SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાણમાંથી પથ્થરો તાત્કાલિક કાઢવાનું શક્ય ન બનતાં આ ખંડેરના પથ્થરો તેમાં વાપરવામાં આવ્યા હતા. આજે એ જૂના અંધૌને “શરુવાળી બાંધી' કહેવામાં આવે છે, એટલે કે “પાળિયાવાળી ટેકરી “ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાનકાળમાં અંધીનું સ્થાન રાજકીય કે વાણિજય દષ્ટિએ મહત્ત્વનું ન હોવા છતાં દેશના રાજકીય ઇતિહાસમાં તેનું મહત્ત્વ અનેકગણું છે, કારણ કે અગાઉ કહેવાયું તેમ ક્ષત્રપકાલીન સાત-સાત શિલાલેખો એકલાં અંધૌમાંથી જ મળ્યા છે. એથી એવું જરૂર કહી શકાય કે ક્ષત્રપાલમાં અંધૌ ક્ષત્રપોનું અથવા તો તત્કાલીન ગુજરાતનું વડું મથક હશે. સૌપ્રથમ ઈ.સ. ૧૮૯૮માં કચ્છ રાજ્યના રણછોડભાઈ ઉદયરામ દીવાનને શક સંવત પર (બાવન) ઈ.સ. ૧૩૦ના ચાર લ>િલેખો (મૃત્યુનોંધ લેખ) મળ્યા. આ શિલાલેખો ઈ.સ. ૧૯૬૦ સુધી કચ્છની ઈજનેર કચેરીના સ્ટોરમાં હતા, જયાંથી કલકત્તા વિશ્વવિદ્યાલયના સ્થાપક અને ભારત સરકારના પશ્ચિમ વર્તુળના અધ્યક્ષ શ્રી ડી.આર.ભાંડારકરે પ્રાપ્ત કરી ભૂજના કચ્છ મ્યુઝિયમમાં ખસેડાવ્યા હતા. - કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપકાળના કુલ ૧૧ શિલાલેખો છે, જેમાંથી સાત અંધૌમાંથી તથા અન્ય શિલાલેખો વાંઢ (માંડવી), ખાવડા, મેવાસા (રાપર) તથા દોલતપર (લખપત) ખાતેથી પ્રાપ્ત થયા છે. આ તમામ લેખો બ્રાહ્મી લિપિમાં પ્રાકૃતમિશ્રિત સંસ્કૃત ભાષામાં લખાયા છે. અહીં પ્રદર્શિત કરાયેલ આ ક્ષત્રપશિલાલેખોમાંથી સૌથી અગત્યનો શિલાલેખ શક સંવત ૧૧ (ઈ.સ.૮૯)નો છે. આ લેખ ક્ષત્રપનો સૌથી જૂનો શિલાલેખ છે, જેમાં ક્ષત્રપ રાજા ચાણનનો ઉલ્લેખ છે. આ શિલાલેખ ૧૯૬૮માં કચ્છ યુઝિયમના તત્કાલીન ક્યુરેટર શ્રી દિલીપભાઈ વૈદ્યને પ્રાપ્ત થયેલ છે. આ શિલાલેખ મળતાં ભારતીય ઇતિહાસની એક મોટી ખોજ મળેલ છે. આ લેખ મળ્યા પહેલાં જે ક્ષત્રપ લેખો મળ્યા તેની સાલવારી ઉકેલી શકાઈ નહોતી. આ લેખથી એ પણ પુરવાર કરી શકાયું કે શક સંવતનો સ્થાપક રાજા ચાન્ટન હતો. ઈ.સ. ૧૮૯૮માં પ્રાપ્ત થયેલ શક સંવત પર (બાવન)- ઈ.સ. ૧૩૦ના ચાર મૃત્યુલેખો મ્યુઝિયમમાં પ્રવેશતાં જ પ્રદર્શિત કરાયા છે. આ ચારે લેખોમાં રાજાનું નામ અંક્તિ છે. મહાક્ષત્રપ રાજા દ્ધદામાનના સમયના ચાર શિલાલેખો પૈકી ત્રણ લેખો મદન નામની વ્યક્તિએ પોતાની બહેન ક્લેઇવીરા, ભાઈ વૃષભદેવ તથા પત્ની યશદાતાની સ્મૃતિમાં કરાવેલ છે, જ્યારે ચોથો લેખ શ્રેષ્ઠદત નામની વ્યક્તિએ પોતાના પુત્ર વૃષભદેવની સ્મૃતિમાં કરાવેલ છે. આ ચારે વ્યક્તિઓની સ્મૃતિમાં આ લખિલેખ ફાગણ વદ બીજના દિવસે સ્થાપવામાં આવેલ હોઈ કોઈ દુદરતી હોનારત કે રોગચાળાનો ભોગ આ વ્યક્તિઓ બની હોવાનું અનુમાન કરી શકાય છે, જોકે જાણીતા પુરાતત્ત્વવિદ સુબોધકુમાર અગ્રવાલ એવું અનુમાન કરે છે કે લખિલેખમાં મૃત્યુના કારણની ખબર પડતી નથી તેથી આ ચારે વ્યક્તિઓ અલગ અલગ તિથિએ મૃત્યુ પામેલ હશે અને લેખ એક જ દિવસે સ્થાપેલ હોય તેવો પણ સંભવ છે. ચારે લેખમાં “ફાગુન બહુલસ દ્વિતીયા” વર્ષ દ્વિપંચાસે “એવો ઉલ્લેખ છે અને ક્ષત્રપ રાજવીઓ ચાખન, જયદામા, અને રુદ્રદામાનો ઉલ્લેખ છે. મરનાર ચારે એક પરિવારની જ વ્યક્તિઓ છે, જેમાંની ત્રણ ઓપશિત અથવા ઓપષ્ટિ ગોત્રની છે, જ્યારે એક શાણેક ગોત્રની અન્ય એક ક્ષત્રપ લેખ માંડવી તાલુકાના વાંઢ ગામેથી મળેલ છે. શક સંવત ૧૦૫ (ઈ.સ.૧૮૩) ના આ લેખમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાના પુત્ર મહાક્ષત્રપ રુદ્રસિંહનો ઉલ્લેખ છે. આ લેખ પણ મૃત્યુલેખ છે. કાર્તિક વદ ૨ ની તારીખ દર્શાવતો આ લેખ અજામિત્ર નામની વ્યક્તિએ અતિમુતક ગોત્રની સેવિકા (મહિલા) ની સ્મૃતિમાં સ્થાપેલ છે. આ લેખની છઠ્ઠી પંક્તિમાં “કશ દેશ એવો ઉલ્લેખ આવે છે, તો ગિરિનગરના રુદ્રદામાના શૈલલેખમાં પણ “કચ્છ” નો ઉલ્લેખ મળે છે. આમ આ અભિલેખોના આધારે કચ્છની પૂર્વકાલીનતા પશ્ચિમી ક્ષત્રપોના શાસન સમયથી આરંભાય છે. રાજા રુદ્રસિંહનો જ એક વધુ લેખ અંધૌ ખાતેથી મળેલ છે, જે શક સંવત ૧૧૪ (ઈ.સ. ૧૯૨) નો છે. આ લેખ પણ લખ્રિલેખ જ છે, પણ મૃતકનું નામ વાંચી શકાતું નથી.' લખપત તાલુકાના દોલતપર ગામેથી ઈ.સ.૧૯૬૭માં શોધી કાઢવામાં આવેલ એક અભિલેખને સ્તંભ અભિલેખ કહેવો ઉચિત છે, કારણ કે આ લેખ થાંભલા જેવી ઊંચી શિલા ઉપર કોતરવામાં આવેલ છે. વળી તેના લેખમાં પણ છેલ્લી (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૩૦) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy