________________
[૫૩]
તે ય પરમકૃપાળુદેવનાં વચનને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે અને એમને શરણે જ મરવું છે. એમના દેહોત્સર્ગના આગલે દિવસે સં. ૨૦૧૦ કાર્તિક સુદ છઠે તે પ્રકાશે છે – - “સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત કલેશમય દીઠું છે તે સત્ય છે. ગમે તેવા સમજુ માણસને પણ જપવા ન દે તે સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી આંખો મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગ પુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છેજ...દુસ્તર સંસારને જ્ઞાની પુરુષો નિર્વિકલ્પ દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તે અલ્પ કરી ઓળંગી ગયા છેછે. - મરણ સમીપ જ છે એમ જાણી જ્ઞાની પુરુષો કેવલજ્ઞાન થતાં સુધી વિરાગ્યની વૃદ્ધિ કરી આત્માને બળવાન કરતા રહ્યા છે. તેમનું અવલંબન લઈ આપણે પરમાર્થમાં દઢ રહેવાનું છે....સમભાવ એ સવ પ્રસંગ વખતે બચવાનો સર્વોત્તમ ઉપાય છે.”
—પત્રમાંથી