SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર્વભૌમત્વના પરિપ્રેક્ષ્યમાં કચ્છના શાસકોના ખિતાબો * ડૉ. ઇશ્વરલાલ ઓઝા વિશ્વના કોઈ પણ પ્રદેશ કે ભૂભાગનો શાસક પોતાની રાજકીય ઓળખ કે અન્યના મુકાબલે રાજકીય સ્તરની સ્થિતિ સ્પષ્ટ કરવા એક યા બીજા પ્રકારના ઇલકાબ, ખિતાબ કે બિરુદો ધારણ કરતો હતો. આ પ્રકારનાં બિરુદો કેટલાક સંજોગોમાં તે સ્વયં ધારણ કરતો અને ક્યાંક તેના કરતાં વિશિષ્ટ શક્તિ ધરાવનાર શાસક તરફથી તેને મળતાં હતાં. કેટલાંક બિરુદો વિશિષ્ટ પ્રસંગ, ઘટના કે વિજયની યાદમાં પણ ધારણ કરવામાં આવતાં હતાં. પ્રાચીન યુગમાં ભારતમાં રાજા, મહારાજા, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક કે ચક્રવર્તી જેવાં-બિરુદો વિશેષ પ્રચલિત હતાં. મધ્યકાલમાં મુસ્લિમ શાસકોએ મીરજા, નવાબ, દીવાન, રાજા, સુલતાન, શહેનશાહઇ શાહાનુશાહી જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ જેવા શાસકે તો માળવાના વિજયની યાદમાં “અવંતિનાથ” કે બર્બરક ને હરાવતી વખતે બર્બરક જિષ્ણુ' જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં. પ્રાચીન યુગમાં પાટલીપુત્ર કે કનોજની ‘મહોદયશ્રી'ને વરવાના કોડ સેવતા શાસકો આસપાસ આધિપંત્યસૂચક બિરુદો ધૂમતાં હતાં. મધ્યકાલમાં ભારતની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર દિલ્હી બનતાં આ બિરુદો દિલ્હીના શાસકના સંમાન્યો આસપાસ ઘૂમવા લાગ્યાં, બદલાયેલાં સંજોગોમાં મહારાજાધિરાજ' જેવાં સાર્વભૌમત્વસૂચક બિરુદો પણ દિલ્હીના શાસકની રાજકીય સ્થિતિના સંદર્ભમાં અપ્રસ્તુત બની ગયાં. કચ્છના શાસકોએ પણ નગર સમૈ, કાબુલ, અમદાવાદ અને દિલ્હીના શાસકો સાથેના રાજકીય સંબંધો સ્પષ્ટ કરવા જામ, રાવ, મહારાવ, મીરજા અને મહારાજાધિરાજ જેવાં બિરુદો ધારણ કરી સાર્વભૌમત્વના સંદર્ભમાં પોતાની સ્થિતિ ઉત્તરોત્તર બળવત્તર કરી. આ વિષયનો અભ્યાસ અત્યંત રસિક છે. કચ્છના દીર્ધકાલીન ઇતિહાસમાં તેવા શાસકો દ્વારા ક્રમશઃ ધારણ કરાયેલ કે પ્રાપ્ત થયેલ ખિતાબોનો વૃત્તાંત સાર્વભૌમત્વના સંદર્ભમાં આ પ્રમાણે છે. જામ : કચ્છના જાડેજા શાસકો પોતાના વંશના શાસનના પ્રારંભિક કાલમાં પોતાને જામ’ તરીકે ઓળખાવતા હતા. પાછળથી તેમના રાજકીય સંમાનમાં પરિવર્તન આવતાં ‘જામ' ખિતાબનો ત્યાગ કર્યો. કચ્છના મહારાજ્યની એક શાખા એવા નવાનગરના શાસકો છેક આઝાદી સુધી પોતાને જામ‘ તરીકે ઓળખાવતા હતા. તેમના શાસનવિસ્તાર-હાલાર પ્રદેશનું પાટનગર ‘નવાનગર’ કે ‘ઇસ્લામનગર' તરીકે થોડા સમય માટે ઓળખાયું છે, જ્યારે આજે તેને જામનગર સિવાયના અન્ય નામે ઓળખવું મુશ્કેલ છે. આમ ‘જામ' શબ્દ આપણને ચિરપરિચિત લાગે છે. ગુજરાતના સામાન્ય જનમાનસ પર આજેય ઓઢો જામ અને હોથલ પદમણી છવાઈ ગયાં છે. પાકિસ્તાનના લાસબેલાના જાડેજા શાસકો મુસ્લિમ થઈ ગયા છતાં આજે પણ પોતાને ‘જામ’ તરીકે ઓળખાવે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કચ્છમાં આ ખિતાબ સર્વપ્રથમ ધારણ કરનાર જામ રાયધણ હતો. તેણે આ ખિતાબ ઈ.સ. ૧૪૬૪માં ધારણ કર્યો હતો, જ્યારે યદુવંશના કર્ણોપકર્ણ પ્રણાલિકાગત વૃત્તાંત પ્રમાણે દેવેન્દ્રના ત્રીજા પુત્ર નરપતે ગઝનીના શાસક ફિરોજશાહનો વધ કરીને અફધાનિસ્તાન જીતી લીધું ત્યારે તેણે જામ ખિતાબ ધારણ કરેલો. શાસંકના *(યૂથ ડેવલોપમેન્ટ બોર્ડ કચ્છ-પારિતોષિક વિજેતા નિબંધ) પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૨૩૩ For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy