________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) તાંબાના સિક્કા - ૨ ઢીંગલા = ૧ ઢબુ
૧ કોરી = ૧૬ ઢીંગલા ૧ ઢીંગલો = ૧ દોકડો
૧ કોરી = ૨૪ દોકડા ૧ દોકડો = ૨ ત્રાંબિયા
૧ કોરી = ૪૮ ઝાંબિયા. સિક્કાઓનું વિવિધ ક્ષેત્રે મહત્ત્વ :
(૧) ધાર્મિક ક્ષેત્રે - ધર્મ અને સંસ્કૃતિ ઈતિહાસનું મહત્ત્વનું અંગ છે. સિક્કાઓ દ્વારા રાજ્યનો માન્ય ધર્મ જાણવા મળે છે. બ્રિટિશકાલીન કચ્છના સિક્કાઓ ઉપર ત્રિશૂળ જોવા મળે છે જે શક્તિપૂજાનું દ્યોતક છે. કચ્છના મહારાવનાં કુળદેવી આશાપુરાનું પ્રતીક છે, રાજાની ધાર્મિક ભાવનાનું ચિહ્ન છે.
(૨) આર્થિક ક્ષેત્રે - બ્રિટિશકાળ દરમ્યાન કચ્છમાં સોનું, ચાંદી અને તાંબુ એ ત્રણે ધાતુના સિક્કાઓ પ્રચલિત હતા. બ્રિટિશકાલમાં સિક્કાઓમાં ચાંદીની શુદ્ધતા જાળવવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. બીજા વિશ્વયુદ્ધથી ત્રાંબાની ખેંચના લીધે વિજયરાજના સિક્કાઓ વચ્ચે વિવિધતા જોવા મળે છે. પ્રાગમલજીના સમયમાં સોનાના સિક્કો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જે તે સમયની કચ્છની આર્થિક જાહોજલાલીનું દર્શન કરાવે છે.
(૩) કલાક્ષેત્રે મહત્ત્વ - બ્રિટિશકાલીન કચ્છના સિક્કાઓ કલાત્મકરૂપ ધારણ કરે છે. મહારાજા ખેંગારજી ત્રીજા અને વિજયરાજજીના ચાંદીના સિક્કાઓ ધાર અને નાના વર્તુળની વચ્ચે ગોળાકારમાં પાંદડીની કલાત્મક વેલ અંકિત કરવામાં આવી છે. સિક્કાની કિનારીઓ ઝીણાં ટપકાં કાંગરી પાડવામાં આવી છે.
(૪) લિપિની દૃષ્ટિએ મહત્ત્વ :- કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓનો અભ્યાસ કરતાં તેના પર દેવનાગરી અને ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે. સિક્કાઓ પર મુસ્લિમ રાજવીનાં નામ ત્યારબાદ બ્રિટિશ રાજવીઓના નામની સાથે સ્થાનિક રાજવીનું નામ લખાતું હતું.
(૫) સિક્કાઓ પરનાં ચિહ્નો - કચ્છના બ્રિટિશકાલીન સિક્કાઓ પર બ્રિટિશ તાજ, ત્રિશૂળ, અર્ધચંદ્રા અને કટારનાં ચિહ્નો અંકિત થયેલાં જોવા મળે છે, જે કચ્છના રાજવીઓની ભાવનાના, ઓળખાણના પ્રતીક સમાન છે.
કચ્છના રાજવીઓએ બ્રિટિશ તાજની વફાદીર દર્શાવવા પોતાના દરેક ધાતુનાં સિક્કા પર અનુક્રમે વિકટોરિયા, એડવર્ડ અષ્ટમ, જ્યૉર્જ પંચમ, એડવર્ડ આઠ અને જ્યોર્જ છઠ્ઠીના નામ દર્શાવેલ છે. ૧૯૪૭ માં ભારત સ્વતંત્ર થતાં સિક્કા પર બ્રિટિશ રાજાઓનાં નામ લખવાની બંધ થયા પછી તા. ૨૬-૪-૧૯૪૯ના રોજ કચ્છ રાજ્ય સ્વતંત્ર ભારતમાં વિલીન થયું તે સમય સુધી “જયહિન્દ'ની છાપવાળા વિશિષ્ટ સિક્કા પાડવામાં આવેલ. ભારતીય સિક્કાશાસ્ત્રમાં કચ્છના બ્રિટિશકાલીન સિક્કા એક અનોખી ભાત પાડે છે. સંદર્ભ સામગ્રી (૧) ડૉ. નવીનચંદ્ર આચાર્ય : ગુજરાતના સિક્કાઓ પૃ. ૧૫૧-૧૫૫ (૨) હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. પી. સી. પરીખ : ભારતીય સિક્કાશાસ્ત્ર, પૃ. ૨૫૩ થી ૨૫૫ (૩) હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. પી. સી. પરીખ : ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૮ બ્રિટિશકાલ,
પૃ. ૧૮૮, ૧૮૯, ગ્રંથ ૮ મરાઠાકાલ મૃ. ૧૯૮, ૧૯૯ (૪) ડી. કે. વૈદ્ય : સચિત્ર માર્ગદર્શિકા-કચ્છ મ્યુઝિયમ-ભૂજ ૧૯૭૫, પૃ. ૭ (4) Dr. D. G. Patel : Gujarat State Gazetteers-Kutch District, pp. 287 to 289
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૫૪)
For Private and Personal Use Only