________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઘઐતિહાસિક ધોળાવીરા (ખડીર-કચ્છ)
શ્રી હસમુખભાઈ વ્યાસ
ઈ.સ. ૧૮૬૧માં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એ.એસ.આઈ)ની સ્થાપના થઈ અને તેના પ્રથમ પ્રમુખ અધિકારી (આર્કિયોલૉજિકલ સર્વેયર) તરીકે કનિંઘમ નિમાયા ત્યારથી તત્કાલીન અંગ્રેજ સરકારે પ્રથમ વાર દેશનાં પ્રાચીન અવશેષો અને સ્મારક-ઇમારતોની જાળવણીની જવાબદારી પોતાના પર લીધી. કનિંધમે પ્રાચીન ચીની પ્રવાસીઓ ફાહિયાન અને હ્યુ-એન-સાંગનાં પ્રવાસ - અહેવાલોના આધારે પ્રથમ ઉત્તર ભારતવર્ષનાં અને ત્યાર બાદ ૧૮૮૫ સુધીમાં પૂર્વ ભારત વર્ષનાં પ્રાચીન સ્મારકોને પ્રકાશમાં આણ્યાં. ત્યાર પછી ૧૯૦૨માં એ.એ.આઈ.ના ડાયરેકટર-જનરલ તરીકે જૉન માર્શલ અહીં આવ્યા અને એમણે પ્રથમ વાર બૌદ્ધ સ્થળોનાં ઉત્ખનન કર્યાં. ત્યારથી અખંડ ભારતવર્ષનો ઇતિહાસ બૌદ્ધયુગ સાથે અર્થાત્ ઈ.પૂ. ૬ઠ્ઠી સદીથી શરૂ થતો હોવાનું મનાવા લાગ્યું, અર્થાત્ બુદ્ધ પૂર્વે ભારતવર્ષનો ઇતિહાસ ન હોવાનું મનાતું, પણ ૧૯૨૦ દરમ્યાન બનેલ એક ઘટનાએ આ માન્યતાને સમૂળગી ફેરવી નાખી અને તેનાથી ભારતવર્ષ ‘પાંચ હજાર વર્ષનો સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતો દેશ હોવાનું સિદ્ધ થયું. ૧૯૨૦ દરમ્યાન તત્કાલીન લાહોર-કરાંચી વચ્ચે નખાતી નવી રેલ-લાઈન માટે ઉપયોગમાં લેવા જાન અને વિલિયમ નામના બે અંગ્રેજ ભાઈઓ ત્યાંથી જે ધૂળ ને રોડાં એકઠાં કરાવાતાં હતાં તેમાંથી વિભિન્ન પુરાવશેષો પણ પ્રાપ્ત થતા હતા. આમાંથી મળતી મુદ્રાઓથી આકર્ષાઈ પ્રાથમિક સ્થળતપાસ થતાં એ સ્થળ - મોહેં-જો-દડો - પાંચ હજાર વર્ષ પ્રાચીન હોવાનું જાહેર થયું ! ત્યાર બાદ આ તેમજ આવાં સ્થળોનું વિસ્તૃત ખોદકામ થતાં એક સુયોજિત નગરરચનાવાળી સંસ્કૃતિ પ્રકાશમાં આવી, જેને તદ્વિદોએ મોહેં-જો-દડો કે ‘સિંધુ સંસ્કૃતિ’ (શોધાયેલાં મોટા ભાગનાં સ્થળો સિંધુ નદીના કાંઠે આવેલાં હોઈ) એવા નામથી ઓળખાઈ, જે અદ્યાપિ ચાલુ છે. હમણાં તેને ‘સરસ્વતી સંસ્કૃતિ’ તરીકે પણ ઓળખાવવાની શરૂઆત થઈ છે. ૧૯૪૭માં ભારત-પાક વિભાજન સાથે દેશ સ્વતંત્ર થતાં મોટા ભાગનાં એ સ્થળો પાકિસ્તાનમાં જતાં રહેતાં ભારતમાં (સ્વતંત્ર ભારતમાં) આવાં સ્થળોની શોધ શરૂ કરાઈ ને એમાં જવલંત સફળતા પણ સાંપડી. પંજાબ-હરિયાણા રાજસ્થાનથી છેક દક્ષિણમાં તાપી-નર્મદાની ખીણમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં સેંકડો હડપ્પીય સ્થળોની ભાળ પાળેલ છે અને હજુ મળતી રહે છે. (લેખકે ખુદ આવાં ૨૦ જેટલાં ટીંબાઓની ભાળ મેળવી છે - રાજકોટ જિલ્લામાં) આમાં ધોળકા તાલુકામાં લોથલ જેવી વ્યવસ્થિત નગર-વરાહતનો પણ સમાવેશ ધાય છે.
પ્રસ્તુત લેખના વિષયનું સ્થળ કચ્છમાં આવેલ હોઈ પ્રથમ આ સંસ્કૃતિ કઈ રીતે પ્રવેશી એ ટૂંકમાં જોઈએ. સિંધની દોિ જમીન-માર્ગે કચ્છનું રણ આવેલ છે, તો જળમાર્ગે સિંધના મકરાણના કિનારાથી કચ્છના અખાતમાં થઈ કચ્છમાં પ્રવેશી શકાય છે. સિંધથી દક્ષિણમાં કચ્છના મોટા રણમાં થઈને કચ્છમાં હડપ્પીય લોકો દાખલ થયાનું પ્રસિદ્ધ પુરાવિદ શ્રી વાય.એમ.ચીતબવાલા માને છે. સિંધથી આવતાં હડપ્પીય લોકો પહેલાં ખડીરમાં આવી વસ્યાનું પણ ઉક્ત વિદ્વાનનું મંતવ્ય છે. ત્યાર બાદ પાબુમઠ અને દક્ષિણે સૂરકોટડાની વસાહત (સેટલમેન્ટ) સ્થાપી હોવી જોઈએ. નાના રણને ઓળંગતાં પહેલાં આ લોકોએ શિકારપુર ગામ પાસે પણ એવી વસાહત સ્થાપેલ. વિશ્વપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય સ્વ. ડૉ. હસમુખ સાંકળિયા પણ સિંધુસંસ્કૃતિના લોકો મુખ્યત્વે મીન-માર્ગે સિંધમાંથી કચ્છમાં પ્રવેશ્યા હોવાનો મત ધરાવે છે. સંભવ છે કે થોડા લોકો દરિયાઈ માર્ગે પણ આવ્યા હોય.
પથિક - દીપોત્સવાંક-૧૯૯૭ * ૩
For Private and Personal Use Only