________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાનો નિર્દેશ આપે છે. “મિયાણા’ નામની ઉત્પત્તિ માટે કર્નલ વોકરના કહેવા પ્રમાણે બે મત છે. આ નામ વર્ણનામથી, પરંતુ તેમના પૂર્વજ “મિયા” કે “મીયા'ના નામ ઉપરથી તેમનું કોમી નામ પડેલ. મિયાણાનું મૂળ નામ “મેહ' હતું. સિન્ધી બોલીમાં તેનો અર્થ હલકી કોમ થાય. સિંધમાંથી હિજરત કરનારા મિયાણા માબિયા આવતાં પહેલાં કચ્છમાંપેઢી ઓથી રહ્યા હતા. આ મિયાણા જાતિમાં જુદાં જુદાં ર૭ ગોત્ર છે. એક માન્યતા પ્રમાણે આ જાતિના એક વડવાનાં ચાર પુત્રો-માર્લા, સંધુ-બંધો અને નેઅમોવર હતા. તેમના નામ ઉપરથી આખો કોમનો ઉદ્દભવ અને વિકાસ થયો. કચ્છના મિયાણાઓમાં જોગિયા, મેર, જેડા, ભટ્ટી, ટૂંસા, ઓલા, મકવાણા, મુસાણી, સમાણી, મોવરજામ, પારડી, માણેક લધાણી, સામતાણી, બાયદાણી વગેરે અટકો છે. તેમનાં રીત-રિવાજો અવનપ્રણાલિકાઓ વગેરેમાં રાજપૂતોની સાથે મળતા આવે છે. પણ તેઓએ ક્યારે ઈસ્લામ મઝહબ સ્વીકાર્યા તેના પુરાવા પ્રાપ્ત થતા નથી. તેમના સામાન્ય રીતે જેડા, બાયદાણી, માણેક, લધાણી તેમના કબીલાનાં મુખી હોય છે.
કચ્છમાં તેમની વસ્તી છૂટીછવાઈ જોવા મળે. સૂરજબારી વિસ્તારમાં વધારે. ગુજરાતમાં બે માળિયા છે માળિયા હાટીના અને માળિયા-મિયાણા તેમની વસ્તી ત્યાં વધારે છે. ભૂજમાં તેમની વસ્તી છે. અંજાર, ઘાણેટી, દૂધઈ અને સૂરજબારીમાં મિયાણાની વસ્તી છે. કચ્છના ઇતિહાસમાં છછર ભુટ્ટો મિયાણો અને ભીયાકંકલ મિયાણો મહત્ત્વના હતા. તેઓ કચ્છના જે વિસ્તારમાં રહેતા. તેમાં સંખ્યા વધારે હતી તે વિસ્તારને “મિયાણી' કહેતા. ૧૩મી સદીમાં અલ્લાઉદ્દીનનાં સમયમાં ઘણા રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો જેમાં સિંધના નગર સમોઈ રાજ્યનાં સમા જાડેજા રજપુતો જેડી તથા મનોઅર શાખાના હાટકોટનાં ચાવડ રાજપૂતોમાંથી કટિયા શાખાનાં જેસલમેરનાં રાજપૂતોમાંથી ભટ્ટી શાખાનાં તેમજ જાડેજા રાજપૂતોમાંથી જામશાખાના તથા મહીકાંઠાનાં મેહર રાજપૂતો સૈનિકો હતા. તે લોકો જ્યારે સિંધમાં ગયાં - ત્યાં પણ મેહને નામે ઓળખાયા, કાળક્રમે માછીમારી તથા લૂટફાટ કરી ગુજરાન ચલાવતાં મેહ લોકો મિયાણા કહેવાયા. આ મેહ લોકોના પૂર્વજોમાં એકનું નામ મિયા અથવા મિયાણી હતું તેના નામ પરથી આ કોમ મિયાણા તરીકે ઓળખાઈ.
એક એવો મત છે કે જેમ માનમાં તલવાર સુરક્ષિત રહી શકે છે, તેમ આ લોકોની મદદથી રાજાઓ સુરક્ષિત રહેતા હતા, તેથી તેમને “ગ્યાના અને તે પરથી મિયાણા કહેવાયા. મિયાણા સિંધમાંથી કચ્છમાં અને પછી બીજા પ્રદેશોમાં જઈ વસી ગયાં, જયારે માળિયાના ઠાકોર મોરબી રાજ્યથી સ્વતંત્ર થતા માળિયાના રક્ષણ માટે સિંધમાંથી બોલાવ્યા ત્યારથી તે રક્ષણનું કામ કરતા. મિયાણા'નું સમાજજીવનઃ * મિયાણા શારીરિક રીતે ઊંચા, કદાવર, ફૂર્તિવાળા, શિકાર-સવારીના શોખીન, હિંમતબાજ, ચકોર, દેખાવડા, સ્ત્રીઓ સૌંદર્ય માટે મશહૂર હતી પરંતુ મલાજા કે પવિત્રતા માટે તેમણે કોઈ નામના મેળવી નથી. બન્નેના માથાના વાળ જાડા, ગૂંજવાળા કાળા હોય છે. શરીરનો રંગ શ્યામ છે. પુરુષો ચાલાક અને થાકે નહિ તેવા હોય છે.
તેમનાં પહેરવેશ ઓરબ નામનો બંધબેસતો ચોરણો, અચકન, કેડિયું, માથા ઉપર પાઘડી પનિયા, બધે, દાઢી રાખે છે. ઇસ્લામી સંસ્કૃતિને અનુરૂપ ચોરણાને બદલે અજરખ પહેરણ પહેરે. સ્ત્રીઓ છ-સાત હાથના ઘેરવાળા ઘેરા રંગના સહેજ ટૂંકા ઘાઘરા, પોલકાં તથાં કાપડા અને ઓઢણી ઓઢે છે. તેઓનાં ઘરેણાંમાં પગમાં કડલાં, છડા, તોડા, કાનમાં કાપ, હાથમાં ચૂડલીઓ અને નાકમાં સોનાની સળી, વીડો વગેરે પહેરે છે. તેઓ ખોરાકમાં જાર બાજારાનો ઉપયોગ કરે છે. ઘઉં ક્યારેય ખાતા નથી ચણા-અડની દાળ, રોટલા-માછલી પ્રિય ખાણ છે. મટન અને મચ્છી વધારે ખાય છે. તેઓની સ્ત્રીઓ બીડી પણ પીએ છે અને દારૂ પણ પીએ છે. તેઓ ગાયનું માસ ખાતા નથી.
મિયાણા કચ્છી ભાષા બોલે છે. ગુજરાતી બોલી શકે તેમજ સમજી શકે છે. અંદરો-અંદરના વ્યવહારમાં તેમની બોલીમાં જ વાત કરે છે.' દા.ત. આંવ બહાર ગોય વનતો –હું બહારગામ જાઉ અને
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૬૧)
For Private and Personal Use Only