________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શહેનશાહના જે સિક્કા એના પોતાના જ દેશમાં મળતા નથી ત્યારે કચ્છ રાજ્યમાં ઉપર્યુક્ત હકીકતે ઉપલબ્ધ થાય છે તે કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓની શ્રેણીની પાઘડીના છોગા સમાન જ ગણી શકાય ને !
કચ્છના સિક્કાઓની છપાઈ ઘણી સારી હતી. આ માટેની ડાઈઓ પણ કચ્છ મ્યુઝિયમમાં છે; જેમકે સર્વ શ્રી ખેંગારજીના બસ્ટવાળા સિક્કાઓની ડાઈ સુંદર અને આકર્ષક છે. કચ્છના સિક્કાઓ પોતાનાં વજન, ઘાટ અને છાપની બાબતમાં અનોખી ભાત પાડે છે.
ઈ.સ. ૧૯૩૦માં રાજયે ટંકાશાળા માટે નવું મકાન તૈયાર કરાવી તેમાં સિક્કા પાડવાની આધુનિક મશિનરી ગોઠવી. લંડનથી નવી જાતની મુદ્રા-છાપો સિક્કાઓ માટે મગાવી, જૂની મુદ્રા-છાપ ઉપર સુધારા વધારા કરી વધારે કલાવાન અને સુંદર સિક્કાઓ તૈયાર કરવામાં આવ્યા. પહેલાં જે સિક્કાઓમાંથી ચાંદી કાઢી લેવાતી હતી, પરંતુ નવી ટંકશાળના ચાંદીના સિક્કાઓની કિનારી અણીવાળી હતી એટલે ઘસીને કોઈ ચાંદી કાઢી લે તેવી શક્યતા ન હતી.
સમ્રાટ જ્યોર્જ પાંચમાના અમલ દરમ્યાન કચ્છમાં કોરીના ભાવમાં ઘણી વઘઘટ થવા લાગી. ઈ.સ. ૧૯૨૮ માં રાજયના ખજાનામાંથી કોરીઓ વટાવી રૂપિયા લેવામાં આવ્યા અને એ રીતે ચલણને સ્થિર રાખવા પ્રયત્ન કર્યો.
કોરીના ભાવની વધ-ઘટ સાથે રાજયમાં એક બાજુ અનિષ્ટ પેદા થયું. પાંચિયા તથા એક કોરીના ઘણા બનાવટી સિક્કા બનવા લાગ્યા. આ બદી એટલી બધી વિકસી કે રાજ્યને ખરા-ખોટી સિક્કા પારખવાની પણ ઘણી મુશ્કેલી પડી. કેટલાક સંજોગોમાં તો છેવટે રાજ્યને બધા જ સિક્કાને રાજ્યની છાપ લગાવીને ચલણમાં માન્ય રાખવા પડ્યા, પણ આનાથી રાજ્યને ઘણી જ ખોટ આવી હતી. ' '
કોરીનું ચલણ કચ્છ રાજયના તરિક આદાન-પ્રદાન માટે જ વપરાતું હતું, પરંતુ આયાત નિકાશ માટે બ્રિટિશ ભારતવર્ષના રૂપિયાનું ચલણ વપરાતું હતું. આમ છતાં રૂપિયા અને કોરીનો વિનિમય-દર ક્યારેય સ્થિર રહ્યો ન હતો. એક સમયે રૂ. ૧૦૦ના વિનિમયમાં ૧૭૫ કોરી મળતી હતી, જ્યારે બીજા સમયે રૂ.૧૦) માં ૬૨૦ કોરી મળતી હતી ! સિંધ સાથેનો વિનિમય-દર નક્કી થયો હતો.
કચ્છમાં કોરી અને પાંચિયાનું ચલણ ઈ.સ. ૧૯૪૩ સુદી ચાલુ રહ્યું હોય તેમ ઉપલબ્ધ સિક્કાઓ પરથી સ્પષ્ટ જણાય છે. કચ્છના બધા સિક્કા ગોળાકાર છે અને ઉત્તરકાલીન સિક્કાઓ પર ત્રિશુળનું ચિહ્ન અંકિત થયું છે. ખેંગારજી ત્રીજાના લાંબા શાસનકાળ દરમ્યાન કચ્છના સિક્કાઓનો પણ જાણે સુવર્ણકાળ હોય તેવા સિક્કાઓ બહાર પડ્યા હતા : (૪) વિજયરાજજી (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૮)
મહારાઓશ્રી વિજયરાજજીના ખૂબ જ ટૂંકા અમલમાં પણ સિક્કાની દષ્ટિએ કચ્છના સિક્કાનાં વજન, કદ અને આકાર વગેરેમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવેલા. તેમના સમયમાં ચાંદીની અર્ધ કોરી છપાઈ હોવાનું જણાયું નથી. એ જ રીતે ત્રાંબામાં બે ત્રાંબિયાનો દોકડો છાપવાનું બંધ થયું અને ત્રાંબિયો, ઢીંગલો, ઢબુ, પાયલ અને આધિયો એવા ત્રાંબાનાં પાંચ સિક્કા પડ્યા, જેમાં છેલ્લી બે નવી જાતો શરૂ થઈ. આ ઉપરાંત માત્ર ત્રાબિયાના સિક્કા સિવાય બાકીના બધા ત્રાંબાના સિક્કાઓમાં વચ્ચે વિધિ કરવામાં આવ્યાં, જે બીજા વિશ્વયુદ્ધના કારણે ત્રાંબાની ખેંચના કારણે અનિવાર્ય હતું. આકારમાં આ સિક્કા વિશિષ્ટ ગણાય છે. છેદવાળા આ સિક્કાઓ બ્રિટિશ તાજના કાણાવાળા પૈસાનું સ્મરણ કરાવે છે.
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭.૫૧)
For Private and Personal Use Only