SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માયાવી જગ-ઠગ સમા સમ્યકત્વ ન ઘારે, મૌન મહા તેવા વડે પળે કેવા પ્રકારે? રાજ. ૫ અર્થ - જે માયાવી લોકો જગતમાં ઠગ સમાન છે, તેની મતિ વિપરીત હોવાથી સમ્યત્વ એટલે સાચી સમજણને ઘારણ કરી શકે નહીં. તેવા લોકો મહાન એવા મૌનપણાને કેવી રીતે પાળી શકે? આપણા સમ્યગ્દર્શની મુનિ તે શુરવીર જ સાચા, લૂખુંસૂકું ખાઈને વશ રાખે વાચા. રાજ૦ ૬ અર્થ - આત્મજ્ઞાનને પામેલા એવા મુનિ જ સાચા શૂરવીર છે કે જે સંયમને માટે લૂખું સૂકું ખાઈને પોતાની વાચા એટલે વચનને વશ રાખે છે, અર્થાત્ વાણીનું પણ સંયમન કરે છે. ‘મુનિ તો આત્મવિચાર કરી નિરંતર જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર ભારવાહકનું દ્રષ્ટાંત - એક જણ દીક્ષા લીઘા છતાં મુનિપણાનો ભાર નહીં ઉપાડવાથી તેને છોડી મજૂર બન્યો. તે પાંચ કલશી ઘાન ઉપાડી શકતો. એક કલશી એટલે ૧૬ કાચા મણ. ૨૦ કિલોનો એક કાચો મણ થાય. રાજાએ તેનું બળ જોઈ પોતે આવે તો પણ તારે માલની હેરાફેરી કરતાં ખસવું નહીં એવી આજ્ઞા કરી. છતાં એકવાર મુનિ મહાત્માને રસ્તામાં આવતા જોઈ તે ખસી ગયો. રાજા પાસે તે વાત પહોંચી. રાજાએ પૂછ્યું કે મુનિને જોઈ તું કેમ ખસી ગયો. ત્યારે તેણે કહ્યું કે મહારાજ! હું પણ પહેલાં મુનિ હતો પણ મુનિપણાનો ભાર મારાથી સહન નહીં થઈ શકવાથી હું આ અનાજનો ભાર ઉપાડતો થયો છું. ખરેખર શૂરવીર તો આ મુનિ મહારાજ છે. માટે તેમની મહાનતાને જોઈ આદરભાવ આવવાથી તેમને મેં માર્ગ આપ્યો હતો. કાા છોડી દેહાધ્યાસને કૃશ કાયા કસે છે, દેહ–દુઃખ એ ફળ મહા” જેને ઉર વસે છે. રાજ૦ ૭. અર્થ :- મહાત્માઓ દેહાધ્યાસને છોડી કાયાને ક્રશ કરી પોતાની કસોટી કરે છે. “દેહને દુઃખ આપવું એ મહાન ફળ છે” એમ જેના હૃદયમાં સદા વસેલું છે. ઘન્ના અણગારનું દ્રષ્ટાંત – કાકંદીપુરીમાં ઘન્ના નામે શેઠનો ઘન્ય નામે પુત્ર હતો. તેની માતા ભદ્રાએ બત્રીસ મહેલ કરાવીને બત્રીસ શેઠની કન્યાઓ તેને પરણાવી હતી. તે દોગંદુકદેવની સમાન તેમની સાથે રહેતો હતો. એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તત્પર થયો. માતાએ દીક્ષાની ભયંકર કઠીનતાઓ સમજાવી. તો પણ વિષ્ટાની જેમ વિષયભોગનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, નિરંતર ભગવાનની આજ્ઞાથી છઠ્ઠ તપ કરવા લાગ્યા. એ પ્રમાણે તપ કરતા મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસરહિત શરીર ચાલે ત્યારે હાડકાં ખડખડ શબ્દ કરે. છતાં મનમાં તેનો કોઈ ખેદ નથી પણ આનંદ છે. અંતે ભગવાનની આજ્ઞા લઈ વિપુલગિરી પર્વત ઉપર જઈ એક માસની સંલેખનાવડે શરીરનું શોષણ કરી સમભાવે સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચકૂળમાં જન્મી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે પધારશે. એમ દેહને દુઃખ આપવું એ મહાફળ છે. એમ જે મહાત્માઓના હૃદયમાં વસેલ છે તે શીધ્ર આત્મસિદ્ધિને પામશે. IIળા મરણાંતિક કષ્ટો સહે મહા ઘીરજ ઘારી, એ જ મહોત્સવ માણતા, લેતા મૃત્યુ સુથારી. રાજ૦ ૮
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy