________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોળિયાના અવશેષો હાથ લાગ્યા છે, જે નવતર છે, કારણ કે હડપ્પીય યુગનાં ઉત્ખનનમાં આજ દિન સુધી ખા પહેલાં નોળિયાના અવશેષો મળ્યા નથી. સૌથી મહત્ત્વની વસ્તુ કૂવો છે. આ ચાર મીટરના પડથાર (વ્યાસ) સહિતનો કૂવો મળ્યો છે, જે પરથી સાબિત થાય છે કે આજે ગામડાંઓમાં જોવા મળતા કૂવાની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ પહેલાંની છે, ત્યાં મોડેલ સાઇટ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની વિચારણા ચાલે છે. ભૂજમાં ધોળાવીરા સાઇટની તસવીરોનું તા. ૧૧-૪-૯૭ થી પાંચ દિવસનું પ્રદર્શન ઓપન એર થિયેટ૨માં યોજાયેલ.
માનવીનો છેડો :
કુદરતના ખોળે ખેલનાર આ સંસ્કૃતિના માનવીઓ સૂર્ય, પાણી, ચંદ્ર, અગ્નિ, પવન વગેરેની પૂજા મંદિરો બનાવ્યા વગર કરતા, પરંતુ અમુક માતૃકાઓ મળી છે તેથી લાગે છે કે તેઓ માતૃભક્તિસભર પણ હતા. સ્વસ્તિક, મહાદેવ, પશુપતિનાથ, શિવલિંગ, વગેરે પૂજાનાં ચિહ્નો મળ્યાં છે તેથી તેની પૂજા કરતા હશે અને આ પરથી એમ માની શકાય કે તેઓ હિન્દુ (સિન્ધુનો અપભ્રંશ હિન્દુ) હતા.
એ જ રૂઢિમાં એ જ લોકો, સંસ્કારો, લોકમાનસમાં આજે પણ કચ્છનાં બન્ની પ્રદેશના લોકોનો પહેરવેશ, ખાસ તો સ્ત્રીઓનાં ધરેણાં, કપડાં વગેરેમાં, બન્નીનાં ભૂંગા, ધર પરની દીવાલોમાં, એની બાંધણીમાં એ જ સંસ્કૃતિનો સ્વસ્તિક, ગોપૂજન, શિવપૂજા, વૃક્ષપૂજા, માતૃપૂજા વગેરેનો કલાવારસો સચવાયેલો પડ્યો છે, જે આજે પાંચ હજાર કે તેથી વધારે વર્ષો બાદ પણ જીવંત છે. આપણી ફરજ છે કે આપણે એ સંસ્કૃતિને સાચવીએ. દુનિયાના તમામ દેશો પોતાની સાંસ્કૃતિક ધરોહર સાચવી રાખવાની કોશિશ કરે છે અને સાચવે છે.
આપણે ક્યારે આપણી સંસ્કૃતિને સાચવીશું ? ક્યારે ડિસ્કોને છોડીશું ? આપણા દેશની કાષ્ઠની મૂર્તિઓ તેમજ સુંદર નકશી વિદેશીઓને વેચતા ક્યારે અટકીશું ? હજારો વર્ષ જે વસ્તુને-કલાને બનાવતાં વાર લાગી હશે એને મામૂલી કિમતમાં વેચતા રહીશું ? એ મૂર્તિઓ, કપડાં, ઘરેણાં વગેરે આપણે વિદેશીઓને વેચી તેમાંથી તેઓ નકલ કરીને આપણી પાસે ઘરેણાં, કેશગુંફનકલા, વસ્ત્રો વગેરેની ડિઝાઈન બનાવી આપણને લલચાવે ને આપણે વિદેશી કલા અપનાવ્યાનો આનંદ માણીએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે આ તો આપણી જ નકલ છે.
ઠે. ‘મેઘછાયા’ બિલ્ડિંગ, ગોસ્વામી ચોક, ભીડ, ભૂજ-૩૭૦૦૦૧
પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૯
For Private and Personal Use Only