________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કચ્છને તાંબાના સ્વતંત્ર સિક્કા પાડવાની છૂટ મળી. આ અનુશ્રુતિ ઉપજાવી કાઢેલી હોય તેમ લાગે છે. કોડી” શબ્દ પરથી કોરી’ શબ્દ ઊતરી આવ્યો હોવાનું પણ વિદ્વાનો અનુમાન કરે છે. દરિયાકિનારાનાં દેશી રાજયો કચ્છ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ચલણ કોડીને કારણે કોરી કહેવાયું. પ્રદેશના દરિયાઈ સંબંધોને કારણે પણ કોરી નામ કોઈ વેપારીએ આપ્યું હોય. જામનગરનું “જામÍઈ કોરી' અને જૂનાગઢનું ‘દીવાનસાંઈ કોરી' ચલણ પ્રચલિત હતું.
બ્રિટિશકાલ : આધુનિક સિક્કાઓની સિરીઝમાં કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓની સિરીઝ ખૂબ જ આકર્ષક અને રસપ્રદ છે. ભારતવર્ષમાં બહુ ઓછાં રાજ્યોને પોતાના ચલણના દિકારો હતા. સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રીમાં સિક્કાઓ અને અભિલેખો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સિક્કાઓ સામાજિક અને આર્થિક વ્યવહારમાં ઘણા મહત્ત્વના છે. તેના દ્વારા જે તે દેશ કે રાજ્યના તે કાલના સાંસ્કૃતિક ઇતિહાસને લગતી વિવિધ પ્રકારની માહિતી મળે છે.
કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ વિશે “ધી કોઈનેજ ઑફ કચ્છ “માંથી વિશેષ માહિતી મળે છે. બ્રિટિશકાલમાં ગુજરાતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દીધું અને તે મુંબઈ ઇલાકાના એક ભાગરૂપ બન્યું હતું. દેશી રાજવીઓ બ્રિટિશ સરકારના આશ્રિત હતા. કચ્છ રાજ્યના અંગ્રેજોએ સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા.
સિક્કાઓનો રણકાર બધાંને આકર્ષે છે. સિક્કાઓ સંશોધનનો ઘણો અગત્યનો વિષય છે. કચ્છના સિક્કાઓના અભ્યાસના ઊંડાણમાં ઊતરીએ તો એક મોટું પુસ્તક લખાય.
- ઈ.સ. ૧૮૧૯ના જાન્યુઆરીમાં કૅપ્ટન જેમ્સ મેકર્ડોની કચ્છના પ્રથમ બ્રિટિશ રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને એ જ વર્ષમાં રાવ ભારમલજી બીજાને વહીવટકર્તા તરીકે અયોગ્ય ગણીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના બાળપુત્ર દેશળજીને કચ્છના રાવ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બ્રિટિશરોએ અનેક રજવાડાં પૈકી કેવળ ૩૪ રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા, જેમાં કચ્છનો પણ સમાવેશ થતો હતો. જે પૈકી હૈદ્રાબાદ, મેવાડ, જયપુર, ત્રાવણકોર, કચ્છ, ગ્વાલિયર, જોધપુર, ઇન્દોર અને વડોદરા એ નવ રાજયોએ છેક પ્રજાસત્તાક ભારતમાં એકીકરણ પામતાં સુધી પોતાના સિક્કા નિયમિતપણે છાપવાનું ચાલુ રાખ્યું હતું.
બ્રિટિશકાળ દરમ્યાન ઘણાંખરાં રાજયોમાં બ્રિટિશ રૂપિયાને ચલણનું એકમ ગણવામાં આવતું હતું તેમ છતાં કચ્છમાં તેના સ્વતંત્ર એકમ તરીકે કોરી ચાલુ રહી હતી.
બ્રિટિશકાળ દરમ્યાન કચ્છના જાડેજા રાજવંશના નીચે દર્શાવેલ રાજાઓ કચ્છમાં સત્તાસ્થાને હતા. તેમના સમયના કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ ગુજરાતના જ સિક્કાઓમાં નહિ, પરંતુ ભારતીય સિક્કાશાસ્ત્રમાં પણ એક આગવું અને અનોખું સ્થાન ધરાવે છે :
(૧) રાવ દેશળજી બીજા (ઈ.સ. ૧૮૧૯-૧૮૬૦) (૨) રાવ પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫) (૩) રાવ ખેંગારજી ત્રીજા (ઈ.સ. ૧૮૭૬-૧૯૪૨) (૪) રાવ વિજયરાજજી (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૮) (૫) રાવ મદનસિંહજી (ઈ.સ. ૧૯૪૮)
બ્રિટિશકાળ દરમ્યાન કચ્છના ઉપર્યુક્ત રાજાઓએ ૧૨૯ વર્ષ રાજય કર્યું, જેમાં અડધા ઉપરાંતનો , ખેંગારજી ત્રીજાનો રાજયકાલ કચ્છ માટે સુવર્ણયુગ હતો. કોઈ પણ રાજાઓએ આટલા લાંબા સમય સુધી રાજય કર્યું નથી. પોણી સદી સુધી તેઓ કચ્છના ધ્રુવતારક સમાન બની રહ્યા. કચ્છના બ્રિટિશકાલીન
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭.૪૭)
For Private and Personal Use Only