SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) દેશ ઘર્મ વિષે વિચાર ૪૩૧ એવી તારી આજ્ઞા ઉપાસતાં મારા સઘળા કાર્ય સિદ્ધ થશે એવી મને પૂર્ણ ખાત્રી છે. સંસા સર્વજ્ઞ પ્રભુએ કહ્યો ઘર્મ વસ્તુસ્વભાવ, તે ‘સહજાત્મસ્વરૂપ” મૂળ, બીજો સર્વ વિભાવ.૪ અર્થ - હવે ભગવાનની મુખ્ય આજ્ઞા ‘વિભાવથી મુકાવું અને સ્વભાવમાં આવવું” એ છે. તે સ્વભાવ પ્રાપ્તિને અર્થે જ્ઞાનીઓએ ઘર્મ બે પ્રકારે કહ્યો છે. એક નિશ્ચય ઘર્મ અને બીજો વ્યવહાર ઘર્મ. નિશ્ચયથર્મમાં સર્વજ્ઞ પ્રભુએ વસ્તુના સ્વભાવને ઘર્મ કહ્યો છે. “આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ઘર્મ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર આત્મારૂપ વસ્તુનો મૂળ સ્વભાવ “સહજાત્મસ્વરૂપ” છે. તે સિવાય આત્મા માટે બીજી બધી વસ્તુઓના ઘર્મો વિભાવરૂપ છે. રાજા કહો અહિંસા, જીંવ-દયા, શાંતિ, પૂર્ણ સ્વરૂપ; સહજાનંદ, સમાધિ કે “આત્મા આત્મારૂપ.” ૫ અર્થ – બીજા વ્યવહાર ઘર્મની અનેક વ્યાખ્યા છે. જેમકે અહિંસા પરમોધર્મ, દયામૂળ ઘર્મ, આત્માની પરમશાંતિ પામવારૂપ ઘર્મ, આત્માનું પૂર્ણ સ્વરૂપ પામવું તે ઘર્મ, આત્માનો સહજ આનંદ પામવો તે ઘર્મ, આત્મામાં સ્થિરતા કરવારૂપ સમાધિ કે આત્મા આત્મસ્વરૂપને પામે એ રૂપ ઘર્મ જ્ઞાનીપુરુષોએ કહ્યો છે. //પાા આરાઘકના ભેદથી દેશવિરતિ, યતિ ઘર્મ, ગૃહસ્થ કે મુનિયોગ્ય તે સમ્યકત્વ-મૅળ મર્મ. ૬ અર્થ :- આરાધના કરનારના ભેદથી તે વ્યવહાર ઘર્મ બે પ્રકારે છે. એક દેશવિરતિ એટલે ગૃહસ્થઘર્મ અને બીજો યતિઘર્મ અર્થાત્ મુનિઘર્મ. તે ગૃહસ્થ ઘર્મ અને મુનિઘર્મ સમકિત સહિત હોય તો જ કલ્યાણકારક છે; આ એનું રહસ્ય છે. Iકા સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે ત્રણ રૂપ, ક્ષમાદિ દશ યતિ-ઘર્મ છે; એમ અનેક સ્વરૂપ. ૭ અર્થ :- સમ્યક્દર્શન શાન ચારિત્રમય રત્નત્રયથર્મ એ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. તેમજ ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિધર્મ એટલે મુનિઘર્મ જગત પ્રસિદ્ધ છે. એમ ઘર્મના અનેક સ્વરૂપ ભગવંતે વર્ણવેલ છે. શા ઘર્મ-તરું-મૅળ જીંવ-દયા મોક્ષમાર્ગ-સોપાન, વ્રત-સુખ-સંપત્તિ તણી જનની દયા પ્રમાણ. ૮ અર્થ - ઘર્મરૂપી વૃક્ષનું મૂળ જીવદયા છે. એ મોક્ષમાર્ગે જવા માટે સોપાન એટલે પગથિયાં સમાન છે. તથા વ્રતને, સુખને કે સંપત્તિને પણ જન્મ આપનારી માતા દયા જ છે, અને દયાવડે જ ઘર્મ સથાય છે. “આ સંસારમાં ઇન્દ્રપણું, અહમિન્દ્રપણું, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું તથા બળભદ્રપણું કે નારાયણપણું પ્રાપ્ત થાય છે તે સર્વ ઘર્મના પ્રતાપે થાય છે. ઉત્તમ કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, રાજ્ય, સંપદા, આજ્ઞા, સુપુત્ર, સુભાગ્યવંતી સ્ત્રી, હિતકારી મિત્ર, વાંછિત કાર્યસિદ્ધિ, કાર્યકુશળ સેવક, નીરોગતા, ઉત્તમ ભોગ ઉપભોગ, રહેવાને દેવવિમાન સમાન મહેલો, સુંદર સંગતિમાં પ્રવૃત્તિ, ક્ષમા, વિનયાદિક, મંદકષાયીપણું, પંડિતપણું,
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy