Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
(ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક) આદ્ય તંત્રી સ્વ. માનસંગજી બારડ
તંત્રી મંડળ ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વર્ષ : ૩૮મું અંક : ૧-૨ વિ.સં.૨૦૫૪ કારતક સન ૧૯૯૭ ઓકટો.-નવેમ્બર
૩૭ મો દીપોત્સવાંક
બુદ્ધિપ્રતિમા, કચ્છ સંગ્રહાલય, ભૂજ
પથિક કાર્યાલય, C/o ભો.જે વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ CO
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
GUJARAT TOURISM
www.kobatirth.org
અહીં તહેવારોમાં તાજગીના તરંગ અને મેળાઓમાં ઝૂલતો ઉ ંમ
ક
વો
1 1 ચાર 1ની જ ન મેં જયાં મન ન વન ર ધર્મ પછી પણ
ચીક
કારોબાર સાથે નું કાર
નોરા ડાન્સ ફેફરવા
ન ન સામા
ૉ સર્જન તંત્ર વહાલ માં તે
સર
થાક ઉડાવ
ગુજરાત - અહીં માટી નોંખી
અહીં માનવી ય નોખા. ત્યારે જ તો
અહી અનેક વૈવિધ્યસભર તહેવારો ઉજવાય
તથા ભાતભાતના મેળાઓ ભરાય જગતમાં
સૌથી અલબેલો મુલક કહેવાનું સહેજેય મન થાય તેવી
આ ગરવી, મતવાલી જગ્યા, કલા, વારસો, ૫૨૫, મોજ, આનંદ, લાગણીઓના અસાત ખારવાદની આ
જન્મભૂમિ. ના તો જૂજ શબ્દોમાં તેની ઝલક
માત્ર છે. હેલે હિલોળે ચઢતી હકીક્ત જાણવા તો તમારે જાતે જ અહીં આવવું પડે... ખરુંને !
ધ માહિતી કર્ક ક
* ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ ફોન ૧૨૨૧૪૫, ન કો ૨૩૨૫૧૨૨૨ ૫ અમદવાદ | - 55 51----૧/૩૧
મુર્ખ કોન
૨૪
ક
* :
વિરાટ (ઈન્ટરનેશનલ કાર્ટ ફેસ્ટિવલ ગુજરાય મની ફેડને મેગી પતંગ ને પી જવાનો અવસર અને ઉતરાણ વર્ષ માટે નામ પ્રધાન દેવ મા શ્વેત પુના બુકમાં વધારેખમ કાર્ય જ કે આ પર્વે
શ્રી
મા
સમજે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાિ વા.
૧
2522
ધનઝર
*S+ #
* વાયન, યોવન ૧૨, ૬'S T
"
For Private and Personal Use Only
ગુજતી
૧૪ વર}} be
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ્રસ્ટી-મંડળ ડો. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. નાગજીભાઈ ભટ્ટી,
ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
સૂચના પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની ૧૫મી
પથિક
૧ ૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત
ફરિયાદ કરવી અને નકલ અમને વર્ષ ૩૮મું કારતક સં. ૨૦૫૪ ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭ અંક ૧૨
મોકલવી, પથિક સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને
ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અનુક્રમ
અને શિષ્ટ મૌલિક લખાણોને
સ્વીકારવામાં આવે છે. સંપાદકીય
પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી
પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની
ડૉ. ચીનુભાઈ નાયક સ્વ. મણિભાઈ વોરા
લેખકોએ કાળજી રાખવી. ૨ |
| કૃતિ સારા અક્ષરે શાહીથી અને આધ્ય ઐતિહાસિક ધોળાવીરા
શ્રી હસમુખ વ્યાસ
૩ ! કાગળની એક જ બાજુએ લખેલી
હોવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય કચ્છમાં બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ડૉ. કાન્તિલાલ પરમાર ૯ | ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો
એનો ગુજરાતી તરજૂમો આપવો કચ્છમાં સિંધુ સંસ્કૃતિનું નગર
શ્રી જયંતીગિરિ ગોસ્વામી ૧૫ | જરૂરી છે.
કુતિમાંના વિચારોની જવાબદારી કચ્છના અભિલેખો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ડો. ભારતી શેલત ૨૦ :
લેખકની રહેશે. અંધૌની ક્ષત્રપ વસાહત અને કચ્છ મ્યુઝિયમના
પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના ક્ષત્રપ શિલાલેખો - શ્રી નરેશ અંતાણી ર૯
વિચારો-અભિપ્રાય સાથે તંત્રી
સહમત છે એમ ન સમજવું. સાર્વભૌમત્વના પરિપ્રેક્ષ્યમાં કચ્છના
અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા શાસકોના ખિતાબો
ડો. ઈશ્વરલાલ ઓઝા ૩૩ | જરૂરી ટિકિટો આવી હશે તો તરત
પરત કરાશે. कच्छ के राव प्रागमलजी २ की कोरी
| નમૂનાના અંકની નકલ માટે
પ-૦૦ ની ટિકિટો મોકલવી. કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ શ્રી જે. એસ. ચૌધરી ૪૬ |
| મ.ઓ.ડાટ-પત્રો માટે લખો : કચ્છની વિશિષ્ટતાઓ
શ્રી પ્રાણગિરિ ગોસ્વામી પદ
પથિક કાર્યાલય
Cho, ભો. જે. વિદ્યાભવન, કચ્છની મિયાણા જાતિ - સાંસ્કૃતિક અભ્યાસ પ્રો. એમ. જે. પરમાર ૬૦ | આશ્રમ રોડ,
અમદાવાદ-૩૮૦૦ એ સ્થળે મોકલો.
પથિક કાર્યાલય વતી પ્રકાશિત : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, (Co. ભો. જે. વિદ્યાભવન, એચ. કે પેલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, -દાવાદ-૯ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્રા, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ : ફાન : ૩૪૮ ૩૯ ૩
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકીય આઝાદીના ૫૦મા વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે પથિક એની સાડત્રીસ વર્ષની યાત્રા પૂર્ણ કરી આ માસથી આડત્રીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રકારનાં ગુજરાતી સામાયિકોમાં માસિક તરીકે ઈતિહાસ, પુરાતત્ત્વ, લોકસંસ્કૃતિ અને લોકકલા ક્ષેત્રે આટલી દીર્ઘ સમયમર્યાદાનું આ પ્રથમ માસિક છે, જેનો આનંદ વ્યક્ત કરીએ છીએ અને આ માટે સૌ લેખક મિત્રોનો ઋણસ્વીકાર કરીએ છીએ.
આ દીપોત્સવી અંક કચ્છના આઘઐતિહાસિક યુગના પ્રાચીનતમ સ્થાન ધોળાવીરા નગરને વિષયવસ્તુ કરીને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ, જેમાં કચ્છવિષયક અન્ય લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા વિદ્વાન ઈતિહાસવિદો અને પુરાવસ્તુવિદોની સહાયથી આ અંક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ ત્યારે એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
અમારા આજીવન સહાયક અને વાર્ષિક ગ્રાહકોએ જે હૂંફ બતાવી છે તેમજ એજન્ટોએ અમને જે સાથ આપ્યો છે તથા જાહેર ખબર આપવામાં જે સ્વજનોનો સહકાર મળ્યો છે તે સર્વેનો ટ્રસ્ટી-મંડળ વતી અને તંત્રી-મંડળ વતી આભાર વ્યક્ત કરવાનો સંતોષ લઈએ છીએ.
અમારા પથિકના સૌ વાચકોને અમે અભિનંદન સાથે નવા વર્ષનું સર્વ પ્રકારે મંગલ ઇચ્છીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે..
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥
પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
(સંપાદક)
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી સ્વ.શ્રી મણિભાઈ વોરા
વિદ્યાર્થીપ્રિય સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી મણિભાઈ વોરાનું ૯૧ વર્ષની વયે તા. ૫મી ઑકટોબરના રોજ પોરબંદર મુકામે દેહાવસાન થયું. તેઓ પોરબંદરની ઇતિહાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હાર્દરૂપ હતા. તેમણે પુરાતત્ત્વ સંશોધન મંડળ, પોરબંદરની સ્થાપના કરી હતી અને મધુસૂદન ઢાંકી, નરોત્તમ પલાણ, મોહનપુરી ઇત્યાદિ મિત્રોને માર્ગદર્શન આપી ઇતિહાસ-પુરાતત્ત્વનો રંગ લગાડ્યો હતો. તેમણે ઘૂમલી, જેઠવાઓનો રાજવંશ, ક્ષત્રપાલના અવશેષો, પ્રાગ-ચૌલુક્ય સમયનાં મંદિરોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
તેમનો જન્મ ઈ.સ. ૧૯૦૫ માં ૨૩, જાન્યુઆરીના રોજ થયો હતો. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પણ પોરબંદરમાં લીધું અને ઇતિહાસ વિષયમાં બી.એ.ની ડિગ્રી લઈને પોરબંદરમાં જ શિક્ષક તરીકે જોડાયા. ઇતિહાસ સાથે સંકળાયેલ પુરાતત્ત્વ, સમાજશાસ્ત્ર, ધર્મ અને દર્શનવિદ્યાનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. સૌરાષ્ટ્રની સંતપરંપરા વિશે તેમની પાસે અઢળક માહિતી હતી. તેઓ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને લોકકલાના પણ ચાહક હતા.
ગુજરાત ઇતિહાસ પરિષદ સાથે તેઓ સંકળાયેલા હતા. તેમણે ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૮૦-૮૧ અને ૧૯૮૧-૮૨નાં બે વર્ષ માટે સેવાઓ આપી હતી અને સુરત મુકામે યોજાયેલા અગિયારમાં અધિવેશનમાં ‘માનવ સભ્યતા, ઇતિહાસ અને આપણે' વિશે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું :‘ઇતિહાસનું ક્ષેત્ર વિશાળ છે. પૃથ્વીને ઇતિહાસ છે. પૃથ્વી પરની સર્વ પ્રવૃત્તિને ઇતિહાસ છે. માનવના જન્મથી તેના સંસાર પર્યંત તેમજ જીવાતના ઉદ્ભવથી અંત સુધીની બધી બાબતો જે માનવી જુએ છે તે બધી ઇતિહાસના ક્ષેત્રમાં આવે છે. ઇતિહાસનો કાચો માલ બની શકે છે.” તેમણે આ પ્રસંગે એમ પણ જણાવ્યું કે “માણસને પોતાનો ભૂતકાળ ગમે છે. ભૂતકાળને વાગોળવામાં એને મજા પડે છે. એમાંથી એ અભિમાન સંતોષ માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પોતાના ભવ્ય ભૂતકાળને ઓળખતી પ્રજા વર્તમાનને વ્યવસ્થિત રાખી શકે અને ઊજળા ભવિષ્યની આશા રાખી શકે. ઇતિહાસ લખાતો ગયો, પુસ્તકો વિસ્તરણ પામ્યાં અને ઇતિહાસ અમુક સમૂહનો ન રહેતાં આખી પ્રજાનો બન્યો, પૃથ્વી પરના માનવકુળનો બન્યો.”
તેમણે પોરબંદરનો સર્વગ્રાહી ખ્યાલ આવે એવી પુસ્તિકા લખી છે જેની ત્રણ આવૃત્તિઓ થઈ છે. આ પુસ્તિકામાં તેમણે પોરબંદરનાં ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્ત્વ, સ્થાપત્યકલા અને સંસ્કૃતિનો સર્વગ્રાહી પરિચય કરાવ્યો છે. તેમના દેહાવસાનથી પોરબંદરે પોતાનો ગુરુ ગુમાવ્યો છે. પરમ કૃપાળુ પરમેશ્વર તેમના આત્માને ચિરશાંતિ અર્પે.
For Private and Personal Use Only
– ડૉ. ચીનુભાઈ નાયક
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઘઐતિહાસિક ધોળાવીરા (ખડીર-કચ્છ)
શ્રી હસમુખભાઈ વ્યાસ
ઈ.સ. ૧૮૬૧માં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એ.એસ.આઈ)ની સ્થાપના થઈ અને તેના પ્રથમ પ્રમુખ અધિકારી (આર્કિયોલૉજિકલ સર્વેયર) તરીકે કનિંઘમ નિમાયા ત્યારથી તત્કાલીન અંગ્રેજ સરકારે પ્રથમ વાર દેશનાં પ્રાચીન અવશેષો અને સ્મારક-ઇમારતોની જાળવણીની જવાબદારી પોતાના પર લીધી. કનિંધમે પ્રાચીન ચીની પ્રવાસીઓ ફાહિયાન અને હ્યુ-એન-સાંગનાં પ્રવાસ - અહેવાલોના આધારે પ્રથમ ઉત્તર ભારતવર્ષનાં અને ત્યાર બાદ ૧૮૮૫ સુધીમાં પૂર્વ ભારત વર્ષનાં પ્રાચીન સ્મારકોને પ્રકાશમાં આણ્યાં. ત્યાર પછી ૧૯૦૨માં એ.એ.આઈ.ના ડાયરેકટર-જનરલ તરીકે જૉન માર્શલ અહીં આવ્યા અને એમણે પ્રથમ વાર બૌદ્ધ સ્થળોનાં ઉત્ખનન કર્યાં. ત્યારથી અખંડ ભારતવર્ષનો ઇતિહાસ બૌદ્ધયુગ સાથે અર્થાત્ ઈ.પૂ. ૬ઠ્ઠી સદીથી શરૂ થતો હોવાનું મનાવા લાગ્યું, અર્થાત્ બુદ્ધ પૂર્વે ભારતવર્ષનો ઇતિહાસ ન હોવાનું મનાતું, પણ ૧૯૨૦ દરમ્યાન બનેલ એક ઘટનાએ આ માન્યતાને સમૂળગી ફેરવી નાખી અને તેનાથી ભારતવર્ષ ‘પાંચ હજાર વર્ષનો સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતો દેશ હોવાનું સિદ્ધ થયું. ૧૯૨૦ દરમ્યાન તત્કાલીન લાહોર-કરાંચી વચ્ચે નખાતી નવી રેલ-લાઈન માટે ઉપયોગમાં લેવા જાન અને વિલિયમ નામના બે અંગ્રેજ ભાઈઓ ત્યાંથી જે ધૂળ ને રોડાં એકઠાં કરાવાતાં હતાં તેમાંથી વિભિન્ન પુરાવશેષો પણ પ્રાપ્ત થતા હતા. આમાંથી મળતી મુદ્રાઓથી આકર્ષાઈ પ્રાથમિક સ્થળતપાસ થતાં એ સ્થળ - મોહેં-જો-દડો - પાંચ હજાર વર્ષ પ્રાચીન હોવાનું જાહેર થયું ! ત્યાર બાદ આ તેમજ આવાં સ્થળોનું વિસ્તૃત ખોદકામ થતાં એક સુયોજિત નગરરચનાવાળી સંસ્કૃતિ પ્રકાશમાં આવી, જેને તદ્વિદોએ મોહેં-જો-દડો કે ‘સિંધુ સંસ્કૃતિ’ (શોધાયેલાં મોટા ભાગનાં સ્થળો સિંધુ નદીના કાંઠે આવેલાં હોઈ) એવા નામથી ઓળખાઈ, જે અદ્યાપિ ચાલુ છે. હમણાં તેને ‘સરસ્વતી સંસ્કૃતિ’ તરીકે પણ ઓળખાવવાની શરૂઆત થઈ છે. ૧૯૪૭માં ભારત-પાક વિભાજન સાથે દેશ સ્વતંત્ર થતાં મોટા ભાગનાં એ સ્થળો પાકિસ્તાનમાં જતાં રહેતાં ભારતમાં (સ્વતંત્ર ભારતમાં) આવાં સ્થળોની શોધ શરૂ કરાઈ ને એમાં જવલંત સફળતા પણ સાંપડી. પંજાબ-હરિયાણા રાજસ્થાનથી છેક દક્ષિણમાં તાપી-નર્મદાની ખીણમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં સેંકડો હડપ્પીય સ્થળોની ભાળ પાળેલ છે અને હજુ મળતી રહે છે. (લેખકે ખુદ આવાં ૨૦ જેટલાં ટીંબાઓની ભાળ મેળવી છે - રાજકોટ જિલ્લામાં) આમાં ધોળકા તાલુકામાં લોથલ જેવી વ્યવસ્થિત નગર-વરાહતનો પણ સમાવેશ ધાય છે.
પ્રસ્તુત લેખના વિષયનું સ્થળ કચ્છમાં આવેલ હોઈ પ્રથમ આ સંસ્કૃતિ કઈ રીતે પ્રવેશી એ ટૂંકમાં જોઈએ. સિંધની દોિ જમીન-માર્ગે કચ્છનું રણ આવેલ છે, તો જળમાર્ગે સિંધના મકરાણના કિનારાથી કચ્છના અખાતમાં થઈ કચ્છમાં પ્રવેશી શકાય છે. સિંધથી દક્ષિણમાં કચ્છના મોટા રણમાં થઈને કચ્છમાં હડપ્પીય લોકો દાખલ થયાનું પ્રસિદ્ધ પુરાવિદ શ્રી વાય.એમ.ચીતબવાલા માને છે. સિંધથી આવતાં હડપ્પીય લોકો પહેલાં ખડીરમાં આવી વસ્યાનું પણ ઉક્ત વિદ્વાનનું મંતવ્ય છે. ત્યાર બાદ પાબુમઠ અને દક્ષિણે સૂરકોટડાની વસાહત (સેટલમેન્ટ) સ્થાપી હોવી જોઈએ. નાના રણને ઓળંગતાં પહેલાં આ લોકોએ શિકારપુર ગામ પાસે પણ એવી વસાહત સ્થાપેલ. વિશ્વપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય સ્વ. ડૉ. હસમુખ સાંકળિયા પણ સિંધુસંસ્કૃતિના લોકો મુખ્યત્વે મીન-માર્ગે સિંધમાંથી કચ્છમાં પ્રવેશ્યા હોવાનો મત ધરાવે છે. સંભવ છે કે થોડા લોકો દરિયાઈ માર્ગે પણ આવ્યા હોય.
પથિક - દીપોત્સવાંક-૧૯૯૭ * ૩
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૧૯૪૭ પછીથી ભારતમાં સિંધુ-સંસ્કૃતિનાં સ્થળો-પડાવોની શોધના આરંભાયેલ (અને હજુ શરૂ રહેલ) અભિયાનના અનુસંધાને અદ્યાપિ કચ્છમાંથી લગભગ ૭૦ (સિત્તેર) જેટલાં નાનાં-મોટાં હડપ્પીય સ્થળોની ભાળ મળી છે. આમાં ૧૦-૧૫ મીટરનો વિસ્તાર ધરાવતાં નાનકડા ટીંબાથી લઈ પ્રસ્તુત લેખના લગભગ બે કિ.મી.નો વિસ્તાર ધરાવતા ધોળાવીરા જેવા મહાનગરનો સમાવેશ થાય છે. આગળ નોંધ્યું તેમ કચ્છમાં લગભગ ૭૦ જેટલાં હડપ્પીય સ્થળોની ભાળ મળી હોવા છતાં દેશળપર-ગૂંતળી સૂરકોટડા પાબુમઠ શિકારપુર અને ધોળાવીરાનું જ ઉત્ખનન થયેલ છે.
હવે ધોળાવીરાની વસાહત વિશે વિગતવાર જોઈએ.
સ્થાન અને માળ :
ભૂજથી લગભગ ૨૪૦ કિ.મી. દૂર ભચાઉ તાલુકાના-મોટા રણના ખડીર બેટના ધોળાવીરા ગામથી લગભગ બે કિ.મી દૂર આવેલ હડપ્પીય સંસ્કૃતિનું જ નહિ, વિશ્વનું સૌથી મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર હોવાનું ગૌરવ ધરાવતાં કોટડા ટીંબાની ભાળ તો છેક ઈ.સ. ૧૯૬૭માં મળેલી ! પ્રસ્તુત ટીંબાની ભાળ મેળવવાનું-આપવાનું સૌ પ્રથમ શ્રેય સ્થાનિક લોકગાયક શ્રી શંભુદાન ગઢવીને જાય છે. દુષ્કાળના રાહતકામ દરમ્યાન કુતૂહલ ખાતર અહીંથી સ્થળ-સપાટી પરથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષો એકઠા કરેલા આમાં એક હડપ્પીય મુદ્રા પણ હતી. ત્યાર બાદ ભૂજ મ્યુઝિયમને અને પત્રોને રૂબરૂ સંપર્ક દ્વારા જાતે માહિતી પૂરી પાડી. આ ભાળ-માહિતીની તપાસ આગળ વધતાં છેક દિલ્હી પહોંચી ને ત્યાંથી ’૬૭માં શ્રી જગત્પતિ જોશીએ રૂબરૂ આવી સ્થળતપાસ કરતાં પ્રસ્તુત ટીંબો સિન્ધુસંસ્કૃતિની વિશાળ વસાહત હોવાનો ચોક્કસ અભિપ્રાય આપ્યો, પરંતુ ત્યાર પછી વર્ષો સુધી વાત ત્યાંની ત્યાં રહી ને છેક ૧૯૯૦ જાન્યુઆરીથી દશ વર્ષના આયોજન મુજબ કેન્દ્રીય પુરાતત્ત્વ ખાતાના નિયામક શ્રી રવીન્દ્રસિંહ એસ. બિસ્તના માર્ગદર્શક નીચે અનેક પુરાવિદો અને સેંકડો મજૂરો દ્વારા ઉત્ખનન શરૂ થયેલ. આ કાર્ય '૯૩ સુધી વ્યવસ્થિત ચાલ્યા બાદ કોઈ કારણસર સ્થગિત • થયેલ ને હવે પુનઃ શરૂ થવાના સમાચાર છે. આગળ નોંધ્યું તેમ હાલ પાકિસ્તાનસ્થિત સિન્ધુસંસ્કૃતિના મોહેંજો-દડો નગર કરતાં પણ આ નગર વિશાળ અને વ્યવસ્થિત હોવાનું તદ્વિદોનું અનુમાન છે, કેમકે મોહેં-જોદડો લગભગ ૮૦ (એંશી) હેકટરના ક્ષેત્રમાં ફેલાયલ છે હતું, જ્યારે ધોળાવીર ૧૦૦ (સો) હેકટરમાં ફેલાયલ છે. અહીંથી કેટલીક એવી વિશિષ્ટ બાબતો પ્રાપ્ત થઈ છે, જે મોહેં-જો-દડોમાંથી ય મળેલ નથી એ આગળ વિગતે જોઈશું.
ધોળાવીરા' નામ કૈંક અજબ લાગે છે ! તેનો શાબ્દિક અર્થ આ પ્રમાણે થાય છેઃ
=
ધોળા ધવલ, સફેદ વીરા = કૂવો
લગભગ ૧૦૦ હેકટરમાં ફેલાયલ-પથરાયેલ આ નગરના ૧૯૯૦-’૯૩ના વ્યાપક ઉત્ખનન દ્વારા જે તથ્યો બહાર આવ્યાં છે તેના આધારે આગળ વધતાં પહેલાં એક મહત્ત્વની બાબત નોંધવી રહી : આ ઉત્ખનનના પ્રમુખ નિર્દેશક શ્રી રવીન્દ્રસિંહ બિસ્તે જુલાઈ-૧૯૯૦ માં પૅરિસમાં યોજાયેલ એક આંતરરાષ્ટ્રિય સંમેલનમાં ધોળાવીરાના ઉત્ખનન અંગેનો પ્રિ-સર્વે એક સંશોધનપત્ર વાંચેલ એમાં તેમણે અહીં છુપાયેલ - દટાયેલ (ત્યારે હજુ ઉત્ખનન શરૂ થયું નહતું) નગરની એક પરિકલ્પના પ્રસ્તુત કરેલ. ત્યાર બાદ ઉત્ખનનમાં નગરનું આયોજન લગભગ હૂબહૂ મળ્યુ !
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૪
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરરચના અને સંરચના :
લગભગ ૧૨ (બાર) મીટર ઊંચી દીવાલોવાળી કિલ્લેબંધી ધરાવતા આ નગરની રચના સિવું – સંસ્કૃતિનાં અન્ય નગરોની જેવી જ છે, અર્થાત્ ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે :
૧. રાજદરબાર કે પ્રમુખ શાસનાધિકારીનું રહેઠાણ (સિટેડલ) ૨. અન્ય અધિકારીઓના આવાસ (અપર ટાઉન) ૩. સામાન્ય નગરજનોના આવાસ (લોઅર ટાઉન)
કિલ્લા-મહેલ તેમજ નગરની મુખ્ય દીવાલોને અનેક વાર કરાયેલ બીટુમન (સફેદ ગુલાબી ચળકતા ચૂના)નો રંગ આજે પણ ચમકે છે !
નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષાવ્યવસ્થા છે. બહારની કિલ્લેબંધી ત્રણ દીવાલોની બનાવેલ છે. આ દીવાલો માટી, પથ્થર ને ઇંટોમાંથી બનાવેલ છે. ૯૦ના ખૂણે તે વળે છે. અંદરની કે બહારની દીવાલ
જ્યાં પણ વળે છે ત્યાં દીવાલોની નીચે ડમરુ જેવા આધારસ્તંભો રખાયેલ છે. આ એક મહત્ત્વની ઉપલબ્ધિ છે. પહેલાં એ ખંડિત મળેલા ત્યારે એવું અનુમાન કરવામાં આવેલ છે કે તે ખેતી ઉપયોગી કોઈ ઉપકરણ ચક્કીના ટુકડા હશે, પણ મૂળ સ્થિતિમાં ને અખંડિત અવસ્થામાં મળી આવતાં તે શું છે તેનો હવે સ્પષ્ટ ખ્યાલ મળે છે. રાજમહેલ :
લગભગ ૭૭૦ મીટર પૂર્વ-પશ્ચિચ અને ૬૧૬ મીટર ઉત્તર-દક્ષિણ લંબાઈ-પહોળાઈ ધરાવતો આ રાજમહેલ (સિટેડલ) કિલ્લાના મધ્યભાગમાં ઊંચાણવાળી જગ્યાએ આવેલ છે. આ નગરના શાસક કે પ્રમુખ સ્થાનિક શાસનાધિકારીનું રહેઠાણ મનાય છે. તે ખૂબ જ મજબૂત કિલ્લાથી સુરક્ષિત છે. તેને ચાર પ્રમુખ દરવાજા છે. પથ્થરના સ્તંભોમાં ઉત્તમ કોતરણી છે, જે અન્યત્ર જોવા મળતી નથી. આ મહેલની સંરચના કૈંક અંશે યુરોપીય મહેલો જેવી હોવાનું શ્રી બિસ્ત માને છે. અહીંની પ્રત્યેક દીવાલનું નિજી દ્વાર છે કે જે કેન્દ્રમાં જોઈ શકાય છે. મહેલમાં પાણીનું ટાંકું અને તેમાં પાસેના વહેળામાં પાણી લઈ આવવા માટેનું ભૂગર્ભ નાળું પણ છે, એટલું જ નહિ, આ નાળામાં વહેળામાંથી આવતા પાણીનો કચરો અને રેતી નીચે-તળિયે બેસી જઈ હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણપદ્ધતિ(આજના ફિલ્ટર પ્લાન જેવી)ની પણ વ્યવસ્થા છે. અહીં એક સ્વિમિંગ હોજ અને બાજુમાં એક વિશાળ (રમતગમત માટેનું?)મેદાન પણ છે. આ મહેલમાં રાજય કે નગરનો શાસક કે પ્રમુખ શાસનાધિકારી પરિવાર સાથે રહેતો હોય એ પ્રકારની તમામ વ્યવસ્થા જોઈ શકાય છે. મહેલની દક્ષિણે કિલ્લેબંધીવાળા ઓરડાંઓની ચાર પંક્તિ જોવા મળે છે. સંભવતઃ તેમાં મહેલના સેવકો રહેતા હશે. ઉપલું નગર :
| મુખ્ય મહેલથી થોડે દૂર મધ્ય નગર કે ઉપલું નગર (અપર ટાઉન) આવેલું છે, જેમાં નગરના ધનિકોવેપારીઓ અને અન્ય અધિકારીઓ રહેતા હશે. આમાં બેથી પાંચ ઓરડાવાળાં પથ્થરનાં નાનાં મકાનો છે, આ મધ્યનગરને પણ મજબૂત રક્ષણાત્મક દીવાલ છે અને ચોતરફ ખુલ્લી જગ્યા છે. આની ઉત્તર બાજુની રક્ષણાત્મક દીવાલ મુખ્ય મહેલ સુધી લંબાયેલ છે. આ નગરમાં સુવ્યવસ્થિત ગલીઓની વ્યવસ્થા જોવા મળતી ન હોઈ સંભવતઃ નષ્ટ થઈ ગયેલી હોવી જોઈએ. સુરક્ષાની દષ્ટિએ કિલ્લાની દીવાલમાં થોડે થોડે અંતરે બૂરા બનાવાયેલ છે. લગભગ 300 મીટરના વિસ્તારમાં આ વિભાગ ફેલાયેલ છે. તેના ઉત્તરી તેમ જ પશ્ચિમી ભાગે થોડી ખુલ્લી
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ્યા છે. કિલ્લેબંધીના ઉત્તર-પશ્ચિમ ખૂણે અંદરની બાજુમાં ઉત્તરની દીવાલ સાથે સંલગ્ન એક જીર્ણ-શીર્ણ સ્થાન મળેલ છે. વચ્ચેની ખુલ્લી જગ્યામાં પણ દ્વારથી સંલગ્ન આવી જ એક ઇમારત મળી છે, જેમાં રક્ષક - કક્ષ (ઓરડી), સીડી, આગળની જગ્યાએ જતી ગલી અને કૂવો પણ છે.
નીચલું નગર :
નગરનો આ ત્રીજો ભાગ તે નીચલું નગ૨ (લોઅર ટાઉન). અહીં નગરનો કારીગર કે શ્રમિક વર્ગ વસતો હશે. આ વિભાગનાં મકાનોની ઇંટો હાથ-બનાવટની અણઘડ ને સફાઈવિહીન છે. અહીંથી માટીનાં જે વાસણો મળ્યાં છે તે લાલ કે ગુલાબી રંગનાં અને મોટા ભાગનાં હાથબનાવટનાં છે. પહેલાં તેને હાથથી ઘડી-પકવી પછી ચિત્રિત કરેલ છે. અહીં ધરેણાં બનાવવાની દુકાનોની હાર મળી હોઈ આ કારીગરોનું વસતિ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે.
આ રીતે ત્રણે પ્રકારની વસાહત તેના રહેનારના મોભા પ્રમાણે બનેલ છે, જે મોહેં-જો-દડો કરતાં પણ વિશાળ અને વ્યવસ્થિત છે. કાટખૂણે ચોરસ-લંબચોરસં આકાર ધરાવતી આ વસાહતોના બે ખૂણાઓ વચ્ચે ક્યાંય છ અંશથી વધુ તફાવત જોવા મળતો નથી જે તત્કાલીન ઇજનેરી કલાનું અદ્ભુત કૌશલ ગણાય છે. આ વસાહત-નગરની મહત્ત્વની વિશેષતા એની જળ-સંગ્રહન યોજનાને ગણી શકાય. આના આધારે ત્યારે પણ આજની જેમ (કચ્છમાં) પીવાના - મીઠા પાણીની ખેંચ હોવાનું માની શકાય. કિલ્લાની મધ્યમાં માનવસર્જિત એક જળાશય મળી આવેલ છે. પાણીને જરા પણ વ્યર્થ ન જવા દેવાય એ રીતની એની બનાવટ છે, એટલું જ નહિ, નીકમાં ભરાતામાં કાંપ-કચરાને ગાળવા - નિતારવાની તેમજ વહેણને અવરોધે નહિ તેવી પણ સુન્દર વ્યવસ્થા છે, તો મકાનોની ગલીઓ અને ગટરની રચના પણ એ રીતની છે કે આ બધાંનું વરસાદી પાણી વ્યર્થ ન જતાં વહેતું વહેતું છેવટે જળાશય સુધી પહોંચે. હા, સિન્ધુસંસ્કૃતિનાં અન્ય નગરોની જેમ અહીંથી પણ હજુ સુધી કોઈ મંદિર કે કોઈ ધર્મસ્થાનના અવશેષ - પુરાવા સાંપડ્યા નથી.
ઉત્ખનન દરમ્યાન પ્રાપ્ત પુરાવા :
આ નગર વેપાર-વાણિજ્ય ને હસ્તઉદ્યોગનું એક મોટું કેન્દ્ર હોવાનું જણાય છે. તાંબુ-કાંસુ પથ્થર શંખ અને અકીકમાંથી અહીં વિભિન્ન વસ્તુઓ મળતી ને દરિયાઈ માર્ગે (ખાસ તો તત્કાલીન હડપ્પીય સ્થળોએ) નિકાસ પણ થતી. પથ્થરમાં ભળેલાં તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠી, હથિયાર બનાવવાનાં ઉપકરણો, અનેક પ્રકારનાં માટીનાં લાલ-ગુલાબી રંગનાં પુષ્કળ માત્રામાં વાસણો, શંખ તેમજ અન્ય ધાતુની બંગડીઓ, વિભિન્ન પ્રકારનાં મોતી-મણકા, વીંટીઓ, સોનાનાં આભૂષણો, પકવ માટીના દાંતિયા વ. પુરાવશેષો પણ મળી આવ્યાં છે. છીપની એક એવી ગોળાકાર રિંગ મળી છે, જેના ઉપર-નીચેના ભાગમાં છ-છ એમ કુલ ૧૨ (બાર) ઊભા કાપા છે. દ્વિદો આને ભારતીય પંચાગની બાર રાશિઓનાં પ્રતીક કે એક પ્રકારનો કંપાસ હોવાનું માને છે. આ બધા પુરાવશેષોની પ્રાપ્તિ - ઉપલબ્ધિને આમ લોકોનાં સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણી શકાય. અહીં એક મહત્ત્વની બાબત નોંધવી રહી કે અહીંથી અન્યત્ર હડપ્પીય સંસ્કૃતિવાળાં સ્થળોએથી મળતાં વિભિન્ન પ્રકારનાં પકવ માટીનાં (પશુ-માનવી વ.નાં) રમકડાં-ટેરાકોટા હજુ સુધી મળ્યાં નથી !
આ નગરના ઉત્ખનન દરમ્યાન કેટલીક મહત્ત્વની ઉપલબ્ધિઓ પણ થઈ છે, જે આ પ્રમાણે છે : હડપ્પીય લખાણ-અક્ષર :
રાજમહેલના કિલ્લાના મુખ્ય દરવાજા પાસેથી એક વિશાળ પાટિયું (બોર્ડ) મળી આવેલ છે, જેના ઉપર હડપ્પીય ૧૦ (દશ) : કેટલાક નવ કહે છે : અક્ષરો લૂગદી જેવા પદાર્થ વડે ચિપકાવીને મણકાઓથી લગાવેલ છે. આ અક્ષરોની પાસેથી એવાં નિશાન મળ્યાં છે, જેનાથી લાકડાનાં ટુકડાઓ પર ખોદી તેને પથિક૰ દીપોત્સવાંક-૧૯૯૭ • ૬
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પથ્થર, ખનિજ કે કોઇ પેસ્ટ વડે બનાવેલ હોય તેમ લાગે. દરેક અક્ષર લગભગ ૩૬ X ૨૫ સે.મી.નો છે. સંભવતઃ આ કોઈ સૂક્તિવાક્ય રહ્યું હોય. અલબત્ત, જ્યાંસુધી આને પૂરેપૂરા ઉકેલી વાંચી ન શકાય ત્યાં, સુધી તેના (અર્થ વિશે) કંઈ ચોક્કસ કહી શકાય નહિ. હા, એટલું અવશ્ય કહી શકાય કે વિશ્વમાં સિંધુ - સંસ્કૃતિના કોઈ પણ સ્થળેથી આ પ્રકારના એક પણ અક્ષર મળેલ ન હોઈ આ લખાણને વિશિષ્ટ અને ખૂબ જ મહત્ત્વની ઉપલબ્ધિ ગણી શકાય. આશા રાખીએ કે આને જલ્દીથી (જે નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી !) ઉકેલવામાં આવે. શક્ય છે કે આ પાળિયામાં તત્કાલીન નગરનું નામ અંકિત હોય !
પોલિશ્ડ પિલર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી જ એક બીજી વિશિષ્ટ પ્રાપ્તિ (finds) તે પોલિશ્ડ પિલર. મુખ્ય મહેલના સ્વિમિંગ પુલ પાસેથી એક પોલિશ કરેલ પથ્થરનો સ્તંભ (પિલર) મળેલ છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે આ (પોલીશ કરવાની) કળા ગ્રીક સંસ્કૃતિની દેણ છે અને આપણે તેની પાસેથી તે શીખ્યા પરંતુ અહીંથી પ્રાપ્ત આ પોલિશ કરેલો પથ્થરનો સ્તંભ એ સિદ્ધ કરે છે કે ગ્રીક સંસ્કૃતિ પૂર્વે પણ અહીં લોકો એ કળા જાણતાં હતાં.
અંત કે વિનાશ :
તો, અન્ય એક મહત્ત્વની ઉપલબ્ધિ તે શ્રી બિસ્તે શોધી કાઢેલ હડપ્પીય માનવના પગલાની સંપૂર્ણ નિશાની (ફૂટ - પ્રિન્ટ).
બરસ્તાન :
નગર બહાર કબ્રસ્તાન મળી આવેલ છે. સામાન્ય રીતે સિંધુસંસ્કૃતિમાં ઉત્તર-દક્ષિણ કબરો હતી (કે હોય છે), પરંતુ અહીંથી આ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ અને ઇશાન-નૈઋત્યવાળી કબરો પણ મળી આવેલ છે. સંભવતઃ તે મિશ્ર વસ્તીનું પરિણામ-પ્રતીક હોય. આ કબરોમાંથી અન્યત્ર મળતાં હાડકાં અને અન્ય કંઈ વાસણ બંગડી ઇત્યાદિ વસ્તુઓ મળેલ નથી. કદાચ શબને અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષો (આજની બાબતમાં અસ્થિ કે ફૂલ) દફનાવવામાં આવતાં હોય.
છેલ્લે એક મહત્ત્વનો સવાલ :
-આવી વિશાળ ને સમૃદ્ધ વસાહતનો અંત-વિનાશ કઈ રીતે થયો હશે ?
અહીં લગભગ ૬૦૦ વર્ષ (૨૫૦૦ ઈ.પૂ. - ૧૦૦૦ ઈ.પૂ.) સુધી હડપ્પીય વસવાટ રહ્યાનું અનુમાન છે. આ પછીથી તેનો અંત થવા પામ્યો. સિંધુસંસ્કૃતિનાં તમામ નગરોના અંતનું છેવટનું કારણ જેમ હજુ એક રહસ્ય (મિસ્ટરી) જ રહેલ છે તેમ અહીં પણ ગણી શકાય. આમ છતાં આ સ્થળના પ્રમુખ ઉત્ખનન અધિકારી શ્રી બિસ્તે આ અંગે જે થોડી પણ મહત્ત્વની વાત કરી છે તે નોંધીએ : “ ધોળાવીરામાં દેશની જે સૌથી મોટી વસાહત મળી આવી છે ત્યાં રહેતા લોકો તથા અન્યત્ર જ્યાં જ્યાં હડપ્પીય લોકો વસતા હતા ત્યાં તેમનો વેપારધંધો એ સમયના પશ્ચિમના દશો મેસોપોટેમિયા, ઇરાન, મધ્યએશિયા તેમજ અખાતી પ્રદેશોમાં હતો. ત્યાં કોઈ પ્રચંડ રાજકીય ઊથલ-પાથલ થતાં, તેની સામેના અહીંના વેપાર-ધંધાનાં સંબંધો કપાઈ જતાં, હડપ્પીય લોકોના રાજગાર-ઉદ્યોગ એકાએક પડી ભાંગતાં તેઓ પછીથી ત્યારબાદ ત્યાંથી સ્થળાંતર કરી ગયા હશે અને વસાહતો એમ જ ખાલી પડી રહી હશે.” બીજું કારણ આપતાં તેઓ જણાવે છે કે “કાં તો એ સમયના હવામાનમાં અચાનક ફેરફાર થતાં માનવજાતનો વિનાશ થવા પામ્યો હોય.” ધોળાવીરાના અંત વિશે તેઓ વિશેષમાં જણાવે છે કે “હડપ્પીય યુગ દરમ્યાન એક તબક્કે ધરતીકંપ અગર તો એવી જ બીજી કોઈ કુદરતી આફતથી આ નગરને ભારે નુકસાન થયું હોવું જોઈએ. આનો પુરાવો નગરની બીજી હરોળમાં ફરીથી ઊભી કરાયેલી મજબૂત દીવાલો
..
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૭
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરથી સાંપડે છે.” (“ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' - ગુજરાતી આવૃત્તિ તા ૧૭-૨-૧૯૯૧.) કોઈ રાજકીય કે પ્રાકૃતિક કારણસર નગરે તેની જાહોજલાલી-સમૃદ્ધિ ગુમાવી દીધી હોય અને એના કારણે ઉચ્ચ વર્ગ ત્યાંથી સ્થળાંતર કરી ગયો હોય, પણ પાછળ નિમ્ન વર્ગ (કારીગર-મજૂર વ.) રહ્યો હોય એ શક્ય છે, કારણ કે નગરના છેવાડે આજની ઝૂંપડપટ્ટી જેવાં મકાનો મળી આવ્યાં છે. સમયાંકન :
ધોળાવીરાનો સમય પ્રાપ્ત પુરાવશેષોની તુલના પ્રમાણે અત્યારે ઈ.પૂ. ૨૫૦૦ થી ઈ.પૂ. ૧૯૦૦ દરમ્યાન નક્કી કરવામાં આવેલ છે. અલબત્ત, અહીંથી આ સમય પૂર્વેની સંસ્કૃતિ કે જે હડપ્પીય નથી તેના પુરાવાઓ પણ મળી આવ્યા છે. તે, ઈ.પૂ. ૨૫૦૦-૧૯૦૦ ઈ.પૂ.ની મેચ્યોર હડપ્પીયન સંસ્કૃતિ પછીની ઈ.પૂ. ૧૫૦૦ દરમ્યાનની લેઇટ હડપ્પીય સંસ્કૃતિના પુરાવાઓ પણ સાંપડ્યા છે. આગળ નોંધ્યું તેમ આ નગરમાં લગભગ ૬૦૦ વર્ષનો હડપ્પીય વસવાટ નિશ્ચિત મનાય છે. સારાંશ :
કચ્છનું આજનું હવામાન - પર્યાવરણ - વાતાવરણ ને ઉત્પનન આ તેમજ કચ્છના અન્યત્ર ટીંબાઓમાંથી પ્રાપ્ત પુરાવશેષોના આધારે જોઈએ તો એ સમયના પર્યાવરણ ઈત્યાદિ વચ્ચે ખાસ કંઈ તફાવત હોય એમ લાગતું નથી. ધોળાવીરામાંથી પ્રાપ્ત જળસંગ્રહના અવશેષોને કચ્છની આજની પાણીની સ્થિતિનો પ્રમુખ ઘોતક પુરાવો ગણી શકાય. તત્કાલીન હડપ્પીય યુગના અન્ય કેટલાક અંશો આજે પણ કચ્છનાં સમાજ - જીવન અને સંસ્કૃતિમાં જળવાઈ રહેલા જોઈ શકાય છે.
ઈ.સ. ૧૯૪૭ પછીના સ્વતંત્ર ભારતનું મોહેં-જો-દડો ગણી શકાય તેવા આ નગરનું વ્યાપક ને વિસ્તૃત ઉત્પનન તેમજ તજ્ઞો દ્વારા તેનો અભ્યાસ થશે (જેને વર્ષો નીકળી જવાની પૂરી સંભાવના છે, ત્યારે જ તેની વિશાળતા ભવ્યતા ને મહત્તાનો સાચો ખ્યાલ આવશે. અત્યારે તો બસ આટલું જ. અસ્તુ. ઠે. આચાર્ય, જામકંડોરણા હાઈસ્કૂલ, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી – ૩૬૦૪૧૦ સંદર્ભ ૧. ઘોષ અમલાનંદ, ભારતીય પુરાતત્ત્વવિદ્યા' (અનુ. ૨. પોશેલ જી. ‘હડપ્પન સિવિલાઈઝેશન' (સં.). ૩. ડૉ. સાંકળિયા એચ. ડી. “અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ'. ૪. ડૉ. સાંકળિયા એચ. ડી. “સિંધુ સંસ્કૃતિ' (પરિચયપુસ્તિકા). ૫. ચીતળવાલા વાય. એમ. “ગુજરાતમાં સિધુઘાટીની સભ્યતા'. ૬. શાસ્ત્રી કે. કા. “અસાંજો કચ્છ'. ૭. “સિન્ધસંસ્કૃતિ' “પથિકનો' વિશેષાંક, ડિસે. '૮૧. ૮. “પથિક' દીપોત્સવાંક, ઓકટો.-નવે. '૮૨. ૯. “ગુજરાત' સાપ્તાહિકનો ‘પુરાતત્ત્વસમૃદિ વિશેષાંક' તા. ૫-૮-૯૦. ૧૦. “કચ્છ તારી અસ્મિતા' “કચ્છમિત્ર' વિશેષ પ્રકાશન : ઈ.સ. ૧૯૯૬. ૧૧. ડૉ. વસા પુલિન, “કચ્છની સિન્ધસંસ્કૃતિ' (પરિચયપુસ્તિકા પૃ.૫૬). ૧૨. “કચ્છકે ધોળાવીરામેં મિલે હડપ્પન સભ્યતાકે અવશેષ' શ્રી બિસ્ટ સાથે ભેટવાર્તા - નીલમ કુલશ્રેષ્ઠ “સરિતા'
- જૂન-૧૯૯૧. ૧૩. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' - ગુજરાતી આવૃત્તિ, તા. ૧૭-૨-૧૯૯૧.
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૮)
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છમાં બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો
ડૉ. કાન્તિલાલ છગનલાલ પરમારે
એક સમયે બૌદ્ધ પંથ સારાય હિંદમાં પ્રવર્તમાન હતો. કચ્છ પ્રદેશમાં તે વિશિષ્ટ રીતે જીવંત હતો. કચ્છમાં હજુ પણ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. ક્ષત્રપ રાજા રુદ્રદામાના વર્ષ બાવનના નિર્દેશવાળા ચાર શિલાલેળો કચ્છ પચ્છમના આંધૌ ગામેથી મળી આવ્યા હતા. અત્યારે તે ભૂજના મ્યુઝિમમાં સંગ્રહાયેલા છે તે ઈ.સ. ૧૩૦ની આસપાસના છે. આંધૌના આ ચારેય શિલાલેખો લષ્ટિ એટલે કે સમગ્ર સ્તંભ (પાળિયા) તરીકે ઊભા કરવામાં આવેલા. તેમની બે ષ્ટિ ખાસ આપણું ધ્યાન દોરે છે. એક ષ્ટિ સીહર્મિત (સિંહમિત્ર)ની પુત્ર શ્રામણેરી યશદતા(યશોદત્તા)ના સ્મરણ અર્થે ઊભી કરવામાં આવી છે. બીજી લષ્ટિ એક બૌદ્ધ ભિક્ષુ શ્રામણેર પ્રેષ્ટદત્તના પૂર્વભવના પુત્ર ઋષભદેવના સ્મરણ અર્થે ઊભી કરવામાં આવી છે. આ બંને લષ્ટિઓમાં શ્રામણેરી અને શ્રામણેર ઉલ્લેખ બૌદ્ધ હોવાનું જણાય છે.
યુઅનશ્વાંગ ૨૦મી જૂન ૬૪૧ ને દિવસે લગભગ કચ્છ તરફ આવ્યાનું નોંધાયું છે. એણે કચ્છના રણ પ્રદેશ સહિતના પ૦૦૦ લી (લગભગ ૧૩૪૦ કિલો મીટર) વિસ્તારનો વિસ્તૃત ઉલ્લેખ કરેલો છે. તે આ પ્રદેશ સિંધને તાબે હોવાનું અને એમાં ૮૦ ઉપરાંત સંઘારામ આવેલા હોવાનું અને તેમાં પ૦૦ થીય વધારે ભિક્ષુઓ રહેતા હોવાનું તેમજ તેઓ હિનયાનના સમ્મિતિય નિકાયને અનુસરતા હોવાનું કહે છે. વધુમાં તે કહે છે, ભગવાન બુદ્ધે અહીં ઉપદેશ આપ્યો હોવાની કહેવાતી જગ્યાઓએ અશોકે ૬ સ્તૂપ બંધાવેલા, કનિંકેહામ જેને કોટિશ્વર ગણાવે છે તે આ પ્રદેશ ! ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી કનિંઘહામના આ સૂચનને સંભવિત ગણે છે.' ડૉ. રાધાકુમુદ મુખરજી તેને હાલનું કરાંચી (પાકિસ્તાન) ગણાવે છે.પ
કચ્છના છેક પશ્ચિમ કાંઠે - પાકિસ્તાનની તદ્દન નજીક અને કરાંચીની બરોબર સામે ‘કોરી નાળ’ના નાકા ઉપર આવેલું હિંદનું એવુ એકમાત્ર બંદર કોટેશ્વર વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવે છે એ ઘણાના ખ્યાલ બહાર હશે. આજે આવું મહત્ત્વનું સ્થાન ધરાવતું એ સ્થાન લોકોમાં એક પુરાણોક્ત ધામ ગણાય છે. યુઅન- શ્વાંગ તેની પ્રવાસનોંધમાં ‘કોરી નાળને કાંઠે’ આવેલા કોટેશ્વર બંદરનો ઉલ્લેખ કરે છે. તે ‘સિંધુના મુખ પાસે મહાર્ણવને કંઠે, આશરે ૮ કિ.મી.ના ઘેરાવામાં આવેલું ‘કહી આ બંદરનું કાઇત્-શ-કૂયલ' એવું ચીનીમાં અપ્રભંશ પામેલું નામ આપે છે અને તેમાં ૫૦૦૦ બૌદ્ધ બિક્ષુઓના ૮૦ વિહાર હોવાનું કહે છે.
રામસિંહજી રાઠોડે તેમના ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ ગ્રંથમાં સમુદ્ર વચ્ચે નીલકંઠ મહોદવનું મંદિર તેની પડથારની ભીંતનો નવો ચણેલો ભાગ પડી જતાં દેખાયેલો ચૌત્યાકાર ગોખ પંડધારની એક પડખેની ભીંતમાં મકરમુખના સુશોભન નીચે ચૈત્યાકાર ગોખમાં મુખાકૃતિવાળું શિવલિંગ (ચૈત્ય) એવા અતિ પ્રાચીન અવશેષો હોવા સંભવે છે એમ કહ્યું છે.
ઈ.સ. ૧૯૧૪માં ભૂજમાં મ્યુઝિયમમાં બુદ્ધની એક ધાતુમૂર્તિ હોવાનો ઉલ્લેખ પણ મળે છે. (જુઓ આ અંકના મુખ પૃષ્ઠ પરની તસવીર)
શૈલ ઉત્કીર્ણ ગુફાઓ
કચ્છમાં પ્રાગ-મૈત્રકાલીન સ્થાપત્યકીય સ્મારક અવશેષ હયાત રહ્યા નથી એમ પહેલાં મનાતું હતું. પરંતુ ઈ.સ. ૧૯૬૯માં અધ્યા.(ડૉ.) કેશવરામ કા. શાસ્રીએ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે
પથિક દ્વીપોત્સવાંક-૧૯૯૭ ૦ ૯
•
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાના મંદિરોથી પશ્ચિમ બાજુના પહાડમાં ઇસુની પ્રાયઃ ત્રીજી શતાબ્દીના સમયની શૈષ-ઉત્કીર્ણ ગુફાઓ શોધી કાઢતાં એ માન્યતા ખોટી કરી. આ ગુફાઓના ૨.૫ મીટર ઘેરાવામાં બબ્બે ખંડ, તેના સ્તંભ અને ઓસરી ઉલ્લેખનીય છે. બહારવટિયા ખાપરા-કોડિયાની નામ સાથે સંકળાયેલી આ ગુફાઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ તો હશે જ તેવું અનુમાન તેઓ કરે છે. તેનું વર્ણન કરતાં તેઓ કહે છે કે એમાંથી પૂર્વ બાજુની ઓસરી ઘાટની ગુફાનો એ પશ્ચિમ બાજુની ગુફા આગળનો ઓસરી જેવો ભાગ સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલાં છે, તેના અવશિષ્ટ ભાગોમાં અંદાજે ૨.૪ x ૨.૪ મીટર માપનો ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપરનું હવે અસ્પષ્ટ ભાતવાળું કોતરકામ, અંદાજે ૩ X ૨.૪ મીટર માપવાળાં બીજો ખંડ, ૫ X ૨.૫ મીટરની પડસાળ, એમાં આવેલા અંદાજે ૬૦ સે.મી. ઘેરાવાવાળા બે સ્તંભ આદિ ઉલ્લેખનીય છે. કચ્છમાં બૌદ્ધો પથરાયેલા હતા તે કાળમાં કોતરાયેલી મનાતી આ ગુફાઓનાં ઉપર્યુક્ત બંને સ્તંભો અને શિરોભાગની હાંસ બૌદ્ધ સ્તંભોના ધાટની હોવાથી એ બૌદ્ધ ગુફાઓ હોવાનું તેઓ માને છે. આ બૌદ્ધ હોય તો ગુફા વિહાર જ હશે. સિયોત (કટેશ્વર)
અત્રે જે અવશેષોની વાત કરી છે તે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ નજીક આવેલ કટેક્ષ નજીકની ગુફાઓમાંથી મળી આવ્યા છે. કટેશ્વર મધ્યકાલીન વાધમ ચાવડાઓની કચ્છની રાજધાની પાટગઢના વિસ્તારમાં સમાવિષ્ટ હતું. કચ્છશ્વર પરથી કટેશ્વર કહેવાતું હોય તે અહીં સંભવિત છે. સિયોતની આ બૌદ્ધ ગુફાઓ અત્યંત મનોરમ્ય સ્થળ દરિયાની સમીપે જૂના પાટગઢના પ્રાચીન અવશેષોની નજીક જ છે તેમજ પ્રાચીન શૈલ-મંદિર કટેશ્વરથી કચ્છમાં પ્રવેશતા પ્રાચીન માર્ગ પર આવેલી છે. લખપત તાલુકાના ગુજરાત રાજય રક્ષિત સ્મારકમાં તે આવે છે.
ગુજરાતમાં ખૂબ જ અગત્યના બૌદ્ધ અવશેષો મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગને સાબરકાંઠાના ભિલોડા તાલુકામાં આવેલ પ્રખ્યાત શામળાજી પાસે આવેલ દેવની મોરીના ભોજરાજાના ટીંબાના સને ૧૯૫૯ થી ૧૯૬૩ના ઉખનનમાંથી પ્રાપ્ત થયા છે. આ ઉત્પનન ગુજરાતના પુરાવિદ સ્વ. પ્રો. ડૉ. રમણલાલ ના. મહેતા અને તેમના સાથી પુરાવિદ પ્રા. ડૉ. સૂર્યકાન્ત ન. ચૌધરીએ કરેલું. અહીંથી એક સુંદર મહાતૂપ બુદ્ધના શરીરાવશેષ સાથેના પથ્થરના દાબડાના ઐતિહાસિક પુરાવા સાથે મળ્યો છે. તેમાંથી બુદ્ધની સુંદર મૂર્તિઓ, સુશોભન કમાનો, તકતીઓ વગેરે મળ્યાં. બાજુમાં જ મહાવિહાર અને બીજા નાના વિહારના અવશેષ પણ મળી આવ્યા. ગુજરાતમાંના બૌદ્ધ અવશેષોમાંની આ એક અતિ દુર્લભ પ્રાપ્તિ છે."
એવી જ રીતે સિયોતમાંથી મળેલા બૌદ્ધ અવશેષો પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વના છે. અહીંની એક જ મોટી અને સાત નાની ગુફાઓનું ઉત્પનન ગુજરાત સરકારની પુરાતત્ત્વીય સલાહકાર સમિતિના સભ્ય નિવૃત પ્રો. (ડૉ.) સૂર્યકાન્ત ન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કચ્છ વર્તુળ, ભૂજના તે સમયના અધિક્ષક પુરાતત્ત્વવિદ શ્રી જયપ્રકાશ દ. ત્રિવેદીએ સપ્ટેમ્બર ૧૯૮૮માં શરૂઆત કરીને એપ્રિલ ૧૯૮૯ના પ્રથમ અઠવાડિયામાં પૂરું કર્યું. આ સ્તરબદ્ધ ઉખ્ખનનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બૌદ્ધ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો ગુફાઓ માંહેના ચૈત્યગૃહ, પ્રદક્ષિણાપથ તથા ભંડારકક્ષમાંથી મળી આવ્યા છે. તેમાં સૂર્યના તાપમાં પકવેલ માટીની તકતીઓ (Tablets), માટીની મૂર્તિઓ, સિક્કા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. માટીની તકતીઓ (sealings)
ઉત્નનનને પરિણામે અસંખ્ય કાચી માટીની (Terracota) તકતીઓ આશરે ૧૫ સે.મી. થી ૨૦ સે.મી. કંદની મળી આવી છે. તેના પર બુદ્ધ, સૂપ અને બ્રાહ્મી લિપિના અક્ષરો વગેરેનાં મુદ્રાંકન છે. ભગવાન બુદ્ધની
- પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૦)
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકૃતિ અતિ સુંદર, મનોહર, સપ્રમાણ અને સુસ્પષ્ટ અંકિત છે. તેમાં બુદ્ધ પદ્માસન ઉપર પ્રસન્ન ચિત્તે ભૂમિસ્પર્શ મુદ્રામાં બેઠેલા દેખાય છે. તેમની ડાબી અને જમણી બાજુમાં સ્તૂપો, તેના પર છત્રયષ્ટિ અને તે ઉપર ઊડતી ધ્વજાપતાકા સ્પષ્ટ દેખાય છે. ઉપરના શિરોભાગે અલગ પ્રકારના સ્તૂપની પ્રતિકૃતિ જણાય છે. તેની બંને તરફથી પીપળાના પાનની ડાળીઓ વેલની જેમ કલાત્મક રીતે છેક નીચેની તરફ લંબાય છે, બંને બાજુના સ્તૂપો અને શિરોભાગના સ્તૂપની આકૃતિઓનો તફાવત નોંધપાત્ર છે.
બુદ્ધને માથે વાંકડિયા વાળ અને તે પર ઉષ્ણીષનો આકાર છે. નેત્ર અર્ધબીડેલાં છે. ચહેરા પર સૌમ્ય કરુણાર્દ્ર સ્મિત વિલસી રહ્યું છે. સંઘાટી ડાબે ખભે ઓઢેલી અને જમણો ખભો ઉઘાડો છે. ઉઘાડા છાતીના ભાગે ડીટડી સ્પષ્ટ દેખાય છે. અંતરવસ્ત્રના કટિબંધને કારણે તે ભાગ સુંદર રીતે ઊપસી આવ્યો છે. વસથી અર્ધ ઢંકાયેલા પગ પરની વલ્લીઓ સ્પષ્ટ જણાય છે. પગની પાનીઓ ઉઘાડી છે. બુદ્ધ સ્વસ્થ ટટાર બેઠા છે. જમણો હાથ લંબાઈને ઢીંચણ સહારે રહીને તેનાં આંગળા ભૂમિને સ્પર્શે છે. ડાબો હાથ પલાંઠીના ખોળામાં ચત્તો હથેળી સાથે રાખ્યો છે, તેનો અંગૂઠો-આંગળાં સ્પષ્ટ દેખાય છે. પદ્માસનની પીઠિકાની ઉ૫૨ ખીલેલી કમળ પાંદડીઓ બબ્બેની ઉપર નીચે સપ્રમાણ ગોઠવાઈને અંકિત છે, જેથી ચોરસ રચાઈને સુંદર આકૃતિ સર્જે છે. બુદ્ધ સહિતની આ અતિ સુંદરતમ દૃશ્ય રચનાને તેવા જ સુંદરતમ કલાત્મક ગોખમાં સ્થાપિત કરીને મઢી લીધી છે ! પદ્માસનની પીઠિકા નીચેના ભાગમાં વચ્ચોવચ્ચ કંઈક સ્તૂપ આકારનું છે અને તેની આસપાસ લખાણવાળી ત્રણથી- ચાર લીટીઓ હોય તેવું વર્તાય છે. આખીય તકતી પીપળાના પાનના આકારમાં ઢાળેલી છે, જેનો અણિયાળો છેડો ઉપરની તરફ રાખ્યો છે.
આવી માટીની કાચી તકતી(મુદ્રા)માં સ્પષ્ટપણે ઉપર્યુંક્ત વિગતો ઉપસાવવામાં આવી છે કલા અદ્ભુત છે. વળી સદીઓ સુધી (લગભગ ૧૦૦૦ વર્ષ) આ તકતીઓ આ અવસ્થામાં આ જ પર્યત જળવાઈ રહી છે તે બાબત જ આશ્ચર્યજનક છે.
એક તકતીમાં ‘ભાગવત' (ભાગવત) સ્પષ્ટ વાંચી શકાય છે.'ૐ બીજી તકતીમાં વચ્ચોવચ્ચ મોટા સ્તૂપની પ્રતિકૃતિ અને બંને તરફ બીજા નાના સ્તૂપ છે. નીચેના ભાગમાં લખાણની ચાર લીટીઓ છે. તકતીં ખવાઈ ગઈ છે. પુરાતત્ત્વ ખાતાના વંચાણ મુજબ આ બૌદ્ધોની લોકપ્રિય ‘પ્રતિતી સમુત્પાદ'ની વિખ્યાત ગાથા છે, જેમાં સારિપુત્તના પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધના શિષ્ય અસજિએ (અશ્વજિતે) તેને તથાગતના મતનો સાર સંક્ષેપમાં જણાવ્યો છે તે છે :
ये धर्मा हेतुप्रभवा हेतु र-तेषां तथागतो ह्यवदत् । तेषां च यो निरोध एवंवादी महाश्रमणः ॥
અર્થાત્ ‘હેતુના પ્રભાવવાળા જે ધર્મો ત્તત્ત્વો) છે તેનો હેતુ તથાગતે કહ્યો છે અને એનો જે નિરોધ છે (તે પણ કહ્યો છે) : મહાશ્રમણનો વાદ આ પ્રમાણે છે.' આ ગાથા અંકિત અનેક તકતીઓ અહીંથી સમય સમયે પ્રવર્તમાન લિપિમાં એટલે કે મૈત્રકકાલથી શરૂ કરીને ગુજરાતના સોલંકી રાજાઓના પ્રારંભકાલ અર્થાત્ : લગભગ પાંચમી શદીથી દસમી સદી સુધીના લિપિમરોડોમાં મળી આવી છે.' બુલર લુણાવાડાની તેની તારીખ ૨૪-૨૧૮૭૨ની નોંધમાં તેને વલભીમાંથી આ ગાથાવાળા નાનાં માટીનાં તાવીજ (A Small circular seal of clay - probably amulets worn by most Buddhists( ૯મી -૧૦ મી સદીના લિપિ મરોના અક્ષરોમાં મળી આવ્યાનું જણાવે છે. આવાં તાવીજ બૌદ્ધો પહેરતા હોવાનું તથા વલભી તથા કન્હેરીમાંથી પણ તે પુષ્કળ પ્રમાણમાં મળી આવતાં હોવાનું તે જણાવે છે." આ ઉપર્યુંક્ત ગાથાની લોકપ્રિયતા અને તે ૧૦મી સદી સુધી પ્રચલિત હોવાની બાબતને સમર્થન આપે છે.
બીજી તકતીઓમાં ભગવાન બુદ્ધને વિવિધ હસ્તમુદ્દાઓ, જેવી કે ધર્મપ્રવર્તન અને અભયમાં પણ દર્શાવ્યા
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૧
•
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એક વિશિષ્ટ મુદ્રામાં તેમને ‘સમભંગ’ સ્થિતિમાં ઉભેલા દર્શાવ્યા છે. ૧૯
દરેક તકતીમાં બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં જ હોઈ અહીં ‘અક્ષોભ્ય' બુદ્ધની પૂજા પ્રચલિત હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.' પરંતુ તે અંગેના પર્યાપ્ત પુરાવા પ્રાપ્ત થયા નથી. ૧૮
સ્થાપત્યકીય અવશેષ
અહીં મળી આવેલી આઠ ગુફાઓ ઉપરાંત એક વિશાળ સભાખંડના અવશેષ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ધાર્મિક વાર્તાલાપ માટે થતો હશે. છેલ્લા તબક્કામાં પુરાવસ્તુવિદોને એક મોટા ભંડાર જેવા બાંધકામના અવશેષ પણ મળી આવ્યા છે. ૧૯
સિક્કા
અહીંથી ગધાઈ ઉપરાંત મૈત્રકકાલ, સોલંકીકાલ અને ૧૬મી સદીના પ્રાચીન સિક્કા પણ મળી આવ્યા છે. આમાં ગધાઈ અને મૈત્રકકાલના સિક્કા મોટા પ્રમાણમાં મળ્યા છે. સિક્કાઓના પ્રાથમિક અભ્યાસમાં ગધૈયા શૈલીનો એક સિક્કો લગભગ ૯મી સદીનો જણાયો છે.૨૦
અન્ય વસ્તુઓ
આ ઉત્ખનનમાં સુરાહી આકારનું એક સુંદર ચિત્રાંકનથી સુશોભિત, સંભવતઃ ચીનથી આયાત કરેલું પાત્ર મળ્યું છે. ઉપરાંત ગળામાં કોતરેલી ઘૂઘરમાળ સહિતનાં પકવેલી માટીમાં નાનાં રમકડાં, ખંડિત દીવો, મુદ્રા જડિત કાંસાની વીટીં પણ મળી આવ્યાં છે.
કરાંચી સાથે સંબંધ
૨૨
કરાંચી યુનિવર્સિટીએ ત્યાંના દરિયાકિનારે કરેલા ઉત્ખનનમાં પણ આવા જ બૌદ્ધ અવશેષો મળી આવ્યાના સમાચાર છે. ડૉ. રાધાકુમુદ મુખરજીએ ભારત વર્ષમાં બૌદ્ધ પથનો વિકાસ હર્ષવર્ધનના સમયમાં કેવો હતો તેનું વાસ્તવિક ચિત્ર દોર્યું છે. તેમાં કરાંચીમાં સમ્મિતિય નિકાયના પ000 ભિક્ષુઓ વસતા હોવાનું કહે છે. કોટેશ્વર અને કરાંચી (પાકિસ્તાન) ભૌગોલિક રીતે દરિયાકિનારે આમને-સામને છે અને વચમાં ફકત દરિયો જ છે. છેલ્લે ઈ.સ. ૧૮૧૯માં જે મોટો ધરતીકંપ આ વિસ્તારમાં થયો તેને લીધે કચ્છના પશ્ચિમ ભાગમાં, લખપત ઉપરના પ્રદેશમાં લગભગ ૧૫૫૫ ચોરસ કિલોમીટર જમીનનો વિસ્તાર ઊંચો-નીચો થઈ ગયો; આ ઊંચાણ ‘અલ્લાહબંધ'ના નામે ઓળખાય છે. અલ્લાહ-બંધની આ રચનાથી સિંધુ નદીના એક મુખનું છેવટનું આવતું પાણી પણ કચ્છ તરફ વહેતું સદાને માટે બંધ પડી ગયું અને લખપત તરફથી એક વખતની ફળદ્રુપ જમીન રણવિસ્તારમાં ઉમેરાઈ ગઈ.૨૩ આ જોતાં એવું બને કે એક કાળે કરાંચી અને સિયોતની આ બૌદ્ધ વસાહતો એક જ હોય અને બૌદ્ધો દરિયા વાટે અવરજવર અને પ્રવાસ કરતા હોય !
પુરાતત્ત્વવિદોનું એવું માનવું છે કે પશ્ચિમના દરિયાકિનારે આવેલ આ સ્થળ સંસ્કૃતિસમૃદ્ધ અને અતિ વસ્તિવાળું હતું અને તેનો વિનાશ વારંવારના ધરતીકંપોને કારણે થયેલા ભૌગોલિક અને કુદરતી એવા અનેકવિધ ફેરફારોને કારણે થયો હોય. તેમના મત પ્રમાણે બૌદ્ધ ધર્મના પ્રસાર માટેનું પશ્ચિમ ભારત વર્ષનું આ અગત્યનું કેન્દ્ર હશે, જ્યાંથી તે દક્ષિણમાં પ્રસર્યો હશે.૨૪ આ બાબતે હજુ આ પ્રદેશમાં બૌદ્ધ સંસ્કૃતિ તેના છેવટના તબક્કામાં ૫૦૦ વર્ષોથીય વધુ સમય સુધી અવિરત ફાલીફૂલી અને સમૃદ્ધ થઈ હશે, ત્યાર બાદ કુદરતી આફતો અને માનવીઓની આક્રમાણકા૨ી હિંસક ગતિવિધિએ તેનો ૧૦મી સદીના અંતે નાશ કર્યો હોય. પ્રસ્તુત અવશેષો એટલું દર્શાવે છે જ કે કચ્છમાં ૧૦મી સદીમાં બૌદ્ધ ધર્મ પ્રવર્તમાન હતો તથા બહારની દુનિયા સાથે તેનો જીવંત સંપર્ક હતો. પ્રાચીન સ્તૂપ - અવશેષોની સંભાવના
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૨
·
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિયોતની ગુફાઓમાંથી મોટા પ્રમાણમાં ભગવાન બુદ્ધ સાથે સ્તૂપ તથા ફકત સ્તૂપ અને તેની નીચે લખાણ અંકિત ઉપસાવેલ શિલ્પ (Scripture in reliet) તકતીઓ પ્રચુર માત્રામાં મળી આવી છે. ૫ બૌદ્ધ તીર્થોમાં તેના સ્થાનિક મુખ્ય સૂપ કે ચૈત્યગૃહ થા મંદિરની આવી પ્રતિકૃતિ દર્શાવતી તકતીઓ દર્શાનાર્થીઓને પ્રસાદરૂપે ભેટ આપવાની પ્રણાલી હતી આથી આવી તકતીઓ બોધિમય અને પરદેશમાં થાઈલેન્ડમાંથી પણ મળી આવી છે. દેવની મોરીના ઉત્નનનનાં મહાતૃપમાંથી આવી તકતી મળી આવી છે, જેના આધારે !ો. (ડૉ.) ૨.ના.મહેતાએ એ સૂપ કેવો હતો તેની વાસ્તવિક કલ્પના કરેલી. ઉપર્યુક્ત હકીકત જોતાં આ સ્થળેથી પણ પ્રાચી સ્તૂપના અવશેષો મળી આવવાની સઘળી સંભાવના છે. આ લેખકે ૧૯૮૯ના વર્ષમાં આ ગુફાઓના સ્થળની રૂબરૂ મુલાકાત પુરાતત્ત્વવિદ શ્રી જયપ્રકાશ ત્રિવેદી સાથે પોતાના શોધનિબંધના કાર્ય સારુ લીધેલી અને તેનું સ્થળનિરીક્ષણ કરેલું. ગુફાઓની નજદીકમાં એક ઢોળાવવાળ ટેકરો છે, જ્યાંથી પ્રચુર માત્રામાં પ્રાચીન ઠીકરાં તેની ઉપલી સપાટી પરથી અનાયાસ મળી આવે છે. આવાં મોટાં ઠીકરો પસંદ કરીને અમદાવાદ લાવી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાવસ્તુવિભાગમાં આપતાં તેનું પૃથક્કરણ કરતાં તે ૭મી સદીની આસપાસના હોવાનું જણાયું છે. પુરાવસ્તુવિભાગના દફતરમાં પણ આની નોંધ લેવામાં આવી છે. આથી આ અવશેષો અને હકીકત લેખકની ઉપર્યુક્ત ધારણાને પુષ્ટિ આપે છે. સિયોત અને તેની આસપાસના વિસ્તારમાં હજુ વધુ સંશોધન અને ઉત્પનન કરવાની જરૂર છે. આવા પ્રયાસો આ સ્થળ અને કચ્છના ઇતિહાસ પર વધુ પ્રકાશ પાડશે તેમાં કોઈ શંકા નથી. મીરપુર ખાસનો સૂપ
સિંધ હૈદ્રાબાદ(પાકિસ્તાન)ની પૂર્વમાં પ૦ કિલોમીટર દૂર થર-પારકર જિલ્લામાં મીરપુર-ખાસ નામનું શહેર છે, તેની પૂર્વમાં એકાદ કિલોમીટર દૂર બૌદ્ધ વસાહતનાં ખંડેર જોવા મળે છે. ત્યાં ઈ.સ. ૧૯૧૦માં ઉત્પનન કરતાં ભવ્ય મુખ્ય સ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે તેમાંથી ધ્યાન-મુદ્રામાં બુદ્ધની માટીની પકવેલી મૂર્તિ પણ મળી છે. મુખ્ય સ્તૂપ લગભગ ઈ.સ. ૪00માં બાંધવામાં આવ્યો છે. આ સ્તૂપ અને તેમાંથી મળેલ બુદ્ધમૂર્તિ તથા અન્ય અવશેષો દેવની મોરીના સૂપના ઉત્પનનમાંથી પ્રાપ્ત થયેલ બુદ્ધની મૂર્તિઓ અને બીજા અવશેષો જેવા જ અને તેના સમકાલીન છે. ૨૮ અરબ આક્રમણ અને સિંધના અરબી કબજા પહેલાં ત્યાં બૌદ્ધ પંથનો વિશેષ પ્રભાવ હતો. સૈધવો ત્યાંથી જ સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં વસ્યા તે હકીકત છે. કચ્છ અને સિંધનો પહેલાંનો ગાઢ સંબંધ જોતાં સિયોતના અને સિંધના બૌદ્ધો નજીકનો સંબંધ ધરાવતા હોવા જોઈએ. આ અંગે પણ વિશેષ સંશોધન કરવાથી કચ્છના તે પાસા પર પણ પ્રકાશ પડશે. પાદનોંધ ૧-૨. રામસિંહજી રાઠોડ, કચ્છનું સંસ્કૃતિદર્શન, અમદાવાદ, ૧૯૯૦ પૃષ્ઠ ૨૬૮, ૨૬, ર૩૧. ૩. (૧) સેમ્યુઅલ બીલ, સિ-યુ-કિ, બુદ્ધિસ્ટ રેકર્ડ્ઝ ઑવ ધ વેસ્ટર્ન, વર્લ્ડ. દિલ્હી, ૧૯૬૯, વૉ. ૨, પૃષ્ઠ ૨૭૬.
(૨) થોમસ વૉટર્સ, ઓન યુઆન સ્વાંઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, દિલ્હી, ૧૯૭૩, વૉ.૩, પૃ. ૨૫૬,
૨પ૭. ૪. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીનો લેખ “પથિક' અમદાવાદ, જૂલાઈ-ઑગસ્ટ, ૧૯૭૪, પૃષ્ઠ ૧૯૧. ૫. કનઈલાલ હાલરા, બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા એઝ ડિસ્કાઇબ બાય ધ ચાઈનીઝ પિલિમ્સિ , એ.ડી. ૩૯૯- ૬૮૯, નવી દિલ્હી ૧૯૮૩, પૃષ્ઠ ૧૦૦-૧૦૧ ૬-૭-૮, રામસિંહજી રાઠોડ, એજન, અનુક્રમે પૃષ્ઠ ૫૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪ અને ૩૨. ૯. કે.કા.શાસ્ત્રી, કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું પથિક, વર્ષ ૬, અંક ૧૦-૧૨, પૃષ્ઠ ૩૧-૩ર. ૧૦. મુકુન્દ રાવળ અને માણેક વર્મા, “કચ્છમાં મળેલા બૌદ્ધ પંથના અવશેષો', “સાધના' (સાપ્તાહિક) અમદાવાદ
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૩]
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપાવલી અંક, ૧૯૮૮, પૃષ્ઠ ૧૧૭.
૧૧. આર. એન. મહેતા ઍન્ડ એસ. એન. ચૌધરી, એસ્કેવેશન એટ દેવની મોરી, બરોડા, ૧૯૬૬.
૧૨. ‘કચ્છમિત્ર’ સમાચાર પત્ર તારીખ ૩૧-૩-૧૯૮૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. મુકુન્દ રાવળ, એજન, પૃષ્ઠ ૧૧૭
૧૪. કચ્છમિત્ર એજન
૧૫. ધ ઇન્ડિયન એન્ટિકવરી, ૧૮૭૨ વૉ.૧, દિલ્હી, ૧૯૭૧, પૃષ્ઠ ૧૩૦
૧૯. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એજન.
૨૦-૨૧. કચ્છમિત્ર, એજન.
૧૬. કચ્છમિત્ર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તા. ૯-૪-૧૯૮૯, ‘બુદ્ધિસ્ટ ટેલિક્સ અનઅર્ધ’
૧૭. મુકુન્દ રાવળ, એજન, પૃષ્ઠ ૧૧૭
૧૮. બી. ભટ્ટાચાર્ય, ધ ઇન્ડિયન બુદ્ધિસ્ટ ઇકોનોગ્રાફી, કલકત્તા, ૧૯૨૪, પૃ. ૩૨
૨૨. કનઈલાલ હાઝરા, એજન, પૃષ્ઠ ૧૦૦-૧૦૧.
૨૩. રામસિંહજી રાઠોડ, એજન, પૃષ્ઠ ૩.
૨૪. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, એજન
૨૫. કચ્છમિત્ર, ‘સંદેશ’ સમાચાર પત્ર તા ૭-૬-૧૯૯૦ ‘ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મ હતો' :કચ્છમાં બૌદ્ધ ગુફા મળી.: ‘કચ્છમિત્ર’ પ્રથમ ૫૫૦ અને પછી ૨૦૦ એમ ૭૫૦ બૌદ્ધ મુદ્રાંકનો મળ્યાનું નોંધે છે. ‘સંદેશ’ ૨૦૦૦ મુદ્રાની છાપ મળી હોવાનું નોંધે છે.
૨૬. આર. એન. મહેતા, એસ. એન. ચૌધરી, એજન પૃષ્ઠ ૬૦-૬૧, પ્લેટ ૧૮-બી.
૨૭. દેબલ મિત્ર, બુદ્ધિસ્ટ મોન્યુમેન્ટ્સ, કલકત્તા, ૧૯૮૦, પૃષ્ઠ ૧૩૨-૧૩૩.
૨૮. સદાશિવ ગોરક્ષકર, આર્ટિકલ : “ સ્કલ્પચરલ એક્રેટિવિટી ઑવ ધ ગુપ્ત પિરિયડ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા : મીરપુરખાસ, દેવની મોરી, કન્હેરી.” “ધ ગોલ્ડન એજ : ગુપ્ત આર્ટ-એમ્પાયર, પ્રોવિન્સ એન્ડ ઇન્ફલ્યુઅન્સ” માર્ગ પબ્લિકેશન્સ, બૉમ્બે, ૧૯૯૧, પૃષ્ઠ ૮૧૮૪.
ઠે. ૩૫, શ્રી જગજીવનસોસાયટી, શારદાબેન હોસ્પીટલ પાછળ સરસપુર, અમદાવાદ-૩૮૦ ૦૧૮.
પથિક - દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૪
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છમાં સિંધુ સંસ્કૃતિનું નગર
શ્રી જયંતીગિરિ પી. ગોસ્વામી
ધોળાવીરા :
માનવીની પ્રગતિનો ઇતિહાસ એટલે સિંધુ નદીના તટપરનો પ્રદેશ અને એ પ્રદેશમાં કચ્છનો ઉત્તરનો ભાગ પણ આવી જાય છે. એ ભાગમાં ધોળાવીરા એ ભારતનું અત્યાર સુધીનું અતિ પ્રાચીન નગર છે. ઈતિહાસકારોનાં અનુમાન પ્રમાણે લગભગ સાડા ચારથી પાંચ હજાર વર્ષનો ગાળો આ નગરની પ્રાચીનતાનો પુરાવો આપે છે. આ નગર બે ટીંબાનું ખોદકામ કરતાં દેખાયેલ છે. એક વાલમિયા ટીંબા અને બીજા કુતાસીનું ખોદકામ કરતા અતિપ્રાચીન અને તમામ સગવડો સાથેનું નગર આજનાં શહેરોથી પણ સુંદર અને સ્વચ્છ હતું એ સાબિત થાય છે ને આજની આપણી પર્યાવરણ બાબતની બેકાળજી પણ બતાવે છે.
કચ્છમાંથી ઓછામાં ઓછાં પપ થી ૬૦ જગ્યાએથી સિંધુસંસ્કૃતિનાં પ્રમાણો મળ્યાં છે, પરંતુ એ બધાંમાં અતિ પ્રાચીન અને વ્યવસ્થિત સમગ્ર નગરરચના તો માત્ર એક જ ધોળાવીરાને જ લેખાવી શકાય. અન્ય જગ્યાએથી તો અશ્મીભૂત અવશેષો, મણકા કે માતૃકાઓ જ માત્ર મળ્યાં છે. પ્રથમ ઉત્પનન :
આજથી ૨૫ વર્ષ પૂર્વે જયારે પાકિસ્તાન ભારતની હિન્દુ સંસ્કૃિતિનો નાશ કરવા માટે ઈ.સ. ૧૯૭૧માં ભારત સામે યુદ્ધ જાહેર કરીને બોમ્બવર્ષા કરતું હતું અને ભારત તેમજ ભારત (ખાસ કરીને કચ્છ)ની ધરતીનો નાશ કરવાની કોશિશ કરતું હતું ત્યારે હિન્દુ સંસ્કૃતિનાં મૂળ તો ભારત(કચ્છ) ની ધરતીમાંથી બહાર આવવા લાગ્યાં કે જે હજારો વર્ષથી ધરતીમાં સમાયેલાં હતાં. એ એટલાં ઊંડાં નીકળ્યાં કે સમગ્ર દુનિયાને ખબર પડી કે હિન્દુ સિંધુ) સંસ્કૃતિ કે દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ છે.
ખડીર એ કચ્છનો એક એવો ભાગ છે. કે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે, એટલે એની ચારે તરફ રણ છે અને તે રણમાં આવેલો એક ટાપુ છે. આ ભાગની અંદર આવેલું એક ગામ ધોળાવીરા છે. આ ભાગ કચ્છનાં અન્ય તમામ શહેરો અને ભાગોથી ઘણો જ દૂર આવેલો છે તેથી ત્યાંના લોકોને રોજી રોટી માટે સામાન્ય ખેતી છે અને અન્ય કોઈ સાધન નથી, તેથી સરકાર તરફથી લોકોને રોજી રોટી મળી રહે માટે દુષ્કાળમાં રાહતકામ ચલાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૭૦૭૧ માં જ્યારે ધોળાવીરાનાં તળાવ પર રાહતકામ ચાલું હતું ત્યારે ત્યાં કામ પર દેખરેખ રાખનાર શ્રી શંભુદાનભાઈ ગઢવીને માટલાંનાં જૂનાં ચિત્રવાળાં ઠીકરાં મંળ્યાં અને એક હડપ્પીય મુદ્રા મળી આવી, જે તેમને અતિ પ્રાચીન લાગ્યા તેથી તેણે એ જગ્યા પર વધુ ખોદકામ કર્યું, જયાં વધુ પ્રાચીનતા જણાઈ. ત્યાર બાદ એમણે ભૂજના પુરાતત્ત્વવેત્તાઓને જણ કરી. એ જગ્યાનું ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૨ સુધી પ્રથમ વખત ખોદકામ દિલ્હીની પુરાતત્ત્વ કચેરી (કેન્દ્ર સરકાર) તરફથી થયું, જેમાં શ્રી જગપતિ જોશીએ પ્રારંભિક ઉત્પન્ન કર્યું, પરંતુ ખરા અર્થમાં તો મુખ્ય કાર્ય ઈ.સ. ૧૯૯૦ થી ૧૯૯૩નાં ગાળામાં થયું. આ કામ શ્રી બિસ્ટ અને તેમના સાથીદારોએ કર્યું. અને તેથી જ ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુ સંસ્કૃતિનું નગર પ્રકાશમાં આવ્યું. હપ્પીય સંસ્કૃતિની આ દેશભરમાં સહુથી મોટી વસાહત છે.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૫):
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્ખનનનો અંદાજે વિસ્તાર :
રેતીનાં પડો નીચે દટાઈ ગયેલું આ નગર લગભગ એકથી દોઢ કિલોમીટરમાં પથરાયેલું છે. ૭૭૦ મીટર પૂર્વ-પશ્ચિમ અને ૬૧૬ મીટર ઉત્તર-દક્ષિણ લંબાઈ-પહોળાઈ ધરાવતા કિલ્લાની વચ્ચે ત્રણ ભાગમાં વસેલું વિશાળ નગર એટલું સુવ્યવસ્થિત છે કે આજના ‘ટાઉન પ્લાનિંગ’ને એક બાજુએ રાખી દે. આ સ્થળ કચ્છના પાટનગર ભૂજથી રા૫૨ ૧૩૫ કિલોમીટર છે અને રાપરથી ધોળાવીરા ૯૫ કિ.મી.થાય છે. પાકી સડક છે. ધોળાવીરાથી ૩ કિ.મી. કાચો રસ્તો છે, જે આ નગરમાં પહોંચાડે છે. હું ઈ.સ.૧૯૯૩નાં ફેબ્રુઆરી મહિનામાં ‘કચ્છ ઇતિહાસ પરિષદ'ના ધોળાવીરા પ્રવાસમાં જોડાયો હતો અને પ્રથમ વખત એ વિશાળ નગરને દૃષ્ટિ સમક્ષ નિહાળ્યું હતું.
સિંધુસંસ્કૃતિનું સવાર ઃ
માનવીની ઉત્ક્રાંતિની વાત કરીએ તો સૌપ્રથમ માનવ પ્રાણીએ આશરે ૩૦ લાખ વર્ષ પહેલાં ચાર પગે ચાલવાનું બંધ કરીને બે પગે ચાલવાનું શરૂ કર્યું એમ માનવશાસ્ત્રીઓનું માનવું છે. કચ્છમાં તો માનવ વસ્તીના પગ તો આજથી દોઢેક લાખ વર્ષ પહેલાં પડ્યા હોય એવું પણ માનવું છે. આના ઉપરથી એમ માની શકાય કે કચ્છ છેલ્લાં દોઢેક લાખ વર્ષ પહેલાં દરિયામાંથી સંપૂર્ણ ટાપુની રીતે બહાર આવ્યું હોય તેથી જ આજે સમગ્ર કચ્છનાં મોટા ભાગનાં સ્થળોમાંથી દરિયાઈ અશ્મીભૂત અવશેષો મળે છે.
માણસ ગુફાઓ છોડીને ધીરે ધીરે ખેતી કરવા લાગ્યો અને તેણે પોતાનાં મકાનો, ઝાડની છાલ કે લાકડાં કે ઘાસની સળીઓમાંથી બનાવવાની શરૂઆત કરી ત્યાર બાદ ખેતીની પેદાશમાં સુધારો થતો ગયો, અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું. પોતાના કુટુંબ અને પોતાના વસાહતીઓની જરૂરિયાત કરતાં વિશેષ અનાજ પાકવા લાગ્યું તેથી અનાજને જરૂરિયાત હોય એવા લોકોને દેવાની શરૂઆત થઈ. આમ ધીરે ધીરે વેપાર શરૂ થયો. વેપારન શરૂ થતાં માનવીની જીવનશૈલીમાં પરિવર્તન આવવા લાગ્યું. જરૂરિયાત પ્રમાણે નવા નવા ધંધાઓ શરૂ થયા. આ બાબતે માનવીના જીવનમાં ક્રાંતિનાં પાયા નાખ્યા અને પોતાની વસાહતથી દૂર સુદૂરના વિસ્તારોમાં જવા માટે જ નહિ દરિયા ઓળંગવા જરૂરી થતાં હોડી તરાપા બનાવવા લાગ્યા. જમીનમાર્ગે જવા માટે અન્ય પ્રાણીઓ ઘોડા, ઊંટ, બળદ વગેરેનો સહારો લઈ સ્થળાંતરની પ્રવૃત્તિ શરૂ કરી, આમ ઉત્ક્રાંતિના મધ્યમાંની અને માનવ સંસ્કાઁતિના ઉષ:કાળે માનવી (અત્યારની ભાષામાં) આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રિય વ્યવહારથી સંપત્ત બનો. હજારો વર્ષ પછી જે સંપૂર્ણ પ્રગતિની શરૂઆત કરી એમાં પાકાં મકાનો, એમાં મનોરંજનની સગવડ, પોતાના વેપારધંધાની સગવડ જેવી અનેક સગવડો સાથેની નગરી એટલે ઘોળાવીરા. આ ખરેખર અતિ પ્રાચીન નગર રચનાનો નમૂનો છે.
સિંધુસંસ્કૃતિનાં પુરાવા :
મોહેં-જો-દડો (પાકિરતાન), હડપ્પા (પંજાબ) ને રાયગઢી (હરિયાણા) તથા ગુજરાતમાં લોથલ ને કચ્છમાં ધોળાવીરા, દેશલપર (ગુંતલી), શિકારપુર, પાબુમઠ, નાની રાયણ, નેત્રા અને નવીનાળ વગેરે સ્થળોએથી સિંધુસંસ્કૃતિના પુરાવાઓ મળ્યા છે. કચ્છમાં લગભગ ૫૫ થી ૬૦ જગ્યાએથી પુરાવા મળ્યા છે, પરંતુ એ બધી ગ્રામવસાહતો છે એવું લાગે છે. માત્ર ધોળાવીરા જ એક નગર કે શહેર હોય એવું વિશાળ સંકુલ છે, જેના રાજા કે નગરના વહીવટદારનો મહેલ અને તેને ફરતે કિલ્લો છે. નાહવાના હોજ, પાણી સંઘરવાનાં ટાંકાંઓ, પાણી લઈ આવવા તેમજ નગરમાં પાણી પહોંચાડવાનાં નાળાં અને નહેરો, દુકાનો, વ્યવસ્થિત મકાનો, રમત-ગમત કે મનોરંજન માટેનાં મેદાનો, માટીના કેક આકારના ટુકડાઓ અને એ બધા
પથિક૰ દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૬
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં તે સમયના માનવીના પગનાં નિશાન, જે આજે પણ છે. સાથે પાંચ-સાત આકારનાં વાસણો, બળેલ. મૃત્તિકા, મણકા વગેરે તમામ પુરાતત્ત્વીય પુરાવાઓ ધોળાવીરામાંથી મળ્યા છે. ધોળાવીરાની નગરરચના:
આ શહેરની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંધી છે. ટીંબા નીચેથી નીકળેલ મહેલ છે, જેને સિંટાવેલ પણ કહેવામાં આવે છે. તેને મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે. બીજો કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ આ શહેરને દુશ્મનોના હુમલાથી રક્ષણની દૃષ્ટિએ સાવચેત કરવામાં આવ્યો હતો. મહેલમાં પાણીનું એક મોટું ટાંકું છે, જેમાંથી વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે. આ ગરનાળાં ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો પ્રવાહ ચાલુ રહે. નાહવા માટેનો એક મોટો હોજ છે. કિલ્લાની મધ્યમાં ઉપરનાં વિસ્તારમાં મહેલની બાજુમાં એક વિશાળ મેદાન છે, જેમાં મનોરંજન રમતગમત કે જાહેર કાર્યક્રમો માટે તેનો ઉપયોગ થતો હશે એવું લાગે છે. મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસી શકે ને કાર્યક્રમો જોઈ શકે એવી બેઠકવ્યવસ્થા છે. મહેલથી થોડે દૂર ઉપલું નગર છે, જેમાં વેપારીઓ અને ધનવાન લોકો વસતા હશે. એ ઉપરાંત બેથી પાંચ ઓરડાવાળાં મોટાં મકાનો પથ્થરોનાં બનાવેલ છે તેમજ ખૂબ જ વ્યવસ્થિત રીતે કાટખૂણે કાપતા રસ્તા છે, જેના પરથી લાગે છે કે એ સમયનાં લોકોને ભૌમિતિક ખ્યાલ પણ હતો. ત્યાં સુંદર ગટરવ્યવસ્થા છે. દરેક ઘરમાંથી નીકળતું ગંદું પાણી ઘરમાંથી બહાર ભોંખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરમાં લઈ જવાતું, આવી સુંદર વ્યવસ્થા સાથે ઘરેણાં, મણકા વગેરે બનાવવાની તેમ તેમાં કાણાં પાડવાની દુકાનોની હાર પણ જોવા મળે છે. આ ઉપરાંત નગરથી દૂર ઓછી પૈસાદાર કે ગરીબ વસ્તી હોવાનું પણ અનુમાન થાય છે, જેને નીચલું નગર કહે છે. અહીં કાચા-પાકાં નાનાં મકાનો દેખાય છે. અહીં પણ ગંદા પાણીની વ્યવસ્થા ઉપલા નગર જેવી જ છે.
' આ ઉપરાંત અહીંથી હથિયારો, મણકા, સોનાનાં આભૂષણો, હડપ્પીય મુદ્રાઓ , વજનિયાંઓ (તોલમાપના), માતૃકા મળેલ છે, પરંતુ આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે કોઈ પણ દેવ કે દેવીનું મંદિર કે એવું પ્રાર્થનાસ્થળ મળેલ નથી તેથી સિંધુ-સંસ્કૃતિનાં લોકો દ્વૈત અથવા શિવ કે પરમ બ્રહ્મનાં ઉપાસકો હોવાનું માની શકાય. છીપની એક ગોળ રિંગ (વર્તુળ) મળી છે, જેના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એમ ઊભા કાપા કરવામાં આવ્યા છે, તેથી વિદ્વાનો અને પંચાગ અથવા હોકાયંત્ર હોવાનું તારણ કાઢે છે. આ ઉપરાંત અહીં સમાધિસ્થાનો (કબરો) ઉત્તર-દક્ષિણ તરફ એ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ અને ઇશાન-નૈત્ય તરફ આવેલી પણ મળી છે, જે અહીંની અલગ અલગ વસ્તીનો સૂચક ખ્યાલ આપે છે, પણ આ સમાધિસ્થાનોમાંથી માનવ-અવશેષો કે હાડકાંને બદલે વાસણો નીકળ્યાં છે, તેથી એમ માની શકાય કે અગ્નિસંસ્કાર બાદ રાખ દાટવાની પ્રથા હશે, પરંતુ મહેલમાં આવેલા પાણીના ટાંકાની ઉપર (જે ઉત્તર તરફનું ટાંકું છે) ખોદકામ દરમ્યાન એક સંપૂર્ણ હાડપિંજર પદ્માસનની સ્થિતિમાં નીકળેલ, જે મેં મારી આંખે જોયેલું છે. આ હાડપિંજર પાસે કમંડલ તેમજ સાધુઓ પાસે હોય એવી ચીજો પડેલ હતી, જે અત્યારે પણ દશનામ ગોસ્વામી સમાજની પુરુષ વ્યક્તિનો સ્વર્ગવાસ થાય ત્યારે એમની સાથે સમાધિમાં રાખવામાં આવે છે. આથી એમ મનાય કે એ સમયમાં પણ ભગવાં ધારણ કરનાર કે સાધુને પદ્માસનમાં બેસાડીને સમાધિ આપવાની પ્રથા હશે. એને બાળવામાં (અગ્નિદાહ) નહિ આવતો હોય અથવા એ હાડપિ૪ર સિંધુ સંસ્કૃતિના અમુક સમય બાદનું પણ હોઈ શકે ! અમુક વિદ્વાનોનું એવું માનવું છે કે આ શહેર નદીકાંઠે વસેલ નથી, પણ સિંધુકાંઠે વસેલ મહાબંદર
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૭).
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, પરંતુ હજુ દરિયાઈ બંદર મોટના પુરાવાઓ નથી મળ્યા, જેવા કે લંગર, મોટી ગોદી વગેરે, પણ એકાદ નાની ગોદી જેવું છે. આ ઉપરાંત એક મોટું પાટિયું સિંધુ લિપિમાં મળ્યુ છે, જેની ભાષા ઉકેલાતી નથી. એ ઉકેલ માગે છે. આ જાતનું પાટિયું માત્ર આ ધોળાવીરાના ઉત્ખનનમાંથી જ મળ્યું છે.
સિંધુકલા :
શિલ્પ-સ્થાપત્યમાં મહેલનાં દરવાજાની સુંદર કમાનો, બંને તરફનાં પથ્થરોની કોતરણી, મહેલના સ્તંભના સુંદર ગોળ ચોરસ વગેરે અલગ અલગ ઘાટના વ્યવસ્થિત ધસેલા પથ્થરો - વચ્ચે કાણાં પાડેલા જે સ્તંભને ઊભા કરતા એક બીજાને કાણાંથી જોડીને મજબૂતી વધારી શકાય. પથ્થરોને માત્ર માટીની ચોડાઈથી જ એક બીજા સાથે જોડીને સમગ્ર નગરની રચના કરવામાં આવી છે. આજની જેમ સિમેન્ટ કે ચૂનાનો જરા પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો છતાં વર્ષોથી ટકેલ છે.
નદીકિનારાનાં તેમજ હિમાલયના દેવદારનાં લાકડાંનો ઉપયોગ મકાનની છત, રાચરચીલું, બારી, દરવાજા તેમજ દાદર, વહાણ વગેરે બનાવવા માટે થતો.
ધાતુમાં તાંબાનો ઉપયોગ પતરાં, હથિયાર, આભૂષણો વગેરે બનાવવા થતો. ચાંદી, સીસું, સોનું બહુ ઓછા પ્રમાણમાં વપરાતાં. સોનું કોલરની ખાણોમાંથી તથા તાંબું પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવતું. અહીં ધાતુઓ ગાળવાની ભઠ્ઠી હતી, જેમાં કલાત્મક તલવાર, તીરની નોક, ભાલા, બરછી વગેરે તેમજ વહાણમાં વપરાતી ધાતુના ઘાટ ઘડાતા.
સોનું, સીસું, પથ્થરો, ચાંદી, મણકા, શંખ વગેરેમાંથી અહીંનાં જ કારખાનાંમાં ઘરેણાં બનાવવામાં આવતાં. એના પુરાવામાં મણકા ઘસવાનાં,બનાવવાનાં ને તેમાં કાણાં પાડવાનાં સાધનો પણ મોટા પ્રમાણમાં મળ્યાં છે. ઘરેણાની નિકાસ પણ કરવામાં આવતી, આ ઉત્ખનન દરમ્યાન આભૂષણોથી લદાયેલી સ્ત્રીઓની મૂર્તિઓ પણ મળી છે. આ ઉપરાંત સુતરાઉ કાપડનું સુંદર બજાર હતું અને અહીંથી તેની નિકાસ થતી, જેને ઇરાકનાં લોકો સિંધુ કાપડ કહતા. ગ્રીક લોકો આ કાપડને સિંધન કહેતા, જેનો ગ્રીક ભાષામાં ઉલ્લેખ છે. આ કાપડ આજની ખાદી જેવું હતું અને તે બનાવવાની સમગ્ર દુનિયામાં સિંધુસંસ્કૃતિના લોકો પાસે આગવી રીત હતી. એકહથ્થુ સત્તા હતી, જેમ કે આઝાદી પહેલાં ભારતીય ઉપખંડ(અત્યારે બાંગલાદેશ)ના ઢાકાની મલમલ આખી દુનિયામાં વખણાતી હતી.
વહાણવટું પણ ખૂબ જ સમૃદ્ધ હતું, જેથી આખી દુનિયા સાથે વેપાર ચાલતો અને ૨૦ થી ૨૫ વહાણ લાંગરી શકે એવી સગવડ હતી. તે સમયે નૌકાશાસ્ત્રમાં કોઈ આધુનિક સાધનો નહોતાં. છતાં અનુભવો અને આકાશ, તારા, ચદ્ર વગેરેની જાણકારીની મદદ પડે સમસ્ત દરિયો ખેડીને, દેશ-દેશાવરની મુસાફરી કરીને વેપાર કરતા, આજના નારાયણસરોવર (કોટેશ્વર) પાસેથી દાખલ થયેલું જહાજ (મોટા રણમાંથી ) ખંભાતના અખાત સુધી આવી શકતું.
કચ્છની માટીનાં માનવી-માટીનાં સુંદર વાસણો ઉપરાંત નાના છોકરાઓ માટેનાં સુદંર રમકડાંઓ, જેવાં કે ગાડાં, ગાડી, બળદ, પક્ષી, હાથી, ઘોડા વગેરે બનાવતાં. આજે પણ કચ્છમાં પ્રજાપતિઓની વિશિષ્ટતાઓ છે ને દુનિયામાં વખણાય છે.
છેલ્લે થયેલ ઉત્ખનન :
જાન્યુઆરી, ૧૯૯૭થી ઉત્ખનનનો નવો તબક્કો શરૂ થયા પછી નવી વસ્તુઓ મળી છે : એક તો જળાશયમાં સાડા છ ફૂટ ખોદકામ થતાં બન્ને તરફ ખડકમાંથી કોતરેલાં પગથિયાં નીકળ્યાં છે. એ ઉપરાંત પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૮
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોળિયાના અવશેષો હાથ લાગ્યા છે, જે નવતર છે, કારણ કે હડપ્પીય યુગનાં ઉત્ખનનમાં આજ દિન સુધી ખા પહેલાં નોળિયાના અવશેષો મળ્યા નથી. સૌથી મહત્ત્વની વસ્તુ કૂવો છે. આ ચાર મીટરના પડથાર (વ્યાસ) સહિતનો કૂવો મળ્યો છે, જે પરથી સાબિત થાય છે કે આજે ગામડાંઓમાં જોવા મળતા કૂવાની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ પહેલાંની છે, ત્યાં મોડેલ સાઇટ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની વિચારણા ચાલે છે. ભૂજમાં ધોળાવીરા સાઇટની તસવીરોનું તા. ૧૧-૪-૯૭ થી પાંચ દિવસનું પ્રદર્શન ઓપન એર થિયેટ૨માં યોજાયેલ.
માનવીનો છેડો :
કુદરતના ખોળે ખેલનાર આ સંસ્કૃતિના માનવીઓ સૂર્ય, પાણી, ચંદ્ર, અગ્નિ, પવન વગેરેની પૂજા મંદિરો બનાવ્યા વગર કરતા, પરંતુ અમુક માતૃકાઓ મળી છે તેથી લાગે છે કે તેઓ માતૃભક્તિસભર પણ હતા. સ્વસ્તિક, મહાદેવ, પશુપતિનાથ, શિવલિંગ, વગેરે પૂજાનાં ચિહ્નો મળ્યાં છે તેથી તેની પૂજા કરતા હશે અને આ પરથી એમ માની શકાય કે તેઓ હિન્દુ (સિન્ધુનો અપભ્રંશ હિન્દુ) હતા.
એ જ રૂઢિમાં એ જ લોકો, સંસ્કારો, લોકમાનસમાં આજે પણ કચ્છનાં બન્ની પ્રદેશના લોકોનો પહેરવેશ, ખાસ તો સ્ત્રીઓનાં ધરેણાં, કપડાં વગેરેમાં, બન્નીનાં ભૂંગા, ધર પરની દીવાલોમાં, એની બાંધણીમાં એ જ સંસ્કૃતિનો સ્વસ્તિક, ગોપૂજન, શિવપૂજા, વૃક્ષપૂજા, માતૃપૂજા વગેરેનો કલાવારસો સચવાયેલો પડ્યો છે, જે આજે પાંચ હજાર કે તેથી વધારે વર્ષો બાદ પણ જીવંત છે. આપણી ફરજ છે કે આપણે એ સંસ્કૃતિને સાચવીએ. દુનિયાના તમામ દેશો પોતાની સાંસ્કૃતિક ધરોહર સાચવી રાખવાની કોશિશ કરે છે અને સાચવે છે.
આપણે ક્યારે આપણી સંસ્કૃતિને સાચવીશું ? ક્યારે ડિસ્કોને છોડીશું ? આપણા દેશની કાષ્ઠની મૂર્તિઓ તેમજ સુંદર નકશી વિદેશીઓને વેચતા ક્યારે અટકીશું ? હજારો વર્ષ જે વસ્તુને-કલાને બનાવતાં વાર લાગી હશે એને મામૂલી કિમતમાં વેચતા રહીશું ? એ મૂર્તિઓ, કપડાં, ઘરેણાં વગેરે આપણે વિદેશીઓને વેચી તેમાંથી તેઓ નકલ કરીને આપણી પાસે ઘરેણાં, કેશગુંફનકલા, વસ્ત્રો વગેરેની ડિઝાઈન બનાવી આપણને લલચાવે ને આપણે વિદેશી કલા અપનાવ્યાનો આનંદ માણીએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે આ તો આપણી જ નકલ છે.
ઠે. ‘મેઘછાયા’ બિલ્ડિંગ, ગોસ્વામી ચોક, ભીડ, ભૂજ-૩૭૦૦૦૧
પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૯
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છના અભિલેખો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં
(ઈ.સ. ૧૩૦૪ સુધી)
| ડૉ. ભારતી શેલત
કચ્છના ઇતિહાસનો પ્રારંભ
ગુજરાતનો સળંગ ઈતિહાસ લગભગ ઈ.સ. પૂર્વે ત્રીજા શતકથી મળે છે, ત્યારથી એક યા બીજી રીતે કચ્છનો તેમાં સમાવેશ થતો આવ્યો છે. મગધના ચંદ્રગુપ્ત મૌર્યની સામ્રાજ્ય સત્તા નીચે સૌરાષ્ટ્ર હતું એટલે તેની ઉપરનો કચ્છનો પ્રદેશ તેમાં આવી જતો. યવન રાજાઓ યુક્રેટિડિઝ, મિનેન્ડર અને એપોલોડૉટસના સિક્કાઓ સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે. સૌરાષ્ટ્ર સાથે કચ્છ તેઓને તાબે હોવાનું મનાય છે.' પશ્ચિમી ક્ષત્રપો અને કચ્છ
ચાટનના વંશના કાર્દમક ક્ષત્રપોની સત્તા હેઠળ તો કચ્છ હતું જ. આ ક્ષત્રપોના શિલાલેખો તેમ જ કચ્છનાં વિવિધ પુરાતન ખંડેરોમાંથી ઉપલબ્ધ ક્ષત્રપ સિક્કાઓ આ અંગેનો ઐતિહાસિક પુરાવો પૂરો પાડે છે. ટૉલેમીની ભૂગોળ (રચના સંભવતઃ ઈ.સ. ૧૪૦) અનુસાર એ સમયે ઉજનની ગાદી પર ચાલ્ટન રાજય કરતો હતો. એના શાસનનો નિર્દેશ કરતા યરિલેખર કચ્છમાંથી મળ્યા હોઈ એનું રાજય પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલું હતું. રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાં નિર્દિષ્ટ એની સત્તા નીચેના પ્રદેશ જે ક્ષહરાત ક્ષત્રપોના તાબે હતા તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ કબજે કરેલા. ક્ષહરાતોએ ગુમાવેલા આ પ્રદેશોમાંથી ઘણા જીતી લઈ કાર્દમક ચાઇને પોતાનું રાજય સ્થાપ્યું. એમાં પહેલેથી કચ્છનો સમાવેશ થતો.
ચાણન અને એના વંશના રાજાઓના મોટા ભાગના અભિલેખો કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઉપલબ્ધ થયા છે, એકલા કચ્છમાંથી જ આ રાજાઓના દશ જેટલા અભિલેખો પ્રાપ્ત થયા છે. એ ઉપરાંત તાજેતરમાં કચ્છમાં ભુજ તાલુકાના કનૈયાબે અને અંજાર તાલુકાનાં કોટડા ચાંદરણી સ્થળોએથી ક્ષત્રપકાલીન બે શિલાલેખ મળ્યા છે, પણ તેના લેખોનો પાઠ કે લખાણનો સાર હજી પ્રકાશમાં આવ્યો નથી
દૌલતપુર(તા. ભુજ)ના ચાન્ટનના શક વર્ષ દ(ઈ.સ. ૮૪-૮૫)ના અભિલેખમાં ચાષ્ટનના રાજયમાં જૈત્રકના પૌત્ર અને વરાહદેવના પુત્ર આભીર (રેગરેશ્વરદેવે) વસુ ગોત્રના વસુદોતકના પુત્ર પ્રતિસ્વામીની યાદગીરીમાં કુટુંબના શ્રેય અર્થે યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે.
એકલા અંધી(તા. ભૂજ)માંથી ક્ષત્રપાલના સાત જેટલા યષ્ઠિલેખ મળ્યા છે, જે આ સ્થળનું મહત્ત્વ દર્શાવે છે. તેમાંના શિક વર્ષ ૧૧(ઈ.સ. ૮૯-૯૦)ના યષ્ટિલેખમાં રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના સમયમાં લષી અને માધુકાનના પુત્રે યષ્ટિ બનાવ્યાનો ઉલ્લેખ છે.
આ બે યષ્ટિલેખો પરથી માલૂમ પડે છે કે કચ્છમાં ચાષ્ટનનું રાજ્ય શક સંવતના લગભગ આરંભ કાલથી હતું. આ બંને અભિલેખો ચાષ્ટનના એકલાના શાસનનો ઉલ્લેખ કરે છે.
અંધૌના શક વર્ષ પર (ઈ.સ. ૧૩૧)ના ચાર વરિલેખો રાજા ચાન્ટન અને એના પૌત્ર રાજા રુદ્રદામાના સમયના છે. ચારેય યઝિલેખોમાં ભ્રામોતિકના પુત્ર રાજા ચાષ્ટનના અને જયદામાના પુત્ર રાજા રુદ્રદામાના રાજયના શિક) વર્ષ પર ની ફાગણ વદ ૨ ને દિવસે (પ્રાયઃ ઈ.સ. ૧૩૧ના ફેબ્રુઆરીની રજી તારીખ) ઔપશતિક ગૌત્રના સીહિતપુત્ર મદને જ્યેષ્ઠ વીરાની યાદગીરીમાં, ભાઈ ઋષભદેવની યાદગીરીમાં, પતી શ્રામણેરી યશોદત્તાની યાદગીરીમાં અને શ્રામણેર 2ષ્ટદત્તે પુત્ર ઋષભદેવની યાદગીરીમાં યષ્ટિ કરાવ્યાની નોંધ છે.
( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૦)
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષત્રપોનું સંયુક્ત શાસન
આ યઝિલેખો ચાન્ટન અને દ્રદામાના સંયુક્ત શાસનની હકીકતને સમર્થન આપે છે. સિક્કા લેખો પરથી માલૂમ પડે છે કે આ ક્ષત્રપ વંશમાં મહાક્ષત્રપ અને ક્ષત્રપના સંયુક્ત શાસનની પ્રથા હતી. તેઓ બંને પોતપોતાના નામે સિક્કા પડાવતા. પહેલા રાજા ચાન્ટન મહાક્ષત્રપ તરીકેને એનો પુત્ર જયદામાં ક્ષત્રપ તરીકે સિક્કા પડાવતા. તે પછી જયદામાનું સ્થાન એના પુત્ર દ્ધદામાએ લીધું. આ પરથી માલુમ પડે છે કે પિતા ચાટનની હયાતીમાં યુવરાજ જયદામાનું અકાળ અવસાન થતાં તેની જગ્યાએ જયદામાના પુત્ર રુદ્રદામાની નિમણૂક થઈ હતી અને મહાક્ષત્રપ તરીકેનો અધિકાર ચાલ્ટન પછી એના પૌત્ર માને પ્રાપ્ત થયો હતો.
અંધૌમાંના એ પછીના યષ્ટિપ્લેખમાં બ્રામોતિકના પુત્ર રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના પુત્ર સ્વામી ‘જયદામાના પુત્ર રાજા સ્વામી રુદ્રદામાના શાસનના (શક) વર્ષ (+) રમાં શ્રામણેર શત્રંસહના પુત્ર અપથીકની યાદગીરીમાં તેના પુત્ર ધનદેવે યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે. આ લેખમાં ચાષ્ટનને મહાક્ષત્રપ અને સ્વામી કહ્યો છે. જ્યારે જયદામાં અને રુદ્રદામાને રાજા તેમ જ સ્વામી કહ્યા છે. આથી આ અભિલેખ દ્રદામાને મહાક્ષત્રપનું બિરુદ મળ્યું એ પહેલાનો અર્થાત્ શક વર્ષ ૭૨ (માર્ગશીર્ષ)ના જૂનાગઢ શૈલલેખ પહેલાંનો હોવો જોઈએ, જેમાં એને મહાક્ષત્રપ કહ્યો છે. એકમનો અંક ૨ વંચાય તો એ શક વર્ષ ૬૨ (ઈ.સ.૧૪૦-૧૪૧)નો કે ૭૨ (ઈ.સ. ૧૫૦)ના પૂર્વ ભાગનો હોવા સંભવ છે; ને એકમનો અંક ૩ વંચાય તો એ શક વર્ષ પ૩ (ઈ.સ.૧૩૧) (કે ૬૩ ઈ.સ.૧૪૧)નો હોઈ શકે.
રુદ્રસિંહ ૧ લાના વાંઢ(તા. માંડવી) યષ્ઠિલેખમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહના પ્રાયઃ (શાક) વર્ષ ૧૧૦ (ઈ.સ.૧૭૮-૭૯)માં કોઈની સ્મૃતિમાં યષ્ટિ ઊભી કરાવ્યાનો ઉલ્લેખ છે. યષ્ટિ કરાવનારનું નામ વંચાતું નથી. - રુદ્રસિંહ ૧ લાના અંધ યઝિલેખમાં રાજા ક્ષત્રપ જયદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી દ્ધદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહના રાજ્યમાં (શક) વર્ષ ૧૧૪(ઈ.સ.૧૯૨-૯૩)માં કોઈ આભીરે કોઈ સ્વજનની યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે.
મેવાસા(તા.રાપર)યણિલેખમાં રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના વંશજ મહાક્ષત્રપ ભર્તુદામાના રાજ્યના (શક) વર્ષ ૨૦૩ માં હરિહોવક ગોત્રના આભીર શ્વસનના પૌત્ર, વપના પુત્ર વસુરાકે એના સ્વામી રાજયેશ્વરની સ્મૃતિમાં યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે.
લેખની પંક્તિ ૧માં રાજા મહાક્ષત્રપ સ્વામી ચખણનું, પંક્તિ રમાં રાજા મહાક્ષત્રપ ભદ્રિદમનું નામ આવે છે, જ્યારે પંક્તિ ૩ માં “રાજા મહાક્ષત્રપ' જ આપ્યું છે, ને એનું નામ જણાવ્યું નથી. રાજા મહાક્ષત્રપ સ્વામી ચખણ (પ. ૧) અને રાજા મહાક્ષત્રપ ભક્િદમ (૫.૨)ની વચ્ચે ‘પુત્રપુપુત્ર' (? પુત્રપ્રપૌત્ર) જેવો સંબંધ દર્શાવ્યો છે. ભક્િદમ (પં. ૨) અને રાજા મહાક્ષત્રપ (પં. ૩) ની વચ્ચે પણ એવું જ વિશેષણ આપેલું છે.
ચાષ્ટનના પુત્રનો પ્રપૌત્ર કોણ? એને એવા ચાર પુત્રપ્રપૌત્ર હોય. જીવદામા (શક ૧૧૯-૧૨૦), રુદ્રસેન ૧ લો (શક ૧૨૨-૧૪૪), સંઘદામા (શક ૧૪૪–૧૪૫) અને દામસેન (શક ૧૪૫-૧૫૮). પ્રાયઃ પંક્તિ ૩ માં “પુત્રપ્રપૌત્રી જ્ઞો મહાક્ષત્રપર્ણ' એ પંક્તિ રમાં ભક્િદમ માટે પ્રયોજેલ પદ સરતચૂકથી અહીં વધારાનું લખાઈ ગયું છે ને આ લેખ રાજા મહાક્ષત્રપ સ્વામી ચાષ્ટનના પુત્રપ્રપૌત્ર રાજા મહાક્ષત્રપ ભદ્િદામના શાસનકાલનો છે, તો પછી આ ભદિમ જીવદામાં કે દામસેન હોઈ શકે ને લેખનું વર્ષ (શક) ૧૧૯-૨૦ કે ૧૪પ-૧૫૮૦ પૈકીનું હોવું જોઈએ. પરંતુ આપેલા સંખ્યાદર્શક પદમાં એવું કાંઈ બંધબેસતું નથી. આથી પંક્તિ
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૧)
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ માંનો રાજા ચાષ્ટનનો પુત્રપ્રપૌત્ર દામસેન હોય ને પંક્તિ ૩ માં દામસેનના પુત્રપ્રપૌત્ર ભર્તુદામાનું નામ હોય એ વધુ સંભવિત છે. ને તો લેખમાંનું વર્ષ શક) ૨૦૩ (ઈ.સ. ૨૮૧-૮૨) હોઈ શકે.
આમ કચ્છમાં ઓછામાં ઓછાં બસો વર્ષ સુધી પશ્ચિમી ક્ષત્રપોનું શાસન પ્રવર્તતું એવું આ યષ્ટિલેખો (ઈ.સ. ૮૪ થી ૨૮૧) પરથી જાણવા મળે છે. શક સંવત અને ક્ષત્રપો
અંધૌમાંથી ઉપલબ્ધ ચાષ્ટનના શિક) વર્ષ ૧૧ અને દૌલતપુરના શિક વર્ષ ના અભિલેખોની શોધ પહેલાં એમ મનાતું હતું કે કુષાણ રાજા કણિચ્છે અને એના અનુગામીઓએ પ્રયોજેલ સંવત શક સંવત હતો અને એનો સ્થાપક કણિષ્ક હતો; લહરાત ક્ષત્રપ રાજા નહપાનના અભિલેખોમાંના વર્ષ ૪૧ થી ૪૬ અને કાર્દમક ક્ષત્રપ રાજા ચાણન અને એના અનુગામીઓના અભિલેખોમાંના વર્ષ પર થી ૩૨૦ પણ શક સંવતનાં મનાતાં. નહપાન ચાષ્ટનનો પુરોગામી હતો. પૂર્વકાલીન પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ કુષાણ રાજા કણિષ્ક ૧ લાના સૂબા હતા. જો કે કેટલાક વિદ્વાનો ત્યારે એમ માનતા કે કણિક્ક ૧ લા અને એના અનુગામીઓએ પ્રયોજેલ સંવત શક સંવત નથી અને કહિષ્ક ૧લો પ્રાય: ઈ.સ.૧૨૦ કે તેથી પણ થોડો મોડો થયો હોય.
સિક્કાશાસ્ત્રની વિગતો પરથી ભૂમક અને નહપાન ચાષ્ટનના પુરોગામી હોવાનું નિશ્ચિત છે. ચારુનનું રાજ્ય શિક વર્ષ ૬ માં પ્રવર્તમાન હોવાનું એના દૌલતપુર અભિલેખ પરથી જણાતાં એના પુરોગામી નહપાને પ્રયોજેલાં વર્ષ શક સંવતના હોઈ શકે નહીં. ઈ.સ. ૩૦ ના અરસામાં શરૂ થયેલા કોઈ સંવતનાં હોઈ શકે, પણ એવો કોઈ સંવત જાણવામાં આવ્યો નથી. આથી આ વર્ષ નહપાનના રાજ્યકાળનાં હોવાનું વધુ સંભવિત લાગે છે. ૧૯૭૦ સુધી પ્રાયઃ એમ મનાતું હતું કે શક સંવત કુષાણ રાજાઓએ શરૂ કર્યો અને શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોએ ઘણા લાંબા સમય સુધી પ્રયોજયો હોવાથી એ આગળ જતાં શક સંવત તરીકે ઓળખાયો. પરંતુ ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં કુષાણ રાજાઓના ઉલ્લેખ મળતા નથી. એમણે એમના નામના જ સિક્કા પડાવ્યા. ચાષ્ટનના વર્ષ ૬ અને ૧૧ ના અભિલેખોની શોધ પરથી માલૂમ પડે છે કે રાજા ચાષ્ટને કહિષ્કનો નવો પ્રવર્તાવેલો સંવત એના પશ્ચિમ ભારતના રાજયમાં એ સંવતના વર્ષ ૬-૧૧ જેટલો વહેલો પ્રયોજયો હોય એ ભાગ્યે જ સંભવે છે.
રાજા ચાષ્ટને સાતવાહનો પાસેથી લહરાત ક્ષત્રપોએ ગુમાવેલા ઘણા પ્રદેશો પાછા મેળવ્યા એ એની એક મોટી સિદ્ધિ હતી. એની આ સિદ્ધિની સ્મૃતિમાં આ સંવત શરૂ કર્યો હોવાનું જણાય છે. તો એનું રાજ્ય શક વર્ષ ૧ = ઈ.સ. ૭૮ માં શરૂ થયું ગણાય, ને કહિષ્કના સમયમાં ઉત્તર ભારતમાં શરૂ થયેલો સંવત શક સંવતથી ભિન્ન અને પ્રાયઃ શક સંવત પછી પચાસેક વર્ષ બાદ શરૂ થયો હતો. પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હોવાનું જાણવા મળ્યું છે, તે પરથી ‘શક સંવત’ નામ સાર્થક કરે છે.
આમ ચાષ્ટનના શક વર્ષ ૬ અને ૧૧ ના કચ્છમાંથી ઉપલબ્ધ અભિલેખો ચાન્ટન અને નહપાન વચ્ચેના કાલક્રમાન્ડય પર, નહપાનના સમયના લેખોનાં વર્ષ શક સંવતનાં ન હોવા પર અને શક સંવતની ઉત્પત્તિ પર નવો પ્રકાશ પાડે છે.
આ અદ્યપર્યત ભારતીય જ્યોતિષમાં તથા સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં જે શક સંવત પ્રયોજાય છે એનો સ્થાપક આ પ્રદેશમાં ઈ.સ.ની ૧લી-રજી સદીમાં રાજ્ય કરતો કાર્દમક ક્ષત્રપ રાજા ચાન્ટન હતો એ આપણે માટે એક ગૌરવની વાત છે. કચ્છના આભીરો ચાખનના સમયના દૌલતપુર લેખમાં, રુદ્રસિંહ ૧લાના સમયના શિક વર્ષ ૨૦૩ ના ગુંદા
પિથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૨)
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તા.જામનગર)ના લેખમાં, રુદ્રસિંહ ૧લાના અંધૌ યષ્ટિલેખમાં તથા ઉપર્યુક્ત મેવાસા લેખમાં આભીરોનો ઉલ્લેખ આવે છે. પશ્ચિમી ક્ષત્રપોના રાજયકાળ દરમ્યાન પશ્ચિમ ભારતમાં આભીરો વસતા હતા અને તેઓ સૈન્યમાં જોડાતા હતા. કચ્છના દેશને ક્યારેક આભીર દેશ કહેવામાં આવતો આભીરોનો એક રાજવંશ નાસિકમાં સ્થપાયો હતો; ને કહેવાતો કલચુરિ સંવત પ્રાયઃ તે વંશના સ્થાપકના સમયમાં શરૂ થયો હતો.
ગુજરાતમાં ઐતિહાસિક કાલના સહુથી પ્રાચીન શિલાલેખ જૂનાગઢમાંથી મળ્યા છે. પરંતુ એ મૌર્ય રાજા અશોકે પોતાના સામ્રાજ્યના અનેક પ્રાંતો માટે લખાવેલા ધર્મલેખોની એક નકલરૂપે જ છે. આથી સમસ્ત ગુજરાતની સ્થાનિક ઘટનાને લગતા સહુથી જૂના શિલાલેખ કચ્છમાંથી ઉપલબ્ધ થયા છે. કચ્છમાંથી ગ્રીક સિક્કા
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાતનામાં ભારતીય-ગ્રીક રાજાના તાંબાના સિક્કા મળે છે. એ સિક્કાઓ પર ગ્રીક ભાષામાં અને ગ્રીક લિપિમાં Basileos Basileon Soter Megas (રાજાઓનો રાજા, ત્રાતા, મહાન) એવું લખાણ હોય છે. આ સિક્કા વિમ કફિશના સમયના અર્થાતુ ઈ.સ.૧૨૦ ના અરસાના હોવાનું સંભવે છે. પરંતુ આ સિક્કાઓ કચ્છમાં વાણિજિયક રીતે આવ્યા હશે. ક્ષત્રપકાલીન કચ્છની સંસ્કૃતિ
કચ્છના ક્ષત્રપકાલીન ઉપલબ્ધ અભિલેખોમાંથી કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસ વિશે પણ કેટલીક માહિતી મળે છે. વિદેહ વ્યક્તિની સ્મૃતિમાં યષ્ટિ કે લષ્ટિ બનાવવાની પ્રથા ક્ષત્રપકાલમાં અહીં ઘણી પ્રચલિત હતી. ચાખન-રુદ્રદામાના શિક વર્ષ પર ના અંધૌ યઝિલેખોમાં તેમ જ રુદ્રદામાના અંધૌ યષ્ટિલેખમાં શ્રામણેર " અને ગ્રામોરીનો ઉલ્લેખ આવે છે. તે વ્યક્તિઓ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જણાય છે. આ ઉપરાંત તત્કાલીન સમાજમાં પ્રચલિત ગોત્ર નામો વસુ, ઔપશતિક અને હરિહોવકનો નિર્દેશ પણ આવે છે.
કાલગણનામાં વર્ષ, માસ, પક્ષ અને તિથિ તેમ જ નક્ષત્ર આપવાની પ્રથા જોવા મળે છે. કેટલીક વાર વર્ષ શબ્દોમાં અને અંકોમાં બંને રીતે અપાતું. સંવતનું નામ કે વાર અપાતાં નહીં, રુદ્રસિંહ ૧લાના અંધી લેખમાં જયેષ્ઠામૂલીય નક્ષત્રનો ઉલ્લેખ છે.
રુદ્રદામા અને રુદ્રસિંહ જેવા નામો શકોએ અપનાવેલી રુદ્ર-ઉપાસનાનાં ઘાતક છે. કચ્છના ક્ષત્રપકાલીન અભિલેખોમાં પ્રયોજોલી ભાષા પ્રાકૃત છે. ત્યાર સુધી ભારતના અન્ય પ્રદેશોમાં પણ અભિલેખોમાં આજ ભાષા પ્રયોજાતી.* * ગુણોના સમયનું કચ્છ
મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુમ ૧ લા એ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ પર પોતાની સત્તા પ્રસારી તેવું તેના સિક્કાનિધિઓ પરથી જાણવા મળ્યું છે. ભૂજમાંથી કુમારગુપ્ત ૧ લા (ઈ.સ.૪૧૫-૪૫૫)ના ચાંદીના સંખ્યાબંધ સિક્કા મળ્યા છે. સ્કંદગુપ્ત(ઈ.સ.૪૫૫-૪૬૮)ના યજ્ઞવેદી પ્રકારના ૨૩૬ જેટલા સિક્કા મળ્યા છે.૧૫ મૈત્રકકાલીન કચ્છનો ઇતિહાસ
મૈત્રક કાળ દરમ્યાન મૈત્રક રાજાઓનું શાસન કચ્છ પર હતું. એ અંગે પહેલાં માર્યમંનુશ્રીમૂતત્ત્વ પરથી અનુમાન કરવું પડેલું', પણ ઈ.સ. ૧૯૭૨માં મૈત્રક રાજા ધ્રુવસેન ૧લાના (વલભી સં.) ૨૧૭, આસો સુદિ ૧૨ (પ્રાય: ઈ.સ.૫૩૬ની ૧૩મી સપ્ટેમ્બર)ના ધુનડા(તા.ખાનપર, જિ.મોરબી)નાં તામ્રપત્ર મળતાં તેનો સીધો પુરાવો મળ્યો છે. એમાં આ રાજાએ કચ્છ વિષયના પુષ્યતરી ગામના નિવાસી બ્રાહ્મણ કુમારને દંતિવિષયમાંનું રાજમિત્રાણપદ્ર નામનું ગામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. પુષ્યતરી નગરીનું સ્થાન
( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૩)
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યારે બંધ બેસતું નથી. પરંતુ આ અભિલેખ પરથી જણાય છે કે કચ્છનો વિષય પ્રાયઃ મૈત્રક રાજયની અંતર્ગત હતો.
કચ્છના વિંઝાણ (તા. અબડાસા) અને પાટગઢ(તા. લખપત)ના પુરાવશેષોમાંથી અનુક્રમે પિત્તળની પ્રાય: ૭મી સદીની લિપિના મરોડવાળી બે મુદ્રાઓ મળી છે. આ બે મુદ્રાઓ ચારે વેદોના જાણકાર બ્રાહ્મણોને લગતી છે. એમાંની એક મુદ્દા પરનો નંદી શૈવ ધર્મનો ઘોતક છે.
- ભૂજના મ્યુઝિયમમાંની અભિલેખવાળી એક બુદ્ધપ્રતિમા શૈલી અને લિપિની દષ્ટિએ મૈત્રક કાલ (પ્રાયઃ ઈ.સ. ૭મી સદીના પૂર્વાધીની લાગે છે. આ મૂર્તિનું પ્રાપ્તિસ્થાન પણ જો કચ્છનું કોઈ ગામ હોય તો મૈત્રક કાળ દરમ્યાન બૌદ્ધ ધર્મ કચ્છમાં પ્રચલિત હોવાનું સૂચવે છે. ૨૦
- સિંધની આરબ ફોજે મૈત્રક રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, માળવા વગેરે પ્રદેશો પર સફળ આક્રમણ કર્યું, પરંતુ નવસારિકાના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના હાથે પરાસ્ત થઈ એ હકીકત આ રાજાના નવસારી દાનપત્રો (કલયુરિ, સં. ૪૮૦- ઈ.સ. ૭૩૯) પરથી જણાય છે.' કચ્છ અને અનુમૈત્રક કાલ
આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર અનુમૈત્રક કાલ (ઈ.સ. ૭૮૮-૯૪૨) દરમ્યાન કચ્છમાં ચાવડા કુલનાં કેટલાંક રાજ્ય થયાં, ખાસ કરીને કચ્છના પશ્ચિમ ભાગમાં કનક ચાવડાએ સં. ૬૧૮(ઈ.સ. પ૬૧-૬૨)માં ભદ્રાવતી (ભદ્રેશ્વર) લીધું ને સં. ૬૨૨ (ઈ.સ. પ૬૫-૬૬)માં ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એવી અનુશ્રુતિ છે. પણ એ યથાર્થ જણાતી નથી. ભદ્રેશ્વરના મંદિરની મહાવીરની શ્વેત આરસની મૂર્તિ પર સં. ૬રર ના વર્ષ ? એવું વંચાય છે. જેમ્સ બર્જેસ આ મૂર્તિને અજિતનાથની માની એ વર્ષ સં. ૧૬૨૨ (ઈ.સ. ૧૫૬પ૬૬)નું માને છે. ૨૩ લિપિની દૃષ્ટિએ એ અંકનો મરોડ સં. ૬૨૨ જેટલો જૂનો નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ વર્ષની સંખ્યા પછીનો ના અક્ષર ગુજરાતી ભાષાના છઠ્ઠી વિભક્તિના પ્રત્યય રૂપે સં. ૧૬૨૨માં બંધ બેસે, સં. ૬૨૨માં નહિ.
કનક ચાવડો વિંઝાણ(તા. અબડાસા)માં રાજય કરતો. એના પૌત્ર ભૂઅડ ચાવડાએ પણ ભદ્રેશ્વર પર ચઢાઈ કરેલી એમ કહેવાય છે. ભૂઅડે વિ.સં. ૯૭૧ (ઈ.સ. ૯૧૪-૧૫)થી વિ.સં. ૯૯૦ (ઈ.સ. ૯૩૩-૩૪) સુધી રાજય કર્યું મનાય છે. આ પરથી ભૂઅડનો પિતામહ કનક વિક્રમની નવમી સદીના ઉત્તરાર્ધમાં થયો ગણાય. આ કાલને લગતા ઇતિહાસ વિશે કોઈ આભિલેખિક પુરાવાઓ અદ્યાપિ ઉપલબ્ધ નથી. કચ્છ અને રાષ્ટ્રકૂટ
કચ્છનો પ્રદેશ ગુજરાત અને દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજાઓના તાબામાં થોડા સમય માટે હશે એમ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ૩જાના રાધનપુર દાનશાસન (શક ૭૩૦ - ઈ.સ. ૮૦૮)માં આવતા કંઠિકાના
શ્લેષયુક્ત ઉલ્લેખ પરથી જણાય છે. કંઠિકા પ્રાયઃ કાંઠી એટલે કચ્છ પ્રદેશને કહેતા હશે. ૨૫ ટોલેમીએ પણ કચ્છના પ્રદેશને લોકો કંઠી કહેતા એમ જણાવ્યું છે.
અણહિલવાડમાં મૂળરાજ સોલંકીનું રાજય સ્થપાયું (ઈ.સ. ૯૪૨) ત્યારે કપિલકોટ (કેરાકોટ, તા.ભૂજ)માં લાખો ફૂલાણી રાજ્ય કરતો હતો. લાખિયાર વિયરો (તા. નખત્રાણા)માં જામ લાખા જાડેજા અને એના વંશજોએ લગભગ ઈ.સ. ૧૧૪૭ થી રાજ્ય કર્યું. સોલંકી-વાઘેલા સમયનું કચ્છ સોલંકી-વાઘેલા કાલ (ઈ.સ. ૯૪૨ થી ઈ.સ. ૧૩૦૪)માં કચ્છનો ચૌલુક્ય (સોલંકી) રાજ્યના એક
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૪)
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળ તરીકે સમાવેશ થતો. ભીમદેવ ૧લા(ઈ.સ. ૧૦૨૨-૧૦૬૪)એ આખો વાગડ પ્રદેશ જીત્યો અને કચ્છનાં ગામોનાંય દાન આપતાં શાસન ફરમાવ્યાં. આવાં ત્રણ દાનશાસન પ્રસિદ્ધ થયાં છે. કચ્છમાં એણે ઘણાં નવાં ગામ વસાવેલાં. વિ.સં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૨૯)ના રાધનપુર દાનપત્રમાં મહારાજાધિરાજ શ્રી ભીમદેવ કચ્છ મંડલમાં ઘડહડિકા દ્વાદશ (બાર ગામનો તાલુકો)માં આવેલું મસૂર ગામ કચ્છમંડલમાંના નવણીસકથી આવેલા આચાર્ય અજપાલને દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. આ ઘડહડિકા હાલનું ગેડી (તા. રાપર) હોઈ શકે.
ભીમદેવ ૧ લાના સં. ૧૦૯૩(ઈ.સ. ૧૦૩૭)ના દાનપત્રમાં એણે પ્રસન્નપુરથી આવેલા વત્સ ગોત્રના દામોદરપુત્ર ગોવિંદને સહસચાણા ગામમાંની એક હલવાહ (એક હળથી ખેડાય એટલી) ભૂમિ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. આ સહસચાણા ગામનું અભિજ્ઞાન થઈ શકતું નથી. એની દક્ષિણે આવેલું વેકરિયા ગામ હાલનું વેકરા (તા. રાપરનું કે માંડવીનું) હોઈ શકે.
ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૧૧૭(ઈ.સ.૧૦૬૧)નાં ભદ્રેશ્વર દાનશાસનમાં એણે કચ્છ મંડલમાંનું જભગણા ગામ પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણ ગોવિંદને દાનમાં આપ્યાનું જણાવ્યું છે. દાનશાસનમાં સૂર્યગ્રહણ પર્વનો ઉલ્લેખ છે. અહીં આવતા સ્વમુHI. છમછડુત ના ઉલ્લેખથી ભીમદેવ સીધો કચ્છ પર શાસન કરતો હોવાનું જણાય છે.
નાડુવતિ (સ. ૬, શ્લો, ૪૭)ના ઉલ્લેખ અનુસાર કર્ણદેવ ૧લા (વિ.સં. ૧૧૨૦-૧૧૫૦)ના વખતમાં ભદ્રેશ્વરમાં કર્ણવાપિકા નામે વાવ કરાવાયેલી, જેનો પાછળથી જગડુએ ઉદ્ધાર કર્યો હતો.
ભદ્રેશ્વરના દેરાસરમાં સં. ૧૧૩૪ (ઈ.સ. ૧૦૭૮)નો એક શિલાલેખ છે. એમાં કોઈ શ્રીમાળી ગચ્છના જૈન મંદિરનું સમારકામ કરાવ્યાનો અને દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ શિલાલેખ હાલ વિદ્યમાન નથી. ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતો આ સહુથી જૂનો શિલાલેખ છે.
સિદ્ધરાજ જયસિંહનાં સં. ૧૧૯૫(ઈ.સ. ૧૧૩૯)ના ભદ્રેસર (તા.મુંદ્રા) શિલાલેખમાં) ભદ્રેશ્વર વેલાકુલ (બંદર)નો ઉલ્લેખ આવે છે. તેના રાજયકાળના પાછલા ભાગમાં તેના મહામાત્યપદે દાદાક નામના એક નાગર ગૃહસ્થ હતા.
કુમારપાળ (વિ.સં. ૧૧૯૯ થી ૧૨૩૯)ના તાબામાં અઢાર મંડલોમાં કચ્છનો સમાવેશ થતો એમ પ્રબંધચિંતામણિ' (પૃ. ૧૯૯) અને કુમારપાળપ્રબંધ' (પૃ. ૯૫) નોંધે છે.
વાઘેલા રાજા અર્જુનદેવના વિ.સં. ૧૩૨૮ના રવ (તા. રાપર)ના પાળિયાલેખમાં એના રાજ્યકાલ દરમ્યાન મહામાત્યશ્રી માલદેવ શાસન કરતો ત્યારે ધૃતઘટી (ગડી)માં... રવિસિંહે વાવ કરાવ્યાનો ઉલ્લેખ છે. વૃતઘટી એ હાલનું ગેડી છે. અહીં દેવી રવેચીને નામનિર્દેશ છે જે વાગડમાં શક્તિપૂજાનું માહાસ્ય દર્શાવે
વાઘેલા રાજા સારંગદેવનો કંથકોટના ખોખરા દેરા પાસેનો એક પાળિયાલેખ વિ.સં. ૧૩૩૨ - ઈ.સ. ૧૨૭૫ પૂરો વાંચી શકાયો નથી. એમાં એ રાજાના મહામાત્ય કાન્ડનો ઉલ્લેખ છે.
વાઘેલા રાજા અર્જુનદેવ અને સારંગદેવના કચ્છમાંથી ઉપલબ્ધ શિલાલેખો પરથી કચ્છમાં અણહિલવાડના મૂલરાજવંશી સોલંકી રાજાઓની જેમ વાઘેલા સોલંકી રાજાઓનું પણ શાસન અહીં પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે.
સોલંકી-વાઘેલા કાલના બીજા કેટલાક નાના અભિલેખો મળ્યા છે જે કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસની દષ્ટિએ મહત્ત્વના છે. કચ્છમાં જૂનામાં જૂનો ઉપલબ્ધ પાળિયાલેખ સિક્રાનો સં. ૧૦૬૦ (ઈ.સ. ૧૦૦૩
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૫)
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪)નો છે, જે સ્પષ્ટ વંચાતો નથી. પ્રાચીન જમાનામાં સિક્કા બહુ મોટું શહેર હતું. કંથકોટ (તા. ભચાઉ)માં મહાવીર મંદિરના મંડપના સ્તંભ પર વિ.સં. ૧૦૩૬ (સં. ૧૩૩૬)નો લેખ છે. જે સ્પષ્ટ થતો નથી.
ગેડીમાં આવેલો સં. ૧૨૧૭ (ઈ.સ. ૧૧૬૦-૬૧)નો પાળિયો સાચોરા બ્રાહ્મણ દલસુખ જોશીનો છે, જે કરણ પધરિયા સાથેના ગરાસ અંગેના ઝઘડાને લઈને સ્મશાનમાં બળી મરેલો. કચ્છમાં ઈ.સ.ની ૧૩મી સદી પહેલાં સાચોરા બ્રાહ્મણો અહીં આવી વસ્યા હશે એમ આ પાળિયા પરથી લાગે છે.
ગેડીના લક્ષ્મીનારાયણ મંદિર પાસે ચંડેસર મકવાણાનો સં. ૧૨૬૮ (ઈ.સ.૧૨૧૧-૧૨) ના લેખવાળો પાળિયો છે. આ લેખ ગેડીમાં મકવાણા રજપૂતોના વર્ચસનું સૂચન કરે છે.
ભૂજની બૈરાજવાની વાવમાંથી મળેલી અને હાલ ભૂજ મ્યુઝિયમમાં સંગૃહીત શ્વેત આરસની જૈન બેસણી પર વિ.સં. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૩-૪૪)નો અભિલેખ છે. જેમાં મુનિશ્રી સુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. આ મૂર્તિ ભૂજંની વાવમાં બીજેથી પછીથી આવી હોવી જોઈએ.
ભદ્રેશ્વરના દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમાં વગરના પબાસન પર કોતરેલ વિ.સં. ૧૩૦૪ ના એક લેખમાં વસ્તા નાગેન્દ્ર અને એની પત્ની પદ્માએ મહાવીરનું બિંબ કરાવ્યું અને એની પ્રતિષ્ઠા સરવાલગચ્છના શ્રી વીરસૂરિએ કરી એવું જણાવ્યું છે.
કંથકોટના મંદિરમાં મંડપના એક સ્તંભ પર સં. ૧૩૨ (+)ના લેખમાં શ્રીમાલ જ્ઞાતિ અને આમ્રદેવનું નામ થોડું વંચાય છે. અહીં જણાવેલ વર્ષમાં એકમનો અંક જો પ કે ૮ હોય તો તિથિ વારનો મેળ બેસે છે, સં. ૧૩૨૫ કે સં. ૧૩૨૮ની બંને મિતિ ચૈત્રાદિ કે આષાઢાદિ પદ્ધતિ બંધ બેસે છે. કચ્છ અને હાલારના પ્રદેશમાં આષાઢાદિ વર્ષ ગણનાની પદ્ધતિ પ્રચલિત હતી. આ મિતિ પણ આપાઢાદિ પદ્ધતિ પ્રમાણેની હોવાનું જણાય છે.
ભૂજના મ્યુઝિયમમાં એક જૈન પ્રતિમાની બેસણી પરના સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮-૭૯)ના લેખમાં" ભગિની ઉજાઉના શ્રેય માટે બિંબ કરાવનાર કહાનડદે અને પ્રતિષ્ઠા કરનારનાં નામ આપેલાં છે.
કંથકોટના મહાવીર મંદિરના મંડપના સ્તંભ પરના સં. ૧૩૪૦ (ઈ.સ. ૧૨૮૩-૮૪)ના લેખમાં ૨ આમ્રદેવનાથના લાખુ અને સોહિક નામના બે પુત્રોએ મંડપ બંધાવ્યાના ઉલ્લેખ છે. નડુિરિતના સંદર્ભ પરથી જણાય છે કે આ મંદિર બંધાવનાર ભદ્રેશ્વરના જગડુશાના કાકાઓ હતા, “આમ્રદેવનાથ' પ્રાયઃ જગડુશાના દાદા વિસલદેવનું બીજું નામ હોવાનો સંભવ છે.
આ ઉપરાંત કચ્છનાં જુદાં જુદાં સ્થળોએથી કેટલાક એવા અભિલેખ મળ્યા છે, જેમાં મિતિ સિવાય બાકીની વિગત સ્પષ્ટ વાંચી શકાતી નથી. એમાં કંથકોટના મહાવીર મંદિરના મંડપના જુદા જુદા સ્તંભો પર સં. ૧૧૩૨, સં. ૧૩૨૪ અને સં.૧૩૩૦ ના લેખ છે. ભદ્રેશ્વરના ભદ્રકાળી મંદિરના સ્તંભ પર સં. ૧૧૫૮ કે સં. ૧૩૫૮ વંચાય છે. અહીંના દેરાસરમાંના સ્તંભો પર સં, ૧૧00, સં. ૧૨૨૩, સં.૧ર૩ર, સં. ૧૨૩૫ તથા સં. ૧૩૨૩ અને સં.૧૩૫૮ના અભિલેખ છે, જેનું લખાણ ભાગ્યે જ ઉકેલી શકાય છે. ભદ્રેશ્વરના તળાવના કિનારે સંખ્યાબંધ પાળિયા છે. જેમાંના કેટલાક પર સં. ૧૩૧૯ની મિતિ વંચાય છે. ૪૪ ગુજરાતના ભીમદેવ ૧લાનો ચણાવેલો કિલ્લો પીઠદેવે તોડ્યો તે સમયનો આ સંવત જણાય છે. જગડુશાએ વિસલદેવની મદદથી કિલ્લાનો પુનરુદ્ધાર કરાવ્યો.
ભદ્રેશ્વરના મંદિરના ગર્ભગૃહમાંથી પાર્શ્વનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ પર સં. ૧૨૩૨ના લેખ છે. દેરાસરના એક સ્તંભ પર સં. ૧૩૩ (ઈ.સ. ૧૨૭૩-૭૪)નો લેખ છે, જેમાં અણહિલપાટકમાં મહારાજાધિરાજ શ્રી અર્જુનદેવના વિજયરાજમાં' એટલું વંચાય છે. ૪૫
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૬)
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂઅડ(તા. અંજાર)ના ભૂઅડેશ્વર મંદિરના એક સ્તંભ પર સં. ૧૩૪૬ (ઈ.સ.૧૨૮૯-૯0)ની મિતિ તથા ચાવડા કુલનું નામ વંચાય છે.”
સોલંકી-વાઘેલા કાલના જૈન પ્રતિમાલેખો આ કાળ દરમ્યાન જૈન ધર્મનો બહોળો પ્રસાર સૂચવે છે.
ગુજરાતના અંતિમ રાજા કર્ણ વાઘેલાને કચ્છ સાથે નિકટનો સંબંધ હતો એમ લોકકથાઓ જણાવે છે. કર્ણના અવસાન પછી ગુજરાતમાં કેટલાંય નાનાં રજપૂત રાજયો સ્થપાયાં. તેના અવશેષ તરીકે કચ્છના ગેડીમાં એક નાની ઠકરાત તરીકે વાઘેલા સત્તા સચવાઈ રહી. રાણા વીરધવલ(મૃ. ઈ.સ. ૧૨૩૮)ના સમયમાં ભદ્રેશ્વરમાં પ્રતિહાર (પઢિયાર) કુલનાં ભીમસિંહનું રાજ્ય હતું. વિરધવલે કચ્છપતિ ભીમસિંહને જીત્યો હતો એવી અનુશ્રુતિ છે. પરંતુ આ વંશના રાજાઓના નામનિર્દેશવાળા કોઈ અભિલેખ મળ્યા નથી. સમાપન
અભિલેખો કચ્છના ઈતિહાસના અન્વેષણ તથા સંશોધનમાં એક મહત્ત્વનું સાધન છે. ક્ષત્રપકાલ માટે તો કચ્છના યષ્ટિલેખો સમસ્ત ગુજરાતના અભિલેખોમાં અનોખું સ્થાન ધરાવે છે. સોલંકી વંશના તામ્રપત્રલેખો તથા શિલાલેખો અને પ્રતિમાલેખો પણ એ શાસનકાલના કચ્છના સ્થાનિક ઇતિહાસ પર સારો પ્રકાશ પાડે છે.
પાદટીપ ૧. બૉમ્બે ગેઝેટિયર, પૃ. ૫, ભાગ ૧, પૃ. ૧૬ ૨. વિદેહ વ્યક્તિની સ્મૃતિમાં પથ્થરની ઊભી શિલા (લષ્ટિ-લાટ) પર કોતરેલ લેખને “યષ્ટિ લેખ” કહે છે. ૩. એક અભિલેખમાં મહાક્ષત્રપસ અને ૩થાપિતા: એટલું વંચાય છે. રાજાનું નામ અને વર્ષ વંચાતું નથી.
ન્દ્ર નામ વંચાતું હોવાનું અને એના અક્ષરો તેમ જ લખાણની પદ્ધતિ પરથી આ યષ્ટિલેખ દ્ધદામાનો
હોવાનું સૂચવાયું છે. . ૪. ડૉ. વા. વિ. મિરાણી, “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઓફ ધ રેઈન ઑવ ચાલ્ટન : વર્ષ દ', જોઇ, પુ.
૨૮, નં. ૨, પૃ.૩૪થી ૫. ડૉ. શોભના ગોખલે, “અંધૌ ઇસ્ક્રિપ્શન ઑવ ચાખન, શક ૧૧', જર્નલ ઑવ એન્સિયન્ટ ઇન્ડિયન
હિસ્ટરી,. પુ. ૨, ભા. ૧-૨, પૃ. ૧૦૪થી , ૬. ડૉ. દિ.ચ.સરકાર, “સિલેક્ટ ઇન્ઝિશન્સ, ભાગ ૧, નં. ૬૩-૬૬; ગુએલ, ભા. ૧, નં. ૨- ૭. જ.મુ.નાણાવટી અને હ.ગં શાસ્ત્રી, “એન અને અનપબ્લિટ્ઝ બ્લિશ્ક ક્ષત્રપ ઇન્ઝિશન ફ્રૉમ કચ્છ',
જોઈ. પુ. ૧૧, પૃ. ૧૩૭થી ૧૧. ગુલે., ભા. ૧, નં. ૭ ૧૨. ર.છો. પરીખ અને હ.ગં.શાસ્ત્રી', 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ ૧, પૃ. ૨૬૪૬૫
૧૩. બૉ., પુ. ૫, ભા. ૧, પૃ. ૧૯ ૧૪. છે. હ. ગં. શાસ્ત્રી, “અભિલેખવિદ્યા', પૃ. ૯૮-૯૯ ૧૫. મં.૨.મજમુદાર (સંપા.), ‘ક્રોનોલોજી ઑફ ગુજરાત', પૃ. ૧૨૮ ૧૬. હ.ગં.શાસ્ત્રી, છો.મ.અત્રિ અને પ્રચિ. પરીખ, “ધુનડા' (ખાનપર) પ્લેટ્સ ઑવ ધ મૈત્રક કિંગ ધરસેન
રજો (વલભી) સંવત ૨૧૮, ઓઇ., પૃ. ૨૨. નં ૧-૨, પૃ. ૭૯થી ૧૮. “એન્યુઅલ રિપોર્ટ', “વોટ્સન મ્યુઝિયમ ઑવ એન્ટિક્વિટિઝ', ૧૯૨૩-૨૪, પૃ. ૧૯-૨૦. ૧૯. મં.૨. મજમુદાર, “એ ન્યૂલી ડિસ્કવર્ડ બુદ્ધ બ્રોન્ઝ ફ્રોમ ભુજ(કચ્છ),” જોઈ., પૃ. ૮, અંક ૩, પૃ.
૨૧૭થી. (જુઓ ક્રોનોલોજી ઑવ ગુજરાત, પૃ. ૨૧૫)
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૭)
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. યુએન શ્વાંગની “સિયુકી'માં ‘કિચનું વર્ણન આવે છે. કેટલાકે એને કચ્છ માનેલું ને તો કચ્છમાં એ સમયે
સોએક બૌદ્ધ બિહાર અને ૩,૦૦૦ જેટલા બૌદ્ધ ભિક્ષુઓ હતા. પરન્તુ ખરી રીતે આ વર્ણન “કીટ’ (ખેટઃખટક) અર્થાત્ ખેડાને લાગુ પડે છે. (ડો. હ.ગં.શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૧૮૫,
૩૯૫) ૨૧. ડૉ. વા. વિ. મિરાશી, “કોર્પસ ઇન્ઝિશનમ્ ઈનિકેરમ, પુ. ૪, પૃ. ૧૩૯ થી ૨૨. જયરામ નયગાંધી, “કચ્છનો બૃહદ્ ઇતિહાસ', પૃ.૩૨ ૨૩. જેમ્સ બર્જેસ, “એન્ટિક્વિટિઝ ઑવ કાઠિયાવાડ એન્ડ કચ્છ', પૃ. ૨૦૮ ૨૪. ગિ. વ. આચાર્ય, ગુઐલે, ભા. ૧, નં.૧૨૨ ૨૫. માલતી ભટ્ટ, “અનુમૈત્રકકાલનું ગુજરાત” (થીસિસ), પૃ. ૨૪૪ ૨૬. ગુઐલે, નં. ૧૩૯ ૨૭. એજન, સં. ૧૫૯ .
આ દાનપત્રનું વર્ષ સં. ૯૩ સિંહ સંવતનું ધારી એને ભીમદેવ રજાનું માનવામાં આવેલું (ઈન્ડિયન એન્ટિક્વેરી, ૫. ૧૮, પૃ. ૧૦૮-૦૯). પરંતુ એમાંની દૂતક અને લેખકની વિગતો પરથી એ ભીમદેવ
૧ લાનું હોવાનું માલુમ પડ્યું છે. આ પરથી આ વર્ષ વિ.સં. (૧૦)૯૩ હોવાનું નિશ્ચિત થયું છે. ૨૮. “વલ્લભવિદ્યાનગર સંશોધનપત્રિકા', પુ. ૧, અં. ૨, નં. ૫ ૨૯. જેમ્સ બર્જેસ, અગાઉ પ્રમાણે પૃ. ૨૦૭, રતિલાલ દીપચંદ દેસાઈ “ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ, પૃ. ૧૫૭ ૩૦. રામસિંહજી રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ દર્શન', પૃ. ૨૭૫-૭૬ ૩૧. દ.૫.ખખ્ખર, “આર્કિયોલોજિકલ એન્ડ આર્કિટેકચરલ રિમેઇન્સ ઈન ધ પ્રોવિન્સ ઑવ કચ્છ', નં. ૪૩ ૩૨. ધૃતપદ્ય'ને બદલે “કૃત વ્ય' પાઠનું આ શુદ્ધિકરણ શ્રી કે.કા.શાસ્ત્રીએ કચ્છના પહેલા પ્રવાસ (૧૯૬૬)
દરમ્યાન લેખવાચન પરથી કરેલું. ૩૩. ગુઐલે, ભા. ૭, નં. ૨૨૦ ૩૪. ખખ્ખર, ઉપર્યુક્ત નં. ૨૪. શ્રી ના. કે. ભષ્ટિએ જૂનામાં જૂનો પાળિયો સં. ૧૧૨૧નો કહ્યો છે (પથિક, પુ. ૧૬, અં.૫, પૃ. ૩૯),
૩પ. એજન નં. ૩૩ ૬. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧ (કચ્છ વિશેષાંક ૩), પૃ. ૩૭, શ્રી ભટ્ટિએ આ પાળિયાના - લેખની મિતિ સં. ૧૨૭૭ ની વાંચી છે. (“ઊર્મિનવરચના', સળંગ અંક ૫૪૫, પૃ. ૨૫૬). ૩૭. એજન, પૃ. ૩૮ ૩૮. પુષ્યકાંત વિ. ધોળકિયા, “કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત શિલ્પ-સ્થાપત્ય', “સ્વાધ્યાય”, ૫. ૧૭, અં.
૧, પૃ. ૫૭ ૩૯. રતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પુ. ૧૫૬, કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત, દાંતીવાડા (ડીસા તા.)માંથી ઉપલબ્ધ
એક પરિકરની બેસણી પરનો સં. ૧૩૦૪નો લેખ છે. (પથિક, વર્ષ ૬, અં. ૧-૧૧, પૃ. ૩૮). ૪૦. ખખ્ખર, અગાઉ મુજબ, નં. ૩૦ ૪૧. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧ પૃ. ૩૮; “સ્વાધ્યાય', પૃ. ૧૭, અં. ૧, પૃ. ૫૮ ૪૨. ખખ્ખર, અગાઉ મુજબ; નં. ૨૬ ૪૩. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧, પૃ. ૩૮ ૪૪. રતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૦ ૪૫. એજન, પૃ. ૧૫૯
૪૬. પથિક, ઉપર્યુક્ત, પૃ. ૩૭-૩૮
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૮)
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધૌની ક્ષત્રપ વસાહત અને કચ્છ મ્યુઝિયમના ક્ષત્રપ શિલાલેખો
શ્રી નરેશ અંતાણી ભારતીય સંસ્કૃતિના એક અંગરૂપ ગુજરાતના પુરાતત્ત્વના અને સંસ્કૃતિના ઈતિહાસમાં કચ્છનો સિંહફાળો છે. માનવ-ઈતિહાસની તવારીખના કેટલાય ચોક્કસ આંકડાઓ, તેમ પ્રમાણો કચ્છની ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે ઇતિહાસ તપાસીએ તો હંમેશ યાયાવર રહેલાં ટોળાંઓ-નિર્વાસિતોએ કચ્છની ધરતીને એક આશ્રયસ્થાન બનાવ્યું છે. છેક પ્રા-ઐતિહાસિક કાળથી શરૂ થયેલ તે પ્રક્રિયા આધુનિક કાળ સુધી ચાલુ રહેલ, જેને પરિણામે અપૂર્વ અને અખંડ (વિવિધતામાં એકતા) એવી સંસ્કૃતિનું અહીં નિર્માણ થયું છે. કરોડો વર્ષ જૂની પૃથ્વીની ઉત્પત્તિથી શરૂ થઈ પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક યુગ, મૌર્યયુગુ, યવનકાલ, ક્ષત્રપાલ, ગુપ્તકાલ, સોલંકીયુગ, મુસ્લિમયુગ, રાનીરજવાડાં અને છેલ્લે બ્રિટિશ યુગ સુધીનું રેખાદર્શન કચ્છની ભૂમિ ઉપર થાય છે. આ સંસ્કૃતિઓની પ્રતીતિ કરાવતા અવશેષો કચ્છમાંથી મળતા રહ્યા છે.
આજથી પંદર કરોડ વર્ષ પહેલાં જ્યારે આ ધરતીની ભૂસ્તરરચના થઈ રહેલ હતી ત્યારનાં પ્રાચીન જળચરોના અશ્મીભૂત અવશેષો આજે પણ કચ્છમાંથી મળે છે, તો ભૂજ તાલુકાના લોડાઈ ગામેથી મળેલાં લઘુ પાષાણયુગનાં પથ્થરનાં હથિયારોની નોંધ આંતરરાષ્ટ્રિય સ્તરે લેવાઈ છે. પાંચ હજાર વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિની વસાહતોના અવશેષો કચ્છનાં ધોળાવીરા, દેશલપુર, શિકારપુર, પાબુમડ, ગુંતલી, સુરકોટડા વગેરે જેવાં સ્થળોએથી મળે છે. આ જ રીતે ક્ષત્રપકાલીન અવશેષો કચ્છના ખાસ કરીને અંધૌ અને બીજાં અનેક સ્થળોએથી પ્રાપ્ત થયા છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલ ક્ષત્રપના તમામ શિલાલેખોમાંથી સૌથી વધુ ૧૧ (અગિયાર) શિલાલેખો કચ્છમાંથી મળેલ છે.
કચ્છમાં ઈ.સ. પહેલી સદીના અંતમાં કુષાણોનું શાસન પૂર્ણ થયા પછી લહરાત વંશના શક શાસકોનું રાજ્ય સ્થપાયું. આ પછી કાર્દમક વંશના શેકોનું શાસન આવ્યું. પાછળથી આ શકો કચ્છ સહિત સંપૂર્ણ ગુજરાત અને માળવાના શાસકો બન્યા. આ વંશનો સ્થાપક ત્સામોતિક હતો; જોકે તે કુષાણોનો ખંડિયો રાજા હોવાનું મનાય છે. તેનો પુત્ર ચાઇન સ્વતંત્ર રાજવી બન્યો હતો અને તેણે પોતાના રાજ્યની સ્થાપનાની યાદગીરી કાયમ કરવા શક સંવતની શરૂઆત કરી, જે આજે આપણઢ રાષ્ટ્રિય સંવત છે. કચ્છ માટે ગૌરવની વાત એ છે શક સંવતના આરંભ અંગેના બોલાતા પુરાવારૂપ શિલાલેખ અંધૌમાંથી મળ્યો છે.
આ કાર્દમક શકો કે જેમની ઇરાની પદવી “સેપ્ટેપી” ના સંસ્કૃત સ્વરૂપે “ક્ષત્રપ” તરીકે ઓળખવામાં આવે છે. ક્ષત્રપોના કચ્છમાંથી મળી આવેલા આ શિલાલેખોએ આપણા ગૌરવરૂપ ઈતિહાસની કેટલીક ખૂટતી સાંકળોને જોડી છે તેવું જ માત્ર નથી, પરંતુ આ શિલાલેખોએ આપણા દેશના ઇતિહાસમાં નવા અધ્યાયો પણ જોડ્યા છે. ક્ષત્રપકાલીન આ શિલાલેખો વિશે વિદ્વત્તાપૂર્ણ લખાણો, શોધપત્રો અને અનેક પુસ્તકો લખાયાં છે પરંતુ આમ ઈતિહાસરસિકને આ ભવ્ય પ્રાચીન વારસાના ઇતિહાસ વિશે જાણકારી મળે એ માટે કચ્છમાં જયાંથી સૌથી વધુ ક્ષત્રપ શિલાલેખો મળ્યા છે તે અંધૌની ક્ષત્રપ વસાહત અને ભૂજના કચ્છ મ્યુઝિયમમાં રહેલ ક્ષત્રપ શિલાલેખો વિશે જાણકારી ઉપયોગી રહેશે.
કચ્છ જિલ્લાનો બંની પ્રદેશ એશિયાના શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ તરીકે જાણીતો છે. માત્ર આ પ્રદેશ ચરિયાણ તરીકે જ નહિ, પરંતુ બનીના અંધૌમાંથી મળેલા ક્ષત્રપ શિલાલેખોએ આ પ્રદેશને પુરાતત્ત્વની દષ્ટિએ પણ નામના અપાવી છે.
આજે અંદાજે ૫૦૦ માણસોની વસ્તી ધરાવતું અંધૌ કચ્છના પાટનગર ભૂજથી ૮૦ કિ.મી. ઉત્તર પશ્ચિમે (ર૩.૪૬ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૫૩ પૂર્વ રેખાંશ) આવેલું છે. અંધૌ ગામ એ એક પ્રાચીન વસાહત છે. ગુજરાતમાં સૌથી વધુ સાત ક્ષત્રપકાલીન શિલાલેખો એકલાં અંધૌમાંથી જ મળ્યા છે.
અંધૌ બે ભાગમાં વહેંચાયેલું છે: જૂનું અને નવું. બન્ને વચ્ચે ટેકરી છે તે જૂનું ક્ષત્રપકાલીન અંધ કિલ્લેબંધીવાળું નગર હતું. હાલની નવી વસાહતથી તે ચારેક કિ.મી. દૂર છે. કિલ્લેબંધીવાળા જૂના અંધૌના કિલ્લાનાં અવશેષો જોઈ શકાય છે. આ જૂના કિલ્લાને અહીં “અલ્લાહ કોટ” ના નામથી ઓળખવામાં આવે છે. અંધૌ કિલ્લાના ખંડેર છેક ૧૯૬૪ સુધી હયાત હતાં પરંતુ ૧૯૬૫ના ભારત-પાક યુદ્ધ વખતે ભૂજથી કુંવારબેટ સુધીનો રસ્તો બનાવવાની તાકીદે જરૂર પડતાં,
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૨૯)
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાણમાંથી પથ્થરો તાત્કાલિક કાઢવાનું શક્ય ન બનતાં આ ખંડેરના પથ્થરો તેમાં વાપરવામાં આવ્યા હતા. આજે એ જૂના અંધૌને “શરુવાળી બાંધી' કહેવામાં આવે છે, એટલે કે “પાળિયાવાળી ટેકરી “ તરીકે ઓળખવામાં આવે છે.
વર્તમાનકાળમાં અંધીનું સ્થાન રાજકીય કે વાણિજય દષ્ટિએ મહત્ત્વનું ન હોવા છતાં દેશના રાજકીય ઇતિહાસમાં તેનું મહત્ત્વ અનેકગણું છે, કારણ કે અગાઉ કહેવાયું તેમ ક્ષત્રપકાલીન સાત-સાત શિલાલેખો એકલાં અંધૌમાંથી જ મળ્યા છે. એથી એવું જરૂર કહી શકાય કે ક્ષત્રપાલમાં અંધૌ ક્ષત્રપોનું અથવા તો તત્કાલીન ગુજરાતનું વડું મથક હશે.
સૌપ્રથમ ઈ.સ. ૧૮૯૮માં કચ્છ રાજ્યના રણછોડભાઈ ઉદયરામ દીવાનને શક સંવત પર (બાવન) ઈ.સ. ૧૩૦ના ચાર લ>િલેખો (મૃત્યુનોંધ લેખ) મળ્યા. આ શિલાલેખો ઈ.સ. ૧૯૬૦ સુધી કચ્છની ઈજનેર કચેરીના સ્ટોરમાં હતા, જયાંથી કલકત્તા વિશ્વવિદ્યાલયના સ્થાપક અને ભારત સરકારના પશ્ચિમ વર્તુળના અધ્યક્ષ શ્રી ડી.આર.ભાંડારકરે પ્રાપ્ત કરી ભૂજના કચ્છ મ્યુઝિયમમાં ખસેડાવ્યા હતા.
- કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપકાળના કુલ ૧૧ શિલાલેખો છે, જેમાંથી સાત અંધૌમાંથી તથા અન્ય શિલાલેખો વાંઢ (માંડવી), ખાવડા, મેવાસા (રાપર) તથા દોલતપર (લખપત) ખાતેથી પ્રાપ્ત થયા છે. આ તમામ લેખો બ્રાહ્મી લિપિમાં પ્રાકૃતમિશ્રિત સંસ્કૃત ભાષામાં લખાયા છે.
અહીં પ્રદર્શિત કરાયેલ આ ક્ષત્રપશિલાલેખોમાંથી સૌથી અગત્યનો શિલાલેખ શક સંવત ૧૧ (ઈ.સ.૮૯)નો છે. આ લેખ ક્ષત્રપનો સૌથી જૂનો શિલાલેખ છે, જેમાં ક્ષત્રપ રાજા ચાણનનો ઉલ્લેખ છે. આ શિલાલેખ ૧૯૬૮માં કચ્છ યુઝિયમના તત્કાલીન ક્યુરેટર શ્રી દિલીપભાઈ વૈદ્યને પ્રાપ્ત થયેલ છે. આ શિલાલેખ મળતાં ભારતીય ઇતિહાસની એક મોટી ખોજ મળેલ છે. આ લેખ મળ્યા પહેલાં જે ક્ષત્રપ લેખો મળ્યા તેની સાલવારી ઉકેલી શકાઈ નહોતી. આ લેખથી એ પણ પુરવાર કરી શકાયું કે શક સંવતનો સ્થાપક રાજા ચાન્ટન હતો.
ઈ.સ. ૧૮૯૮માં પ્રાપ્ત થયેલ શક સંવત પર (બાવન)- ઈ.સ. ૧૩૦ના ચાર મૃત્યુલેખો મ્યુઝિયમમાં પ્રવેશતાં જ પ્રદર્શિત કરાયા છે. આ ચારે લેખોમાં રાજાનું નામ અંક્તિ છે. મહાક્ષત્રપ રાજા દ્ધદામાનના સમયના ચાર શિલાલેખો પૈકી ત્રણ લેખો મદન નામની વ્યક્તિએ પોતાની બહેન ક્લેઇવીરા, ભાઈ વૃષભદેવ તથા પત્ની યશદાતાની સ્મૃતિમાં કરાવેલ છે, જ્યારે ચોથો લેખ શ્રેષ્ઠદત નામની વ્યક્તિએ પોતાના પુત્ર વૃષભદેવની સ્મૃતિમાં કરાવેલ છે.
આ ચારે વ્યક્તિઓની સ્મૃતિમાં આ લખિલેખ ફાગણ વદ બીજના દિવસે સ્થાપવામાં આવેલ હોઈ કોઈ દુદરતી હોનારત કે રોગચાળાનો ભોગ આ વ્યક્તિઓ બની હોવાનું અનુમાન કરી શકાય છે, જોકે જાણીતા પુરાતત્ત્વવિદ સુબોધકુમાર અગ્રવાલ એવું અનુમાન કરે છે કે લખિલેખમાં મૃત્યુના કારણની ખબર પડતી નથી તેથી આ ચારે વ્યક્તિઓ અલગ અલગ તિથિએ મૃત્યુ પામેલ હશે અને લેખ એક જ દિવસે સ્થાપેલ હોય તેવો પણ સંભવ છે. ચારે લેખમાં “ફાગુન બહુલસ દ્વિતીયા” વર્ષ દ્વિપંચાસે “એવો ઉલ્લેખ છે અને ક્ષત્રપ રાજવીઓ ચાખન, જયદામા, અને રુદ્રદામાનો ઉલ્લેખ છે. મરનાર ચારે એક પરિવારની જ વ્યક્તિઓ છે, જેમાંની ત્રણ ઓપશિત અથવા ઓપષ્ટિ ગોત્રની છે, જ્યારે એક શાણેક ગોત્રની
અન્ય એક ક્ષત્રપ લેખ માંડવી તાલુકાના વાંઢ ગામેથી મળેલ છે. શક સંવત ૧૦૫ (ઈ.સ.૧૮૩) ના આ લેખમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાના પુત્ર મહાક્ષત્રપ રુદ્રસિંહનો ઉલ્લેખ છે. આ લેખ પણ મૃત્યુલેખ છે. કાર્તિક વદ ૨ ની તારીખ દર્શાવતો આ લેખ અજામિત્ર નામની વ્યક્તિએ અતિમુતક ગોત્રની સેવિકા (મહિલા) ની સ્મૃતિમાં સ્થાપેલ છે. આ લેખની છઠ્ઠી પંક્તિમાં “કશ દેશ એવો ઉલ્લેખ આવે છે, તો ગિરિનગરના રુદ્રદામાના શૈલલેખમાં પણ “કચ્છ” નો ઉલ્લેખ મળે છે. આમ આ અભિલેખોના આધારે કચ્છની પૂર્વકાલીનતા પશ્ચિમી ક્ષત્રપોના શાસન સમયથી આરંભાય છે.
રાજા રુદ્રસિંહનો જ એક વધુ લેખ અંધૌ ખાતેથી મળેલ છે, જે શક સંવત ૧૧૪ (ઈ.સ. ૧૯૨) નો છે. આ લેખ પણ લખ્રિલેખ જ છે, પણ મૃતકનું નામ વાંચી શકાતું નથી.'
લખપત તાલુકાના દોલતપર ગામેથી ઈ.સ.૧૯૬૭માં શોધી કાઢવામાં આવેલ એક અભિલેખને સ્તંભ અભિલેખ કહેવો ઉચિત છે, કારણ કે આ લેખ થાંભલા જેવી ઊંચી શિલા ઉપર કોતરવામાં આવેલ છે. વળી તેના લેખમાં પણ છેલ્લી
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૩૦)
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીટીમાં “થંભે ભિકૃતે’” એવું વાંચી શકાય છે. આ લેખની અગત્ય એટલા માટે છે કે તેમાં સર્વપ્રથમ વાર જ આભીર રાજાનો ઉલ્લેખ જોવા મળે છે. આભીર રાજાના ઉલ્લેખવાળો આ ગુજરાતનો સર્વપ્રથમ અભિલેખ છે તેમાં આભીર રાજા ઇશ્વરદેવનું નામ વાંચી શકાય છે, જે સૂચવે છે કે ક્ષત્રપકાળમાં આભીરોનું અસ્તિત્ત્વ હતું. શ્રી રસેશ જમીનદારનું માનવું છે કે પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાળમાં આભીરો વહીવટીકાર્યોમાં મુખ્યાધિપતિઓ તરીકે સ્થાન ભોગવતા હોવા જોઈએ. દોલતપર ખાતેથી જ એક ક્ષત્રપકાલીન મસ્તક મળી આવેલ છે, જે મ્યુઝિયમના પુરાતત્ત્વ વિભામાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ મસ્તક વિષ્ણુનું છે કે સૂર્યનું તે સ્પષ્ટ થતું નથી, પણ કચ્છ મ્યુઝિયમમાં તેનો ઉલ્લેખ “સૂર્યમુ” તરીકે કરવામાં આવેલ છે. આ અંગે સંશોધન જરૂરી છે.
અંધૌ ખાતેથી અન્ય એક ક્ષત્રપ શિલાલેખ રજી સદીનો (૧૨૨ સે.મી. ઊંચો તથા ૨૮ સે.મી. પહોળો) મળી આવેલ છે. આ શિલાલેખનું વંચાણ થયું હોવાનું જણાતું નથી, કેમકે તેની નોંધ જોવા મળેલ નથી. જો તેનું કોઈએ વંચાણ કરેલ હોય તો તેની વિગત લેખકને મોકલવા વિનંતી છે; જોકે મ્યુઝિયમમાં રહેલ લેખ સાથેના લેબલમાં આ લેખમાં ક્ષત્રપવંશની પ્રશસ્તિ હોવાનું જણાવ્યું છે.
રાપર તાલુકાના મેવાસા ખાતેથી મળેલ ત્રીજી સદીના આરંભનો એક લેખ ક્ષત્રપોની વંશાવલી જાણવામાં મદદરૂપ થાય છે. આ લેખ ભર્તૃદામાના સમયનો છે (શક સંવત - ૨૦૫ ઈ.સ. ૨૮૩) જોકે ભારતના જાણીતા પુરાતત્ત્વવિદ બી. ડિસકર તેને શક સંવત ૩૦૦નો માને છે પરંતુ શક સંવત ૨૦૫ ને જ અધિકૃત માનવામાં આવે છે. રાજકોટના વૉટસન મ્યુઝિયમમાં રહેલ એક શિલાલેખની વિગત પણ મેવાસાના લેખને મળતી આવે છે.
ભૂજ તાલુકાના ખાવડા ખાતેથી મળેલ રજી સદીનો એક લેખ મ્યુઝિયમના સંગ્રહમાં છે. ૯૪ સે.મી. ની ઊંચાઈ અને ૭૪. સે.મી. પહોળાઈ ધરાવતા આ લેખની જાડાઈ ૩૧ સે.મી. ની છે. આ શિલાલેખનું વાચન કચ્છ મ્યુઝિયમના ભૂતપૂર્વ ક્યૂરેટર શ્રી જે.એમ.નાણાવટી અને ગુજરાતના જાણીતા પુરાતત્ત્વવિદ શ્રી હરિપ્રસાદ ગ. શાસ્ત્રીએ કરેલું છે. આ લેખ ક્ષત્રપ રાજા રુદ્રદામાના સમયનો છે અને રુદ્રદામાના જ સમયના જૂનાગઢના લેખ કરતાં વહેલા સમયનો છે, એટલે કે શક સંવત ૫૦ શ્રાવણ વદ - ૫ ના સમયગાળાનો છે.ધનદેવે પોતાના પિતાની યાદમાં આ લખિલેખ સ્થાપ્યો છે. આ લેખમાં પણ ખાસ કરીને ક્ષત્રપરાજાની વંશાવળી નાંધાયેલી છે. ત્સામોતિક, ચાષ્ટન, જયદામા, રુદ્રદામા-૧ આ રીતનાં રાજવીનાં નામો વંચાય છે.
કચ્છમાંથી મળેલા આ શિલાલેખોના આધારે એવું અનુમાન કરી શકાય કે ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોનો સૌપ્રથમ વસવાટ કચ્છમાં અને ખાસ કરીને અંધૌમાં જ શરૂ થયો હોય. ઈ.સ. ૮૯ થી ઈ.સ. ૨૮૩, અર્થાત્ શક સંવત ૧૧ થી ૨૦૫ સુધી પશ્ચિમી ક્ષત્રપોની સતા કચ્છમાં ટકી હોય. ગુજરાતના દીર્ધકાલીન ઇતિહાસમાં જે મહત્ત્વનાં સ્વતંત્ર રાજ્યોની ગણના થાય છે તેમાં પશ્ચિમી ક્ષત્રપોનું પ્રથમ હરોળમાં સ્થાન છે. આમ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં કચ્છ પ્રદેશનું પ્રદાન અનેરું છે.
કચ્છમાંથી મળી આવેલા આ શિલાલેખો આપણા ઇતિહાસની ખૂટતી સાંકળો જોડવામાં મદદરૂપ પુરવાર થાય છે, અંધૌની ધરતીમાં હજુ પણ ઘણું ધરબાયેલું હશે, જેનું ઉત્ખનન સવેળા હાથ ધરાય તે જરૂરી છે.
સંદર્ભ સૂચિ ઃ
(૧) કચ્છ સંસ્કૃતિ સમસ્યાઓ અને સમાધાન. લે-રાજરત ગોસ્વામી, ક્યરેટર, વડોદરા મ્યુઝિયમ.
(૨) કચ્છમિત્ર દીપોત્સવી, સંવત - ૨૦૪૪. (૩) કચ્છ સાંસ્કૃતિક પત્રિકા, વર્ષ-૪ અંક ૧૧-૧૨,
(૪) ગ્રામવિકાસ. અંક-અપ્રિલ-૧૯૭૦ માના શ્રી દિલીપ કે.વૈદ્યનો લેખ.
(૫) પથિક દીપોત્સવી અંક સંવત-૨૦૧૭ માનો શ્રી જે.એમ.નાણાવટીનો લેખ.
(૬) આર્ટ કલ્ચર એન્ડ નૅચરલ હિસ્ટરી ઑફ કચ્છ : મ્યુઝિયમ બુલેટિન નં ૨૬ માનો શ્રી અગ્રવાલનો લેખ. (૭) SAKAS IN INDIA, By SATYA SHRAVA.
પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૧
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
)
:-
જ
એક
ter
*
ઈ.સ. ૧૯૯૮માં પ્રાપ્ત થયેલ શક સંવત પર (બાવન) ઈ.સ. ૧૩૦ના મહાક્ષત્રપ રાજા રુદ્રદામનના સમયના ત્રણ મૃત્યુલેખો
-
-
બ
.
".
S
શક સંવત ૧૧ (ઈ.સ. ૮૯)નો ચસ્ટન રાજાનો રાપર તાલુકાના મેવાસા ખાતેથી મળેલ સૌ પ્રથમ ક્ષત્રપ અભિલેખ
ભતૃદામનનો શક સંવત ૨૦૫નો અભિલેખ પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૩૨)
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર્વભૌમત્વના પરિપ્રેક્ષ્યમાં કચ્છના શાસકોના ખિતાબો *
ડૉ. ઇશ્વરલાલ ઓઝા
વિશ્વના કોઈ પણ પ્રદેશ કે ભૂભાગનો શાસક પોતાની રાજકીય ઓળખ કે અન્યના મુકાબલે રાજકીય સ્તરની સ્થિતિ સ્પષ્ટ કરવા એક યા બીજા પ્રકારના ઇલકાબ, ખિતાબ કે બિરુદો ધારણ કરતો હતો. આ પ્રકારનાં બિરુદો કેટલાક સંજોગોમાં તે સ્વયં ધારણ કરતો અને ક્યાંક તેના કરતાં વિશિષ્ટ શક્તિ ધરાવનાર શાસક તરફથી તેને મળતાં હતાં. કેટલાંક બિરુદો વિશિષ્ટ પ્રસંગ, ઘટના કે વિજયની યાદમાં પણ ધારણ કરવામાં આવતાં હતાં. પ્રાચીન યુગમાં ભારતમાં રાજા, મહારાજા, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક કે ચક્રવર્તી જેવાં-બિરુદો વિશેષ પ્રચલિત હતાં. મધ્યકાલમાં મુસ્લિમ શાસકોએ મીરજા, નવાબ, દીવાન, રાજા, સુલતાન, શહેનશાહઇ શાહાનુશાહી જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ જેવા શાસકે તો માળવાના વિજયની યાદમાં “અવંતિનાથ” કે બર્બરક ને હરાવતી વખતે બર્બરક જિષ્ણુ' જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં.
પ્રાચીન યુગમાં પાટલીપુત્ર કે કનોજની ‘મહોદયશ્રી'ને વરવાના કોડ સેવતા શાસકો આસપાસ આધિપંત્યસૂચક બિરુદો ધૂમતાં હતાં. મધ્યકાલમાં ભારતની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર દિલ્હી બનતાં આ બિરુદો દિલ્હીના શાસકના સંમાન્યો આસપાસ ઘૂમવા લાગ્યાં, બદલાયેલાં સંજોગોમાં મહારાજાધિરાજ' જેવાં સાર્વભૌમત્વસૂચક બિરુદો પણ દિલ્હીના શાસકની રાજકીય સ્થિતિના સંદર્ભમાં અપ્રસ્તુત બની ગયાં. કચ્છના શાસકોએ પણ નગર સમૈ, કાબુલ, અમદાવાદ અને દિલ્હીના શાસકો સાથેના રાજકીય સંબંધો સ્પષ્ટ કરવા જામ, રાવ, મહારાવ, મીરજા અને મહારાજાધિરાજ જેવાં બિરુદો ધારણ કરી સાર્વભૌમત્વના સંદર્ભમાં પોતાની સ્થિતિ ઉત્તરોત્તર બળવત્તર કરી. આ વિષયનો અભ્યાસ અત્યંત રસિક છે. કચ્છના દીર્ધકાલીન ઇતિહાસમાં તેવા શાસકો દ્વારા ક્રમશઃ ધારણ કરાયેલ કે પ્રાપ્ત થયેલ ખિતાબોનો વૃત્તાંત સાર્વભૌમત્વના સંદર્ભમાં આ પ્રમાણે છે.
જામ : કચ્છના જાડેજા શાસકો પોતાના વંશના શાસનના પ્રારંભિક કાલમાં પોતાને જામ’ તરીકે ઓળખાવતા હતા. પાછળથી તેમના રાજકીય સંમાનમાં પરિવર્તન આવતાં ‘જામ' ખિતાબનો ત્યાગ કર્યો. કચ્છના મહારાજ્યની એક શાખા એવા નવાનગરના શાસકો છેક આઝાદી સુધી પોતાને જામ‘ તરીકે ઓળખાવતા હતા. તેમના શાસનવિસ્તાર-હાલાર પ્રદેશનું પાટનગર ‘નવાનગર’ કે ‘ઇસ્લામનગર' તરીકે થોડા સમય માટે ઓળખાયું છે, જ્યારે આજે તેને જામનગર સિવાયના અન્ય નામે ઓળખવું મુશ્કેલ છે.
આમ ‘જામ' શબ્દ આપણને ચિરપરિચિત લાગે છે. ગુજરાતના સામાન્ય જનમાનસ પર આજેય ઓઢો જામ અને હોથલ પદમણી છવાઈ ગયાં છે. પાકિસ્તાનના લાસબેલાના જાડેજા શાસકો મુસ્લિમ થઈ ગયા છતાં આજે પણ પોતાને ‘જામ’ તરીકે ઓળખાવે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કચ્છમાં આ ખિતાબ સર્વપ્રથમ ધારણ કરનાર જામ રાયધણ હતો. તેણે આ ખિતાબ ઈ.સ. ૧૪૬૪માં ધારણ કર્યો હતો, જ્યારે યદુવંશના કર્ણોપકર્ણ પ્રણાલિકાગત વૃત્તાંત પ્રમાણે દેવેન્દ્રના ત્રીજા પુત્ર નરપતે ગઝનીના શાસક ફિરોજશાહનો વધ કરીને અફધાનિસ્તાન જીતી લીધું ત્યારે તેણે જામ ખિતાબ ધારણ કરેલો. શાસંકના *(યૂથ ડેવલોપમેન્ટ બોર્ડ કચ્છ-પારિતોષિક વિજેતા નિબંધ)
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૩૩
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખિતાબ તરીકે “જામનો પ્રથમ ઉપયોગ આ સમયે થયેલો દેખાય છે. ત્યારબાદ સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક શાસકોના સંદર્ભમાં ઉપયોગ શરૂ થયો.
“જામ” ખિતાબનું મૂળ - સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જાડેજા શાસકોએ “જામ“ ખિતાબ કઈ રીતે અપનાવ્યો તે વિશે વિદ્વાનોમાં જુદા જુદા મત પ્રવર્તે છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે :
(૧) જમશેદ પરથી - એક મત એવો છે કે ઇરાનના મહાન સમ્રાટ જમશેદ પરથી “નામ શબ્દ પ્રયોજાયો છે. અબૂલ ફઝલ પોતાના ગ્રંથ આઈના-એ-અકબરીમાં નોંધે છે કે “મુહમદ બીન કાસીમના મરણ પછી સિંધનું સાર્વભૌમત્વ બનતમામ અનસારી પાસે આવ્યું. ત્યારબાદ સિંધના શાસકો સમા અને સુમરા થયા. આ સમાઓ પોતે જ જમશેદમાંથી ઊતરી આવ્યા તેવું માનતા હતા. પરિણામે પોતાને જામ' તરીકે ઓળખાવતા.” અબૂલઝલના આ મતને પૃષ્ટિ આપતાં ડૉ. આર.સી.મજૂમદાર પણ નોંધે છે કે “સમાવંશના તમામ રોજાઓ “જામ' ખિતાબ ધરાવે છે, કારણ કે તેઓ પોતાને જમશેદના વંશજો માને છે. એ જ રીતે કઠવાસ નામની સિંધની એક અન્ય જાતિના પણ પોતાને જમશેદમાંથી ઉતરી આવેલા માને છે. કર્નલ ટોડ માને છે કે સમાઓ મુસ્લિમ થયા પછી શરમાતા તેથી પોતાનો વંશ તેમણે પારસી રાજા જમશેદ સાથે જોડ્યો. હિન્દુ મુસ્લિમ આકર્ષણમાંથી તેમણે ત્રીજો માર્ગ કાઢ્યો.
(૨) શ્યામ પરથી - શ્રી શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે કે “યાદવો પોતાના નામ આગળ શ્યામ અને પાછળ યાદવ લખતા . દા.ત. શ્યામ દેવવ્રત યાદવ, શ્યામ કુમકુમ યાદવ. એવું અકબર વિશે પણ છે. તે
અકબર” પાછળ લખતો. દા.ત. મહમૂદ જલાલુદ્દીન અકબર. તુર્કીમાં “શ્યામ”, “સામ તરીકે લખાય. અને ઉચ્ચાર ‘ઝામ થાય તેથી કોઈ કાલે તેમાંથી “જામ થયું. *
(૩) પ્રતાપી પૂર્વજ પરથી :- જહોન વિલ્સનના મત મુજબ જામનો ખિતાબ જાડેજાઓમાં તેમના સિંધમાંના કોઈ વડા પરથી આવ્યો હોય તેમ લાગે છે. જ્યારે બીજી જગ્યાએ તે જણાવે છે કે કચ્છના શાસકોને “જામ ખિતાબ પાછળની અસર તરીકે મળ્યો લાગે છે. સમાઓએ ઈ.સ.૧૫૧માં સિંધ જીત્યું ત્યાં સુધી તેઓ આ ખિતાબ ધરાવતા હતા. “
(૪) વેણીનાથનો મત - “જામવિજય' નામના ગ્રંથમાં તેના કર્તા વેણીનાથ જામની વ્યુત્પત્તિ આપતાં નોંધે છે કે, “તે પિવડશાસ્તજિમ્નસમવેર . તેના નામ રૂવધ નામ સાર્વયમ્ " અર્થાત જેના તેજમાં શત્રુઓ જમાઈ જાય અંજાઈ જાય તે જામ.
(૫) દરબારી દૃષ્ટિકોણ :- એક અધિકૃત પગવ્યવહારમાં ભૂજના રેસિડેન્ટને “જામ' નામ શાના પરથી આવ્યું એ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ પ્રશ્નાવલીના પ્રત્યુત્તરમાં જણાવ્યા પ્રમાણે, “નરપતે જ્યારે ગઝના શહેર લીધું અને પોતાની ટોળી જમાવી ત્યારે એના પોતાના પક્ષવાળાઓએ તેમજ તે પ્રદેશના લોકોએ એમને જામ એવા માનકારી નામથી બોલાવ્યા, કારણ કે મોટા સરદારો અને મોટા માણસો માટે એ શબ્દ તે દેશમાં વપરાતો હતો.” ૯ :
(૬) શ્રી ત્રિવેદીનો મત :- શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદી “જામ' ખિતાબ માટે ઉપર્યુક્ત મતોથી તદ્દન અલગ મંતવ્ય વ્યક્ત કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે “દેવમાતંગના વંશમાં માર્ગ નામે પ્રખ્યાત પુષ. ગિરનાર જતાં રાયધણના દરબારમાં આવ્યો. રાયધણે પોતાના પૂર્વજોના માનેલા જાણી માન આપ્યું અને તે ચાલ્યો ત્યારે પોતાના ચાર કુંવરો સહિત પોતાની હદ સુધી વળાવવા નીકળ્યો. રસ્તામાં ચાલતાં જાલ પાસે આવ્યા ત્યારે રાયધણે દેવનું ચિત્ત પ્રસન્ન જોઈ પોતાના કુંવરો વાસ્તે આશીર્વચન માગ્યું. દેવે કહ્યું : તેઓ ચારે જણ “જામ કહેવાશે.”૧૦
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૪
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જામ' શબ્દાર્થ અને ઉપયોગ :- જામ' શબ્દનો ઉપયોગ પણ પ્રાચીન સમયમાં જુદા જુદા અર્થમાં કરવામાં આવતો હતો. ખિતાબ સિવાય તેના નીચે પ્રમાણે કેટલાક અર્થ મળતા હતા : .
(૧) માપ-અંતર - પ્રાચીન કાળમાં દરિયાઈ માપ જામ' કે “ઝામ તરીકે ઓળખાતું હતું. આધુનિક માપ-અંતરના એકમમાં તેનો ખ્યાલ મેળવવાનો બેરન હેમરે નિષ્ફળ પ્રયત કર્યો છે, કારણ કે સીદી અલીએ તેનો અર્થ નરકૂટથી કર્યો છે, જયારે પ્રિન્સેસ નોધે છે તેમ નાવિકો અને દરિયાખેડુઓ તેનો અર્થ બાર નોટિકલ માઈલ કરતા હતા. “કાલીકટથી લક્ષદ્વિપની છવીસમી દરિયાઈ સફર” નામના ગ્રંથમાં નવ ડિગ્રી ખાડીના સ્થળનિર્દેશ વિશે જણાવાયું છે કે તે કાલીકટથી બે “જામ' નૈ→ત્યમાં અને આઠથી નવ જામ નૈઋત્ય-પશ્ચિમમાં છે. આ પ્રકારનાં માપ “દીવથી મલ્લાકાની સત્તાવીસમી દરિયાઈ સફર” નામના પુસ્તકમાં પણ આપવામાં આવેલ છે. તદુપરાંત ડેલ્લાવલ્લે પણ પોતાના દરિયાઈ પ્રવાસનાં સંસ્મરણોમાં નોંધે છે કે “ઇરાની અખાતમાં આરબ અને ઈરાની ખેલાડીઓ “જામ “ નામના દરિયાઈ માપ ને સાથેનો તુલનાત્મક કોષ્ઠકો પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત જેમ્સ પ્રિન્સેપ નામનો એક અર્થ ઇંચનો આઠમો ભાગ આપે છે. આપણે આ માપને આપણા “જવવા” અને “તલવા’ સાથે સરખાવી શકીએ.
. (૨) પ્રહર :- બંગાળની રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપક્રમે વાંચેલ એક શોધપત્રમાં જેમ્સ પ્રિન્સેપ નોધે છે તેમ પહેલાં દિવસ અને રાત્રિના આઠ ભાગ પાડવામાં આવતા અને દરેક ભાગને “જામ કે “ઝમ કહ્યામાં આવતો હતો. આપણા પ્રહર જેવો “જામ‘નો અર્થ ગણાય, સ-યામ”.
(૩) વૃત - “જામ નો એક બીજો અર્થ ભૌગોલિક ડિગ્રીનો પાંચમો ભાગ કરવામાં આવતો હતો. હેરિયૂલ અને એ.સી, બર્નેલ કેટલાક પ્રદેશોમાં પાર્થિવ વૃતમાપ (TERRESTRIAL) માટે જામ કે “ઝામ'નો ઉપયોગ થતો તેમ નોંધે છે.
નિષ્કર્ષ - આમ ‘જામ' શબ્દનો અર્થ, ઉપયોગ અને મૂળ સંબંધે જુદા જુદા મત પ્રવર્તે છે. જમશેદ સાથે “જામનો સંબંધ પ્રસ્થાપિત કરનાર વિદ્વાનોનો મત ધારણાઓ પર આધારિત છે, જેને યથાર્થ આધારની આવશ્યકતા છે, જ્યારે વેણીનાથ દ્વારા વ્યુત્પન્ન અર્થ કવિની નરી કલ્પના માત્ર છે અને તેને ઈમિત્રસ સાથે કોઈ સંબંધ હોય તેમ લાગતું નથી. શ્રી. આત્મારામ કેશવજી દ્વિવેદીના મતમાં “રાજાપદનો દૈવી અંશનો સિદ્ધાંત”નો આશ્રય લેવામાં આવ્યો છે તેમાં વિશેષ કોઈ પ્રતિપાદિત થતું નથી.
બીજી બાજુ શ્રી શંભુપ્રસાદ દેસાઈનો મત “શ્યામનું જામ થવું” તે સ્વીકારીએ તો આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે “જામ' ખિતાબ સ્વદેશી તો નથી જ. પૂલના મત પ્રમાણે “જામ' શબ્દ બલૂચ મૂળનો છે. આઝાદી પહેલાં દક્ષિણ સિંધમાં અનેક જામવંશીય શાસકો તથા જમીનદારો હતા, જેમાં લાસબેલા અને કલાત તેમનાં મોટાં રાજ્યો હતાં. અલીશેરપાનીકૃત તુફ-તુલ-કિરામમાં પણ અનેક જામવંશીય શાસકોનાં નામ મળે છે. "
પૂલના ઉપર્યુક્ત મત સાથે લૉન્ગ વર્થ ડેસ્સ સહમત નથી. તે નોંધે છે કે “જામ' શબ્દનો ઉપયોગ બલૂચી ભાષામાં થતો હોવા છતાં પણ મને તે બલૂચી મૂળનો લાગતો નથી, સંભવતઃ તે સિધી શબ્દ છે. વળી પ્રાપ્ત માહિતીને આધારે હું જાણું છું કે આ શબ્દનો ખિતાબ તરીકે બલૂચો ઉપયોગ કરતા નથી, એને બદલે જત અને રાજપૂતોની દેશી કે સ્થાનિક જાતિઓ તેનો ઉપયોગ કરે છે. લાસબેલાનો જામ આ જાતિનો છે તેમને “જામહત” તરીકે ઓળખવામાં આવે છે, “જામ' તરીકે નહિ, જયારે ડેરાગાઝીખાન જિલ્લામાં આ જાતિના અમીરો “જામનો ખિતાબ ધારણ કરે છે, જેમાંના કોઈ બલૂચ નથી. આ જિલ્લાની “જામ' ખિતાબનો મુખ્યત્વે ઉપયોગ કરતી જાતિ “ઉધાન' છે, જ્યારે ડેરાગાઝીખાન જિલ્લાના મોચીઓના મતે તો “જામ માનવાચક તખલ્લુસ છે.” ૧૫
( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૩૫)
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
‘જામ‘ શબ્દનો સંબંધ ઇરાન સાથે જોડનારાઓમાં વૉકર અને મૂર જેવા વિદ્વાનોનો પણ સમાવેશ થાય છે. ૬ તેમની આ વિચારસરણી દંતકથાઓ પર આધારિત છે. ઇરાની વિશે ‘ઝંડપીમો’ અને ‘જમસેદ પીમોક્ષેતો' સાથે ‘જામ‘ શબ્દનો સંબંધ છે તે સાબિત કરવા માટે તેમની પાસે કોઈ પ્રતીતિકર આધાર નથી. ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ‘જામ‘ શબ્દનો સામાન્ય અર્થ ‘મુસ્લિમ શાસક' કરવામાં આવે છે. સિંધના હિન્દુશાસક તિમાજીના વારસોએ ઇસ્લામ અંગીકાર કર્યો ત્યારબાદ અર્થાત્ ઈ.સ. ૧૩૮૦ આસપાસ ‘જામ‘ શબ્દનો અર્થ વિશેષ પ્રચલિત બન્યો. ૧૮
ઉપર્યુક્ત ચર્ચાને અંતે સ્પષ્ટ થાય છે કે જાડેજાઓએ ‘જામ‘ ખિતાબ એક કારણે નહિ, પરંતુ અનેક પરિબળોને લીધે ધારણ કર્યો હતો. સર્વપ્રથમ તે સંમાન સૂચક હોવાને કારણે તે સ્વીકારવાનું તેમાં વિશેષ પ્રલોભન હતું, પણ તેનો ઉપયોગ ‘તુહફ-તુલ-કિરામ‘માં ઉલ્લિખિત શાસકો, લાસબેલા તથા કલાત નામોનો ડેરાગાઝીખાનના અમીરો, દક્ષિણ સિંધના નાના મોટા રાજાઓ, જતો અને રાજપૂતો જેવા શાસક વર્ગ કરતો હતો તેથી પણ તેને સ્વીકારવામાં આવ્યો.
વળી કચ્છના જાડેજાઓના પૂર્વજોને પોતાના પ્રાચીન પૂર્વજોનો ખ્યાલ ભારત બહાર લુપ્ત થતો ગયો હોય તેથી મધ્યએશિયાના આ વિદેશી શબ્દના ફૅશનરૂપ આકર્ષણે તેમને ‘જામ‘નો ખિતાબ કરવા પ્રેર્યા અને અંતે તો તેનો સંબંધ જમશેદ જેવા મહાન રાજવી સાથે હતો તેથી તેને અપનાવવામાં સામાજિક સ્તર ઊંચો ઊઠતો હતો. વળી રાજાપદમાં દૈવી અંશના ઉમેરણ માટે પણ આવો ખિતાબ ધારણ કરવો આવશ્યક હતો. તદુપરાંત તેનો સામાન્ય અર્થ પાછળથી ‘મુસ્લિમ શાસક' રૂઢ થયો તેથી ધાર્મિક દૃષ્ટિએ દૂધ અને દહીંમાં પગ રાખવા માટે પણ લાંબા સમય સુધી તેને વળગી રહેવામાં ડહાપણ હતું તેથી જ્યારે એક મુસ્લિમ સુલતાને (મહમૂદ બેગડો) તેમને ‘રાવ'નો ખિતાબ આપ્યો ત્યારે ‘જામ‘ છોડી દેવાયો.
રાવ : ‘રાવ’નો ખિતાબ ધારણ કરનાર કચ્છના શાસક ખેંગારજી પ્રથમ હતા. કચ્છના ઇતિહાસમાં તેમનું અત્યંત નોંધપાત્ર સ્થાન છે. ભારતીય ઇતિહાસમાં મૌર્યવંશીય ચંદ્રગુપત જેટલું એ મહત્ત્વ ધરાવે છે. કચ્છીઓએ તેમને ‘કચ્છના કાર્તિકેય' કહીને યોગ્ય અંજલિ આપી છે, કારણ કે કચ્છનું રાજકીય એકીકરણ પૂરું કરનાર એ કચ્છી બિસ્માર્ક હતો. તેને પણ બિસ્માર્ક જેટલાં જ યુદ્ધો લડવાં પડ્યાં હતાં. કદાચ તેણે લડેલાં યુદ્ધોની ભયંકરતા સેડાન તથા સંડોવા જેવી નહિ હોય.
તેણે ભૂજની ગાદી પર નવા વંશની સ્થાપના કરી, જેને આપણે 'રાવવંશ' તરીકે ઓળખાવી શકીએ. અત્યાર સુધી ‘જામ‘નું વિદેશી બિરુદ ધારણ કરતો કચ્છનો શાસક હવે પોતાને ‘રાવ' તરીકે ઓળખાવતો થયો. ‘રાવ’ પદ ધારણ કરવાના સંદર્ભે કચ્છનાં સાધનો જણાવે છે કે સિંહના હુમલાની ઘટના વખતે ખેંગારે મહમૂદ બેગડાનો જીવ બચાવ્યો ત્યારે સુલતાનના મોંમાંથી સાહજિક રીતે ‘તુમ તો બડે રાવ હો' જેવા ઉદ્ગારો નીકળી ગયા.૧૯ ત્યારથી જામનો ખિતાબ જામનગર પાસે રહ્યો અને ભૂજે રાવની પદવી ધારણ કરી તેમ કહેવાય છે. આ ઘટનાને 'મિરાતે અહમદી’ તથા ‘મિરાતે સિકંદરી' જેવી રચનાઓનો ટેકો નથી. તેથી પ્રસંગ શંકાસ્પદ છે, પરંતુ તેનું હાર્દ તો ઐતિહાસિક જ છે. કચ્છે દિલ્હીથી સ્વતંત્ર થયેલી ગુજરાતની અહમદમાશાહી સલ્તનતને પોતાના સાર્વભૌમ તરીકે સ્વીકારવાના બદલામાં ‘રાવ’ ખિતાબ મેળવી લીધો હોય તે સંભવિત છે, એટલુ જ નહિ, આ ઘટનાથી જામ રાવળનો પણ કોઈ દાવો કચ્છ પર નહિં રહે તેવું સૂચિત થયું.
‘રાવ’ ખિતાબનું મહત્ત્વ : ટૂંકમાં, રાવના ખિતાબે રાવળને પણ પોતાનું શુ સ્થાન છે તે બતાવી આપ્યું. મુંબઈ ગૅઝેટિયરના કર્તા નોંધે છે તેમ ‘રાવ’ કરતાં ‘રાવળ’ નિમ્ન સ્તરનો ખિતાબ હતો,૨૦ જયારે ‘રાવ’ એ ‘રાજા’ ની સમકક્ષ હતો. આ ખિતાબ વંશનો વડો જ ધારણ કરી શકતો હતો, જ્યારે રાજાઓ,
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૦૩૬
•
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીઓ, રાવો અને રાવળોના પુત્રો ‘કુંવર' કહેવાતા. આ કુંવરોના પુત્રો “ઠાકુર' ગણાતા. ઠાકુરનો મોટો પુત્ર ભૂમિયા' (જમીનદાર) કહેવાતો, જેને સામાન્ય જનતા ગરાસિયા તરીકે ઓળખતી. ગુજરાતમાં રાજપૂતો અને મુસ્લિમ દરબારો કે આવા જમીનદારો માટે ગરાસિયા શબ્દ પ્રચલિત થયો છે.
રાવનું મૂળ: જે ક્રીસ્ટ નામના એક વિદ્વાનના મતે કેટલાક સેમેટિક સિક્કાઓ પર “રાવ' ના મૂળ જેવો “એ” ERU શબ્દ છે. આ શબ્દનો ઉચ્ચાર અસિરિયનો “રેવુ' REU કરતા હતા. ડેબિક નામનો જર્મન વિદ્વાન એનો અર્થ “ભરવાડોનો રાજા' કરે છે. આ રીતે જો “રાવ' શબ્દ નું મૂળ મધ્યએશિયાઈ હોય તો કચ્છ સુધી પથરાયેલી માલધારી પ્રજા આ અર્થને ટેકો આપે છે. વળી ભારોપીય ભાઇ ભૂમિકામાં આવા ઘણા સમાન શબ્દો મળે છે તેથી કચ્છના શાસક માટે “રાવ’ બિરુદ બંધબેસતું ગણાય. “રાવ'નો ઉચ્ચાર કચ્છમાં વર્ષો સુધી “રાઉ તરીકે થતો હતો. ૧૭મી સદીના લેખો અને ઓગણીસમી સદીના લેખોમાં પણ “રાઉ' જ વંચાય છે, જ્યારે કેટલાક લેખોમા'રાજ' શબ્દ રાવની જગ્યાએ મૂકવામાં આવતો હતો..
મહારાવ :- જામનગરમાં જામરાવળની છઠ્ઠી પેઢીએ રાજય કરતા જામ રણમલ્લનું ઈ.સ. ૧૬૬૪માં મરણ થયું. લાખા નામના એક રાઠોડ રાવતની કૂખે અવતરેલ કુંવરને તેની પાછળ ગાદીએ બેસાડવાના પ્રયતો થયા, પણ રણમલ્લનો ભાઈ રાયસિંગ કચ્છના રાવ તથા બીજ જાડેજાઓની મદદથી ગાદીએ બેઠો, તેથી રણમલ્લની વિધવા તથા મલિક ઇસા નામનો નોકર લાખાનાં હક્ક માટે સોરઠના ફોજદાર કુતુબુદ્દીન ખાન પાસે આવ્યા.રપ એ વખતે કુતુબુદ્દીન ખાન અમદાવાદમાં કામચલાઉ સૂબો હતો. છેવટે આ પ્રશન સમ્રાટને સોંપાયો. સમ્રાટે નિર્ણય આપ્યો કે રાયસિંગ પાસેથી ગાદી પડાવી લેવામાં આવે અને બાળ ભત્રીજા સત્તાજીને ગાદી આપવામાં આવે."
_કતુબુદ્દીનખાને નવાનગર જઈ યુદ્ધ કરીને રાયસિંહને મારી નાખ્યો. નવાનગર કબજે કરીને એનું નામ ઇસ્લામનગર રાખ્યું. રાયસિંહનો પુત્ર તમાચી નાની ઉંમરનો હતો તે નાસી ગયો અને કચ્છમાં આશર લઈ રહ્યો.૨ રાયસિંહે જામનગરમાં બે વર્ષ રાજ્ય કર્યું. ખંભાળિયા પાસે તેનો પાળિયો છે.
નવાનગરને ઇસ્લામનગર નામ અપાયાની ખબર જયારે કચ્છમાં આશ્રય લઈ રહેલા તમાચીને પડી ત્યારે તે બળવો કરીને ઓખામંડળ ગયો અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેની ૩૦OOની ફોજ કુતુબુદીનના પુત્ર મહમદ સામે હારી છતાં તે હિંમત હાર્યો નહિ, કારણ કે તેને કચ્છનો ટેકો હતો. પ્રાગમલ્લજીએ પોતાના પુત્ર ગોડજીને લડવા સાથે મોકલ્યો હતો. ગુજરાતમાં સૂબા તરીકે મહારાજા જશવંતસિંહ આવતાં તેણે પોતાનો કેસ રજૂ કર્યો. પરિણામે તેના હક્કનો સ્વીકાર થયો. મુઘલ સમ્રાટે પણ તેને માફી આપી. આમ નવાનગર કચ્છ- સમર્થિત તમાચીને મળ્યું તેથી કચ્છના રાવે “મહારાવ'નું બિરુદ ધારણ કર્યું છે અને કચ્છ કરેલી મદદના બદલામાં તમાચીએ બાલંભાનો કિલ્લો કચ્છને આપ્યો. રાયધણ બીજાના સમયમાં આ કિલ્લો જ ફતેહમહમદ માટે જામનગર પર સવારીઓનું નિમિત્ત બન્યો હતો.
“મહારાવનું મહત્ત્વ : કચ્છને મન આ પ્રસંગનું વિશેષ મહત્ત્વ હતું, કારણ કે છેક હમીરજીથી રાવ અને રાવળનો સંઘર્ષ ચાલતો હતો. રાજકીય સ્તરની દૃષ્ટિએ રાવ ચડિયાતા જ ગણાતા હતા, પરંતુ વ્યવહારમાં કોઈ નિર્ણાયક વિજય કચ્છને મળ્યો નહોતો. જામનગર જામ રાવળ પછી કેટલીય વખત કચ્છ મેળવવાનાં અભરખા સેવ્યા હશે, પરંતુ તે અશક્ય હતું. રાયસિંહના મરણ પછી કચ્છને તક મળી ગઈ અને જામનગરને
* સં. રાજ્ઞાનું પ્રા.રૂપ પામે છે અને અપભ્રંશ રૂપ રાસ છે, જે વર્તમાન સમય સુધીમાં આવતો “રાવ’ સ્વાભાવિક રીતે આવી રહે છે. જૂનાગઢના ચૂડાસમાઓ રા’ લગાવતા હતો તે અપ. ૩ નું ટૂંક રૂપ જ છે, જેમ કે “રા' નવધણ” વગેરે –સંપાદક
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૭)
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુશ્મન બનાવ્યા સિવાય પોતે આ રીતે “મહારાવ' બની શક્યા. મુઘલો સાથેના યુદ્ધમાં રાવ પ્રાગમલ્લના પુત્ર ગોડજીનો સારો સહકાર હતો નહિતર તમાચી ૩૦OOની ફોજ તૈયાર કરી શકે નહિ. ઉપરાંત રાજા જશવંતસિંહે પણ અંતે વાસ્તવિકતા સ્વીકારી સમ્રાટનો અભિપ્રાય ફેરવ્યો હશે.
આમેય જામનગરનો વંશ કચ્છના ભાયાતનો વંશ હતો. ભાયાત સિવાયનાને ગાદી મળે તે કચ્છથી કેમ સહન થાય? ૩૨ ટૂંકમાં, કચ્છ યુધિષ્ઠિર જેવી “વયં પંચાષિક શતમ્” ની નીતિ અપનાવી. તમારી જે સૂબા તરીકે રહે તો તેને જામનગર શહેર સોંપી દેવાની લાલચ મુઘલોએ આપેલી, પરંતુ પ્રાગમલજીને પોતાનો ભાઈ આવી ગુલામી કરે તે પસંદ નહિ હોય, પરિણામે તમાચીએ અડધા, પરંતુ સ્વતંત્ર હાલારથી સંતોષ માન્યો. આમ પશ્ચિમ ભારતના આ દ્વીપકલ્પમાં સત્તાની સમતુલાનો નાનકડો પ્રયોગ કરીને, વિજયી થઈને કચ્છ બહાર આવ્યું. '
મહારાજાધિરાજ: દેશળજીના પુત્ર લખપતજીના વખતનો યાદગાર બનાવ કચ્છના શાસકોને મળેલ મહારાજાધિરાજ' અને “મીરજાનાં બિરુદોનો હતો. “મહારાજાધિરાજ ખિતાબ કાબૂલના એ વખતના શાસક મહમદશાહ પાસેથી કચ્છના એલચી તુલસીદાસે મેળવ્યો હતો.૪ “મહારાજાધિરાજ' ખિતાબનો અર્થ એ વખતે “સ્વતંત્ર અને સાર્વભૌમ” થતો હશે કે કેમ તે શંકાસ્પદ છે. સિંધના એક ભાગ તરીકે કચ્છ પર અફધાનિસ્તાના શાસકોનો દાવો હતો. ઘણી વખત આવશ્યકતાનુસાર કચ્છના રાવોએ એ દાવાની રૂએ મદદ પણ માગી હતી. તેથી જ્યારે જેમ્સ બર્ન્સ સિંધ ગયો ત્યારે સિંધના અમીર કચ્છ જીતવાના મનસૂબા સેવતા હતા.૩૫ અંગ્રેજો એ કચ્છ જીત્યું કે તુરત જ અફઘાનીસ્તાનના શાસકે બ્રિટિશ ગવર્નર - જનરલ માર્કવીસ ઑફ હેસ્ટિંગ્સને એક પત્ર લખ્યો હતો. આ પત્રનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે અફઘાન નવાબ સરબુલંદખાનને કચ્છના શાસકનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ટૂંકમાં, અફઘાનિસ્તાન કચ્છને પોતાના સામ્રાજ્યમાં ગણતું હતું તેથી આ ખિતાબ મેળવીને લખપતજીએ વિદેશનીતિના ક્ષેત્રે સારી સફળતા હાંસલ કરી.
મીરજા : આવો જ બીજો ખિતાબ લખપતજીના વખતમાં તેમના સાચા સાર્વભૌમ મુઘલ સમ્રાટ પાસેથી મળ્યો તેને કારણે કચ્છની સાથે લખપતજીનું મહત્ત્વ વધી ગયું. આ ખિતાબ પ્રાપ્ત કરવા માટે પ્રથમ તેમણે દિલ્હીમાં પોતાનો એલચી મૂક્યો. ત્યાર બાદ એક પછી એક પ્રતિનિધિમંડળો મોકલ્યાં. તેમની સાથે વિશ્વવિખ્યાત કચ્છી ઘોડા અને ગુજરાતી બળદ તથા બીજાં નજરાણાં તેમ અરજીઓ એ વખતના મુઘલ સમ્રાટ ફિરદૌસ આરામગાહ પાસે મોકલ્યાં. આવી જ ભેટો તેણે સામ્રાજ્યના કારભારીઓ પર પણ મોકલાવી. આને લીધે છેવટે લખપતજીને એક મનસબ મળી અને તેને “મીરજા રાજા લખપત’ નામના ખિતાબથ
રિા રાજા લખપત’ નામના ખિતાબથી સંમાનિત કરવામાં આવ્યો.
આ ખિતાબ ઘણો જ અગત્યનો હતો અને તે શરૂઆતમાં મુઘલ કુટુંબના માણસોને જ અપાતો હતો. પછી તે વિશ્વાસુ-અંગત-જમણા હાથ જેવા માણસોને આપવામાં આવતો. આવો ખિતાબ જયપુરના મહારાજા જયસિંહ ધરાવતા હતા તે પરથી તેના મહત્ત્વનો ખ્યાલ આવે છે. તેનો ઉપયોગ “મહારાવની સાથે કચ્છના લખપત પછીના શાસકોએ કર્યો હતો. “મહારાજાધિરાજ' શબ્દ અન્ય ઉલ્લેખોમાં ઓછો વપરાયો છે, પરંતુ “મીરજા' તો સર્વસામાન્ય હતો.
આ ખિતાબ કોણે આપ્યો તે વિશે જુદા જુદા મુઘલ સમ્રાટોનાં નામ મળે છે. કચ્છ દરબારનાં સાધનો તેનું નામ અહમદશાહ આપે છે. “મીરાતે અહમદી' ફિરદૌસ આરામશાહનું નામ આપે છે. શ્રી નાગાંધી આલમગીર જણાવે છે, ૩૯ પરંતુ એ તો હકીકત છે કે કચ્છના શાસકને આ ખિતાબ સંવત ૧૮૦૩માં મળ્યો. એ વખતે મહમદશાહ નામનો સમ્રાટ દિલ્હીપતિ હતો. શ્રી નયગાંધી ખિતાબ આપવાનું કારણ કચ્છની મુઘલ સમ્રાટને કરવામાં આવેલી લશ્કરી મદદ ગણે છે. આ મદદ માટે તેઓ કોઈ આધાર આપતા નથી. ટૂંકમાં,
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૮)
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાવની અદમ્ય ઇચ્છામાંથી જ આ ખિતાબ પ્રાપ્ત થયો હતો.
માહીમિરાતબ યા માહેમુરાતબ ઃ- લખપતજીને ‘મીરજા' ખિતાબની સાથે સાથે એક સોનાની માછલી પણ મુઘલ સમ્રાટ તરફથી આપવામાં આવી હતી. તેને ‘માહીમિરાતબ' કે માહેમુરાતબ' કહેવામાં આવતી હતી. આ માછલીનું હમણાં સુધી ભૂજમાં સરઘસ કાઢવામાં આવતું, આ ઉપરાંત આ વખતે ઢાલ અને તલવાર પણ ભેટ અપાયેલી. આજે પણ તે આયના મહેલમાં આવેલા હીરામહેલની ગાદી પર પડેલી
છે.
સમાપન : આમ કચ્છના શાસકોએ કચ્છનું ભારતીય સંધમાં વિલીનીકરણ થયું ત્યાંસુધી આવા અનેક ખિતાબો ધારણ કરીને પોતાના સાર્વભૌમત્વને અધિકૃત રીતે પ્રસ્થાપિત કરવાના પ્રનો કર્યા હતા, પરંતુ મીરજા મહારાવ રાયધણજી બીજાના સમયના ફતેહમહમદના શાસનના દ્વિતીય તબક્કાનાં કેટલાંક વર્ષોને બાદ કરતાં તેમાં સફળતા મળી નહોતી. ‘જામ’ ‘રાવ' ‘મહારાવ' ‘મીરજા' શબ્દોમાં ક્યાંય સાર્વભૌમત્વનો અણસાર આવતો નથી, ‘મહારાજાધિરાજ' ખિતાબ કચ્છના શાસકને જે પરિસ્થિતિમાં પ્રાપ્ત થયો તે કાલમાં સાર્વભૌમત્વના સંદર્ભમાં અપ્રસ્તુત બની ગયો હતો. પૂર્વે જણાવ્યા પ્રમાણે આ ખિતાબ લખપતજી માટે દીવાન જોશી તુલસીદાસે કાબૂલનઃ એ વખતના શહેનશાહ મહમહશાહ પાસેથી મેળવી આપ્યો હતો. આનો અર્થ પ્રાચીન અને મધ્યકાલ મુજબ સ્વતંત્ર અને સાર્વભૌમ કરવામાં જોખમ છે. જે યુગમાં આ ખિતાબ કાબૂલ તરફથી કચ્છને મળ્યો તે યુગ અફઘાનિસ્તાનનો સુવર્ણયુગ નથી. જો આ વખતે અફઘાનિસ્તાન મજબૂત હોત તો કદાચ આ શોભાનો ખિતાબ પણ કચ્છના રાવને મળી શક્યો નહોત, કારણ કે અફઘાનિસ્તાન પોતાના સામ્રાજ્યના ભાગ તરીકે સિંધને ગણતું હતું અને સિંધના સ્થાનિક શાસકો કચ્છને સિંધનો જ એક ભાગ ગણતા હતા. આમ કચ્છ પર સાર્વભૌમત્વ અફઘાનિસ્તાનનું હતું તેમ વર્ષોથી માનવામાં આવતું હતું. આ અધિકારને પ્રસ્થાપિત કરવાની અફઘાન શાસકોમાં શક્તિ નહોતી, પરિણામે કચ્છ પર વાસ્તવમાં મુઘલ સમ્રાટોનું સાર્વભૌમત્વ પ્રત્યક્ષ રહ્યું હતું:
મરાઠા સામ્રાજ્યવાદના ઉદય પછી મુઘલોના વારસદાર તરીકે મરાઠાઓ પણ નામનું જ સાર્વભૌમત્વ કચ્છ પર ધરાવતા હતા, તેનો ખ્યાલ પેશવાએ હિજરી સંવત ૧૨૦૫માં ગાયકવાડને આપેલ દશ વર્ષની મુદતની એક સનદ પરથી આપે છે. આ સનંદમાં જે પ્રદેશો પર ગાયકવાડનો અધિકાર સ્વીકારવામાં આવ્યો હતો તેમાં કચ્છનો પણ સમાવેશ થતો હતો, એટલું જ નહિ, તેમાં નગરઠઠ્ઠા અને સિંધુ સાગરનો પણ સમાવેશ થઈ જતો હતો. ૪૦
૪૧
આમ મુઘલો પછી મરાઠાઓ કચ્છ પર નામનું સાર્વભૌમત્વ ધરાવતો હતા, એટલું જ નહિ, કચ્છ પેશવા તથા ગાયકવાડ બંનેનો સંયુક્ત ખંડિયો પ્રદેશ હતો. આ ઉપરાંત કચ્છની પૂર્વ તરફનાં અને માળવાના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમના સમગ્ર પ્રદેશમાં ફેલાયેલાં તમામ રાજપૂત રાજ્યો પણ ગાયકવાડનાં ખંડિયાં હતાંરે તેથી કચ્છ મરાઠાઓના સાર્વભૌમત્વમાંથી બચી ન શકે. આમ અફઘાનિસ્તાન કચ્છના શાસકને ‘મહારાજાધિરાજ' નો ખિતોબ આપીને કોઈ ઔપચારિકતા પૂરું કરતું હતું તેનાથી વિશેષ તેનું મહત્ત્વ નથી. આમ છતાં ‘મહારાજાધિરાજ' ખિતાબ કચ્છનાં દરબારી અને ખાનગી સાધનોમાં દેખાય છે, જ્યારે રાયધણજી બીજાના સમય (ઈ.સ. ૧૭૭૮ થી ૧૮૭૩)માં અંગ્રેજો અને અન્ય સત્તાઓ સાથેનાં સંદર્ભમાં આ ખિતાબ વપરાયેલ નથી.
આમ કચ્છના શાસકોનો વિવિધ ખિતાબોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તેમણે એક પછી એક ઉચ્ચસ્તરીય ખિતાબો પ્રાપ્ત કર્યા, પરંતુ દિલ્હી કે અમદાવાદના શાસકો જેવું અને જેટલું સાર્વભૌમત્વ પ્રાપ્તકરી શક્યા નહોતા.
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૯
•
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kom
Acharya Shri Kailassagarsuri Gyanmandir
»
છે
છં
=
=
=
12.
ઠે. પરિશ્રમ, હરિશ્વરમહાદેવની પોળ, વિસનગર-૩૮૪૩૧૬ પાદનોંધ ૧. દેશાઈ શંભુપ્રસાદ, “સૌરાષ્ટ્રનો ઇતિહાસ,” પૃષ્ઠ ૧૯૬
Wilsom John, "History of the Suppresrsion of Infanticideim Western India', page 16 અબૂલફઝલ (સં, બ્લોચમેન) “આઈના-એ-અકબરી', ગ્રંથ બીજો, પૃષ્ઠ-૨ ભારતીય વિદ્યાભવન શ્રેણી, દિલ્હી સલ્તનત', પૃષ્ઠ-૨૨૩. ટી. જેમ્સ, પશ્ચિમ ભારત કી યાત્રા", પૃષ્ઠ-૪૭૯ દેશાઈ શંભુપ્રસાદ, “ઉપર્યુક્ત”, પૃષ્ઠ-૧૯૬ Wilson John, op cit, p-56. Ibid and Foot - note on page 168
સ્વદેશ દીપોત્સવી, વિ.સં. ૧૯૮૭, પૃષ્ઠ-૫૪ અને Government Selection No. 15, New Series page 206-7. દ્વિવેદી આત્મારામ કેશવજી, “કચ્છ દેશનો ઇતિહાસ', પૃષ્ઠ – ૨-૪. Yule Herry and Burnnel A.C. "Hobson Jobson', page-447
Ibid, p-448 13. Ibid, p-447 14. દેશાઈ શંભુપ્રસાદ, “ઉપર્યુક્ત', પૃષ્ઠ૧૯૩ 94. Yule Herry and Burnnell A.C. op-cit, page-447. 16. રશ બ્રુક વિલિયમ એલ. એફ, “કારા ડુંગર કચ્છજા,' પૃષ્ઠ-૭૧ ૧૭. Wilson John, op-cit, page-57. 18. ચોકસી નાજૂકલાલ નંદલાલ, દિલ્હી તવારીખ', પૃષ્ઠ-૪૫. ૧૯. દ્વિવેદી આત્મારામ કેશવજી, ઉપર્યુક્ત', પૃષ્ઠ-૩૫ 20. Campbell James Acnabb, "Gazetteer of the Bonbay Preidency', Vol-I, Part-I,
page-25. 21. 'Transactions of the Royal Asiatic Society of Great Britain and Ireland, Vol,
63, p-128. રાવશ્રી રાયધણજી પહેલાના કુંવર પ્રાગજીના વિ.સં. ૧૭૪રના અંજારગઢના લેખની બીજી, ત્રીજી અને ચોથી પંક્તિ ઓ પ્રમાણે છે.ઃ .
અંજર સ્થાને શ્રી અજેપાળ રાઉશ્રી રાઅણજી કૂએરશ્રી પ્રાગજી અંજારનો ગઢ કરાવો”. કંથકોટના સૂર્યમંદરિના પૂર્વભાગના કોટડામાંના પથ્થરના ટુકડાઓમાંથી એક ૭ X ૬” ના ચોરસા પરના વિ.સં. ૧૭૧૬ના લેખની ચોથી અને પાંચમી લીટી આ પ્રમાણે છે.
શ્રી હાલાજી....... રાજમધે રાઉશ્રી તમા
ચીજાનારા......... ચરણે પર ૨૩. અંજાર ના અજેપાળના મંદિરના વિ.સં. ૧૮૭૭ના લેખની ચોથી, પાંચની અને છઠ્ઠી લીટી આ
પ્રમાણે છે :
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭૪૦)
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“...અજારે કચ્છ મધ્યે રાઉશ્રીજી દેસલ વારમા પીરશ્રી જીગા કમગરેશ્રી અજપાલની....... દેરુ કરાવ્યું છે.” રવેચી માતાના મંદિરની ગોશાળામાં પડેલા વિ.સં. ૧૭૨૮ના એક પાળિયાની ત્રીજી, ચોથી અને પાંચમી લીટી આ પ્રમાણે છે :
આવોજ ઘાએ આવી રામસરણા જાઓ છે રાજશ્રી રાયધણજીન ......નારે
પાલીઉં માંડું છે............” 24. Campebell James Acnabb op-vit, page-243. 26. Edalji Dosabhai, “History of Gujarat, 'Vol-II, page-167. 27. દેશાઈ ગોવિંદભાઈ હાથીભાઈ, “ ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ', પૃષ્ઠ-૧૦૧ ૨૮. નયગાંધી જયરામદાસ જેઠાભાઈ, “કચ્છનો બૃહદ્ ઇતિહાસ', પૃષ્ઠ-૯૬. 26.' Baines J. A. "History of Gujarat, Maratha Period', Vol. II, page-168. 30. સ્વદેશ-દીપોત્સવી, વિ.સં. ૧૯૮૦, પૃષ્ઠ-૬૫ ૩૧. ફાર્બ્સ જેમ્સ, “રાસમાળા', ભાગ બીજો, પૃષ્ઠ-૫૪૭ અને ઠાકર જયકૃષ્ણ ઇન્દ્રજી, કચ્છ સંસ્થાનની
વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા, પૃષ્ઠ-૧૬. ૩૨. ગુજરાતી સાહિત્યસભા, “ અમદાવાદ અધિવેશન ગ્રંથ', પૃષ્ઠ-૫૬. 33. Campbell James Acnabb, op cit, page-283 ૩૪. નયગાંધી જયરામદાસ જેઠાભાઈ, ‘ઉપર્યુક્ત', પૃષ્ઠ-૧૦પ અને ફાર્બ્સ જેમ્સ, “ઉપર્યુક્ત', પૃષ્ઠ
૫૪૭. 35. Burns James, “Narrative of a Visit to the Court of Sind', page-90 36. Burns James, 'History of Kutch' Section - II, page-45. ૩૭. ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ (અનુવાદક), “મિરાત અહમદી', ગ્રંથ બીજો, અંક ચોથો, પૃષ્ઠ-૬૭૦. ૩૮. સ્વદેશ -દીપોત્સવી, વિ.સં. ૧૯૮૦, પૃષ્ઠ-૬૫. ૩૯, નયગાંધી જયરામદાસ જેઠાભાઈ, “ઉપર્યુક્તિ” પૃષ્ઠ-૧૦૫. 40. Aitchison C.U. “A Collection of Treaties, Engagennients and Sunadas”, page
280. 41. Alexander Walker Colonel and Willoughly J.P. 'Meosure Adopted for the
Supprersion of Female Infanticide in the Province of Kathiawar,' page-60 Barton Willams , 'The Princes of India', Page-23.
( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૪૧)
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कच्छ के राव प्रागमलजी २ की कोरी
डॉ. रेनुलाल
दक्षिण पश्चिम में अरब सागर के शान्त ठण्डे जल तथा उत्तर में रेगिस्तान के गर्म रेतीले मैदान को स्पर्श करता हुआ कच्छपाकार प्रदेश अपने आकार के आधार पर कच्छ नाम से अभिहित है। अपनी भौगोलिक स्थिति के कारण अपने इतिहास को नया मोड देने वाले तथा अद्वितीय स्वतन्त्र सिक्काप्रणाली के कारण यह प्रदेश सम्पूर्ण विश्व में विशिष्ट स्थान रखता है ।
ऐतिहासिक दृष्टि से प्राचीन काल में मौर्य, शक क्षत्रप, गुप्त, मैत्रक, तथा सोलंकी के साथ ही साथ जाडेजा, समा, काठी आदि राजाओं का तथा मध्यकाल में दिल्ली सुल्तानों की सत्ता तथा गुजरात के सुल्तानों का राज्य रहा । इसी समय में समकालीन राज्यों में जाडेजा वंश सबसे प्रमुख वंश था । इस वंश के दसवें वंशज हमीरजी के पुत्रों ने आन्तरिक संघर्षो से घबडाकर कच्छ से अहमदाबाद आकर सुल्तान का आश्रय लिया। कच्छ की अनुश्रुति अनुसार खेंगारजी द्वारा अपने हाथों से सिंह से बचाये जाने पर गुजरात के सुल्तान ने प्रसन्न होकर उन्हे मोरबी परगना दिया और यहीं से कच्छ की स्वतन्त्र सत्ता का प्रारंभ हुआ । इसी के कुछ समय बाद मारमलजी रावल द्वारा लाए गए नजराने से प्रसन्न होकर जहांगीर ने कच्छ में सिक्के बनाने और कच्छ को अपने स्वतन्त्र सिक्के चलाने की अनुमति प्रदान की । खेंगारजी के बाद कच्छ के जाडेजा वंश में १८ राजाओं के नाम मिलते है, जिन्होनें भारत के स्वतन्त्र होने तक अर्थात् ई सन् १९४८ तक कच्छ मे राज्य किया ।
कच्छ के जाडेजा वंश के इतिहास से स्पष्ट है कि इन्होनें अपनी सत्ता को कायम रखने के प्रयास में सदैव केन्द्र की सत्ता के साथ ताल-मेल बनाए रखा। इसी क्रम में प्रागमलजी २ कच्छ के प्रथम शासक थे जिन्होनें महारानी विक्टोरिया को आभार प्रकट करतें हुए अपने शासन के प्रथम वर्ष अर्थात् ई. सन् १८६० से ही अद्वितीय प्रकार के सिक्के बनवाना प्रारंभ किया । त्रांबियो, दोकड़ो, ११/२ दोकड़ो, ३ दोकड़ो, १/२ कोरी, कोरी, २१ / २ कोरी, ५, २५, ५० और १०० कोरी आदि इनके द्वारा प्रचलित प्रमुख सिक्के थे। त्रांबियो, दोकड़ो, ११ / २ दोकड़ो और ३ दोकडो तांबे के सिक्के थे जबकि कोरी चांदी के सिक्को का ही दूसरा नाम था । कच्छ की प्रचलित मुद्रा में कोरी सबसे बड़ी इकाई थी । कच्छ को सर्वप्रथम कोरी 'जहांगीर कोरी' कहलाती है, जिसका चलन कच्छ के राव भारमलजी १ ने ई.सन् १६१७ में किया था। ये कोरी अहमदाबाद की टंकशाला मे टंकित हुई थी ।
:
राव प्रागमलजी ने पूर्व प्रचलित कोरी में कई नए परिवर्तनों के साथ कई नए प्रकार भी प्रचलित कराए, जिनमें से निम्नलिखित मुख्य हैं
(१) १/२ कोरी
मुल्क मुआज्ज़म
धातु : चांदी, आकार : गोल, तौल : २.३५०० ग्रा. अग्रभाग : इन सिक्के के अग्रभाग में ५ पंक्तियों में अरबी फारसी लिपि में लेख है
પથિક • दीपोत्सवां६-१८८७४२
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(२) कोरी
1
www.kobatirth.org
शीविक्टोरिया
भुजनगर
जरब १८६२
पृष्ठभाग में भी ४ पंक्तियों में देवनागरी लिपि में लेख है
इस प्रकार की १/२ कोरी का केवल एक ही प्रकार देखने को मिलता है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
महाराऊ श्री प्रागमलजी १९२०.
धातु : चांदी, आकार : गोल, तौल: ४,७००० ग्रा. इस वर्ग की कोरी के दो प्रकार मिलते है। प्रथम आकार - अग्रभाग में १/२ कोरी के ही समान ५ पंक्तियों में अरबी-फारसी लिपि में लेख
पृष्ठभाग में सबसे ऊपरी पंक्ति में त्रिशूल, अर्धचन्द्र तथा खड्ग चिह्न | उसके बाद की दो पंक्तियों में महाराव श्री प्रागमलजी तथा अन्तिम पंक्ति में १८२० लिखा है । इस प्रकार की कोरी ई. सन् १८६२ में ढाली गई थी ।
द्वितीय प्रकार - ई. सन् १८४२ और १८६३ वर्षों में ढाले गई सिक्के द्वितीय प्रकार की श्रेणी में आते हैं । आकार प्रकार, तौल तथा अग्रभाग तो प्रथम प्रकार की ही भांति है पृष्ठभाग में प्रथम पंक्ति में तीन चिह्नों के स्थान पर एक मात्र अर्धचन्द्र का ही अंकन है । देवनागरी लिपि में महाराज प्रागमलजी बहादुर लिखा है । उसके दाहिनी तरफ ८ भंखुडियों वाला फूल बना है तथा सबसे नीचे वि.सं. की लिपि अंकित है । कोरी के ये दोनो ही प्रकार बहुत प्रचलित थै। दूसरे प्रकार की कोरी मैं प्रागमलजी के लिए महाराज के साथ ही साथ बहादुर उपाधि का प्रयोग हुआ है, जो उल्लेखनीय है । वि.सं. १९१८, १९, २० और २१ की कोरी प्रकाश में आई है। कोरी का प्रयोग केवल आन्तरिक व्यापार के लिए होता था । रुपयों और कोरी के बीच का अनुपात भी कभी एक जैसा नहीं होता था ।
सोने की कोरी
प्रागमलजी द्वारा प्रचलित सोने की कोरी अत्यन्त दुर्लभ है। इसके अग्रभाग में अन्य कोरी की हीं भांति अरबी फारसी लिपि में ५ पंक्तियों में लेख तथा तिथि है । पृष्ठभाग में भी त्रिशूल, अर्धचन्द्र और खड्ग का अंकन है । नीचे की ३ पंक्तियों में महाराउ श्री प्रागमलजी १९२७ लिखा है ।
(३) २१ / २ कोरी
धातु : चांदी, आकार : गोल, तौल : ६ ९३५० ग्रा. अग्रभाग मध्य वर्तुल में ४ पंक्तियों में अरब - फारसी लिपि में १/२ कोरी के ही समान लेख लिखा है। सिक्के का बाह्य वर्तुल वानस्पतिक बेल से अलंकृत है तथा किनारे का अलंकरण भी बिन्दुओं से किया गया है ।
पृष्ठभाग में भी मध्य वर्तुल में त्रिशूल, अर्धचन्द्र तथा खड्ग अंकित है । द्वितीय पंक्ति में कोरी अढी, तृतीय में जरब कच्छ भूज तथा चतुर्त पंक्ति में १९३१ लिखा है । बाह्य वर्तुल मे देवनागरी लिपिमें महाराजाधिराज मिरजा महाराउश्री प्रागमलजी बहादुर लेख है। सिक्के का बाह्य किनारा बिन्दुओं से अलंकृत है । इस प्रकार की कोरी १९३१ और ३२ में ही ढाली गयी थी ।
पथि • छीपोत्सवांड - १८९७ • ४३
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
T
इस प्रकार की कोरी में सर्वप्रथण लेख लिखने को दो पद्धतियों, वर्तुलाकार तथा पंक्तिबद्ध का प्रयोग किया गया है । प्रागमलजी के लिए मिरजा उपाधि का प्रयोग तथा कोरी का मूल्य बताने का प्रयास इसे पूर्व प्रचलित कोरी से भिन्न बनाना है। बड़ी रकम की अदायगी के लिए अढीइ तथा ५ कोरी के सिक्के ढलवाये गये थे । वैसे तो कोरी ही चांदी की सबसे बड़ी इकाई थी, किन्तु सार्वजनिक उपयोगिता के निर्माण कार्य की बड़ी रकम की अदायगी के लिए इसका प्रचलन किया गया था । ( ४ ) ५ कोरी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धातु : चांदी, तौल : १३, ८७०० ग्रा. आकारः गोल अग्रभाग किन्तु लेख में भूजनगर के पहले ही अरब लिखा है । पृष्ठ भाग मी २ भी कोरी के मूल्य को दर्शाते हुए ५ कोरी लिखा है । वि.सं. १८६५, ढाली गई । इसे 'पांचिया' कहा जाता था । २५ कोरी -
-
प्रथम प्रकार
धातु : सोना, आकार : गोल, तौल : ४.६७५० । २५ कोरी के दो प्रकार उपलब्ध हुए है । अग्रभाग में तीन पक्तियों में फारसी लिपि में लेख के साथ अन्तिम पक्ति में बायीं तरफ तिथि भी है । पृष्ठभाग कुल मिलाकर ४ पक्तियों में चिह्न लेख तथा तिथि का समावेश हुआ है । प्रथम पंक्ति में चिह्न तथा द्वितीय व तृतीय में लेख तथा अन्तिम पंक्ति में तिथि । इस प्रकार के सिक्के १९१९, १९२०, १९२१ में ढाले गये थे ।
५० कोरी
सिक्के प्रचलित थे ।
२ १/२ के अग्रभाग के ही समान १/२ कोरी के ही समान है । इसमें ६६, ७०, ७४ और ७५ में ५ कोरी
-
द्वितीय प्रकार धातु, आकार, तौल माप तथा पुष्ठभाग की दृष्टि से तो ये सिक्के भी उपर्युक्त प्रकार के ही है, मात्र अग्रभाग के लेख में थोड़ा परिवर्तन होने के कारण इसे प्रथम प्रकार से अलग किया जा सकता है ।
अग्रभाग ४ पंक्तियों में लेख, जिसमें मुल्क मुआज्ज़म क्वीन विक्टोरिया १८७० जरब कछ: भुज अंकित है । यहां उल्लेखनीय है कि पहले सभी सिक्को में सिर्फ 'जरब भूजनगर' ही लिखा होता था इसमें 'कछ' शब्द का प्रयोग नवीन है, जो इसे अन्य सिक्कों से अलग करता है I
इस प्रकार की कोरी १९२६, १९२७ में ढाली गई थी। सिक्के के बाहरी किनारे पर किसी भी प्रकार के अलंकरण का अभाव है ।
धातु : सोना, आकार : गोल, तौल: ९.३५० ग्रा. ५० कोरी के एक ही प्रकार के
अग्रभाग - बाह्य वर्तुल को लहरियादार फूलपंक्तियों से युक्त बेल से अलंकृत किया गया है। उसके मध्य में ४ पंक्तियों में फारसी लिपि में अन्य सिक्कों के ही समान लेख है। सिक्के का किनारा महीन रेखाओं से अलंकृत किया गया है ।
For Private and Personal Use Only
पृष्ठभाग में बाह्य वर्तुल में वर्तुलाकार लेख देवनागरी लिपि में, महाराव श्री प्रागमलजी बहादुर महाराजाधिराज मिरजा । मध्य वर्तुल में त्रिशूल, अर्धचन्द्र तथा खड्ग, द्वितीय पंक्ति में मोहोर अर्ध, तृतीय पंक्ति में कोरी ५० जरब और चतुर्थ पंक्ति में कछ भुज १९२३ अंकित है ।
इस प्रकार की स्वर्ण की ५० कोरी वि.सं. १९२३, ३०, ३१ की प्राप्त हुई है । यन्त्र से ढला हुआ पथिङ • दीपोत्सवांड - १८९७ • ४४
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिक्का होने के कारण इसका किनारा बिन्दुओं और रेखाओं से अलंकृत है । १०० कोरी -
धातु : सोना, आकार : गोल, तौलः १८.७०० ग्रा. अग्रभाग तो ५० कोरी के ही समान है।
पृष्ठभाग - बाह्य वर्तुलमें 'महाराउश्री प्रागमलजी बहादुर महाराजाधिराज मिरजा' लेख है । मध्य वर्तुल मे प्रथम पंक्ति में तो सामान्य तीन चिह्न ही हैं। उसके नीचे की पंक्ति में मो । ) कोरी १०० । तृतीय पंक्ति में ........ जरब 'क' और चौथी पंक्ति में छ भुज १९२३ अंकित किया गया है ।
इस प्रकार की १०० कोरी केवल १९२२ और १९२३ वि.सं. में ही ढाला गई थी। इसके किनारे महीन लम्बवत् रेखाओं से अलंकृत हैं। . कच्छ के राव प्रागमलजी की कोरी की विशेषताओं पर ध्यान देने से स्पष्ट है कि सभी कोरियों का
आकार तो गोल ही होता था। तौल २.३५००, ४.७०००, ६.९३५०, ४. ६७५०, ९. ३५०० तथा १८. ७००० तक है । १/२ कोरी, कोरी और २५ कोरी में लेख लिखने की पद्धति एक समान है। इनके किनारों पर भी अलंकरण का अभाव है । जब कि २ १/२, ५, ५०, १०० कोरी में समानता है। अग्रभाग तथा पृष्ठभाग दोनो में ही लेख लिखने की समान पद्धति का प्रयोग हुआ हैं । २ १/२ कोरी और ५ कोरी में अग्रभाग के वर्तुलाकार बेल को कलाकारी भी एक जैसी है । ५० कोरी तथा १०० कोरी की अलग है । इसी प्रकार सिक्के के मूल्य को भी प्रथम बार दर्शाया गया है। २५ कोरी तो सोने का सिक्का था, किन्तु फिर भी इसमें सिक्के के मूल्य को दर्शाने का कोई प्रयत्न नहीं किया गया है । लेख में प्रागमलजी के लिए बहादूर, महाराजाधिराज, मिरजा, महाराउ आदि उपाधियों का प्रयोग हुआ है । कोरी के द्वितीय प्रकार में त्रिशूल अर्धचन्द्र
और खड्ग में से केवल अर्धचन्द्र का ही अंकन है तथा बहादूर के बाद दाहिनी तरफ अंकित फूल भी एक विशिष्टता है । .
ऐसे देखा जाए तो कच्छ के राव भारमलजी १ ने ई.स. १९१० में सर्वप्रथम जहांगीरी कोरी का प्रचलन करवाया था और राव प्रागमलजी के बाद भी राव मदनसिंहजी के समय तक कोरी ढलती रही, किन्तु प्रागमलजी ही कच्छ के प्रथम शासक थे, जिन्होंने महारानी विक्टोरिया को सम्मान देते हुए सिक्के प्रचलित करवाये । इन्होंने इसका प्रचलन अपने राज्यकाल के प्रथम वर्ष अर्थात् १८६० ई.सन् से ही प्रारंभ कर दिया था । १८६० ई.सन् मे प्रचलित त्रांबियों और कोरी दोनो में ही मुघल शैली का अनुकरण तो किया गया है और साथ ही साथ महारानी विक्टोरिया Mighty qucen अंकित है । स्वयं के लिए उन्होने 'राव' अथवा 'महाराव' उपाधि का ही प्रयोग किया है । इस दृष्टि से राव प्रागमलजी द्वारा प्रचलित कोरी कच्छ की कोरी में एक विशिष्ट स्थान रखती है । सन्दर्भ ग्रन्थ :1. Standard Catatlogue of World Coins, Vol. III (1986 Edi) - Chesta L. Krausc
and Chifford Mishler, 2. Cutch : It's Coins and Heritage - V.K.Thacker. 3. Coins - P. L. Gupta. 4. Coins of Native States - John Allan । 5. भारतीय सिशाख - प्र.वि.परीप माने.शास्त्री. 6. गुरातन सिओ न. मा. मायार्य 7. ४५७ : संस्कृतिनो १५:1 भौगोलि परिप्रेक्ष्यमा - नाममा मट्टी.
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૦ ૪૫
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ
શ્રી જે. એસ. ચૌધરી
પ્રાસ્તાવિક - કચ્છના સ્વતંત્ર ચલણની શરૂઆત ગુજરાતી સલ્તનતના મધ્યાહ્નથી થઈ; બ્રિટિશકાળમાં તે સોળે કળાએ ખીલીને આઝાદી સુધી ચાલુ રહી.
પૂર્વ ઇતિહાસ : રાજ્યને પોતાની ટંકશાળ તેમ સિક્કા હોય તે તેનું આગવું સ્વરૂપ અને વિશિષ્ટતા સૂચવે છે. સિક્કાઓ ઉપરથી રાજયનાં ઈતિહાસ વિકાસ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. કચ્છનું ચલણ
રસાઈ કોરી” તરીકે ઓળખાતું હતું. ગુજરાતના સુલતાનોના સમયકાળ દરમ્યાન કચ્છના રાવોએ સ્વતંત્ર રીતે તાંબાના સિક્કા પાડવાની શરૂઆત કરેલ અને જહાંગીરના સમયમાં ચાંદીના સિક્કા પાડવાની સત્તા મેળવેલ હતી.
કચ્છ રાજ્યના સિક્કાઓનો ઇતિહાસ રસમય છે. ઈ.સ. ૧૫૪૦માં ખેંગારજી ૧લાએ કચ્છમાં મજબૂત જાડેજા-રાજ્ય સ્થાપ્યું એની રાજધાની ભૂજ ખાતે હતી. ત્યાંના શાસકો “રાવ' કહેવાતા હતા. તેમના સિક્કા સમગ્ર અનુમુઘલકાલીન સિક્કાઓમાં આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એની સિક્કા પદ્ધતિ વિશિષ્ટ હતી. ચાંદીની કોરી' કચ્છના ચલણમાં એકમ હતી.
ઈ.સ. ૧૯૧૭માં દિલ્હીનાં મોગલ બાદશાહ જહાંગીર અમદાવાદની મુલાકાતે આવેલો. જહાંગીરનામાના વર્ણન મુજબ કચ્છના રાવ શ્રી ભારમલજીએ બાદશાહ જહાંગીરની મુલાકાત અમદાવાદ ખાતે લીધી હતી અને બાદશાહને એક સો કચ્છી ઘોડા, સો સોનામહોરો અને બે હજાર રૂપિયા નજરાણામાં આપ્યા હતા. જહાંગીરે રાવને એક ચુનંદો હાથી, એક હાથણી, રત્નજડિત કટાર તલવાર અને વીટીંઓ ભેટ આપી હતી. મક્કા શરીફની હજ કરવા જનાર હજયાત્રીઓને માંડવી બંદરેથી વહાણો પૂરાં પાડવા તથા કચ્છની દરિયાવાટે સલામત સફર કરાવવાની શરતે જહાંગીરે કચ્છની ખંડણી માફ કરી હતી. રાવ ભારમલજીને ભૂજની ટંકશાળમાં ભારાશાહી કોરી પાડવાનો રુક્કો પણ આપ્યો હતો અને ત્યારથી કચ્છમાં રાશાહી ચાંદીના સિક્કા ચલણી બન્યા હતા. આ રીતે કરચ્છનું પોતાનું ચલણ ઈ.સ. ૧૬૧૭ થી ઈ.સ.૧૯૪૮ સુધી અમલમાં રહ્યું હતું.
કચ્છ રાજ્યની પરંપરાગત પદ્ધતિ એવી હતી કે જ્યારે નવો રાજા ગાદી ઉપર બેસે ત્યારે તિલકવિધિ થઈ ગયા બાદ માતાના મઢ ખાતે કુળદેવી આશાપુરાના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી ટંકશાળે જાય અને ત્યાર બાદ ટંકશાળમાં તેમના નામના સિક્કાઓ પાડવાની વિધિ કરવામાં આવતી હતી.
કચ્છનું ચલણ સોનું, ચાંદી અને ત્રાંબાનું હતું. બધા સિક્કા ભૂજની ટંકશાળમાં જ પાડવામાં આવતા હતા. કચ્છની કોરી બાર વાલ વજનની ગુપ્ત અને ક્ષત્રપ સિક્કા જેવી હતી. સોનાની કોરીને “રાત સાંઈ મહોર' કહેતા. પ્રાગમલજી બીજાએ હિંદના રૂપિયા સમકક્ષ “પાંચિયો’ બહાર પાડ્યો હતો. ત્રાંબામાં તાંબિયો, દોકડો અને ઢીંગલો નામના સિક્કાઓ પણ કરછમાં પડતા અને કોરીના ૪૮ તાંબિયા, ૨૮ દોકડા અને ૧૩ ઢીંગલા ગણાતા હતા.
કોરી' નામકરણ : એમ કહેવાય છે કે રાવ ભારમલજીએ દાબડીમાં પોતાના નામનો એક સિક્કો ગુજરાતના સુલતાનને મોકલીને કહેવડાવ્યું કે આ કુંવરી'નાં લગ્ન સુલતાનના દીકરા (રૂપિયા) સાથે કરો
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૪૬
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કચ્છને તાંબાના સ્વતંત્ર સિક્કા પાડવાની છૂટ મળી. આ અનુશ્રુતિ ઉપજાવી કાઢેલી હોય તેમ લાગે છે. કોડી” શબ્દ પરથી કોરી’ શબ્દ ઊતરી આવ્યો હોવાનું પણ વિદ્વાનો અનુમાન કરે છે. દરિયાકિનારાનાં દેશી રાજયો કચ્છ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ચલણ કોડીને કારણે કોરી કહેવાયું. પ્રદેશના દરિયાઈ સંબંધોને કારણે પણ કોરી નામ કોઈ વેપારીએ આપ્યું હોય. જામનગરનું “જામÍઈ કોરી' અને જૂનાગઢનું ‘દીવાનસાંઈ કોરી' ચલણ પ્રચલિત હતું.
બ્રિટિશકાલ : આધુનિક સિક્કાઓની સિરીઝમાં કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓની સિરીઝ ખૂબ જ આકર્ષક અને રસપ્રદ છે. ભારતવર્ષમાં બહુ ઓછાં રાજ્યોને પોતાના ચલણના દિકારો હતા. સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રીમાં સિક્કાઓ અને અભિલેખો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સિક્કાઓ સામાજિક અને આર્થિક વ્યવહારમાં ઘણા મહત્ત્વના છે. તેના દ્વારા જે તે દેશ કે રાજ્યના તે કાલના સાંસ્કૃતિક ઇતિહાસને લગતી વિવિધ પ્રકારની માહિતી મળે છે.
કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ વિશે “ધી કોઈનેજ ઑફ કચ્છ “માંથી વિશેષ માહિતી મળે છે. બ્રિટિશકાલમાં ગુજરાતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દીધું અને તે મુંબઈ ઇલાકાના એક ભાગરૂપ બન્યું હતું. દેશી રાજવીઓ બ્રિટિશ સરકારના આશ્રિત હતા. કચ્છ રાજ્યના અંગ્રેજોએ સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા.
સિક્કાઓનો રણકાર બધાંને આકર્ષે છે. સિક્કાઓ સંશોધનનો ઘણો અગત્યનો વિષય છે. કચ્છના સિક્કાઓના અભ્યાસના ઊંડાણમાં ઊતરીએ તો એક મોટું પુસ્તક લખાય.
- ઈ.સ. ૧૮૧૯ના જાન્યુઆરીમાં કૅપ્ટન જેમ્સ મેકર્ડોની કચ્છના પ્રથમ બ્રિટિશ રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને એ જ વર્ષમાં રાવ ભારમલજી બીજાને વહીવટકર્તા તરીકે અયોગ્ય ગણીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના બાળપુત્ર દેશળજીને કચ્છના રાવ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બ્રિટિશરોએ અનેક રજવાડાં પૈકી કેવળ ૩૪ રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા, જેમાં કચ્છનો પણ સમાવેશ થતો હતો. જે પૈકી હૈદ્રાબાદ, મેવાડ, જયપુર, ત્રાવણકોર, કચ્છ, ગ્વાલિયર, જોધપુર, ઇન્દોર અને વડોદરા એ નવ રાજયોએ છેક પ્રજાસત્તાક ભારતમાં એકીકરણ પામતાં સુધી પોતાના સિક્કા નિયમિતપણે છાપવાનું ચાલુ રાખ્યું હતું.
બ્રિટિશકાળ દરમ્યાન ઘણાંખરાં રાજયોમાં બ્રિટિશ રૂપિયાને ચલણનું એકમ ગણવામાં આવતું હતું તેમ છતાં કચ્છમાં તેના સ્વતંત્ર એકમ તરીકે કોરી ચાલુ રહી હતી.
બ્રિટિશકાળ દરમ્યાન કચ્છના જાડેજા રાજવંશના નીચે દર્શાવેલ રાજાઓ કચ્છમાં સત્તાસ્થાને હતા. તેમના સમયના કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ ગુજરાતના જ સિક્કાઓમાં નહિ, પરંતુ ભારતીય સિક્કાશાસ્ત્રમાં પણ એક આગવું અને અનોખું સ્થાન ધરાવે છે :
(૧) રાવ દેશળજી બીજા (ઈ.સ. ૧૮૧૯-૧૮૬૦) (૨) રાવ પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫) (૩) રાવ ખેંગારજી ત્રીજા (ઈ.સ. ૧૮૭૬-૧૯૪૨) (૪) રાવ વિજયરાજજી (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૮) (૫) રાવ મદનસિંહજી (ઈ.સ. ૧૯૪૮)
બ્રિટિશકાળ દરમ્યાન કચ્છના ઉપર્યુક્ત રાજાઓએ ૧૨૯ વર્ષ રાજય કર્યું, જેમાં અડધા ઉપરાંતનો , ખેંગારજી ત્રીજાનો રાજયકાલ કચ્છ માટે સુવર્ણયુગ હતો. કોઈ પણ રાજાઓએ આટલા લાંબા સમય સુધી રાજય કર્યું નથી. પોણી સદી સુધી તેઓ કચ્છના ધ્રુવતારક સમાન બની રહ્યા. કચ્છના બ્રિટિશકાલીન
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭.૪૭)
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કાઓની શ્રેણીમાં તેમના સમયના સિક્કાઓ અનોખી ભાત પાડે છે. બ્રિટિશકાળ દરમ્યાન ઉપર્યુક્ત કચ્છના રાઓના પ્રચલિત સિક્કાઓની હકીકત નીચે મુજબ છે : (૧) દેશળજી બીજા (ઈ.સ. ૧૮૧૯-૧૯૨૦)
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમ્યાન કચ્છ રાજ્ય મુઘલઢબના સિક્કા ચાલુ રાખ્યા હતા. દેશળજી બીજાની કોરી ઉપર ફારસીમાં અકબર બીજાનું નામ તથા નાગરીમાં “રાઓ દેશલ' લખાતું હતું. બીજી બાજુ ફારસી ભાષામાં હિજરી વર્ષ તથા ટંકશાળનું નામ ભૂજ લખવાનું એમણે શરૂ કર્યું હતું. કદ અને વજનમાં આ કોરીઓ અગાઉની કોરી જેવી જ હતી, પરંતુ દેશળજીએ અર્ધી કોરી પણ પાડી હતી. અર્ધી કોરી ઉપર મુખ્ય બાજુ પર ટંકશાળનું ફારસી નામ તથા બીજી બાજુ નાગરીમાં “રાઉશ્રી દેશળજી' સાથે વિક્રમ સંવતનું વર્ષ પણ લખાતું હતું.
આ રાજાના કોરીના પ્રકારના દોકડા, અકબર બીજાના ફારસી નામવાળા દોકડા તેમજ તાંબિયા પણ મળે છે. બહાદુરશાહના નામવાળા દોકડા, તાંબિયા તથા ઢગલા પણ હતા.
દેશળજી બીજા પહેલાં કોરીના સિક્કા ગુજરાતના સુલતાન મુઝફરશાહના સિક્કાની નકલરૂપ હતા અને તે બધા હિજરી ૯૭૮ (ઈ.સ. ૧૫૭૦)નું વર્ષ ધરાવતા હતા. એના પર અગ્રભાગમાં મહારાવનું નામ નાગરીમાં આપવામાં આવતું હતું, બાકીનું લખાણ મુઝફ્ફરશાહ ત્રીજાના સિક્કાનું હતું. દેશળજી બીજાએ આ ગુજરાત-શૈલી થોડો વખત ચાલુ રાખી હતી અને પછી એ છોડીને મુઘલ બાદશાહના નામે સિક્કા પડાવ્યા હતા. સોનામાં દેશળજી બીજાએ પચ્ચીસ કોરીના સિક્કાઓ પડાવ્યા હતા. (૨) પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫)
મહારાઓ પ્રાગમલજી બીજાનું આયુષ ભલે ટૂંકું હોય, તેઓ જુવાનીમાં ભલે અવસાન પામ્યા હોય, પરંતુ તેમનું કાર્ય, સિક્કાશાસ્ત્રમાં તેમનું નામ, ભૂજના ભવ્ય ઇટાલિયન સ્ટાઈલના “પ્રાગ મહેલ' અને ભવ્ય ટાવર દ્વારા શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન ક્યારેય ભૂલાય તેવું નથી. '
પ્રાગમલજી બીજાના સોનું, ચાંદી અને ત્રાંબુ એ ત્રણે ધાતુઓના સિક્કાઓ મળે છે. પ્રાગમલજી બીજાના સિક્કાઓ ઉપર એક બાજુ દેવનાગરી લિપિમાં “મહારાજાધિરાજ મિરજા મહારાઓ શ્રી પ્રાગમલજી બહાદુર' અને સંવત તથા બીજી બાજુ ફારસીમાં “મુલ્લું મુઅઝમ ક્વીન વિકટોરીઓ ઝરબ ભૂજ અને સન લખેલી છે. આમ મહારાણી વિકટોરીયાના નામ તેમજ ખિતાબવાળા આકર્ષક સિક્કાઓ પ્રાગમલજીએ કચ્છમાં શરૂ કર્યા હતા.
(૧) સોનાના સિક્કા : મહારાઓશ્રી પ્રાગમલજી બીજાએ ૨૫, ૫૦ અને ૧૦૦ કોરીના સિક્કાઓ પડાવ્યા હતા. આ સિક્કાઓનો અગ્રભાગ મુઘલ શૈલી ધરાવે છે. એને પૃષ્ઠ ભાગમાં મહારાવનું નામ, બિરુદ, સિક્કાનું મૂલ્ય, ટંકશાળનું નામ અને વિક્રમ સંવતનું વર્ષ નાગરીમાં આપેલું છે. પ્રાગમલજી બીજાની સોનાની કોરી ખૂબ જ આકર્ષક હતી. ટંકશાળનો ઉલ્લેખ હવે ‘ભૂજનગર તરીકે થવા લાગ્યો. બીજી બાજુ ત્રિશૂળ, અર્ધચંદ્ર અને કટાર દર્શાવાતાં હતાં તથા નાગરીમાં “મહારાઉશ્રી પ્રાગમલજી' અને વિક્રમ સંવત લખેલા હોય છે.
મહારાઓશ્રી પ્રાગમલજીના સમયમાં સોનાના ભારે કિંમતના સિક્કા છાપવા પાછળના કારણો એમના સમય દરમ્યાન નિશાળોનાં મકાનો, દવાખાનાં, પ્રાગમહેલ જેવા મહાલયો જેવાં મોટાં બાંધકામો હાથ ધરવામાં આવતાં ખર્ચની ચુકવણી સરળતાથી થાય એ દષ્ટિ હશે એમ જણાય છે.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૦૪૮)
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ચાંદીના સિક્કા :
પ્રાગમલજી બીજાએ ચાંદીની એક કોરી ઉપરાંત અઢી કોરી અને પાંચ કોરીના સુંદર કલામય, સોળ સુંદર પર્ણોની અલંકારિક કિનાર પણ હતી તેવા સિક્કાઓ પાડવા શરૂ કર્યા. બ્રિટિશ તાજની સર્વોપરિતા સ્વીકાર્યા પછી પ્રાગમલજીએ મુઘલ બાદશાહને સ્થાને રાણી વિકટોરિયાના નામવાળા સિક્કા પાડવા શરૂ કર્યા. યંત્રમાં છપાયેલા કોરી સિક્કા ૫૨ એક બાજુ વિક્ટોરિયાનું નામ અને બિરુદ તથા ઈ.સ. ફારસીમાં અને બીજી બાજુ મહારાવનું નામ, ભૂજની ટંકાશાળનું ચિહ્ન, સિક્કાનું મૂલ્ય, વિક્રમ સંવત અને ટંકશાળનું નામ નાગરી લિપિમાં જોવા મળે છે.
પાંચ કોરીના સિક્કા ઉપર દોરેલા વર્તુળમાં રાજસૂચક ચિહ્નો તથા મહારાજાધિરાજ મિરજા મહારાઉશ્રી પ્રાગમલજી બહાદુર એવું લખાણ આવતું તેનું વજન ૧૧/૬ તોલા તથા વ્યાસ સવા ઇંચ હતો. જ્યારે અઢી કોરીનું વજન ૧૧/૩૨ તોલા તથા વ્યાસ એક ઇંચ કરતાં સહેજ ઓછો રહેતો.
(૩) તાંબાના સિક્કા :
પ્રાગમલજી બીજાના તાંબાના દોકડા ત્રણ પ્રકારના હતા : કટાર, નાગરીમાં સંવત તથા ટંકશાળના નામવાળી, ફારસીમાં મૂલ્ય, ખ્રિસ્તી વર્ષ તથા ટંકશાળના નામવાળા તથા વિક્ટોરિયાનાં નામ તથા ખિતાબો અને નાગરીમાં પ્રાગમલજીના નામવાળા. આવા જ દોઢ દોકડા તથા તાંબિયા હતા.
પ્રાગમલજીએ તાંબાના ત્રણ દોકડાના સિક્કા બહાર પાડ્યા હતા. આ સિક્કાના અગ્રભાગે ફારસીમાં ‘દોકડા ૩’ એમ અને ઈ.સ. લખાતાં હતાં. ફરતી ગોળાકાર જગામાં ફારસીમાં ‘ઝર્બ કચ્છ ભૂજનગર' લખવામાં આવતું હતું. તેનું વજન ૧૫/૮ તોલાં હતું તથા વ્યાસ ૧.૩ ઇંચ હતો.
આ રાજવીના બીજા પ્રકારના ત્રણ દોકડાના સિક્કા મળે છે તેના ઉપર એક બાજુએ ફારસીમાં ‘ક્વીન વિક્ટોરિયા મુલ્કે મુઆઝમે' લખાતું હતું, બીજી બાજુએ વર્તુલમાં ત્રિશૂલ, સંવત તથા પ્રાગમલજીનું નામ લખાતું હતું. આ સિક્કાનાં વજન અને વ્યાસને ત્રણ દોકડાના સિક્કા કરતાં કઈ જ તફાવત ન હતો. પ્રાગમલજીએ આવા જ પ્રકારના દોઢ દોકડા તથા તાંબિયાના સિક્કા પણ બહાર પાડેલા. દોકડાના સિક્કાનું વજન અર્ધા તોલાથી સહેજ વધારે હતું તથા તેનો વ્યાસ ૪/૫ ઈંચથી સહેજ ઓછો હતો, જ્યારે તાંબિયાનું વજન ૧/૪ તોલાથી સહેજ વધારે હતો.
(૩) ખેંગારજી ત્રીજા (ઈ.સ. ૧૮૭૬-૧૯૪૨)
મહારાઓ ખેંગારજી ત્રીજાનો કચ્છનો સુવર્ણયુગ ગણાય છે. તેઓના દીર્ધકાલના શાસન દરમ્યાન કચ્છમાં સોના, ચાંદી અને ત્રાંબાનું ત્રણે ધાતુનું ચલણ પ્રચલિત હતું. કચ્છ મ્યુઝિયમમાં રાખેલ ખેંગારજીના બસ્ટવાળા સિક્કાઓની ડાઈ સિક્કાના સંપૂર્ણ ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.
(૧) ચાંદીના સિક્કા ઃ- ખેંગારજી ત્રીજાના ચાંદીના સિક્કાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમાં ચાંદીની અઢી કોરી, પાંચ કોરી અને દસ કોરીના સિક્કાનો સમાવેશ થાય છે.
શરૂઆતના સિક્કાઓમાં એક બાજુ રાણી વિકટોરિયા અને ઉત્તર કાલમાં ભારતની સામ્રાજ્ઞી વિક્ટોરિયા એ નામે ફારસીમાં લખેલ છે. પૃષ્ઠભાગ પર ‘મહારાજધિરાજ મિરજા મહારાજ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર’ લખેલ છે. ત્યારબાદ એમના સમય દરમ્યાન સત્તા પર આવેલ બ્રિટિશ શહેનશાહો એડવર્ડ ૭મો, જ્યૉર્જ પાંચમો, એડવર્ક આઠમો અને જ્યૉર્જ છઠ્ઠાના સિક્કા પડાવ્યા હતા; જો કે આ મહારાવના ૧૯૪૨માં પાડેલા ૧૦ કોરીના સિક્કા પર અગ્રભાગમાં મહારાવની આકૃતિ અંકિત થઈ છે, જે એક વિશિષ્ટતા છે. કચ્છના
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ + ૪૯
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રિટિશકાલીન સિક્કાશ્રેણીમાં કોઈ મહારાઓની આકૃતિવાળા સિક્કા પાડવામાં આવ્યા ન હતા.
કચ્છના સિક્કાઓ ઉપર વારસ તરીકે આવતા પ્રત્યેક બ્રિટિશ રાજાનાં નામ મૂક્યાં હતાં. આ રીતે બ્રિટિશ શાસન પ્રત્યેની પોતાની વફાદારી ટકાવી રાખી હતી. ' ખેંગારજી ત્રીજાના પાંચ કોરીના સિક્કા ઉપર અગ્રભાગે ફારસીમાં ‘વિકટોરિયા કેસહિંદ' અને ઈ.સ. લખવામાં આવતાં, પાછળના ભાગમાં ત્રિશૂળ, કટાર તથા અર્ધચંદ્ર સાથે નાગરીમાં “મહારાજાધિરાજ મિરજા મહારાઉશ્રી ખેંગારજી બાદુર કરછ ભૂજ એમ લખાતું. આ સિક્કાઓનું વનજ આશરે ૧૧,૮ તોલા હતું અને વ્યાસ ૧.૩ ઇંચ હતો. અઢી કોરીના સિક્કાઓ આ જ પ્રકારના હતા, પણ તેમાં પાછલી બાજુનું લખાણ ટૂંકાવીને મહારાઉશ્રી. ખેંગારજી” એટલું જ લખાતું હતું. આ સિક્કા પર કલાત્મક ફૂલપાંદડી છે.
' ખેંગારજીના ચાંદીના એક કોરીના સિક્કાનું વજન ૭૩ ગ્રેઈન તથા વ્યાસ ૦.પ૯ છે. સિક્કાની એક બાજુએ ધારની નજીક ત્રિશૂળ, અર્ધચંદ્ર તથા રાજસૂચક ચિહ્ન તથા નીચે “મહારાજશ્રી ખેંગારજી' તથા નીચે સંવત આપવામાં આવે છે. બીજી બાજુ ફારસીમાં લખાણ છે.
(૨) તાંબાના સિક્કા - તાંબાના ઢબુ પાડવાની શરૂઆત ખેંગારજી ત્રીજાએ કરી હતી. તેની કિંમત કોરીના આઠમા ભાગની હતી. તેનાથી બમણી મિતના પાયલા અને તેનાથી પણ બમણી કિંમતના આધિયા પણ એમણે પાડ્યા હતા. લખાણોમાં બધા સિક્કા કોરીને મળતા આવતા તથા બહુધા કચ્છ રાજ્યના ચિહ્ન ત્રિશૂળથી અંકિત હતા.
ખેંગારજી ત્રીજાના ત્રણ દોકડાના સિક્કા ઉપર સર્વ રાજયચિહ્નો સાથે “મહારાઉશ્રી ખેંગારજી કચ્છ” એમ લખવામાં આવતું હતું.
દોઢ દોકડાના સિક્કા ઉપર “મહારાઓશ્રી ખેંગારજી' લખાતું તથા તેનું વજન ૧૩/૧૬ તોલા હતું અને વ્યાસ ૧૯૨૦ ઇંચનો હતો. * દોકડાનો પ્રકાર પણ આ જ રીતનો હતો. તેનું વન લગભગ અર્ધા તોલાથી સહેજ વધારે રહેતું. ત્રાંબિયાના સિક્કા ઉપર “મિરજા મહારાઉશ્રી ખેંગાર' લખાતું હતું અને વજન અર્ધા તોલા જેટલું હતું. વિરલ અને વિશિષ્ટ સિક્કા :
ખેંગારજી ત્રીજાના એડવર્ડ આઠમાના નામવાળા સિક્કા વિરલ અને વિશિષ્ટ ગણાય છે. વિશિષ્ટ એટલા માટે ગણાવે છે કે ખુદ ઇંગ્લેન્ડ પણ એ નામના સિક્કા બહાર પાડી શક્યું ન હતું ત્યારે કચ્છ રાજયે તે સિક્કા બહાર પાડ્યા હતા ! ઈ.સ. ૧૯૩૬ની શરૂઆતમાં એડવર્ડ આઠમા ઇંગ્લેન્ડની ગાદીએ આવ્યા અને ત્યાંની ટંકશાળે એમના સિક્કાઓની કોઈ તૈયાર કરી હતી, પરંતુ તે જ વર્ષના અંતમાં તેમને ગાદીત્યાગ કરવો પડ્યો હતો, આથી ગ્રેટબ્રિટનમાં એમના નામના સિક્કા બહાર પડી શક્યા ન હતા.
આખી બ્રિટિશ સલ્તનલમાં ભારતવર્ષમાં માત્ર કચ્છ અને જોધપુર રાજ્ય તરફથી તથા અન્યત્ર બ્રિટિશ ઇસ્ટ આફ્રિકા, બ્રિટિશ વેસ્ટ આફ્રિકા ને ન્યૂગિયાના એટલે સ્થળે એડવર્ડ આઠમાના સિક્કા બહાર પડ્યા હોવાનું જણાય છે.
ખેંગારજી ત્રીજાના નામના કચ્છના એડવર્ડ આઠમાના નામવાળા સિક્કાઓમાં ત્રણ દોકડાનો ત્રાંબાનો, ચાંદીની એક કોરીનો, ચાંદીની અઢી કોરીનો અને ચાંદીની પાંચ કોરીનો એમ ચાર જાત છપાઈ છે. આ સિક્કાઓની વિદેશમાં વિરલ સિક્કાઓ તરીકે આજે પણ સારી એવી માંગ છે.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫)
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શહેનશાહના જે સિક્કા એના પોતાના જ દેશમાં મળતા નથી ત્યારે કચ્છ રાજ્યમાં ઉપર્યુક્ત હકીકતે ઉપલબ્ધ થાય છે તે કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓની શ્રેણીની પાઘડીના છોગા સમાન જ ગણી શકાય ને !
કચ્છના સિક્કાઓની છપાઈ ઘણી સારી હતી. આ માટેની ડાઈઓ પણ કચ્છ મ્યુઝિયમમાં છે; જેમકે સર્વ શ્રી ખેંગારજીના બસ્ટવાળા સિક્કાઓની ડાઈ સુંદર અને આકર્ષક છે. કચ્છના સિક્કાઓ પોતાનાં વજન, ઘાટ અને છાપની બાબતમાં અનોખી ભાત પાડે છે.
ઈ.સ. ૧૯૩૦માં રાજયે ટંકાશાળા માટે નવું મકાન તૈયાર કરાવી તેમાં સિક્કા પાડવાની આધુનિક મશિનરી ગોઠવી. લંડનથી નવી જાતની મુદ્રા-છાપો સિક્કાઓ માટે મગાવી, જૂની મુદ્રા-છાપ ઉપર સુધારા વધારા કરી વધારે કલાવાન અને સુંદર સિક્કાઓ તૈયાર કરવામાં આવ્યા. પહેલાં જે સિક્કાઓમાંથી ચાંદી કાઢી લેવાતી હતી, પરંતુ નવી ટંકશાળના ચાંદીના સિક્કાઓની કિનારી અણીવાળી હતી એટલે ઘસીને કોઈ ચાંદી કાઢી લે તેવી શક્યતા ન હતી.
સમ્રાટ જ્યોર્જ પાંચમાના અમલ દરમ્યાન કચ્છમાં કોરીના ભાવમાં ઘણી વઘઘટ થવા લાગી. ઈ.સ. ૧૯૨૮ માં રાજયના ખજાનામાંથી કોરીઓ વટાવી રૂપિયા લેવામાં આવ્યા અને એ રીતે ચલણને સ્થિર રાખવા પ્રયત્ન કર્યો.
કોરીના ભાવની વધ-ઘટ સાથે રાજયમાં એક બાજુ અનિષ્ટ પેદા થયું. પાંચિયા તથા એક કોરીના ઘણા બનાવટી સિક્કા બનવા લાગ્યા. આ બદી એટલી બધી વિકસી કે રાજ્યને ખરા-ખોટી સિક્કા પારખવાની પણ ઘણી મુશ્કેલી પડી. કેટલાક સંજોગોમાં તો છેવટે રાજ્યને બધા જ સિક્કાને રાજ્યની છાપ લગાવીને ચલણમાં માન્ય રાખવા પડ્યા, પણ આનાથી રાજ્યને ઘણી જ ખોટ આવી હતી. ' '
કોરીનું ચલણ કચ્છ રાજયના તરિક આદાન-પ્રદાન માટે જ વપરાતું હતું, પરંતુ આયાત નિકાશ માટે બ્રિટિશ ભારતવર્ષના રૂપિયાનું ચલણ વપરાતું હતું. આમ છતાં રૂપિયા અને કોરીનો વિનિમય-દર ક્યારેય સ્થિર રહ્યો ન હતો. એક સમયે રૂ. ૧૦૦ના વિનિમયમાં ૧૭૫ કોરી મળતી હતી, જ્યારે બીજા સમયે રૂ.૧૦) માં ૬૨૦ કોરી મળતી હતી ! સિંધ સાથેનો વિનિમય-દર નક્કી થયો હતો.
કચ્છમાં કોરી અને પાંચિયાનું ચલણ ઈ.સ. ૧૯૪૩ સુદી ચાલુ રહ્યું હોય તેમ ઉપલબ્ધ સિક્કાઓ પરથી સ્પષ્ટ જણાય છે. કચ્છના બધા સિક્કા ગોળાકાર છે અને ઉત્તરકાલીન સિક્કાઓ પર ત્રિશુળનું ચિહ્ન અંકિત થયું છે. ખેંગારજી ત્રીજાના લાંબા શાસનકાળ દરમ્યાન કચ્છના સિક્કાઓનો પણ જાણે સુવર્ણકાળ હોય તેવા સિક્કાઓ બહાર પડ્યા હતા : (૪) વિજયરાજજી (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૮)
મહારાઓશ્રી વિજયરાજજીના ખૂબ જ ટૂંકા અમલમાં પણ સિક્કાની દષ્ટિએ કચ્છના સિક્કાનાં વજન, કદ અને આકાર વગેરેમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવેલા. તેમના સમયમાં ચાંદીની અર્ધ કોરી છપાઈ હોવાનું જણાયું નથી. એ જ રીતે ત્રાંબામાં બે ત્રાંબિયાનો દોકડો છાપવાનું બંધ થયું અને ત્રાંબિયો, ઢીંગલો, ઢબુ, પાયલ અને આધિયો એવા ત્રાંબાનાં પાંચ સિક્કા પડ્યા, જેમાં છેલ્લી બે નવી જાતો શરૂ થઈ. આ ઉપરાંત માત્ર ત્રાબિયાના સિક્કા સિવાય બાકીના બધા ત્રાંબાના સિક્કાઓમાં વચ્ચે વિધિ કરવામાં આવ્યાં, જે બીજા વિશ્વયુદ્ધના કારણે ત્રાંબાની ખેંચના કારણે અનિવાર્ય હતું. આકારમાં આ સિક્કા વિશિષ્ટ ગણાય છે. છેદવાળા આ સિક્કાઓ બ્રિટિશ તાજના કાણાવાળા પૈસાનું સ્મરણ કરાવે છે.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭.૫૧)
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૧૯૪૨ થી ૧૯૪૭ ના ગાળામાં વિજયરાજજીએ છઠ્ઠા જયોર્જને નામે કોરીઓ પડાવી હતી. ઈ.સ. ૧૯૪૬માં મહારાવ વિજયરાજની છબીવાળી ૨૫, ૫૦, ૧૦૦ અને ૫૦૦ કોરીના મૂલ્યની નોટો છાપેલી, પરંતુ તે ચલણમાં મૂકવામાં આવી ન હતી !
(૧) ચાંદીના સિક્કા - વિજયરાજજીના ચાંદીના એક કોરીના સિક્કામાં એક બાજુ “કોરી એક એમ જણાવેલ છે, ઉપર વર્તુલાકારે ફારસીમાં લખાણ છે. બીજી બીજુએ વર્તુળમાં રાજયસૂચક ચિહ્ન ત્રિશુલ અને અર્ધચંદ્ર તથા સંવત ૧૯૯૯ (ઈ.સ. ૧૯૪૩) જણાવેલ છે. ધારની પાસે વર્તુલાકારે “મહારાજશ્રી વિજયરાજજી કચ્છ' દેવનાગરી લિપિમાં લખેલ છે.
પાંચ કોરીના સિક્કા ઉપર અગ્રભાગે ફારસીમાં લખાણ છે, જેમાં જયોર્જ છઠ્ઠો અને ઈ.સ. ૧૯૪૨ લખેલ છે. તેની આજુબાજુ વર્તુળાકારમાં પાંદડીની કલાત્મક વેલ અંક્તિ કરવામાં આવી છે. સિક્કાની કિનારીએ ઝીણાં ઝીણાં ટપકાંની કાંગરી પાડવામાં આવી છે. પાછળના ભાગમાં ત્રિશૂળ, કટાર, તથા અર્ધચંદ્ર સાથે નાગરીમાં “મહારાજાધિરાજ મિરજા મહારાજેશ્રી વિજયરાજ બહાદુર કચ્ચ ભૂજ એમ લખાતું. આ સિક્કાનું વજન આશરે ૧૧૮ તોલા હતું તથા વ્યાસ ૧.૩ ઇંચ હતો.
(૨) તાંબાના સિક્કા - મહારાઓશ્રી વિજયરાજજીના પાંચ પ્રકારના તાંબાના સિક્કાઓ ચલણમાં હતા. આ સિક્કાઓમાં અનુક્રમે આધિયો, પાયલો, ઢબુ, ઢીંગલો અને ત્રાંબિયોનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ ચાર સિક્કાઓમાં વચ્ચે વીંધ છે, જ્યારે ત્રાંબિયો સૌથી નાનો સિક્કો છે, પરંતુ તેમાં વીંધ નથી. દરેક સિક્કામાં એક બાજુ ફારસીમાં લખાણ છે, બીજી બાજુ રાજાનું નામ વીંધમાં ઉપરની બાજુએ અર્ધચંદ્ર, ડાબી બાજુ ત્રિશૂળ અને જમણી બાજુ કટારનું ચિહ્ન છે. નીચે સિક્કાનું નામ નાગરીમાં દર્શાવવામાં આવેલ છે. (૫) મદનસિંહજી (ઈ.સ. ૧૯૪૮)
મહારાઓશ્રી મદનસિંહજીના ૧૯૪૮માં થયેલા રાજયાભિષેક વખતે તેઓશ્રીના નામના જે સિક્કા પડ્યા તે કચ્છના ઇતિહાસમાં તેમજ ભારતભરમાં પણ એક સ્વતંત્ર રાજ્ય તરીકેના તેઓશ્રીના એકલાના જ સિક્કા છે, જેમાં ફકત “મહારાઓશ્રી મદનસિંહજી કચ્છ ર૦૦૪' એ પ્રમાણે છાપેલું છે. અત્યાર સુધી મુખ્ય બાજુ ઉપર “એમ્પરર ઑફ ઇન્ડિયા'નું નામ છપાતું હતું. પાછળની બાજુ રાજયનું નામ આવતું તેને બદલે મુખ્ય બાજુ કચ્છના મહારાઓશ્રીનું નામ અને પાછળની બાજુમાં “જયહિન્દ' છપાયેલું છે.
વિશિષ્ટ સિક્કા - દિન્દ્ર ની છાપવાળો કોરીનો સિક્કો ભારત આઝાદ થયું ત્યાર બાદ પણ એક વર્ષ સુધી ચલણમાં રહ્યો હતો. “જયહિન્દ'ની છાપવાળા કોરીના સિક્કા દુર્લભ અને વિશિષ્ટ ગણાય છે. ગુજરાતમાં સૌથી મોટા સોનાના સિક્કા કચ્છના મહારાઓએ પડાવ્યા હતા, જેમાં ૨૫, ૫૦ અને ૧૦૦ કોરીના સોનાના સિક્કા હતા.
મદનસિંહજીના સમયમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી જે સિક્કા બહાર પડ્યા તે કચ્છના ઇતિહાસમાં તેમજ ભારતભરમાં પણ એક સ્વતંત્ર રાજ્ય તરીકેના તેઓશ્રીના એકલાના જ સિક્કા છે.
મહારાઓશ્રી મદનસિંહજીના “જયહિંદ'ની છાપવાળા ત્રણ પ્રકારના સિક્કાઓ પડ્યા છે. તાંબાનો ઢબુ (એટલે કોરીનો આઠમો ભાગ) અને ચાંદીના સિક્કામાં એક કોરી અને પાંચ કોરીના સિક્કા હતા. તા. ૨૬-૪-૧૯૪૯થી ભારતના સિક્કા કરછમાં કાયદેસરના ચલણ તરીકે દાખલ થયા.
બ્રિટિશ રાજ કાલ દરમ્યાન ભારતવર્ષમાં બે પ્રકારનું ચલણ અમલમાં હતું : (૧) સરકારી અર્થાત્ અંગ્રેજ સત્તાનું બ્રિટિશ ચલણ એ (૨) દેશી રાજયોનું ચલણ-કચ્છ એક દેશી રજવાડું હતું તેને સૈકાઓથી
( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • પર)
-
-
-
-
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સ્વતંત્ર ચલણનો અખત્યાર મળેલ હતો. સિક્કાઓ પરનાં નિશાન :
કચ્છના સિક્કાઓ ઓળખવા માટે નિશાનોમાં ચાંદી અને સોનાના તેમજ તાંબાના સિક્કાઓમાં ત્રિશુળ, ચંદ્ર અને કટારનાં ચિહ્નો અંકિત થયેલા જોવા મળે છે.
ત્રિશૂળ એ જાડેજા રાજાઓની કુળદેવી આઈ (માતા) આશાપૂરાનું પ્રતીક છે, જેમાં રાજાની કુળદેવી પ્રત્યેની આસ્થા અને ધર્મભાવનાનાં દર્શન થાય છે.
ચાંદ કે અર્ધચંદ્રનું નિશાન જાડેજા રાજપૂતો ચંદ્રવંશી હોવાનું સૂચવે છે.
કચ્છના પ્રાચીન અને બ્રિટિશકાલીન સિક્કાઓ પર કટારનું ચિહ્ન અંકિત થયેલું જોવા મળે છે. વડોદરા, ભાવનગર જેવાં દેશી રાજ્યોના સિક્કાઓ પર તલવારનું ચિહ્ન જોવા મળે છે. રાજપૂતોને શૌર્ય અને બહાદુરી પ્રાણથી પણ પ્યાર હોય છે. કટાર એ રાજપૂતી શૌર્યનું ચિહ્ન છે. કચ્છના મહારાઓ જાડેજા રાજકુળના શૌર્યને કટાર દ્વારા સિક્કાઓ પર અંકિત કરે છે.
કચ્છ રાજ્યના ત્રાંબાના જૂના સિક્કાઓમાં કોઈ ઉપર ત્રિશૂળ છે તો કોઈ ઉપર કટાર છે સંવત ૧૯૨૫ પછીના ત્રાંબાના સિક્કાઓ ઉપર માત્ર ત્રિશૂળનું જ ચિહ્ન છે, પરંતુ ૧૯૪૪ અને તે પછીના ત્રાંબાના સિક્કાઓ ઉપર મહારાઓશ્રીના નામ બાજુ ત્રિશૂળ અને બીજી બાજુ કટારનાં ચિહ્ન છે, જ્યારે મહારાઓશ્રી વિજયરાજજીના ત્રાંબાના સિક્કાઓ ઉપર ત્રિશૂળ ચંદ્ર અને કટાર છે, જ્યારે ત્રાંબિયાની એક બાજુ ત્રિશૂળ અને બીજી બાજુ કટાર છે.
કચ્છ રાજયની વિશિષ્ટતા એ હતી કે સિક્કાઓ રાજય તરફથી છપાવી ચલણમાં મુકાતા હતા, પરંતુ તે ઉપરાંત લોકોને પણ પોતાની ચાંદીની પાટો લાવીને કોરીના સિક્કા પડાવી જવાની છુટ હતી. શરૂઆતમાં છીણી હથોડાથી કોરીઓ ટંકશાળમાં તૈયાર કરવામાં આવતી હતી, પરંતુ ઈ.સ. ૧૯૩૦માં મહારાઓ ખેંગારજી ૩જાના સમયમાં ભૂજમાં આધુનિક નવી ટંકશાળ શરૂ થઈ ત્યારથી એકસરખા સિક્કા પડવા લાગ્યા હતા. કચ્છમાં સોનાની કોરીઓનું ચલણ લાંબા સમય સુધી પ્રચલિત હતું. પહેલાં રાવશાહી મહોર ચાલતી હતી તેની કિંમત ૧OO રૂપાની કોરી ગણાતી હતી, જ્યારે અડધી સોનાની મહોરની કિંમત પચાસ કોરી ગણાતી હતી. સોનાની એક કોરીની કિમત ર૬ll રૂપાની કોરી બરાબર ગણાતી. બ્રિટિશકાળ દરમ્યાન પ્રાગમલજી અને ખેંગારજીના સમયમાં સોનાની કોરીઓનું ચલણ અમલમાં હતું. ધીરે ધીરે સોના અને ચાંદીના ભાવમાં અંતર વધવાને લીધે સોનાનું ચલણ બંધ થતું ગયું. કચ્છમાં મુખ્ય ચલણ ચાંદીની પાંચ કોરી યાને “પાંચિયા"નું હતું, જેનો વ્યવહાર વિશાળ પાયે થતો હતો.
ચલણનું કોષ્ટક - કચ્છની સિક્કા પદ્ધતિ વિશિષ્ટ હતી. “કોરી' કચ્છના ચલણમાં એક હતી એને રૂપિયા સાથે કોઈ સંબંધ ન હતો. આમ છતાં એક રૂપિયા = રા કોરી ગણાતી હોવાનું જણાય છે. તાંબાના વિનિમયમનો દર ૪૮ ત્રાંબિયા = ૨૪ દોકડા = ૧૬ ઢીંગલા = ૧ કોરી ગણાતો હતો. તોલમાનના સંદર્ભમાં આ સિક્કા પર બ્રિટિશ પદ્ધતિનો પ્રભાવ જણાય છે.તદનુસાર ત્રાબિયો દોકડો, ઢીંગલો, અડધી કોરી તોલમાં ક્રમશ ૪, ૮, ૧૨, ૨૧૪ અને ૧/૨ ગ્રામ વજન ધરાવતા સિક્કા હતા. કચ્છના ચલણનું કોષ્ટક નીચે પ્રમાણે છે : (૧) ચાંદીના સિક્કા :૧ પાંચિયો = ૫ કોરી
૧ આધિયો = રા કોરી ૧ કોરી = ર આધિયા
૧ આધિયો = ૮ ઢીંગલા ત્રાંબાના
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૩
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) તાંબાના સિક્કા - ૨ ઢીંગલા = ૧ ઢબુ
૧ કોરી = ૧૬ ઢીંગલા ૧ ઢીંગલો = ૧ દોકડો
૧ કોરી = ૨૪ દોકડા ૧ દોકડો = ૨ ત્રાંબિયા
૧ કોરી = ૪૮ ઝાંબિયા. સિક્કાઓનું વિવિધ ક્ષેત્રે મહત્ત્વ :
(૧) ધાર્મિક ક્ષેત્રે - ધર્મ અને સંસ્કૃતિ ઈતિહાસનું મહત્ત્વનું અંગ છે. સિક્કાઓ દ્વારા રાજ્યનો માન્ય ધર્મ જાણવા મળે છે. બ્રિટિશકાલીન કચ્છના સિક્કાઓ ઉપર ત્રિશૂળ જોવા મળે છે જે શક્તિપૂજાનું દ્યોતક છે. કચ્છના મહારાવનાં કુળદેવી આશાપુરાનું પ્રતીક છે, રાજાની ધાર્મિક ભાવનાનું ચિહ્ન છે.
(૨) આર્થિક ક્ષેત્રે - બ્રિટિશકાળ દરમ્યાન કચ્છમાં સોનું, ચાંદી અને તાંબુ એ ત્રણે ધાતુના સિક્કાઓ પ્રચલિત હતા. બ્રિટિશકાલમાં સિક્કાઓમાં ચાંદીની શુદ્ધતા જાળવવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. બીજા વિશ્વયુદ્ધથી ત્રાંબાની ખેંચના લીધે વિજયરાજના સિક્કાઓ વચ્ચે વિવિધતા જોવા મળે છે. પ્રાગમલજીના સમયમાં સોનાના સિક્કો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જે તે સમયની કચ્છની આર્થિક જાહોજલાલીનું દર્શન કરાવે છે.
(૩) કલાક્ષેત્રે મહત્ત્વ - બ્રિટિશકાલીન કચ્છના સિક્કાઓ કલાત્મકરૂપ ધારણ કરે છે. મહારાજા ખેંગારજી ત્રીજા અને વિજયરાજજીના ચાંદીના સિક્કાઓ ધાર અને નાના વર્તુળની વચ્ચે ગોળાકારમાં પાંદડીની કલાત્મક વેલ અંકિત કરવામાં આવી છે. સિક્કાની કિનારીઓ ઝીણાં ટપકાં કાંગરી પાડવામાં આવી છે.
(૪) લિપિની દૃષ્ટિએ મહત્ત્વ :- કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓનો અભ્યાસ કરતાં તેના પર દેવનાગરી અને ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે. સિક્કાઓ પર મુસ્લિમ રાજવીનાં નામ ત્યારબાદ બ્રિટિશ રાજવીઓના નામની સાથે સ્થાનિક રાજવીનું નામ લખાતું હતું.
(૫) સિક્કાઓ પરનાં ચિહ્નો - કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ પર બ્રિટિશ તાજ, ત્રિશૂળ, અર્ધચંદ્રા અને કટારનાં ચિહ્નો અંકિત થયેલાં જોવા મળે છે, જે કચ્છના રાજવીઓની ભાવનાના, ઓળખાણના પ્રતીક સમાન છે.
કચ્છના રાજવીઓએ બ્રિટિશ તાજની વફાદીર દર્શાવવા પોતાના દરેક ધાતુનાં સિક્કા પર અનુક્રમે વિકટોરિયા, એડવર્ડ અષ્ટમ, જ્યૉર્જ પંચમ, એડવર્ડ આઠ અને જ્યોર્જ છઠ્ઠીના નામ દર્શાવેલ છે. ૧૯૪૭ માં ભારત સ્વતંત્ર થતાં સિક્કા પર બ્રિટિશ રાજાઓનાં નામ લખવાની બંધ થયા પછી તા. ૨૬-૪-૧૯૪૯ના રોજ કચ્છ રાજ્ય સ્વતંત્ર ભારતમાં વિલીન થયું તે સમય સુધી “જયહિન્દ'ની છાપવાળા વિશિષ્ટ સિક્કા પાડવામાં આવેલ. ભારતીય સિક્કાશાસ્ત્રમાં કચ્છના બ્રિટિશકાલીન સિક્કા એક અનોખી ભાત પાડે છે. સંદર્ભ સામગ્રી (૧) ડૉ. નવીનચંદ્ર આચાર્ય : ગુજરાતના સિક્કાઓ પૃ. ૧૫૧-૧૫૫ (૨) હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. પી. સી. પરીખ : ભારતીય સિક્કાશાસ્ત્ર, પૃ. ૨૫૩ થી ૨૫૫ (૩) હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. પી. સી. પરીખ : ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૮ બ્રિટિશકાલ,
પૃ. ૧૮૮, ૧૮૯, ગ્રંથ ૮ મરાઠાકાલ મૃ. ૧૯૮, ૧૯૯ (૪) ડી. કે. વૈદ્ય : સચિત્ર માર્ગદર્શિકા-કચ્છ મ્યુઝિયમ-ભૂજ ૧૯૭૫, પૃ. ૭ (4) Dr. D. G. Patel : Gujarat State Gazetteers-Kutch District, pp. 287 to 289
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૫૪)
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[, પરિશિષ્ટ કચ્છના બ્રિટિશકાલીન સિક્કા
૧૩ શાળજી બીજા ની એક કોરી : ચાંદી
[૨] પ્રાગમલજી બીજા નો સિકકો
N
:
[3] ખેંગારજી ત્રીજાના સિકકા
ર wwજ છે
Ut
ત્રણ દોકડા
પાંચ ફેરી
[૪] વિજયરાજપુના સિક્કા
એક કેરી
જ. મનવિઝનો નિરભે
તાંબાની આઠી છે મિ મદનસિંહજીનો સિકળે
હો... મા
લકી ૯પ શેરી
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૫ )
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કેચ્છની વિશિષ્ટતાઓ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રાણગિરિ પી. ગોસ્વામ
ગરવી ગુજરાતે અને સૌરાષ્ટ્ર કચ્છને પોતાની બગલમાં સમાવી દીધું છે. ઉત્તર-પૂર્વ તરફ વિસ્તરેલા ગુજરાતનાં બાર જિલ્લાઓ અને દક્ષિણે સૌરાષ્ટ્રનાં છ જિલ્લાઓએ કચ્છ એક જિલ્લાને પોતાનો બનાવી લીધેલ છે. મહાગુજરાતના આંદોલન પછી ૬૦ માં ગુજરાત રાજ્ય બન્યું. એણે જૂજવા જાહેરનામાથી કચ્છનાં ૨૧ જેટલાં સ્થાનોને રાજ્યરક્ષિત સ્મારકો બનાવ્યાં. એ સ્મારકોની ગુજરાત ભરની યાદી તરફ નજરું કરતાં અમદાવાદ ૩, અમરેલી ૪ ખેડા ૫, અને જામનગરનાં ૭, રાજ્યરક્ષિત સ્મારકોની જોતા ૧૯, થવાની ત્યારે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમં પણ - દશથી અંદરની સંખ્યામાં આવાં સ્મારકો જરૂર આવેલાં જ હશે એ વિશ્વાસ છે જેમાં જૂનાગઢ એ પાટણ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર તો ભૂલી શકય એવાં જ નથી. એ બધા જ જિલ્લા-મોટા શહેરોને નજર સમક્ષ રાખીએં તો બધા જ જિલ્લાઓ કરતાં કદાચ કચ્છ જિલ્લાની સંખ્યા અદકેરી દેખાશે.
૧. અંની૨... અને કચ્છ જિલ્લાના તાલુકાની દૃષ્ટિએ જોવા જતાં તળ અંજારમાં શ્રીભળેશ્વરજી મંદિર દશમી અગ્યારમી સદીની આહલકે પોકારતું તો જણાય જ ત્યારે ભુવડ મધ્યેનું ભુવડેશ્વરજીનું શિવમંદિર પણ એ જ સૈકા ની આસપાસની સદીની સાક્ષી પૂરે, જયાંનાં શિવલિંગની સામે આજેય નિત્ય ઝાર ઘઉં કે ક્યારેક એ પણ ના મળે થો......
અસીં ગિરિવરની મોરલા, કંકર ચણ ચૂણો,
ઋત (અષાઢ-શ્રાવણ) આવે ન બોલો ત- હૈયે ફાટમશે.
આજનાં જેવા – જયેષ્ઠથી ભાદરવા સુધી ચૂક્યા વિના-માગ્યાં મેહ...' વરસતા હોય એવી ઋતુમાં ન બોલી તો ? અને એ કાંકરા ચણીને પણ શિવીની સામે અખાડો (કળા) કરીને નાચી જતો હોય,
:
અંજારમાં મહેમડોના બંગલાનાં નામે ઓળખાતા, ‘નાયકલ ટરશ્રીની કચેરી-માંનાં-કચ્છી હમાગરીનાં બેનમૂન દિવાલચિત્રો...'
૨, ભચાઉ....... સિંધમાંથી કચ્છમાં આવેલા સગા મામા વાઘમ ચાવડાને પાટગઢકટેશ્વરજીની પૂજા કરતાં અને સાત સાંધો (સોલંકી પરમારો) નેગૂંતરીગઢ
વાયો -
વરડો, વેરસ્ત, કાર્યોને કુરપાળ;
સમે સતોએ મારિયા, રાણોને રાજપાર.
માં પૂરા કરીને આ બે રાજ્યો (એકાળનાં હિલ્લેબંધીવાળાં શહેરો) પચાવ્યાં છતાં ધરપત નથતાં ભચાઉ તાલુકે ત્યાંના એક ડુંગર પર- મોડ કિલ્લો ના બંધાવી શક્યો એ સાડે બંધાવ્યો. એ કંથકોટ નો બૂરજ જેનો દ૨વાજા ને દોઢીએ ૮મી ૯મી સદીની યાદ આપે છે તે એ એની અંદરનું જૈન દહેરા સરજી તથા ભગવાન સૂર્યનારાયણજીનું પ્રાચીન મંદિર, ત્યાંનો ધોળાવીરા ટીંબો તે આજનું વિખ્યાત વિશાળ ધોળાવીરા ઉતખનન સ્થાન (ખડીર) તથા ચાંપર પાસેનો સોભારલનો ટીંબાં કચ્છ ધરાની ૫૦૦૦ વર્ષ જૂની પ્રાગૈતિહાસિકતાની બેનમૂન-ગાથારૂપ લેખાઈ ગયાં છે યાદી પ્રમાણેનાં પાંચ સ્થાનો.
·
૩. રાપર - ચિત્રોડ-મેવાસામાં આઈનું ડેરુ-છતાં એ પુરાતન શિવમંદિર આજ રક્ષણની રાહ જોઈ રહ્યું છે એ પણ પાછળથી જોઈશું. સાથેજ સવઈ પાસેનો એ પાબુમઢ પ્રાગૈતિહાસિકતાની ઝાંખી કરાવે છે.
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૬
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. નખત્રાણા : દેશલપરની શૈલગુફા-૧. શૈલગુફા-૨ પૂ. અરેશ્વરજી મંદિર (મંજલ-લાખેડીની હદ પાસે), ઘડીમેડી-જે શૈવમની હવે પ્રતીતિ કરાવે છે. અને પુંઅરાએ જણાવેલા પુષ્પગઢનો પુરાતન કિલ્લો.
૫. લખપત : સિયોત જૂના-ધરણ વાઘેલાના પાટગઢની પાસેની શૈલુફાઓ જેની માટેની બૌદ્ધકાલીન સલો નીજરમાન મનાઈ છે. અને ખુદ લખપતનો કચ્છનાં ક્રોમવેલ જમાદાર ફતેહમહંમદે બંધાવેલો કિલ્લો અને કચ્છમાંનું વર્ષો જૂનું ગુરુદ્વારા જે આદ્ધિતાય મનાય છે.
૬. મુન્દ્રા- ભદ્રેશ્વરજી વસઈનું જૂનું મંદિર- જે વસઈ તીર્થ તરીકે આખાયે ગુજરાત તો શું ભારત ભરનાં શ્રાવકોમાં ખૂબ જ જાણીતું છે.
૭. ભૂજ:- કેરાનું શિવમંદિર, જેનું વિશેષ ઉત્પનન ચાલુ જ છે તથા એની જે રિતતાને સમારવાનું કામ પણ આમ તો એ ભલે લાખા ફુલાણીથી પહેલાં ગણાતું હોય છતાં એ લાખાએ બંધાવ્યાનું ગણાય છે.
- ભૂજ અને ભૂજની આસપાસનાં આવાં ઘણાએ સ્થનો-રક્ષિત સ્મારકો તરીકે લાવાયાં નથી. જે રક્ષણ માંગે છે. સાથે સાથે માંડવી કે અબડાસાનાં કેટલાંક સ્થાનો પણ રસિત સ્મારકો તરીકે જાહેર થાય એય જરૂરી છે. વળી અન્ય તાલુકાઓમાં રહી જવા પામેલા પણ ગણનાપાત્ર ગણાવાને લાયક છે. કચ્છમાં હજુ સુધી - રક્ષિતન ગણાયેલા તાલુકાઓનાં સ્મારકો :
૧. અંજાર : ભુવડેશ્વરજીનાં મંદિરની સાથે – એ જ પરિસરમાં ઊભેલી એ ભુવડ ચાવડાની ડેરીબંધ ખાંભી એ સ્વ. રામસિંહજી રાઠોડનાં કુળદેવના મંદિરમાંની કચ્છભરનાં પાબુ મંદિરોમાં સૌથી કલાત્મક રહેલી કાળી ધોડીઓ તથ જૈન દહેરાસર નીરખીને નિર્ણય કરવા જેવાં રહેલાં છે.
ધમડકા - કાલીમંદિર, સફલાનાથ ગંધપિયુ મસાણ, (કાળોવડ આજે નથી) અને સામી બાજુ-ભવાની ભુવનેશ્વરીજીનું મંદિર, જે હાલમાં પાંચ ગામોનાં સોઢા ક્ષત્રિયોના સહયોગથી જોગણીના મંદિરનું રૂપ ધારણ કરી રહેલ છે. .
સંધડ-માતાજી જોગણીનાળ હરૂડી માતાજીના મંદિરની આથમણી બાજુ થીરા નામે ગુરૂજીઓને અપાયેલું ગામ તેની એકાદ કિલોમીટરના અંતરે હર્ષદા માતાજીનું પ્રાચીન મંદિર માંથી એકાદ કિ.મી. ના અંતરે છે. જેનાં જૂનાં સ્થાપત્યોને સાચવી રાખીને દીવાલમાં મઢી દેવામાં આવેલ છે.
આમ આ મડકા અને વીરા એવીર વિક્રમનાં સગડ કચ્છમાં પણ પહોંચ્યા છે એવી પ્રતિતિ કરાવનારાં છે. જૂનું ધમડકા તો પદના ધરતીકંપમાં નાશ પામ્યું પણ એમાંનાં મંદિરો હાલમાં પ્રજાલક્ષી બનેલાં દેખાય છે. “કચ્છ ઇતિહાસ પરિષદ” નાં તા. ૨૨ ઓગષ્ટનાં સંશોધન પ્રવાસમાં અહીંનાં કેટલાંક પ્રાચીન મંદિરોનો આજની ત્વરિત ગતિએ જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે ને કેટલાંક ફરીને ઊભાં થઈ ગયાં એ સગી આંખે ભાળ્યું છે.
૨. ભચાઉ :- અહીંનો ડુંગરી કિલ્લો દૂરથી પણ આપણું જોતાં ધ્યાન ખેંચે છે.
૩. રાપર : ગેડીનું પુરાતન મંદિર, દશાવતારની મૂર્તિ, વાવ અને કલાત્મક પાળિયા વરણેશ્વર-મધ્યેની ભૂરિયાબાવા મેકમડાની સમાધિ અર્થાત્ કબર તદ્દ્ન જીર્ણ અને જર્જરિત થઈ ગઈ છે, જેનો આધાર પલંગને મળતો આવે છે.
૪. નખત્રાણા :- પુંઅરાની છત્રી-વડીમેડીની સામી બાજુ, આ ચારથંભી છત્રીની ભૂમિમાં પુંઅરાને અગ્નિદાહ દેવાયો હતો, આસ્થાનને સંપૂર્ણતઃ સુરક્ષા બક્ષ્યા કરતાં, તેને ત્યાંથી અવંબંધ ઉપાડીને અહીંનાં રક્ષિત સ્થાનો પાસે પધ્ધગઢમાં, નિંઢી બડી મેડીનાં પરિસરમાં લઈ આવવી આવશ્યક ગણાશે તથા નખત્રાણા પાસેનો મોટીવીરાણીનો જર્જરિતતાને આરે ઉભેલો કિલ્લો.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૭)
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. લખપત : અહીંના વિશાળ દિવાલ ધરાવતા કિલ્લાને ગુરુદ્વારાની સાથે જ ત્યાં નો ભવ્યકૂબો, પુરાતન શિવમંદિર અને કચ્છમાં દ્વિતીય એવું હાટકેશ્વરજી મંદિર
૬. મુન્દ્રા : શિવમંદિરની સામે તવવાળા નાકે જૈન છત્રીઓ અને પગલાં, તીર્થધામ વસઈ, ભદ્રેશ્વરજીના પોલિસ થાણા અંદરનું શિવમંદિર.
૭. ભૂજ :- બોલાડી હબાયની ધા૨ ૫૨ - નપ સૈકાથી હજુ પણ હયાત ઊભેલું એ બો લાડીગઢનું નાકું પથ્થર સાથે પથ્થરો સમાવીને પડવાને પાંકેડ ઊભું છે તે, દાદુપીરનો સ્થાપત્ય સભર કૂંબો અને કલાત્મક ઝરૂખાએ. ભાવેશ્વરની વાવ અને કલ્યાણેશ્વરૂપરિધની શિલ્પ નિતરતી સમાધિ દેરીઓ.
૮. અબડાસા : નાના મોટા કરોળિયાઓથી આગળ જતા ભીમનાથજીનાં રસ્તે આવતું બૌઆનું નાજૂક શિવમંદિર, જે અત્યારે યક્ષનો થડો થઈ ગયો છે. નાંદ્ર નો કિલ્લો, કચ્છનાં કેટલાક ક્ષત્રિયોએ પોતાનાં ભવ્ય ભૂતકાળના પ્રતીક ગઢ કિલ્લાઓને સમાવી લીધાં છે ત્યારે રસ્તે બસમાં દૂરથી રળિયામણોપણાનું ભાસ કરાવતો આ કિલ્લો પણ રક્ષણ માગે છે. નાનાનાંદ્રાની ગઢી. આગળ જતાં રાપરગઢમાંનો નાંદ્ર જેવો પણ વિશાળ કોઠો અને ચોરાપરનો ચબૂતરો, જે કચ્છમાં અન્ય કબૂતરખાનાઓ કરતાં કંઈક જુદી ભાત પાડનારો છે. અહીંનાં મોતા (શ્રાવક) સતીમાનો પાળિયો ખાંભી જે જૈનોમાં ઓછાં જોવા જાય છે. તથા વાંકુમાં પ્રવેશતાં નજરે પડતી પાળિયાઓની હારમાળા પૈકીનો ત્રિશૂલધારી પાળીયા કચ્છ આખામાં ક્યાંએ નથી દેખાતા.
૯. માંડવી :- ગઢ કિલ્લાનો કમાડ સાથેનો કથકોટકક્ષાનો દરવાજો એ બિલેશ્વરજી ગઢની ડેરીઓ દર્શાવતી કલાત્મક વાવ.
ફરી સહેજ ભચાઉ તરફ દૃષ્ટિ કરતાં ઃ- મનફરાની ધર્માદા જાગીરના પરિસરનાં પુરાતન સ્થાનો આં ધોઈનાં કિલ્લાનું પ્રવેશધાર તેમ દોઢી કોઠાઓ, પાતાર્બેશ્વરજી પછવાડેનાં વિવિધ પ્રજાઓનાં અજાયબ પાળિયા, અરે ? કચ્છમાં તો જ્યાં જ્યાં- જે તાલુકાઓમાં ઘૂમવાને નીકળી પડો ત્યાં ત્યાં નવીન સંશોધનમાં તમોને કંઈને કંઈ જોવાને મળશેજ “કચ્છઇતિહાસ પરિસદે” વર્ષમાં ત્રણચાર આવા પ્રવાસો ખેડવાને નક્કી કરેલ છે, ત્યારે ગમે ત્યાં કંઈને કંઈતો જરૂરથી જ નિહાળવાને મળતું જ હોય છે. કચ્છનો કોઈ પણ તાલુકો એવો નથી કે જ્યાંથી કંઈ ને કંઈ મળવા ન પામ્યું હોય...
કચ્છનાં આઝાદીની અર્ધી સદીનાં પ્રાગૈતિહાસિક સ્થાનો ઃ કચ્છમાં સંશોધાયેલા એ ઉત્ખનન પામેલાં તાલુકા વારનાં કેટલાંક પ્રાગૈતિહાસિક સ્થાન જે મળી આવ્યાં છે તે પણ ગુજરાતનાં પુરાતત્વવિદોએ ઇતિહાસકારોના કથનાનુસાર ગુજરાત ભરનાં અન્ય જિલ્લાઓ કરતાં મોખરાનું સ્થાન ધરાવે છે.
૧. અંજાર તાલુકો :- કોટડા આમ તો આથાંટીંબાઓ મળી આવ્યા છે એ સૌને કોટડા નામથી ઓળખવામાં આવે છે. આવા કોટડા કચ્છના દરતાલુકે દેખાય છે. બાદ આ જ તાલુકે જાંગ - ચાંદ્રાણી, પીરવાળાં ખેતર તથા ગામનો સમાવેશ થાય છે...
૨. ભચાઉ :- કંથકોટ બાદ શિકારપુર જેવાં સ્થાનો પણ શોધાયાં છે અને શોધાય છે.
--
૩. રાપર :- સૂરકોટડા, સણવા, સેલારી મોરાઓ-જાટાવાડા, કેંરાસી ગેડી, પાબુમઢ-૨વજેસડા, લાખાપર રામવાવ, અને આ જ તાલુકામાં ગણના થાય છે એ આખાએ વિશ્વની નજર જેના પર ઠેરાઈ છે એ, ખડીરનું
ધોળાવીરા..
૪. નખત્રાણા ઃ- દેશલપર-ગુંતલીની આખી નદીમાં ભૂતકાળમાં ગરક થઈ ગયેલ અને રીવસાહત, વાડાવિધેડી કોટડા ભડલી- ગઢવાળી, વાડી નવા ખીરસરા એ સ્થાનો પણ પોતાનું આગવાપણું દર્શાવનારાં છે. અહીં
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૮
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગામની ઉત્તરથી થોડે દૂર પશ્ચિમમાં એક ગુફા ભોયરું આવેલ છે, જેમાં “કચ્છ ઇતિહાસ પરિષદ'ની તત્કાલીન સંશોધન યાત્રાવેળાએ ધણાં બહેનભાઈઓ ૧૦૦ મીટર સુધી અંદર ગયેલાં...
૫. લખપત :- પાટગઢ પાસેની કટેસરની ગુફાઓ ભોયરાઓ અદ્ભુત
૬. ભૂજ :- લૂણા, કોટરા-કોટડા ફૂરન, ખાંવડાતરફ, નેગુની ધાર સુગરાસર
૭. મુન્દ્રાવી :- નવીનાળ બંદરની સાઇટ અને સમાધોધા એ પણ કંઈ કહી જાય છે.
:
૮. અબડાસા :- ટોડિયા કોઠારા, ટોળા ઉપરથી ટોડિયા, ઉત્ખનન બાદ અંદરથી ઠળિયા જ નીકળતા હોય એવું સ્થાન ટીંબા કોટડા પરથી કોટડાની જેમ !
૯. માંડવી :- રાયણને “કચ્છ ઇતિહાસ પરિષદ” ના ત્યાના સરપંચથી તથા ડૉ. વસાનાં સહયોગથી ત્યાં શિબિર રખાઇ ત્યારે પ્રત્યક્ષ જોવાને મળયું કે ત્યાંનાં કિલ્લાની ભઠ્ઠાં કે નિંભાડે પકવેલા પાકી ઈંટો કંઈ ગોપનાં મંદિરો (સૌરાષ્ટ્ર) કરતાં પણ સહેજ મોટી લાગે, ત્યાં મંદિરથી નદીના પટ્ટ સુધી પથરાયેલી નજરે પડે-તો અહીં એ “ડટ્ટણ સબ પટ્ટણ” માટીમાં જ ટાઈ ગયેલી લાગે કચ્છમાં એક લોકવાય કા એવી છે કે દાદા ધોરમનાથજી અહીં તપ કરતા હતા ત્યારે એમના શિષ્યને આ કચ્છનાં પાટણમાં કંઈ કડવો અનુભવ થવાથી શાપ આપતાં ગામ ધનોત પનોત થઈ ગયું. પરંતુ તપ કરનાર સંતો ક્યારેય કદી પ્રજાજીવનને શ્રાપ આપે એ બુદ્ધિજીવીઓ માનવાને તૈયારનથી કચ્છમાં અન્ય પ્રાગૈતિહાસિક સંશોધિક ઉત્ખન ન પામેલ સ્થાનો ની જેમ આ સ્થાન પણ રુકમાવતી અને અન્ય નાની નદીઓના પ્રકોપી કે ભૂતકાળનાં કોઈ ભયંકર ધરતીકંપથી દટાઈ ગયું છે જે પણ ધોળાવીરા અને સૂરકોટડાની જેમ ઉત્ખનન માંગે છે, આ અંગે પણ કેન્દ્ર કે રાજય સરકાર ને હનઝરૂ કરે એમ ડૉય વસા કે “કચ્છ ઇતિહાસ પરિષદ” અપેક્ષા રાખે છે.. અને કદાચ રખાલદાસ બેનરજીએ પ્રથમ સંશોધન ઉત્ખનન ધોળાવીરાનું કર્યું હોત તો એ સિંધુ સંસ્કૃતિની જેમ. “કચ્છી સંસ્કૃતિ” કહેવાઈ જાત. ધોળાવીરાનું સંશોધન એ કચ્છના સામાન્ય માનવી શંભુદાન ગઢવીને આભારી છે.
ઠે. ગોસ્વામી ચોક, ભૂજ-૩૭૦ ૦૦૧
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૯
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છની મિયાણાજાતિઃ સાંસ્કૃતિક અભ્યાસ
પ્રો. એમ. જે પરમાર
પ્રાસ્તાવિક :
કચ્છ ત્રણ બાજુએ દરિયાથી વીંટાયેલું દેખાશે, પરંતુ તેની ઉત્તરે સિંધ, દક્ષિણે સૌરાષ્ટ્ર અને પૂર્વમાં સૌરાષ્ટ્રગુજરાત તથા રાજસ્થાન પ્રદેશો સાથે જમીન વડે તે જોડાયેલું છે. આ બધા પ્રદેશોની રાજકીય હિલચાલોની અને સંસ્કૃતિઓની પ્રથાઓની અસર કચ્છ ઉપર પડેલી છે. યાદવો, મૌર્યો, શકો વગેરે જાતિઓનાં પગલાં કચ્છની ભૂમિ ઉપર પડ્યાં હતાં. આથી કચ્છની તળપદી છે તથાપિ એ સર્વોશ ભારતીય છે. અત્યારે પણ બાહ્ય સંસ્કૃતિના અવશેષો કોઈ કોઈ જાતિઓની જીવનપ્રવૃત્તિઓમાં દેખાય આવે છે, પરંતુ એ ભારતની સંસ્કૃતિઓમાં એકરંગ બની ગયા છે.
ઇતિહાસ જુદા જુદા કાલના લોકોનું આલેખન કરે છે. તે લોકો(સમાજ)ના ધબકતા જીવનનો વૃત્તાંત ઈતિહાસ કરે તેથી કોઈ પણ ઇતિહાસ તેમની જાતિઓ, તેમના રિત-રિવાજો, સંસ્કારો, તેમની માન્યતાઓનું સમાજજીવન, આર્થિક, ધાર્મિક કે રાજકીય જીવનનાં પાસામાંથી તેમના જીવનમૂલ્યનો ખ્યાલ આવે છે. - કોઈ પણ દેશ અથવા તે પ્રદેશની સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો તેમની ઐતિહાસિક ઘટનાઓ, સામાજિક મૂલ્યો, સાહિત્ય અને કલાસંપત્તિનો વિચાર કરવો જ જોઈએ, કારણ કે સંસ્કૃતિનાં ઘડતરનો આધાર લોકોની ભૌગોલિક ઐતિહાસિક સામાજિક અને આર્થિક સ્થિતિ પર રહેલો છે. આ સિદ્ધાંત કચ્છના ઇતિહાસ, તેની સંસ્કૃતિ, તેના લોકોને બરાબર લાગુ પડે છે. કચ્છમાં વસતી વિવિધ જાતિઓ:
કચ્છી પ્રજા સાગરની જેમ ધીર ગંભીર અને શાંત છે. કચ્છની વિશાળ ભૂમિમાં અનેક પ્રજા આવી સમયને વર્તીને રહે છે. ઈ.સ. પૂર્વે ૧૬૦૦ થી ૧૫૦૦ વચ્ચે યાદવો સાથે આભીરો પણ આવ્યો. ઈ.સ. પૂર્વે ૩૨૬માં યૂનાની આવ્યા. ઈ.સ. ૧૮૦ની આસપાસ શક-ક્ષત્રપો આવ્યા. ૧લી સદીમાં ઇરાની પેહલવી, પાંચમી-છઠ્ઠી સદીમાં હુણગુર્જર, વગેરે પ્રજા આવી. સાતમી સદીમાં આરબ, આઠમી સદીમાં પારસી અને દસમી સદીમાં પઠાણો વગેરે આવનાર પ્રજા હતી. આફ્રિકાથી સીદી તથા અન્ય પ્રજા આવી. કચ્છમાં આ બધા એકરસ બની ગયા.'
કચ્છી પ્રજાનાં શારીરિક ચિહ્ન જોઈએ તો આ માનવીય સમીક્ષણનાં પ્રમાણ જોવા મળે. આથી રત્નમણીરાવ ભી. જોટે કહે છે કે ગુજરાતની ભૂમિએ અનેક ભ્રમણયુગ, ઘણી જાતિઓને ગુજરાતે આશ્રય આપ્યો. કિરાત, હુણ, આંધ, પુલિન્દ્ર, પુલ્કસ, આભીર, યવન વગેરે જાતિઓને શુદ્ધ કરી ઉપર ઉઠાવેલ છે. કચ્છની પ્રજા પ્રવાસી પ્રજા છે. આહીર, કાઠી, રબારી, જત તથા અન્ય પશુપાલક જાતિઓ અહીં આવી વસી છે. ઉત્તરથી સમા, સિંઘમાંથી સોઢા, પૂર્વેથી વાઘેલા, સિંધ મારવાડ અને ગુજરાતમાંથી વાણિયા, બ્રાહ્મણો, ભાટિયા, લોહાણા, મુલતાન્ની સિંધથી કારીગર વર્ગ આવ્યો. ચારણ મારવાડથી અને આમ કચ્છ જાણે કે એક માનવરસથાળ બની ગયું. કચ્છના બન્ની વિસ્તારમાં જત, જુણેજા, પશુપાલકો, વાગડના વિસ્તારમાં આહીર, મિયાણા સુરજબારી માળિયામાં વસે છે. ખારવા મુન્દ્રા લખપત માંડવી દરિયાકાંઠાના વિસ્તારમાં વસે છે. વિવિધ પ્રજા કચ્છમાં આવીને કચ્છી બની કચ્છી પ્રજાનું ગૌરવ ગણે
મિયાણાજાતિઃ આગમન - વિસ્તારનો પ્રારંભિક ઈતિહાસ :
ભારતવર્ષની પ્રજાઓની આર્ય-અનાર્ય પાકૃત સંસ્કારી સંસ્કૃતિઓના સમન્વયથી ભારતીય માનસ સભ્યતા ઉદ્દભવી ભૂતકાળમાં થયેલ ઘટનાઓ અને માનવ-આવરણો સ્થળ, કાળ અને કારણથી નિયત થયેલ હોય છે. કચ્છમાં અનેક જાતિ સમૂહમાં અલગ અલગ તેમની સંસ્કૃતિ જોવા મળે છે.
મિયાણાની વસ્તી રાજકોટ જિલ્લો, અમદાવાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લામાં જોવા મળે છે. મિયાણા સિંધમાંથી કચ્છમાં આવ્યા. સિંધમાં તેઓ ઘણા સમયથી મુસ્લિમ હતા. તેમની કેટલીક અટકો મૂળ રાજપૂત
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૬૦)
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાનો નિર્દેશ આપે છે. “મિયાણા’ નામની ઉત્પત્તિ માટે કર્નલ વોકરના કહેવા પ્રમાણે બે મત છે. આ નામ વર્ણનામથી, પરંતુ તેમના પૂર્વજ “મિયા” કે “મીયા'ના નામ ઉપરથી તેમનું કોમી નામ પડેલ. મિયાણાનું મૂળ નામ “મેહ' હતું. સિન્ધી બોલીમાં તેનો અર્થ હલકી કોમ થાય. સિંધમાંથી હિજરત કરનારા મિયાણા માબિયા આવતાં પહેલાં કચ્છમાંપેઢી ઓથી રહ્યા હતા. આ મિયાણા જાતિમાં જુદાં જુદાં ર૭ ગોત્ર છે. એક માન્યતા પ્રમાણે આ જાતિના એક વડવાનાં ચાર પુત્રો-માર્લા, સંધુ-બંધો અને નેઅમોવર હતા. તેમના નામ ઉપરથી આખો કોમનો ઉદ્દભવ અને વિકાસ થયો. કચ્છના મિયાણાઓમાં જોગિયા, મેર, જેડા, ભટ્ટી, ટૂંસા, ઓલા, મકવાણા, મુસાણી, સમાણી, મોવરજામ, પારડી, માણેક લધાણી, સામતાણી, બાયદાણી વગેરે અટકો છે. તેમનાં રીત-રિવાજો અવનપ્રણાલિકાઓ વગેરેમાં રાજપૂતોની સાથે મળતા આવે છે. પણ તેઓએ ક્યારે ઈસ્લામ મઝહબ સ્વીકાર્યા તેના પુરાવા પ્રાપ્ત થતા નથી. તેમના સામાન્ય રીતે જેડા, બાયદાણી, માણેક, લધાણી તેમના કબીલાનાં મુખી હોય છે.
કચ્છમાં તેમની વસ્તી છૂટીછવાઈ જોવા મળે. સૂરજબારી વિસ્તારમાં વધારે. ગુજરાતમાં બે માળિયા છે માળિયા હાટીના અને માળિયા-મિયાણા તેમની વસ્તી ત્યાં વધારે છે. ભૂજમાં તેમની વસ્તી છે. અંજાર, ઘાણેટી, દૂધઈ અને સૂરજબારીમાં મિયાણાની વસ્તી છે. કચ્છના ઇતિહાસમાં છછર ભુટ્ટો મિયાણો અને ભીયાકંકલ મિયાણો મહત્ત્વના હતા. તેઓ કચ્છના જે વિસ્તારમાં રહેતા. તેમાં સંખ્યા વધારે હતી તે વિસ્તારને “મિયાણી' કહેતા. ૧૩મી સદીમાં અલ્લાઉદ્દીનનાં સમયમાં ઘણા રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો જેમાં સિંધના નગર સમોઈ રાજ્યનાં સમા જાડેજા રજપુતો જેડી તથા મનોઅર શાખાના હાટકોટનાં ચાવડ રાજપૂતોમાંથી કટિયા શાખાનાં જેસલમેરનાં રાજપૂતોમાંથી ભટ્ટી શાખાનાં તેમજ જાડેજા રાજપૂતોમાંથી જામશાખાના તથા મહીકાંઠાનાં મેહર રાજપૂતો સૈનિકો હતા. તે લોકો જ્યારે સિંધમાં ગયાં - ત્યાં પણ મેહને નામે ઓળખાયા, કાળક્રમે માછીમારી તથા લૂટફાટ કરી ગુજરાન ચલાવતાં મેહ લોકો મિયાણા કહેવાયા. આ મેહ લોકોના પૂર્વજોમાં એકનું નામ મિયા અથવા મિયાણી હતું તેના નામ પરથી આ કોમ મિયાણા તરીકે ઓળખાઈ.
એક એવો મત છે કે જેમ માનમાં તલવાર સુરક્ષિત રહી શકે છે, તેમ આ લોકોની મદદથી રાજાઓ સુરક્ષિત રહેતા હતા, તેથી તેમને “ગ્યાના અને તે પરથી મિયાણા કહેવાયા. મિયાણા સિંધમાંથી કચ્છમાં અને પછી બીજા પ્રદેશોમાં જઈ વસી ગયાં, જયારે માળિયાના ઠાકોર મોરબી રાજ્યથી સ્વતંત્ર થતા માળિયાના રક્ષણ માટે સિંધમાંથી બોલાવ્યા ત્યારથી તે રક્ષણનું કામ કરતા. મિયાણા'નું સમાજજીવનઃ * મિયાણા શારીરિક રીતે ઊંચા, કદાવર, ફૂર્તિવાળા, શિકાર-સવારીના શોખીન, હિંમતબાજ, ચકોર, દેખાવડા, સ્ત્રીઓ સૌંદર્ય માટે મશહૂર હતી પરંતુ મલાજા કે પવિત્રતા માટે તેમણે કોઈ નામના મેળવી નથી. બન્નેના માથાના વાળ જાડા, ગૂંજવાળા કાળા હોય છે. શરીરનો રંગ શ્યામ છે. પુરુષો ચાલાક અને થાકે નહિ તેવા હોય છે.
તેમનાં પહેરવેશ ઓરબ નામનો બંધબેસતો ચોરણો, અચકન, કેડિયું, માથા ઉપર પાઘડી પનિયા, બધે, દાઢી રાખે છે. ઇસ્લામી સંસ્કૃતિને અનુરૂપ ચોરણાને બદલે અજરખ પહેરણ પહેરે. સ્ત્રીઓ છ-સાત હાથના ઘેરવાળા ઘેરા રંગના સહેજ ટૂંકા ઘાઘરા, પોલકાં તથાં કાપડા અને ઓઢણી ઓઢે છે. તેઓનાં ઘરેણાંમાં પગમાં કડલાં, છડા, તોડા, કાનમાં કાપ, હાથમાં ચૂડલીઓ અને નાકમાં સોનાની સળી, વીડો વગેરે પહેરે છે. તેઓ ખોરાકમાં જાર બાજારાનો ઉપયોગ કરે છે. ઘઉં ક્યારેય ખાતા નથી ચણા-અડની દાળ, રોટલા-માછલી પ્રિય ખાણ છે. મટન અને મચ્છી વધારે ખાય છે. તેઓની સ્ત્રીઓ બીડી પણ પીએ છે અને દારૂ પણ પીએ છે. તેઓ ગાયનું માસ ખાતા નથી.
મિયાણા કચ્છી ભાષા બોલે છે. ગુજરાતી બોલી શકે તેમજ સમજી શકે છે. અંદરો-અંદરના વ્યવહારમાં તેમની બોલીમાં જ વાત કરે છે.' દા.ત. આંવ બહાર ગોય વનતો –હું બહારગામ જાઉ અને
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૬૧)
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજ આઈ મોય તે અર્ચીની - તમે મારે ત્યાં આવજો
વગેરે.
તેઓ કચ્છી સાથે સિંધી પણ બોલે. દા.ત. એસી વંજોતા. તેમની કુટુંબવ્યવસ્થામાં સંયુક્ત અને વિભક્ત એમ બે પ્રકારની છે. પિતૃસત્તાક કુટુંબો જોવા મળે છે. વૃદ્ધા અને વડીલોને માન આપે છે. દરેક બાબતમાં તેમની સલાહ લેવાય. લોકો મર્યાદામાં ખૂબ જ માને છે.
સામાજિક રિત-રિવાજો ક્રિયાઓ :
આ કોમમાં સ્ત્રીઓ માસિક ધર્મ પાળથી નથી. તેમને ‘લુગડા આયા' ‘બેજીયાતી’ એ નામે બોલાવે અને આ બાબત અન્યને જણાવતી નથી. ગર્ભ રહ્યા બાદ કોઈ સંસ્કારક્રિયા થતી નથી, પણ પાંચમે માસે ખોળો ભરાવવાનો રિવાજ છે. સુયાણીની મદદથી પ્રસૃતિ કરાવે છે. બાળકના જન્મસમયે મુશ્કેલી જણાય તો પ્રસૂતાના સાથળ ઉપર અલ્લા રસૂલની તાવીજ બાંધે છે. પુત્ર જન્મતાં આનંદ અનુભવે છે, ખેરાત કરે. બાળક સાત-આઠ માસનું થાય ત્યારે સુન્નત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નપ્રથામાં બાળપણમાં સગપણ થાય. ફઈ પાછળ ભત્રીજી આપવાની પ્રજા આ કોમમાં વિશેષ ભાગ ભજવે છે. લગ્ન પુષ્ઠ વયે થાય. વરપક્ષ તરફથી કન્યા માટે કાનના કાપ, બેડી, હાથનાં કડા, ઝાંઝરી અને બે જોડ કપડાં આપે છે. વિધવા પુનઃ લગ્ન કરી શકે છે. વિધૂર-વિધવા લગ્ન થાય. દિયરવટું પણ થાય છે. સાળીવટું પણ થાય છે. આ લોકોમાં ચાર પત્ની કરવાની છૂટ છે. કોઈ સંજોગોમાં અપહરણ લગ્ન પણ આ કોમમાં થાય છે. મરણની વિધિમાં મૌલવી-કુંભાર-ભંડારીને બોલાવે. મૃત દેહને દફનાવે છે. મરણની વિધિ બાદ બકરાં કપાય છે. મહોરમના દિવસે તેની યાદમાં કેળાં-ખજૂર વહેંચાય છે.
આર્થિક જીવન ઃ
આ કોમ મુખ્યત્વે ધીંગાણાં, ચોરી, લૂંટફાટમાં જાણીતી હતી. આજે આ પ્રવૃત્તિ બંધ છે. રાજ્યોમાં તેમને સંરક્ષણનું કામ સોંપવામં આવતું. ઘણી વાર બીજા રાજ્યોને હેરાન કરવા સમાજહિત-વિરોધી પ્રવૃત્તિને વધુ વેગ અને પ્રોત્સાહન મળ્યાં. તેઓ એક સમયે ગુનેગાર ગણાતાં. અન્ય પ્રજા તેમનાથી ડરવા લાગતી. આજે સંજોગો બદલાયા. આઆજે તેઓ ખેતી, પશુપાલન, માછીમારનો ધંધો કરે છે. છૂટક મજૂરી, મીઠાઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઘણા લોકો પોલીસ ખાતામાં અને મિલમાં મજૂરી કરે. બંદરો ઉપર મજૂરી કરે. આજે ભૂજમાં અને કંડલામાં કારખાનામાં મજૂરી કરે છે. સૂરજબારીમાં મચ્છીકામ કરે છે. રીક્સા ચલાવવાનું કામ, અંજાર તાલુકાનાં મિયાણા ખેતી ઉપર નભે છે. દરિયાકાંઠામાં વહાણવય અને ખલાસીઓનાં ધંધામાં છે. શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે.
પાદનોંધ :
આ કોમ મઝહબ સુન્ની મુસલમાન છે. ઘણા રિવાજો હિન્દુ પ્રણાલિકાને મળતા આવે. મૂર્તિપૂજામાં માનતા નથી, પીરની દરગાહમાં માને. હાજીપીર મુખ્ય છે. પીર, ફકીર, ઓલિયા વગેરેને માને છે. નમાઝ પઢે છે, રોજા રાખે છે, મોહરમમાં માને છે. શબએબારાત-શબ-એ કેન્દ્ર - ૧૧મી રજત ઇદ તેમના મઝબહી તહેવાર છે. દોરાધાગામાં માને છે, પીરની દુઆમાં માને છે. આ લોકોને યોગ્ય દિશામાં વાળવાની નવી તકો આપવી જોઈએ. આપણી સરકારે પછાતવર્ગ બોર્ડની રચના કરી તેઓને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાતમાં મૂકેલ છે.
૧. ડૉ. ગોવર્ધન શર્મા, -કચ્છ કલા અને સંસ્કૃતિ, ૧૯૮૭-, પૃ.૨. ૪. બિપિન થાનકી, કચ્છ તારી અસ્મિતા, ૧૯૯૫, પૃ.૧૦૩
૨. એજન, પૃષ્ઠ ૨ ૩. એજન, પૃષ્ઠ ૨.
૫. કરીમ મહંમદ માસ્તર, મહાગુજરાતનાં મુસલમાનો,- ૧૯૬૯,-પૃ. ૩૩૦.
૬. ઠાકોરભાઈ નાયક, ગુજરાતની પાંચ પછાતજાતિનો પરિચય, ૧૯૮૮, પૃ.૨૪.
૭. બ.૨. દેસાઈ, સૌરાષ્ટ્રની પછાતકોો, ભાગ ૧, -પૃ.૯૭
૮. કરીમ મહંમદ માસ્તર, પુર્વાક્ત ગ્રંથ, પૃ. ૩૩૩.
૯. રૂબરૂ મુલાકાતો,- તા. ૧૨-૧૩-૧૪, જાન્યુઆરી, -૧૯૯૭.
પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૬૨
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
50
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Compliments
To
PATHIK
for Completion of Thirty Seven Years
From Dushyant Joshi Advait Computers
Services.
Ahmedabad
પથિક - દીપોત્સવાંક-૧૯૯૭ • ૬૩
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
50
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KUNAL
Specialist in All type of Outdoor Catering with Punjabi, chinese, Continental and chaat items
Ashram Road, opp. Natraj Cinema, Ahmedabad-9. Phone: 6581565/6587800
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવેમ્બર '97 Reg. No. GAMC-19 વ્યાજલીદામ અને ઉત્તમુ કામ, મિનલલાવે.સમૃધિભર્યુવાન. છે પણ CCT ( કુદરતી ખાતર ને 3 ગ્રા. પોલિયેસ્ટર પાઉચ પેકમાં * 5 અને પ૦ કિ.ગ્રા. એચ.ડી.પી.ઈ, બેગમાં MINZYME SUPER 1-PUNT GROWTH PROWOTE NEEMOL YCH CONCENTRATE AZ URADO | વિશિષ્ટ યુરિયા કોટિંગ પાવડર, નુકશાનરહિત, જંતુ-પ્રતિરોધક, હર્બલ અને બાયોડીગ્રેડેબલ છે. વનસ્પતિ વૃદ્ધિવર્ધક 500 ગ્રામ અને 1 કિ.ગ્રા. પોલિયેસ્ટર પાઉચ પેફમાં 100, 200, 500 મી.લી. 1 લીટર અને 5 લીટરના પેકમાં તીવ્ર એઝાડિરેક્ટીન (હર્બલ પ્રોડક્ટસ) પ્રવાહી અને દાણાદાર 100, 500 મી.લી., 1 લીટર અને 5 લીટરના પેમાં થઈ જાણકારી માટે પંપર્ક પ્રમિનલ સીઇલ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ભો માળ, પોપ્યુલર &ઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ોન : પવપકા, 6423722, 448094 - ફR : 9426723 For Private and Personal Use Only