SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (તા.જામનગર)ના લેખમાં, રુદ્રસિંહ ૧લાના અંધૌ યષ્ટિલેખમાં તથા ઉપર્યુક્ત મેવાસા લેખમાં આભીરોનો ઉલ્લેખ આવે છે. પશ્ચિમી ક્ષત્રપોના રાજયકાળ દરમ્યાન પશ્ચિમ ભારતમાં આભીરો વસતા હતા અને તેઓ સૈન્યમાં જોડાતા હતા. કચ્છના દેશને ક્યારેક આભીર દેશ કહેવામાં આવતો આભીરોનો એક રાજવંશ નાસિકમાં સ્થપાયો હતો; ને કહેવાતો કલચુરિ સંવત પ્રાયઃ તે વંશના સ્થાપકના સમયમાં શરૂ થયો હતો. ગુજરાતમાં ઐતિહાસિક કાલના સહુથી પ્રાચીન શિલાલેખ જૂનાગઢમાંથી મળ્યા છે. પરંતુ એ મૌર્ય રાજા અશોકે પોતાના સામ્રાજ્યના અનેક પ્રાંતો માટે લખાવેલા ધર્મલેખોની એક નકલરૂપે જ છે. આથી સમસ્ત ગુજરાતની સ્થાનિક ઘટનાને લગતા સહુથી જૂના શિલાલેખ કચ્છમાંથી ઉપલબ્ધ થયા છે. કચ્છમાંથી ગ્રીક સિક્કા - સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાતનામાં ભારતીય-ગ્રીક રાજાના તાંબાના સિક્કા મળે છે. એ સિક્કાઓ પર ગ્રીક ભાષામાં અને ગ્રીક લિપિમાં Basileos Basileon Soter Megas (રાજાઓનો રાજા, ત્રાતા, મહાન) એવું લખાણ હોય છે. આ સિક્કા વિમ કફિશના સમયના અર્થાતુ ઈ.સ.૧૨૦ ના અરસાના હોવાનું સંભવે છે. પરંતુ આ સિક્કાઓ કચ્છમાં વાણિજિયક રીતે આવ્યા હશે. ક્ષત્રપકાલીન કચ્છની સંસ્કૃતિ કચ્છના ક્ષત્રપકાલીન ઉપલબ્ધ અભિલેખોમાંથી કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસ વિશે પણ કેટલીક માહિતી મળે છે. વિદેહ વ્યક્તિની સ્મૃતિમાં યષ્ટિ કે લષ્ટિ બનાવવાની પ્રથા ક્ષત્રપકાલમાં અહીં ઘણી પ્રચલિત હતી. ચાખન-રુદ્રદામાના શિક વર્ષ પર ના અંધૌ યઝિલેખોમાં તેમ જ રુદ્રદામાના અંધૌ યષ્ટિલેખમાં શ્રામણેર " અને ગ્રામોરીનો ઉલ્લેખ આવે છે. તે વ્યક્તિઓ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જણાય છે. આ ઉપરાંત તત્કાલીન સમાજમાં પ્રચલિત ગોત્ર નામો વસુ, ઔપશતિક અને હરિહોવકનો નિર્દેશ પણ આવે છે. કાલગણનામાં વર્ષ, માસ, પક્ષ અને તિથિ તેમ જ નક્ષત્ર આપવાની પ્રથા જોવા મળે છે. કેટલીક વાર વર્ષ શબ્દોમાં અને અંકોમાં બંને રીતે અપાતું. સંવતનું નામ કે વાર અપાતાં નહીં, રુદ્રસિંહ ૧લાના અંધી લેખમાં જયેષ્ઠામૂલીય નક્ષત્રનો ઉલ્લેખ છે. રુદ્રદામા અને રુદ્રસિંહ જેવા નામો શકોએ અપનાવેલી રુદ્ર-ઉપાસનાનાં ઘાતક છે. કચ્છના ક્ષત્રપકાલીન અભિલેખોમાં પ્રયોજોલી ભાષા પ્રાકૃત છે. ત્યાર સુધી ભારતના અન્ય પ્રદેશોમાં પણ અભિલેખોમાં આજ ભાષા પ્રયોજાતી.* * ગુણોના સમયનું કચ્છ મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુમ ૧ લા એ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ પર પોતાની સત્તા પ્રસારી તેવું તેના સિક્કાનિધિઓ પરથી જાણવા મળ્યું છે. ભૂજમાંથી કુમારગુપ્ત ૧ લા (ઈ.સ.૪૧૫-૪૫૫)ના ચાંદીના સંખ્યાબંધ સિક્કા મળ્યા છે. સ્કંદગુપ્ત(ઈ.સ.૪૫૫-૪૬૮)ના યજ્ઞવેદી પ્રકારના ૨૩૬ જેટલા સિક્કા મળ્યા છે.૧૫ મૈત્રકકાલીન કચ્છનો ઇતિહાસ મૈત્રક કાળ દરમ્યાન મૈત્રક રાજાઓનું શાસન કચ્છ પર હતું. એ અંગે પહેલાં માર્યમંનુશ્રીમૂતત્ત્વ પરથી અનુમાન કરવું પડેલું', પણ ઈ.સ. ૧૯૭૨માં મૈત્રક રાજા ધ્રુવસેન ૧લાના (વલભી સં.) ૨૧૭, આસો સુદિ ૧૨ (પ્રાય: ઈ.સ.૫૩૬ની ૧૩મી સપ્ટેમ્બર)ના ધુનડા(તા.ખાનપર, જિ.મોરબી)નાં તામ્રપત્ર મળતાં તેનો સીધો પુરાવો મળ્યો છે. એમાં આ રાજાએ કચ્છ વિષયના પુષ્યતરી ગામના નિવાસી બ્રાહ્મણ કુમારને દંતિવિષયમાંનું રાજમિત્રાણપદ્ર નામનું ગામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. પુષ્યતરી નગરીનું સ્થાન ( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૩) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy