SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આજ આઈ મોય તે અર્ચીની - તમે મારે ત્યાં આવજો વગેરે. તેઓ કચ્છી સાથે સિંધી પણ બોલે. દા.ત. એસી વંજોતા. તેમની કુટુંબવ્યવસ્થામાં સંયુક્ત અને વિભક્ત એમ બે પ્રકારની છે. પિતૃસત્તાક કુટુંબો જોવા મળે છે. વૃદ્ધા અને વડીલોને માન આપે છે. દરેક બાબતમાં તેમની સલાહ લેવાય. લોકો મર્યાદામાં ખૂબ જ માને છે. સામાજિક રિત-રિવાજો ક્રિયાઓ : આ કોમમાં સ્ત્રીઓ માસિક ધર્મ પાળથી નથી. તેમને ‘લુગડા આયા' ‘બેજીયાતી’ એ નામે બોલાવે અને આ બાબત અન્યને જણાવતી નથી. ગર્ભ રહ્યા બાદ કોઈ સંસ્કારક્રિયા થતી નથી, પણ પાંચમે માસે ખોળો ભરાવવાનો રિવાજ છે. સુયાણીની મદદથી પ્રસૃતિ કરાવે છે. બાળકના જન્મસમયે મુશ્કેલી જણાય તો પ્રસૂતાના સાથળ ઉપર અલ્લા રસૂલની તાવીજ બાંધે છે. પુત્ર જન્મતાં આનંદ અનુભવે છે, ખેરાત કરે. બાળક સાત-આઠ માસનું થાય ત્યારે સુન્નત કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નપ્રથામાં બાળપણમાં સગપણ થાય. ફઈ પાછળ ભત્રીજી આપવાની પ્રજા આ કોમમાં વિશેષ ભાગ ભજવે છે. લગ્ન પુષ્ઠ વયે થાય. વરપક્ષ તરફથી કન્યા માટે કાનના કાપ, બેડી, હાથનાં કડા, ઝાંઝરી અને બે જોડ કપડાં આપે છે. વિધવા પુનઃ લગ્ન કરી શકે છે. વિધૂર-વિધવા લગ્ન થાય. દિયરવટું પણ થાય છે. સાળીવટું પણ થાય છે. આ લોકોમાં ચાર પત્ની કરવાની છૂટ છે. કોઈ સંજોગોમાં અપહરણ લગ્ન પણ આ કોમમાં થાય છે. મરણની વિધિમાં મૌલવી-કુંભાર-ભંડારીને બોલાવે. મૃત દેહને દફનાવે છે. મરણની વિધિ બાદ બકરાં કપાય છે. મહોરમના દિવસે તેની યાદમાં કેળાં-ખજૂર વહેંચાય છે. આર્થિક જીવન ઃ આ કોમ મુખ્યત્વે ધીંગાણાં, ચોરી, લૂંટફાટમાં જાણીતી હતી. આજે આ પ્રવૃત્તિ બંધ છે. રાજ્યોમાં તેમને સંરક્ષણનું કામ સોંપવામં આવતું. ઘણી વાર બીજા રાજ્યોને હેરાન કરવા સમાજહિત-વિરોધી પ્રવૃત્તિને વધુ વેગ અને પ્રોત્સાહન મળ્યાં. તેઓ એક સમયે ગુનેગાર ગણાતાં. અન્ય પ્રજા તેમનાથી ડરવા લાગતી. આજે સંજોગો બદલાયા. આઆજે તેઓ ખેતી, પશુપાલન, માછીમારનો ધંધો કરે છે. છૂટક મજૂરી, મીઠાઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઘણા લોકો પોલીસ ખાતામાં અને મિલમાં મજૂરી કરે. બંદરો ઉપર મજૂરી કરે. આજે ભૂજમાં અને કંડલામાં કારખાનામાં મજૂરી કરે છે. સૂરજબારીમાં મચ્છીકામ કરે છે. રીક્સા ચલાવવાનું કામ, અંજાર તાલુકાનાં મિયાણા ખેતી ઉપર નભે છે. દરિયાકાંઠામાં વહાણવય અને ખલાસીઓનાં ધંધામાં છે. શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. પાદનોંધ : આ કોમ મઝહબ સુન્ની મુસલમાન છે. ઘણા રિવાજો હિન્દુ પ્રણાલિકાને મળતા આવે. મૂર્તિપૂજામાં માનતા નથી, પીરની દરગાહમાં માને. હાજીપીર મુખ્ય છે. પીર, ફકીર, ઓલિયા વગેરેને માને છે. નમાઝ પઢે છે, રોજા રાખે છે, મોહરમમાં માને છે. શબએબારાત-શબ-એ કેન્દ્ર - ૧૧મી રજત ઇદ તેમના મઝબહી તહેવાર છે. દોરાધાગામાં માને છે, પીરની દુઆમાં માને છે. આ લોકોને યોગ્ય દિશામાં વાળવાની નવી તકો આપવી જોઈએ. આપણી સરકારે પછાતવર્ગ બોર્ડની રચના કરી તેઓને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાતમાં મૂકેલ છે. ૧. ડૉ. ગોવર્ધન શર્મા, -કચ્છ કલા અને સંસ્કૃતિ, ૧૯૮૭-, પૃ.૨. ૪. બિપિન થાનકી, કચ્છ તારી અસ્મિતા, ૧૯૯૫, પૃ.૧૦૩ ૨. એજન, પૃષ્ઠ ૨ ૩. એજન, પૃષ્ઠ ૨. ૫. કરીમ મહંમદ માસ્તર, મહાગુજરાતનાં મુસલમાનો,- ૧૯૬૯,-પૃ. ૩૩૦. ૬. ઠાકોરભાઈ નાયક, ગુજરાતની પાંચ પછાતજાતિનો પરિચય, ૧૯૮૮, પૃ.૨૪. ૭. બ.૨. દેસાઈ, સૌરાષ્ટ્રની પછાતકોો, ભાગ ૧, -પૃ.૯૭ ૮. કરીમ મહંમદ માસ્તર, પુર્વાક્ત ગ્રંથ, પૃ. ૩૩૩. ૯. રૂબરૂ મુલાકાતો,- તા. ૧૨-૧૩-૧૪, જાન્યુઆરી, -૧૯૯૭. પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૬૨ For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy