________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
=
અર્થ :– પુદ્ગલ પરમાજી ભેગા મળીને અનેક પ્રકારની વર્ગજ્ઞાઓ બને છે, જેમકે આહારકવગણા, તૈજસવર્ગન્ના, ભાષાવણા, મનોવર્ગન્ના, કાર્યણવર્ગણા આદિ અનેક છે. તે જીવના રાગદ્વેષરૂપ વિભાવ ભાવોના નિમિત્તને પામી જીવ ભણી વહેવા લાગે છે. ।।૧૮।।
આવે જે જે વર્ગણા આસ્રવ અજીવ ગણાય; જીવ-આસ્રવ વિભાવરૂપ ત્રીજું તત્ત્વ ભણાય. ૧૯
=
અર્થ :— જે જે વર્ગણાઓ જીવ ભણી ખેંચાઈને આવે છે તેને અજીવ આસવ તત્ત્વ ગણવામાં આવે છે. તથા જીવના રાગદ્વેષરૂપ વિભાવ પરિણામ જે આ વર્ગણાઓને જીવ ભણી લાવવામાં નિમિત્તરૂપ છે તેને જીવ-આસ્રવ નામનું ત્રીજું તત્ત્વ કહેવામાં આવે છે. ।।૧૯।।
વિભાવ પાંચ પ્રકારનો : કર્મ-ક્રમળથી વાવ;
યોગ, કષાય, પ્રમાદ ને અવિરતિ', 'મિથ્યા ભાવ. ૨૦
૪૦૫
અર્થ :– કર્મ આવવામાં કારણરૂપ જીવના રાગદ્વેષમય વિભાવના પાંચ પ્રકાર છે. તે કર્મરૂપી કમળને વિકસાવવામાં પાણીની વાવ સમાન છે. તે નીચે પ્રમાણે છે :
(૧) યોગ, (૨) કષાય, (૩) પ્રમાદ, (૪) અવિરતિ અને (૫) મિથ્યાત્વ છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. સમકિત પ્રગટ્યું મિથ્યાત્વનો નાશ હોય છે. પછી અવિરતિ જાય છે, પછી પ્રમાદ અને કષાયનો નાશ થાય છે. અંતમાં મનવચનકાયાના યોગ પણ છૂટી જઈ આત્મા પોતાની સિદ્ધદશાને પામે છે. રા
અજીવ આસ્રવના ઘણા ભેદ ભણે જિનભૂપ;
મુખ્ય આઠે ય કર્મને યોગ્ય વર્ગણારૂપ. ૨૧
અર્થ :– કર્મોની વર્ગણાઓને આવવારૂપ અજીવ આસ્રવના ઘણા ભેદ છે, એમ જિનભૂપ એટલે જિનોમાં રાજા સમાન જિનેશ્વર ભગવાન કહે છે. જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ કર્મ છે, તેમાં કર્મને યોગ્ય બઘી વર્ગણાઓ આવી સમાઈ જાય છે. ર૧||
પાંચ વિભાવે જીવ રમે, જીવ-બંઘ ગણ એ જ; આઠે કર્મ અજીવ-બંઘ, ચાર ચાર ભેદે જ. ૨૨
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ વિભાવભાગોમાં જીવની રમણતા હોવાથી જીવને કર્મનો બંધ થાય છે. તેને જીવ બંઘ નામનું ચોથું તત્ત્વ ગણવામાં આવે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ કર્મના મુખ્ય પ્રકાર છે. જીવના વિભાવભાવોનું નિમિત્ત પામી આઠેય કર્મોને યોગ્ય વર્તણાઓનું જીવ સાથે ચોંટી જવું તેને અજીવ-બંધ કહેવામાં આવે છે. તે આઠેય કર્મોનો બંઘ ચાર ચાર પ્રકારે થાય છે. તે ચાર પ્રકાર (૧) પ્રકૃતિબંઘ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગ બંધ તથા (૪) પ્રદેશબંઘ છે.
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ-બંધ વિચાર :
પ્રકૃતિ, પ્રદેશ યોગથી, શેષ કષાયે ઘાર. ૨૩
અર્થ :- (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંઘ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશબંધ તેનો વિચાર કરો.