________________
[૩૯] વર્ષની છેલ્લી સંધ્યા પ્રભુશ્રીના એકલ પંથને સોનલ– ગુલાબી લીલામયતાથી નવાજતી આરતી ટાણે દેવદિવાળી પ્રગટાવી વિદાય થઈ
ખરેખર! આ તે મહાપ્રભુની અકલિત લીલા હતી. પણુ કાવ્ય વિના તેની વેધકતા શી ? વિદાય લેતા વર્ષને ઉપાલંભ હતો નવા વર્ષને–ભેટ ધરે કાવ્ય, મહાપ્રભુની લીલાને અમર કરતું. નવા વર્ષે પડકાર ઝીલી લીધો. ઈ. સ. ૧૯૨૨ના વર્ષનું એ પ્રથમ પ્રભાત હતું. રવિકિરણે આજે નૂતન પ્રકાશ રેલાવી રહ્યાં હતાં. શ્રી રાજપ્રભુની અધ્યાત્મલીલાને પ્રગટ કરતું, એ કવિવરની ગિરાને ઝીલતું “વચનામૃત પ્રભુશ્રીએ શ્રી બ્રહ્મપારીજીને ભેટમાં આપ્યું. પણ ભેટમાં તે મહાપ્રભુને ઝીલતું અંતર બેઠું છે ને? લીલાની વેધકતા કાવ્યમાં કુરી પણ એ કાવ્યના, એ અંતરાલના પડઘા ઊઠે કેઈની હૃદયગુફામાંથી તે જ સાર્થકને? તે જ તેની વેધકતા ને?
આ રહ્યા એ વિદ્ધ હૃદયના સરળતાથી રણકતા જીવંત પ્રતિધ્વનિ પૂશ્રી બ્રહ્મચારીજીની ડાયરીમાં –
શ્રી સદૂગુરુદેવની પૂર્ણ કૃપા છે.
શનિવારે આપેલો, ને રવિવારે મળેલા ભેટના પુસ્તકમાંથી આજે સેમવાર તા. ૨–૧–રરને રોજ નીચેને ઉત્તમ સંદેશ સમજાયો. સ્વામીશ્રી કહે છે –