________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ્યા છે. કિલ્લેબંધીના ઉત્તર-પશ્ચિમ ખૂણે અંદરની બાજુમાં ઉત્તરની દીવાલ સાથે સંલગ્ન એક જીર્ણ-શીર્ણ સ્થાન મળેલ છે. વચ્ચેની ખુલ્લી જગ્યામાં પણ દ્વારથી સંલગ્ન આવી જ એક ઇમારત મળી છે, જેમાં રક્ષક - કક્ષ (ઓરડી), સીડી, આગળની જગ્યાએ જતી ગલી અને કૂવો પણ છે.
નીચલું નગર :
નગરનો આ ત્રીજો ભાગ તે નીચલું નગ૨ (લોઅર ટાઉન). અહીં નગરનો કારીગર કે શ્રમિક વર્ગ વસતો હશે. આ વિભાગનાં મકાનોની ઇંટો હાથ-બનાવટની અણઘડ ને સફાઈવિહીન છે. અહીંથી માટીનાં જે વાસણો મળ્યાં છે તે લાલ કે ગુલાબી રંગનાં અને મોટા ભાગનાં હાથબનાવટનાં છે. પહેલાં તેને હાથથી ઘડી-પકવી પછી ચિત્રિત કરેલ છે. અહીં ધરેણાં બનાવવાની દુકાનોની હાર મળી હોઈ આ કારીગરોનું વસતિ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે.
આ રીતે ત્રણે પ્રકારની વસાહત તેના રહેનારના મોભા પ્રમાણે બનેલ છે, જે મોહેં-જો-દડો કરતાં પણ વિશાળ અને વ્યવસ્થિત છે. કાટખૂણે ચોરસ-લંબચોરસં આકાર ધરાવતી આ વસાહતોના બે ખૂણાઓ વચ્ચે ક્યાંય છ અંશથી વધુ તફાવત જોવા મળતો નથી જે તત્કાલીન ઇજનેરી કલાનું અદ્ભુત કૌશલ ગણાય છે. આ વસાહત-નગરની મહત્ત્વની વિશેષતા એની જળ-સંગ્રહન યોજનાને ગણી શકાય. આના આધારે ત્યારે પણ આજની જેમ (કચ્છમાં) પીવાના - મીઠા પાણીની ખેંચ હોવાનું માની શકાય. કિલ્લાની મધ્યમાં માનવસર્જિત એક જળાશય મળી આવેલ છે. પાણીને જરા પણ વ્યર્થ ન જવા દેવાય એ રીતની એની બનાવટ છે, એટલું જ નહિ, નીકમાં ભરાતામાં કાંપ-કચરાને ગાળવા - નિતારવાની તેમજ વહેણને અવરોધે નહિ તેવી પણ સુન્દર વ્યવસ્થા છે, તો મકાનોની ગલીઓ અને ગટરની રચના પણ એ રીતની છે કે આ બધાંનું વરસાદી પાણી વ્યર્થ ન જતાં વહેતું વહેતું છેવટે જળાશય સુધી પહોંચે. હા, સિન્ધુસંસ્કૃતિનાં અન્ય નગરોની જેમ અહીંથી પણ હજુ સુધી કોઈ મંદિર કે કોઈ ધર્મસ્થાનના અવશેષ - પુરાવા સાંપડ્યા નથી.
ઉત્ખનન દરમ્યાન પ્રાપ્ત પુરાવા :
આ નગર વેપાર-વાણિજ્ય ને હસ્તઉદ્યોગનું એક મોટું કેન્દ્ર હોવાનું જણાય છે. તાંબુ-કાંસુ પથ્થર શંખ અને અકીકમાંથી અહીં વિભિન્ન વસ્તુઓ મળતી ને દરિયાઈ માર્ગે (ખાસ તો તત્કાલીન હડપ્પીય સ્થળોએ) નિકાસ પણ થતી. પથ્થરમાં ભળેલાં તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠી, હથિયાર બનાવવાનાં ઉપકરણો, અનેક પ્રકારનાં માટીનાં લાલ-ગુલાબી રંગનાં પુષ્કળ માત્રામાં વાસણો, શંખ તેમજ અન્ય ધાતુની બંગડીઓ, વિભિન્ન પ્રકારનાં મોતી-મણકા, વીંટીઓ, સોનાનાં આભૂષણો, પકવ માટીના દાંતિયા વ. પુરાવશેષો પણ મળી આવ્યાં છે. છીપની એક એવી ગોળાકાર રિંગ મળી છે, જેના ઉપર-નીચેના ભાગમાં છ-છ એમ કુલ ૧૨ (બાર) ઊભા કાપા છે. દ્વિદો આને ભારતીય પંચાગની બાર રાશિઓનાં પ્રતીક કે એક પ્રકારનો કંપાસ હોવાનું માને છે. આ બધા પુરાવશેષોની પ્રાપ્તિ - ઉપલબ્ધિને આમ લોકોનાં સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણી શકાય. અહીં એક મહત્ત્વની બાબત નોંધવી રહી કે અહીંથી અન્યત્ર હડપ્પીય સંસ્કૃતિવાળાં સ્થળોએથી મળતાં વિભિન્ન પ્રકારનાં પકવ માટીનાં (પશુ-માનવી વ.નાં) રમકડાં-ટેરાકોટા હજુ સુધી મળ્યાં નથી !
આ નગરના ઉત્ખનન દરમ્યાન કેટલીક મહત્ત્વની ઉપલબ્ધિઓ પણ થઈ છે, જે આ પ્રમાણે છે : હડપ્પીય લખાણ-અક્ષર :
રાજમહેલના કિલ્લાના મુખ્ય દરવાજા પાસેથી એક વિશાળ પાટિયું (બોર્ડ) મળી આવેલ છે, જેના ઉપર હડપ્પીય ૧૦ (દશ) : કેટલાક નવ કહે છે : અક્ષરો લૂગદી જેવા પદાર્થ વડે ચિપકાવીને મણકાઓથી લગાવેલ છે. આ અક્ષરોની પાસેથી એવાં નિશાન મળ્યાં છે, જેનાથી લાકડાનાં ટુકડાઓ પર ખોદી તેને પથિક૰ દીપોત્સવાંક-૧૯૯૭ • ૬
For Private and Personal Use Only