SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૪)નો છે, જે સ્પષ્ટ વંચાતો નથી. પ્રાચીન જમાનામાં સિક્કા બહુ મોટું શહેર હતું. કંથકોટ (તા. ભચાઉ)માં મહાવીર મંદિરના મંડપના સ્તંભ પર વિ.સં. ૧૦૩૬ (સં. ૧૩૩૬)નો લેખ છે. જે સ્પષ્ટ થતો નથી. ગેડીમાં આવેલો સં. ૧૨૧૭ (ઈ.સ. ૧૧૬૦-૬૧)નો પાળિયો સાચોરા બ્રાહ્મણ દલસુખ જોશીનો છે, જે કરણ પધરિયા સાથેના ગરાસ અંગેના ઝઘડાને લઈને સ્મશાનમાં બળી મરેલો. કચ્છમાં ઈ.સ.ની ૧૩મી સદી પહેલાં સાચોરા બ્રાહ્મણો અહીં આવી વસ્યા હશે એમ આ પાળિયા પરથી લાગે છે. ગેડીના લક્ષ્મીનારાયણ મંદિર પાસે ચંડેસર મકવાણાનો સં. ૧૨૬૮ (ઈ.સ.૧૨૧૧-૧૨) ના લેખવાળો પાળિયો છે. આ લેખ ગેડીમાં મકવાણા રજપૂતોના વર્ચસનું સૂચન કરે છે. ભૂજની બૈરાજવાની વાવમાંથી મળેલી અને હાલ ભૂજ મ્યુઝિયમમાં સંગૃહીત શ્વેત આરસની જૈન બેસણી પર વિ.સં. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૩-૪૪)નો અભિલેખ છે. જેમાં મુનિશ્રી સુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. આ મૂર્તિ ભૂજંની વાવમાં બીજેથી પછીથી આવી હોવી જોઈએ. ભદ્રેશ્વરના દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમાં વગરના પબાસન પર કોતરેલ વિ.સં. ૧૩૦૪ ના એક લેખમાં વસ્તા નાગેન્દ્ર અને એની પત્ની પદ્માએ મહાવીરનું બિંબ કરાવ્યું અને એની પ્રતિષ્ઠા સરવાલગચ્છના શ્રી વીરસૂરિએ કરી એવું જણાવ્યું છે. કંથકોટના મંદિરમાં મંડપના એક સ્તંભ પર સં. ૧૩૨ (+)ના લેખમાં શ્રીમાલ જ્ઞાતિ અને આમ્રદેવનું નામ થોડું વંચાય છે. અહીં જણાવેલ વર્ષમાં એકમનો અંક જો પ કે ૮ હોય તો તિથિ વારનો મેળ બેસે છે, સં. ૧૩૨૫ કે સં. ૧૩૨૮ની બંને મિતિ ચૈત્રાદિ કે આષાઢાદિ પદ્ધતિ બંધ બેસે છે. કચ્છ અને હાલારના પ્રદેશમાં આષાઢાદિ વર્ષ ગણનાની પદ્ધતિ પ્રચલિત હતી. આ મિતિ પણ આપાઢાદિ પદ્ધતિ પ્રમાણેની હોવાનું જણાય છે. ભૂજના મ્યુઝિયમમાં એક જૈન પ્રતિમાની બેસણી પરના સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮-૭૯)ના લેખમાં" ભગિની ઉજાઉના શ્રેય માટે બિંબ કરાવનાર કહાનડદે અને પ્રતિષ્ઠા કરનારનાં નામ આપેલાં છે. કંથકોટના મહાવીર મંદિરના મંડપના સ્તંભ પરના સં. ૧૩૪૦ (ઈ.સ. ૧૨૮૩-૮૪)ના લેખમાં ૨ આમ્રદેવનાથના લાખુ અને સોહિક નામના બે પુત્રોએ મંડપ બંધાવ્યાના ઉલ્લેખ છે. નડુિરિતના સંદર્ભ પરથી જણાય છે કે આ મંદિર બંધાવનાર ભદ્રેશ્વરના જગડુશાના કાકાઓ હતા, “આમ્રદેવનાથ' પ્રાયઃ જગડુશાના દાદા વિસલદેવનું બીજું નામ હોવાનો સંભવ છે. આ ઉપરાંત કચ્છનાં જુદાં જુદાં સ્થળોએથી કેટલાક એવા અભિલેખ મળ્યા છે, જેમાં મિતિ સિવાય બાકીની વિગત સ્પષ્ટ વાંચી શકાતી નથી. એમાં કંથકોટના મહાવીર મંદિરના મંડપના જુદા જુદા સ્તંભો પર સં. ૧૧૩૨, સં. ૧૩૨૪ અને સં.૧૩૩૦ ના લેખ છે. ભદ્રેશ્વરના ભદ્રકાળી મંદિરના સ્તંભ પર સં. ૧૧૫૮ કે સં. ૧૩૫૮ વંચાય છે. અહીંના દેરાસરમાંના સ્તંભો પર સં, ૧૧00, સં. ૧૨૨૩, સં.૧ર૩ર, સં. ૧૨૩૫ તથા સં. ૧૩૨૩ અને સં.૧૩૫૮ના અભિલેખ છે, જેનું લખાણ ભાગ્યે જ ઉકેલી શકાય છે. ભદ્રેશ્વરના તળાવના કિનારે સંખ્યાબંધ પાળિયા છે. જેમાંના કેટલાક પર સં. ૧૩૧૯ની મિતિ વંચાય છે. ૪૪ ગુજરાતના ભીમદેવ ૧લાનો ચણાવેલો કિલ્લો પીઠદેવે તોડ્યો તે સમયનો આ સંવત જણાય છે. જગડુશાએ વિસલદેવની મદદથી કિલ્લાનો પુનરુદ્ધાર કરાવ્યો. ભદ્રેશ્વરના મંદિરના ગર્ભગૃહમાંથી પાર્શ્વનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ પર સં. ૧૨૩૨ના લેખ છે. દેરાસરના એક સ્તંભ પર સં. ૧૩૩ (ઈ.સ. ૧૨૭૩-૭૪)નો લેખ છે, જેમાં અણહિલપાટકમાં મહારાજાધિરાજ શ્રી અર્જુનદેવના વિજયરાજમાં' એટલું વંચાય છે. ૪૫ (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૬) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy