________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યારે બંધ બેસતું નથી. પરંતુ આ અભિલેખ પરથી જણાય છે કે કચ્છનો વિષય પ્રાયઃ મૈત્રક રાજયની અંતર્ગત હતો.
કચ્છના વિંઝાણ (તા. અબડાસા) અને પાટગઢ(તા. લખપત)ના પુરાવશેષોમાંથી અનુક્રમે પિત્તળની પ્રાય: ૭મી સદીની લિપિના મરોડવાળી બે મુદ્રાઓ મળી છે. આ બે મુદ્રાઓ ચારે વેદોના જાણકાર બ્રાહ્મણોને લગતી છે. એમાંની એક મુદ્દા પરનો નંદી શૈવ ધર્મનો ઘોતક છે.
- ભૂજના મ્યુઝિયમમાંની અભિલેખવાળી એક બુદ્ધપ્રતિમા શૈલી અને લિપિની દષ્ટિએ મૈત્રક કાલ (પ્રાયઃ ઈ.સ. ૭મી સદીના પૂર્વાધીની લાગે છે. આ મૂર્તિનું પ્રાપ્તિસ્થાન પણ જો કચ્છનું કોઈ ગામ હોય તો મૈત્રક કાળ દરમ્યાન બૌદ્ધ ધર્મ કચ્છમાં પ્રચલિત હોવાનું સૂચવે છે. ૨૦
- સિંધની આરબ ફોજે મૈત્રક રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, માળવા વગેરે પ્રદેશો પર સફળ આક્રમણ કર્યું, પરંતુ નવસારિકાના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના હાથે પરાસ્ત થઈ એ હકીકત આ રાજાના નવસારી દાનપત્રો (કલયુરિ, સં. ૪૮૦- ઈ.સ. ૭૩૯) પરથી જણાય છે.' કચ્છ અને અનુમૈત્રક કાલ
આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર અનુમૈત્રક કાલ (ઈ.સ. ૭૮૮-૯૪૨) દરમ્યાન કચ્છમાં ચાવડા કુલનાં કેટલાંક રાજ્ય થયાં, ખાસ કરીને કચ્છના પશ્ચિમ ભાગમાં કનક ચાવડાએ સં. ૬૧૮(ઈ.સ. પ૬૧-૬૨)માં ભદ્રાવતી (ભદ્રેશ્વર) લીધું ને સં. ૬૨૨ (ઈ.સ. પ૬૫-૬૬)માં ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એવી અનુશ્રુતિ છે. પણ એ યથાર્થ જણાતી નથી. ભદ્રેશ્વરના મંદિરની મહાવીરની શ્વેત આરસની મૂર્તિ પર સં. ૬રર ના વર્ષ ? એવું વંચાય છે. જેમ્સ બર્જેસ આ મૂર્તિને અજિતનાથની માની એ વર્ષ સં. ૧૬૨૨ (ઈ.સ. ૧૫૬પ૬૬)નું માને છે. ૨૩ લિપિની દૃષ્ટિએ એ અંકનો મરોડ સં. ૬૨૨ જેટલો જૂનો નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ વર્ષની સંખ્યા પછીનો ના અક્ષર ગુજરાતી ભાષાના છઠ્ઠી વિભક્તિના પ્રત્યય રૂપે સં. ૧૬૨૨માં બંધ બેસે, સં. ૬૨૨માં નહિ.
કનક ચાવડો વિંઝાણ(તા. અબડાસા)માં રાજય કરતો. એના પૌત્ર ભૂઅડ ચાવડાએ પણ ભદ્રેશ્વર પર ચઢાઈ કરેલી એમ કહેવાય છે. ભૂઅડે વિ.સં. ૯૭૧ (ઈ.સ. ૯૧૪-૧૫)થી વિ.સં. ૯૯૦ (ઈ.સ. ૯૩૩-૩૪) સુધી રાજય કર્યું મનાય છે. આ પરથી ભૂઅડનો પિતામહ કનક વિક્રમની નવમી સદીના ઉત્તરાર્ધમાં થયો ગણાય. આ કાલને લગતા ઇતિહાસ વિશે કોઈ આભિલેખિક પુરાવાઓ અદ્યાપિ ઉપલબ્ધ નથી. કચ્છ અને રાષ્ટ્રકૂટ
કચ્છનો પ્રદેશ ગુજરાત અને દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજાઓના તાબામાં થોડા સમય માટે હશે એમ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ૩જાના રાધનપુર દાનશાસન (શક ૭૩૦ - ઈ.સ. ૮૦૮)માં આવતા કંઠિકાના
શ્લેષયુક્ત ઉલ્લેખ પરથી જણાય છે. કંઠિકા પ્રાયઃ કાંઠી એટલે કચ્છ પ્રદેશને કહેતા હશે. ૨૫ ટોલેમીએ પણ કચ્છના પ્રદેશને લોકો કંઠી કહેતા એમ જણાવ્યું છે.
અણહિલવાડમાં મૂળરાજ સોલંકીનું રાજય સ્થપાયું (ઈ.સ. ૯૪૨) ત્યારે કપિલકોટ (કેરાકોટ, તા.ભૂજ)માં લાખો ફૂલાણી રાજ્ય કરતો હતો. લાખિયાર વિયરો (તા. નખત્રાણા)માં જામ લાખા જાડેજા અને એના વંશજોએ લગભગ ઈ.સ. ૧૧૪૭ થી રાજ્ય કર્યું. સોલંકી-વાઘેલા સમયનું કચ્છ સોલંકી-વાઘેલા કાલ (ઈ.સ. ૯૪૨ થી ઈ.સ. ૧૩૦૪)માં કચ્છનો ચૌલુક્ય (સોલંકી) રાજ્યના એક
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૪)
For Private and Personal Use Only