Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/007114/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રાબ્રહ્મચારીજીની હજીયાહબા શ્રીમદ્ાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસ Page #2 -------------------------------------------------------------------------- ________________ RUITMum mit wતinuinninInતાનાTS શ્રી બ્રહ્મચારીજીની જીવનરેખા તilllllllliા [IIllutilllllllllllllllllllllllllllMid allllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll શાંતિ પટેલ તાWISi[LIlluminIIIlliejilllllllllllllllllhillllllllliwillIIIIIIiitillllllliotilllllllllwillllllllliilllllllliiiilllllllisillllllllas દ્વિતીયાવૃત્તિ પ્રત ૩૫૦૦ વિ. સં. ૨૦૪૩ ઈ. સ. ૧૯૮૭ નાના પIIIIIIIIIuતા llllllllllllllllllllllllllll l llllllllllu મા પ્રકાશક શ્રી મનહરલાલ ગોવર્ધનદાસ કડીવાલા, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ Hi Alumii uuuilllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllieLilllllllllllll l lllllllllllinguille u inmentillllllllllllllllllllllllllllllllllllllllllll...પully ""= tin llen - a Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિ * માલિની મન-વચન-શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેના ઉપકારે વિકાશે; પરણુ-પરમાણુ ગિરિ જેવા ગોંને, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા છે ?” દ્રુવિલંબિત તદપિ કુટિલ કાળગતિ અતિ, હરી લાઁધી મતિ સંત-પિછાનની; પતિત-પાવન સંત ન આળખ્યા, અમિત શાંતિ અમીરસ રેલતા. અનુષ્ટુપ સનાતન મુક્તિના માર્ગ ઉદ્ધાર્યાં જે કૃપાળુએ, આધ્યા, સ્થાપ્યા લઘુરાજે, વિસ્તર્યાં આપના ખળે. છતાં યે સર્વથા આપ માયા સંતના દે; ગણી કે ના અવજ્ઞાને, કષ્ટો કે અપમાનને, કિંતુ સત્ પરમાનંદે ઝીલ્યા સૌને ઝિલાવિયા,– પ્રભુ-ભક્તિભર્યા હૈયે; પવિત્ર પ્રેમમૂર્તિ હૈ ! અમારા સર્વેનાં હૈયાં ઉજાળે હૈ યાનિધિ ! સ્વીકારે અંજલિ સૌની સમાધિ-માધિના નિધિ. પાષ સુદ ૮, ૨૦૧૦ —શાન્તિ — સુદ્રક: ભીખાભાઈ એસ. પટેલ, મધુરમ્ ટાપ-સેટિંગ વર્ક્સ, ૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી જન્મ : બાંધણી દેહવિલય : આશ્રમ, અગાસ વિ. સં. ૧૯૪૫ જન્માષ્ટમી, રવિ વિ. સં. ૨૦૧૦ કાતિક સુદ ૭ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજીની જીવનરેખા 1 ઝીલતા, પ્રલે, તારે જ્ઞાને સહજ જગ વિરાટ લસતું, પ્ર, તારે ધ્યાને મન પરમ ભેગીનું વસતું, પ્રભે, તારે પાદે હૃદય ઢળતું ભક્તજનનું, પ્રલે, તારે નામે દુરિત બળતું દુષ્ટ જનનું. ૧ નવાઈ તેની કે મમ તરલ ચિત્તે ન લસતી, નવાઈ! સંતેની પરમ સરલા મૂર્તિ વસતી ઉરે સારે મારે, તવ સકલ વિભૂતે લતી, સુધા- સ્ના જેને વિમલનયને દિવ્ય ખલતી, ૨ અને ગી-ચિત્તે ધૃતિ મરજીંવાની વિતરતી. કૃપા સંતની એ પતિત–ઉર શ્રદ્ધા જગવતી અને શ્રદ્ધાળુને ઉર પરમ ભક્તિ ખૌલવતી. નવાઈ સાચી એ, જીવ-શિવતણું ભેદ હરતી. ૩ અહોઅંશે શાતા થક રણ સિદ્ધિય સુધીની સમાધિ સર્વેનું સતપુરુષ છે કારણ ખરું; છતાં કૈ ના સ્પૃહા ઉર ગરવ કે ગારવ નથી, નથી વા ઉન્મત્ત, નવ જરીય પિતાપણું ધર્યું. ૪ પ્રભે, એવા સંતે સરલ અતિ તારાથી અદકા કૃપાળું, દેતા એ તવ શરણ, આશ્ચર્ય—પ્રતિમા! મૃતિથી સંતેની સકલ દુઃખનાં કારણ ગલે, સદા સેવા ચાહું સમપ વસવા સંત-પગલે.” ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ [૪] આવા અલૌકિક વિરલ સંતે સંબંધી જગત ઘણું જ ઓછું જાણે છે. સાચે જ, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના (જગતના) લક્ષમાં નથી. તથાપિ કુદરત તે સંત પુરુ ના જીવનની મહત્તા પિછાને છે, અને એને અનેક સંકેતોથી પ્રદર્શિત કરે છે. શ્રી બ્રહ્મચારીજીને જન્મ ચારુતરના બાંધણી ગામમાં વિ. સં. ૧૯૪પના જન્માષ્ટમી દિને એક વિષ્ણુવજનને ત્યાં થયો એ પણ કુદરતને એક સંકેત હતો. જન્માનુસાર એમનું નામ ગોરધનભાઈ (ગોવર્ધનધર) રાખવામાં આવ્યું. પરમ પૂજ્ય પ્રભુશ્રી તે ઉલ્લાસથી તેમને કેઈક કોઈક વાર ગિરધરભાઈ પણ કહેતા. એમના પિતાશ્રીનું નામ કાળીદાસ દ્વારકાદાસ હતું. તેમનું જીવન ધર્મના રંગે રંગાયેલું હતું. ત્રણ ત્રણ વાર તે ગોકુળ-મથુરાની યાત્રા કરી આવેલા, પ્રથમ વખત તે પગપાળા જ કરેલી. મંદિરનો જીર્ણોદ્ધાર ઇત્યાદિ દાનની પ્રવૃત્તિ ત્યાગની વૃત્તિમાં પરિણમી અને છેલ્લી યાત્રામાંથી મર્યાદ (મરજાદ) લઈને જ આવ્યા. આમ આયુષ્ય ડું બાકી રહ્યું હતું, ત્યારથી તે ચેતી ગયા અને બળતા ઘરમાંથી જેટલું બચાવાય તેટલું બચાવવા કુટુમ્બથી દૂર જઈ બેઠા અને ભગવદૂ-ભક્તિમાં જોડાયા. માતુશ્રી જીતાબાને તો ઘરના બાલમુકુંદમાં જ આશ્વાસન લાધ્યું. જન્માષ્ટમીએ જન્મ અને જન્મથી જ શાંત Page #8 -------------------------------------------------------------------------- ________________ [૫] અને આનંદી એટલે એમને મનમાં એમ જ રહેતું કે આ કેઈ દેવીપુરુષ છે. એક વખત એક જોષીએ એમની એ માન્યતાને અધિક દઢ કરી દીધી. જમણા પગના ઢીંચણે લાબું જોઈને જ એણે તે ઉમળકાથી કહ્યું કે આ તો કઈ મહાપુરુષ છે. પગની ઊર્વ રેખા સાબિતીરૂપ બની. વિશાળ ભાલ, ગાલે ખંજન, કાનની ભરાવદાર બુટ્ટીઓ અને ગૌર વદન પર આછું આછું સ્મિત એમના સૌમ્ય વ્યક્તિત્વમાં રહેલ મહત્તાને ખ્યાલ આપતાં. શાંત, સરલ, વિનયી, આજ્ઞાંકિત, આનંદી અને સમજુ હોવાથી સ્વજન-સમુદાયમાં તે ખૂબ પ્રિય હતા. કોઈની સાથે લડવા ઝઘડવાનું તે સમજે જ નહીં. ફરજનું ભાન પણ એટલું જ તીવ. જ્ઞાતે પાટીદાર એટલે ઘેર ખેતીનું કામ; બધું જ ઓછું મોટાભાઈ (નરસિંહભાઈ)ને માથે નખાય છે ? ચાર ગાઉ ચાલીને પિટલાદ ભણવા જાય, તોય બનતી મદદ કરી છૂટે, તે એટલા સુધી કે અભ્યાસમાં ખામી આવી અને થયા નાપાસ. અભ્યાસ છોડ પડે. પિતાશ્રીનો સ્વર્ગવાસ થયા બાદ એક વર્ષે તેર વર્ષની ઉંમરે લગ્ન તે થઈ ગયેલાં એટલે ફરજભાન વધેલું. ઘરડા માણસને બળદની સાથે ઢોરની જેમ વિતરું કરતા જોઈ કુટુમ્બની ભાવિ જવાબદારીના વિચારમાં ને વિચારમાં ક્યારેક રોઈ પડતા. ભણવાથી કંઈક ઉદ્ધાર થાય એમ સમજાવાથી ભણવાની Page #9 -------------------------------------------------------------------------- ________________ [૬] ઝંખના ખૂબ વધી અને ભગવાનને દરરોજ પ્રાર્થના કરતા કે હે ભગવાન, તું મને ભણવ, મારે ખૂબ ભણવું છે. પણ શરમના માર્યા મોટા ભાઈને કહી શકાતું નહીં. પ્રસંગવશાત્ પરગામથી આવેલા એક સગાએ “કેમ ભણતા નથી ?' એમ પૂછતાં, ભણવાની ઈંતેજારી બતાવી. એટલે તેમણે નરસિંહભાઈને કહ્યું કે ગોરધનને ભણાવોને. ફરીથી પેટલાદ અંગ્રેજી પહેલા ઘોરણમાં દાખલ થયા. અંગ્રેજી સારું હતું એટલે પરીક્ષા લઈ બીજામાં બેસાડયા. બેંડિંગમાં રહેવાની જોગવાઈ અને મેંતીભાઈ અમીનની દેખરેખ એટલે દાઝ રાખી બીજું-ત્રીજુ ઘારણ સાથે કરી ગુમાવેલા બે–એક વર્ષને બદલો વાળ્યો. ત્યાં તે જીવનને નક્કર ઘાટ આપતી અભ્યાસ ઉપરાંત અધિક અગત્યની વસ્તુ તરફ તેમણે લક્ષ આપ્યું. પેટલાદ બેંડિંગમાં એમને વાચન-વિચારણા અને જાતઘડતરને સારો મોકો હતો. સ્વ.મોતીભાઈ સાહેબે પૈસા કમાવાની લતાઓને ઠોકર મારી આદર્શ શિક્ષક થવાનું સ્વીકારેલું એટલે જાતઘડતર માટે એમણે પોતે જે પરિશ્રમ ઉઠાવેલો તે અનુભવ તે મેકળા મને વિદ્યાર્થીઓ આગળ ઠાલવતા, અને યોગ્ય દોરવણી ઉત્સાહપૂર્વક આપતા. તે પોતે પણ સમયને પૂરો કસ કાઢતા અને ખૂબ ચિંતનમગ્ન રહેતા. આવા પ્રેરણામૂર્તિ મળતાં એમના સરળ, કર્તવ્યપરાયણ અને સચ્ચાઈભર્યા સ્વભાવનો વિકાસ ત્વરિત Page #10 -------------------------------------------------------------------------- ________________ [૭] અને દઢ બન્યો. બેન્જામીન ફ્રેન્કલીનની જેમ ટાઈમટેબલ બનાવી નિયમિતતા કેળવી. નેપોલિયનના જીવનની જે એકાગ્રતા અને કામમાં તલ્લીન થઈ જવાની વૃત્તિ તે પોતાના સ્વભાવમાં એવી તે વણી લીધી કે ધાર્યું કામ ધાર્યા સમયે પાર પડતું. સદૂગુણે અને દુર્ગુણનું ટેબલ બનાવી દરરોજ તેની નેંધ રાખીને સદૂગુણે ખીલવવા અને દોષ ટાળવાને ઉદ્યમ સતત રાખ્યો. ઉપવાસ આદિ કરી પૈસા બચાવી નેટો-પેન્સિલો અને જમવા સિવાયનું પ્રવાસ આદિ પ્રવૃત્તિઓનું ઇતર ખર્ચ તેમાંથી જ કાઢતા. ઈનામ અને સ્કૉલરશિપ મળતાં તેને ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં કરતા. આમ એક બાજુ “વોઃ વર્મg ૌરાસ્ટ”ની શક્તિ કેળવાઈ તો બીજી બાજુ કવિ શ્રી કાન્તની પ્રબળ અસર નીચે આવેલા અને ચરોતરની જનતા તથા શિક્ષણ આલમમાં આદર્શ શિક્ષક તરીકે નામાંકિત થયેલા શ્રી કરુણાશંકર માસ્તરની પ્રેરણું અને દોરવણીથી તેમના નાજુક ઊર્મિશીલ સ્વભાવને સાહિત્યપ્રેમ અને ઉચ્ચ આદર્શોની ખીલવણી સંગમ થઈ, પોતે પણ સુંદર કાવ્યો લખતા થયા. મૅટ્રિક થઈ બરડા આસ કોલેજમાં જોડાયા. ત્યાં પણ પોતાના કામમાં એટલા બધા મશગૂલ રહેતા કે તેમની નિયમિતતાની છાપ બીજા વિદ્યાર્થીઓ ઉપર પડતી. મિનિટે મિનિટને ઉપયોગ કરી અભ્યાસ ઉપરાંત ખૂબ વાંચ્યું Page #11 -------------------------------------------------------------------------- ________________ [4] વિચાયું, જ્ઞાન અને સંસ્કારસત્રસમા વિદ્યાર્થી જીવનની એક પળ પણ વ્ય કેમ જવા દેવાય ? સમય અમૂલ્ય છે એ જાણે હૈયે વસી ગયેલું. ઈન્ટર આર્ટ્સ પસાર કર્યા બાદ પેટલાદ બેંડિંગના જૂના મિત્રાને મળ્યા. વિદ્યાનગરની જનપદ વિદ્યાપીઠ (Rural Uni.) સ્થાપવાની ધગશ ધરાવતા શ્રી ભીખાભાઈ એમાં મુખ્ય હતા. સ્વાયત્ત વિદ્યાપીઠનાં સ્વમ તે એ ત્યારથી જ સેવતા; અને એટલેા ભાવિ જીવનની સંગીન તૈયારીની વિચારણા તે વખતે કરી લીધી. પેટલાદ ડિંગમાંથી જનસેવાની, દેશદ્વારની ભાવના પ્રગટેલી તેને કાયદાની કલમે નહીં (ત્યારે તા વકીલાત શાહી ગૌરવ પામેલી) પણ શિક્ષણુદ્વારા સક્રિય અને સફલ બનાવવાની ઉમેદ હોવાથી ઊંચા પ્રકારનુ શિક્ષણ મેળવી દેશભરમાં સ્વાતંત્ર્યનું ખમીર રેડતા શિક્ષણના કેળવણીના પ્રચાર કરવાનું વિચાર્યું. શિક્ષણમાં સર્વત્ર અંગ્રેજીનું મહત્ત્વ હાવાથી બામ્બે પ્રેસિડન્સી'માં ખ્યાતનામ પ્રાફ઼ેસર સ્કૉટ પાસેથી ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી જ્ઞાન મેળવવા મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાવાનું નક્કી કર્યું. ઘણી મુશ્કેલીઆ અને ભારે ખર્ચ વેઠીને શ્રી ભીખાભાઈ સાથે તે એ વ મુંબઈ ભણી ઈ. સ. ૧૯૧૪માં B. A. થયા. B. A.માં અંગ્રેજી સાહિત્ય મુખ્ય વિષય રાખી તેના ઉપર એવા તા સારો કાબૂ મેળવ્યા કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પણ તેમના Page #12 -------------------------------------------------------------------------- ________________ [૯] લેખો છપાતા. અવિભક્ત કુટુમ્બ (Joint Family) ઉપર તેમણે ઘણું જ સુંદર લેખ લખેલો. ગ્રેજ્યુએટ થયા એટલે માતા અને મોટા ભાઈને એવી આશા કે હવે તે મોટા અમલદાર બનશે. પણ એમને મન સરકારી નોકરી કરવી એ પરદેશી સરકારની ગુલામી કરવા જેવું લાગતું. અને દેશોદ્ધારની પ્રવૃત્તિ હાથ ધરવા માગનારને કુટુંબની ખાસ પડી પણ શી હેય? તે જ વર્ષના ડિસેમ્બરમાં પેટલાદ બૅડિંગના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન તેમના જ વતન બાંધણીમાં ભરાયું. તેમાં ચરોતરની ઉન્નતિને અર્થે મોતીભાઈ સાહેબની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટી સ્થપાય તો પોતે, ભીખાભાઈ અને અંબાલાલ એ ત્રણે મિત્રોએ સ્વયંસેવક તરીકે જોડાવાની તૈયારી બતાવી; તે સ્વીકારાતા સોસાયટીની સંસ્થા પગભર થતા સુધી ઈ. સ૧૯૧પના જાન્યુઆરીથી ભીખાભાઈ અને અબાલાલ બારસદ અને પોતે વસોની સેવામાં જોડાયા. વસાની અંગ્રેજી શાળામાં તેમને છડું ઘારણ સૈપાયું. બીજી બાજુ મોતીભાઈ સાહેબની પ્રેરણા અને કાર્યદક્ષતાથી વામાં ગુજરાતનું સૌથી પ્રથમ બાલમંદિર શરૂ થયું. તેમાં પિતે મેંટેસરી પદ્ધતિએ શિક્ષણ આપવા માંડયું. શિક્ષકેને પણ પતે તૈયાર કર્યા. સોસાયટીના પ્રથમ રિપોર્ટમાં તેની પ્રસિદ્ધિ વિશે ઉલ્લેખ છે : “આ પ્રયોગ આપણા પ્રદેશમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] તદ્દન નવીન જ હોવાથી દૂર દૂરથી તે જાતે નિહાળવાને કેળવાયેલા લોકો આવે છે.” એ પ્રયોગ એવી તો સફળતા પામ્યો કે પછીથી શ્રી ગિજુભાઈ બધેકા વગેરેએ ગુજરાતભરમાં એના પ્રચારનું કાર્ય ઉપાડી લીધું. - ત્યારબાદ બે-એક વર્ષમાં તે ચ. એ. સેસાયટીએ પિતાનું કેન્દ્ર આણંદમાં સ્થાપી સ્વતંત્ર કેળવણી સંસ્થા ચલાવવી શરૂ કરી. ત્યાં સ્વયંસેવકોની જરૂર હોવાથી વસે છોડી ઈ. સ. ૧૯૧૯માં તે આણંદ ગયા. ઈ. સ. ૧૯૨૦-૨૧માં દા. ન. હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે કામ કર્યું. બન્ને વર્ષ “વિનીત વગનું ૧૦૦પરિણામ આવેલું. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રથમથી જ ખૂબ માયાળુ વૃર્તન રાખતા. અન્ય શિક્ષકોને ય ખાસ ભલામણ કરેલી કે કોઈ વિદ્યાર્થીને ગમે તે ગુને હોય તો પણ તાત્કાલિક શિક્ષા ન કરતાં બીજે દિવસે કરવી. આમ કરવાથી શિક્ષકને તાત્કાલિક આવેશ સમાઈ જતે અને વિદ્યાર્થીને સુધરવાની તક મળતી, ક્યારેક અન્યાય થ પણ અટકી જતા. અને શિક્ષક અને વિદ્યાથીઓને સંબંધ મીઠે બનતો. શીખવવામાં એ એટલા તો તલ્લીન થઈ જતા કે કેટલીક વખત પિરિયડને અંતે થતા ઘંટના કેરા તેમને સંભળાતા નહીં. બીજા શિક્ષકને બહાર બારીએ ઊભેલા જોઈ ચાલતા થાય. વિદ્યાથીઓની ટે સુધારવાની પદ્ધતિ પણ તેમની તે જુદી જ. છાત્રોને Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૧] પરોઢિયે ઊઠી પરવારવાના નિયમ. કેટલાક વિદ્યાથી આ કૂંવે નાહીને પાતાનાં ધાતિયાં ધાયા વગર ત્યાંને ત્યાં જ રહેવા દેતા; તે તેમની ધ્યાનબહાર નહીં. કેટલાક દિવસ એમ ચાલ્યુ. એટલે એક બે વખત છાનામાના ધેાતિયાં બરાબર ધોઈ છોકરાઓની આરડીએ સૂકવી દીધેલ. આથી વિદ્યાથી આ શરમથી પેાતાની ટેવ સુધારતા. આ અરસામાં અસહકારની પ્રવૃત્તિ ભારતવ્યાપી હતી. અને ગાંધીજીએ રાષ્ટ્રીય કેળવણીના લક્ષ્ય અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપેલી. એટલે ગુજરાતની કેટલીક હાઈસ્કૂલા વિદ્યાપીઠ-માન્ય બની તેમાં ગૌરવ લેતી. સાસાયટીના કાર્યકરોને તા કેળવણીને એવા આંદ્રેોલનથી ય પર રાખવી હતી; પણ તેવી પરિસ્થિતિ નહીં હાવાથી મૅટ્રિક વ વિદ્યાપીઠ માન્ય કરાવ્યો અને દા. ન. હાઈસ્કૂલ વિનયમંદિર બની. એટલે પાતે હેડમાસ્તર હાઈ આચાય” કહેવાતા. મન, વચન અને વનની જીવનમાં એકરૂપ સંવાદિતા સાધનાર ગોવર્ધનભાઈને ‘આચાય’ પદવીએ ચેતાવી દીધા. તેમને લાગતું કે સેંકડા વિદ્યાથી - આના આચાર્ય થવા માટે તે કેવું સાચું જ્ઞાન અને કેવા ઉત્તમ આચાર જોઈ એ, તે વિના આચાય ગણાવુ એ તા શરમાવા જેવું. આમ આચાર્ય પદ ખૂંચવા લાગ્યું. અને શ્રી અરિવંદ કે કોઈ મહાપુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની ઝંખના જાગી. પણ તેવા યોગ નહીં બનતાં મુઝવણ વધી. Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨] આખરે સં. ૧૯૭૭ની દિવાળીની રજાઓમાં બાંધણી આવેલા ત્યારે ભગવાનભાઈ પાસેથી શ્રી લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) સંબંધી જાણવા મળ્યું, એટલે અગાસ આશ્રમમાં આવવાનું ગોઠવ્યું. દશેરાને દિવસે વહેલી સવારે ઘેરથી નીકળતાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે કંઈક માર્ગ સુઝાડજે. આશ્રમમાં આવ્યાં ત્યારે બોધિસત્વસમા રાયણના વૃક્ષ નીચે પ્રભુશ્રીએ “મૂળ મારગ સાંભળો જિનમો રે એ પદ એક છોકરાને ગાવાનું કહ્યું-જાણે પ્રભુશ્રીએ તેમની પ્રાર્થના - સુણી હોય ! તેથી એમના આનંદને પાર ન રહ્યો. “જ્ઞાનીની પાસેથી જ્ઞાન ન ઈચ્છવું પણ ભક્તિ ઇચ્છવી એ એમને પૂર્વના સંસ્કારથી ય હોય તેમ પ્રભુશ્રીનાં દર્શનથી જ તેમને થયું કે પિતાની સેવા તો ન થઈ શકી પણ આ મહાપુરુષની સેવા કરી હોય તે જીવન સફળ થઈ જાય. પછી પ્રભુશ્રીએ તેમને પૂછયું કે ““ટાળી સ્વછંદ ને પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધને અર્થ તેમને ન આવડતાં પ્રભશ્રીએ સમજાવ્યો. એમણે તો ગાંઠ વાળી કે પ્રભુશ્રીની સેવામાં રહેવા સ્વચ્છેદ અને પ્રતિબંધ ટાળવા. પછી પ્રભુશ્રીએ કાળીચૌદશને દિવસે તેમને એવા તે અપૂર્વ વાત્સલ્યથી મંત્ર આપ્યો કે પોતાની સેવામાં રહેનાર ભગતજીને તેમણે ઉલ્લાસથી કહ્યું કે આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈને ય આપ્યું નથી. ખરેખર ! Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] “પવિત્ર પુરુષની કૃપાદષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. તે બીજી બાજુ પોતે પણ પ્રભુશ્રીએ આપેલા “તવજ્ઞાન'માં એવા જ અલૌકિક ઉલ્લાસભાવથી નોંધે છે: “મંત્રદીક્ષા'! કાળીચૌદશ જેવા સિદ્ધિયોગદિને આવા મહાપુરુષના હસ્તે “મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના! પ્રજ્ઞાબેધમાંય કૃતજ્ઞ હિયે તે ગાય છે : “જ્ઞાની ગુરુશ્રી રાજપ્રભુજી શર–પૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળીફૅપ બધ-જળ-ભારે નમ્યા; સંસારસાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખેલતા, ને મંત્ર જળબિંદુ ગ્રહી રચતા જીવન-મુક્તા-લતા.” -પુષ્પ ૨૫ પ્રભુશ્રીએ તેમને “તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત કેટલાંક વચને લખી આપેલાં. તેમાંથી “સ્વચ્છેદ ટાળી અપ્રમત્ત થા, જાગ્રત થા. પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજ' ઇત્યાદિ અને આત્મસિદ્ધિનાં “પ્રત્યક્ષ સદૂગુરુયોગથી સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી પ્રાયે બમણો થાય એ વચને ખ્યાલમાં એટલે પ્રભુશ્રી વિના બીજે કક્યાંય ગમતું નહીં. વ્યવહારકાર્યમાંથી બચત સમય ભક્તિમાં જ ગાળતા. એવી ભક્તિની લય લાગેલી. સોસાયટીના મિત્રોમાં તે એ ગોરધનભાઈ ભગતને નામે. જ ઓળખાતા. રજા કે અવકાશ મળતાં આશ્રમમાં આવી જતા. ‘તત્ત્વજ્ઞાન'માં એ પિતાનો નિશ્ચય નોંધે છે - Page #17 -------------------------------------------------------------------------- ________________ | [૧૪] ૧. પ્રભુશ્રીના દર્શનની-સેવાની સદેવ ઈચ્છા. ૨. ગુરુદેવની આજ્ઞાનું સ્મરણું........ (સહજામસ્વરૂપની પ્રાપ્તિ-સ્વછંદ ને પ્રતિબંધ તજી, શ્રીમદ્ રાજચંદ્રનું વાચન. પ્રભુશ્રીના લેખનું મનન. ...) ૫. અહંભાવ ટાળવા બનતા પ્રયત્ન કરું. ક્યારેક તો વિરહાગ્નિથી રહ્યું ન જાય ત્યારે પ્રભુશ્રી અમદાવાદ જેવા સ્થળે હોય તો ત્યાં ભાડાના પૈસાની પૂરી ગણતરી વિના દોડી જતા. અમદાવાદથી બેએક વખત તો આણંદ ચાલતા આવેલા. “ટાળી સ્વછંદ ને પ્રતિબંધ એ વચને રામબાણ જેવાં હૈયે વાગેલાં, તેથી પ્રભુચરણે સેવામાં બેસી જવાની જ તાલાવેલી ! એક વખતે તે ઘેર પાછા નહીં આવવાની ભાવનાથી આવવાનું ભાડું પણ લીધા વિના એ તે પહોંચ્યા અમદાવાદ પ્રભુશ્રી પાસે. પ્રભુશ્રીજી સૅનેટોરિયમની લાંબી પરસાળમાં પાટ પર બિરાજેલા. પ્રભુશ્રીને વંદન કરી ઊભા ત્યાં પ્રભુશ્રીએ પ્રસાદ અપાવ્યું. સામે છેડે બેસી પ્રસાદ લેતા હતા. ત્યાં પ્રભુશ્રીની લાકડી ખખડી કે તે તરફ ધ્યાન આપ્યું. પ્રભુશ્રીએ પગે મોજાં પહેર્યો. પછી પાદુકા પહેરવા પ્રયત્ન કરી છોડી દીધી. શ્રી બ્રહ્મચારીજી સમજી ગયા કે પાદુકાની જેમ પાદસેવા કરવામાં વચ્ચે મોજાં જે Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫]. પ્રતિબંધ છે. પ્રસાદ આરોગી પ્રભુશ્રીની પાસે આવ્યા ત્યાં પ્રભુશ્રીએ કહ્યું: “પ્રભુ ! પધારો!!* પિતાને સેવામાં રાખવાની જરા પણ વિનંતિ કર્યા વિના તે સરલચિત્ત આજ્ઞાંકિત પુરુષે વંદન કરી વિદાય લીધી. “ગાળ ધોની શિક્ષા ફૂલની જેમ મસ્તકે ચઢાવી. વિના વિલંબે સીધા જ અમદાવાદથી ચાલીને મળસકે આણંદમાં ઘેર પાછા આવ્યા. તે અરસામાં એમના ચિરંજીવી જશભાઈનાં (બબુનાં) બા જશભાઈને અઢી વર્ષના મૂકીને જ સ્વર્ગસ્થ થયેલાં. એટલે સંસ્કારઝીલનના અગત્યના કાળમાં તેના ઉછેરનું કામ કોઈને સેંપવું યોગ્ય નહીં લાગવાથી પિતે પિતાના સસરા સાથે આણંદમાં રહેતા. પ્રભુશ્રી ક્યારેક કહેતા કે બહુ ઉતાવળને માગ નથી એટલે અને પ્રભુશ્રીએ આચરવાના ગુણમાં પણ પ્રથમ “દયા લખી આપેલું એટલે “બબુ પ્રત્યેની ફરજ સમજી રહ્યું જતું; કંઈક ધીરજ રહેતી. સગાં-સ્વજને તરફથી ફરી પરણાવવાની સહજ તૈયારી થયેલી છતાં પ્રભુશ્રીની સેવામાં તે પ્રતિબંધરૂપ જણાતાં ન પરણવાને વિચાર મક્કમ રાખ્યો. એક બાજુ પોતાને ફરજનું તીવ્ર ભાન તે બીજી બાજુ ત્યાગ–વૈરાગ્યની વૃત્તિ પણ પ્રબળ. તેને તેમના મોટા ભાઈને લખેલ પત્રનાં થોડાં અવતરણોથી ખ્યાલ આવશે :– Page #19 -------------------------------------------------------------------------- ________________ - “આ બબુના જન્મ પહેલાં તેને મોટો ભાઈ વિઠ્ઠલ હતો તે વખતે મને ઉપરની (આત્મકલ્યાણની) ભાવના એ સંસાર છોડીને નાસી જવા જે પ્રયત્ન કરવા એકબે વખત પ્રેરેલો, એક વખત તે રાત્રે ત્રણ વાગે બાંધણીથી લેટ લઈને નીકળી પડેલો. તે એવા વિચારથી કે ચાલતાં ચાલતાં કઈ જંગલ આવે તો તેમાં સંતાઈ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું. પણ બે કલાક સીમમાં આડાઅવળી ફરતાં ફરતાં સવાર થવા આવ્યું ત્યારે લાગ્યું કે હજી તે હું બાંધણીની પાસે જ છું ને કોઈને (મને) પકડી પાડવો સહેલું થઈ પડે તેમ છે તેથી... મનની વૃત્તિઓ દબાવીને ઘેર પાછો આવતો રહ્યો. આવી ત્યાગવૃત્તિ તો ઘણી વાર ઊછળી આવતી. પણ સંસાર ભેગવવાનું કર્મ પણ તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ ખપાવતો. એ મોટો દીકરો ત્રણ જ વર્ષ જીવ્યો, પણ તમે એક છોકરો ઉછેરી ત્રીસ વર્ષ માટે કરો ત્યાં સુધી જે ચિંતા કરો તેટલી ચિંતાઓ તેણે મને કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી ગોઠવણ કરવી, મારે કેટલી તૈયારી કરવી, વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું. અને દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મોહ રાખેલો, તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલું ય સમજાયેલું નહીં—એ જ દીવા તળે અંધારું-અને Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૭] આપણાં સંસારીનાં બધાં કામેામાં આ જ ધબડકા હોય છે; વાતા ડાહી ડાહી કરીએ પણ મન જ ચાખ્યું નહીં. તેને વારસામાં શું આપી જવું તેના વિચાર પણ મે કરી મૂકયો હતા; અને ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલુ ઉત્તમ છે તેના જેટલા ઉત્તમ વારસા કોઈ પણ પિતા પુત્રને આપી ન શકે એ મારા મનમાં સ્વાભાવિક રીતે કાઈ પૂર્વ કર્મોના બળે સ્ફુરેલું જાગ્રત રહેલું. તેથી પૈસાદાર તેને જોવાનાં સ્વમો મે કરેલાં નહીં; કારણ કે મેં જેને સારુ માનેલું તેવુ ઉત્તમ જીવન જ વારસામાં તેને મળે એવી મારી ઇચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવા પુત્ર થાય એવી મેં ઇચ્છા રાખેલી અને તે પ્રમાણે મારે આપણા પિતાએ અધૂરુ' મૂકેલું કામ પૂરું કરવું એમ પણ મનમાં હતુ અને હજી છે..." આમ પરમા` જ જીવનના કર્તાવ્યરૂપ લાગેલ એટલે જશભાઈ ૫-૬ વર્ષની ઉમ્મરના થતાં (બ્રહ્મચારીજી) અઠવાડિયે આશ્રમમાં આવતા એને બદલે પાસ લઈ દરરોજ રાત્રે આશ્રમમાં આવી સવારે આણુંદ જવાનું રાખ્યું. રાત્રે મોડા સુધી વાચનલેખન અને પરોઢિયે વહેલા ત્રણ વાગે ઊઠી પ્રભુશ્રી આગળ વાચનમાં રહેવાનું એટલે ઊધ ન પજવે અને પ્રમાદ ન થાય તે માટે સાંજના ખારાક પણ નજેવા રાખતા. પ્રભુશ્રીએ તે વિષે એક Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] દિવસ જણાવેલું “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આવે છે, વાંચન કરે છે તેમાંય પહેલાંના કરતાં કેટલો ફિર છે?.....બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.' I એક મુમુક્ષુને એ વાતની ખૂબ અસર થઈ ગઈ એટલે બીજે દિવસે પ્રભુશ્રીને પૂછયું :–“જી પ્રભુ, કઈ જીવને મૂકવું હોય પણ મુકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું, તેનું કેમ?” પ્રભુશ્રી :–“કંઈક એ જ રહ્યું છે. મૂકવાનું એવું કયાં દેખાય એવું છે કે નખ વધેલ હોય તો તેને કાપી નાખીએ તેમ દૂર થાય ? પણ જે જ્ઞાનીની દષ્ટિએ સાચું નથી તેને સાચું માનવું નહીં. પછી ભલેને બધું પડ્યું રહ્યું. એ તો એને કાળ આવ્યું જશે....મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે.” ' પણ આમ દરરાજને અવરજવર એ તે દૂધમાં ને દહીંમાં પગ રાખવા જેવું લાગતું, એટલેથી પોતાને સંતોષ ન વળે. એમને તે “મૂળમાગનાં “ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ’ એ વચને “ક્યારે છૂટું ક્યારે છૂટુંના ભણુકારા જગવતાં હતાં. એટલે પ્રતિબંધરહિત થવાની અદમ્ય ઇચ્છા દર્શાવતો એક પચ્ચીસેક પાનને પત્ર પોતાના મોટા ભાઈને લખેલો. તેનાં નીચેનાં અવતરણેથી ભાગેડુ Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૯] વૃત્તિની નહીં પણ તેમની સર્વભદ્ર–સ્વ-પરહિતની વિશાળ ભાવના, ઊંડી સમજ અને હૃદયની સચ્ચાઈની પ્રતીતિ થાય છે:– ટૂંકામાં કહું તો આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાને અનુભવ લઈને, ઘણા લેખકોએ પિતાને અનુભવ પુસ્તકમાં લખેલે છે તે સમજીને, જીવતાજાગતા પુરુષોની દશા મારા ગજા પ્રમાણે સમજીને મને જે કંઈ સમજાયું તે ટૂંકામાં આ પત્રમાં મારા જાત-અનુભવના કંઈ સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું. અને તે દ્વારા તમારું ચિત્ત–આત્મા સાચો વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેને વિચાર કરી, તેમાં સંમતિ સહાય આપે એટલો જ હેતુ આ પત્ર લખવાને છે. હું....પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે.... જેવા અનુકૂળ સંજોગો (નિઃસ્પૃહી અને આત્માના અનુભવી સદૂગુરુની સેવા અને સમાગમ) અગાસમાં છે તેવા અનુકૂળ સંજોગોમાં રહેવાથી મને બબુ કે કુટુંબ સાભરી શકે નહીં, કે એક વાર તેને ત્યાગ કર્યા પછી Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તેની કઈ કાળે મને ફિકર કે ઈચ્છા થાય નહીં. મારી જાત ઉપર ગમે તેટલાં સંકટ પડે તે પણ મને સાંસારિક સગવડે કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એ પણ લાગે છે. અને બધા કરતાં મુકેલ વાત હાલ જે સાંસારિક સુખ છે તે કરતાં વિશેષ બાહ્ય સુખમાં ઘેરાઈ જવાને કદી ઉદય આવે તો પણ ગુરુકૃપાથી અને તેમને શરણે રહેવાથી તથા તેમના હાથે હજી તાલીમ લેવાશે તેથી નહીં ચળી જવાય એવી અત્યારે ખાતરી લાગે છે.... - કટંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલાં વર્ષો પરમ કૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું. સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તે માટે કંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી. પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાય દીર્ધદષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલો હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઈ, ચોખે થઈ તેમને (પ્રભુશ્રીને) વાત કરવા વિચાર રાખું છું.....ભલે મને કાશી જઈ શાસ્ત્ર–અભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂજે વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તે પણ મને પૂરેપૂરો સંતોષ થવાને, કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે........... Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૧] મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યા પછી, થવાની તે પહેલાં થવાની હોય તે થઈ જાય અને પછી બચ્ચાં તેટલાં વર્ષ મારા આત્માની કહે, આશ્રમની કહે, કે જગતની કહે, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણુગાર થવા ઇચ્છું છું...............સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ સરખી પણ મારી ઇચ્છામાં નથી. પણ સર્વને સેવક અને આત્માથી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે, તેવા થવું છે. નથી હું સોસાયટીના કામથી કંટાળ્યા કે નથી સોસાયટીવાળાઓએ મને કાઢી મૂકવાને વિચાર કર્યો કે જેથી મારે બીજુ કોઈ સ્થળ શોધવું પડે. જો તેમ હોય તો આજે બસો-પાંચસે રૂપિયા મહિને મળે તેવી નોકરી હું શોધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધા ગુલામ કે નોકર બનાવનારાં કારખાનાં હોવાથી, માત્ર સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને યથાશક્તિ સ્વતંત્ર થવા ઇચ્છતા હોય તેવા અન્ય જનને આંગળી બતાવી, માર્ગ દેખે હોય અને તેના કલ્યાણને જણાય તે દેખાડે એટલું જ કામ બની શકે તો આટલા ટૂંકા જીવનમાં ઓછું નથી એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં ગોચલા ગણવા અને તેના તે વિચારોમાં ગૂંચાયા કરવું Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૨] તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવુ તે સાક્ષાત્ મરણ દેખાય છે. જેને માટે જીવવું છે તે જે ન બને તેા હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવુ છે.'' બીજી બાજુ પ્રભુશ્રીને પણ વિનતિપત્રોમાં લખે છેઃ - “ગમે તે ક્ષણે જે આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તેા કાઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હોય તેમ તેને છેડી આપની સેવામાં હાજર થવાના ઘણા વખતના મારો નિશ્ચય છે.......કાઈ કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડોસા તથા મગનભાઈ સ્ટેશનમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જ જાળ છેોડી સત્પુરુષને આશરે આવવાનુ` કહેા છે તેમ મને પણ કહેશેા જ એવી આશા રાખીને હું પણ બેઠા છું. અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિનાવિલખે આપની સેવામાં હાજર થઈ જવું એવા નિશ્ચય કરી રાખ્યા છે; કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કાઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી એવું હું ભણ્યા છુ.. આજ્ઞા ગુરુનાં વિચારળીયા’ ગુરુની આજ્ઞા મળતાં તે યાગ્ય છે કે કેમ તેને વિચાર જ ન આવવા જોઈ એ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે.” પવિત્ર સેવાને કે તે ન બને તેા પરમ સત્સંગના કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાના પ્રસંગ મેળવી પ્રયત્ન Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૩] કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય.” “અલ્પ આયુષ્યમાં કલ્પના મનુષ્યને? આજ કીધું વળી કાલ કરવું; શ્વાસને નાથ વિશ્વાસ નહિ નિમિષને, આશ અધૂરી અને એમ મરવું. હે પ્રભુ, મુજને ભક્તિ દેજે સદા, દીન જાણુને સંભાળ લેજે.” આવી સર્વસ્વાર્પણની તત્પરતા છતાં મનમાં એક સંકોચ રહેતો કે કામ વિના આશ્રમમાં રહી જારૂપ થવું તેના કરતાં બહાર નોકરી કરી પૈસા મોકલવા, એટલે પ્રભુશ્રીએ જણાવેલું કે અહીં તો કામના ઢગલા છે. પછી તો તેમનાથી રહ્યું જ ન ગયું. પ્રભુશ્રીની આજ્ઞા મેળવી, ઘેરથી મોટા ભાઈની રજા મેળવી, ચ. એ. સેસાયટીમાં રાજીનામું આપી (જૂન ૧૯૨૫) પ્રભુશ્રીની સેવામાં જોડાયા. અને “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષા સંબંધી સર્વ પ્રકારના સાધનનાં જયને અર્થે બ્રહ્મચર્ય અદૂભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે.” એટલે બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરી. પછી તે પ્રભુશ્રી એમને માટે “બ્રહ્મચારી સંજ્ઞા જ વાપરતા; એટલે એ સામાન્ય નામ પણ વિશિષ્ટતા પામ્યું, ગોવર્ધનદાસજી સર્વત્ર “બ્રહ્મચારીજીના નામથી જ ઓળખાતા. તા. ૧૧-૧-ર૬ની રાત્રે દસ વાગ્યે પ્રભુશ્રી પાસે પોતે વાચન કરી રહ્યા કે મોહનલાલજી મુનિ ભક્તિમાંથી Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રભુશ્રી પાસે આવ્યા એટલે પ્રભુશ્રીએ કહ્યું : “અમારી તે હવે કૃપાળુદેવે જણાવ્યું છે તેમ તેના ઉપર જેને દષ્ટિ હોય તેમણે સંભાળ રાખવી. “એમને–મુનિને સાચવી લેજે, સંભાળ રાખજે.' એમ જણાવ્યું છે તેમ કરવું ઘટે. જેમ નાના બાળકની, લધુની તેમ આ લઘુરાજની સંભાળ રાખવી ઘટે કે છોકરા જેમ ડોસાની અવસ્થા થતાં સંભાળ લે તેમ કરવું જોઈએ. હવે કંઈ બોલાય છે? નહીં તો દેડ પણ કરીએ. પણ પહેલાંની તે અમારી તે ભાવના જ એવી છે કે કંઈક સાંભળીએ; કોઈ સંભળાવે, સાંભળ સાંભળ કરીએ એવું રહેતું અને હજીય રહે છે. કાળ તે જાય છે ને ? બીજુ હવે શું કરવું છે. આવા પ્રભુશ્રીના ઉદ્દગારો સાંભળીને અંતરથી રોવાઈ ગયું. પ્રભુશ્રીની સેવામાં જોડાયા પછી તો રાતદિવસ જોયા વિના સંત-સેવાનું કામ કર્યું જ રાખ્યું. રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી વાચન, બાર-બે વાગ્યા સુધી ડાયરી, ઉતારા, પુસ્તકોની સંકલના, ભાષાંતર, પત્રલેખન ઈત્યાદિ કાર્યો અને પરોઢિયે ઊઠીને ત્રણ વાગે તો પ્રભુશ્રી સમીપ ગેમદસાર આદિનું વાચન, પછી ભક્તિ અને આખો દિવસ પ્રભશ્રીની સેવા. આમ ઊંધ-આરામ માટે સમય ન જે જ મળતો. મજબૂત શરીર, ઉત્તમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, મનની સ્વસ્થતા, ઉપયોગની તીક્ષ્ણતા Page #28 -------------------------------------------------------------------------- ________________ અને સંયમમય નિયમિત જીવન તથા “નિશદિન નિનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે એ મુદ્રાલેખથી જાગેલો અપૂર્વ ઉલ્લાસ એટલે આવો અવિરત શ્રમ પણ ચિત્તપ્રસન્નતામાં પરિણમતો. પ્રભુશ્રીની છત્રછાયામાં રાતદિવસ ચાલતાં સ્વાધ્યાયભક્તિમાં કેટલાંય શાસ્ત્રોનું વાચન, મનન, નિદિધ્યાસન, ચર્ચા થતાં તેના અવગાહનમાં મહિનાના મહિનાઓ વીત્યે જતા. પિતે બધું શ્રવણ-મનન કરી પચાવ્યે જ જતા, ક્યારે ય તે જ્ઞાનને વિખરીની વાટે વહેવા દીધું જ નહીં—વિક્રમની ત્રણ પુતળીઓમાંની એકની જેમ કાનેથી સાંભળી કઠામાં શમાવી દેતા; મુખેથી નીકળે જ શાનું? પત્ર-લેખનાદિ કરવાં પડે તે પણ માત્ર પ્રભુશ્રીની આજ્ઞાથી જ. હું કંઈ જ નથી' એવા ભાવથી આત્મવિલોપન કરી દીધું. આખું જીવન પલટાવી દીધું. અંગ્રેજીના ઉપર સુંદર કાબૂ હતો છતાં તે પણ ભુલાઈ ગયા જેવું થઈ ગયું. “ગમે તે ક્રિયા, - જપ, તપ કે શાસ્ત્રવાચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું. એ જાણે ચરિતાર્થ કરી બતાવ્યું. પ્રભુશ્રી કયારેક કહેતા કે એ તે કુંદન જેવો છે; વાળ્યો વળે જેમ હમ તેવો સરલ છે, જેવો ઘાટ ઘડ હોય તે ઘડાય. એવામાં પ્રભુશ્રીએ સં. ૧૯૮રમાં પરમ કૃપા કરી Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૬] એમને ‘સમાધિશતક’ સ્વાધ્યાયાર્થે આપ્યું. છ છ વર્ષના સ્વાધ્યાયથી એ ‘સમાધિશતક' તેમણે એવું તેા પચાવ્યું કે પ્રભુશ્રીએ પ્રસન્ન થઈ એવી એક અપૂર્વ વસ્તુ આપી કે જે વસ્તુની માગણી મોટા અગ્રણી ગણાતા મુમુક્ષુઓ ચ કયારેક અધીરજથી ખૂબ આજીજીપૂર્વક કરતા. પણ પ્રભુશ્રી તેા લાગ ોઈ માર્મિક શબ્દોમાં જણાવતા કે “બેટા થઈ ને ખવાય, બાપ થઈ ને ન ખવાય.” “યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીએ તેા રસ્તે જનારને યેાગ્યતા હાય તેા મેાલાવીને આપે એવા કરુણાળુ હાય છે.” ઉપમિતિ ભવપ્રપ`ચમાં કેટલી વાત આવે છે! તેમાં ભારે કરી છે. એક સત્પુરુષ ઉપર દૃષ્ટિ રાખવાની જ લાતા આવે છે. એ જ હું તેા ોયા કરું છું કે આ શું લખી ગયા છે! પણ યાગ્યતા વગર કેમ સમજાય ?” આમ ચેાગ્યતા વિના ભલભલાને ય ન મળે તેવી અપૂર્વ વસ્તુ તે *ગુરુગમ’ પ્રભુશ્રીએ શ્રી બ્રહ્મચારીજીને સ. ૧૯૮૮ના જેઠ સુદ નવમીને દિને દઈને જ્ઞાનાંજનથી ખેાલેલાં નયનની પ્રજ્ઞાને પ્રેાવલ કરી, પ્રાવીણ્ય બઢ્યું. પ્રસંગોપાત્ત શ્રી બ્રહ્મચારીજીના સંબંધી પ્રભુશ્રીએ જણાવેલું કે અને સમ્યગ્દર્શન છે તે જ તેને છાપ છે, છાપની જરૂર નથી. તે સમ્યગ્દર્શન ગુરુગમથી સમશિતા બની રહ્યું. ઘણી વાર પાતાની હયાતીમાં પણ પ્રભુશ્રી મુમુક્ષુ . * પૂ. શ્રી બ્રહ્મચારીજીની નાંધના આધારે. Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨૭] એને નિત્યનિયમ, વ્રત, મંત્રાદિ આપવાનું કામ શ્રી બ્રહ્મચારીજીને ફરમાવતા. સં. ૧૯૯૨ના મહા સુદ પુર્ણિમાથી તે પ્રભુશ્રીની તબિયત ખૂબ નરમ થઈ ગઈ પોતાની જીવનલીલા સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ના ચિત્ર વદ પાંચમના પવિત્ર દિને, પરમકૃપાળુદેવે ઉદ્ધારેલા સત્ય ધર્મને પોતે પ્રવર્તાવેલો તેની સોંપણી શ્રી બ્રહ્મચારીજીને ટ્રસ્ટીઓની હાજરીમાં કરે છે : આ બધું આશ્રમ ખાતું છે; શેઠ, ચુનીભાઈ, મણિભાઈ. દાળ વાંહે કૈકળી. કહેવાય નહીં; સેંપણી જાણવી. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણુ કાળે, જો કે શરીર છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી; પણ મુખ્ય બ્રહ્મચારી સંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું, પ્રદક્ષિણ દઈને સ્મરણુ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ અને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.” આ મંગલમય પ્રસંગ સૌ આશ્રમવાસીજનેને પરમ બંધવરૂપ, પરમ આનંદોલ્લાસરૂપ બની રહ્યો. સં. ૧૯૮૦માં જ્યારે પ્રભુશ્રી આશ્રમમાંથી પૂના વિહાર કરી ગયા ત્યારે પ્રભુશ્રીના દર્શન અર્થે કેટલાંક મુમુક્ષુજને આણંદ ગયેલાં તેમણે નિરાશાથી સાથુ નયને ઉદ્દગાર કાઢેલા : “પ્રભુ, અમારો હવે કોણ આધાર?” પ્રભુશ્રીએ આશ્ચા Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૮]. સન આપતાં કહેલું કે અમારી સેવામાં જેની આણે . જમનાજી માગ દે એવો એક કૃષ્ણ જેવો બાલબ્રહ્મચારી આવશે. તેને આશ્રમમાં મૂકતા જઈશું. અન્ય પ્રસંગે પણ શ્રી માણેકચંદજી શેઠ, શ્રી જીજીકાકા, શ્રી કલ્યાણજીકાકા વગેરેએ આશ્રમના અધાર ભાવિ માટે ચિંતા વ્યક્ત કરતાં, પ્રભુશ્રીએ જણાવેલું કે એક બ્રહ્મચારી પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે. તે વચને સૌ મુમુક્ષુને આજે પ્રત્યક્ષ થતાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી ગયો. બીજે દિવસે પ્રભુશ્રી ધર્મ અને આજ્ઞા સંબંધી સમજાવે છે : “આત્મા ધર્મ–આજ્ઞાએ ધર્મ કૃપાળુદેવની આજ્ઞા... આજ્ઞા કૃપાળુદેવની જે છે તે. શાળાધમો, આપ તવો. પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે.... સૌ સંપે મળીને રહેજો.” - પ્રભુશ્રીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ ઍપણી સંબંધી જણાવ્યું તે પ્રસંગે “પ્રભુશ્રીની વીતરાગતા, અસંગતા તેમની મુખમુદ્રા આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી, પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે. “મંત્ર આપ, વીસ દેહરા, યમનિયમ, Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૯] ક્ષમાપનાના પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને *ધ સાંપું છું.' ' (શ્રી બ્રહ્મચારીજીની ડાયરી) પછી તા પ્રભુશ્રી સમાધિ-આરાધનામાં લીન બન્યા. તત્સંબંધી શ્રી બ્રહ્મચારીજી જણાવતા : “પ્રભુશ્રીની દશા આખર વખતે અવધૂત જેવી હતી. રાગ-દ્વેષ જેવું કઈ મળે નહીં. કપડું પણ શરીર ઉપર રાખતા નહીં. તેટલા માટે બારણાં બંધ રાખવાં પડતાં. જ્યારે દશન કરાવવાં હોય ત્યારે જ ઉપર કપડું નાખવામાં આવતું; બાકી દિગંબર અવસ્થામાં જ રહેતા.” સ. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમની રાત્રે માટા મુનિઓને દુભ એવી નિશ્ચલ અસગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને’ તે મહાપ્રભુ સમાધિ વર્યા. * ધર્મ', ધમ શ્રવણ, ધમ ખેાધ અને ધમ' પમાડવા સંબંધી આજે ગમે તે પ્રકારની ગોટાળાભરી વિચારણા વહેતી મુકાય છે ત્યારે પ્રભુશ્રીએ અને શ્રીમદે તે વાતની ગંભીરતા ઉપર મૂકેલા ભાર નીચેનાં સ્પષ્ટ વચનેાથી લક્ષમાં આવશે :“મુમુક્ષુઓએ તે સત્પુરુષના ગુણગ્રામ કરવા; પણ ધમ' તે સત્પુરુષ પાસેથી જ સાંભળવા. કઈ ડહાપણ કરવા ગયેા તે ઝેર ખાધા જેવું છે.” —પૃષ્ઠ ૨૬૩, ઉપદેશામૃત “આત્મપરિણામની સહજસ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીથ કર “ધમ' કહે છે.” —પત્રાંક ૫૬૮, ‘શ્રીમદ્ રાજચંદ્ર’ “જીવે ધમ પેાતાની ૫ના વડે અથવા લ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધમ' શ્રવણુ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—પત્રાંક ૪૦૪, ‘શ્રીમદ્ રાજચંદ્ર' Page #33 -------------------------------------------------------------------------- ________________ | [૩૦] હવે શ્રી બ્રહ્મચારીજીની પરિસ્થિતિ વિકટ થઈ પડી. એક બાજુ સમસ્ત સંધની જવાબદારી ઉઠાવવાની તે બીજી બાજુ પ્રભુશ્રીને વિરહ. વિરહાગ્નિ શાંત પાડવા પ્રભુશ્રીના સ્મરણમાં જ લીન રહેવા તેમનું જીવનચરિત્ર લખવા માંડયું અને પ્રભુશ્રી જે તીર્થસ્થળોએ ફરેલા તેની યાત્રા કરી. પણ તેમ તો ગાઢ સંસ્મરણોથી વિરહાગ્નિ અધિક તેજ થતો ગયે. આખરે તેનું ફળ શ્રીમદ્ રાજચંદ્ર લખે છે તેમ સુખદ આવ્યું: “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.' યાત્રાની અંતિમ રાત્રિએ સં. ૧૯૯૩ના જયેષ્ઠ વદ છઠને દિને તેમને અપૂર્વ બ્રહ્મ–અનુભવ થયે તેને ઘર્મરાત્રિ નામના કાવ્યમાં પોતે ગાય છે : ધર્મરાત્રિ * યાત્રાની અંતિમ રાત્રીએ જાગ્રતિભાવ જણાયે રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમા રે. *ધર્મધ્યાન જે શ્રેયરૂપ છે શ્રેષ્ઠ જયેષ્ઠમાં સાધ્યું રે, છઠ્ઠી રાત્રી કૃષ્ણપક્ષની બ્રહ્મચર્યબળ વાળું રે. ગૌરૌપૂજામાં કરે જાગરણ કુમારિકા વ્રતધારી રે, લૌકિક રૂઢ રિવાજ ભૂલી આત્માર્થે નીંદ નિવારી રે. * પૂજ્યપાદ શ્રી બ્રહ્મચારીજીની ડાયરી. ૪ જુએ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૨, પૃષ્ઠ ૧૮૮. Page #34 -------------------------------------------------------------------------- ________________ [૩૧] ધ ત્રિ ચારાની અંતિમ રાત્રિએ જાત ભાવ જામ્યો છે, માંગલિક શુભ 16 મે 24 ધાર, ગમાયા ૨. 1 ક્રમ દયાળ જે શ્રેય રૂપ છે, શ્રેષ્ઠ મેન્ડમાં સારી છઠ્ઠી રાજ કપની બ્રાયલળ વ . . વી પ્રબજારલા કુરિક કલહરીર લૌss 3% વાજ ભૂલી આત્મા નિદ નિવાર) મૃતિ માત્મસિદ્ધિની ધારી સ યો સદા ઉપ શરીર જે માં જે જે યોગ્ય જણાવે તે આતમ-હિતકરીર. ૪ રજા રેતીમાં રાસ ૧in newાવ પામ્યાં ૨ પીજનનો) જુગ જુદો ) Riાર--મરણ વિરામાં. - માતાજી નામ ઘણું છે નવરાત્રિનું શારે? દયાના ફળ જવા નવજીવન જીવે ઝાળી ૨ ૬ શા ન રાત્રિ આત્મ ડ્રિડમાં મજા જન ગાળે છે તો કળિsળ વડે નહિ તન ( નો સંપૂરવ ભાળ ૨ 9 જેઠ વદ ૮ ગુરૂવાર ૧૬ષે ૧39 શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષર Page #35 -------------------------------------------------------------------------- ________________ ' [૩ર) સ્મૃતિ આત્મસિદ્ધિની ધારી સદ્ગુરુ સદા ઉપકારી રે, જ્યાં જ્યાં જે જે એગ્ય જણ તે આતમહિતકારી રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તે કળિકાળ નડે નહિ તેને બ્રહ્મ અપૂરવ ભાળે છે. થોડા સમય બાદ જાણે એ અનુભવજ્ઞાનની દઢતાનું ઘાતક ન હોય તેવું “સ્વ-પર-વિચાર–પ્રેરક “વિવેકબાવની નામનું કાવ્ય “મોક્ષમાર્ગ પ્રકાશ” ઉપરથી લખ્યું. ત્યારબાદ “જ્ઞાનસાર અને “જ્ઞાનમંજરીને અનુવાદ કર્યો. પણ તેથી - કંઈ મન માન્યું નહીં. એક કાવ્યમાં એ લખે છે – નથી નાથ જગમાં સાર કંઈ, સાર સગુરુ-પ્યાર છે.” શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા વ્યાસજી સંબંધી લખે છે : “આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણકે હરિરસ અખંડપણે ગાયો નહોતો.' તેવી અલૌકિક ઘટના જાણે આ મહાપુરુષના જીવનમાં ન બની હોય તેમ તેમણે એ આનંદસંપન્નતા માટે જાણે પ્રજ્ઞાબેધ લખવો શરૂ કર્યો. એમાં એક શાંતરસમાં પરિણમેલો એ હરિરસ વિવિધ પ્રકારે ગાયો છે. તેમાં ય વળી પરમકૃપાળુદેવની અનેકાનેક દશાઓની આપણને એ ઝાંખી કરાવે છે, જેથી એક એવી રોમાંચક પ્રતીતિ થાય છે કે જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ [33] અને તેનું પરિણામ....જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હિર....આવશે.” ખરેખર ! પ્રજ્ઞાવભેાધના પુષ્પ પુષ્પ પરમકૃપાળુદેવ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. એ સમયની તેમની ચર્યા સબધી તેમની સેવામાં રહેનાર મુમુક્ષુએ જણાવેલું કે પ્રજ્ઞાવમાધ તા માટે ભાગે એ રાત્રે લખતા. મેાડા સુધી રાત્રે જાગતા. કચારેક થોડી વાર સૂઈ જાય, વળી ઊઠીને લખે. વળી પાછા તેના ને તેના વિચારમાં સૂઈ જાય, થોડી વારે પાછા ઊઠીને લખવા માંડે! આમ એક બાજુ એવી એક પ્રકારની ઘેલછા તા બીજી બાજુ એવા જ દઢ સંયમ—ત્રણ વર્ષ સુધી એના સર્જનનું કાર્ય ચાલ્યું, બીજા એકાદ વર્ષો સુધી તેનું ‘રિવિઝન’ ચાલ્યું અને આખાય ગ્રંથ પદ્યમાં, ભલભલા ડાલી ઊઠે એવી એમાં છંદોની વિવિધ હલક; પણ કયારેય કાઈ એ તેમને મુખે તેના એક સ્વર સરખા ય સાંભળ્યા નથી. વૈખરીએ ડાહીડમરી બની જઈ એ અધ્યાત્મયાગીને સનસમયની ધ્યાનાવસ્થામાં લીન જ રહેવા દીધેલા ! સ. ૧૯૯૬ના વૈશાખ વદ નવમીને ગુરુવારે નોંધે છે : આજ ઊગ્યા અનુપમ દિન મારા, તત્ત્વપ્રકાશ વિકાસે રે; સ્વરૂપ અભેદ્ય અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. આજ૦ સન્દૂરુ Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પછી તે એમનું આખું ય જીવન એક આનંદવર્ષણ બની રહ્યું. પરીખજીએ તેમને નિવાપાંજલિ અર્પતાં એ ધન્ય જીવનનું સુંદર સંસ્મરણ કર્યું હતું: “પરમ કૃપાળુ લધુરાજજીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી પરમાત્મપદના આનંદમાં અતિ ઉત્સાહપૂર્વક પિતે ઝીલ્યા. અને આપણું સર્વ મુમુક્ષુને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય?” આમ એમના એ આનંદી ગૌર વદનથી પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી થતી; ધર્મ પરમ આનંદરૂપ છે, પૂજન ચિત્તપ્રસન્નતારૂપ છે એ સહજ સમજાતું. એમના એ આનંદવર્ષણમાં એક જ્ઞાતા-દ્રષ્ટા-મંત્રદ્રષ્ટા કવિની દષ્ટિનું દર્શન થતું. ગમે તેવી ઊંચી કે સૂક્ષ્મ સિદ્ધાંતિક વિચારણામાં જ્યારે કેટલાક મુમુક્ષુઓ ડાહ્યા ઠાવકા ગંભીર બનીને નય–પ્રમાણનાં છોતરાં-છેલાં ઉખાડતા કે કાંતણુપીંજણ કરતા અથવા પુરુષની અગમ્ય દશા સંબંધી નાને માથે મેટી પાઘડી પહેરી ગંભીરતાથી ગુણઠાણું ઇત્યાદિનાં એક પછી એક કેકડાં ગૂંચવ્યે જતા ત્યારે એ તો એ સૈદ્ધાંતિક જ્ઞાન જેને તીવ્રપણે આત્મસાત થયેલું છે તેવા સપુરુષમાં વૃત્તિને તન્મય કરી પ્રસન્નચિત્ત રહેતા. ક્યારેક કોઈ કઈ કથા પ્રસંગે અધમવૃત્તિના જીવોનું ચરિત્રવર્ણન આવતું ત્યારે ય તે તો બાલધૂલિ Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૫] ઘરલીલા સરખી ભવચેષ્ટાને સુજ્ઞ વડીલની અદાથી હસી કાઢતા. એમના સ્વભાવમાં એવી તે નિર્દોષતા હતી કે એમના અંતરમાંથી અખંડ એવું વિશ્વબંધુત્વ ઊભરાતું અને હરકઈને તેમનામાં એક પ્રકારની આત્મીયતા. અનુભવાતી; એમના રોમેરોમમાં એવી એક આત્મીય સચ્ચાઈ હતી કે એમને કેઈનાથી ભેદભાવ અનુભવાતો નહીં. સાગરના જેવી ગંભીરતા અને બાલકના જેવું નિરભિમાનીપણું બન્નેનું એમનામાં એક સાથે દર્શન થતું. વિશાળ શાસ્ત્રજ્ઞાન, માનવસ્વભાવનું ઊંડું સૂક્ષ્મ જ્ઞાન અને ચેતનાની અધમાધમ સ્થિતિથી માંડી સર્વોત્કૃષ્ટ ભૂમિકા સુધીની ઊંડી અલૌકિક સમજ હોવા છતાં સદાય સમાયેલા રહેતા. બધું જાણે પરમકૃપાળુદેવના યોગબળના પ્રતાપે જ છે એમ માનતા. કયારે ય જ્ઞાન કે મહત્તા બતાવવાનો પ્રયત્ન સરખો કર્યો નથી; ઊલટું સરળતાથી નિખાલસતાથી વાત કરતા. એમને એ સ્વભાવ અક્ષય ભગતની એક ઉક્તિનું ભાન કરાવે છે : જ્ઞાની ગુરુ ન થાયે કેને; સેજ સ્વભાવે વાત જ કરે, અખા, ગુરુપણું મનમાં નવ ધરે.” છતાં તેમના સાનિધ્યમાં સૌની સત્ત્વશીલતા. સાત્ત્વિકતા ખીલી ઊઠતી. પોતે ગમે તેવા દુષ્ટ પ્રત્યે પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૬] અજોડ કરુણાથી મિત્રીભાવ દાખવતા. ક્યારેક કૃપાળુદેવના વચનની યાદ કરાવતા કે કેઈથી ભિન્નભાવ અનુભવાતો નથી. અને એથી એમનામાં પરમ વિશ્વસનીયતા પ્રગટેલી કે બાળકની જેમ તેમની આગળ હૃદય ઠાલવી શકાતું. તો બીજી બાજુ વજાથી પણ અધિક કઠોર હૃદયને અણુસારો મળતો કે જેના સ્મરણ માત્રથી ગમે તેવા દેષ થવાના પ્રસંગથી બચી જવાતું. એમને ગમે તેવા રેઢિવાળને સુધારવા ક્યારે ય ગુસ્સે થવું પડયું નથી. એ સહેજ ગંભીર થાય એટલું જ બસ હતું. એ જ્યારે ગંભીર બની જતા ત્યારે પાછળ રહેલ છૂપા પ્રતાપની સખ્તાઈને ખ્યાલ આવતાં જ ધ્રુજી ઉઠાતું. છતાં ય એ ગંભીરતામાંથી જ એક પ્રકારની કરુણુ વરસતી, એવું હૃદયનું ઔદાર્યું હતું. તેમણે હજારો મુમુક્ષુઓને કૃપાળુદેવનું શરણ ગ્રહણ કરાવેલું. સેંકડે સજ્જનેને તેમને નિકટનો પરિચય મળેલો. દરેકનાં નામ, ઠામ અને કામધંધા, પ્રવૃત્તિ-નિવૃત્તિ તથા અંગત મુશ્કેલીઓથી તે પૂરા વાકેફ રહેતા. એટલી બધી તીવ્ર સ્મૃતિ અને આત્મીયતા છતાં એવી તે ઉદાસીનતા કે ઝીણવટથી જોનારને તેમની આંખ ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. એ આંખમાં ચમકાર હતે. શ્રીમદ્દ યથાર્થ લખે છે : “નિરંજનપદને બૂઝનારાં નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ Page #40 -------------------------------------------------------------------------- ________________ * [૭] ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે. એક વખત મને મારી ભાણી-ભત્રીજીઓએ પ્રશ્ન પૂછેલો કે બ્રહ્મચર્ય એટલે શું. ત્યારે મેં જણાવેલું કે બ્રહ્મચારીજી આવે ત્યારે તેમને જ પૂછજો. થોડાક સમય બાદ તે સુણાવ પધારેલા ત્યારે પેલા પ્રશ્નનો ઉત્તર મેળવવા અમે બધાં એમની પાસે ગયાં. સમાગમ કરી આવ્યા પછી અમે ઘેર આવ્યાં ત્યારે તેઓ અંદરોઅંદર વાત કરતાં હતાં કે “...એમની આંખ કેવી ! એવી તે કોઈની ઈજ નથી. હસે, બોલે, જુએ પણ જારી ને ન્યારી !' પછી મેં પૂછયું : “એમના હાવભાવ કેવા હતા? અમારા–પુરુષ– જેવા હતા ? તો કહે, “ના.” “ત્યારે શું તમારા જેવા હતા?” તો કહે : “ના. એવા કેઈના ય જેવા નહિ.” એટલે મેં કહ્યું : “એનું નામ બ્રહ્મચર્ય.” બ્રહ્મચર્યના અનુપમ લક્ષણસમી એમની પરમ અમીભીની દષ્ટિ પૂનદ્ સુધાત્રાધા દદષા મનીષામની સ્મૃતિ કરાવતી. એ પૂર્ણાનંદસૂચક પ્રસન્નતાભર્યા, શ્રાવણનાં સરવડાંસમાં તેમનાં હાસ્ય–વર્ષણ તો પ્રભુશ્રીની કૃપાકટાક્ષભરી યોગેશ્વરી લીલાને આભારી છે ! જૂનાગઢના જોગીશ્વર, ગિરનારના અવધૂત એવા પ્રભુશ્રી ગોપાંગનાઓ જેવી પ્રેમખુમારી સં. ૧૯૭૫–૭૬ની ભક્તિઓમાં થોડી વહાવી ગોપવી દીધી હતી, તે આષાઢી મેઘ જેવા ભક્તિવિનમ્ર સ્નેહઘટાછાયા હિંયાના મિલનટાણે Page #41 -------------------------------------------------------------------------- ________________ " [૩૮] પ્રગટતા વીજસમા કૃપાકટાક્ષથી પ્રગટી યોગેશ્વરના હાસ્યરૂપે ! - ઈસુની વીસમી સદીનું એકવીસમું વર્ષ વિદાય લઈ રહ્યું હતું. તેની જીવનસંધ્યા નવા વર્ષ માટે કંઈક અદૂભુત-રમ્ય ભેટ મૂકી જવા માગતી હતી. મંદ શાંત શનિશ્વર ચિરંતનતાનું તત્વ સંક્રાન્ત કરવા માગતા હતા. સાંજનો સમય છે. પ્રભુશ્રી આજે કોઈ અલૌકિક આનંદોલ્લાસના ભાવાવેશમાં છે. આજે પ્રભુશ્રી પ્રભુશ્રી નથી, પણ જાણે જૂનાગઢના જોગેશ્વર છે ! ચરોતરને વૃંદાવનમાં ફેરવ્યા બાદ આજે તેને નંદનવનમાં ફેરવવા પુનઃ જાણે અસલી પિત પ્રકાશી રહ્યા હોય તેવા આનંદાશમાં છે. શ્રી બ્રહ્મચારીજી તે ભક્તિભરપૂર હૈયે, ભક્તિભારે નમેલ નયણે વિદાય લઈ રહ્યા છે. પ્રભુશ્રી વિદાય આપવા સ્ટેશને સાથે સાથે જઈ રહ્યા છે. ગુજુ મૌન ચાલ્યાનમ્ આજે કટાક્ષગિરારૂપે સ્કુરે છે: “મુખ પર પ્રસન્નતા કે હાસ્ય કેમ નથી?” ભર્યા ભર્યા બંધના આગળ ખૂલે તેમ શ્રી બ્રહ્મચારીજીના હિંયાના બંધ છૂટી ગયા! ગાડીમાં બેઠા ને એમનાં નેહઢળ્યાં નેનાં સજલ બની ગયાં. ગાડીના એંજિને ધ્રુસકાં લીધાં. ત્યાં તો પ્રભુશ્રી ખિલખિલાટ અદૂભુત-રમ્ય કૃપાવરસતું હાસ્ય વેરી રહ્યા. આ તે લીલા હતી! ગાડી રૂમઝુમ કરતી વેગ પકડી ચાલી ગઈ. Page #42 -------------------------------------------------------------------------- ________________ [૩૯] વર્ષની છેલ્લી સંધ્યા પ્રભુશ્રીના એકલ પંથને સોનલ– ગુલાબી લીલામયતાથી નવાજતી આરતી ટાણે દેવદિવાળી પ્રગટાવી વિદાય થઈ ખરેખર! આ તે મહાપ્રભુની અકલિત લીલા હતી. પણુ કાવ્ય વિના તેની વેધકતા શી ? વિદાય લેતા વર્ષને ઉપાલંભ હતો નવા વર્ષને–ભેટ ધરે કાવ્ય, મહાપ્રભુની લીલાને અમર કરતું. નવા વર્ષે પડકાર ઝીલી લીધો. ઈ. સ. ૧૯૨૨ના વર્ષનું એ પ્રથમ પ્રભાત હતું. રવિકિરણે આજે નૂતન પ્રકાશ રેલાવી રહ્યાં હતાં. શ્રી રાજપ્રભુની અધ્યાત્મલીલાને પ્રગટ કરતું, એ કવિવરની ગિરાને ઝીલતું “વચનામૃત પ્રભુશ્રીએ શ્રી બ્રહ્મપારીજીને ભેટમાં આપ્યું. પણ ભેટમાં તે મહાપ્રભુને ઝીલતું અંતર બેઠું છે ને? લીલાની વેધકતા કાવ્યમાં કુરી પણ એ કાવ્યના, એ અંતરાલના પડઘા ઊઠે કેઈની હૃદયગુફામાંથી તે જ સાર્થકને? તે જ તેની વેધકતા ને? આ રહ્યા એ વિદ્ધ હૃદયના સરળતાથી રણકતા જીવંત પ્રતિધ્વનિ પૂશ્રી બ્રહ્મચારીજીની ડાયરીમાં – શ્રી સદૂગુરુદેવની પૂર્ણ કૃપા છે. શનિવારે આપેલો, ને રવિવારે મળેલા ભેટના પુસ્તકમાંથી આજે સેમવાર તા. ૨–૧–રરને રોજ નીચેને ઉત્તમ સંદેશ સમજાયો. સ્વામીશ્રી કહે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ [૪૦] હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તેા ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ—સ્પર્શદ ભાગથી પતિની સેવા કરવામાં આવે છે. એવા ઘણા પ્રકાર છે. પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે અને કયારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટ રહિત આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ધણા આનંદના સમૂહની પ્રાપ્તિના ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે....પણ તેમાં સર્વોત્કૃષ્ટ તા ચિત્ત પ્રસન્નતા એટલે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં જ સર્વ આનંદ સમાય છે. તે જ અખંડિત પૂજા છે.” અને પછી પોતાની મિતાક્ષરી શૈલીમાં શી કે તે કૃપાકટાક્ષને અકિતપૂર્ણાંક સ્મૃતિરૂપ કરે છે: “મારા મુખ પર પ્રસન્નતા કે હાસ્ય નથી તે શબ્દમાં પ્રભુશ્રીએ શનિવારે કહ્યું હતું ને ગાડી ઊપડતાં પાતે હસ્યા હતા.' ખરેખર ! એ ચિત્ત પ્રસન્નતાદ્યોતક હાસ્યની જ એમણે જીવનભર અમીભરી લહાણી કરી છે, એ કૃપાપ્રસાદનાં સૌને ભાગીદાર બનાવી ધન્ય કર્યા છે. એ તા ખરેખર પરમ મહાત્મ્યા ગાપાંગનાઓનું ભાગવતી શીલ હતું. 66 આવા ઉત્તમ શીલની સાથે સખ્ય દાખવતી એમની વચનાતિશયતા હતી. એ મેાલતા ત્યારે કલાકોના કલાકા Page #44 -------------------------------------------------------------------------- ________________ દેતી, અલ આયાસ નહn જતી. ભાળી [૪] સુધી મુમુક્ષુઓ સાંભળ્યા જ કરતા, થાકતા જ નહીં. Eveready Cellની જેમ તેમને સાંભળવા તેઓ તૈયાર જ– બસ, સાંભળ્યા જ કરીએ એમ રહેતું. એમાં હૈિયાન્સેસરી ઊતરી જતી વેધકતા નહોતી; છતાં એમાં શરદ પૂર્ણિમાના ચંદ્રની પવિત્ર અમીભરી શીતળતા હતી, જે રોમરોમ પસરી જઈ ચેતના પૂરતી, આત્માને શાંતભાવનાથી રસી દેતી, અંતરને અજવાળતી, હૃદયને પવિત્ર કરતી. એમને સત્ય બોલવા આયાસ નહોતો કરે પડત; એમની સ્વાભાવિક વાણી જ સત્ય બની જતી. ભૂત–ભાવિની ઘટનાઓના એમાંથી અણસારા મળતા. પરમાર્થને ફળીભૂત થવામાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની વર્ષો અગાઉથી સૂચના મળી જતી. ક્યારેક એમને એક જ પ્રશ્ન અનેક બાબતોને છેડતો તો એક જ ઉત્તર અનેક પ્રશ્નોનું સમાધાન કરી દેતો. કેટલાય મુમુક્ષુઓના અંતરમાં ચાલતાં મને મંથને એમની એક જ વાતથી સાર મેળવી લેતાં; ક્યારેક પાંચ-સાત મુમુક્ષુઓને અંતરમાં ઊગેલા માર્મિક પ્રશ્નોનું તેમાં સમાધાન મળી જતું. એમ કોઈ નય ન દુભાય અને દરેકને પોષણ મળે તેવી વાણીની ઋતમંગલા શક્તિ હતી. . એમની વાણીમાં ક્યારેક મર્માળુતા અને વિનોદ ભળતાં. ઘણુંખરું એ સૂચનાત્મક બોલતા, આદેશાત્મક નહીં; છતાં એમાં સચોટતા આધક આવતી. ચરોતર Page #45 -------------------------------------------------------------------------- ________________ . [૪૨] એજ્યુકેશન સેાસાયટીમાં ર્ડિંગના વિદ્યાથી આ શિયાળાની ઠં'ડી મેાસમમાં એઢવા માટે ચાદર, કામળી, શાલ વગેરે લાવે. કાઈ બે રૂપિયાની ચાદર લાવે; કાઈ પાંચની કામળી લાવે તેા કેાઈ પચીસ-પચાસની શાલ લાવે. ત્યારે એક વખત પૂજ્ય બ્રહ્મચારીજીએ વિનેાદમાં જણાવેલું કે જેમ વધુ પૈસા તેમ વધારે ટાઢ વાય! એક વખત મેં પૂછેલું કે હવે થાડાં અંગ્રેજી પુસ્તક વાંચું ને ? ત્યારે જણાવેલું કે મરચા વિના ન ચાલતું હોય તા તેમ કર. તે અરસામાં મે ઘણા મહિને ફરી મરચું ખાવુ શરૂ કરેલુ. એમણે તેા એક કાંકરે બે નિશાન લીધાં. એક વખત કોઈ એ જણાવેલું' કે આફ્રિકા જવા વિચાર છે, ત્યારે તેમણે કહ્યું કે એ તેા લગ્ન કરવા જેવુ. એ ભાઈ ખરા અંત:કરણથી લગ્ન ન કરવાના વિચારના હતા પણ કંઈક બહારના દબાણથી કંટાળીને મુઝવણમાં રહેતા તે આ વચનથી ચેતી ગયા અને આનંદ પામ્યા, આફ્રિકાનુ ય માંડી વાળ્યું. એક વખત તેા ખૂબ ગંભીર અને નાજુક પ્રસંગ હતા. એક માટા ગણાતા મુમુક્ષુ માનતા કે એમને જ્ઞાન હોય તેા નહીં, પણ લાવાને એમને જ પૂછીએ, જેવું હશે તેવુ કહેશે; એ તેા પહેાંચ્યા બ્રહ્મચારીજી પાસે, ને હસતા હસતા મ`માં કાર કરી : “કઈ (જ્ઞાન) થયું હોય તેા કહેજો; અમને બમમાં ના રાખતા.” એમણે તા તરત જ માર્મિક જવાબ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૪૩] સંભળાવ્યો: “જેને થશે તેને અહીંથી થશે; કંઈ બીજેથી થવાનું છે?” એમની વાણીમાં બીજી એક એવી ખૂબી હતી કે ગમે તેવી વ્યવહારની વાતને એ પરમાર્થમાં પલટાવતા. એક વખત એમના ચિરંજીવી જશભાઈનાં પત્ની આશ્રમમાં આવેલાં. પ્રસંગોપાત્ત ઘરની વાત નીકળી. પરસ્પર સંસ્કાર સારા પડે અને સમૂહમાં ભક્તિવાચન થઈ શકે એ લક્ષ્ય બ્રહ્મચારીજીએ પૂછયું : બધું ભેગું છે ને ? તરત વિદમાં ઉત્તર મળે કે ઘેર આવીને અમને વહેંચી આપો. ત્યાં તો એમણે કહ્યું: “બધું સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પહેલેથી વહેંચાયેલું જ છે. હવે દેહ અને આત્મા બેને વિવેક કરવાને છે; આત્માને બધાથી જુદ કરવાનું છે.” એમની વાણી કરતાં એમના મૌનમાં અધિક સામર્થ્ય હતું; મૌનમાં તો એ બેધમૂતિ સમા લાગતા. તેમને જોતાં જ સંકલ્પ-વિકલ્પ અને કષાયો મંદ પડી જતા; વડલાની છાયા નીચે “ોતુ મને ચાહ્યાનની ઝાંખી થતી. અને અસંગ, પૂર્ણ કામ સ્વરૂપને લક્ષ થતું. તબિયતને કારણે છેલ્લા વર્ષમાં નાસિક ત્રણેક માસ રહેલા ત્યારે એવી તો અસંગદશામાં રહેતા કે એમની પાસે જતાં મૌન જ થઈ જવાતું અને ઘડીભર સઘળું સ્વમવત લાગતું. Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪૪] . વાણીના સંયમન જેવું એમનું કાયાનું સંયમન હતું. કાયાને તો એમણે કમાન જેવી રાખેલી. ઊંચા ડુંગરાઓની કતરે અને કરાડોમાં એકલા નીકળી પડે અને કયારેક મુમુક્ષુઓ સાથે હોય તે યુવાનની ય આગળ જ હોય, એમની સાથે થવું ભારે પડી જાય. ચોસઠમા વર્ષ સુધી એ જ એમ અને એ જ ખુમારી. બ્રહ્મચર્યવ્રત લીધું ત્યારથી નહીં સ્નાન, નહીં સ્પંજંગ, નહીં મર્દન* કે * માલિસ છતાં શરીરની શીળી સૌમ્ય કાંતિ જાણે બ્રહ્મતેજ જેવી નિર્મળ અને સતેજ. એ કાયાએ ઊંઘ આરામ તે જાણે જાણ્યાં જ નથી–ક્યારેક પદ્માસને ધ્યાનમાં કે ઊભા કાયોત્સર્ગમાં રાત્રિ વહી જતી; માંડ એકાદ-બે કલાક આરામ મળે. છતાં છેક સાઠમા વર્ષ સુધી તો એમનું વ્યક્તિત્વ એવું અનેખું લાગતું જાણે નહીં યુવાન, નહીં વૃદ્ધ, નહીં બાલક ! પોતે સ્વાધ્યાય, ધ્યાન, ભક્તિમાં અપ્રમત્ત રહેતા અને મુમુક્ષુઓને તેમાં યોજતા. દરેકની યોગ્યતા ભાવના અને શક્તિ અનુસાર તેને ધર્મ આરાધનમાં જોડતા. દર વર્ષે પ્રવાસ પર્યટન દ્વારા ચરોતર, મારવાડ, ધામણ (સુરત ડિસ્ટ્રીક્ટ) વગેરે પ્રદેશોમાં મુમુક્ષુઓને ધર્મ * છેલ્લા વર્ષે વૈદ્યના ઉપચાર થતા ત્યારે કરવાનું રાખેલું. * આંખના ઉપચાર માટે ક્યારેક છેટલાં વર્ષોમાં થતું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪િ. આરાધનમાં પ્રેરતા. તેમના હસ્તે કાવિઠા, ધામણ, ભાદરણ, સડેદરા, આહાર વગેરે સ્થળોએ તે તે પ્રદેશનાં ભક્તિકેન્દ્ર સમા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમો સ્થપાયા. તીર્થયાત્રાનેય એમને ઉત્સાહ અનેરો. બે-ત્રણ વર્ષે યાત્રામાં નીકળી પડતા. સાથે સે–બસોને ક્યારેક તો ચાર-પાંચસેને ય સંધ થઈ જાય. દેલવાડા, શેત્રુંજય, ગિરનાર, વવાણિયા, રાજકોટ, કેસરિયાજી, નાકેડા, પંચતીર્થ, જેસલમેર, ઈન્દોર, ઉજજૈન, સમેતશિખર, કાશી, અયોધ્યા, મથુરા, ચંપાપુરી, પાવાપુરી, રાજગૃહી, મુડબિદ્રી, શ્રવણબેલગેલ, કારકલ, ભદ્રાવતી પાર્શ્વનાથ, રમણાશ્રમ, નાસિક, મહાબળેશ્વર વગેરે તીર્થોએ ફરી આવેલા. ત્યાં તીર્થોનું માહાસ્ય બતાવી ચતુર્થીકાળનું સ્મરણ કરાવતા. મુસાફરીમાંય “તવાથસાર'નું ભાષાંતર અને self-Realization જેવા ગ્રંથોનું કામ ચાલુ રાખતા. - જે પદાર્થના અનુભવમાંથી સાચાં નીતિ, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિકતા પ્રગટે છે તે પદાર્થને અનુભવ જેને થયેલ છે તેવા આ અલૌકિક પુરુષના જીવનને યથાર્થ સમજવાની શક્તિ નથી છતાં એટલું એક ભાન તો રહ્યું જ છે કે આ પુરુષ ઇંદ્રિય-મનને કે જરજેરુનો ગુલામ નહોતો, એ એથી પર હતો, એટલું જ નહીં પણ અલૌકિક દષ્ટિ હોવાથી એણે જીવનમાં એવો Page #49 -------------------------------------------------------------------------- ________________ ( [૪૬]. સાચો પુરુષાથ દાખવ્યો છે કે જેની કિંચિત્ ઝાંખી લાધતાં એટલું તો સાફ સાફ સમજાઈ જાય છે કે– ભક્તિ એ નરી વેવલાઈ નથી પણ જીવમાંથી શિવ બનવાની એક અવિરત સાધના છે. આધ્યાત્મિકતા એ નિશ્ચયનયના શબ્દો વાપરી જાણતું કેવળ શુષ્કજ્ઞાન નથી પણ સચ્ચિદાનંદમય સજગ, સ-ઉપયોગી, પૌરુષમય જીવન છે; એ . એક ખયાલી જીવન નથી પણ ખૂબ ઘનિષ્ઠ (intense), નક્કર, વાસ્તવિક અને યથાર્થ એવું જીવન છે કે સામાન્ય માનવીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સીમાઓથી તે માપી શકાતું નથી. એમને મન પરમકૃપાળુદેવની ભક્તિ એ સહજાત્મસ્વરૂપ પ્રગટાવવાને એક ભગીરથ પુરુષાર્થ હતા. એ જ એક પુરુષાર્થ આ પુરુષ પ્રભુશ્રીની કૃપાથી લઈ બેઠેલા. શ્રીમદ્દ લખે છે: “હું કેઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહીં.” “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી.” “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા, જિનદશા નિમિત્ત-કારણુમાંય.” સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે, બાકી તો કંઈકહ્યું જાય તેમ નથી.” Page #50 -------------------------------------------------------------------------- ________________ [૪૭] પાડેધાડા વઢે અને ઝાડને ખોડે કાઢે તેવા ગચ્છમતના ઝઘડાના કટોકટીના સમયે પણ જેનું રૂંવાડું ય ફરકયું નથી; ઊલટું તે જ સમયમાં “સમાધિશતક' જેવા શાસ્ત્રનું વિવેચન લખીને કળિયુગને માથે પુરુષાર્થની વિજયમહેર મારી ! એ જ સમાધિબોધિના નિધિની ગભીરતા છે. એ વિવેચનમાં તો પુરુષોનાં વચનને આત્મઅનુભવની સરાણે ચઢાવી પરસ્પરના સંદર્ભમાં ગોઠવ્યાં છે. સમાધિશતક સંબંધી તેઓશ્રીએ એક વખત નીચે મુજબ જણાવેલું તે વિચારતાં એ નીચી મૂંડી રાખીને રહેનારની અનુભવમૂલક ઊર્ધ્વગતિને ખ્યાલ આવશે – તે પુસ્તક પૂજ્યપાદ સ્વામીનું રચેલું છે, સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે, જેને આગળ વધવું છે તેને ઘણું હિતનું કારણ છે. સત્તરમા લોકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જે પુરુષાર્થ ખરા હૃદયથી કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય. લોક પચાસ સુધીમાં તે હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી ઘણાં શાસ્ત્રો બની શકે એમ છે. “સમાધિશતક છે તે એક કાયદાની ચોપડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. દેખાય સામાન્ય ટૂંકાણમાં પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૮] સમજાય છે. પોતાના અનુભવમાં કંઈ આવ્યું હોય તેવું શાસ્ત્રમાં કંઈ મળી આવે તે ઘણો ટેકો મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે. - “એક હોય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” એ પુરુષની પરમશ્રુતતાની એક ચમત્કૃતિ એ હતી કે આગમ-સિદ્ધાંતની શાસ્ત્રીયતાને ગાળી એને જીવનમાં વણી લેવાય તેવી ભાવનાત્મકતા અર્પતા. અને એ જ એમની જીવંત આધ્યાત્મિકતાના પુરાવારૂપ છે – “પ્રજ્ઞાબેધ”, “સમાધિશતક-વિવેચન” અને “આત્મસિદ્ધિવિવેચન એની પ્રતીતિ કરાવે છે. એવી એ વિરલ પરમ શ્રતતાની સિદ્ધિ તો એમની અનુભવપૂત, પરમ સત્યપૂત અનવદ્ય વિશુદ્ધઃ દૃષ્ટિ છે. એ દૃષ્ટિને ય સતેજ રાખનાર તે એમની પોતાની જાત પ્રત્યેની સચ્ચાઈ છે. એ સચ્ચાઈને રણકે એમની વાણીમાં સર્વત્ર ઊઠે છે – ભલે પછી એ બોધ હોય, વિવેચન હોય, પત્રલેખન હોય કે પુસ્તકલેખન હોય. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા'ના મંગલ–વચનમાં તો એમણે સાફ સાફ જણાવી દીધું છે: “સર્વતોભદ્ર–સ્વપરહિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે.” એમની વાણીનું ફુરણ એમના જીવનના સવમાંથી, ખમીરમાંથી પ્રગટયું છે. એ Page #52 -------------------------------------------------------------------------- ________________ [૯] ખમીરને અણસારો એમના મોટા ભાઈ ઉપરના પત્રનાં અવતરણમાંય આપણને સ્પષ્ટ લાધ્યો. થોડાં વર્ષ ઉપર જ એક ભાઈ એક નોટમાં પોતે પ્રજ્ઞાવધ રચી લાવેલા; બ્રહ્મચારીજીને મળ્યા અને કહ્યું : “અત્યાર સુધી પ્રજ્ઞાવબધ બહાર પડ્યો નહીં એટલે થયું કે જેવું આવડે તેવું ચાલો લખીએ. આ લખ્યો છે તેમાં કંઈ સુધારા સૂચવવા યોગ્ય હોય તે જણાવશે.” બ્રહ્મચારીજી તેને સામાન્ય જોઈ ગયા અને ખૂબ આત્મીયતાથી જણાવ્યું: એ તે અનુભવીનું કામ; સ્વાધ્યાય માટે વિચારવું તે જુદી વાત, પણ પરમકૃપાળુ દેવે સંકલન યોજી છે તેમ લખવું તે તે અનુભવનું કામ બાકી વાણી ને વાપાણી.” આમ એમની અધ્યાત્મલેખન પ્રત્યેની દષ્ટિ જ જુદી હતી, એ કંઈ ધંધાદારી લેખક (professional writer) નહતા. એમના હાથે મોક્ષમાળાને “વિવેચન' ભાગ લખાયો હોત તો માનવજાતને તવદર્શનની એક સચ્ચિદાનંદમયી જુદી જ દૃષ્ટિ લાધત. એમના અધ્યાત્મજ્ઞાનમાંથી જ કુરતો એમને પુરુષાથ પણ અપૂર્વ હતો; એ સતત પુરુષાર્થરત રહેત ચારિત્રમોહને ટાળવામાં એમણે પાછી પાની કરી નથી દેહને તે જાણે એમણે ફગાવી દીધેલો. ઈડર, ગિરના આબુ ઇત્યાદિ સ્થળોએ યાત્રાએ જાય ત્યારે ભયંકર વ Page #53 -------------------------------------------------------------------------- ________________ [૫૦] ગુફાઓમાં છાનામાના રાત્રિઓ ગાળી આવતા. રાત્રે તે એમની જ. મધ્યરાત્રિએ ઊંચા નધારા એવા સ્થળોએ ઊભા રહીને કાર્યોત્સર્ગ કરતા. અને જે ઊંઘનું કે આવે કે પગે ખાલી ચઢે તે લચી પડે, અને પડતાં જ રામ રમી જાય. સીમરડાના નિવાસ દરમિયાન તો રાત્રિએ ઉપર રાત્રિઓ કાયોત્સર્ગમાં જ વ્યતીત કરતા. અને તે પણ તેવા જ નોંધાના સ્થળે. ઊંધ-આરામ માટે કહીએ ત્યારે કહેતા કે ઊંઘ તે હેય છે, ઉપાદેય ઓછી છે! સહશીલતાય અજબ! મુંબઈથી B. A.ની પરીક્ષા આપીને ટ્રેનમાં આવતા હતા. વડોદરા મિત્રો અને મુરબ્બીઓને મળવા ડબાના અધખુલ્લા બારણું આગળ ઊભેલા. કેઈએ એકદમ બારણું બંધ કર્યું. એમના હાથને અંગૂઠો કપાઈ ગયો અને ટેરવું બારણે ચોંટી રહ્યું. પણ તેમણે નહીં સીત્કાર ભર્યો કે નહીં પેલા ભાઈને એક શબ્દ ઠપકાને કહ્યો! એક આંખ અકસ્માત ગઈ તે છ માસે અમને જાણવા મળ્યું. પગ-કેડને સખત દુ:ખાવો દેઢ વર્ષે પૂછતાં જણાવ્યો. પણ આ અધ્યાત્મજ્ઞાન, ફનાગીરીભર્યો પુરુષાર્થ અને સૌમ્યતાની પાછળ સંતાયેલું અખૂટ પૌરુષ એ બધાના આધારરૂપ. એ સઘળામાં પ્રાણ પૂરતું જે પ્રેરક તત્ત્વ હતું તે તે તેમની અજોડ અનન્ય ગુરુભક્તિ. એ Page #54 -------------------------------------------------------------------------- ________________ [૫૧] કહેતા કે જ્ઞાન તેા નિરવધિ છે; પુસ્તકોથી તેને પાર પમાય તેમ નથી. જ્ઞાન તા જ્ઞાનીમાં છે, આત્મામાં છે; બહાર નથી. આત્માની જેટલી શુદ્ધિ થાય તેટલું જ્ઞાન પ્રગટે. આત્માની, હૃદયની શુદ્ધિ માટે ભક્તિ સર્વોત્તમ અને સુગમ મા છે. જ્ઞાની પ્રત્યે સર્વાણબુદ્ધિ થાય, અહંભાવ ટની અભેદબુદ્ધિ થાય તેા જ્ઞાનીનુ જ્ઞાન તેનુ પેાતાનું જ થઈ જાય. પરમકૃપાળુદેવથી જુદું મારે કઈ કહેવાનુ કે કરવાનુ નથી એમ રહેવું જોઈ એ પ્રમકૃપાળુને પ્રગટાવે રામ રામ તે હીરલાજી.” એની પ્રતીતિ તે તેમના સાન્નિધ્યથી તરત જ થઈ આવતી; એ જાણે પરમકૃપાળુદેવમાં ખેાવાઈ ગયા ન હોય તેમ લાગતું. અને એને લીધે તેા એમની દશામાં એવી એક સાહજિકતા આવી ગયેલી કે કયારેય કોઈ પણ કાર્યમાં એ આયાસ કરતા હોય તેવું લાગતું જ નહીં; બધું જાણે લીલયા થયે જતુ હોય તેમ લાગતું. સાધનામાં કાઈ જાતના આયાસ જ વર્તાતા નહી, એવી તેા ઉપયાગની સાહજિક સ્વસ્થતા હતી. જાણે એ બધાની પાછળ અચિંત્ય અખૂટ શક્તિ કામ ન કરી રહી હોય તેમ લાગતુ. તેમના સાન્નિધ્યમાં પરમકૃપાળુદેવની હાજરી ચાલુ લાગ્યા જ કરતી—એમની પાસે એવું વાતાવરણ જ જામી જતુ કે આપણને કહી રહ્યા છે એમ ભણકાર લાગતા. પેાતે પણ કહેતા : “બધું કૃપાળુદેવના યાગબળે થાય છે, બધુ Page #55 -------------------------------------------------------------------------- ________________ [૫૨]. એમની આજ્ઞા લઈને કરવું,” ત્યારે પૂછયું કે “પરમકૃપાળુદેવ કંઈ કહેવા આવવાના છે?” ત્યારે કહેલું: “હા, કહે પણ ખરા. પ્રભુશ્રી કહેતા કે કૃપાળુદેવ હાજરાહજૂર છે; જ્ઞાની એની સાથે વાત કરે છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીને જણાવેલું કે મુનિ, અમારામાં અને વીતરાગમાં કંઈ ભેદ ગણશે નહીં. જીવને શ્રદ્ધા સિવાય શી રીતે માન્ય થાય ?” એક વખત તો એ વાતની સુંદર સ્પષ્ટતા થયેલી. એક • વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પરમકૃપાળુદેવના ભાણેજ તથા જવલબેન અને તેમની દીકરીઓ આવેલાં. તેઓએ પૂછયું: “પરમકૃપાળુદેવના થઈ ગયા બાદ પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કે શું કરનાર છે? અને તેમને કોણુ પ્રગટમાં લાવનાર છે?” ત્યારે બ્રહ્મચારીજીએ જણાવ્યું: “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા તે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. તેઓશ્રીનાં વચને ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય તોપણુ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ. તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે?” તેઓશ્રી વારંવાર કહેતા કે બીજાં શાસ્ત્રો વાંચવાં છે Page #56 -------------------------------------------------------------------------- ________________ [૫૩] તે ય પરમકૃપાળુદેવનાં વચનને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે અને એમને શરણે જ મરવું છે. એમના દેહોત્સર્ગના આગલે દિવસે સં. ૨૦૧૦ કાર્તિક સુદ છઠે તે પ્રકાશે છે – - “સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત કલેશમય દીઠું છે તે સત્ય છે. ગમે તેવા સમજુ માણસને પણ જપવા ન દે તે સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી આંખો મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગ પુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છેજ...દુસ્તર સંસારને જ્ઞાની પુરુષો નિર્વિકલ્પ દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તે અલ્પ કરી ઓળંગી ગયા છેછે. - મરણ સમીપ જ છે એમ જાણી જ્ઞાની પુરુષો કેવલજ્ઞાન થતાં સુધી વિરાગ્યની વૃદ્ધિ કરી આત્માને બળવાન કરતા રહ્યા છે. તેમનું અવલંબન લઈ આપણે પરમાર્થમાં દઢ રહેવાનું છે....સમભાવ એ સવ પ્રસંગ વખતે બચવાનો સર્વોત્તમ ઉપાય છે.” —પત્રમાંથી Page #57 -------------------------------------------------------------------------- ________________ રોજ મરણ સંભારવું, મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” –બેધ ચોથના દિવસે તે સાંજના કહેલું : “ખમાવું છું. હવે તે કેઈ ને કંઈ કહેવું નથી, કેઈને દોષ કહેવા નથી, પૂછે તોય કહેવા નથી. એવું ચિત્ત થઈ ગયું છે.... મને હવે કોઈ કહેનાર નથી, મારે જ દોષો ટાળવાના છે એમ લાગે તે પછી દેશો કાઢે. હવે તે સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને?” દરરોજ સવારના પ્રભુશ્રીના બેધની પ્રેસ-કૉપી • તપાસવા તેઓશ્રી અમારી સાથે બેસતા. પાંચમને દિવસે તો કહ્યું કે સાંજના ય હવે તે બેસવું છે, પૂરું થઈ જાય. મને કહ્યું કે તારે તારું લખવાનું પતાવવું, તું નહીં આવે તો ચાલશે. ઉપદેશામૃત સંબંધી સૂચના. પણ આપી કે જેમણે રકમ આપી હોય તેમને પોસ્ટથી આપણે ખર્ચ ભેટ મોકલવામાં સૌજન્ય. પછી તો સાતમને દિવસે સાંજના બંધનું કામ પતાવી દરરોજ જંગલ જતા તેમ જઈને જરા વહેલા આવ્યા. આવીને હાથપગ ધોઈ ઉપર પરમકૃપાળુદેવના ચિત્રપટની સામે જ કાત્સગપૂર્વક સમાધિ વર્યા. આજે એમની હયાતી અત્રે નથી પણ એમના Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં અને કવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવને ચરણે ફનાગીરીની ભાવનાના પડઘા હજીય હાકલ દે છે – “કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી; સહનશીલતા ક્ષમા ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયે સર્વ નિવારી, ગણીશું માત પરનારી, પિતાસમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી સ્વપરને આત્મહિતકારી, બનીને અલ્પ સંસારી ઉઘાડી મેક્ષની બારી. પણ કુબેધની ક્યારી, વિચરશું વાસના મારી; સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી.” નવરાત્રિ, ૨૦૧૧ –-શાંતિ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજી રચિત સાહિત્ય વિવેચને – ૧. આત્મસિદ્ધિ-વિવેચન ૨. મોક્ષમાળા-વિવેચન ૩. બધામૃત ભાગ ૨ (વચનામૃત-વિવેચન) ૪. નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) ૫. આઠ દૃષ્ટિની સજઝાય (ભાવાર્થ સહિત) ૬. ગ્રંથ-યુગલ (લઘુગવાસિષ્ઠ-સાર અને સમાધિશતક-વિવેચન) - ભાષાંતરે– ૧. સમાધિ-સોપાન ૨. જ્ઞાનમંજરી 3. Self-Realization ૪. તત્વાર્થસાર પ. દશવૈકાલિક (અપ્રગટ) અન્ય– ૧. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ૨. શ્રીમદ્ લઘુરાજ સ્વામીનું જીવનચરિત્ર ૩. પ્રવેશિકા (મોક્ષમાળા–પુસ્તક પહેલું) ૪. પ્રજ્ઞાબેધ (મોક્ષમાળા-પુસ્તક થું) ૫. બેધામૃત ભાગ ૧ ૬. બધામૃત ભાગ ૩ (પત્રસુધા) Page #60 -------------------------------------------------------------------------- _