SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિયોતની ગુફાઓમાંથી મોટા પ્રમાણમાં ભગવાન બુદ્ધ સાથે સ્તૂપ તથા ફકત સ્તૂપ અને તેની નીચે લખાણ અંકિત ઉપસાવેલ શિલ્પ (Scripture in reliet) તકતીઓ પ્રચુર માત્રામાં મળી આવી છે. ૫ બૌદ્ધ તીર્થોમાં તેના સ્થાનિક મુખ્ય સૂપ કે ચૈત્યગૃહ થા મંદિરની આવી પ્રતિકૃતિ દર્શાવતી તકતીઓ દર્શાનાર્થીઓને પ્રસાદરૂપે ભેટ આપવાની પ્રણાલી હતી આથી આવી તકતીઓ બોધિમય અને પરદેશમાં થાઈલેન્ડમાંથી પણ મળી આવી છે. દેવની મોરીના ઉત્નનનનાં મહાતૃપમાંથી આવી તકતી મળી આવી છે, જેના આધારે !ો. (ડૉ.) ૨.ના.મહેતાએ એ સૂપ કેવો હતો તેની વાસ્તવિક કલ્પના કરેલી. ઉપર્યુક્ત હકીકત જોતાં આ સ્થળેથી પણ પ્રાચી સ્તૂપના અવશેષો મળી આવવાની સઘળી સંભાવના છે. આ લેખકે ૧૯૮૯ના વર્ષમાં આ ગુફાઓના સ્થળની રૂબરૂ મુલાકાત પુરાતત્ત્વવિદ શ્રી જયપ્રકાશ ત્રિવેદી સાથે પોતાના શોધનિબંધના કાર્ય સારુ લીધેલી અને તેનું સ્થળનિરીક્ષણ કરેલું. ગુફાઓની નજદીકમાં એક ઢોળાવવાળ ટેકરો છે, જ્યાંથી પ્રચુર માત્રામાં પ્રાચીન ઠીકરાં તેની ઉપલી સપાટી પરથી અનાયાસ મળી આવે છે. આવાં મોટાં ઠીકરો પસંદ કરીને અમદાવાદ લાવી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાવસ્તુવિભાગમાં આપતાં તેનું પૃથક્કરણ કરતાં તે ૭મી સદીની આસપાસના હોવાનું જણાયું છે. પુરાવસ્તુવિભાગના દફતરમાં પણ આની નોંધ લેવામાં આવી છે. આથી આ અવશેષો અને હકીકત લેખકની ઉપર્યુક્ત ધારણાને પુષ્ટિ આપે છે. સિયોત અને તેની આસપાસના વિસ્તારમાં હજુ વધુ સંશોધન અને ઉત્પનન કરવાની જરૂર છે. આવા પ્રયાસો આ સ્થળ અને કચ્છના ઇતિહાસ પર વધુ પ્રકાશ પાડશે તેમાં કોઈ શંકા નથી. મીરપુર ખાસનો સૂપ સિંધ હૈદ્રાબાદ(પાકિસ્તાન)ની પૂર્વમાં પ૦ કિલોમીટર દૂર થર-પારકર જિલ્લામાં મીરપુર-ખાસ નામનું શહેર છે, તેની પૂર્વમાં એકાદ કિલોમીટર દૂર બૌદ્ધ વસાહતનાં ખંડેર જોવા મળે છે. ત્યાં ઈ.સ. ૧૯૧૦માં ઉત્પનન કરતાં ભવ્ય મુખ્ય સ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે તેમાંથી ધ્યાન-મુદ્રામાં બુદ્ધની માટીની પકવેલી મૂર્તિ પણ મળી છે. મુખ્ય સ્તૂપ લગભગ ઈ.સ. ૪00માં બાંધવામાં આવ્યો છે. આ સ્તૂપ અને તેમાંથી મળેલ બુદ્ધમૂર્તિ તથા અન્ય અવશેષો દેવની મોરીના સૂપના ઉત્પનનમાંથી પ્રાપ્ત થયેલ બુદ્ધની મૂર્તિઓ અને બીજા અવશેષો જેવા જ અને તેના સમકાલીન છે. ૨૮ અરબ આક્રમણ અને સિંધના અરબી કબજા પહેલાં ત્યાં બૌદ્ધ પંથનો વિશેષ પ્રભાવ હતો. સૈધવો ત્યાંથી જ સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં વસ્યા તે હકીકત છે. કચ્છ અને સિંધનો પહેલાંનો ગાઢ સંબંધ જોતાં સિયોતના અને સિંધના બૌદ્ધો નજીકનો સંબંધ ધરાવતા હોવા જોઈએ. આ અંગે પણ વિશેષ સંશોધન કરવાથી કચ્છના તે પાસા પર પણ પ્રકાશ પડશે. પાદનોંધ ૧-૨. રામસિંહજી રાઠોડ, કચ્છનું સંસ્કૃતિદર્શન, અમદાવાદ, ૧૯૯૦ પૃષ્ઠ ૨૬૮, ૨૬, ર૩૧. ૩. (૧) સેમ્યુઅલ બીલ, સિ-યુ-કિ, બુદ્ધિસ્ટ રેકર્ડ્ઝ ઑવ ધ વેસ્ટર્ન, વર્લ્ડ. દિલ્હી, ૧૯૬૯, વૉ. ૨, પૃષ્ઠ ૨૭૬. (૨) થોમસ વૉટર્સ, ઓન યુઆન સ્વાંઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, દિલ્હી, ૧૯૭૩, વૉ.૩, પૃ. ૨૫૬, ૨પ૭. ૪. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીનો લેખ “પથિક' અમદાવાદ, જૂલાઈ-ઑગસ્ટ, ૧૯૭૪, પૃષ્ઠ ૧૯૧. ૫. કનઈલાલ હાલરા, બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા એઝ ડિસ્કાઇબ બાય ધ ચાઈનીઝ પિલિમ્સિ , એ.ડી. ૩૯૯- ૬૮૯, નવી દિલ્હી ૧૯૮૩, પૃષ્ઠ ૧૦૦-૧૦૧ ૬-૭-૮, રામસિંહજી રાઠોડ, એજન, અનુક્રમે પૃષ્ઠ ૫૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪ અને ૩૨. ૯. કે.કા.શાસ્ત્રી, કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું પથિક, વર્ષ ૬, અંક ૧૦-૧૨, પૃષ્ઠ ૩૧-૩ર. ૧૦. મુકુન્દ રાવળ અને માણેક વર્મા, “કચ્છમાં મળેલા બૌદ્ધ પંથના અવશેષો', “સાધના' (સાપ્તાહિક) અમદાવાદ પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૩] For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy