SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૯ અર્થ - મન વચન કાયાથી થતી ક્રિયા જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે ક્રિયા જીવને મોક્ષ સાથે જોડાણ કરાવે છે, તેથી તે ક્રિયા કુશળતાને પણ યોગ ગણ્યો છે. જ્યારે નિષ્ક્રિયપણું એ પોતાના આત્માનો સ્વભાવ છે. જ્યારે મન વચન કાયાના યોગ આત્માને કર્મથી રહિત કરાવીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા કરાવશે તે ખરા પ્રશસ્ત યોગ છે અને તે વખાણવા લાયક છે. રા. ગ્રંથિભેદ કરી, બાહ્યદશા તર્જી અંતરાત્મતા પામી રે, પરમાત્માના યોગે યોગી થાય ત્રિભુવન-સ્વામી રે. વંદુંઅર્થ - મોક્ષને સાઘનાર યોગી પ્રથમ જીવની મિથ્યાત્વમય બહિરાત્મદશાને તજી, અંતરઆત્મદશાને પામી, પછી પરમાત્મદશાના યોગે તે ત્રિભુવનનો સ્વામી અર્થાત્ ત્રણેય લોકનો નાથ થાય છે. “બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો! સર્વ સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું કહો. ૨૭ -ગ્રંથયુગલ //૩૦ પરમાત્મા ય સયોગીપણું તજી થાય અયોગી અંતે રે, એમ પરમપદ પામી શોભે સિદ્ધરૃપે લોકાંતે રે. વંદું અર્થ :- દેહધારી પરમાત્મા પણ આયુષ્યના અંતે પોતાના મન વચન કાયાના યોગોને તજી દઈ, અયોગી બની પોતાના સ્વાભાવિક પરમપદ સ્વરૂપ સિદ્ધ અવસ્થાને પામી, લોકાત્તે જઈ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ત્યાં અનંત ગુણોવડે તે શોભા પામે છે. ૩૧. પ્રશસ્તચોગ-પ્રભાવે યોગી શુભ ભાવો આરાશે રે, શુદ્ધ ભાવની શ્રેણી ચઢતાં અંતિમ સિદ્ધિ સાથે રે. વંદું, અર્થ :- મન વચન કાયાના પ્રશસ્ત યોગના પ્રભાવે યોગી એવા જ્ઞાની પુરુષ, શુદ્ધ ભાવના લક્ષે શુભ ભાવમાં પ્રવર્તે છે, પણ અવસર પામ્ય આઠમા ગુણસ્થાનકથી શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી અંતિમ સિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગને નીચે પ્રમાણે પ્રશસ્ત કરે છે : “જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રથાન; જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ.જિ. શ્રી.૨ અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ્થ; જિ. પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહ જ મન સુકયથ્થ. જિ. શ્રી૩ શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર;” નિત્યક્રમ કરવા મન વચન કાયાના યોગ પ્રશસ્ત કરવા માટે જીવનમાં સરળતા ગુણ જોઈએ. સરળતા હોય તો જીવનમાં ઘર્મ પરિણમી શકે. મન વચન કાયાની કુટિલતા એ ઘર્મના દ્રોહરૂપ છે; જ્યારે “સરળતા એ ઘર્મનું બીજું સ્વરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭)
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy