SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ શ્રી જે. એસ. ચૌધરી પ્રાસ્તાવિક - કચ્છના સ્વતંત્ર ચલણની શરૂઆત ગુજરાતી સલ્તનતના મધ્યાહ્નથી થઈ; બ્રિટિશકાળમાં તે સોળે કળાએ ખીલીને આઝાદી સુધી ચાલુ રહી. પૂર્વ ઇતિહાસ : રાજ્યને પોતાની ટંકશાળ તેમ સિક્કા હોય તે તેનું આગવું સ્વરૂપ અને વિશિષ્ટતા સૂચવે છે. સિક્કાઓ ઉપરથી રાજયનાં ઈતિહાસ વિકાસ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. કચ્છનું ચલણ રસાઈ કોરી” તરીકે ઓળખાતું હતું. ગુજરાતના સુલતાનોના સમયકાળ દરમ્યાન કચ્છના રાવોએ સ્વતંત્ર રીતે તાંબાના સિક્કા પાડવાની શરૂઆત કરેલ અને જહાંગીરના સમયમાં ચાંદીના સિક્કા પાડવાની સત્તા મેળવેલ હતી. કચ્છ રાજ્યના સિક્કાઓનો ઇતિહાસ રસમય છે. ઈ.સ. ૧૫૪૦માં ખેંગારજી ૧લાએ કચ્છમાં મજબૂત જાડેજા-રાજ્ય સ્થાપ્યું એની રાજધાની ભૂજ ખાતે હતી. ત્યાંના શાસકો “રાવ' કહેવાતા હતા. તેમના સિક્કા સમગ્ર અનુમુઘલકાલીન સિક્કાઓમાં આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એની સિક્કા પદ્ધતિ વિશિષ્ટ હતી. ચાંદીની કોરી' કચ્છના ચલણમાં એકમ હતી. ઈ.સ. ૧૯૧૭માં દિલ્હીનાં મોગલ બાદશાહ જહાંગીર અમદાવાદની મુલાકાતે આવેલો. જહાંગીરનામાના વર્ણન મુજબ કચ્છના રાવ શ્રી ભારમલજીએ બાદશાહ જહાંગીરની મુલાકાત અમદાવાદ ખાતે લીધી હતી અને બાદશાહને એક સો કચ્છી ઘોડા, સો સોનામહોરો અને બે હજાર રૂપિયા નજરાણામાં આપ્યા હતા. જહાંગીરે રાવને એક ચુનંદો હાથી, એક હાથણી, રત્નજડિત કટાર તલવાર અને વીટીંઓ ભેટ આપી હતી. મક્કા શરીફની હજ કરવા જનાર હજયાત્રીઓને માંડવી બંદરેથી વહાણો પૂરાં પાડવા તથા કચ્છની દરિયાવાટે સલામત સફર કરાવવાની શરતે જહાંગીરે કચ્છની ખંડણી માફ કરી હતી. રાવ ભારમલજીને ભૂજની ટંકશાળમાં ભારાશાહી કોરી પાડવાનો રુક્કો પણ આપ્યો હતો અને ત્યારથી કચ્છમાં રાશાહી ચાંદીના સિક્કા ચલણી બન્યા હતા. આ રીતે કરચ્છનું પોતાનું ચલણ ઈ.સ. ૧૬૧૭ થી ઈ.સ.૧૯૪૮ સુધી અમલમાં રહ્યું હતું. કચ્છ રાજ્યની પરંપરાગત પદ્ધતિ એવી હતી કે જ્યારે નવો રાજા ગાદી ઉપર બેસે ત્યારે તિલકવિધિ થઈ ગયા બાદ માતાના મઢ ખાતે કુળદેવી આશાપુરાના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી ટંકશાળે જાય અને ત્યાર બાદ ટંકશાળમાં તેમના નામના સિક્કાઓ પાડવાની વિધિ કરવામાં આવતી હતી. કચ્છનું ચલણ સોનું, ચાંદી અને ત્રાંબાનું હતું. બધા સિક્કા ભૂજની ટંકશાળમાં જ પાડવામાં આવતા હતા. કચ્છની કોરી બાર વાલ વજનની ગુપ્ત અને ક્ષત્રપ સિક્કા જેવી હતી. સોનાની કોરીને “રાત સાંઈ મહોર' કહેતા. પ્રાગમલજી બીજાએ હિંદના રૂપિયા સમકક્ષ “પાંચિયો’ બહાર પાડ્યો હતો. ત્રાંબામાં તાંબિયો, દોકડો અને ઢીંગલો નામના સિક્કાઓ પણ કરછમાં પડતા અને કોરીના ૪૮ તાંબિયા, ૨૮ દોકડા અને ૧૩ ઢીંગલા ગણાતા હતા. કોરી' નામકરણ : એમ કહેવાય છે કે રાવ ભારમલજીએ દાબડીમાં પોતાના નામનો એક સિક્કો ગુજરાતના સુલતાનને મોકલીને કહેવડાવ્યું કે આ કુંવરી'નાં લગ્ન સુલતાનના દીકરા (રૂપિયા) સાથે કરો (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૪૬ For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy