________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૧૯૪૭ પછીથી ભારતમાં સિંધુ-સંસ્કૃતિનાં સ્થળો-પડાવોની શોધના આરંભાયેલ (અને હજુ શરૂ રહેલ) અભિયાનના અનુસંધાને અદ્યાપિ કચ્છમાંથી લગભગ ૭૦ (સિત્તેર) જેટલાં નાનાં-મોટાં હડપ્પીય સ્થળોની ભાળ મળી છે. આમાં ૧૦-૧૫ મીટરનો વિસ્તાર ધરાવતાં નાનકડા ટીંબાથી લઈ પ્રસ્તુત લેખના લગભગ બે કિ.મી.નો વિસ્તાર ધરાવતા ધોળાવીરા જેવા મહાનગરનો સમાવેશ થાય છે. આગળ નોંધ્યું તેમ કચ્છમાં લગભગ ૭૦ જેટલાં હડપ્પીય સ્થળોની ભાળ મળી હોવા છતાં દેશળપર-ગૂંતળી સૂરકોટડા પાબુમઠ શિકારપુર અને ધોળાવીરાનું જ ઉત્ખનન થયેલ છે.
હવે ધોળાવીરાની વસાહત વિશે વિગતવાર જોઈએ.
સ્થાન અને માળ :
ભૂજથી લગભગ ૨૪૦ કિ.મી. દૂર ભચાઉ તાલુકાના-મોટા રણના ખડીર બેટના ધોળાવીરા ગામથી લગભગ બે કિ.મી દૂર આવેલ હડપ્પીય સંસ્કૃતિનું જ નહિ, વિશ્વનું સૌથી મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર હોવાનું ગૌરવ ધરાવતાં કોટડા ટીંબાની ભાળ તો છેક ઈ.સ. ૧૯૬૭માં મળેલી ! પ્રસ્તુત ટીંબાની ભાળ મેળવવાનું-આપવાનું સૌ પ્રથમ શ્રેય સ્થાનિક લોકગાયક શ્રી શંભુદાન ગઢવીને જાય છે. દુષ્કાળના રાહતકામ દરમ્યાન કુતૂહલ ખાતર અહીંથી સ્થળ-સપાટી પરથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષો એકઠા કરેલા આમાં એક હડપ્પીય મુદ્રા પણ હતી. ત્યાર બાદ ભૂજ મ્યુઝિયમને અને પત્રોને રૂબરૂ સંપર્ક દ્વારા જાતે માહિતી પૂરી પાડી. આ ભાળ-માહિતીની તપાસ આગળ વધતાં છેક દિલ્હી પહોંચી ને ત્યાંથી ’૬૭માં શ્રી જગત્પતિ જોશીએ રૂબરૂ આવી સ્થળતપાસ કરતાં પ્રસ્તુત ટીંબો સિન્ધુસંસ્કૃતિની વિશાળ વસાહત હોવાનો ચોક્કસ અભિપ્રાય આપ્યો, પરંતુ ત્યાર પછી વર્ષો સુધી વાત ત્યાંની ત્યાં રહી ને છેક ૧૯૯૦ જાન્યુઆરીથી દશ વર્ષના આયોજન મુજબ કેન્દ્રીય પુરાતત્ત્વ ખાતાના નિયામક શ્રી રવીન્દ્રસિંહ એસ. બિસ્તના માર્ગદર્શક નીચે અનેક પુરાવિદો અને સેંકડો મજૂરો દ્વારા ઉત્ખનન શરૂ થયેલ. આ કાર્ય '૯૩ સુધી વ્યવસ્થિત ચાલ્યા બાદ કોઈ કારણસર સ્થગિત • થયેલ ને હવે પુનઃ શરૂ થવાના સમાચાર છે. આગળ નોંધ્યું તેમ હાલ પાકિસ્તાનસ્થિત સિન્ધુસંસ્કૃતિના મોહેંજો-દડો નગર કરતાં પણ આ નગર વિશાળ અને વ્યવસ્થિત હોવાનું તદ્વિદોનું અનુમાન છે, કેમકે મોહેં-જોદડો લગભગ ૮૦ (એંશી) હેકટરના ક્ષેત્રમાં ફેલાયલ છે હતું, જ્યારે ધોળાવીર ૧૦૦ (સો) હેકટરમાં ફેલાયલ છે. અહીંથી કેટલીક એવી વિશિષ્ટ બાબતો પ્રાપ્ત થઈ છે, જે મોહેં-જો-દડોમાંથી ય મળેલ નથી એ આગળ વિગતે જોઈશું.
ધોળાવીરા' નામ કૈંક અજબ લાગે છે ! તેનો શાબ્દિક અર્થ આ પ્રમાણે થાય છેઃ
=
ધોળા ધવલ, સફેદ વીરા = કૂવો
લગભગ ૧૦૦ હેકટરમાં ફેલાયલ-પથરાયેલ આ નગરના ૧૯૯૦-’૯૩ના વ્યાપક ઉત્ખનન દ્વારા જે તથ્યો બહાર આવ્યાં છે તેના આધારે આગળ વધતાં પહેલાં એક મહત્ત્વની બાબત નોંધવી રહી : આ ઉત્ખનનના પ્રમુખ નિર્દેશક શ્રી રવીન્દ્રસિંહ બિસ્તે જુલાઈ-૧૯૯૦ માં પૅરિસમાં યોજાયેલ એક આંતરરાષ્ટ્રિય સંમેલનમાં ધોળાવીરાના ઉત્ખનન અંગેનો પ્રિ-સર્વે એક સંશોધનપત્ર વાંચેલ એમાં તેમણે અહીં છુપાયેલ - દટાયેલ (ત્યારે હજુ ઉત્ખનન શરૂ થયું નહતું) નગરની એક પરિકલ્પના પ્રસ્તુત કરેલ. ત્યાર બાદ ઉત્ખનનમાં નગરનું આયોજન લગભગ હૂબહૂ મળ્યુ !
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૪
For Private and Personal Use Only