SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પ્રાપ્ત છે. જે યમરૂપે પાંચ મહાવ્રતોના આચારરૂપ સમ્યકુચારિત્રના ઘારક છે. જીવન પર્યત લેવામાં આવતી પ્રતિજ્ઞાને યમ કહેવાય છે. આ બધા વ્યવહાર રત્નત્રયના ભેદ જાણો. જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે ઉપચારરૂપ અર્થાતુ ઉપાયરૂપ સાધન છે. સા. સ્વસ્વરૅપ-શ્રદ્ધા-જ્ઞાન-ચરણે ભાવના શુભકારિણી, નિરુંપચારે રમણતા નિજ ભાવમાં હિતકારિણી; કારણ વડે જ્યાં કાર્ય સાધ્યું સ્વ-સ્વરૃપનું સહજ જ્યાં, ચારિત્ર ઉત્તમ, આત્મફૅપની એકતા ને સમજ ત્યાં. ૪ હવે નિશ્ચય રત્નત્રય વિષે જણાવે છે – અર્થ - પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા, તેનું જ જ્ઞાન, તેમાં જ રમણતા કરવાની ભાવના કરવી તે આત્માનું શુભ કરનારી અર્થાત ભલું કરનારી ભાવના છે. તથા ઉપચાર રહિતપણે અર્થાત ખરેખર પોતાના આત્મામાં રમણતા કરવી તે જ આત્માને પરમ કલ્યાણકારી છે. વ્યવહાર-ભેદ રત્નત્રયના કારણવડે જ્યાં નિશ્ચય રત્નત્રયરૂપ પોતાના સહજાત્મસ્વરૂપનું કાર્ય સાધ્યું અર્થાતુ સહજાત્મસ્વરૂપમાં રમણતા કરી તે જ ઉત્તમ ચારિત્ર છે, તે જ આત્મસ્વરૂપની અભેદતા છે; અને ખરી સમજ પણ તેને જ ગણવામાં આવી છે. સા. વ્યવહારથી પાંચ મહાવ્રત આત્મ-ઉપકારી કહ્યાં, સમકિત સહ આરાઘતાં શિવસૌખ્ય હેતું તે લહ્યાં; કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાન જાણી લ્હાવ લે, આદિ-મહાવ્રત આદરે, આરંભ ત્યાગી સર્વ તે. ૫ અર્થ - જ્ઞાનીપુરુષના આશ્રમમાં ભગવાને જેમ કહ્યું તેમ પંચ મહાવ્રતરૂપ બાહ્ય ચારિત્ર નિશ્ચય ચારિત્રના લક્ષપૂર્વક પાળવામાં આવે તો તેને પણ આત્મહિતકારી કહ્યું છે. તથા આત્મજ્ઞાન સાથે તે પંચ મહાવ્રતને આરાઘતા તો તે સાક્ષાત્ મોક્ષસુખના કારણ ગણવામાં આવ્યા છે. “બુદ્ધિ ક્રિયા ભવફલ દિયેજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિયા દિયેજી, શીધ્ર મુક્તિ ફલ ચંગ. મનમોહન જિનજી” આપણો આત્મા, કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાનોમાં ક્યાં ક્યાં કેવી રીતે ભટક્યો છે તે જાણવાથી-તેથી ત્રાસ પામી, સર્વ પ્રકારનાં આરંભને ત્યાગી અહિંસા આદિ પંચ મહાવ્રતને આદરી જીવ પોતાનું કલ્યાણ સાથે છે. તે કુલ, યોનિ વગેરે કેવા પ્રકારે છે તે નીચે જણાવે છે : કુલ - શરીરના ભેદોના કારણરૂપ નોકર્મ વર્ગણાઓના ભેદને કુલ કહે છે. યોનિ - યોનિ એટલે જન્મવાનું સ્થાન. કંદમૂળ, અંડા, ગર્ભ, રસ, સ્વેદ એટલે પરસેવો આદિ ઉત્પત્તિના આઘારને યોનિ કહે છે. તે જીવયોનિ ચોરાશી લાખ પ્રકારની છે. જીવ-સમાસ - ચૌદ જીવ-સમાસ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, દ્વિ ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય. એ સાત સમૂહ કે સમાસના પર્યાય અને અપર્યાપ્ત મળીને કુલ ચૌદ ભેદ થાય છે.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy