચળે ભ્રમે; લોક સંસર્ગને આવો જાણી, યોગી ભલે વમે.” -સમાધિશતક //ર૩ી
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy