SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫૩૫ અર્થ :— ગમે તેમ બોલી વચનરૂપ તીર છોડીને વિરોઘ મોલ લીઘા પછી, કાયાથી તનતોડીને તેની સેવા કરો તો પણ તમે તમારું હિત સાધી શકશો નહીં. આ વાત તમે મનને સ્થિર કરીને બરાબર સમજી લેજો. ।।૧૧।। રત્નખોટ નહિ. પૂરી થાશે સોનાની નહિ ખોટ પુરાશે સુવર્ણની દુકાને રે, કાપડની દુકાને રે, વંદું અર્થ :- રત્નની દુકાનમાં આવેલ ખોટ સોનાચાંદીની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. અને સોના ચાંદીની દુકાને આવેલ ખોટ કાપડની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. ।।૧૨।। મનને આધારે તરવાનું કે ડૂંબવાનું, સમજો રે, તેથી મનની શુદ્ધિ કરવા સત્પુરુષને ભજો રે, વંદું અર્થ :– હવે મનોયોગને પ્રશસ્ત કરવા કેવા ભાવોમાં રમવું જોઈએ તે જણાવે છે – રત્નોની દુકાન સમાન મનને જાણો, તેની ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. મનને આધારે જ તરવાનું છે કે બૂડવાનું છે. મન જો સત્પુરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે. અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાવી દે એમ છે. બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. “મન ગ્રેય મનુવાળાનું જારમાં બંધ મોક્ષવો:'' તેથી મનની શુદ્ધિ કરવા માટે સત્પુરુષના વચનોને સાચા ભાવથી ભજજો, અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો. “રાગ-દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ; તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.’’ -ગ્રંથયુગલ ||૧૩|| સત્પુરુષની સ્તુતિ કરવા વચનયોગ વાપરો રે, જીવનભર તેની સેવામાં માનવ કાયા ઘરો રે, વંદું અર્થ :— પોતાનો વચનયોગ પણ સત્પુરુષની સ્તુતિ એટલે ગુણગાન કરવામાં વાપરજો. તથા મનુષ્યભવનો કાર્ય યોગ પણ જીવનભર તેની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાના ઉપયોગમાં લેજો. ।।૧૪। વિષયકષાય તજી અંતરથી, શમ-દમ તત્ત્વ વિચારો રે, દયા, ક્ષમા, નિર્મમતા, મૈત્રી ઉદાસીનતા થારો રે. વંદું = અર્થ :— મનમાંથી વિષયકષાયને તજવા માટે ક્રોઘાદિ કષાયનું શમન કેમ થાય કે વિષયોનું દમન કેમ થાય એ તત્ત્વનો વિચાર કરજો. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ કે ઉદાસીનતા એટલે વૈરાગ્ય જીવનમાં કેમ આવે તેનો વિચાર કરજો. ૫૨માં મારાપણાનો ભાવ મૂકી, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો જેથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ બધા શુભ ભાવો વડે મનવચનકાયાના યોગ પ્રશસ્ત બને છે, અને પ્રશસ્ત યોગવડે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધભાવ વડે સમકિત કે વળજ્ઞાન ઊપજે છે. ।।૧૫′ દ્વાદશ, સોળ અનેક પ્રકારે ભાવી ભાવના સારી રે, સદ્ગુરુ-બોઘે કરો રમણતા, ભવના ભાવ વિસારી રે, વંદું
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy