________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધૌની ક્ષત્રપ વસાહત અને કચ્છ મ્યુઝિયમના ક્ષત્રપ શિલાલેખો
શ્રી નરેશ અંતાણી ભારતીય સંસ્કૃતિના એક અંગરૂપ ગુજરાતના પુરાતત્ત્વના અને સંસ્કૃતિના ઈતિહાસમાં કચ્છનો સિંહફાળો છે. માનવ-ઈતિહાસની તવારીખના કેટલાય ચોક્કસ આંકડાઓ, તેમ પ્રમાણો કચ્છની ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે ઇતિહાસ તપાસીએ તો હંમેશ યાયાવર રહેલાં ટોળાંઓ-નિર્વાસિતોએ કચ્છની ધરતીને એક આશ્રયસ્થાન બનાવ્યું છે. છેક પ્રા-ઐતિહાસિક કાળથી શરૂ થયેલ તે પ્રક્રિયા આધુનિક કાળ સુધી ચાલુ રહેલ, જેને પરિણામે અપૂર્વ અને અખંડ (વિવિધતામાં એકતા) એવી સંસ્કૃતિનું અહીં નિર્માણ થયું છે. કરોડો વર્ષ જૂની પૃથ્વીની ઉત્પત્તિથી શરૂ થઈ પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક યુગ, મૌર્યયુગુ, યવનકાલ, ક્ષત્રપાલ, ગુપ્તકાલ, સોલંકીયુગ, મુસ્લિમયુગ, રાનીરજવાડાં અને છેલ્લે બ્રિટિશ યુગ સુધીનું રેખાદર્શન કચ્છની ભૂમિ ઉપર થાય છે. આ સંસ્કૃતિઓની પ્રતીતિ કરાવતા અવશેષો કચ્છમાંથી મળતા રહ્યા છે.
આજથી પંદર કરોડ વર્ષ પહેલાં જ્યારે આ ધરતીની ભૂસ્તરરચના થઈ રહેલ હતી ત્યારનાં પ્રાચીન જળચરોના અશ્મીભૂત અવશેષો આજે પણ કચ્છમાંથી મળે છે, તો ભૂજ તાલુકાના લોડાઈ ગામેથી મળેલાં લઘુ પાષાણયુગનાં પથ્થરનાં હથિયારોની નોંધ આંતરરાષ્ટ્રિય સ્તરે લેવાઈ છે. પાંચ હજાર વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિની વસાહતોના અવશેષો કચ્છનાં ધોળાવીરા, દેશલપુર, શિકારપુર, પાબુમડ, ગુંતલી, સુરકોટડા વગેરે જેવાં સ્થળોએથી મળે છે. આ જ રીતે ક્ષત્રપકાલીન અવશેષો કચ્છના ખાસ કરીને અંધૌ અને બીજાં અનેક સ્થળોએથી પ્રાપ્ત થયા છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલ ક્ષત્રપના તમામ શિલાલેખોમાંથી સૌથી વધુ ૧૧ (અગિયાર) શિલાલેખો કચ્છમાંથી મળેલ છે.
કચ્છમાં ઈ.સ. પહેલી સદીના અંતમાં કુષાણોનું શાસન પૂર્ણ થયા પછી લહરાત વંશના શક શાસકોનું રાજ્ય સ્થપાયું. આ પછી કાર્દમક વંશના શેકોનું શાસન આવ્યું. પાછળથી આ શકો કચ્છ સહિત સંપૂર્ણ ગુજરાત અને માળવાના શાસકો બન્યા. આ વંશનો સ્થાપક ત્સામોતિક હતો; જોકે તે કુષાણોનો ખંડિયો રાજા હોવાનું મનાય છે. તેનો પુત્ર ચાઇન સ્વતંત્ર રાજવી બન્યો હતો અને તેણે પોતાના રાજ્યની સ્થાપનાની યાદગીરી કાયમ કરવા શક સંવતની શરૂઆત કરી, જે આજે આપણઢ રાષ્ટ્રિય સંવત છે. કચ્છ માટે ગૌરવની વાત એ છે શક સંવતના આરંભ અંગેના બોલાતા પુરાવારૂપ શિલાલેખ અંધૌમાંથી મળ્યો છે.
આ કાર્દમક શકો કે જેમની ઇરાની પદવી “સેપ્ટેપી” ના સંસ્કૃત સ્વરૂપે “ક્ષત્રપ” તરીકે ઓળખવામાં આવે છે. ક્ષત્રપોના કચ્છમાંથી મળી આવેલા આ શિલાલેખોએ આપણા ગૌરવરૂપ ઈતિહાસની કેટલીક ખૂટતી સાંકળોને જોડી છે તેવું જ માત્ર નથી, પરંતુ આ શિલાલેખોએ આપણા દેશના ઇતિહાસમાં નવા અધ્યાયો પણ જોડ્યા છે. ક્ષત્રપકાલીન આ શિલાલેખો વિશે વિદ્વત્તાપૂર્ણ લખાણો, શોધપત્રો અને અનેક પુસ્તકો લખાયાં છે પરંતુ આમ ઈતિહાસરસિકને આ ભવ્ય પ્રાચીન વારસાના ઇતિહાસ વિશે જાણકારી મળે એ માટે કચ્છમાં જયાંથી સૌથી વધુ ક્ષત્રપ શિલાલેખો મળ્યા છે તે અંધૌની ક્ષત્રપ વસાહત અને ભૂજના કચ્છ મ્યુઝિયમમાં રહેલ ક્ષત્રપ શિલાલેખો વિશે જાણકારી ઉપયોગી રહેશે.
કચ્છ જિલ્લાનો બંની પ્રદેશ એશિયાના શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ તરીકે જાણીતો છે. માત્ર આ પ્રદેશ ચરિયાણ તરીકે જ નહિ, પરંતુ બનીના અંધૌમાંથી મળેલા ક્ષત્રપ શિલાલેખોએ આ પ્રદેશને પુરાતત્ત્વની દષ્ટિએ પણ નામના અપાવી છે.
આજે અંદાજે ૫૦૦ માણસોની વસ્તી ધરાવતું અંધૌ કચ્છના પાટનગર ભૂજથી ૮૦ કિ.મી. ઉત્તર પશ્ચિમે (ર૩.૪૬ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૫૩ પૂર્વ રેખાંશ) આવેલું છે. અંધૌ ગામ એ એક પ્રાચીન વસાહત છે. ગુજરાતમાં સૌથી વધુ સાત ક્ષત્રપકાલીન શિલાલેખો એકલાં અંધૌમાંથી જ મળ્યા છે.
અંધૌ બે ભાગમાં વહેંચાયેલું છે: જૂનું અને નવું. બન્ને વચ્ચે ટેકરી છે તે જૂનું ક્ષત્રપકાલીન અંધ કિલ્લેબંધીવાળું નગર હતું. હાલની નવી વસાહતથી તે ચારેક કિ.મી. દૂર છે. કિલ્લેબંધીવાળા જૂના અંધૌના કિલ્લાનાં અવશેષો જોઈ શકાય છે. આ જૂના કિલ્લાને અહીં “અલ્લાહ કોટ” ના નામથી ઓળખવામાં આવે છે. અંધૌ કિલ્લાના ખંડેર છેક ૧૯૬૪ સુધી હયાત હતાં પરંતુ ૧૯૬૫ના ભારત-પાક યુદ્ધ વખતે ભૂજથી કુંવારબેટ સુધીનો રસ્તો બનાવવાની તાકીદે જરૂર પડતાં,
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૨૯)
For Private and Personal Use Only